Archive for the ‘Uncategorized’ Category

ઉપદેશ વચનો.   Leave a comment

ઉપદેશ વચનો..

તહેવારો ના દિવસો દરમ્યાન ઉપદેશ વચનો, સુવાક્યો, , ત્યાગ ક્ષમા નું સમર્થન, અને તેને લગતા સૂત્રો નો બહુ મારો ચાલે છે, દાખલા તરીકે દિવાળી નાં તહેવારો મા “ દિલ માં દીવો કરો” “અંતર ને અજવાળો” “મન નો અંધકાર દૂર કરો, “જેવા વાક્યો નો ખુબ મારો ચલાવવા મા આવે છે, હોળી નો તહેવાર હોય તો પણ “ મન ની હોલિકા નું દહન કરો” ‘ વિગેરે. ઉપદેશ વચનો ચાલતા હોય છે, આવા સૂત્રો લખનારા પોતે તો જાણે ત્યાગ અને તપ નાં માંધાતાઓ હોય એવું ખપાવવા માગતા હોય છે, ઉપદેશ મા બીજાઓ નેજ ઉપદેશ આપવા મા આવે છે, “તમે આમ કરો.” એનો અર્થ એ કે તેઓ પોતે તો ક્યારના ઉચ્ચ જ્ઞાન પ્રાપ્ત કરી ચુક્યા છે, હવે આપણ ને તેઓ તેમના જેવા ક્ષમાશિલ ઉદાર, નિષ્પાપ બનાવવા નું મહાકાર્ય હાથ ધરી ને આપણો ઉદ્ધાર કરવા બહાર પડ્યા છે.
આ પ્રકાર નાં સુવાક્યો/ઉપદેશ વાક્યો મોટા ભાગ નાં ચવાઈ , ચુકેલા હોય છે, મોટા ભાગ નાં લોકો ને એમાં થી કાઈ નવું જ્ઞાન મળતું નથી,આપણા ઉપદેશો પણ એટલા જુના અને પુરાતન થઇ ચુક્યા હોય છે કે લગભગ બધાજ આવા વાક્યો થી ટેવાઈ ગયા હોય છે, જેમ કે “ક્ષમા વીરસ્ય ભુષણમ ” “ મિચ્છામી દુક્કડમ” “ .દિલ માં રહેલા રાવણ ને બાળવો” “ ગરીબો પ્રત્યે દયા દાખવો” ‘ ધન કરતા જ્ઞાન વધુ મહત્વ નું છે.” “જ્ઞાની બધે પૂજાય છે, “વિગેરે. આ ઉપદેશ વાક્યો એટલા જાણીતા થઇ ગયા હોય છે કે જ્યાં ત્યાં એનો ઉલ્લેખ બોર કરે છે, સ્કૂલો મા જાહેર સ્થળો મા પણ “ માત્રુ દેવો ભવ પીતૃ દેવો ભવ ગુરુ દેવો ભવ “ જેવા ઉપદેશ વચનો કોઈ પણ જાત નાં સંદર્ભ વિના ઉચ્ચારવા મા આવતા હોય છે, અને તેનું હાર્દ પણ એટલું જુનું થઇ ગયું હોય છે કે તેની કોઈ અસરકારકતા રહેતી નથી. આ બધા ઉપદેશો પછી પણ વૃદ્ધ માતાપિતા ને તરછોડવા મા આવતા જ હોય છે, ગુરુ ને પંતુજી કહેવાનું બંધ થતું નથી. ગુરુ પણ પૈસા નેજ મહત્વ આપતા થઇ ગયા છે. વૃધ્ધાશ્રમો હજીયે ખુલ્યે જાય છે, કેટલીક વાર તો વૃધ્ધાશ્રમો તેમને ત્યાં આપવા મા આવતી સવલતો ની જાહેરાત પણ આપતા થઇ ગયા છે, આ વખતે માતા અને પિતા દેવ છે એ ઉપદેશ ક્યા જતો રહે છે..?ગુરુઓ પણ વિદ્યાદાન નહિ પણ વિદ્યા નું વેચાણ કરતા હોય છે એ વખતે તેમનું દેવત્વ ક્યા જાય છે..?આપણે ધર્મ. અધ્યાત્મ , કથાશ્રવણ, વ્રત ઉપવાસો મા ઘણો સમય આપીએ છીએ, પણ જે સુવાક્યો યુગો થી સાંભળતા આવ્યા છીએ એ માત્ર ભીંતો ઉપર જ લટકતાજ રહી જાય છે,બધાજ જાણે છે કે આ બધા સૂત્રો. સુવાક્યો અને ઉપદેશ વચનો માત્ર શોભા માટેજ લખાતા બોલાતા હોય છે, એનું સંપૂર્ણ પાલન કરવું શક્ય નથી હોતું.
સ્મશાન ની ભીતો ઉપર પણ ઇહલોક પરલોક ને લગતા સુવાક્યો જોવા મળે છે, પણ વ્યવહાર મા તેનો ઉપયોગ કરવા નો નથી એવું બધા જ જાણતા હોય છે. આપણે ત્યાં સુવાક્યો નાં વિષય ની ખોટ નથી, ભાઈ બહેન નો પ્રેમ, માતાપિતા ની સેવા, દોસ્તી ની લાગણીઓ ,આપી ને ભૂલી જવું, દાન ગુપ્તપણે કરવું, સુપાત્રે દાન, ઈશ્વર નો ભય, પરલોક સુધારવા ની તક, દુશ્મન ને પણ પ્રેમ કરવો, ક્ષમા વૃતિ રાખવી, એક ગાલ ઉપર તમાચો મારે તો બીજો ગાલ ધરવો,અજાણ્યો અને આંધળો બંને સરખા,સબસે ઉંચી પ્રેમ સગાઇ, બધું અહી નું અહીજ ભોગવવા નું છે, જેવા કર્મ એવા ફળ, નીડર બનો, નિર્ભય બનો, અન્યાય સહન ન કરવો, વિગેરે અનેક પ્રકાર નાં ઉપદેશ વાક્યો આપણા સમાજ મા ઉડતા ફરતા હોય છે, આપણે જાણીએ છીએ કે આ માહે ના બહુ થોડાજ વ્યવહાર મા ઉપયોગ માં લઇ શકાય છે, એટલે આ બધા સુવાક્યો માત્ર એક શોભા જ બની રહે છે,
ફેસબુક ઉપર પણ ઘણા માત્ર આવા સુવાક્યોજ લખતા હોય છે, એમાં તેમને બહુ મહેનત કરવી પડતી નથી, કોઈ ના તૈયાર સુવાક્ય સીધુજ પોતાના નામ ઉપર અપલોડ કરી દેવાનું હોય છે અને એક વિચારક તરીકે તેમજ ફેસબુક ઉપર હાજર રહેનાર તરીકે મશહુર થવાનું પણ મળે છે. મને સમજાતું નથી કે આ ઉપદેશ વચનો સદીઓ થી બધાજ જાણતા હોય છે તેને કારણ વગર ફેસબુક ઉપર મૂકી ને શું હાંસિલ થવાનું છે..?
આપણા લગભગ દરેક તહેવારો માટે નિયત કરેલા સુવાક્યો વાપરવા ના હોય છે, દિવાળી માટે અલગ, નવા વર્ષ માટે અલગ, ભાઈબીજ માટે અલગ, પર્યુષણ માટે અલગ, જન્માષ્ટમી માટે અલગ, દશેરા માટે અલગ ,નવરાત્રી માટે અલગ એમ દરેક પ્રસંગ માટે નાં સૂત્રો નિયત થયેલા જ હોય છે, બધાજ એ જાણતા હોય છે, પછી એજ ચીલાચાલુ વાક્યો વારંવાર માથે મારવા ની જરૂર કેમ ઉભી થાય છે..? ઉપદેશ વાક્યો અથવા સુવાક્યો એવા હોવા જોઈએ, જેમાં કઈક નવું હોય, અનોખું હોય, ચીલાચાલુ ન હોય, અને એ વાક્યો જાણે તેમનીજ શોધ હોય એવું દર્શાવવા મા ન આવતું હોય. બાકી બધાજ આવા ઉપદેશો જાણતા હોય છે, તેમ છતાં કેટલા વૃદ્ધાશ્રમો બંધ થયા..? કેટલા માતા પિતા ની ઉપેક્ષા બંધ થઇ..? કેટલા એ દોસ્તી નિભાવી..? કે કેટલા એ દુશ્મન ને ક્ષમા આપી..?મન વચન કર્મ થી કોણે કોઈ ને માફી આપી..? કોણે છેતરવાનું બંધ કર્યું..? કોણે ફાટેલી નોટ કોઈ ને ન પધરાવી..? કોણે વજન મા કે માપ મા છેતરપીંડી ન કરી..?
તેમ છતાં આવું બધું કરનાર આવું ન કરે એવી પ્રેરણા આપવા નું કામ આવા સુવાક્યો કરતા હશે ખરા….પણ એની ટકાવારી બહુજ થોડી હશે. હંમેશા સત્ય જ બોલવા નું વ્રત કેટલું અગવડ રૂપ બની શકે એનો અનુભવ કરવા જેવો છે,
આવા સુવાક્યો એક વર્તણુક નો આદર્શ બની રહે છે ખરા, પણ આદર્શ સુધી પહોંચવા માટે આખા સમાજે એ આદર્શ અપનાવવો જોઈએ, જો આખો સમાજ સત્યવ્રત પાળતો હોય, આખો સમાજ સાદા વસ્ત્રોજ પહેરતો હોય, આખો સમાજ ગુરુ અને માતાપિતા ને પૂજ્ય ગણાતો હોય તોજ એ આદર્શ મુજબ જીવન વિતાવી શકાય, એ સિવાય આવા સુવાક્યો પુસ્તકોમાં, ભીંતો ઉપર કે ફેસબુક ની વોલ ઉપર જ રહી જાય છે.

Advertisements

Posted ઓક્ટોબર 22, 2017 by sureshmsheth67 in Uncategorized

રોકડ ભેટ.   Leave a comment

રોકડ ભેટ.

તહેવારો મા શુભેચ્છા વ્યક્ત કરનાર કે પગે લાગનાર ને રોકડ રકમ ની ભેટ આપવા ની આપણા મા એક બહુ જૂની પ્રથા છે, બીજી તરફ પૈસા નાહક વેડફી મારવાનું પણ કોઈ ને ગમતું ન હતું. એક રીતે જોઈએ તો પગે લાગનાર ને રોકડ મા ભેટ આપવા મા વડીલ કહેવાતા લોકો ને થોડો સંકોચ થતો હોય તો તે ક્ષમ્ય ગણાવું જોઈએ, કારણ આપણ ને બચપણ થી એક એક પૈસો બચાવવા નું શીખવવા મા આવ્યું હોય છે, પગે લાગનાર ને કશું ગુમાવવા નું હોતું નથી, તેમણે તો વર્ષ માં માત્ર એક વાર જરા ઝુકી ને કહેવાતા વડીલ સમક્ષ ઝૂકવાનું હોય છે , બદલા મા સામે વાળા નાં સંજોગો અનુસાર થોડી રોકડ મળી જાય છે, પગે લાગનાર ને એ રકમ તેની અપેક્ષા થી ઓછી પણ લાગી શકે છે, જો એવું હોય તો તેના મન મા એ વડીલ તરફ કટુતા પણ ઉભી થઇ શકે છે.
આ પ્રકાર ના પગે લાગનારાઓ તેમના એ કહેવાતા વડીલ કરતા પણ ઘણું કમાતા હોય છે, વડીલ ની રોકડ ભેટ કરતા તો તેમનો શૃંગાર ખર્ચ કે બીડી સિગારેટ નો ખર્ચ વધુ હોય છે, તેમ છતાં એ કહેવાતા વડીલે આ તહેવાર ના દિવસે કાઈ ને કાઈ રોકડ રકમ આપવીજ પડે છે. પગે લાગનારા નાનેરાઓ મોંઘી ગાડી મા ફરતા હોય, મોંઘા વસ્ત્રો મા સજ્જ હોય તે છતાં વડીલે શું આપ્યું તેના આધારે એ વડીલ નો દરજ્જો નક્કી થતો હોય છે.
આવા સંજોગો મા એક નિવૃત , અને બચત નાં વ્યાજ ઉપર જીવતો કહેવાતો વડીલ પોતાની સ્થિતિ અનુસાર ભેટ આપે તો એ ભેટ ની રકમ નાં આધારે જ તેનું કેટલું માન જાળવવું એ મનોમન નક્કી થઇ જતું હોય છે, વડીલ ને પગે લાગી ને પોતાની મોંઘી ગાડી નું બારણું ખોલનાર ના મન મા તો એવુજ ચાલતું હોય કે “ ડોસા નો હાથ બહુ ટૂંકો છે, બહુજ કંજૂસ છે વિગેરે”
પણ ડોસાએ કેવી રીતે આટલી રકમ છૂટી કરી હશે એ કોઈ વિચારતું નથી.
આ પ્રકાર ની રોકડ ભેટ પહેલા ના સમય મા બહુ મોટી ન હતી , બે રૂપિયા, કે વધુ માં વધુ પાંચ રૂપિયા તો ભયો ભયો થઇ જતા, અમે બચપણ મા મિત્રો નાં ઘરે તેમના માતાપિતા ને પગે પડવા જતા, ત્યારે ઘણા તો પાઈ પૈસો આપવાનું પણ ભૂલી જતા, અમારા એક મિત્ર ની બા ને અમે પગે લગતા હોઈએ ત્યારે તેનું ધ્યાન બીજેજ હોય અને અમને હાથ જોડી ને ઉભા રાખી ને દૂર દેખાતા બીજા કોઈ કામ તરફ ચાલ્યા જતા. અમે બીજી વાર એ જ્યાં હોય ત્યાં જતા, તો તે ત્યાં થી પણ બીજે જતા રહેતા, અને અમારા પ્રણામ ઉપર ધ્યાન જ ન હોય એમ કામ મા વ્યસ્ત હોવાનો દેખાવ કરતા, અમારા જેવા છોકરાઓ ને આપવાની ભેટ બહુ મોટી ન હતી, માત્ર બે આના, ચાર આના જેવી રકમ નિજ અમારી પણ અપેક્ષા રહેતી, પણ એટલું આપવું પણ આવી મિત્ર માતાઓ ને ગમતું ન હતું. !બપોર પછી અમે મિત્રો ભેગા થઇ ને કોને કેટલા પૈસા મળ્યા એની ખુશાલી વ્યક્ત કરવા એકત્ર થતા. કોઈ વાર તો એક ફિલ્મ જોવાય એટલા સાડાચાર આના જ મળ્યા હોય , તેનો આનંદ હતો. પણ અમે એટલી નાની રોકડ ભેટ થી પણ સંતુષ્ટ રહેતા, આજે આમ થઇ શકાતું નથી, આજે પરિસ્થતિ વિપરીત થઇ છે, આજે આપણે વડીલો નાં સ્થાને આવી ગયા છી એ ,આપણે પેલી મિત્ર માતા ની જેમ પગેલાગનાર ને તરછોડી ને આમ તેમ નાશભાગ નથી કરી શકતા, આપણે તો અગાઉ થી આપણી શક્તિ અનુસાર રકમ જુદી રાખીનેજ બેઠા હોઈએ છીએ, પણ એ રકમ આ પગેલાગનારા ઓ ને સંતોષ આપશે એવું કહી ન શકાય, આજે તો પચાસ કે સો રૂપિયા ની ભેટ આપતા એ શરમ આવે , પણ સ્થતિ અનુસાર તો ભેટ આપવીજ પડે. આ જ નાં આ નાનેરાઓ આપણા થી ચારગણું કમાતા હોય, પણ આપણી પાસે તો એમને અપેક્ષા હોયજ ..! વર્ષ આખું કોઈ ભાળ પણ ન લે, એમને આવા તહેવાર નાં દિવસે ખાસ યાદ કરી ને પગે લાગવા જવાનુજ હોય અને વડીલ ની વડીલ કહેવારાવવા ની ભેટ મેળવવા નિજ હોય, આ દિવસ પસાર થઇ જાય એ પછી વડીલ ને તમનું સ્થાન આપોઆપ દેખાઈ જતુહોય. વડીલ થવા માટે ની આ એક જાત ની ટીકીટ કહી શકાય , જે શો પૂરો થયા પછી નકામી થઇ જાય છે…!
વડીલો નાનેરાઓ ને ભેટ આપે એમાં કશું ખોટું નથી, પણ આજના આર્થિક સંકડામણ નાં યુગ મા દરેક પ્રસંગે આપવા ની રોકડ ભેટ ની એક લીમીટ નક્કી કરવી જોઈએ, એક ધનવાન અને સમૃદ્ધ વ્યક્તિ ને તેનો પ્રમાણ મા ગરીબ કહી શકાય એવો વડીલ ખેંચી તાણી ને ગમે તેટલી રકમ ભેટ આપે તોયે એની અપેક્ષા મુજબ નું તો ન જ આપી શકે.
ખરેખર તો આવી રોકડ રકમ ની ભેટ આપવા નો રીવાજ જ કાઢી નાખવો જોઈએ, કારણ આમાં લેનાર ને કદી સંતોષ થતો નથી તો આપનાર ને ઘણો માનસિક સંઘર્ષ વેઠવો પડે છે,
આપણા સમાજ મા એક જાત નું શોષણ ચાલતું જ હોય છે, ભાઈ બહેન નું શોષણ કરતો હોય, તો બહેન ભાઈ નું શોષણ કરતી હોય, માતા પુત્રો નું તો પુત્રો પિતા નું શોષણ કરતા રહતા હોય છે, પિતા નું શોષણ તેના સંતાનો કરતા હોય તો સંતાનો નું શોશણ માતાપિતા કરતા હોય છે જે આવી વિવિધ રોકડ ભેટ નાં સ્વરૂપે આપણે જોઈ શકીએ છીએ.
આજના કરતા જુનો જમાનો સારો હતો. એમાં કોઈ ને વધુ પડતો બોજો ઉઠાવવો ન પડતો.
હું એક નાના મથક મા એક લગ્ન પ્રસંગે ચાંદલો લખવા બેસતો , તો મેં જોયું કે કોઈ આઠ આના ચાંદલો લખાવતા , તો કોઈ રૂપિયો લખાવતા, તેઓ કહેતા કે અમારે આટલોજ વ્યવહાર છે, ગમે તેટલો પૈસો બંને પક્ષે હોય તોયે ચાંદલો તો નિયત વ્યવહાર મુજબ જ કરવાનો. આ પ્રથા ઘણીજ સારી હતી. આમાં કોઈ એ દેખાદેખી થી ખેંચાવું ન પડતું.
આજે તો ચાંદલો કેટલા માણસો ને નિમંત્રણ છે, જમણ ની ડીશ કેટલી મોંઘી છે, સામેનો વ્યક્તિ ધંધા રોજગાર માં કેટલો ઉપયોગી થાય તેમ છે , સામેના વ્યક્તિ નું સરકારી ઉચ્ચ સ્થાન આવી બાબતો ને ધ્યાન મા રાખી ને કરવા મા આવે છે,
એ તો પરસ્પર વ્યવહાર વાત છે પણ પગેલાગનાર ધનવાન વ્યક્તિ એ ખરેખર વડીલ તરફ સન્માન હોય તોજ પગે લાગવું જોઈએ, પૈસા ને ધ્યાન રાખી ને નહિ. અત્યારે આપણા સમાજ મા આર્થિક અસમાનતા ખુબજ છે, એટલે આવા આપલે નાં રીવાજો ત્યાગવા જોઈએ.
એક વખત અમારો પણ હતો, મને યાદ નથી કે અમારા મામાએ. ફોઈએ, બનેવીઓ એ અમને બે પૈસા ની ચોકલેટ પણ અપાવી હોય..! તહેવારો માં તો બધાજ વડીલો મુંબઈ અથવા તેમના ગામ મા રહેતા હોય એટલે પગે લાગવા નું હોતુજ નહિ.એટલે અમે કદી મોટી રકમ ની ભેટ મેળવી નથી. કદાચ એવું પણ માનતા હોય કે છોકરાઓ ને બહુ પૈસા આપવા થી તેઓ બગડી જાય…!મારા એક કઝીન મામા ને મેં પૈસા નાં અભાવે બગડતા જોયા છે. પૈસો હોય તો પણ બગડી જવાય અને પૈસો ન હોય તોયે છોકરો ચોરી, જુગાર ની લતે ચઢી જાય છે. આમ બડવા કે સુધારવા મા પૈસો બહુ કામ આવતો નથી.
પરંતુ રોકડ રકમ ની ભેટ બહુ ઈચ્છવા જોગ નથી. એના કરતા તેને બોલાવો, જમાડો, પ્રેમ થી હાથ મિલાવો, અને બારણા સુધી મુકવા જાઓ એટલુજ પુરતું હોવું જોઈએ. એની પાસે પૈસા નથી કે તમારે આપવા પડે..?કે લેવા પડે..?

Posted ઓક્ટોબર 21, 2017 by sureshmsheth67 in Uncategorized

તહેવારો .   Leave a comment

તહેવારો..

