Author Archive

નાના દેશો અને વિશાલ દેશ.   Leave a comment

નાના દેશો અને વિશાલ દેશ.
શાશન અને શાશક એ બંને બહુજ પ્રાચીન શબ્દો છે, મનુષ્ય જ્યારથી સુ સંસ્કૃત થવા લાગ્યો ત્યાર થીજ તેને શાશન ની જરૂરીયાત સમજાતી જતી હતી. ફાવે તેમ , કોઈ જાત ના નીતિ નિયમો વિના વિચારતી મનુષ્ય જાતી ને છેવટે એવું સમજાવા લાગ્યું કે તેમને નીયંત્રણ મા રાખે, અનુશાશન મા બાંધે અને નિયમાનુસાર જીવવા મજબૂર કરે તે અનિવાર્ય છે, જો એમ ન હોય તો બળીયાના બે ભાગ જેવું થઇ જાય, બળવાન માણસો બધુજ સમેટી ને બેસી જાય અને નબળા લોકો ને ખાવાના સાંસા પડવા લાગે.સાથે મળી ને રહેવું હોય તો બધાએ વહેંચી ને ખાવું જોઈએ, અને કોઈ નબળા પોચા બાકી રહી ન જાય એટલા માટેજ નિયમો , ધર્માજ્ઞના ઓ, નીતિ , ઉદારતા, દાન, નબળા નું રક્ષણ ,શત્રુઓ નો સામનો, પરાઈ સંપત્તિ નું હરણ, વિસ્તારવાદ ,શ્રેષ્ઠતા માટે ના યુધ્ધ્ડો, વિજેતા ના હક્કો ,પરાજિતો ની ગુલામી જેવા નવા નવા આયામો સમાજ જીવન મા ઉમેરાતા ગયા.
પરંતુ આ બધું યોગ્ય રીતે પ્રામાણીકતા પૂર્વક ચાલે તે માટે લોકસમૂહ ની ઉપર એક સર્વોચ્ચ સત્તા જરૂરી લાગી. આ સતા પ્રબળ હોવી જોઈએ, લોકસમૂહ ઉપર તેનો પ્રભાવ હોવો જોઈએ, તે એટલો શક્તિશાળી હોવો જોઈએ કે સમૂહ ને નીયત્માર્ગે દોરે અને આડા ચાલનાર ને શિક્ષા કરી શકે.જો આવો સતાધારી નબળો પડે તો તેના સ્થાને બીજો શક્તિશાળી વ્યક્તિ આવી જાય, અને આમ ભટકતો માનવસમાજ સ્થિર થતો ગયો.
સંસ્કૃતિ નાં ઉષા કાળે જુદી જુદી ટોળીઓ હતી. જે માંહેના બધાજ સભ્યો એક જ માતા થી જોડાયેલા રહેતા, અને માતા તેમના ઉપર શાશન ચલાવતી. પછી થી પુરુષપ્રધાન સમાજ રચાયો. તેમાં સરદાર, ગણનાયક,અને રાજા મુખ્ય શાશક બન્યા, જેમ મનુષ્ય સુધરતો ગયો, તેનું જ્ઞાન માહિતી અને પ્રતિભા વિકસતા ગયા તેમ નાના રાજ્યો ઉપર પણ નિયંત્રણ ની જરૂર પડી અને તે બધા છુટા છવાયા રાજ્યો ઉપર એક સમ્રાટ, ઉભો થયો. આ વા સમ્રાટ નો કાર્યવિસ્તાર એ તેનું સામ્રાજ્ય કહેવાયું.
એક સામ્રાજ્ય મા એકજ કાયદો, એકજ ચલણ, એકજ રાજ્ય્ભક્તિ અને એક સરખા રીતરીવાજો અમલ મા મુકાવા લાગ્યા.
ચંદ્રગુપ્ત, અશોક, હર્ષવર્ધન, મૌર્યવંશ, અને છેલ્લે મોગલ શાશન નાં સામ્રાજ્યો ઘણા મોટા હતા, જો કે હાલ નાં ભારત દેશ ની સ ર ખામણી માં માર્યાદિત રહેતો. એટલે શાશન વ્યવસ્થા સુપેરે ચાલતી હતી. મોટી મોટી વિધાનસભાઓ, લોક્સભાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ ની મોટી સંખ્યા જેવી વ્યવસ્થા ન હતી. અમૂક નિયત વિસ્તાર નું બધુજ કામ કાજ રાજા_સમ્રાટ નો પ્રતિનિધિ એકલોજ સંભાળતો. લોકશાહી ન હતી. સમ્રાટ જ રાજ્ય નો માલિક હતો. તેણે કોઈ ને મત માટે રાજી કરવાના ન હતા, તેથી તે પોતાની રીતે રાજ્ય ચલાવી શકતો હતો. લોકશાહી રાજ્યો ની માફક મતબેંક ની તેમને જરૂર ન હતી.અલબત્ત પ્રજા ને વધુ અધિકારો ન હતા, તેમ છતાં પ્રજા સુખ અને શાંતિ અનુભવતી હતી. કાયદા નો પ્રખર અમલ થતો, ન્યાય તુરતજ મળતો. ખર્ચ જેટલી આવક મળી રહેતી. અપરાધો ઓછા થતા, સજા ત્વરા થી મળી જતી , કારણ રાજ્ય નો વિસ્તાર બહુ મોટો ન હતો તેથી સમ્રાટ કે તેના પ્રતિનિધિઓ વહીવટ સંભાળી શકતા હતા.
વીસમી સદી ની શરૂઆત થી દેશવિદેશ મા રાજાઓ નાં જુલ્મો સામે પ્રજાકીય આન્દોલનો થયા, એવા નેતાઓ જાગ્યા જેમણે સમજાવ્યું કે રાજા શા માટે અનિવાર્ય છે,..?આપણે રાજા વિના ચલાવી કેમ ન શકીએ, !એમાં થી અલગ અલગ પ્રકાર નાં પ્રજાકીય શાશનો શરુ થયા, શરૂઆત તો નાના નગર રાજ્યો થી થઇ, નગર એ એકજ રાજ્ય એકમ હતું. બધાજ નાગરીકો એમાં ડાયરેક્ટ પોતાનો મત આપી શકતા, પણ જેમ મોટા રાજ્યો અને પછી રાષ્ટ્રો થયા એ પછી બધાજ નાગરીકો એકજ સ્થળે એકત્ર થાય એ શક્ય ન રહ્યું એટલે પ્રતિનિધિ સરકાર ની પ્રથા શરુ થઇ.
ઇંગ્લેન્ડ, ફ્રાંસ, જર્મની જેવા દેશો નો વિસ્તાર બહુજ નાનો છે, એટલે તેઓ બહુ સહેલાઇ થી કાયદો અને વ્યવસ્થા જાળવી શકે છે, જયારે આપણા દેશ જેવા મોટા રાજ્ય ની દશા ખુબજ દયાજનક છે, અનેક રાજ્યો, અનેક સંસ્કૃતિઓ, અનેક ધર્મો, અનેક જાતિઓ, દલિતો, સવર્ણો , જ્ઞાતિઓ, પેટા જ્ઞાતિઓ , મત માતાન્તારો, અનામતો,નાં અજબ જાળા હોવા નાં કારણે વહીવટ મા આપણી સરકારો ગુન્ચાવાયેલીજ રહે છે, બારેમાસ ક્યાંક ને ક્યાંક ચૂંટણી ઓ ચાલતી હોય, આચાર સંહિતાઓ લાગુ પડતી હોય, મતદાન મા પ્રચારો ચાલ્યાજ કરતા હોય એમાં વહીવટ કરવા ની જગ્યા તેમજ દાનત રહેતા નથી.બોગસ મતદાન થતા હોય, વોટીંગ મશીન ઉપર શંકા થતી હોય, બુથ કેપ્ચરીંગ થતા હોય, ધક ધમકી, દારુ. લાલચ થી દોરવાઈ ને મત અપાતા હોય એ લોકશાહી શા કામ ની ..?’ લોકશાહી પરિપકવ સમાજ માટે યોગ્ય છે, નાના સમાજ માટે પણ યોગ્ય છે, પણ “વિવિધતા મા એકતા” ની ગુલબાંગો પોકારતા, પણ એમાં હૃદય પૂર્વક માનતા ન હોય એવા લોકો માટે લોકશાહી એક પ્રકાર ની લુંટ, પૈસા કમાવા નો ધંધો બની જાય છે,