આપણ ને તહેવારો , ઉત્સવો ગમે છે, આપણી પ્રજા ઉત્સવપ્રિય છે, તહેવારો ની ઉજવણી કરવા માં મુખ્યત્વે આપણે કામ ધંધા મા રજા રાખીએ છીએ, રજાઓ આપણ ને ગમે છે, તેથી શુભ પ્રસંગ હોય અથવા અશુભ , આપણે રજા તો રાખીયેજ છીએ . શોક માટે પણ રજા, અને ઉત્સવ માટે પણ રજા એ આપણા દેશ ની જ ખાસિયત છે, પ્રસંગ ગમેતેવો હોય, પણ મહત્વ રજા નુજ હોય છે. આપણે ત્યાં ઘણા વિચારકો છે તેમાં થી મોટા ભાગ નાં વિચારકો એવો અભિપ્રાય ધરાવતા હોય છે કે તહેવાર મા રજા શા માટે રાખવી જોઈએ..?કોઈ મહાન નેતા નાં જન્મદિવસે તો વધુ કામ કરી ને તેને અંજલી આપી શકાય, ઘણા તો રજા ને રાષ્ટ્રીય અપરાધ માને છે,
આવી માન્યતા મૂળભૂત રીતે આપણી નથી, પણ સામ્યવાદ સમાજવાદ અને કર્મચારી યુનિયનો જેવી વિચારધારાઓ માંથી ઉતરી આવેલ છે, જ્યાં સુધી પ્રોડક્શન ને સંબંધ છે, ત્યાં સુધી તેમની વાત સાચી છે, કે રજા રાખવા થી ઉત્પાદન ને અસર પહોંચે છે. અને દેશ ને નૂકશાન થાય છે, પણ જો ઉત્પાદન માટે માર્કેટ જ ન હોય, આન્તરરાષ્ટ્રીય બજારો મા ભારતીય પ્રોડક્ટ નો જોઈએ તેટલો ઉપાડ જ ન હોય તો એવા પ્રોડક્શન થી માલ નો ભરાવોજ થવા નો છે, રજા ન લઈને પ્રોડક્શન જારી રાખવા થી દેશ ને ત્યારેજ ફાયદો થાય, જયારે દેશ નો માલ ખુબજ ડીમાંડ ધરાવતો હોય. જો ડીમાંડ જ નબળી હોય તો સતત પ્રોડક્શન કર્યે જવાનો શો અર્થ છે..?તમે રજા નો આનં દ જતો કરો છો અને પ્રોડક્શન નો ભરાવો કર્યે જાવ છો એના થી દેશ ને કોઈ ફાયદો નથી . કારણ જો મજબૂત ડીમાંડ જ ન હોય તો અવિરત પ્રોડક્શન જ કર્યે જવા મા કોઈ ને ફાયદો નથી.
પણ જો દેશ ની પ્રોડક્ટ આંતરરાષ્ટ્રીય બજારો મા ધૂમ વેચાતી હોય ત્યારે કારણવગર રજા પાડવી એ કોઈ રીતે યોગ્ય ન ગણાય.
પ્રોડક્શન યુનિટો સિવાય પણ ઘણી જાત ની વિવિધ કાર્યવાહી કરતી અનેક ઓફિસો હોય છે, આવી કંપનીઓ અથવા ડીપાર્ટમેન્ટસ હોય છે , સરકારી ઓફિસો તો મોટા ભાગે કામ કરતીજ નથી એટલે આવી ઓફિસો રજા રાખે એનાથી રાષ્ટ્ર ને બહુ નૂકશાન નથી. કારણ આમેય તેઓ રજા ન રાખે તોયે કશું કામ તો કરતા નથી…!બેંકો, વીમા કંપનીઓ, ઇન્કમટેક્ષ ઓફીસ જેવી કચેરીઓ રજા રાખે તો બહુ નૂકશાન નથી થતું. બેંકો એક સાથે ત્રણ દિવસ બંધ રહે તો હવે બહુ વાંધો આવતો નથી કારણ ઠેર ઠેર એ.ટી.એમ. ની સુવિધા થઇ ગઈ છે, વેપારીઓ બેંકો બંધ રહેવા નાં કારણે ઉધમાત મચાવે છે એ સાચી નથી , કારણ જો તેમના ભરેલ ચેકો ક્લીયર ન થતા હોય તો તેમણે ચુકવણી માટે આપેલા ચેકો પણ સામી પાર્ટી વટાવી શકવા ની નથી. એટલે એમની બુમાબુમ સાચી નથી.એમના ખાતા માં જમા ન થતું હોય તો ઉધાર પણ થવાનું નથી એટલે બેંકો ની રજાઓ બહુ નૂકશાનકારક નથી હોતી.
આમ જુઓ તો જાહેર ક્ષેત્ર મા રજાઓ થી પબ્લિક ને ખાસ ફર્ક નથી પડતો, કારણ આ ઓફિસો ચાલુ હોય તોયે કામ કરવા નું કલ્ચર તેમના માં હોતું નથી. ચાલુ દિવસે પણ તેઓ નાગરીકો ને માટે કામ કરી ને ઊંધા પડી જતા નથી. એટલે ભલે રજા ની મજા માણે ..!
ખાનગી ક્ષેત્ર બહુ રજા આપવા માં માનતું નથી , તેમ છતાં, જો બેન્કો , સરકારી કચેરીઓ રજા ભોગવતી હોય તો તેમની સાથે કામ પાડતી ખાનગી ઓફિસો ખુલ્લી રહેવાથી કોઈ ફાયદો થતો નથી , ખાનગી ક્ષેત્રો તેના કર્મચારીઓ ઉપર એક જાત ની દમદાટી આચરતી હોય છે, તેમેની ઓફિસો ખુલ્લી હોય પણ બીજી ઘણી કચેરીઓ રજા ઉપર હોય તો તેઓ કામ કરી શકતા નથી, માત્ર કર્મચારીઓ ઉપર ધાક જમાવવા માટેજ તેઓ રજા નથી આપતા,
ટૂંક માં કહીએ તો માત્ર પ્રોડક્શન કરતી કચેરીઓ નેજ રજા દરમ્યાન અસર થતી હોય છે, બીજી કોઈ પણ ઓફિસો રજા રાખે કે ન રાખે , કોઈ ફરક પડતો નથી, કારણ ચાલુ દિવસે તેઓ ખુબ કામ કરી ને પબ્લિક ની સેવા કરે છે એવું હોતું નથી. આપણા દેશ નું વર્ક કલ્ચર જ એવું છે કે ઓફિસો રજા રાખે કે ઓફીસ ખુલ્લી રાખે , એના થી કોઈ લાભ કે નૂકશાન થતા નથી. રજા ન હોય ત્યારે પણ આ કર્મચારીઓ શું કામ કરી ને ઉંધા પડે છે..?
જો કામ ની ગતિ મા કોઈ ફરક ન પડતો હોય તો ઓફિસો ખુલ્લી રાખવા થી ઇલેક્ટ્રિક વપરાશ, આવવા જવા નો પેટ્રોલ નો ખર્ચ,અન્ય વેર એન્ડ ટેર ખર્ચ કારણ વગર ભોગવવો પડે છે, એના કરતા જાહેર રજા આપી ને ઘણો બીનુત્પાદક ખર્ચ બચાવી શકાય છે,
એટલે ટૂંક મા જો કામ રહેતું હોય , ઉત્પાદિત માલ ને બજાર મળતું હોય ત્યારે રજા આપવી એ યોગ્ય નથી, પણ જો કામ ધીમી ગતિએ જ ચાલવાનું હોય તો ખુલ્લી ઓફીસ નાં ખોટા ખર્ચા બચાવવા માટે જાહેર રજા અપાવીજ જોઈએ.
કદાચ કોઈ ને આ વિચારો પસંદ ન પણ આવે, કારણ આપણ ને વર્ષો થી “ આરામ હરામ હૈ”વર્ક ઈઝ વર્શીપ” ની ગળથૂથી પીવરાવવા મા આવી છે, કેટલાક અંતિમવાદીઓ તો રજા રાખવા ને રાષ્ટ્રદ્રોહ પણ કહેતા હોય છે, પણ કોઈ એવું વિચારતું નથી કે ઓફીસ ખુલ્લી રાખવા થી પણ લોકો કામ કરશે એવું નક્કી નથી હોતું.કેટલીક વાર કામ કરવા ઇચ્છનાર કર્મચારીઓ હોય પણ કામ જ ન હોય, તો શું બેસી રહેવું એ આપણો ધર્મ છે..?
રજાઓ બાબત વ્યવહારુ બનવું જોઈએ,ઓફીસ ખુલ્લી રાખવા થી લોકો નાં કામ ઝડપ થી થશે એવું આપણા દેશ મા તો વિચારીજ ન શકાય, જો કર્મચારી મા નિષ્ઠા, પ્રમાણિકતા, અને કામ કરવામાં મજા આવતી ન હોય તો ઓફિસો ખુલ્લી રાખો કે રજા પાડો, કોઈ ફરક નથી પડવાનો.
રજાઓ સામે આક્રોશ વ્યક્ત કરનારા નવરાઓ , વેર વૃતિ ધરાવનારાઓ , અને ઈર્ષા ખોરોજ હોય છે, કારણ તેમની પાસે આવી રજાઓ આપતી જોબ નથી હોતી.એટલે તેઓ રજા ની સંસ્કૃતિ ને વખોડતા હોય છે બાકી રજા વધુ હોય કે ઓછી, કામ તો જેટલું થવાનું છે એટલુજ થવાનું છે, રજા આપણ ને ગમે છે, રજાના કારણે કામ બગડતું નથી, કે રજા ન રાખવા થી કામ સુધરતું નથી તો પછી જેમ ચાલે છે તેમ ચાલવા દો ને ભાઈ…!બધા બહુ કામ કરીને ઉંધા પડી જાઓ છો તે ખબર છે. ચાલુ પગારે રજા હોવી એના જેટલો આનંદ બીજે શામાંથી મળવા નો હતો..!અને આપણે ત્યાં પબ્લિક પણ ટેવાઈ ગઈ છે, એટલે રજાઓ સામે બહુ વાંધો કોઈ ને હોતો નથી.
તો રજાઓ માણો, ઓફીસ નાં અન્ય ખર્ચા બચાવો. પેટ્રોલ બચાવો, બધા ને નવા વર્ષ ની શુભેચ્છાઓ. નવા કેલેન્ડર મા સૌ પ્રથમ તો કેટલી રજાઓ વર્ષ મા જાહેર થઇ છે એ ખાસ જાણી લેશો…!

Posted ઓક્ટોબર 20, 2017 by sureshmsheth67 in Uncategorized

નવલકથા .   Leave a comment

નવલકથા .

પ્રકરણ ૧

રેલ્વે સ્ટેશન થી વાઘપુર ગામ ત્રણેક માઈલ દૂર હતું. સ્ટેશન ની બહાર ઘોડાગાડી વાળા પેસેન્જરો ઉપર આશા ભરી નજર નાખતા ઉભા હતા, ટ્રેન ના ફર્સ્ટ ક્લાસ ની બોગી મા થી એક પરિવાર ઉતર્યું,અને તેમનો સમાન ઉતારવા મા વ્યસ્ત બન્યું. આ સ્ટેશન ઉપર ઉતરનાર એક માત્ર પરિવાર મા ચાલીશેક વર્ષ નો તરવરીયો જણાતો એક પુરુષ અને એક નાની બાળકી નો હાથ પકડી ને ઉભી રહેલી એ પુરુષ ની પત્ની , એટલાજ હતા,
પુરુષે આજુબાજુ નજર કરી, કોઈ સામાન ઉપાડનાર દેખાય તો તેને બોલાવી લેવા નો તેનો પ્રયત્ન હતો. બહાર ઉભેલા ઘોડાગાડી વાળાઓ પણ ભાડું મળવા ની આશા એ સ્ટેશન ની અંદર આવી ગયા હતા,
“ચાલો ચાલો ગામ મા …! દશ રૂપિયા દશ રૂપિયા…..”એક વધુ ચબરાક જણાતો ગાડીવાન ઉતારું ઓ પાસે આવી ને બોલવા લાગ્યો.
“અહી આવ ભાઈ..!”પેલા ઉતારું એ તેને નજીક બોલાવ્યો.
“bolo સાહેબ, ક્યા , ગામ માજ જવું છે ને..?”ગાડીવાન પોતાની ચાબુક હલાવતો બોલ્યો.
“હા, આ બધો સમાન લઇ જવાનો છે, કોઈ મજૂર મળશે..?’
“આ અમે મજૂર જ છીએ ને શેઠ ..ચાલો હું બધુજ લઇ લઉં છું.”કહી ગાડીવાન બધો સમાન ઉપાડવા લાગ્યો.
“ પણ તું શું લઈશ..?”ઉતારું મહિલા એ પૂછ્યું. પછી પતિ તરફ જોઈ ને બોલી “ પહેલેથી નક્કી કરેલું સારું.પાછળ થી ઝઘડો ન થાય.”
“નારે બહેનબા, અમે ઝઘડો કરીએ એવા નથી જે આપવું હોય તે આપી દેશો,કોના ઘેર જવું છે..?”ગાડીવાને પૂછ્યું.
‘”રસિકલાલ ચુડગર ને ત્યાં.”પુરુષે કહ્યું.
“ઓહોહો…..! તમે રસિક દાદા નાં મહેમાન છો..?એ કહેતા હતા ખરા કે અમેરિકા થી તેમના દીકરા આવવાના છે , તો તમેજ એમના દીકરા..?”
“હા, તું ઓળખે છે..?”
“ નાના ગામ મા તો બધાજ એકબીજા ને ઓળખતાજ હોય, રસીક્દાદા તો અમારા ગામ નાં રત્ન છે, ચાલો આગળ થાઓ મારી ગાડી બહાર જ ઉભી છે, ચાલો..” કહી એ યુવાન સામાન હાથ મા , માથા ઉપર , કમર માં અને પીઠ ઉપર લાદી ને સ્ટેશન ની બહાર જવા લાગ્યો.થોડા નાના દાગીના પતિપત્નીએ ઊંચકી લીધા.
ઘોડા ગાડી ઉપર બધો સામાન ચઢાવવા મા આવ્યો, ઉતારું પુરુષ અને તેની પત્ની તેમની નાનકડી પુત્રી ને લઇ ને ગાડી ઉપર ચઢ્યા. ગાડીવાન પોતાની જગ્યા ઉપર બેઠો, અને લગામ પકડી ને ચાબુક હલાવી. તે સાથેજ ઘોડો દોડવા લાગ્યો.
નાની બાળકી બે હાથે તાળીઓ પાડી ને હસવા લાગી.
“પપ્પા… કેવો સરસ હોર્સ છે નહિ..?મમ્મી મજા આવે છે…!” તે બોલી
“આપણે મજા કરવા જ આવ્યા છીએ . તને આ હોર્સ વાન ગમી ને..?”પાન્ત્રીષેક વર્ષ ની પણ વધુ યુવાન દેખાતી એ સ્ત્રી એ કહ્યું.
રસીકકાકા એ કહેવરાવ્યું હોત તો હું વહેલો તમને લેવા આવી જાત ને સાહેબ…!”ગાડીવાને કહ્યું
“ તું સમયસર જ છે ભાઈ, ટ્રેન આવ્યા પહેલા તો તું પણ શું કરવા નો હતો…?શું તારું નામ..?”
“ મારું નામ અર્જણ , સાહેબ, દાદા એ મને બહુ મદદ કરી છે, એમણે ટેકો ન કર્યો હોત તો આ ગાડી હું ક્યા થી લાવવા નો હતો…! મારા માટે તો દાદા પિતા થી પણ વધારે છે.”
“સારું, અરજણ…! ગામ કેટલું દૂર હશે..?”
“આ રહ્યું સાહેબ, હમણા ગામ નાં ઝાડવા દેખાડું, એક રસ્તો જરા ખરાબ છે એટલે આટલી વાર લાગે છે, પણ આપણી ગાડી સારી છે, એટલે તમને બહુ આંચકા નહિ લાગે…!” અરજને કહ્યું.
“આંચકા ગાડી નાં નહિ પણ રસ્તા નાં આવે છે , તમારું ગામ રસ્તો બનાવતું નથી..?’
“કોણ માથે લે સાહેબ…! કોઈ આફત ના ટાણે તો આરસ્તા ઉપર બહુજ મુશ્કેલી પડે છે, માંદો માણસ આંચકા ખાઈ ખાઈ નેજ અધમૂવો થઇ જાય છે, કોઈ બાઈ ને સૂવાવડ માટે શહેર મા લઇ જવી હોય તો એ ઘણું જ કષ્ટ પડે છે, પણ કોઈ વિચારવા વાળુંજ નથી ને…!”
માર્ગ મા હડસેલા ખાતા ખાતા ગાડી આગળ વધી રહી હતી.
“ તોબા તમારા ગામ થી તો….! ઘરે પહોંચતા સુધી માં તો હાડકા ઢીલા થઇ જશે…!”હડસેલા નો આનંદ માણતી પત્ની બોલી. હડસેલા ના કારણે તેનો તુટતો અવાજ સાંભળી ને નાની બાળકી ખીલ ખિલાટ હસી પડી.
“અમે સાહેબ, આ બેબીબેન ની જેમજ હસતા હસતા દિવસો પસાર કરીએ છીએ…! બાકી આ ગામ મા રહેવું સરળ નથી..”અરજણે કહ્યું.
“અરે પણ અમે તો અહી કાયમ રહેવા આવ્યા છીએ, તું મોળું ઓસાણ ન આપીશ ભાઈ…!”એક હડસેલા નો ધક્કો ખાતા પુરુષ બોલ્યો અને હસી પડ્યો.
“બસ સાહેબ, જો હસી શકતા હો તો આ ગામ મા કશો વાંધો નહિ આવે…!” અરજણે કહ્યું.
રસ્તા મા એક નાનું સરખું ઝરણું વટાવવા નું આવ્યું, આસપાસ ખેતીવાડી નો પાક લહેરાતો હતો. નાનકડી સુકી નદી નાં પટ મા સ્ત્રીઓ વીરડા ખોદી ને પીવાનું પાણી ભરતી હતી…
“એલા અરજણ ..! કોણ મહેમાન છે..?”કોઈ સ્ત્રી એ પૂછ્યું .
“રસીક્દાદા નાં દીકરા છે.અમેરિકા થી આવ્યા છે…!”
“ઓહો કોણ ચીતું દીકરો આવ્યો છે..?” કહેતી એક મોટી ઉમર નાં માજી બેડું નીચે મૂકી ને ગાડી પાસે આવી ને અંદર ઝાન્ખવા લાગ્યા.
“ લે. મને ન ઓળખી..?આવડો ઘૂંટણ જેવડો હતો ત્યારે તને બહુ રમાડ્યો છે…..હું તારી સંતોક માસી….! તારી બા ની ખાસ બેનપણી….!”ડો શીએ તેના ઓવારણા લીધા,
“સાથે કોણ વહુ છે..?અને આ નાનકડી ઢીંગલી ….! ભલે આવ્યા ભા, ભલે આવ્યા….! વહુ મજા મા તો છો ને..?”
“ હા માસી…!”વહુ એ નમ્રતા થી કહ્યું.
“ જા અરજણ , થાક્યા હશે, જલ્દી પહોંચાડ ..હું પછી આવું છું.”
અરજણ ના ઈશારે ઘોડો પાછો દોડવા લાગ્યો.
“પાણી ભરવા માટે આટલે દૂર આવવું પડે છે..?” ચીતું નામ થી સમ્બોધાયેલો એ પુરુષ બોલ્યો.
“ ત્યારે નહિ..?ગામના કુવા મા થી તો ખારું પાણીજ મળે છે, પીવાનું પાણી બધા અહી થીજ ભરી જાય છે. “
“એ તો બહુજ કાઠું પડે…!”પુરુષ ની પત્ની બોલી .
“ તમે ચિંતા નહિ કરતા, બેનબા,,..! તમારું પાણી મારી બૈરી ભરી લાવશે….!”અરજણે કહ્યું.
“ એમ કાઈ હોય…! અમે માણસ રાખી લઈશું…!”
“ તે અમે માણસ નથી..?તમે ચિંતા તો કરતાજ નહિ.. બધું થઇ પડશે…! “અરજણે કહ્યું.
ગાડી ગામ મા પ્રવેશી, ગામ ફરતો જુના જમાના નો કોટ બનાવેલો હતો. તેના ચાર દરવાજા હવે તો ખુલ્લાજ રહેતા હતા, મુખ્ય દરવાજા થી પ્રવેશ કરવા માં આવે તો એક ઉભી બજાર આવતી હતી, સાંકડી બજાર મા થોડી દુકાનો ખોલી ને વિવિધ વેપારીઓ બેઠા હતા, ગાડી ને આવતી જોઈ ને બધા વેપારીઓ નાં ડોકા ઊંચા થયા, આ નાના ગામ મા કોઈ ઘોડા ગાડી લઇ ને પ્રવેશે એ એક આશ્ચર્ય ની વાત હતી.
“ કોણ અરજણ કે..? અલ્યા કોને લઇ આવ્યો..? કોના મહેમાન છે..?’દુકાનદારો ઉભા થઇ ને પુછવા લાગ્યા.
“ રસીક્ દાદા નાં દીકરા છે….! ચીતુ ભાઈ….” અરજણે જાણકારી નો ગર્વ ધરતા કહ્યું.
“ કોણ ચિતરંજન ભાઈ કે..? આવો આવો ! અમારું ગામ પાવન થઇ ગયું…” બેચાર વેપારીઓ એ હાથ હલાવતા કહ્યું.
ચિતરંજન નામનો એ યુવાન પુરુષ બધા સામે હાથ હલાવી રહ્યો આમાં નાં ઘણા ને તે ઓળખાતો ન હતો, પણ લોકો નો આવકાર અને ભાવ જોઈ ને તેનું અંતર પ્રસન્ન થઇ રહ્યું હતું.
ગાડી એક બંગલા જેવા , મોટા ફળિયા વાળા ઘર સામે આવી ઉભી રહી….”
“રસિક દાદા …! જુઓ કોણ આવ્યું છે….!” અરજણે રણકતા અવાજે બુમ પાડી.
દરવાજો ખુલ્યો અને લાકડી ના ટેકે એક જાજરમાન વૃદ્ધ બહાર આવ્યા….
ચિતરંજન નામ ધારી એ પુરુષ દોડીને તેમના પગ મા પડી ગયો….!”
“ બાપુ….! કેમ છો તમે..? “
‘ આવ ભાઈ આવ…! તારું સ્વાગત છે, કાઈ ખત ખબર વિનાજ આવી ગયો..?” વૃદ્ધ રસિક દાદા એ વહાલ પૂર્વક તેને ગળે વળગાડતા કહ્યું.
પાછળ જ આવી પહોંચેલી ચિતરંજન ની પત્ની એ પણ આવી ને દાદા ને પ્રણામ કર્યા. દાદા હર્ષ થી પ્લાવિત થઇ ગયા, નાની બાળકી એ પણ દાદા ને પ્રણામ કર્યા.
“ઓહોહો…તને તો ભૂલીજ ગયો મારી દીકરી….! કેમ છે તું..?’ રસીકદાદા એ તેને ઊંચકી લઇ ને તેના ગુલાબી ગાલ ઉપર બચી કરતા કહ્યું.
અરજણ સામાન ઘર માં લાવવા મા વ્યસ્ત હતો.તે આ પરિવાર નું મિલન જોઈ ને ખુશ થતો હતો.
“ લે અરજણ આ તારું ભાડું…!” કહી ચિતરંજને વોલેટ ખોલી ને પચાસ ની નોટ કાઢી ને તેના સામે ધરી…!
અર્જન નોટ સામે જોઈ રહ્યો..
“ બસ આટલાજ..?” તે દાદા સામે એક આંખ દબાવી ને બોલ્યો.
દાદા હસી પડ્યા, “ એ તો ઘર નો જ છે નહિ લે….!” દાદા એ કહ્યું.
“ એમ કાઈ ચાલે..? ઘર નો હોય તો એને ઘર નથી ચલાવવા નું..?” કહી ચિતરન્જને તેના ખમીસ ના ખીસા માં નોટ સરકાવી દીધી.
“ ભાઈ આટલા રૂપિયા માં તો મારે તમને આખો મહિનો ફેરવવા પડશે…!”અર્જન બોલ્યો.
“ તે તો ફેરવવા જ પડશે ને….! મને ગામ કોણ બતાવશે..?”ચિતરંજને તેની પીઠ ઉપર ધબ્બો મારતા કહ્યું.
“ ચાલો ત્યારે હવે તમે જરા ઠરી ઠામ થાઓ,હું સાંજેક નો આવું છું.” કહી અરજણ પોતાની ગાડી હંકારી ને ચાલતો થયો.

પ્રકરણ _૨

રસિકલાલ આ ગામ નાં મૂળ નિવાસી હતા, પહેલા આ ગામ ની જગ્યા અંગ્રેજ રેસીડેન્ટ માટે આરામ કરવા ની જગ્યા તરીકે વિકસાવાઈ હતી, ધીમે ધીમે તેની આજુબાજુ ગામ વસવા લાગ્યું, પણ તેની રચના અંગ્રેજ અધિકારી ની સુચના અનુસાર જ થઈ હતી , ગામ નાં રસ્તા એક બીજા ને કાટ ખૂણે કાપતા હતા, દરેક ચાર રસ્તે સર્કલ બનાવવ મા આવ્યા હતા, અને દરેક સર્કલ ને કોઈ ને કોઈ નામ આપવા મા આવ્યું હતું. વર્ષો પહેલા આ સ્થળે જંગલ હતું, અને તેમાં વાઘ નો નિવાસ રહેતો, અંગ્રેજ અધિકારી ને શિકાર માટે આ આદર્શ સ્થળ હતું તેથી તેમના માટે એક બંગલો જરા ઉંચી ટેકરી ની ધારે બનાવવા મા આવ્યો હતો,આ સ્થળે ગામ વસવા માંડ્યું ત્યારે તેનું નામ વાઘપુર રાખવા મા આવ્યું,
અંગ્રેજો ના ગયા પછી આ જગ્યા તેમજ બંગલો ગામ નાં ધનવાન ગણાતા શેઠ રસિકલાલે ખુબ સસ્તા મા ખરીદી લીધા હતા, અત્યારે રસિકલાલ જે બંગલા મા રહેતા હતા એ મૂળ અંગ્રેજ અધિકારી માટે બનાવવા મા આવેલો હતો એટલે બધીજ સગવડ તેમાં કરવા માં આવી હતી.
ચિતરંજન રસિક લાલ નો એક નો એક પુત્ર હતો. લગભગ વિશ વર્ષ ની ઉમરે તે અમેરિકા જતો રહ્યો હતો. આજે વિશ વર્ષે તે પોતાના વતન મા આવ્યો હતો.
સાંજ ના વખતે રસિકલાલ ચીતરંજન અને તેની પત્ની નિશા બંગલા ના વરંડા મા આરામખુરશી નાખી ને બેઠા હતા,
“ ચીતુ..! તું શું કરવા માટે આવ્યો છે..?’રસિકલાલે પૂછ્યું.
“ હું અહી રહેવા આવ્યો છું બાપુ..! ઘણા વર્ષ વતન થી દૂર રહ્યો, હવે વતન યાદ આવ્યા કરે છે…”ચીતરંજને કહ્યું ,
“આટલા વર્ષ વિદેશ મા રહી ને હવે તને આ ગામડા ની ધૂળ ફાવશે ..?જરા લાંબો વિચાર કરી ને નિર્ણય લેજે…!” રસિકલાલે કહ્યું.
“ મેં વિચાર નહિ કર્યો હોય બાપુ..? આટલા વર્ષો મા એક દિવસ પણ એવો નથી ગયો કે આ આપણું ગામ યાદ ન આવ્યું હોય, ગામનું ઝરણું, સુકી નદી ની રેતી, મંદિર, વડ નું ઝાડ, અને ખુલ્લા મેદાનો મને એટલા યાદ આવ્યા છે કે હું તમને શું કહું…!”ચિત રંજને ભાવુક બનતા કહ્યું.
“ બેટા, એ બધો ક્ષણીક મોહ પણ હોઈ શકે….! તમે વર્ષે બે વર્ષે આવો, વેકેશન મનાવો અને ફરી પાછા અમેરિકા જતા રહો,એ જુદી વાત છે અને તમે અહીજ રહી જાઓ એ અલગ વાત છે, ફરવા આવવું અને કાયમ રહેવું એમાં ઘણો ફરક છે,એ તો સમજે છે ને..?”
“ સમજુ છું બાપુ, પણ અમે હવે દ્રઢ નિશ્ચય કર્યો છે કે હવે ગામ માજ રહેવું છે, “
“ વહુ ની સંમતિ છે..?”
“ હા બાપુ, મેજ તેમને આગ્રહ કરી ને ગામ મા રહેવા જવા સમજાવ્યા છે….!”ચિતરંજન ની પત્ની નિશા એ કહ્યું.
“ તારા સમજાવવા થીજ એ આવ્યો હોય તો એ ગમે ત્યારે કંટાળી જઈ શકે છે….!”રસિકલાલે જરા હસી ને કહ્યું.
“ નાં બાપુ, અમે બંને એ બરાબર વિચાર કરી નેજ આ નિર્ણય લીધો છે.”
નિશા એ પતિ સામે જોયું.અને કઈક ઈશારો કર્યો.રસિકલાલ થી એ ઈશારો છૂપો ન રહ્યો.
“શી વાત છે નિશા બેટા..?કઈક વાત તો છે જે તમને આ નિર્ણય ઉપર લાવી રહ્યું છે.”
નિશા એ ફરીથી ચિતરંજન તરફ જોયું.
“ બાપુ ને કહું..?”તેને પૂછ્યું.
“ જરૂર , બાપુ થી કશું છાનું રાખવું નથી.” ચીતરંજને કહ્યું.
રસિકલાલ પણ ઉત્સુક થયા.
શી વાત છે નિશા..?”
નિશા એ જરા નીચું જોયું અને પછી બોલી.
“બાપુ, અમેરિકા હવે આપણા માટે સારું નથી રહ્યું, “
“કેમ કેમ..? આટલા વર્ષો જે ભૂમિ ઉપર સુખ થી રહ્યા એ ભૂમિ ને આમ કોશવી ન જોઈએ,,નિશા..!”
“ અમેરિકા બધી રીતે સારો દેશ છે, અમે આટલું સુખ ભોગવ્યું, ધનદોલત હાંસલ કર્યા, સુખ વૈભવ ભોગવ્યો એ બધું અમેરિકા એજ આપ્યું છે, પણ…”
“પણ શું બેટા..?”
“અમેરિકા નો સમાજ આપણા કરતા બહુજ એડવાંસ છે, વડીલ શાહી, જુનવાણી ભારતીય સંસ્કાર અને માં મર્યાદા નાં જે આપણા ખ્યાલ છે તે અમેરિકા માં ન ચાલે એવું થઇ ગયું છે, બાપુ તમે જાણો છો કે અમારી મોટી દીકરી અત્યારે શું કરે છે..?”ચિત રંજને વાત ઉપાડી લેતા કહ્યું.
“ કેમ એ તો ભણે છે ને..?”
“ હા એ ભણે છે, પણ અમેરિકન યૌવન ની હવા તેને લાગી ચુકી છે, તે લગભગ હિપ્પી જેવી બની ગઈ છે, રાતદિવસ ભટક્યા કરવું, દારુ અને ડ્રગ ને રવાડે ચઢી ને તે પોતાના ભારતીય સંસ્કારો ને ભૂલી ચુકી છે, તેને કશું કહેવાતું નથી, પુખ્ત્વય ની થઇ હોવાથી તે સ્વતંત્ર રીતે જીવવા માંગે તો તેમાં માતાપિતા કોઈ દખલ કરી ન શકે…એવા કાયદા છે.”
“તો એ શું તમારી સાથે રહેતી નથી..?”રસિકલાલે પૂછ્યું.
“ નાં તે અલગ કમાય છે, અને પોતાના અલગ એપારટમેન્ટ મા સ્વતંત્ર રહે છે, બોયફ્રેન્ડો, મિત્રો અને જાત જાત નાં યુવાનો સાથે તે ફરતી રહે છે, અમારા કહ્યા મા તો રહીજ નથી.”નિશા એ વચમાં જ કહ્યું.
રસિક લાલ જરા વિચાર મા પડ્યા,
“ પણ અમેરિકા ની તો અમે ઘણી વાતો સાંભળીયે છીએ, બધા દેશો મા થોડું ઘણું તો મર્યાદા બહાર નું ચાલતુજ હોય છે એ માટે તમે જે દેશનું ઋણ ખાધું છે એને બદનામ કેમ કરો છો..?થોડું તો દેશ એવો વેશ રાખવોજ પડે…!”રસિકલાલ જુનવાણી ન હતા. તેમણે પોતાનો વિચાર સ્પષ્ટ જણાવી દીધો.
“બાપુ, અમે અમેરિકા ને બદનામ નથી કરતા, ખોટ તો આપણા નવયુવાન સંતાનો મા જ છે, તેઓ સુખ સમૃદ્ધિ ને પચાવી નથી શક્યા , અને દેખાદેખી મા અને જુવાની નાં જોશ માં માર્ગ ચુકી ગયા છે. “
“ચીતુ, હું એને સમજાવીશ , એને સાથે કેમ ન લઇ આવ્યા..?”રસિકલાલે કહ્યું.
“ તે સાથે આવવા તૈયાર જ ન થઇ, આજકાલ તો તે હિપ્પીઓ સાથે રખડ્યા કરે છે,તેને ભારત આવવુજ નથી અને પુખ્ત વય ની છોકરી ને પરાણે કેવીરીતે લાવી શકાય..?’
“બાપુ, અમે એ વાતાવરણ થી કંટાળ્યા છીએ, અમારા થી એના બિન ભારતીય સંસ્કારો જોવાતા નથી, એક છોકરી તો અમે ગુમાવીજ ચુક્યા છીએ, હવે બીજી આ નાની છોકરી ને અમેરિકા થી દૂર રાખવા જ અમે અમેરિકા છોડ્યું છે.”નિશા એ સ્પષ્ટતા કરતા કહ્યું.
રસિક લાલ વિચાર માં પડ્યા,
“ જો આમજ હોય તો આ તમારુજ ઘર છે અને તમારુજ વતન છે, સુખેથી રહો, અને અહી નાં સમાજ મા ભળી જવા ની ક્ષમતા કેળવી લો., પણ એ છોકરી ની ચિંતા તો મને રહેશેજ….! એ સાવ એકલી રહેશે તો વધુ ખરાબ નહિ થાય..?’રસિકલાલે કહ્યું.
“ બધું સાચું, પણ બાપુ, જે નથી ખરાબ થયું એને તો સાંગોપાંગ સાચવવા ની અમારી નેમ છે. આ નાનકડી મિતાલી ને અમારે ભારત માજ ઉછેરવી છે, એવું નક્કી કરી નેજ આવ્યા છીએ.”ચિત રંજને કહ્યું.
“તેનો વાંધો નહિ. તમારુજ ઘર છે, તમે અહી રહેશો તો મને પણ જીવન જીવવા જેવું લાગશે, ચીતું,, તારી મા નાં મૃત્યુ પછી હું પણ તમારા જેવા સંતાનો વચ્ચે રહેવું પસંદ કરીશ , મિતાલી ને આપણે સ્થાનિક શાળા માજ હમણા તો ભણાવીશું, ત્યાનું અને અહી નું શિક્ષણ થોડું અલગ હશે એમ માનું છું પણ મિતાલી ને બધું કેચપ કરતા વાર નહિ લાગે, “રસિકલાલે કહ્યું.
“ બાપુ, હવે મને શિક્ષણ કરતા સંસ્કાર મા વધુ રસ છે, અમારે મિતાલી ને ભારતીય વાતાવરણ માજ હવે રાખવી છે, એને ક્યા નોકરી કરવા જવું છે…?એના પાપા ઘણી દોલત કમાયા છે, તેથી મિતાલી નાં ઉછેર મા કશી ખોટ નહિ આવે , “નિશા એ કહ્યું.
“ ભલે ભલે બેટા, તમારું સ્વાગત છે, પણ મને તમારી આદત પાડ્યા પછી પાછા ચાલ્યા તો નહિ જાઓ ને..?’રસિકલાલે હસતા હસતા કહ્યું.
“ જરા પણ નહિ બાપુ, એક વાર તમે કાઢી મુકશો તોયે આ ગામડા નું જીવન છોડી ને ક્યાયે જઈશું નહિ.”ચિત રંજને કહ્યું.
રસિક લાલે હુક્કો પાસે લીધો, એક નોકર તેમા અંગારો મૂકી ગયો. રસિકલાલ લિજ્જત પૂર્વક હુક્કા ની કસ તાણતા રહ્યા, મિતાલી ને આ નવું અને વિશાળ ઘર મા ફરવા ની મજા આવતી હતી. બંગલા ની બહાર મોટું ચોગાન હતું, રસિકલાલે તેમાં વિવિધ શાકભાજી ઉગાડ્યાં હતા, બંગલા ની હદ મા એક કુવો પણ હતો, તેનું પાણી જરા ખારું આવતું તેમ છતાં શાકભાજી જેવી ઉપયોગી ખેતી તેમાં થઇ શકતી હતી. બંગલા ના મેદાન ના એક છેડે નોકરો માટે ની રૂમો બનાવવા મા આવી હતી, જેમાં નોકર , રસોઈયો, સાફસુફ કરનાર માણસો, ખેતી ઉપર ધ્યાન રાખનાર માણસો રહેતા હતા, રસિકલાલ નું જમવાનું એ લોકોજ બનાવતા હતા, તેમની હાજરી થી અને શાકભાજી નાં પાક ની માવજત થી રસિકલાલ નો સમય પસાર થઇ જતો હતો.
મિતાલી આ બધું જોઈ વળી, તેને પાણી નો કુવો, હરિયાળા શાકભાજી, તથા એક દૂર નાં ખૂણે બાંધેલી ગાય જોવા બહુ ગમ્યા.
પિતાપુત્ર વાતો કરી રહ્યા હતા, એવા મા દરવાજા મા બેચાર ગ્રામજનો પ્રવેશતા દેખાયા.
“એ..રામરામ દાદા….!” દૂર થીજ તેમને અભિવાદન કરતા કહ્યું.
રસિકલાલે હાથ ઉંચો કરી ને તેમને આવકાર્યા,
“ચીતુ,, આ આપણા ગામ નાં સરપંચ સાહેબ છીતુભાઈ છે, આ તેમની બાજુ મા બેઠા છે તે ગામના વેપારી ઉમેદચંદ છે, તેમની સાથે છે એ ગામ નાં મોટા સુધરેલા ખેડૂતતળશી ભાઈ છે, “રસિકલાલે પરિચય કરાવતા કહ્યું.
“ ચિતરંજન ને તો બહુ નાનો જોયો હતો….! હવે તો મોટો ભડભાદર બની ગયો છે….! “છીતુભાઈ એ નિકટતા દર્શાવતા કહ્યું.
“ ભાઈ અમેરિકા એટલે અમેરિકા….! સાહસ કરી ને ભાઈ ગયા તો આજે ઉજળા થઇ ને બહાર આવ્યા…!”ઉમેદ ભાઈ એ સૂર પુરાવતા કહ્યું.
“ કેમ છે બેટા..! બધા મજામાં ને..?”બહુ વર્ષે દેશ સાંભળ્યો..?’તળશી ભાઈએ ચિત રંજન નાં ખભે હાથ મુકતા કહ્યું.
“ શું કહું કાકા…! તામારા બધાની માયા ભૂલાતી નથી,એટલેજ આવવું પડ્યું.”ચિત રંજને કહ્યું.
“ તમારુજ ઘર છે ભાઈ, ગામ ની માયા કાઈ એમ છૂટે છે..? હજી રહેવા નાં છો ને..?” ઉમેદચંદે પૂછ્યું.
“ હમણા તો રહેશે.કેટલા વર્ષે આવ્યો છે તો એમ કાઈ થોડો જવા દઈશ..? “રસિકલાલે કહ્યું.
“ જરૂર , જરૂર રહેશે તો અમને પણ કઈક શીખવી ને જશે..”સરપંચે કહ્યું.
‘ અરે આપ બધા તો જમાનો જોઈ ચુક્યા છો, હું તો તમારી પાસે કઈક શીખવા આવ્યો છું.”ચીતરંજને નમ્રતા થી કહ્યું.
નોકર ચાં નાં કપ ભરી ને લઇ આવ્યો. ચાં પી ને બધાએ તમાકુ ભરી અને વાતો નાં ગપાટા મારી ને જવા ઉઠ્યા.
“ સરપંચ સાહેબ. ઉમેદ ભાઈ, અને તળશી કાકા, મારા મન માં એક વાત છે, એ મારે તમને બધા ને કહેવી છે, “ચિતરંજને કહ્યું.
“ બોલ ને ભાઈ…! તારે વળી રજા લેવાની હોય કે..?”સરપંચે કહ્યું.
“ આપણે થોડી ગામ વિષે ચર્ચા કરાવી છે, આપ અને બીજા આગેવાનો આ રવિવારે મળીયે એવું બની શકે ખરું..?”ચિતરંજને કહ્યું.
“ અરે બધા નવરાજ છે, તું કહે ત્યારે મળીયે..કેમ ભાઈઓ..?” સરપંચે કહ્યું
“ હોવે…!,આ રવિવારે મળીયે…! પણ વાત શું કરવાની છે..?”ઉમેદચંદે કહ્યું.
“અમસ્થા , જરા બેસીશું, સુખદુખ ની વાતો કરીશું.bolo આવશો ને..?અહીજ મળીયે બરાબર..?”ચિતરંજને કહ્યું.
બધા હા હા કરી ને વિદાય થયા.
એટલા માં નિશા શાકભાજી નાં વાવેતર માં ફરી ને તાજું શાક વીણી લાવી.
“ બાપુ…! આ સરસ વ્યવસ્થા કરી છે તમે હો…! રોજે રોજ નું શાક અહી થીજ તાજું મળી રહે…!”હર્ષ થી છલકાતા અવાજે નિશા એ કહ્યું.
“થોડી મહેનત કરીએ અને જરા માયા બતાવીએ તો ધરતી બધુજ આપી દેછે, એટલે તો એને માતા કહી છે…!” રસિકલાલે કહ્યું.
“ મમ્મી …! પેલી તરફ ફુલેવર ના ગોટા કેટલા સરસ થયા છે…!કાલે એનુજ શાક બનાવજે…!’ મિતાલી એ દોડતા આવી ને કહ્યું.
ચિતરંજન ઉભો થયો “ જરા બહાર આંટો મારી આવું છું, બજાર માંથી કશું લાવવું છે..?”તેને પોતાની વોકિંગ સ્ટીક સંભાળતા કહ્યું
“ નાં આજે તો બધુજ છે, કાલે આપણે બધા જ બજાર જોવા જઈશું. “ નિશા એ કહ્યું.
ચિત રંજન બંગલા નાં પગથીયા ઉતારવા લાગ્યો.

પ્રકરણ __૩

વહેલી સવારે મિતાલી ની અંખ ઉઘડી ગઈ, પ્રભાત ની તાજી હવા અને બહાર વાવેલા લીલાછમ વાવેતર ની સુગંધ થી તેના ફેફસા ભરાઈ ગયા, મિતાલી ને અમેરિકા નાં વ્યસ્ત પ્રભાત ની યાદ આવી ગઈ…! અહી કેટલી નિરાંત છે….! કોઈ ઉતાવળ નથી,સ્કૂલબસ પકડવા ની દોડાદોડી નથી, બધુજ શાંતિ થી થતું રહે છે,
તે બહાર નીકળી, શાકભાજી નાં ખેતર માં આંટો મારવો તેને ગમ્યું. ફરતા ફરતા તે છેક છેડે પહોંચી ગઈ, નોકરો નાં સર્વન્ટ ક્વાર્ટર નાં બારણા ખુલી ગયા હતા, મિતાલી જાણતી હતી કે કોઈ ના ઘર મા ડોકિયું કરવું એ સારી વાત ન હતી, તે પસાર થાવાજ જતી હતી ત્યાંજ એક ક્વાર્ટર માંથી તેને ચીસાચીસ અને ગાળા ગાળી નો આજ સંભળાયો.તે દિગ્મૂઢ બની ને ઉભી રહી ગઈ,
અમેરિકા મા તેણે આવું કદી જોયું કે સાંભળ્યું ન હતું. તેને કુતુહલ પણ થયું અને ડર પણ લાગ્યો.
એકાએક તેણે એક સ્ત્રી ને ધક્કો વાગતો જોયો અને રડતા અવાજે તે ક્વાર્ટર ની બહાર ફેંકાઈ ગઈ,,તેની પાછળજ એક પુરુષ બહાર આવી ને તેને લાત મારવા પગ ઉગામતો હતો.
મિતાલી ને જોઈ ને તેનો પગ પાછો પડ્યો.
“મિતાલી જરા ભય થી પાછી હટી ગઈ…! પેલી સ્ત્રી ઉભી થઇ ગઈ અને જરા શરમાતી નજરે મિતાલી ને જોવા લાગી. પુરુષ પણ શરમાઈ ને અંદર જતો રહ્યો.
“ આવો બેનબા…!” એ સ્ત્રી ઘડી પહેલા નિજ વાત જાણે કશું બન્યું ન હોય તેમ મિતાલી ને આવકારતા બોલી.
“ ના ના ..હું તો જરા ફરવા નીકળી હતી…હવે ઘરે જઈશ…!”મિતાલી બોલી અને ત્યાં થી દોડી ગઈ.થોડે દૂર જઈ ને તેને એક ઝાડ પાછળ થી નજર કરી તો પેલી સ્ત્રી ને એ પુરુષ ઘર ની અંદર ખેંચતો દેખાયો.મિતાલી એ કદી આવું જોયું ન હતું, તે ડરી ને ત્યાં થી બંગલા તરફ દોડવા લાગી.
‘ અરે બેટા…! આમ ક્યા દોડી રહી છે..?” રસીક્દાદાએ તેને અટકાવતા પૂછ્યું.
“ દાદા…! પેલી તરફ કોણ રહે છે..?” મિતાલીએ તે આવી હતી તે દિશામાં આંગળી ચીંધતા પૂછ્યું.
“ એ તો આપણા માણસો છે, તેમને રહેવા માટે આપણે ક્વાર્ટર બંધાવી આપ્યા છે, પણ તું શા માટે પૂછે છે..?”
“દાદા…એ માણસ સારો નથી લાગતો….” મિતાલીએ મન મા ઘોળાતી વાત કરી દીધી.
“ કેમ તે શું જોયું..?” દાદા એ પૂછ્યું.
“ એ માણસ તેની વાઈફ ને મારતો હતો,અને ધક્કો મારી ને બહાર કાઢી મુકતો હતો….આવું ચાલે કે દાદા..?’રસીક્દાદા સમજ્યા.તેમણે મિતાલી ને પોતાની પાસે ખેંચી અને હસી પડ્યા.
“ આ તો ભારત દેશ છે બેટા…! આવું તો અહી ચાલ્યાજ કરે, આપણે બહુ ધ્યાન નહિ આપવાનું. “
“ પણ એ કોણ લોકો છે દાદા..?” દાદા ની સાથે બંગલા તરફ ચાલતા મિતાલી એ પૂછ્યું.
“એ બાઈ આપણે ત્યાં સાફસૂફી નું કામ કરે છે, તેનો પતિ બહાર ક્યાંક કામ કરે છે, આપણે રહેવાનું ઘર આપ્યું છે એટલે અહી રહે છે, પણ તારે એમાં ઊંડા ઉતરવા નું નથી.આવું તો ગામડા માં ચાલ્યાજ કરે.” દાદા એ કહ્યું.
તેઓ ઘરે પહોંચ્યા , તેમની પાછળજ સાફસૂફી નું કામ કરતી પેલીજ બાઈ આવી પહોંચી. મિતાલી તેની સામે કુતુહલ થી જોઈ રહી, દાદાએ પણ તેની સામે જોયું.
“કેમ છોડી…!આજે પાછુ શું થયું..?’દાદાએ પૂછ્યું.એ છોકરી એ મુખ આડો છેડો ખેંચ્યો.
‘ રોજ નું થયું દાદા…! દારુ પીવા પૈસા માગતો હતો. મેં ન આપ્યા એટલે રોજ ની જેમ ….!”
મેં તારા વર ને કેટલું સમજાવ્યો છે , પણ જો તેને સુધરવું ન હોય તો મારે બીજી રીતે વિચારવું પડશે..!”રસીક્દાદા એ કહ્યું.
“કાઈ નહી દાદા …! અમને તો કોઠે પડી ગયું…” કહી ને તે કામે વળગી.
“દાદા…! તમે એ માણસ ને શું કરશો..?એને કાઢી કેમ નથી મુકતા..?”મિતાલી એ કહ્યું.
“ તેની વહુ, આ પૂરી આપણે ત્યાં બહુ સારું કામ કરે છે,એનો વર તો એની સાથેજ રહે ને…! પણ હું તેને ઠપકો આપીશ. તું આ બધું તારા મન મા થી કાઢી નાખજે, હો દીકરા…!”રસીક્દાદા એ તેના માથે હાથ ફેરવી ને તેને ઘર માં મોકલી દીધી.
પછી તેઓ રોજ ની જેમ ફરવા જવા માટે બહાર નીકળ્યા. બંગલા નાં ગેટ પાસેજ પૂરી નો વર મળી ગયો.તેણે હાથ થી સલામ કરી.
‘દામજી..! ક્યા ચાલ્યો અત્યાર માં..?”રસીકદાદા એ જરા ઉભા રહી ને પૂછ્યું.
“કામે જાઉં છું, દાદા..! “દામજી જરા નજર ચૂકવતો બોલ્યો.
“આજે ફરી થી તે પૂરી ને મારી..?”
“ નારે દાદા…!હોતું હશે…?”
“ મારી મિતાલી એ નજરે જોયું તે ખોટું..? શું હતું પાછું..?”
“કાઈ નહિ દાદા ..! એ જરા અજડ જેવી છે, કહ્યું કરતી નથી એટલે જરા ઘાંટો પાડવો પડ્યો ..!”
“ જો દામજી…! જેવી છે તેવી, પણ તારું ઘર એના થકી ચાલે છે,એ ભૂલતો નહિ…અને એના ઉપર હાથ ઉપાડતા શરમાતો નથી..?એ છે તો આવા સારા ઘર માં તને રહેવા મળે છે, ગામ મા તો તને કોઈ ભાડે પણ ઘર આપે તેમ નથી એ સમજે છે ને..?માટે હવે પછી તેના ઉપર હાથ ઉપાડતો નહિ, સમજ્યો..?”
દામજી નીચું મુખ કરી ને સાંભળી રહ્યો.રસિક દાદા લાકડી હલાવતા આગળ નીકળી ગયા.
દામજી તેમની પીઠ પાછળ ખુન્નસ ભરી દ્રષ્ટિ એ તાકી રહ્યો.
“ આ ડોસા નું પણ કઈક કરવું પડશે…!” દાંત ભીંસી ને તે બબડ્યો.