આવડો મોટો દેશ કોઈ ની માલિકી નો નથી. માલિક હોય તો પોતાનું નૂકશાન જુએ, પણ આ તો બધાજ માલિક છે, એટલે જેના હાથ મા તેના મો મા એવો ઘાટ થાય છે, ફ્લાય ઓવર તૂટી પડે, ટ્રેન નાં પાટા તુટી જાય, રસ્તાઓ ખાડા થી ભરાઈ જાય, મકાનો કાચા બને અને તૂટી પડે, ગોદામો મા આગ લાગે, પાણી નું યોગ્ય અને સમાન વિતરણ ન થાય, આરોગ્ય સેવાઓ મા કપડા ઉતારી લેવાનુજ બાકી રહેતું હોય, શિક્ષણ માધંધો ચાલતો હોય, ખોરાક માં ભેળસેળ થતી હોય, અને આ બધા થી નૂકશાન કોને થાય છે..?લોકો નું રાજ્ય છે એટલે લોકો નેજ નૂકશાન થયું કહેવાય, પણ લોકો ને પોતાનું હિત સાધ્યાવીના બીજી શી પડી હોય..? જો કોઈ એક માલિક હોય તો એ પોતાના નાણા નું ધ્યાન રાખે , અને સગવડ સાથે નફો પણ કરી બતાવે, પણ આ તો લોકો નું રાજ્ય, લોકોજ માલિક, અને લોકો એટલે..? ૧૨૫ કરોડ માણસો.રાજ્ય નો એક પૂલ તૂટે તેનો શોક ૧૨૫ કરોડમાં વ્યક્તિ ને કેટલો લાગે..?ભલે તેના ટેક્ષ માથીજ એ પૂલ બન્યો હોય…!પણ જો તેની જગ્યા એ રાજા, એટલે કે માલિક હોય તો એક પૈસા નું પણ નૂકશાન કરનાર ને શિક્ષા આપે,જેથી આવી ભૂલ કોઈ ન કરે. આપણે જોઈએ છીએ કે તાજમહાલ, કુતુબ મીનાર આબુ નાં મંદિરો, અજનંટા ઈલોરાની મૂર્તિઓ આજે પણ કેમ અકબંધ ઉભા છે..?કારણ એ કામો કોઈ નાં સહિયારા ન હતા, પણ એકજ રાજા એ પોતાની દેખરેખ થી બનાવરાવ્યા છે, એમાં કોન્ત્રાક્તારો અને અધિકારીઓ વચ્ચે કોઈ સાંઠ ગાંઠ નહોતી થઇ,
પણ આવું લોકશાહી મા થવું શક્ય નથી. અહી તો યુનિયનો. મજૂર નેતાઓ,, કોન્ત્રાક્તારો નું સંગઠન, સરકારી નોકરો અને અમલદારો નાં યુનિયનો. નાં કારણે સરકાર કઠોર થઇ પણ ન શકે, વળી પબ્લિક મની નો કોઈ માલિક નથી. દેશ ને સમગ્ર પણે જે નૂકશાન થતું હોય એ થાય, આપણ ને તો આટલા પૈસા મળ્યા ને….! આવુજ ગણિત ચાલતું હોય છે, દેશ નું નૂકશાન એ છેવટે તો અપનુજ નૂકશાન છે, છેવટે કરબોજ તો આપના ઉપર જ આવવાનો છે એવું લાંબુ કોઈ વિચારતું નથી. મને થોડા લાખ મળતા હોય તો હું દેશ નાં દશ કરોડ ડૂબવા દઉ , પછી ભલે રસ્તાઓ એક વરસાદ મા તૂટી જાય, બિલ્ડીંગો બીજાવર્ષ થીજ રીપેરીંગ માગે, ફ્લાય ઓવર બનતા બનતા જ તૂટી પડે….! આપણે શું…!ક્યા આપના પૈસા જાય છે..?’