પ્રકરણ _૪

બીજા દિવસે મિતાલી દામજી અને પૂરી ના ઘર તરફ ગઈ જ નહિ, કુવા પાસે થી એ પસાર થઇ ત્યારે તેને દામજી ને પાણી ની ડોલ કુવા મા થી કાઢતો જોયો.મિતાલી ને જોઈ ને તે જરા હસ્યો.
“ કેમ બેનબા…! ફરવા નીકળ્યા ..?”તેણે તેના લાલ દાંત દેખાડતા પૂછ્યું.
મિતાલી ને તેની સાથે વાત કરાવી ગમી નહિ, પણ જવાબ ન આપીએ તો ખરાબ લાગે એમ સમજી ને તેણે માથું હલાવ્યું.
દામજી નહાવા લાગ્યો એટલે મિતાલી ચાલતી થઇ,
બપોરે બધા જમ્યા પછી વધેલી રસોઈ લઇ ને નોકરો તેમના ક્વાર્ટર માં ગયા. મિતાલી અને તેની મમ્મી નિશા પણ આરામ કરવા તેમના રૂમ ગયા. રસીક્દાદા અને ચિતરંજન બહાર ગયા હતા,
બપોર ની શાંતિ મા તેમને લાગ્યું કે કોઈ બોલાચાલી થઇ રહી છે, અવાજ નોકરો નાં ક્વારટરો તરફ થીજ આવતો હતો.
“મમ્મી ..! પાછું પેલો માણસ તેની વાઈફ ને મારતો લાગે છે…” મિતાલીએ કહ્યું.
“ તું સુઈ જા, એમાં આપણે નહિ પાડવા નું…!” નિશાએ કહ્યું, પણ તેનું કુતુહલ પણ જાગી ઉઠ્યું હતું.
એટલા માં બંગલા નો રસોઈઓ મહારાજ બંગલા ના પગથીયા પાસે આવી ને બોલાવવા લાગ્યો”
“ બેનબા…! બેનબા..! જરા બહાર આવશો..?” તેના અવાજ માં ગભરાટ વર્તાતો હતો.
નિશા સફાળી ઉભી થઇ ને બહાર આવી
“ શું થયું મહારાજ…?”
“ બેનબા…! પેલો રાક્ષસ પાછો ભૂરાંટો થયો છે, લાગે છે કે બિચારી પૂરી ને મારીજ નાખશે…!જલ્દી ચાલો ને….!”
“ પણ હું શું કરીશ..?’નિશા એ જરા અવઢવ અનુભવતા કહ્યું.
“ તમારી શરમ એને નડશે…. અમારા બધા નું તો માનતોજ નથી,, લાકડીએ લાકડીએ બૈરી ને ઝૂડી રહ્યો છે….આજે કાં તો જીવ લેશે…!”મહારાજ બોલ્યો.
નિશા ઉતાવળે તેની સાથે ચાલી
‘ હું પણ આવું છું મમ્મી…!” કહેતી મીતાલી સાથે થઇ.
નોકરો ના ક્વાર્ટ્રો પાસે તો બરાબર રંગ જામ્યો હતો.બધાજ દામજી ને પકડી રહ્યા હતા, દામજી જનૂન પૂર્વક હાથમાં ની લાકડી નીચે પડી ને ધ્રુસકા ભરતી પૂરી તરફ વિન્જતો હતો.
“ આજે તો જીવતીજ ન જવા દઉ ..! છોડો મને આજે તો એને પુરીજ કરવી છે….”દામજી મોટા ઘાન્ટે બોલતો હતો.
“ છોડી દે મૂરખા…! એને મારી નાખી ને તારે કયું રાજ લેવું છે..?’એક નોકર બોલતો હતો..
નિશા એ તેની તરફ જોયું
“ આ બધું શું ચાલી રહ્યું છે..?દામજી…! શું છે આ બધું..?’તેને દામજી ને પડકારતા કહ્યું.
“ બેનબા, પીધેલો છે, જરા સંભાળજો…!”
“ મારી ચાડી ખાય છે,,,,! આજે તો ચામડા ઉતારી નાખીશ….! દામજી બોલતો હતો. તેની આંખો લાલઘુમ હતી, અને હાથ માં ની લાકડી આમતેમ વીંઝી રહ્યો હતો.
“દામજી…! ભાન મા આવ…! બંધ કર આ બધું….!’ નિશા એ મોટા અવાજે કહ્યું.
‘ મારી બેટી બૈરીઓ ફાટી….! કોઈ નહિ ને બૈરા ફાટ્યા….!ધણી ની ઈજ્જત ની તો પરવા જ નથી…. આજે તો એને બતાવીજ દેવું છે….”દામજી બોલ્યો.
‘શું બતાવવું છે..? હવે શું બાકી રહ્યું છે..? ચલ ચુપ થઇ જા…! અને ઘર માં જા…!”નિશા એ કહ્યું.
“ નથી જવું , આજે તો એને મારીનેજ ઘર મા જઈશ…” કહી દમાંજીએ જોશ ભેર ધક્કો મારી ને તેને પકડી રહેલા માણસ ને ધકેલી દીધો અને પૂરી તરફ ધસી ગયો.
પૂરી આંખ આડે બે હાથ ધરી ને પડી રહી, તે સાથેજ નિશા એ દામજી નાં મો ઉપર એક તમાચો ફટકારી દીધો.દામજી એકાએક હુમલા થી ડઘાયો ,અને જરા પાછો હટી ગયો.
“ શેઠાણી …! મારા ઉપર હાથ ઉપાડ્યો..?” તે લાલ ડરામણી આંખે નિશા સામે જોતો બોલ્યો.
‘ કેમ ન ઉપાડું..?તને જરા પણ શરમ આવે છે..?આ બિચારી પૂરી ને મારી નાખવી છે..??”
“ મારી બૈરી છે, મારે જે કરવું હોય તે કરીશ તમે કોણ વચ્ચે આવનારા….?”
“હાહાં …! દામલા…! જરા ભાન રાખ કોની સામે બોલે છે એ તો જો…!’ એકત્રિત લોકો એ તેને પકડી લેતા કહ્યું.
“ જો દામજી અમારા ઘર મા આવું નહિ ચાલે શાંતિ થી રહેવું હોય તો રહે, નહીતો ચાલતો થા ,આ મારી છોકરી તો આવું જોઈ ને ગભરાય છે, શા માટે મારે છે પૂરી ને..?”નિશા એ કહ્યું.
‘ એ જાણી ને તમારે શું કામ છે…?તમને તો મારતો નથી ને….!” દામજી ભાન ભૂલી ને બોલ્યો.
તે સાથેજ નિશાએ મગજ ગુમાવી ને નજીક પડેલી સોટી ઉઠાવી ને સબોસબ દામજી ઉપર સબોડવા માંડી.દામજી ખુન્નસ ભરી નજરે જોઈ રહ્યો, બીજીજ પળે તેને નિશા નાં હાથ માથી સોટી ઝુન્ટવી લીધી અને તેના બે કકડા કરી નાખ્યા.
તે પોતાની રૂમ તરફ દોડી ગયો.
નિશા એ પૂરી ની સંભાળ લીધી , તેના અંગ ઉપર લાકડી ના માર થી સોળ ઉઠી આવ્યા હતા,” ચલ તને દવા લગાવી આપું…!” કહી તેને પૂરી ને ઉભી કરી, અને સાથે લીધી. દામજી એ બારણું અંદર થી બંધ કરી દીધું હતું. પૂરી હીબકા ભરતી નિશા ની સાથે ચાલી.
બંગલે આવી ને નિશા એ ફર્સ્ટ એઇડ ની પેટી કાઢી અને પૂરી ને જ્યાં જ્યાં સોળ ઉઠ્યા હતા ત્યાં તેણે દવા લાગવા માંડી. પૂરી નાં આંસુ રોકાતા ન હતા,
“ બેનબા…! હું ક્યા જાઉં…? મુઓ મને કેટલી મારે છે, મારું કમાયેલું ખાય છે પણ જાણે એ મને ખવરાવતો હોય એવો રોફ મારે છે….”પૂરી એ કહ્યું.
“ પણ થયું શું હતું..?” નિશા એ પૂછ્યું.
‘ બીજું શું….? એ સવારે આ બેબીબેન જોઈ ગયા અને તેમણે દાદા ને વાત કરી હશે, દાદાજી એ તેને જરા ઠપકો આપ્યો એ મુઆ થી સહન ન થયું, અને મને ચાડી ખાય છે કહી ને મારવા લીધી…”
“ પણ આવું કેમ ચાલે …?તું કહેતી હોય તો આપણે પોલીસ માં ફરિયાદ કરીએ….”
“ નારે બુન ! આતો રોજ નું થયું, પોલીસ મા ફરિયાદ કરી ને શું સુખ ભોગવવા નું છે…! અને પોલીસ પણ ઘર ના ઝઘડા માં શું કરે..?”પૂરી એ કહ્યું.
“ એમ કાઈ હોય…! આ તો ઘરેલું હિંસા નો ગુન્હો કહેવાય. આવું મારે તે કેમ ચાલે…!”નિશા એ કહ્યું.
“ જવાદો ને બુન …! અમે તો ટેવાઈ ગયા, “
“ સારું અત્યારે અહીજ સૂઈજા , થોડી વાર , પેલો તો બારણા વાસી ને બેસી ગયો છે તે ખોલશે પણ નહિ.”નિશા એ કહ્યું અને પૂરી માટે પાથરણું લાવી ને પાથરી આપ્યું.
એકાદ કલાક ઊંઘ ખેંચી ને નિશા બહાર આવી ત્યારે પૂરી ત્યાં ન હતી, પાથરણું વ્યવસ્થિત સંકેલી ને તે ચાલી ગઈ હતી.
રસીક્દાદા અને ચિતરંજન પાછા આવી ગયા હતા, નિશાએ બપોર પછી કામ ઉપર ચઢેલા નોકર ને ચાં બનાવવા કહ્યું.
ચાં પિતા પિતા નિશા એ બનેલી બધી વાત કરી.
“ નિશા…! તે એના ઉપર હાથ ઉપાડ્યો એ સારું નથી કર્યું…! ચિત રંજને કહ્યું.
“ એ ગમે તેમ બોલતો હતો. એટલે મારો ગુસ્સો કાબુ મા ન રહ્યો.અને મારો હાથ ઉપાડી ગયો.” નિશા એ કહ્યું.
‘ ઠીક છે , પણ હવે ધ્યાન રાખજે, એ માણસ બદમાશ છે, પણ ચિંતા ન કરીશ, હું એને બે શબ્દો કહીશ.”રસિક લાલ બોલ્યા.
બાપુ, આવતી કાલે રવિવાર છે, બધા આગેવાનો આવશે તો ખરા ને..?’ચિત રંજને કહ્યું.
“ આવશે તો ખરા, પણ તારે શી વાત કરવા ની છે એ તો કહે…!”રસિકલાલે પૂછ્યું.
‘ ગામ ના હિત ની વાત છે , બાપુ, ‘ પણ કેવા પ્રકાર નું હિત..?”
“ જુઓ બાપુ, અમેરિકા એ મને ઘણું આપ્યું છે, મારી પાસે ખુબ પૈઈસા છે, એ બધું હું ગામ નાં કામ મા વાપરવા માગું છું.”
“કેવી રીતે વાપરીશ..?પાર્ટી આપીશ..? જમણવાર કરીશ..?મંદિર માં દાન આપીશ..?’રસિકલાલે પૂછ્યું.
‘ નાં બાપુ, મેં સ્ટેશન થી આવતા જે રસ્તો જોયો એવો રસ્તો ચાલેજ નહિ. લોકો ને કેટલી આપદા પડતી હશે..?”
‘ એ તો લોકો ટેવાઈ ગયા છે, કોઈએ તને રસ્તા બાબત ફરિયાદ કરી..?’
“ મને ફરિયાદ કરવા થી શું વળે બાપુ,,!, પણ મેં રસ્તો જોયો છે, ખાડા . ટેકરા, અંધારા માં તો લોકો ના પગ્જ મચકોડાઈ જાય, ઈમરજન્સી મા કોઈ ને તાલુકે હોસ્પિટલ માં દાખલ કરવા હોય તો દર્દી રસ્તામાં જ હડસેલા ખાઈ ને મરી જાય, “
“ એ કામ ગ્રામ પંચાયત નું છે, આપણે શું કરી શકીએ..?”
“ આપણે જાતેજ રસ્તો બનાવીએ તો..?”
‘ એના ખર્ચ નો અંદાજ છે તને..?’
‘ ખર્ચ ની ચિંતા નથી, આપણા થી આ કામ થાય કે નહિ..?”
“ તપાસ કરવી પડે. અને એ પણ જોવું જોઈએ કે સારા કામ મા સો વિઘ્ન …!આવા કામ મા દખલ કરવા વાળા ઘણા નીકળી આવે એ ખબર છે..?”
“ શું તમેય બાપુ…! લોકો ના હિત માં કામ કરીએ તો કોઈ શા માટે વિઘ્ન નાખે..?આપણે ક્યા લોકો પાસે થી ફાળો માગવો છે..?’’
“ તું આ ગામડા નાં લોકો ની મેન્ટાલીટી નથી ઓળખાતો, અહી તો લોકો ને વાત વાત મા વાંકુ પડી જાય. તું કેટલા ને સમજાવવા બેશીસ..?”
“ આપણે ક્યા કોઈ ની મદદ લેવી છે..? કે ક્યા કોઈ ની એક પાઈ પણ લેવી છે, લોકો સારું કામ થતું તો જોશે ને..?”
‘ હા , જોશે બધાજ પણ સાથે ઈર્ષ્યા મા બળી પણ મરશે..! “
‘ આમાં ઈર્ષ્યા કરવા જેવું શું છે બાપુ..?’
‘ સારું કામ તારા નામે ચઢે, અને તારી વાહ વાહ થાય એ કોને ગમે..? ગામ નું ભલું કરવા જતા દુશ્મનો ઘણા પેદા થઇ જશે.”
“ તો તમારી શી સલાહ છે..?ગામ નું ભલું થાય એવા કામ ન કરવા..?”ચિતરંજને પૂછ્યું.
“ તારો પરસેવા નો પૈસો ગામ નાં હિત માં વપરાય એના થી રૂડું શું ..? પણ તારે એમાં ઘણા નાં મન સાચવવા પડશે. , “રસિકલાલે કહ્યું.
“ પૈસા મારા તે છતાં મારે બધા ના મન સાચવવા નાં..?”
‘ એનુજ નામ ઇન્ડિયા છે બેટા…!તું અનુભવ કરી જો. મારું માને તો ગામડા ના લોકો બેકદર હોય છે,એમને તારી ભલાઈ નહિ દેખાય, પણ તને પણ આમાં કોઈ લાભ હશે એમ ધારી ને તારાથી બધા અતડા થઇ જશે..માટે કોઈ માટે કશું કરવા ની જરૂર નથી, જેમ છે તેમ ચાલવા દે….!”
ચીતરંજને બે હાથ ની હથેળી ઘસી,
‘ બાપુ, તમે તો મારો ઉમંગ ટાઢો પડી દીધો….!” ચિત રંજન હતાશ થતા બોલ્યો.
‘ નાં , મેં તો મારા અનુભવ મુજબ તને ચેતવ્યો, તારા શુભ કામ મા મારે અટકાયત નથી કરવી આપણે રવિવારે બધા ને મળીયે તો છી એ ને…! તું બધું વિગતવાર કહેજે, લોકો સમજશે તો સાથ જરૂર આપશેજ. ‘ રસિકલાલે કહ્યું.

પ્રકરણ _૫

બીજે દિવસે પૂરી કામ કરવા આવી ત્યારે નિશા એ તેને બોલાવી.
“ પૂરી..! પછી શું થયું..? તારો વર શાંત થયો કે નહિ..?’
‘ બુન .! એ તો તેદિવસ થી ઘરેથી ગયો તે હજી પાછોજ નથી આવ્યો.”
‘ ક્યા ગયો..?”
“ રામ જાણે ..!
“ રાત્રે ઘરે આવ્યોજ નથી..?” નિશા એ પૂછ્યું.
“ નાં.”
“ આવું કોઈ વાર બને છે ખરું..?”
“ હોવે બુન ..!, આવું તો ઘણી વાર બને છે, કોઈ વાર તો ચાર ચાર દિવસ પણ ઘરે નથી આવતો.”
“ પણ એ જાય છે ક્યા..? “
‘ આપણ ને શું ખબર બુન…? એ કહી ને થોડો જાય છે…? પૈસા ખૂટે એટલે આવી જાય, અને મારી પાસે જે કાઈ હોય તે ઝુંટવી ને પાછો ગાયબ થઇ જાય..!”
‘ આવું તો કેમ ચાલે..?’
“ બધું એમજ ચાલે બુન…!” કહી એક નિશ્વાસ સાથે પૂરી તેના કામ ઉપર ચઢી,
રસીક્દાદા નાં બંગલા ના સ્ટાફ મા એક રસોઈયો,એક તેની પત્ની, બે ઘરકામ કરવા વાળા નોકરો, પૂરી જેવી બીજી એક બાઈ, અને ચોકીદાર એટલા હતા, પૂરી નો પતિ આ બંગલા નો નોકર ન હતો, પણ પૂરી ને ક્વાર્ટર આપ્યું હોઈ તે પણ તેની સાથે રહેતો હતો. તેની સોબત સારી ન હતી એમ કહેવાતું. તે દારૂ જુગાર અને ચોરી ચપાટી કરતો, પોલીસ રેકર્ડ માં તેનું નામ હતું. તેમ છતાં તેની પત્ની ની સારી ચાલચલગત નાં કારણે રસિકલાલે તેને રહેવા દીધો હતો.
ગામ મા આવી ને તુરતજ ચિત રંજને એક કાર ખરીદી હતી, ગામના ઉબડ ખાબડ રસ્તા ઉપર ખુબ સાચવી ને તે કાર ચલાવતો. ગામના બધાજ રસ્તા કાચા, અને લેવલ વગર ના હતા, કોટ ની અંદર સાંકડી બજાર માં તો કાર જઈ શકતી ન હતી. એટલે ગામ મા આવવું હોય ત્યારે કોટ ના દરવાજા ની બહાર જ કાર પાર્ક કરી ને ચાલતા ગામ મા જવું પડતું.
ચીતરંજન ને લાગ્યું કે પોતે નાનપણ માં જે શેરીઓ મા રખડ્યો હતો એમાં તસુભાર પણ ફેરફાર થયો ન હતો.એનું એ ગામ એવીજ હાલત માં હજી પણ ઉભું હતું. તેમનો બંગલો ગામ ની બહાર જરા ઉંચાઈ ઉપર હતો, એટલે ગામ નજીક નું નજીક અને દૂર નું દૂર એવા અંતરે આવેલું હતું.
ચિતરંજન ગામ ને નિહાળતો ઉભી બજાર મા ચાલતો જઈ રહ્યો હતો.બજાર ના દુકાનદારો તેના તરફ હાથ કે માથું હલાવી ને તેનું અભિવાદન કરતા જતા હતા,
એક દુકાન ઉપર તે પિતાના હુક્કા નું તમાકુ ખરીદવા ઉભો રહ્યો. વેપારી તમાકુ જોખે તે દરમ્યાન તેની બાજુ માં એક કરડા દેખાવ નો માણસ આવી ને ઉભો રહ્યો.
“ તમારું નામ ચીતુભાઈ છે..?’તેણે પૂછ્યું.
ચીતરન્જને તેની સામે જોયું, એ તેને ઓળખાતો હોય એમ ન લાગ્યું.
“ હા મારું નામ જ ચીતું ભાઈ , ચીતરંજન છે, કેમ..પૂછવું પડ્યું..?’
“ગામ માં નવા લાગો છો…!”
“ આ મારુજ વતન નું ગામ છે, હું અમેરિકા હતો.”
“ હમ ….એટલેજ .” તે માણસ બોલ્યો.
‘શું એટલેજ..? તમે કોણ છો..? આ બધું કેમ પૂછો છો..?”ચિત રંજને પૂછ્યું.
“ગામ નાનું છે એટલે નવા આવનાર નો પરિચય તો મેળવવોજ પડે ને..?”એ માણસ જરા ધ્રુષ્ટતા થી બોલ્યો.
“ પણ તમને કોણે આ પુછવા નો અધિકાર આપ્યો..?’
“ આવું પૂછનાર માત્ર બે વ્યક્તિજ હોય, એક પોલીસ અને બીજો બદમાશ…!” એ માણસ જમીન ઉપર પાન ની પિચકારી મારતા બોલ્યો.”
“ એ બે પૈકી તમે કોણ છો..?’ચિત રંજને જરા ચીડ અનુભવતા કહ્યું.
“એ આ દુકાનદાર ને પુછજો.” કહી તે માણસ ચાલતો થયો.
દુકાનદારે તમાકુ નું પડીકું હાથ મા આપતા કહ્યું.
“ ઓળખ્યો એને..?’
“ નાં, કોણ છે..? બહુ કરડાકી થી વાત કરે છે…!’ચિતરન્જને કહ્યું.
“ એ છેજ એવો, આમ તો ગામ ના માણસો ને વતાવતો નથી, પણ તમે તેની નજર માં આવી ગયા લાગો છો.”
“કારણ..?”
“ એ તો એજ જાણે , પણ તમે જરા સાવધ રહેજો, લાગે છે કે કોઈએ તેને તમારી વિરુદ્ધ ભડકાવ્યા છે, “દુકાન દારે કહ્યું.
“ પણ એ છે કોણ..?”
“ એનું નામ લવજી છે, આટલા વિસ્તાર મા તે એક બહુજ જાણીતો બદમાશ છે , જરા સંભાળજો.” પૈસા ગલ્લા મા મુકતા એ દુકાન દાર બોલ્યો.
ચીતરંજન તમાકુ નું બંડલ લઇ ને ચાલવા લાગ્યો.
એક ચોક પાસે આવેલા ચોરા જેવા ઓટલા ઉપર ચારપાંચ રખડું જેવા લગતા યુવાનો પત્તા રમતા બેઠા હતા, ચિતરંજન પસાર થયો તે સાથેજ તેમના માંથી અવાજ આવ્યો.”
“ આજ લાગે છે, નહિ..?’
“ ત્યારે બીજો કોણ હોય…!”
“ પણ દેખાવ માં તો સીધો સાદો લાગે છે…””
ચીતરંજન પસાર થઇ ગયો એટલે આગળ નો સંવાદ તે સાંભળી ન શક્યો, પણ જરા નવાઈ તો પામ્યોજ, આટલા લોકો તેના મા શા માટે રસ લઇ રહ્યા હશે એ તેને સમજાયું નહિ. તે બેદરકારી પૂર્વક પોતાની કાર પાસે આવ્યો. અને તેમાં બેસી ને બંગલા તરફ હંકારી ગયો.
તે ઘરે પહોંચ્યો ત્યારે ઘર પાસે અરજણ ની ઘોડાગાડી ઉભેલી જોઈ, કાર પાર્ક કરી ને ચિતરંજન અંદર પ્રવેશ્યો.
“આ આવી ગયા ભાઈ લ્યો..!” અરજણે જ તેને આવકાર્યો.
“ આ અરજણ ક્યાર નો તમારી રાહ જોઈ રહ્યો છે, “ નિશા એ તેના હાથ માં થી તમાકુ નું બંડલ લેતા કહ્યું.
“ કે અરજણ ..? શું હતું..?’ચિત રંજને પૂછ્યું અને તેની સામે બેઠો.
“ ભાઈ…! તમારી સાથે આ ગામ મા કાઈ થયું છે..?”અરજણે પૂછ્યું
“ નાં ભાઈ, હું તો બહુ લોકો ને ઓળખતો પણ નથી. પણ તું કેમ પૂછે છે..?’
“ આ ગામ નાં રખડુઓ ને હું સારીરીતે ઓળખું છું, એવાજ એક બે જણ તમારી વાત કરતા હતા…!”
“ મારી શી વાત કરવાની..?”
“ એટલેજ પૂછું છું કે તમારી સાથે કાઈ થયું છે..?”
“ નાં , મારી સાથે કાઈ થયું નથી,”
“ તો પેલા રખડુઓ તમારી સામે જોઈ ને કેમ કહેતા હતા કે આને સીધો કરવો પડશે…!?”
“ એ તો એમનેજ ખબર, “ ચિતરન્જને વિચાર માં પડતા કહ્યું.
“અરજણ . એક વાત હું જાણું છું, પણ એમાં બહુ દમ લાગતો નથી.” નિશા એ કહ્યું.
“ શું થયું છે બહેન..?’
અમારી એક નોકરાણી ના વર સાથે મારે જરા ગરમાગરમી થઈ હતી ખરી,પણ એમાં આમના ઉપર કોઈ વેર રાખે એવું લાગતું તો નથી.”નિશા એ કહ્યું.
“ મોટીબહેન..! તમે આ ગામ નાં અળવીતરા લોકો ને ઓળખતા નથી.તમારે કોની સાથે બોલાચાલી થઇ હતી..?”
“ અમારે ત્યાં કામ કરે છે તે પૂરી ના વર સાથે.”
“ દામજી સાથે..?”અરજણે પૂછ્યું
“ હા, એ એની બૈરી ને ઢોર ની જેમ મારતો હતો એટલે મેં તેને જરા ઠપકો આપ્યો હતો.”નિશા એ કહ્યું.
“ ત્યારે એમ કહો ને…! આ બધા દામજી ના જ મળતિયા છે,ભાઈ, તમારી સામે જોઈ ને એ લોકો બકવાસ કરતા હતા, તમે એકલા ગામ મા નીકળતા નહિ.દામજી બદમાશ છે અને તેના ભાઈબંધો પણ એના જેવાજ છે.”
“ પણ દામજી ને તમાચો તો મેં માર્યો હતો, એ તો કશું જાણતાયે નથી, પછી એમની સામે શાના બકવાસ કરતા હશે..?’નિશા એ કહ્યું.
“ અરે કરવા દેને..! હું એવા લોકો થી જરા પણ ગભરાતો નથી..”ચિતરંજને કહ્યું.
“ ભાઈ. તમે અજાણ્યા છો એટલે ચેતવું છું,આવા લોકો થી દૂર જ રહેજો.આ દામજી સારો માણસ નથી, એની સાથે બહુ પનારો પડશો નહિ.અને જ્યાં પણ જવું હોય ત્યાં મને સાથે રાખજો..!”અરજણ એ કહ્યું.
“ મેં તો પનારો પડ્યો નથી. આ તારા બહેનેજ પનારો પડ્યો છે, એમાં હું શું કરું..?’ચિતરન્જને હસતા હસતા કહ્યું.
“ હાય હાય..! મને શું ખબર કે આપણા જ ઘર માં રહેતો આ દામજી આવો ગુંડો હશે…!”નિશા ચિંતિત સવારે બોલી.
ચિતરંજને જરા વિચાર કરતા કહ્યું.
“ નિશા…! હું ગામ મા ગયો હતો ત્યારે તમાકુ ની દુકાને એક અજાણ્યો માણસ મને મળ્યો હતો.તેણે પણ ધમકી ભર્યા અવાજે મારી ઉલટ તપાસ કરી હતી, એ વખતે તો મેં ધ્યાન આપ્યું ન હતું, પણ અરજણ ની વાત સામ્ભળતા લાગે છે કે હું કોઈ ના ધ્યાન મા આવી ગયો છું. “
“ ત્યારે બોલતા શું નથી…? એ નો દેખાવ કેવો હતો..?’
“ દેખાવ તો ગામડિયા જેવો હતો. થોડો ઉંચો , જીણી મુછ રાખતો હતો અને આંખો નશા મા હોય એવી લાલઘુમ હતી.”
“ ઓળખ્યો.એ તમારા આ દામજી નો ખાસ દોસ્ત અને એટલા વિસ્તાર નો ખતરનાક ગુંડો લવજી હોવો જોઈએ, “ અરજણ બોલ્યો.
“ હાય હાય …! તમે સમ્ભાળજો ભૈસાબ..! જો જો તમને કશું કરે નહિ.”” નિશા એ સચિંત સવારે કહ્યું.
“ અરે એના જેવા તો બહુ જોયા, એવા મગતરા તો મારા એક મુક્કા નાં ઘરાક છે..””ચિતરંજને બેદરકારી થી કહ્યું.
“ભાઈ..એવા વહેમ મા ન રહેશો, આવા લોકો તો પાછળ થી વાર કરે ..! તમે હવે પછી મને સાથે રાખજો.”અરજણે કહ્યું
“ અરે તારે કાઈ કામ ધંધો હોય કે નહિ..? એમ મારી સાથે ફરીશ તો તારી ગાડી કોણ ચલાવશે..?” ચિત રન્જને કહ્યું.
“ એની ચિંતા ન કરો. પણ હવે પછી લવજી દેખાય તો સાવધ રહેજો એટલું તો મારું માનવુંજ પડશે.”અરજણ એ કહ્યું.
“ સારું સારું, જા, એવું કશું હશે તો તને જણાવીશ , બસ..? ચલ હવે થોડી ચા પીએ…!” ચિતરંજન એ નિશા સામે જોતા કહ્યું.
ચા પી ને અરજણ ગાડી લઇ ને ચાલ્યો ગયો.રસીક્દાદા એ તેને જતો જોયો. તે અંદર આવ્યા.
“ શું કહેતો હતો અરજણ..?” તેમને પૂછ્યું.
નિશા એ બધીજ વાત કરી. રસીક્દાદા એ હસી ને ચિતરંજન સામે જોયું,
“ લે, તારે આવા ગામલોકો ની સેવા કરવી છે..?આ બધા અજ્જ્ડ લોકો કહેવાય., એમનું ભલું કરવા માં આપણું જ નુકશાન થઇ શકે છે.”
“ એવું નથી બાપુ, થોડા અળવીતરા તો બધેજ નીકળે, એ તો બધા સીધા થઇ જશે, એમ ડરી ને જીવાય છે..?” ચીતરંજને કહ્યું.
“ તારી હિંમત હોય તો મારે કશું કહેવું નથી, પણ થોડી સાવધાની રાખજે.”રસિક દાદા એ કહ્યું.

પ્રકરણ _૬

ગામના મુખ્ય દરવાજા પાસે એક નાનકડા મેદાન જેવો ચોક હતો.ગામના તેમજ નજીક નાં ગામડા નાં શાક વેચવા વાળા એ ચોક માં લાઈન બંધ પોતાના શાક ભાઈ વેચવા બેસતા, નિશા મિતાલી ને સાથે લઇ ને શાક લેવા નીકળી હતી. ચારે તરફ શાકવાળા ભાઈબહેનો પોતાના તરફ ગ્રાહકો ને આકર્ષવા સંગીતમય સુરે પોતાની પાસે આવવા ગ્રાહકો ને લલકારતા હતા,
“ મમ્મી , અપને ત્યાં તો ઘણું શાક થાય છે , પછી અહી શામાટે આપણે લેવા આવ્યા છીએ..?’મિતાલી એ પૂછ્યું.
‘ બધુજ શાક આપણે ત્યાં ન થતું હોય ને બેટા..!અહી કઈક નવું પણ મળી જાય..કેટલું તાજું અને લીલું છમ શાક છે….!”નિશા એ બધા ફેરિયાઓ ના માલ તરફ દ્રષ્ટિ ફેરવતા કહ્યું.
“ અરે વહુ બેટા….! અહી આવો તમને સરસ શાક આપું…!’કોઈએ નિશા ને અવાજ આપતા કહ્યું.
નિશા એ જોયું તો તે દિવસે સ્ટેશને થી આવતા મળ્યા હતા તે સંતોક માસી તેને બોલાવતા હતા.
“ ઓહો માસી…! તમે આ કામ પણ કરો છો..?’કહેતી નિશા તેના પાથરણા પાસે ગઈ.
‘ બોલ બેટા શું આપું..?”
“ આમ તો બધુજ અમારે ત્યાં થાય છે, માત્ર બટાકા નથી થતા, એજ એક કિલો આપી દો માસી..!” નિશા એ કહ્યું.સંતોક માસી એ વજન થી વધારે બટાકા તેની થેલી મા મૂકી આપ્યા.
“ મારે શાકભાજી ની વાડી છે, જયારે મન થાય ત્યારે વાડી એ થી તાજું શાક લેવા જરૂર આવજો હો…! ચીતું તો નાનો હતો ત્યારે મારી વાડીએ બહુજ આવતો “સંતોક માસી એ કહ્યું.
“ પણ માસી…! આટલા નાના ગામ મા આટલું બધું શાક વેચાય છે ખરું..?” નિશા એ પૂછ્યું.
‘ નાં , એટલું બધું તો ન વેચાય, પણ અમે બધાજ અહી સવારે બેકલાક બેસીએ, પછી નજીક ના તાલુકા મથકે પહોંચી જઈએ, અને બધું વેચી નેજ આવીએ, ત્યાં તો શાક ના મોટા વેપારીઓ હોય એટલે બધાનું શાક વેચાઈ જાય,”સંતોક માસીએ કહ્યું.
“એ માસી…! આપણ મહેમાન છે હો…! જરા ધ્યાન રાખી ને માલ આપજો….!”નિશા ની પાછળ થી એક અવાજ આવ્યો.નિશાએ પાછું ફરી ને જોયું તો એક અજાણ્યો જુવાન હાથ માં ની ડાંગ ના ટેકે ઉભો હતો.
“ જાને મુઆ…! તારે મને ધંધો શીખવવા નો છે..?આ તો મારા ચીતું ના વહુ છે, તારે ભલામણ કરવા ની જરૂર નથી.”સંતોક માસીએ બેદરકારી થી તેને જવાબ આપ્યો.
એ જુવાને પાસે પડેલા ભારા માંથી એક મૂળો ખેંચી કાઢયો.અને ચાવવા લાગ્યો.
“ મુઆ..! બાપનો માલ છે..?મુક બેરુપીયા ..! મફત નથી આવતું “કહી સંતોક માસી એ તેની ડાંગ પકડી રાખી.એ માણસ હસતો હસતો મૂળો ચાવતો ચાલ્યો ગયો.
“ બહુ માથાભારે છે મુઓ…! તને ઓળખે છે બેટા..?” સંતોક માસીએ નિશા ને પૂછ્યું.
‘ નારે , હું તો એને ઓળખતી એ નથી.કોણ હતો..?’”
“ ગામ નો ઉતાર લવજીડો ,પણ એ તારી ભલામણ કેમ કરતો હતો..?”
“એને ખબર …! નિશા એ જવાબ તો આપ્યો પણ લવજી નું નામ સાંભળી ને તે જરા ચોંકી તો ગઈ.કાલેજ આ લવજી નો ઉલ્લેખ થયો હતો,અને અરજણે કહયુ હતું કે લવજી થી સાવધ રહેવું જોઈએ. તો આ હતો લવજી..?માણસ તો મવાલી લાગતો હતો. એ કેમ અમારી પાછળ આવ્યો હશે..?અને પોતાના મહેમાન હોવાનું જુઠાણું કેમ ચલાવ્યું હશે..?
નિશા ને લાગ્યું કે કેટલાક લોકો તેમની પાછળ કઈક ઘાટ ઘડી રહ્યા હતા, તે દિવસે ચિતરંજન ને પણ આજ માણસ મળ્યો હતો. અને બકવાસ કરી ગયો હતો.આજે પોતાની પાછળ પણ આવ્યો હતો. એનો ઈરાદો શું હોઈ શકે..?ઘરે વાત તો કરવીજ જોઈએ,
નિશા મિતાલી નો હાથ પકડી ને ઘર તરફ ચાલવા લાગી.
તે ઘરે પહોંચી ત્યારે ચિતરંજન અને રસિક દાદા એક ટેબલ પાસે બેસી ને કાગળ ઉપર કઈક લખતા હતા.
નિશા સીધીજ તેમના ટેબલ સામે આવી ને ઉભી રહી.
બંને એ તેની સામે જોયું નિશા ના મુખ ઉપર ચિંતા ણી રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી.
“ કેમ બેટા..! કાઈ થયું છે કે..?’રસિક દાદા એ પૂછ્યું.
‘”બાપુ…! હમણા જ શાક બજાર મા પેલો તમારો લવજી દેખાયો…!’ નિશા એ જરા શ્વાસ ખાઈ ને કહ્યું.
“ તે એમાં શું ગામમાં રહે છે તો દેખાય તો ખરો ને..?” ચીતરન્જને કહ્યું.
“એમ નહિ. હું શાક લેતી હતી ત્યાં એ પાછળ આવ્યો, પેલા સંતોક માસી ને કહે કે આ અમારા મહેમાન છે , બરાબર શાક આપજો.”નિશાએ કહ્યું.
“એનું મારે કશું કરવું પડશે ,,..! બાપુ..! પોલીસ ને જાણ કરી શકાય..?”ચિતરંજને પૂછ્યું.

“એણે કોઈ ગુનો તો કર્યો નથી, પછી પોલીસ ને શું કહીશું..?’રસિક દાદા એ વ્યવહારિક વાત કરી.
“પણ તેનું વર્તન બરાબર નથી લાગતું. આપણ ને ઓળખાતો પણ નથી પછી આટલી પંચાત કરવા નું શું કારણ હશે..?’
“મારું માનો તો આ બધા ની પાછળ પેલી પૂરી ના વર નો હાથ લાગે છે. “ નિશા એ કહ્યું.
“ હા , અરજણ પણ કહેતો હતો કે એ લવજી દામજી નો ખાસ દોસ્ત છે. “ ચિતરંજને યાદ કરતા કહ્યું.
“ તો બોલાવીએ દામજી ને , જાણીએ તો ખરા કે એનો આમાં હાથ છે કે નહિ..!” રસિક દાદા એ કહ્યું.
નિશા એ ઘર માં કામ કરતી પૂરી નેજ બોલાવી.
પૂરી…! તારો વર ઘરે છે..?”નિશા એજ પૂછ્યું.
“હું અહી આવવા નીકળી ત્યારે તો ઘરમાંજ હતો.”પુરીએ કહ્યું.
“તો જરા જો ને બેન…! ઘરે હોય તો જરા બોલાવી લાવીશ..?”
પૂરી વિચાર કરતી બહાર નીકળી. થોડીજ વાર માં તે દામજી ને લઇ ને પાછી આવી. દામજી અત્યારે નશામાં ન હતો એટલે નમ્રતા થી આવી ને ઉભો રહ્યો.
“ દામજી..! તારો કોઈ મિત્ર લવજી નામ નો છે..?”ચીતરન્જને જ પૂછ્યું.
દામજી સ્વસ્થ જ રહ્યો.પણ બોલ્યો નહિ.
“કેમ બોલતો નથી..? તારો કોઈ મિત્ર છે લવજી નામનો..?”ચિતરન્જને ફરી થી પૂછ્યું.
દામજી એ માથું હકાર માં હલાવ્યું.
“એ કોણ છે..?”
“ ગામનો દાદો છે, “
“તે એને અમને હેરાન કરવા નું સોંપ્યું છે..?”ચિતરંજને સીધુજ પૂછ્યું.
“ હું શા માટે એવું કરું..?’
“કારણ છે, તે દિવસે નિશા મેડમે તારા ઉપર હાથ ઉપાડ્યો એનું વેર વાળવું છે..?સીધું બોલ , મારે પોલીસ માં ફરિયાદ આપવી છે.”
“ એણે શું કર્યું છે..?”દામજી એ પૂછ્યું.
“એણે મને ધમકી આપી. અને મેડમ નો પીછો કરી ને ડરાવવા પ્રયત્ન કર્યો છે.”
“એવું એ શા માટે કરે..?”દામજી એ કહ્યું.
“એજ હું તને પૂછું છું, તું કાઈ જાણે છે.?”
“ નાં. મને કશી ખબર નથી.”
“સારું, એને કહેજે કે હું પોલીસ મા ખબર કરવા નો છું, એટલે જરા શાંતિ થી રહે.”
“ મને મળશે તો કહીશ.”દામજીએ કહ્યું.અને ચાલતો થયો.