આપણી લોકશાહી મા આ વી વૃતિ વધુ જોવા મળે છે,
અહી કાયદા તો ઘણા છે પણ છટક બારીઓપણ ઓછી નથી, કાયદા ના રક્ષકો જ ભ્રષ્ટ હોય છે, નિષ્ણાત વકીલો સત્ય શોધવાનું નહિ, પોતાની પ્રેકટીશ વધારવા નુજ કામ કરે છે, કર્મચારીઓ કામ ઓછો અને પગારવધારો સતત માગ્યે જતા હોય છે, એટલે ગમે તેવો શુદ્ધ વડા પ્રધાન પણ આવડા મોટા દેશ ને સંભાળતા થાકી જાય એવું છે,
એના સ્થાને જો દેશ નાનો હોય, એનો વિસ્તાર અને વસ્તી નાની હોય તો તેનો વિકાસ સારીરીતે થાય છે, કારણ સંસાધનો બધા ને યોગ્ય પ્રમાણ મા મળી રહે છે, એટલે કોઈ ને લાંચ લેવા મા કે ગેરકાયદે કામો સામે આંખ આડા કાન કરવા ની જરૂર નથી હોતી. કાયદા નો અમલ પણ સહેલાઇ થી થાય છે, અને છેવાડા નાં માણસ સુધી વિકાસ નો લાભ પહોંચે છે, આપણે જેટલી રાજકીય ચર્ચા ઓ કરતા હોઈએ છીએ એટલી કોઈ પણ નાના દેશ નાં લોકો નહિ કરતા હોય, કારણ તેઓ બધા સંતુષ્ટ હોય છે, અને તેનું કારણ નાનો વિસ્તાર હોવા નાં કારણે સરકાર ની નજર બધેજ પહોંચતી હોય છે,
લોકશાહી સારી રાજ્ય વ્યવસ્થા છે એમાં કોઈ શંકા નથી, પણ એ ત્યારેજ સફળ થઇ શકે જયારે તે તેના પોતાના વિસ્તાર નાં ભાર થીજ દબાયેલ ન હોય.

Advertisements

Posted મે 22, 2018 by sureshmsheth67 in Uncategorized

આવડવું અને શીખવું.   Leave a comment

આવડવું અને શીખવું.

આવડવું એ એક ખુબજ ઉપયોગી પ્રક્રિયા છે, આવડવા માટે ઘણો સંઘર્ષ કરવો પડે છે, અને તેની શરૂઆત શીખવા ની પ્રવૃત્તિ થી થાય છે, જેને કોઈ પણ કામ કે પ્રવૃત્તિ બરાબર આવડતી હોય તેને પણ પ્રથમ શીખવું પડે છે, એનો અર્થ એ કે આવડવા માટે દરેકે શીખવું પડે છે, આવડત ધરાવતા કોઈ પણ વ્યક્તિ બધે સન્માન પામે છે, શીખનાર કરતા આવડત ધરાવનાર નો દરજ્જો હંમેશા ઉન્ચોજ રહે છે, પરિણામે તેના મા માનવસહજ ગર્વ પ્રવેશી જાય છે, આવડત વાળો માણસ કદી ગભરાતો નથી, તેનો આત્મવિશ્વાસ બહુજ ઉંચો હોય છે, અને તે જયારે બીજા ને શીખવવા લાગે ત્યારે શીખનાર પરત્વે તેના મન મા એક પ્રકારની ગુરુત્વ ગ્રંથી ઉભી થાય છે, તે શીખનાર તરફ થોડો તોછડો બની જાય છે, અને પોતાનું શ્રેષ્ઠત્વ શીખનાર ઉપર લાદ્યા કરે છે, તે સમજતો નથી એક વખત પોતે પણ શીખનાર હતો. અને શીખતી વખતે ઘણા અપમાન અને અસુવિધા ભોગવ્યા હોય છે , હકીકત મા પોતે શીખતી વખતે જે જે અવહેલના ઓ વેઠી હોય એનો બદલો તે પોતે શીખવતી વખતે લેતો હોય છે, આપણા ઘરો મા પણ પિતા અને પુત્રો , સાસુ અને વહુ, શેઠ અને નોકર, ગુરુ અને શિષ્ય, મોટો અને નાનો ભાઈ, સરકારી અધિકારી અને સામાન્ય નાગરિક પૈકી બધાજ શીખનાર અને શીખવનાર એવા બે વર્ગ મા વહેંચાયેલા હોય છે, અને તેમાં શીખવાના ર નો દરજ્જો હંમેશા આદરણીય રહે છે, શીખ્નારે નમ્રતા ધારણ કરવી પડે છે,
કેટલાક શીખવનાર ની પધ્ધતિ સારી હોય છે, પણ મોટાભાગ નાં શીખવનારા તુમાખી થી ભરેલા હોય છે.
મને યાદ છે કે મારી તેર ચૌદ વર્ષ ની ઉમરે મને સ્ટેટ બેંક નાં લોકર નું ભાડું ભરવા મોકલવા મા આવ્યો હતો. મને બેંક નો અનુભવ ન હતો, બેંક નું ભારેખમ વાતાવરણ મારા જેવા અબુધ છોકરા માટે જરા ડરાવણું લાગતું હતું. હું બીતા બીતા એક ટેબલ પાસે ગયો અને ભાડું ક્યા ભરવું એ પુછવા લાગ્યો. એ ભાઈએ એક ટેબલ બતાવ્યું, એ ટેબલ ઉપર એક ચીડીયા સ્વભાવ નાં અને કંટાળેલા લાગતા અધિકારી બેઠા હતા, હું તેમની સામે જઈ ને ઉભો રહ્યો
“શું છે..?’તેમને જરા ઉદ્ધતાઈ થી પૂછ્યું. આવો અબુધ છોકરો પોતાની પાસે કામ લઇ ને આવે એમાં તેમને અપમાન લાગતું હોય એવું મને લાગ્યું.
મેં અનાડી ફિલ્મ નાં રાજકપૂર ની જેમ ભાડા નાં પૈસા તેમની સામે ધર્યા.તેમને તિરસ્કાર પૂર્વક એ પૈસા ઉપર નજર નાખી.
“શું છે આ..?’તેમને પૂછ્યું.
“લોકર ભાડા નાં પૈસા છે, “મેં જરા ડરતા ડરતા કહ્યું.
“તો ભરી દેને….!”તેમને કહ્યું
જવાબ મા મેં તેમના ટેબલ ઉપર પૈસા મુક્યા, તેમને થોડીવાર તો તે સામે જોયું નહિ. પછી એક દમ તાડૂક્યા,
“આ અહી નથી ભરવા નાં ,આ વાઉચર લઇ ને કેશ ની બારી મા જા, અહી શું ભીખ આપવા આવ્યો છે..?’ તેમણે જરા તુચ્છતા થી કહ્યું. મારા અજ્ઞાન અને અણઆવડત નાં કારણે ડરી ગયો અને બીતા બીતા કેશ ની બારી પાસે ગયો. એની બારી પાસે માંડ મારું માથું અડતું હતું. કેશિયરે મારી સામે જોયું “
“શું છે..છોકરા ..?”