પ્રકરણ_૭

બીજે દિવસે રવિવાર હતો. લગભગ અગિયાર વાગ્યે સરપંચ છીતુભાઈ, અને ઉમેદચંદ આવી લાગ્યા. રસિક દાદા અને ચિત રંજને વરંડા માજ ખુરશીઓ બિછાવી રાખી હતી, બંને ને આવકાર આપી ને બેસાર્યા, એમની પાછળજ ગામ ના મોટા ખેડૂત તળશી ભાઈ પણ આવી ગયા.
“ પધારો , તમે બધા આવ્યા એ સારું થયું. બીજું કોઈ આવે તેમ છે..?”ચિતરંજને
“ બે ત્રણ જણ ને કીધું તો છે, પણ આવે ત્યારે ખરા. પણ તારે શી વાત કરવા ની છે..?”છીતુભાઈ એ પૂછ્યું.
“ જુઓ. હું હવે આ ગામ મા રહેવા જ આવી ગયો છું.”ચિતરંજને શરૂઆત કરતા કહ્યું.
“ હા, તે બહુ સારું કર્યું. પણ કેમ એકાએક અમેરિકા છોડી ને અહી રહેવા નો વિચાર આવ્યો..?”છીતુ ભાઈએ પૂછ્યું.
“ બસ , હવે અમેરિકા થી મન ઉઠી ગયું છે, વતન મા રહેવું છે, બાપુ ની સેવા કરવી છે,”
“ વાહ , તારી ભાવના બહુજ ઉત્તમ છે આજકાલ તો છોકરાઓ માબાપ ને ભાર રૂપ જ સમજે છે, તે બહુજ સારો નિર્ણય લીધો.” ઉમેદચંદે કહ્યું.
“એટલે હું ગામ મા કેટલાક સારા કામો કરવા નો વિચાર કરી રહ્યો છું.એમાં મને તમારા સહકાર ની જરૂર છે.”
“ પણ તારે એવા શા કામ કરવા છે..?”
“ જુઓ. હું આવ્યો ત્યારે સ્ટેશન થી ગામ મા આવવાનો રસ્તો મેં જોયો, બહુજ ખરાબ રસ્તો છે, લોકો ને હાડમારી પણ બહુજ પડતી હશે , મારે પહેલા તો એ રસ્તો સારો બનાવવો છે,”ચિતરંજને કહ્યું.
“ પણ એ તો જીલ્લા પંચાયત નું કામ છે, તારે શા માટે એમાં પડવું જોઈએ..?” છીતુ ભાઈએ કહ્યું.
“ સારું કામ કરવા માં પંચાયત શા માટે ઇનકાર કરે..?’”
“ રસ્તા માટે બજેટ તો ક્યારનું મંજૂર થયેલું જ છે, પણ એમાં તો ઘણા આટાપાટા જિલ્લાસ્તરે રમી રહ્યા છે, મંજૂર થયેલું બજેટ ઉપયોગ વિના રહેવા થી પંચાયતે પાછું આપી દેવું પડ્યું.”
“ જોકે રસ્તો બનાવવા ની જરૂર તો છેજ. સ્ટેશન થી ગામ મા આવતા ઘણા બહુજ હેરાન થાય છે,”ઉમેદ ચંદે કહ્યું.
“જુઓ, હું મારા ખર્ચે રસ્તો બનાવવાનું નું વિચારું છું, એમાં કોઈ ને વાંધો છે..?સરકારી સ્તરે કાઈ તકલીફ થઇ શકે છે..?”
“ એને તો પહોંચી વળાય . પણ બેટા, તારે એ પંચાત માં પાડવા ની શી જરૂર છે..?” છીતુભાઈ એ કહ્યું.
“ કેમ ? આ મારું ગામ છે, મારા થી જેટલું ગામ નું ભલું થઇ શકતું હોય,તેટલું શું હું ન કરી શકું..?”ચીત રંજને કહ્યું.
“ તારી ભાવના સારી છે, પણ રસ્તો બનાવવા મા કેટલો ખર્ચ થશે એતે વિચાર્યું છે..?”” તળશી ભાઈ એ પૂછ્યું.
“ મારી બધી તૈયારી છે, મારે અહી રહેવું છે, અને મારા ગામ નાં લોકો ને હાલાકી થતી હોય તો હું એ કેમ દૂર ન કરું..?મને ખર્ચ ની ચિંતા નથી.અને હું માત્ર રસ્તોજ બનાવી ને બેસી રહેવાનો નથી, મારે તો ગામ મા શાળા, હોસ્પિટલ, પાણી નો બોર જેવા બીજા પણ લોકોપયોગી કામો કરવા છે, “”
“ કેમ બહુ કમાઈ ને આવ્યો છે કે શું..?’ છીતુભાઈએ હસતા હસતા પૂછ્યું.
“પૈસા ની ચિંતા નથી મારા અમેરિકા નાં બેત્રણ મિત્રો પણ આ ગામ ને દત્તક લઇ ને તેનો ઉદ્ધાર કરવા માંગે છે,”એટલે પૈસા નો કોઈ પ્રોબ્લેમ નથી.”ચિતરંજને કહ્યું.
રસિક દાદા એ તેને કોણી અડાડી ને બહુ ન બોલવા ઈશારો કર્યો. છીતુભાઈ, તળશીભાઈ અને ઉમેદ ચંદ એક બીજા સામે જોવા લાગ્યા.
“ ચીતું..! મને ખબર છે કે તું બહુ કમાયો છે, પણ તેનું આમ પ્રદર્શન ન કરીશ. ગામ નું ભલું કરવા ની વાત સારી છે, પણ માત્ર પૈસા ખર્ચાવાથીજ કામ સરવાનું નથી. ગામલોકો નો સહકાર પહેલો જરૂરી છે. કેમ સરપંચ સાહેબ..?’ રસીક્દાદા એ કહ્યું.
“ આપની વાત સાચી છે, પણ ગામ નું કામ થતું હોય તો ગામલોકો ને તો હું સમજાવી શકીશ, “ છીતુભાઈએ કહ્યું.
“ એ સાચું, પણ આપનાં ગામ મા માથાભારે માણસો આમાં વિઘ્ન નાખશે એવું મને લાગે છે, ઉમેદ ચંદે કહ્યું.
“ મને પણ એજ વિચાર આવે છે, આ બેદિવસ પહેલાજ પેલો લવજી અમારી પાછળ પડી ગયો છે,” રસિકલાલે કહ્યું.
“અરે એ લવજી ની શી વિસાત છે, એને હું સંભાળી લઈશ, પણ ચીતું બેટા, પ્રથમ તું ખર્ચ નો અંદાજ મેળવી લે, “ છીતુભાઈએ કહ્યું.
“ તે તો હું કરીશ જ , “ચિત રંજને કહ્યું.
“ મારા ભાઈબંધ નો છોકરો એન્જીન્યર છે, અને આવા જાહેર કામો કરવા નો અનુભવ ધરાવે છે, “ છીતુભાઈએ કહ્યું.
“ મારો પણ એક કોલેજ કાળ નોમીત્ર છે એ પણ આવા કામોજ કરે છે, હું તેની સાથે ટેકનીકલ બાબતો ની ચર્ચા કરી લઈશ.”
“ તો તારી મરજી, બાકી મારા ભાઈબંધ નો છોકરો તને બહુ મદદરૂપ થઇ પડશે.”છીતુભાઈએ કહ્યું.
‘ “છીતુ ભાઈ,,એ બધું આપણે પછી થી વિચારીશું, હમણા તો મને એક વચન આપો…!” રસિક દાદા એ કહ્યું.
“બોલો બોલો દાદા .! “
“ ગામલોકો નો સહકાર વિના કોઈ કામ થવાનું નથી…!તમે ત્રણેય ગામ નાં આગેવાનો છો, મારો ચીતું ગામ નું કામ કરવા માંગે છે પણ ગામલોકો એમાં પથરા ન નાખે એ જોવાનું કામ તમારું છે ,”
“ અરે એ કાઈ કહેવાની વાત છે દાદા..?અમે બેઠા જ છીએ ને…! “છીતુભાઈ બોલ્યા.
“ તો મારી પાસે રસ્તો બનાવવા નો પ્લાન તૈયાર છે, એમાં પંચાયત ની મંજૂરી જોઇશે,એ માટે હું આવતી કાલે પંચાયત ની ઓફિસે આવીશ, છીતુભાઈ, તમે છો એટલે એમાં કોઈ વાંધો નહિ આવે એમ માનું છું.” ચિત રંજને કહ્યું .
“ હું બેઠો છું પછી મંજૂરી માં તો કશો વાંધો નહિ આવે. કદાચ જિલ્લાપંચાયત મા મંજૂરી માટે મોકલવું પડશે , પણ એ તો હું સંભાળી લઈશ,”છીતુભાઈએ કહ્યું.
સારું તો કાલે હું ઓફિસે આવીશ.” ચિત રંજને કહ્યું.
નિશા અને મિતાલી ચા અને નાસ્તા ની ડીસો ઉપડાવી ને આવ્યા. બધા એ ચાનાસ્તો કર્યો. અને ચિતરંજન ને શાબાશી આપી ને એક પછી એક વિદાય થયા.
તેમના ગયા પછી ચિત રંજન અને રસીક્દાદા પરામર્શ કરવા બેઠા.
‘ ચીતું..! તું બહુ ભોળો છે.” રસિક દાદા એ કહ્યું.
“કેમ બાપુ..?’
“ આ બધા કાબા માણસો છે, આપણી પાસે બહુ પૈસા છે એવું બતાવવાની જરૂર ન હતી.”
“ પણ તો હું કામ કરવા માગું છું એવો વિશ્વાસ એમને કેવી રીતે પડે..?આપણી પાસે ફંડ છે એ તો કહેવુજ જોઈએ ને..?’ચિત રંજને કહ્યું .
“ બધું જરૂર પડે ત્યારે કહેવાય, આ લોકો જાણી ગયા કે તારી પાસે પુરતા પૈસા છે, એ સારું નથી થયું.”
“ પણ કેમ..?આ બધા સજ્જનો નથી..?’ચીતરંજને પૂછ્યું.
“ સામાન્ય સંજોગો માં બધા સજ્જનોજ હોય, પણ નજર સમક્ષ આટલા પૈસા પડેલા દેખાય ત્યારે કોઈ વિષે કાઈ કહી ન શકાય. એટલે તું મારી પાસે બહુ પૈસા છે એવું જ્યાં ત્યાં કહેતો ન ફરીશ.”રસીક્દાદા એ કહ્યું.
“ તમારી સલાહ ને હું અવગણીશ નહિ, બાપુ, પણ હું માનું છું કે આવા કામ મા પરસ્પર વિશ્વાસ હોવો જરૂરી છે.”ચિત રંજને
“ વિશ્વાસ ચોક્કસ જરૂરી છે પણ અમૂક હદ સુધીજ , મારો આ ગામ સાથે નો વર્ષો નો અનુભવ છે, છતાં કોઈ પણ સંજોગો માં સાવધાની તો રાખવીજ જોઈએ. ખેર, હજી તો આપણે ક્યા શરૂઆત કરી છે, પણ હવેથી જરા સાવધાની રાખજે. પેલો લવજી આ જાણે તો તેના મોમાં પાણી જરૂર આવી જાય. “ રસીક્દાદા એ કહ્યું. પછી તેમણે તેમનો હુક્કો હાથ માં લીધો. અને ચિતરંજન ત્યા થી ઉઠી ને પોતાના રૂમ મા ગયો.
તેણે પોતાનો મોબાઈલ ફોન લીધો અને એક નંબર જોડ્યો.
“ અમારી મીટીંગ થઇ ગઈ છે, આપણે મળીયે અને પ્રોજેક્ટ નો એસ્ટીમેટ કાઢી લઈએ.” ચિત રંજને ફોન માં કહ્યું.અને થોડી વાર સામે થી ચાલતી વાત ને સાંભળી રહ્યો.

પ્રકરણ _ ૮

ચિતરંજન ઘર માં આવ્યો ત્યારે નિશા તેના મોબાઈલ ઉપર વાત કરી રહી હતી.. વાત પૂરી કર્યા પછી તેણે ચિતરંજન સામે જોયું.
“મેં તાલુકા ની સ્કૂલ મા ફોન કર્યો.”તેણે કહ્યું.
અચ્છા, મિતાલી ને સ્કૂલ મા દાખલ કરવા માટે..?’
‘ હાસ્તો. તેને ભણાવવી તો પડશે ને…? અહી ગામ મા તો ગામઠી નિશાળ જેવી સ્કૂલ છે, મિતાલી ને ઈન્ગ્લીશ મીડીયમ મા મુકવી પડશે ને…!”
“ હા. શું કહ્યું તાલુકા ની સ્કૂલે..?’
“તેમાં ઇન્ગ્લેશ મીડીયમ પણ છે, પણ અમેરિકા ની શિક્ષણ પધ્ધતિ કરતા જરા જુદું લાગશે, પણ એ તો ટેવાઈ જવાશે.”
“ એને જવા આવવા માટે શું વ્યવસ્થા કરવી..?’ચિતરંજને પૂછ્યું.
“હું એજ વિચારું છું,તેને રોજ લેવા મુકવા જવું પડે, અરજણ નો ઘોડા ગાડી કામ લાગે..?’”
“ ક્યારે પહોંચે..? એના કરતા હુજ કાર મા લેવા મુકવા જાઉં તે ઠીક રહેશે,”
“ પણ તમને એટલો ટાઈમ મળશે..?”
“હમણા તો ફ્રી જ છું. પછી કઈક રસ્તો કાઢીશું.તો હું કાલેજ તાલુકા ની સ્કૂલે તેને લઇ જઈશ. સ્કૂલ નો ટાઈમ શું હોય છે..?”
“અગિયાર વાગ્યા નો.”
“ ok. તો કાલે દશ વાગ્યે તેને તૈયાર કરી દેજે.”
મિતાલી પણ સાંભળી ને ખુશ થઇ ગઈ. અહી કામ વગર બેસવું તેને ગમતું ન હતું જો સ્કુલ શરુ થાય તો આખો દિવસ સારી રીતે પસાર થઇ જાય.
બીજે દિવસે મિતાલી સવાર થીજ ઉત્સાહ માં હતી. વહેલી તૈયાર થઇ ને તે દાદા ને અને મમ્મી ને પગે લાગી
“ચાલો, આ સૈનિક યુદ્ધ માં જવા તૈયાર છે..!” તેણે બધા ને સલામ કરતા કહ્યું.
“તો ચાલો સૈનિક, બેસી જાવ ગાડી મા “ચીતરન્જને કહ્યું.
ફરીથી એજ તૂટેલા ખાડા ટેકરા વાળા રસ્તા ઉપર ચિતરંજન ની કાર દોડવા લાગી. રસ્તા ની બિસ્માર હાલત નાં કારણે કાર ઉંચી નીચી થતી હતી, કાર નો કીચૂડાટ પણ સંભળાતો હતો.
“ પપ્પા..! રોજ આ રીતેજ મારે જવું પડશે..?” મિતાલી એ એક ખાડા ઉપર જરા ઉછળતા કહ્યું.
“ હમણા તો બીજો રસ્તોજ નથી બેટા..!પણ થોડાજ દિવસ મા આપણે આ રસ્તો સરસ પાકો બનાવી દઈશું. પછી તને લોંગ ડ્રાઈવ ઉપર ફરવા ની મજા આવશે.”તાલુકા મથક દશેક કિલોમીટર દુર હતું. સ્કૂલ નાં કમ્પાઉન્ડ માએ વખતે સ્ટુડંટસ સામુહિક પ્રાર્થના કરી રહ્યા હતા, ચિતરંજન અને મિતાલી કાર ને એક તરફ પાર્ક કરી ને સાઈડ મા ઉભા રહ્યા. પ્રાર્થના સમાપ્ત થતાજ સ્કૂલ નો ઘંટ વાગ્યો અને બધાજ વિદ્યાર્થીઓ શીશ્ત્બદ્ધ રીતે તેમના ક્લાસ મા ગયા. શિક્ષકો પણ તેમના કામે ગયા.
ચિતરંજન મિતાલી નો હાથ પકડી ને પ્રિન્સીપાલ ની ઓફીસ મા ગયો. પ્રિન્સીપાલ મેડમ મધ્યવય ના અને હસમુખા સ્વભાવ નાં હતા તેમને બંને ને આવકાર્યા.
ચીતરંજને મિતાલી નાં સર્ટિ ફિકેટ ની ફાઈલ તેમના સામે મૂકી.
“ આ મારી દીકરી મિતાલી છે , હું હમણાજ અમેરિકા છોડી ને અમારા ગામ વાઘપુર આવ્યા છીએ. મિતાલી ને આપની સ્કૂલ મા દાખલ કરવા નો અમારો વિચાર છે.”
“સારો વિચાર છે, પણ ઘણો કોર્સ ચાલી ગયો છે, મિતાલી પાછળ નહિ રહી જાય..?’મેડમે પૂછ્યું.
“ એનો ટેસ્ટ લઇ ને આપ તેને કયા વર્ગ મા મુકવી એ નક્કી કરી શકશો.અમેરિકા મા તેનો સ્ટડી રેકર્ડ ખુબજ સારો હતો. તેને અહી નો કોર્સ કેચ અપ કરતા વાર નહિ લાગે. “ ચિતરન્જને કહ્યું.
મેડમે ટેબલ ઉપર ની કોલબેલ વગાડી ને પ્યુન ને બોલાવ્યો.
“આ બેબી ને નાયક્સર પાસે લઇ જા, અને તેનો ટેસ્ટ તેમની રીતે લેવા કહે, પછી મને રીપોર્ટ કરે.”
“ મિતાલી પ્યુન સાથે ગઈ
“ મી. ચિતરંજન..!તમે વાઘપુર મા શું કામ કરો છો..?’
“હમણા તો કશું નહિ પણ મારે મારા ગામ ને આદર્શ ગામ બનાવવું છે. થોડી વતન ની સેવા કરવી છે.” “બહુજ સારો વિચાર છે, પણ તમેં અમેરિકા જેવા દેશ મા રહ્યા છો . તો અહી ફાવશે ખરું..?’
“ કેમ નહિ મેડમ..! વતન માટે બધાએ કઈક કરવું જોઈએ એવું હું માનું છું. “
“ તમને શુભેચ્છા પાઠવું છું, પણ ભારત નાં ગામડા અને ગામલોકો સાથે કામ પાડવું બહુજ ટફ કામ છે.”
“ શરૂઆત કર્યા પહેલાજ નિરાશ થવા મા હું માનતો નથી મેડમ”ચિતરંજને આત્મ વિશ્વાસ થી કહ્યું.
મેડમ મિતાલી ની ફાઈલ જોવા મા વ્યસ્ત બન્યા , મિતાલી નો રેકર્ડ જોઈ ને તેમને સંતોષ થયો હોય આવું લાગ્યું.
“ મિતાલી હોશિયાર લાગે છે , છતાં તેને ટ્યુશન ની જરૂર હોય તો કહેજો, ‘ મેડમે વ્યવસાયિક સ્મિત કરતા કહ્યું.
“ ચોક્કસ મેડમ , હું તો અહી કોઈ ને ઓળખાતો નથી.જરૂર પડશે તો આપને જ કહીશ. “ચિતરંજને વિવેક સર કહ્યું.
થોડીજ વાર મા નાયક સર મિતાલી નો હાથ પકડી ને પ્રવેશ્યા.
“ વેરી ગૂડ મેડમ, છોકરી બહુજ હોશિયાર છે, તે બધું કેચ અપ કરી શકે તેમ છે. “
“ગૂડ, તેને એડમીશન આપી શકાશે..?’
“ ચોક્કસ આપી શકાશે. “
મેડમે મિતાલી ને એડમીશન ની પ્રક્રિયા શરુ કરી અને ફી ભરી દેવા કહેવા માં આવ્યું. પછી ચિત રંજને વિદાય લેવા ની રજા માગી.
“ મી. ચુડગર..! તમારું ગામ તો અહી થી ઘણું દૂર છે.”મેડમે કહ્યું.
“હા, તે તો છેજ પણ હું જાતેજ તેને લેવા અને મુકવા આવીશ એવું અત્યારે તો ધાર્યું છે, “તમને તકલીફ પડશે.”
“ હા, પણ બીજો ઉપાય નથી. “
“ હું ઉપાય બતાવું જો તમને યોગ્ય લાગે તો.”
“ જી કહો.”
“અમારી આ સ્કૂલ ની પાસેજ એક હોસ્ટેલ પણ અમે બનાવી છે, ખસ કરી નેબહારગામ થી છોકરીઓ માટેજ આ સગવડ કરી છે, અહી તેમને રહેવા જમવા ની વ્યવસ્થા કરવા માં આવે છે, જો તમને યોગ્ય લાગે તો મિતાલી ને તમે હોસ્ટેલ માં મૂકી શકો છો. “
ચિતરંજને મિતાલી સામે જોયું.
“ કેમ બેટા..! ફાવશે..?રોજ આટલે દૂર થી આવવું જવું એમાં ઘણો ટાઈમ જશે એ તો ખરીજ વાત છે.”
“ મી.ચુડગર , તમે એને હોસ્ટેલ બતાવી દો , જોયા પછીજ તે નિર્ણય લઇ શકશે.”મેડમે સુચન કર્યું.અને પ્યુન ને બોલાવ્યો.
“ કાનજી..! આ લોકો ને હોસ્ટેલ બતાવી દો , અને જે સગવડ આપણે રાખી છે એ પણ સવિસ્તર તેમને સમજાવશો.”સ્કૂલ નાં વિશાળ કંપાઉંડ માજ આવેલી છોકરીઓ માટે ની હોસ્ટેલ બતાવવા કાનજી આગળ થયો.
અત્યારે સ્કૂલ ચાલુ થઇ ગયેલ હોઈ હોસ્ટેલ ખાલીજ હતી.
“ એક રૂમ મા બે છોકરીઓ ને રાખવા માં આવે છે, તેમનું બરાબર ધ્યાન રાખવા મા આવે છે, અહી કોઈ ને કશી તકલીફ નથી. સાંજે આઠ વાગ્યા પછી હોસ્ટેલ ની બહાર જઈ શકાતું નથી. એટલે છોકરીઓ ના રક્ષણ ની પણ ચિંતા રહેતી નથી.” પ્યુને કહ્યું.
“ હોસ્ટેલ ના રેક્ટર કોણ છે..?’ચિતરંજને પૂછ્યું.
“ પ્રિન્સીપાલ મેડમ જ છે. તેઓ આ હોસ્ટેલ માજ રહે છે અને છોકરીઓ નું એક માતા ની જેમ ધ્યાન રાખે છે, “
ચિતરંજને મિતાલી સામે જોયું.
“ કેમ બેટા રહેવું છે હોસ્ટેલ મા..?”
‘ મને તો ફાવશે પપ્પા…! પણ મમ્મી ને પૂછી ને પછી નક્કી કરીએ.”
“ ok. તો આવતી કાલ થી તારે અહી ભણવા આવી જવાનું છે, હું તને લેવા મુકવા આવીશ.અત્યારે તો જઈએ.”” ચિત રંજને મેડમ ની વિદાય લીધી અને બીજા દિવસથી મિતાલી સ્કૂલ મા આવી જશે એની ખાતરી આપી .
બંને સ્કૂલ નાં ગેટ માંથી બહાર નીકળ્યા, ત્યાંજ તેમના આશ્ચર્ય વચ્ચે સામે થી હસતા હસતા લવજી ને આવતો જોયો.લવજી એ હસતા મુખે બે હાથ જોડી ને નમસ્કાર કર્યા.