મેં વાઉચર ધર્યું,તેણે તે જોયું
‘લાવ પૈસા…!”તેમણે કહ્યું.મેં પૈસા તેમને આપ્યા, અને ચાલવા લાગ્યો
“એય છોકરા…! જરા ભાન છે કે નહિ..?પહોંચ તો લેતો જા, તારે ઘરે આપવા આવું એમ માને છે..?’કેશિયરે મને અટકાવ્યો અને સિક્કો મારી ને પૈસા ની પહોંચ આપી.એક મહા કાર્ય પત્યું હોય એમ હું બેંક ની બહાર નીકળ્યો
આ પ્રસંગ શીખનાર અને શીખવનાર નો એક દાખલા રૂપ પ્રસ્સ્ન્ગ હતો મેં મનોમન નક્કી કર્યું કે મને જયારે બેંકની નોકરી મળશે ત્યારે હું અણઘડ ગ્રાહકો સાથે સન્માનભેર વર્તીશ, .તેમને અપમાનિત નહિ કરું/
અમારા સમય મા ભણતર બાલમંદિર થી શરુ થતું, બાલમંદિર પછી એકડિયુ મા પ્રમોશન મળતું. એ વખતે અમે એકડિયા વાળા બાલમંદિર નાં બાળકો ને તુચ્છ સમજતા, અમારા થી આગળ નાં ધોરણો મા ભણતા વિદ્યાર્થી ઓ અમને તુચ્છ ગણાતા,
મને પહેલી વાર બારાખડી શીખવવા મા આવી. એકડિયા નાં ક્લાસ ટીચર એક સોગિયા મો વાળા કાળા અને કંટાળેલા લીલા બહેન હતા, તે હંમેશા ચીડાયેલ જ રહેતા, જો જરા સરખી ભૂલ થાય તો તે જાણે આભ તુટી પડ્યું હોય એવા તિરસ્કાર થી મને ઠપકો આપતા, એ વખતે સ્કૂલ મા લાકડા નાં પતલા પાટીયા ને કાળા રંગે રંગી ને બાળકો ને આપવા મા આવતા,તેના ઉપર ચોક થી એક અક્ષર ટીચર લખી આપતા, અને તેને ઘૂંટ્યા કરવા નું કામ સોંપતા,અમે એ અક્ષર વારંવાર ઘૂંટતા, આખો પીરીયડ એમજ જતો, અને એ ઘુન્ટેલો અક્ષર તેનું મૂળ રૂપ ગુમાવી બેસતો એ જોઈ ને લીલા બેન ભડકી ઉઠતા,
એ વખતે માતાપિતા અમારા ભણવા ની બહુ ચિંતા ન કરતા, ભણે છે ને..?’એવું પૂછવા મા તેમની ફરજ પૂરી થઇ જતી, વધુ મા વધુ મારા ભાઈ હસમુખ ને ઓર્ડર કરતા કે “આને ભણાવજે ,જરા ધ્યાન આપજે એના ઉપર…!બસ, એમની શૈક્ષણીક કાળજી ત્યાં પૂરી થઇ જતી.દરેક ઘરો ની જેમ મોટો છોકરો મહત્વ નો ગણાતો. તેથી હસમુખ ને મારા થી વધુ હોશિયાર ગણવા મા આવતો, અલબત્ત, એના અક્ષ્રર સારા હતા, એ સિવાય મોટો હોવા થી તે અમુક બાબતો મા થોડી વધુ જાણકારી ધરાવતો હતો.
મને બારાખડી શીખવવા મા આવી ત્યારે મને બીજા બધા અક્ષરો તો સમજાતા હતા, પણ એક “પ્રતાપ “ મને સમજાતો ન હતો,પ્રતાપ નાં પ મા એક નાની લાકડી ખોસી હોય એને પ્ર કહેવાતો પણ મને એ સમજાતું નહિ હું વારંવાર હસમુખ ને એ અક્સર બતાવી ને પૂછાતો કે આને શું કહેવાય…?તે બેદરકારી પૂર્વક “પ્રતાપ “શબ્દ બોલી જતો,મારે “પ્ર”નો અર્થ જાણવો હતો એટલે હું વારંવાર પૂછ્યા કરતો કે એમ નહિ, આ ‘પ્ર “શું છે..?’એ દર વખતે “આખો શબ્દ “પ્રતાપ “ બોલી જતો, અને મારું કુતુહલ જતું ન હતું. હું ફરી ફરી ને પૂછાતો કે ઈમ નહિ આ ને શું કહેવાય..?’