પ્રકરણ _૯

ચિતરંજને લવજી ના નમસ્કાર સામે ધિક્કાર પૂર્વક મો ફેરવી લીધું અને આગળ વધી ગયો.
“અરે સહેબ, આવડો શું ગુસ્સો..? જરા ઉભા તો રહો…! હું ખાઈ નહિ જાઉં…!”લવજીએ ઉપાલંભ ભર્યા સ્વરે .
ચિત રંજન તિરસ્કાર ભેર ઉભો રહ્યો
“ તારા જેવા ખાઈ જનારા મેં બહુ પગતળે કાઢી નાખ્યા છે સમજ્યો..?મને ઉભો રાખી ને તારે શું કામ છે..?”
“ લે…! ગામ નો માણસ મળે તો બે ઘડી વાતેય ન કરે..?” લવજીએ એજ હસતી મુખમુદ્રા એ કહ્યું.
“ બોલ શું વાત કરાવી છે..?”
“ બેબીબેન ને અહી ભણવા મુક્યા..?’લવજીએ મિતાલી સામે જોતા કહ્યું.
“ હા, તને કાઈ વાંધો છે..?”
“ મને શું વાંધો હોય સાહેબ, આ તો હું અવારનવાર અહી આવતો હોઉં છું એટલે કોઈ વાર જરૂર પડે તો બેબીબેન મને કહી શકે ને એટલે કહું છું.”લવજીએ કહ્યું.
“એવી કોઈ જરૂર નહિ પડે. હવે હું જાઉં..?’ચિતરંજને તિરસ્કાર થી કહ્યું.
“ રામરામ સાહેબ , કાઈ કામ હોય તો જરૂર કહેજો હો…! મને પારકો ન સમજતા…!” લવજી એ એવા જ હસતા મુખે કહ્યું.
પાછા વળતા વચ્ચે તાલુકા પંચાયત નું મકાન આવ્યું. ચિત રંજન ને થયું કે એક વાર અહી ના સત્તાધારીઓ ને મળી લેવાય તો સારું.
તે મિતાલી નો હાથ પકડી ને પંચાયત ભવન નાં પગથીયા ચઢવા લાગ્યો.
એક મોટા રૂમ મા પાંચેક કારકુનો નાં ટેબલ ગોઠવાયેલા હતા,
“ મારે તાલુકાપંચાયત નાં પ્રમુખશ્રી ને મળવું છે.” એક ટેબલ પાસે જઈ ને તેમણે કહ્યું.
એ કારકુને જરા તોર થી ઊંચું જોયું.
“શું કામ છે..?”તેને રોફ થી પૂછ્યું.
“મારે તેમનુજ કામ છે, તેઓ તેમની ઓફીસ મા છે ને..?”
“પણ તમારે કામ શું છે..?”
“ મારે એમનું કામ છે, તમને શા માટે મારે કહેવું જોઈએ..?”ચીતરંજને જરા મિજાજ ગુમાવતા કહ્યું.
‘ જુઓ આ સરકારી ઓફીસ છે, પંચાયત પ્રમુખ કે ટી.ડી .ઓ.સાહેબ એમ ગમે તેને મળવા નવરા નથી હોતા. “
“ ગમે તેવા એટલે..? હું દેશ નો નાગરિક છું, અને તમે બધાજ લોકો ના સેવકો છો, તમે માલિક ની જેમ કેમ વર્તો છો..?તમે લોકો નું કામ કરવા અહી બેઠા છો અને હું પબ્લિક નો પ્રતિનિધિ છું, મને કહો કે અંદર કયા સાહેબ બિરાજે છે..?’ચિત રંજન નો અવાજ જરા ઉંચો થયો.
“તમે આ રીતે વાત ન કરો, સરકારી નોકર નું અપમાન કરવા બદલ તમને શિક્ષા થઇ શકે છે..!”પેલો કર્મચારી તોર થી બોલ્યો.
ચિતરંજન આ ઠંડી બેદરકારી થી ગુસ્સો કરી ને ઉભો થઇ ગયો, અને કોઈ રોકે તે પહેલા તે સામે દેખાતી ટી.ડી. ઓ, ની ચેમ્બર નું બારણું જોશ ભેર ખોલી ને અંદર પ્રવેશ્યો.
અંદર બેઠેલા પ્રમુખ અને તાલુકા ડેવ્લપ્મેન્ટ ઓફિસર જરા ચોંકી ગયા.
“અરે અરે…! કોણ છો તમે..? આમ અંદર નહિ ઘુસી આવવાનું..”ટી.ડી ઓ.સાહેબ બોલી ઉઠ્યા,
“ કેમ ? એવું અહી શું ખાનગી છે..?અમારા ટે ક્ષ ના પૈસા થી તમે અહી સાહેબ બની ને બેઠા છો અને અમારી વાત પણ સાંભળવા ની તમારી તૈયારી નથી..?તમે અંગ્રેજ શાહી મા જીવો છો..?તમે પબ્લીક્સર્વંટ છો અને પબ્લિક નું સાંભળવા તૈયાર નથી..?’ચિત રંજને ટેબલ ઉપર હાથ પછાડ તા કહ્યું.
બંને જરા ડઘાયા.
“ તમારો પ્રોબ્લેમ શું છે મિસ્ટર..?”ટી.ડી.ઓ.એ કહ્યું.
“તમે બધાજ આ દેશ નાં પ્રોબ્લેમ છો. મારે તમને મળવું હતું તો બહાર બેઠેલો તમારો મદદનીશ મને અંદર આવવા દેતો ન હતો , “
“ એ એની ફરજ બજાવે છે, એમાં તમને શું વાંધો છે..?’
“ મને એવાંધો છે કે તમે લોકો નું કામ કરવા અહી બેઠા છો અને લોકોએ તમને મળવા માટે કાકલુદી કરવાની..?મારે તમને મળવું જરૂરી છે, અને તમે આમ કિલ્લા બાંધી ને બેસી જાઓ એ કેમ ચાલે..?’
ચિત રંજન નો દેખાવ અને બોલવા ની છટા જોઈ તાલુકા પંચાયત નાં પ્રમુખ વચ્ચે પડ્યા.
“તમે બેસો અને શું કહેવું છે તે શાંતિ થી કહો.”
ચિત રંજન ખુરશી ઉપર બેઠો , અને રૂમાલ કાઢી ને મુખ ઉપર નો પસીનો લુછ્ચ્વા લાગ્યો.
પ્રમુખે પટાવાળા ને બોલાવી ને પાણી મંગાવ્યું. ચિત રંજન અને મિતાલી એ પાણી પીધું.
“ જુઓ. મારું નામ ચિતરંજન ચુડગર છે, હું તાજેતર માજ અમેરિકા સદાને માટે છોડી ને મારા ગામ વાઘપુર મા સેટલ થવા આવ્યો છું, “
“ અમેરિકા છોડી ને આવા નાના વાઘપુર મા સેટલ થવું છે..?’ટી.ડી .ઓ. જરા વ્યંગ મા બોલ્યો.
“ હાજી, મારું ગામ છે, મારું વતન છે, તમને કાઈ વાંધો છે..?’
“ નાં , મને શું વાંધો હોય..?’ટી.ડી.ઓ. જરા ભોંઠો પડતા બોલ્યો.
“હું અમેરિકા મા ઘણું કમાયો છું, અને મારે મારા ગામ માટે થોડા પૈસા ખર્ચવા છે, “
પૈસા ની વાત સાંભળી ને પ્રમુખ અને ટી.ડી.ઓ. એ સામસામે જોયું.
“ તમે એક્ચ્યઉલી શું કરવા માગો છો..? ‘પ્રમુખે પૂછ્યું.
“ મારે તો ઘણું કરવું છે, સૌ પ્રથમ તો અમારા ગામ થી સ્ટેશન જવા માટે નો રસ્તો મારે સારો બનાવવો છે, “
“ પણ એ કામ તો જીલ્લા પંચાયત નું છે, તમારે શામાટે કરવું છે..?’ટી.ડી.ઓ. એ પૂછ્યું.
“ જો એ કામ જિલ્લાપંચાયત નું છે તો આજ દિન સુધી કેમ થયું નથી..?”ચિતરંજને પૂછ્યું.
‘ જુઓ મિસ્ટર, એમ કહો તેમ કામ ન થાય. એની આખી પ્રોસીજર હોય છે, જાહેર કામ કોઈ એક વ્યક્તિ ની ઈચ્છા મુજબ થતા નથી “ટી.ડી.ઓ. સાહેબે કહ્યું.
“ તો કેવી રીતે થાય છે..?”
“ એ માટે તો જીલ્લા પંચાયત ની મંજૂરી લેવી પડે, વાર્ષિક બજેટ મા આ કામ માટે પ્રોવિઝન હોવું જોઈએ, પ્લાન મંજૂર કરાવવો પડે, ખોદકામ ની પરમીશન લેવી પડે, ડામર માટે અરજી કરવી પડે, અને સુપરવિઝન પણ થવું જોઈએ. આમ તમે આવી ને કહો એમ રસ્તો ન બને.”ટી.ડી.ઓ. એ પરિસ્થિતિ સમજાવતા કહ્યું.
“ પણ હું મારા પોતાના પૈસે આ કામ કરવા માંગતો હોઉં તો..?”ચિત રંજને બંને ને ચોકાવ્યા
“તમારે આ કામ શામાટે કરવું પડે..? સરકાર બેઠી છે, તે કરશે.”પ્રમુખે કહ્યું.
“ સરકાર બેઠી છે એજ વાંધો છે, વાઘપુર અને આસપાસ નાં ગામો નાં લોકો રસ્તા નાં અભાવે કેટલા હેરાન થાય છે એ સરકાર ક્યારે જોશે..?અને જો હું મારા પૈસા નો ઉપયોગ કરતો હોઉં તો સરકાર માટે તો સારુજ છે ને..?”ચિતરંજને કહ્યું. ,
“ પૈસા તમારા હોય એટલે તમને પંચાયત ની હદ મા ગમે તે કરવા નો અધિકાર નથી મળી જતો.”ટી.ડી.ઓ. એ કહ્યું.
“ હું ગમે તે કરવા નથી માંગતો. હજારો લોકો ને પડતી હાલાકી દૂર કરવા કામ કરવા માગું છું. પછી સરકાર ને શું વાંધો હોઈ શકે..?’ચિતરંજને કહ્યું.
“ તો તમને એક સરળ ઉપાય બતાવું…!” પ્રમુખે ટી.ડી.ઓ.સામે નજર કરી લઇ ને કહ્યું.
“જરૂર બતાવો.”ચિત રંજને કહ્યું.
“ તમે જેટલા નાણા ખર્ચવા માગો છો તે પંચાયત ને ડોનેશન તરીકે આપી દો , પછી તમારે કશું જોવાનું નહિ રહે, અને સરકારી રાહે રસ્તોબની જશે.”
ચિતરંજન નાં મુખ ઉપર સ્મિત આવી ગયું.
“ એટલે મારે નાણા આપી દેવાના, પછી કામ થાય છે કે નહિ અથવા કેવું મજબૂત થાય છે તે મારે જોવાનું નહિ એમજ ને..?’
“ અમે કામ સારુજ કરીશું. અમને અનુભવ છે, અમારી પાસે એક્ષ્પર્ટો ની ટીમ છે, જરૂર પડ્યે અમે સરકાર ને પણ આ કામ મા ખેંચીલાવીશું. એ બધું તમે નહિ કરી શકો.”
‘ સોરી સાહેબ, હું મારા નાણા વેડફી નાખવા નથી આવ્યો, હું જાતેજ કામ કરવા માગું છું, એ માટે મારે શી ફોર્માલીટી કરવી પડે એજ માત્ર તમે મને સમજાવો.”
પ્રમુખ અને ટી.ડી.ઓ. નું મો બગડી ગયું.
“ અમે તો તમને માર્ગ બતાવ્યો તમને અમારા માં વિશ્વાસ ન હોય તો અમને પૂછવાનો અર્થ નથી.”પ્રમુખે કહ્યું.
“એનો અર્થ એ કે તમને પૈસા બનાવવા માજ રસ છે, લોકો નું કામ કરવા માં જરા પણ રસ નથી.ok, હું જિલ્લાપંચાયત મા જઈશ. મને આશા છે કે ત્યાં તમારા કરતા વધુ સમજદાર લોકોબેસતા હશે..! “ કહી ચિત રંજન ઉભો થયો. તેને મિતાલી નો હાથ પકડ્યો અને ચેમ્બર ની બહાર નીકળી ગયો.
બહાર બેઠેલા બધાજ કારકુનો તેનેજોઈ રહ્યા.
ચિત રંજન પેલાજ મુખ્ય ક્લાર્ક પાસે આવ્યો.
“ થેંક યુ દોસ્ત..! તમે મને રોકતા હતા એ વ્યાજબી જ હતું, કારણ અંદર બેઠેલા માણસો કામ કરવા નહિ પણ હેરાનગતિ કરવા માટેજ બેઠા છે , થેંક યુ અગેઇન..!’કહી તે મીતાલી ને લઇ ને બહાર નીકળી ગયો.

પ્રકરણ _૧૦

તે ઘરે આવ્યો ત્યારે નિશા અને રસીક્દાદા તેનીજ રાહ જોતા હતા,
“ આવી ગયો ભાઈ…! ચાલો હવે જમી લઈએ”રસીક્દાદા એ કહ્યું.
જમવા ની થાળીઓ પીરસાઈ હાથપગ મો ધોઈ ને ચિતરંજન બધાની પંગત મા જમવા બેઠો
“ શું કરી આવ્યા પછી..?મિતાલી ને એડમીશન મળી ગયું..?’ નિશા એ પૂછ્યું.
‘ હા, મિતાલી નો ટેસ્ટ પણ લેવા મા આવ્યો અને એ ખુબજ સફળ થઇ. તેને તુરતજ એડમીશન મળી ગયું. “
“આવતી કલ થીજ તેણે સ્કૂલ જવું પડશે ને..?’નિશા એ પૂછ્યું.
“ મમ્મી..! અમે સ્કૂલ ની છોકરીઓ માટે ની હોસ્ટેલ પણ જોઈ,ત્યાંજ રહેવાનું. ભણવાનું અને જમવાનું પણ ત્યાંજ મને તો બહુ ગમ્યું.”
નિશા એ તેના માથા ઉપર ટપાલી મારતા કહ્યું
“અત્યારે આટલી રાજી થાય છે પણ પહ્હી રડતી રડતી પાછી ન આવતી…!”
“ મિતાલી ને ગમે એવું છે, હું તેની હોસ્ટેલ નાં રેક્ટર ને પણ મળ્યો. બહુ સારા મેડમ છે, છતાં જો મિતાલી ને ન ફાવે તો હું રોજ તેને લેવા મુકવા જઈશ,!”ચીતરંજને કહ્યું.
“ તું ચિંતા ન કરીશ એમ તો અરજણ ની ઘોડા ગાડી પણ ક્યા નથી..?.”રસિક દાદા એ કહ્યું.
“ઘોડાગાડી તો રસ્તો સારો બની જાય પછીજ કામ લાગશે. બાપુ, હું વળતા તાલુકા પંચાયત નાં ટી.ડી ઓ. ને પણ મળતો આવ્યો. અને મારો ઈરાદો તેમને જણાવ્યો..”ચિત રંજને કહ્યું.
“એમ તે તો સારી ઝડપ કરવા માંડી…!”દાદાએ કહ્યું.
“આપણી ઝડપ શા કામ ની બાપુ..!”ચિતરંજન એ જરા હતાશ સવારે કહ્યું. અને પંચાયત ઓફીસ મા બનેલી બધી વિગત કહી.
“ રસીક્દાદા જરા હસ્યા.
‘ તે જોયું ને કઈ જાત નાં લોકો અહી વસે છે..? આવા લોકો માટે તારે ઘસાઈ છૂટવું છે..?બધેજ આવું ચાલે છે, હવે જીલ્લા પંચાયત મા શું થાય છે તે જોજે..!”રસીક્દાદા એ કહ્યું.
‘સરકારી નોકરો નો અનુભવ તો બહુ સારો ન રહ્યો, હવે ગામ નાં આગેવાનો નો કેવો પ્રતિભાવ છે એ જોવાનું રહ્યું.
“ દાદા…!અમને પેલો લવજી મળ્યો હતો…!” મિતાલી એ વચમાં જ કહ્યું
“રસીક્દાદા નાં ભવા ચઢ્યા.
“ એ ગુંડો તમારો પીછો તો નહોતો કરતો ને..?’
“એવુજ લાગે છે, વાતો તો બહુ સારી કરી, પણ મને તેનો વિશ્વાસ નથી પડતો. એ કાઈ નવાજુની કરશે ખરો એમ લાગે છે.”ચિત રંજને કહ્યું.
“અરે તેના શા ભાર છે, પણ આપણે સાવધ રહેવું. હું પોલીસ મા તેની ફરિયાદ લખાવી દઉ છું, “રસીક્દાદા એ કહ્યું.
“ઉતાવળ ન કરશો. હજી તેણે કોઈ દેખીતું પગલું ભર્યું નથી માત્ર આપણી શંકા નાં આધારે પોલીસ મા ફરિયાદ કરવી એ મને વ્યવહારુ નથી લાગતું. “ચિતરંજને કહ્યું.
રસિક દાદા એ સાંભળ્યું ખરું પણ મન ઉપર લીધું નહિ.
‘એ કાઈ કરે પછી પોલીસ માં ફરિયાદ કરવા નો શો અર્થ..?તું ચિંતા ન કરીશ. એ તો બધું બરાબર થઇ જશે. કહી રસીક્દાડા એ જમવા નું પૂરું કરી હાથ ધોવા વોશબેઝીન તરફ ગયા.
“ મને તો લાગે છે કે મિતાલી ને હોસ્ટેલ માજ મૂકી દઈએ. ત્યાં તેનું ધ્યાન રાખનાર પણ હોય, એકલા બહાર જવા ન દે એટલે આવા મવાલીઓ નો પડછાયો તેના ઉપર ન પડે.”નિશા એ કહ્યું.
“પણ મિતાલી…! તને ફાવશે..?’ચીતરંજને મિતાલી ને પૂછ્યું.
“ મને તો બહુજ ગમશે. મારા જેવડા કેટલા છોકરા છોકરીઓ ની કંપની મળશે, ઉપરાંત રેક્ટર મેડમ પણ મને તો તારા જેવાજ લાગ્યા મમ્મી…!”
નિશા એ તેના ગાલ ઉપર ચીમટો ભરતા કહ્યું “ એ તો જોઈ શું ને…!બે દિવસ મા પાછી ન આવે તો ખરી કહું..!”
“ જોજે ને..! ‘ કહી મિતાલી એ મમ્મી ને અંગુઠો બતાવ્યો.

Posted ઓક્ટોબર 18, 2017 by sureshmsheth67 in Uncategorized

રોગચાળો . રોગચાળો આપણા દેશ મા અને ખાસ કરી ને ગુજરાત મા દર વર્ષે વકરે છે એવું આપણે જોઈએ છીએ, પહેલા મેલેરિયા થી બધાજ પરેશાન થયા, મેલેરિયા નાબુદી માટે ઊંચા પગારે યુવાનો ને નોકરીઓ આપવા મા આવી હતી એ મને યાદ છે, ત્યારે સરકારી ક્લાર્ક ને ૧૦૦ રૂપિયા પગાર મળતો ત્યારે મેલેરિયા કાર્યકરતા ને ૧૭૫ રૂપિયા નો માતબર પગાર આપવા મા આવતો એ મેં જાતે જોયું છે, એક વાર તો આપણે મેલેરિયા ને તદ્દન નાબુદ કર્યો છે એવું જાહેર પણ થઇ ગયું હતું. મેલેરિયા નાં એનોફીલીસ મચ્છર તદ્દન ઓળખાઈ જતા, તે દીવાલ ઉપર બેઠું હોય તો દીવાલ મા ખીલી ખોડી હોય એમ બેસતું, મેલેરિયા સામે લડવા મા ક્વિનાઈન નામની દવા ખુબ ચાલતી હતી. પણ દિવસે દિવસે મચ્છરો એ એ દવા ની અસરકારકતા સામે પ્રતિકાર શોધી કાઢ્યો અને નાબુદ થયેલો મેલેરિયા ફરી થી બમણા જોર થી ત્રાટક્યો. મેલેરિયા સામે તો લડવું સહેલું હતું, પણ એ પછી નવા નવા રોગો નો પ્રાદુર્ભાવ થવા લાગ્યો. ઇન્ફ્લ્યુએન્ઝા જેને લાડ મા ફ્લ્યુ કહેવા મા આવતું. એ એક વાર દેશભર મા ફેલાયો હતો. મારી સોળ સત્તર વર્ષ ની ઉમર વખતે મને પણ આ ફ્લ્યુ થયો હતો. એ વખતે અમારી બાજુ માં જ આવેલા સરકારી દવાખાના ની દવા કરવા માં આવી હતી. મારો અનુભવ છે કે ફ્લ્યુ મા તાવ આવતો. મોઢામાં લાળ ખુબજ પ્રમાણ મા આવતી અને તેનો રીતસર કોગળો જ કરવો પડતો. એ વખતે એવી વાત આવી હતી કે ફ્લ્યુ થી બચવા દર્દી ની પથારી ની આસપાસ કાંદો કાપી ને રાખવો જોઈએ, જેથી ફ્લ્યુ ના જીવાણુઓ કાંદા નાં કારણે દૂર થઇ જતા, એમ માનવા મા આવતું. કાંદો ખાવા થી પણ ફ્લ્યુ કાબુ માં રહેતો એવું પણ ચાલ્યું હતું. .બીજું તો બધું ઠીક પણ આ બહાને અમને જૈન પરિવાર હોવા છતાં કાંદા ખાવા નાં મળતા હતા…! એ સમયે સારવાર પધ્ધતિ આટલી જટિલ ન હતી. સરકારી દવાખાના નાં ડોક્ટર નટુભાઈ ની દવાથી જ થોડા સમય માજ ફ્લ્યુ મટી ગયો. આજ ની જેમ રિપોર્ટો કઢાવી ને વાત ને ગુંચવવા મા આવતું ન હતું, બીજું ગામ ની શુદ્ધ હવા પણ રોગ સામે લડવા માં મદદ કરતી હશે, તેથી ફ્લ્યુ બહુ ડરવા જેવો રોગ લાગતો ન હતો. એ પછી તો બર્ડ ફ્લ્યુ, મરઘી જેવા પક્ષીઓ નાં કારણે ફેલાયો, જે શાકાહારીઓ ને પણ થવા લાગ્યો. એક તબક્કે તો બર્ડ ફલ્યું ના પગલે લાખો મરઘીઓ ને મારી નાખવા મા આવી હતી એવું કઈક યાદ છે. આ નવા રોગો ની રસી તથા દવા શોધવા મા પણ ઘણો સમય ગયો. ત્યાર પછી તો ડુક્કર નાં ચેપ નાં કારણે સ્વાઈન ફ્લ્યુ , એ પછી ચીકન ગુનિયા, અને ડેન્ગ્યું જેવા અવનવા રોગો ધરતી ઉપર ઉતરવા લાગ્યા, આજે ચીકન ગુનિયા, ફાલ્સીફેરમ, સ્વાઈન ફ્લ્યુ ડેન્ગ્યું જેવા રોગો એ ખાસ કરી ને ગુજરાત ને ભરડો લીધો છે, ચોમાસું ગયું છે, સુકી ગરમ હવા પણ ચાલુ થઇ છે તે છતાયે આ રોગચાળો હજી ચાલુજ છે, દર વર્ષે આ રોગો ચોમાસા નાં પહેલા વરસાદ પછી શરુ થાય છે, અને છ થી સાત કે આઠ મહિના સુધી તેનો દુસ્પ્રભાવ ચાલુ રહે છે, આ રોગો કેમ કાબુ મા નથી આવતા..?ગંદકી, જવાબદાર છે..? કે પછી દવાઓ બનાવટી થઇ ગઈ છે,,? ડોકટરો વધુ કમાઈ લેવા અસરકારક સારવાર ઈરાદાપૂર્વક નથી કરતા..?જો એક નાના ગામ નાં સરકારી દવાખાના ની દવા થી મારા જેવા ને થયેલો ફ્લ્યુ મટી જતો હોય તો મોટી મોટી કોર્પોરેટ હોસ્પિટલો કેમ આ રોગો ને મિટાવી નથી શકતી..? આપણે ઈમ્યુંનીટી ગુમાવી છે..? દવાઓ અસરકારક નથી રહી..?કે ડોકટરો તેમનો ધર્મ ભૂલી ગયા છે..?મોટા ભાગે આવા રોગો ની સારવાર કરનાર ડોકટરો ને આવા રોગો થતા બહુ સાંભળ્યા નથી. આનું કઈક કારણ તો હશે ને..? પ્રથમ પ્રશ્ન તો એ થાય છે કે આ બધા રોગ નાં જીવાણુઓ એકાએક ક્યા થી ત્રાટકે છે..? દરવર્ષે ચોમાસા નાં ભેજયુકત વાતાવરણ મા આ રોગો પ્રસરે છે, અને છેક શિયાળો બેસે ત્યારે દૂર થઇ જાય છે , તો શું કોઈ આવા રોગ નાં જીવાણું ઓ ઈરાદાપૂર્વક છોડી જાય છે..? આ પ્રકાર ના નવા જુના રોગો અમદાવાદ જેવા શહેરો માજ વધુ દેખાય છે , મુંબઈ, ચેન્નાઈ, કે દિલ્હી મા આ રોગો બહુ સંભળાતા નથી એનું પણ કોઈ કારણ તો હોવુજ જોઈએ, નાના ગામડા માં પણ આવા રોગો બહુ દેખાતા નથી. તો અમદાવાદ મા એવું શું છે કે રોગ નો દુષ્પ્રભાવ દૂર થતો જ નથી..? આપણે આટલી પ્રગતિ કરી , અનેક રોગો ઉપર કાબુ મેળવ્યો છે પણ આ પ્રવાસી રોગો ને કેમ નાથી શકતા નથી..?આ રોગ ના વિષાણું એવા કેવા છે કે વીજ્ઞાન પણ એની સામે લાચાર બની જાય છે..? આ વિષાણું અન્તરિક્ષ માં થી તો નથી આવતા..?દર વર્ષે નિયમિત તેમનું આગમન થાતુજ રહે છે, તો એ તેને રોકી કેમ નથી શકાતા..? બીજી બાજુ એ પણ એટલુજ ખરું છે કી આ રોગો વ્યાપક પ્રમાણ મા નથી આવતા, શહેર ની પચાસ સાઠ લાખ ની વસ્તી મા બધાનેજ આ રોગ નાં ભોગ બનવું નથી પડતું, પ્રમાણ મા બહુ થોડી સંખ્યા નાં લોકો નેજ આ રોગ ઝડપે છે, પહેલા પ્લેગ જેવા રોગો સર્વવ્યાપી થઇ ને આવતા, એવું આ ડેન્ગ્યું કે સ્વાઈન ફ્લ્યુ નાં આક્રમણ મા નથી થતું. છતાં આ રોગો નો ઉપદ્રવ તદ્દન મિટાવી કેમ નથી શકાતો એ સમજવાની વાત છે. એની દવા કે રસી કેમ શોધાતી નથી..?તમે ટી.બી.સામે લડી શકો છે, કેન્સર સામે સંશોધનો થયા કરે છે, તમે પોલીયો સામે લડી શકો છો , તમે અપંગો ને સહાયરૂપ થઇ શકો છો ,તમે નેફ્રોલોજી, ન્યુરોલોજી , હૃદયરોગ સામે લડી શકો છો,શીતળા જેવા રોગ ને કાબુ કરી શકો છો, તો આ તુચ્છ મચ્છરજન્ય રોગ સામે કેમ લાઈલાજ છો..? કોન્ગ્રેસ્મૂક્ત ભારત કે ભાજપ મુક્ત ભારત ના બદલે રોગ મુક્ત ભારત તરફ પ્રથમ ધ્યાન આપવા ની જરૂર છે. આ માટે લોકો ને જંકફૂડ ત્યાગવા ની , અનહેલ્ધી રહેણીકરણી છોડવા ની ,વ્યસનો ત્યાગવા ની તાલીમ આપવા ની જરૂર છે. સ્વચ્છતા માત્ર નેતાઓ નાં ફોટા છાપવા થી નહિ આવે, એ માટે સખત કાયદો કરવો જોઈએ, કોઈ દેશ નો વડો પ્રધાન હાથ મા સાવરણો લઇ ને સાફ જગ્યા ને સાફ કરતો હોય તો દેશ મા રોગને માટે કોઈ જગ્યાજ ન રહે, પણ આ દેખાવ એક નાટક જ હોય છે. ફોટા પડે એ પછી આ નેતાઓ એક મિનીટ પણ ઝાડું હાથ માં રાખતા નથી. રોગ ના મચ્છરો પણ આ નૌટંકી જોઈ ને કદાચ હસતા હશે….!   Leave a comment

Posted ઓક્ટોબર 18, 2017 by sureshmsheth67 in Uncategorized

ગુજરાત .   Leave a comment

ગુજરાત .

ગુજરાત નું અસ્તિત્વ આજકાલ નું નથી. સમ્રાટ હર્ષવર્ધન નું સામ્રાજ્ય નબળું પડ્યું અને મૈત્રક વંશ પણ નબળો પડ્યો, ત્યારે તેના ઘણા સૂબાઓ સ્વતંત્ર થવા લાગ્યા, તે પૈકી એક વનરાજ ચાવડા હતો. , ચાવડાઓ ક્યા થી આવ્યા એબહુ ખબર નથી, કોઈ તેમને દરિયાયી ચાંચીયા પણ કહેતા, ચાવડા એ ચાપોત્કટ શબ્દ નો અપભ્રંશ છે, એનો અર્થ જેમનું ધનુષ એટલે કે ચાપ સદાયે ઉત્કટ એટલે કે સજ્જ હોય છે તેવા લોકો. વનરાજ ના પિતા જયશિખરી બહુજ બહાદૂર હતો તેને સ્થાપેલા પંચાસર રાજ્ય ઉપર તેના શત્રુ એ આક્રમણ કર્યું ત્યારે કહેવાય છે કે જયશિખરી નું મસ્તક કપાયા પછી તેનું ધડ ત્રણ દિવસ લડ્યું હતું.
જયશિખરી ના પતન પછી તેનો પુત્ર વનરાજ ઠેર ઠેર ભટકતો થઇ ગયો હતો. તેના પિતા નાં શત્રુઓ હજી તેને શોધી રહ્યા હતા અને તેને ખતમ કરવા ની યોજનાઓ ચાલુજ હતી. એટલે વનરાજે ઠેર ઠેર ભટકવું પડતું હતું. આજીવિકા ચલાવવા તે લુંટ ફાટ પણ કરતો કદાચ એ કારણેજ ચાવડાઓ ને ચોર લુંન્ટારા સમજવા માં આવતા હશે. . આવીજ રખડતી અવસ્થા મા તેને એક અણહિલ નામનો ભરવાડ મિત્ર મળી ગયો. બંને મળી ને લુંટ ફાટ ચલાવવા લાગ્યા. એજ અરસા માં તેમને એક વણિક મુસાફર મળી ગયો. તેમણે તેને ઉભો રાખ્યો અને જે હોય તે આપીદેવા સુચન કર્યું, વણીકે પોતાની પાસે નાં પાંચ તીર પૈકી ત્રણ તોડી નાખ્યા અને બે રાખ્યા. વનરાજે પૂછ્યું કે તે આવું કેમ કર્યું..? તને અમારો ભય ય નથી લાગતો..?
વણીકે કહ્યું કે તમે બે છો માટે બે તીર રાખ્યા છે, વધારે ભાર શા માટે વેન્ઢારવો ..?
વનરાજે કહું કે તને વિશ્વાસ છે કે તારા બંને તીર નું નિશાન ચુકાશેજ નહિ..?
“ નાં, મારું નિશાન સચોટ હોય છે, મારી પાસે બે તીર છે, તમે પણ બે છો તો હવે આવી જાઓ…!
વનરાજ તેના આત્મવિશ્વાસ થી બહુજ અભિભૂત થયો તેને કહ્યું કે અમારે તારી સાથે લડવું નથી પણ તું તારી નિશાનબાજી અમને બતાવ , પેલા વ્રુક્ષ ઉપર નું ફળ વીંધી બતાવ “
વણીકે ધનુષ ઉઠાવ્યું અને એક પલ મા દર્શાવેલું ફળ વીંધી નાખ્યું. વનરાજ બહુજ ખુશ થયો તેણે પોતાની ઓળખ આપી , અને શત્રુ રાજા નાં હાથ માંથી પિતા નું રાજ્ય પાછું મેળવવા નો પોતાનો સંકલ્પ દર્શાવ્યો. વણિક પણ પોતાના જુના રાજા નાં કુવર ને મળી ને ખુબ ખુશ થયો, અને વનરાજ સાથે જોડાયો એ વણિક નું નામ ચામ્પરાજ હતું, લોકો તેને ચાંપો વાણીયો કહેતા, આ ચાંપો જ ભવિષ્ય મા વનરાજ નો મંત્રી બન્યો. ચાંપા અને અણહિલ ની સહાય થી વનરાજે પોતાનું પંચાસર નું રાજ્ય પાછું મેળવ્યું. પંચાસર ગુજરાત નું પ્રથમ પાટ નગર બન્યું. વનરાજ પછી જે ચાવડા રાજાઓ થયા તેઓ બહું ઝળક્યા નથી.
ચાવડા વંશ પછી મુલરાજ સોલંકીએ એ ગુજરાત નું સુકાન સંભાળ્યું. એ વખતે જુનાગઢ,, ગુજરાત નાં રાજ્ય ના તાબા માં ન હતું. ભરૂચ એટલે કે એ સમય નું ભ્રુગુકચ્છપણ ગુજરાત ની સતા ની બહાર હતું. એ પ્રદેશ એ વખતે લાટ પ્રદેશ કહેવાતો. ભીમદેવ અને કર્ણદેવ નાં સમય મા લાટ જીતી લેવા મા આવ્યું અને ગુજરાત મા ભેળવી દેવા મા આવ્યું. જુનાગઢ પણ ભીમદેવ સાથે નાં લગ્નપ્રસંગ થી ગુજરાત સાથે જોડાયું. આમ ગુજરાત નો વિસ્તાર વધતો ગયો.
સિદ્ધરાજ આ ચૌલુક્ય વંશ નો ખુબજ પ્રતાપી રાજા થયો, તેણે જુનાગઢ, માળવા અન કચ્છ સુધી ગજરાત નો વિસ્તાર વધાર્યો. ગુજરાત નાં શાશકો મા કુમારપાળ પછી કોઈ પ્રતિભાવંત રાજા થયો નહિ, , એમના પછી વાઘેલાઓ એ ગુજરાત નું શાશ્સ્ન સંભાળ્યું. કર્ણદેવ વાઘેલો આ વંશ નો છેલ્લો રાજા થયો, એ પછી મુસ્લિમ શાશન દેશભર મા છવાઈગયું.
આઝાદી પછી રાજ્યો નું વિલીનીકરણ થયું, એ વખતે ગુજરાત મુંબઈ રાજ્ય સાથે જોડાયેલું હતું અને સૌરાષ્ટ્ર અલગ રાજ્ય હતું. તે ગુજરાત સાથે જોડાયેલું ન હતું, રાજ્યો ની પુનર્રચના વખતે gujrat ને મુંબઈ રાજ્ય થી અલગ કરવા માં આવ્યું અને સૌરાષ્ટ્ર ને આ નવા ગુજરાત સાથે જોડી દેવામાં આવ્યું. મુંબઈ રાજ્ય ને મહારાષ્ટ્ર બનાવવા મા આવ્યું અને gujrat ને મહાગુજરાત તરીકે ઓળખાવવા મા આવ્યું.
મુંબઈ રાજ્ય થી છુટા પડેલા ગુજરાત નો વિકાસ નહીવત હતો, સારા રસ્તાઓ. સારું સચિવાલય, સારા ડેમ પ્રોજેક્ટ , પિયત ની સગવડ નો અભાવ,સુકી નદીઓ. , નિમ્નસ્તર ની ખેતી, અને કોઈ સારા ઉદ્યોગો વિના નું ગુજરાત એ વખતે આપણ ને વારસા મા મળ્યા હતા. લગભગ બધુજ નવેસર થી કરવા નું હતું. પરંતુ એ વખત નાં પ્રમાણિક અને સમર્પિત નેતાઓ ડો. જીવરાજ મહેતા નાં નેતૃત્વ નીચે કમર કસી ને કામે લાગ્યા હતા, તેમની સચ્ચાઈ અને પરિશ્રમ નાં કારણે આજે ગુજરાત એક સરસ રાજ્ય બની ગયું છે, જો ગુજરાત ની શરૂઆત નાં દિવસો સાથે સરખામણી કરીએ તો આજનું ગુજરાત ઘણું જ વિકસિત અને શક્તિશાળી રાજ્ય બની ગયું છે, આ બધું થવાનું કારણ નિષ્ઠાવાન નેતૃત્વ, સમર્પિત કાર્યકર્તાઓ, ઔદ્યોગિક સ્કીલ નો વિકાસ, ખેતી મા હરિતક્રાંતિ નું આગમન, દૂધ નું દેશવ્યાપી નેટવર્ક, અને સહકારી ક્ષેત્રે ખાંડ નાં કારખાનાઓ , પ્રોસેસિંગ મંડળીઓ નો આવિર્ભાવ, અને લઘુઉદ્યોગો ને આપવા મા આવેલ પ્રાયોરીટી તેમજ ગુજરાત ની સાહસિક ,અને વેપારી સુઝબુઝ ધરાવતી પ્રજા નેજ કારણ રૂપ ગણી શકાય, ગુજરાતે શૂન્ય માંથી સર્જન કર્યું છે એમ કહીએ તો ખોટું નહિ કહેવાય.
હવે લોકશાહી રાજ્યવ્યવસ્થા મા રજવાડાઓ નો પરસ્પર સાથે નાં યુધ્ધો. વિસ્તારવાદ, નો અંત આવ્યો છે, ગુજરાત મા એક જાત ની શાંતિ પ્રવર્તે છે, ઉદ્યોગ ધંધા સારી રીતે ચાલે છે, અને મહાદ અંશે સલામતી ગુજરાત મા પ્રવર્તે છે, બાકી જે સમસ્યાઓ દેશવ્યાપી છે તે તો ગુજરાત મા પણ રહેવાનીજ છે, તેમ છતાં એકંદરે ગુજરાત નું સ્થાન બીજા કેટલાક રાજ્યો કરતા ઊંચું છે એ તો નીર્વીવાદ્ય છે.

Posted ઓક્ટોબર 17, 2017 by sureshmsheth67 in Uncategorized

લોકશાહી .   Leave a comment

લોકશાહી.

લોકશાહી એ એક સારો કન્સેપ્ટ છે, લોકોજ પોતાના ઉપર રાજ કરે, લોકોજ પોતાને નિયંત્રિત રાખે, અને લોકોજ કાયદા બનાવી તેનો સ્વેચ્છાએ અમલ કરે. કોઈ પણ અગત્ય નો નિર્ણય લેવા મા બધાજ લોકો સામેલ હોય, વિરોધીઓ ને યોગ્ય રીતે સંમત કરવા માં આવતા હોય, અને તેમનું માન પણ જાળવવા મા આવતું હોય એ લોક શાહી કહેવાય. જૂની અને ચવાઈ ગયેલી એક ઉક્તિ મુજબ લોકશાહી એટલે લોકોનું લોકો માટે લોકો દ્વારા ચલાવાતું તંત્ર . લોકશાહી મા લોકોજ કેન્દ્રસ્થાને હોવા જોઈએ, જે કાઈ કામો કરવા મા આવે તે લોકો ને ધ્યાન મા રાખી ને કરવા મા આવતા હોય એ સાચી લોકશાહી..
લોક શાહી નાં બે પ્રકાર છે, ડાયરેક્ટ લોક શાહી અને ઇન્ ડાયરેક્ટ લોકશાહી.
ડાયરેક્ટ લોક્શાહી માં બધાજ નાગરીકો એક જગ્યાએ એકત્ર થઇ ને પોતાનો મત જાહેર કરે છે અને બહુમતી મતો થી અગત્ય ના નિર્ણય લેવાતા હોય આવું માત્ર નાના રાજ્યો માજ શક્ય બની શકે,પ્રાચીન સમય મા ગ્રીસ જેવા દેશો મા સ્પાર્ટા , એથેન્સ, થીબ્સ જેવા નગરરાજ્યો હતા, ભારત મા પણ વૈશાલી, કપિલવસ્તુ, કુશીનારા, અને યોધેય ગણરાજ્યો અસ્તિત્વ ધરાવતા હતા, તેમનો કાર્યવિસ્તાર એક નગર પુરતોજ માર્યાદિત હતો એટલે બધાજ પોતાનો અભિપ્રાય આપવા એક સ્થળે એકત્ર થતા, અને ખુલ્લેઆમ પોતાનો મત પ્રદર્શિત કરતા,આમાં ગુપ્ત મતદાન જેવું ન હતું, બધાજ નાગરીકો સારા વક્તા હતા અને પોતાનો વિચાર સારીરીતે રજુ કરવા ની તેમને તાલીમ આપવા મા આવતી.આ લોકશાહી મા સારીરીતે વક્તવ્ય આપનાર નું મહત્વ હતું. શેક્સપીઅર નાં નાટક જુલિયસ સીઝર મા સીઝર હત્યા થયા પછી તેનો શિષ્ય એન્ટોની જે વક્તવ્ય આપે છે એ વક્તુત્વ કળા નો ઉત્કૃષ્ઠ દાખલો છે, સીઝર ની હત્યા કરી ને ખુશાલી વ્યક્ત કરનાર લોકો ને એન્ટોની પોતાના અજબ વક્તવ્ય થી કેવા ફેરવી નાખે છે અને લોકપ્રિય હત્યારાઓ બ્રુટસ અને કેશીયસ ને ભાગવું પડે છે એનો અદભુત ચિતાર આપવા મા આવ્યો છે.
પંતુ આ પ્રકાર ની લોકશાહી નો કાર્યવિસ્તાર નાનો અને મર્યાદિત હોવો જરૂરી હતો. નાનુ શહેર, અને મર્યાદિત લોકો હોય તોજ બધા ડાયરેક્ટ એકત્ર થઇ શકે,આપણા જેવા મોટા દેશ મા આવી ડાયરેક્ટ લોકશાહી સંભવિત નથી. આપણા જેવા દેશ મા પ્રતીનીધીત્વ વાળી લોકશાહી ચાલે છે, કોઈ એક નિયત વિસ્તાર નાં નાગરીકો પોતાના પ્રતિનિધિ ને ચુટે છે, અને તેને રાજયકરતા પક્ષ ની મદદ મા કે વિરુદ્ધ મા કામ કરવા મોકલે છે. આ પ્રકાર મા બધા પોતાના વિચારો વ્યક્ત કરવા સ્વતંત્ર હોય છે પરંતુ તેઓ જે વિચાર રજુ કરે છે તે તેમને ચુંટી ને મોકલનાર નાગરીકો નો વિચાર ન પણ હોય એવું બની શકે છે, મતદારો નાં અભિપ્રાય કરતા તેમના પ્રતિનિધિ નો અભિપ્રાય અલગ પણ હોઈ શકે છે, મોટાભાગે પક્ષીય રાજનીતિ મા દરેક ઉમેદવાર કોઈ ને કોઈ પક્ષ નો મેમ્બર હોય છે, તેમને પણ પોતાના સ્વતંત્ર અભિપ્રાય નાં બદલે તેમના પક્ષ નીતી ને ધ્યાન મા રાખી ને અભિપ્રાય આપવાનો હોય છે, કોઈ વિસ્તાર નો ચુતાયેલો પ્રતિનિધિ નોટ બંધી કે જી.એસ.ટી. નો સમર્થક ન હોય, પણ પક્ષ ની નીતિ મુજબ તેણે સમર્થન આપવું પડે છે.
આ સાચી લોકશાહી ન કહી શકાય, આમાં લોકો નાં અભિપ્રાય નથી લેવા માં આવતો, પણ લોકો ના કહેવાતા પ્રતિનિધિ નો અભીપ્રાય જ ગણતરી માં લેવા મા આવે છે. એક રીતે આ મતદારો ને દગો આપ્યો કહી શકાય, કારણ લોકસભામાં કોઈ પ્રશ્ન અંગે નિર્ણય લેવાતો હોય ત્યારે લોકોના અમુક વિસ્તાર નાં પ્રતિનિધિ તેના વિસ્તાર નાં લોકો ને પુછવા જતો નથી, પણ પોતાના પક્ષ નાં નેતા નાં વિચાર મુજબજ મત આપે છે, તો પછી આ લોકો નું રાજ્ય કહેવાય કે કોઈ એક પ ક્ષ નું શાશન કહેવાય..?
હકીકત મા તો ઇન ડાયરેક્ટ લોકશાહી જરા પણ તર્કસંગત નથી. લોકો નાં પ્રતિનિધિઓ લોકો વતી મત આપે છે, ખરેખર તો એ લોકો નાં પ્રતિનિધિ હોય છે કે નહિ તે પણ વિચારવા નો વિષય છે, કારણ કોઈ એક વિસ્તાર નાં લોકો પૈકી બધાજ લોકો એ એ પ્રતિનિધિ ને મત આપ્યો હોતો નથી, તેમની વિરુદ્ધ મા મત આપવા વાળા એજ વિસ્તાર મા ઘણા હોય છે, એટલે એ પ્રતિનિધિ એ વિસ્તાર નાં બધાજ નાગરીકો નો પ્રતિનિધિ હોતો નથી. તેમ છતાં સાદી બહુમતી થી તે એ વિસ્તાર નાં લોકો ના પ્રતિનિધિ તરીકે લોકસભા મા જાય છે, અને લોકો વતી મત આપે છે, મત આપતી વખતે તે પોતાના વિસ્તાર નાં નાગરીકો ને પૂછતો નથી અને તેના પક્ષ ની નીતિ અનુસાર મત આપે છે, જે ખરેખર લોકમત હોતોજ નથી.
એટલે આવું મતદાન, આવું પ્રતિનિધિત્વ અને આવું છેતરામણું કૃત્ય લોકશાહી ની મજાક જેવું થઇ પડે છે, લોકમત ની વાત કરીએ તોયે દેશ મા અનેક વિસ્તારો છે, અનેક ભાષાઓ છે, અનેક સંસ્કૃતિઓ છે, અનેક વિચારસરણીઓ છે અને ક ધર્મો છે એટલે બધુજ સર્વાનુમતે થાય એ સમ્ભવજ નથી. લોકો તેમને પાંચ વર્ષે એક વાર મત આપે છે, બહુમતી પક્ષ નો વડો વડા પ્રધાન બને છે, એ પછી તે લોકો ને પૂછી ને કોઈ કામ કરતો નથી તેનું એકલા નુજ શાશન ચાલે છે, એ લોકશાહી ,માત્ર કહેવા પુરતીજ લોકશાહી છે. બાકી કોઈ પણ નિર્ણય મા જેતે વિસ્તાર નાં નાગરીકો ની કોઈ સીધી સામેલગીરી નથી હોતી. મોટાભાગ નાં પ્રતિનિધિઓ તો લોકસભામાં મુકવામાં આવેલ કોઈ પ્રશ્ન ને સમજતા પણ નથી. દાખલા તરીકે સરકારે નોટબંધી નો નિર્ણય લીધો તેની શું અસર થશે, એનો અર્થ શું છે, એ શામાટે કરવાનું છે એ કોઈ પ્રતિનિધિ જાણતા હોતા નથી. માત્ર પક્ષ નાં વડાપ્રધાન, નાણાપ્રધાન , રીઝર્વ બેંક ના ગવર્નર, કે બેચાર બ્યુરોક્રેટ્સ સિવાય કોઈ આનું પરિણામ જાણતું હોતું નથી તેમ છતાં પક્ષ ની નીતિ મુજબ બધાજ તેમાં સંમતિ આપતા હોય છે, કોઈ પ્રતિનિધિ પોતાના વિસ્તાર મા જઈ ને તેના મતદારો નો અભિપ્રાય પુછતા નથી, છુટયા પછી તેઓ લોકો ના પ્રતિનિધિ નહિ પણ પોતાના રાજકીયપક્ષ નાં પ્રતિનિધિ બની જાય છે, અને તેના આદેશ મુજબ કામ કરે છે,
આ પ્રકાર ની લોકશાહી જરાપણ જનતા માટે કામ કરતી નથી. એટલે એને લોકશાહી કહેવી કે કેમ એ પ્રશ્ન છે.
બીજી બાજુ એ પણ સત્ય છે કે આટલા મોટા દેશ નાં કરોડો લોકો ડાયરેક્ટ લોકસભામાં આવી ન શકે, એટલે એક સમાધાન સ્વરૂપે આવી ઇન ડાયરેક્ટ પધ્ધતિ જ અપનાવવી પડે. એ વ્યવહારુ રસ્તો છે. પણ એમાં લોકો નું ઇન્વોલ્વ્મેન્ટ રહેતું નથી. એ પણ એટલુજ સાચું છે,
આટલો મોટો દેશ ચલાવવો હોય તો મજબૂત કાયદો અને વ્યવસ્થા તંત્ર હોવું જોઈએ, કાયદા નું પાલન વડાપ્રધાન થી પટાવાળા સુધી એક સરખું હોવું જોઈએ, પ્રામાણીકતા તો સર્વપ્રથમ હોવી જોઈએ, અને લોકો નાં હિત ની વાત પ્રથમ મહત્વ ની હોવી જોઈએ, એ સિવાય દેશ માં આજે ચાલે છે એવી અરાજકતા જ થવાનીઉપરાંત ત્વરિત નિર્ણય શક્તિ. અને શુદ્ધ વહીવટ હોવો જોઈએ,શહેન્શાહ અકબર માત્ર પંદર વર્ષ ની ઉમરે દિલ્હી . ની ગાદી એ બેઠો હતો. એ વખતે તો ભારત મા પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બર્મા બાંગલાદેશ એ બધાનોજ સમાવેશ હતો. છતાં વહીવટી સુઝબુઝ ના કારણે રાજ્ય સુપેરે ચાલતું હતું. આપણે પણ મોટી વાતો છોડી, અથવા મોટા , ન પાળી શકાય એવા વચનો આપવા નાં બદલે કામે લાગવું જોઈએ,
આ સંદર્ભ મા એક લોકવાર્તા યાદ આવે છે એક મોટા ધનિક શેઠ હતા, તેમણે એક વાર બાર માસ ભરવા નાં અનાજ ની બોરીઓ મંગાવી અને ઘર ની બંને વહુઓ ને સાફકરવા આપી. મોટી વહુ તો અનાજ નો જથ્થો જોઈનેજ ગભરાઈ ગઈ કે આટલું બધું કામ હું ક્યારે કરી લઈશ….! તેની તો તબિયત બગડી ગઈ. નાની વહુ ને ફાળે આવેલ અનાજ તેણે શાંતિ થી એક પછી એક બોરીઓ સાફ કરવા માંડી.અને જરાયે ગભરાયા વિના બધું કામ પૂરું કર્યું. મોટી વહુ એ આશ્ચર્ય થી પૂછ્યું કે તે આ કામ કેવી રીતે કરી નાખ્યું..? નાની વહુએ કહ્યું કે કામ નો જથ્થો જોઇને ગભરાઈ ન જવું જોઈએ, એક પછી એક બોરી લેવી જોઈએ, આમાં ક્યા બધું આજ ને આજ પતાવવાનું હતું…! એટલે મેં શાંતિ થી બધું કામ કરી નાખ્યું.
એવુજ સરકાર નું છે દેશ મા ઘણા કામો કરવા નાં છે, પણ ઘડીમાં આ કામ હાથમાં લેવું તો બીજી ઘડીએ બીજું કામ હાથ લેવું એમાં એકેય કામ સરખું ન થાય અને બધું ભેલાણ થવાથી ગભરામણ પણ થાય,
આપણી લોકશાહી એ પણ એક પછી એક પ્રશ્નો હાથ માં લઈને કામનું ભારણ ઓછું કરવું જોઈએ, અને જે કામ હાથ મા લેવાય એ નિષ્ઠાપૂર્વક થાય એનું ધ્યાન રાખવું જોઈએ.

Posted ઓક્ટોબર 16, 2017 by sureshmsheth67 in Uncategorized