એ ચિડાતો, ‘ કહયુ તો ખરું કે એ પ્રતાપ છે “,સમજતોજ નથી જા મને ન પૂછીશ. “
પછી ઘણા દિવસો સુધી હું અટવાતો રહેતો કે આ “પ “ ની નીચે ડાબી તરફ ક્રોસ લીટી કરી હોય તો તેને “પ્ર “ કેમ કહેવાય….!પણ શીખવનાર નો ગુસ્સો ચીડ શીખનારે સહન કરવીજ પડે છે,
હસમુખ માચીસ બોક્ષ ની ખાલી પેટી માંથી એક સરસ વાદ્ય બનાવતો અને એ બહુ સુઘડ રીતે બનાવતો, એમાં થી ડુગ ડુ ગી જેવો અવાજ આ આવતો, મેં પણ એવું બનાવવા નો પ્રયત્ન કર્યો પણ હસમુખ જેવી સફાઈ ન આવતી, અથવા ગલત જગ્યા એ થી કાપવા નાં કારણે એ સાધન બનતું નહિ, હસમુખ ને મારી નિષ્ફળતા જોઇને મજા આવતી તે વધુ સાધનો બનાવી ને મને ચીડવતો રહેતો . હું બહુ જીદ કરતો ત્યારે વડીલ વર્ગ માંથી કોઈ હસમુખ ને આદેશ આપતું કે એને તારું આ રમકડું આપી દે, તું બીજું બનાવી લેજે,,હસમુખ આ દબાણ નાં કારણે પોતાનું રમકડું તોડી નાખતો પણ મને આપતો નહિ. આ રમકડા ને અમે “ખટ ખટી યું “ કહેતા, ઘણા દિવસો પછી મને આવું ખટખટીયુ બનાવતા આવડ્યું.એક વસ્તુ આવડ્યા પછી તેનો મોહ રહેતો નથી. પણ મેં બીજા બાળકો ને એ બનાવતા શીખવવા મા કદી અણગમો બતાવ્યો નથી.કારણ મારો સ્વાનુભવ.
આમ શીખનાર અને શીખવનાર નાં સમ્બંધો હંમેશા ઊંચ નીચ જેવા જ રહેતા, હસમુખ મારા કરતા લગભગ બે એક વર્ષે મોટો હતો. તેના જન્મ પહેલા માતા ને ત્રણ પુત્રીઓ જન્મી હતી, એટલે હસમુખ ની છબી એક તારણહાર તરીકે ની હતી, ત્રણ ત્રણ છોકરીઓ ની માતા તરીકે માતાને ઘણી અવહેલના વેઠવી પડતી, અપમાનિત થવું પડતું, એટલેહસમુખ નું સ્થાન ખુબજ માનભર્યું હતું. તેને હંમેશા હોશિયાર ગણવા આ આવતો, ઘરના નાનામોટા પ્રસંગો મા તેનો અભીપ્રાય મહત્વ નો ગણવા મા આવતો, એટલે મને શીખવવા નું તેને માથે જ રહેતું, જોકે તેને શીખવવાનું બહુ આવડતું નહિ, એટલે મારા મનમાં ઘણી શંકાઓ રહેતી તેનું યોગ્ય સમાધાન થતું નહિ. છતાં શીખવનાર નો એક પ્રકાર નો ગર્વ તેના મન ઉપર છવાતો રહેતો. હસમુખ મા ઘણી ટેલેન્ટ હતી, તે ઘણી સમસ્યાઓ નો ઉકેલ લાવી શકતો, તે સાથે હોય તો મને ડર ઓછો લાગતો, બહાર ના કામો , ખરીદી,,કોઈને મળવા જવાનું હોય એવા બધા કામો મારા થી એની મદદ વિના થતા નહિ. કોઈ વાર કોલેજ નાં પ્રિન્સીપાલ ને મળવા નું થાય, કોઈવાર ઓછીઆવક નો દાખલો લેવા વઢવાણ મામલતદાર ની કચેરી એ જવું અને એ સંદર્ભ મા તપાસ કરવા આવેલા તલાટી સાથે યોગ્ય જવાબો સ્વસ્થતા પૂર્વક આપવા મા હસમુખ ખુબજ માહેર હતો. એ મુંબઈ સેટલ થવા ગયો અને આ બધું મારા માથે આવ્યું ત્યારે મને ખબર પડી કે હસમુખ શી ચીજ હતો…!એ જેટલી સરળતા થી કામ પાર પાડતો હતો તે મારા માટે મુશ્કેલ હતું.
સ્કૂલ માં પણ મારી ઓળખ હસમુખ નાં ભાઈ તરીકે જ થતી. મારું ડ્રોઈંગ, મારું શ્રુતલેખન ,મારા પ્રયોગો ની નોટ વિગેરે તદ્દન ફાલતુ અને ઢંગધડા વગર ના બનતા, એટલે ઘણી વાર શિક્ષકો મને સંભળાવતા પણ ખરા કે ક્યા તારો ભાઈ અને ક્યા તું….!સ્કૂલ મા મારું સ્થાન બીજા ધોરણ થી જામવા માંડ્યું. દર શનિવારે અમારી સ્કૂલ મા એસેમ્બલી ભરવા મા આવતી અને બધાજ ધોરણના વિશ્યાર્થીઓ કૈક પ્રોગ્રામ રજુ કરતા, આવાજ એક પ્રસંગે મારા ધોરણ તરફ થી મને ચાંપો વાણીયો બનાવવા મા આવ્યો. અને મારું પાત્ર વખણાયું. અમારા ક્લાસ ટીચેર કુસુમબહેન સ્ટેજ ની બહાર મારા માથામાં પ્રેમ થી ટપલી મારી ને મને વધાવ્યો. આ મારી પ્રથમ સફળતા. જેમાં મારે હસમુખ ની મદદ લેવી ન પડી.
મને બધાજ વિષયો મા મહારત હાંસલ થતી ગઈ, એક માત્ર ગણિત મને ન ફાવ્યું અને એમાંમારે હસમુખ ની મદદ લેવીજ પડતી અને તેની શીખવવા ની પધ્ધતિ એટલી તોછડાઈ યુક્ત હતીકે હું ગણિત શીખી ન શક્યો. આજે પણ મને તેર નાં ઘડિયા થી આગળ બોલી નથી શકાતા, બીજગણિત તો મને આજે પણ એક કોયડો લાગે છે.
શીખનાર કરતા શીખવનાર ની ગુણવત્તા અત્બત ઉન્ચીજ હોવી જોઈએ, અને ઘણે ભાગે એવું હોય પણ છે, પણ શીખવનાર ની પધ્ધતિ વિષે બધાનો અનુભવ જુદો જુદો હોઈ શકે છે, કેટલાક શિષ્યો પ્રિય હોય છે તો કેટલાક ઉપેક્ષિત પણ હોય છે, મહાભારત મા કર્ણ તરફ નો ગુરુ દ્રોણ નો વર્તાવ , કે પરશુરામ નો વર્તાવ તદ્દન પ્રશનશનીય ન હતો. એક શિષ્ય નાં લાભાર્થે બીજા નો અંગુઠો માગીલેવો એ એક ઘાતક કૃત્ય કહેવાય. પણ શીખવનાર એટલે કે ગુરુઓ ને ચેલેન્જ કરી શકાતા નથી. તેમનો ગેરવર્તાવ પણ સહન કરવો પડે છે, મીલીટરી નાં સોલ્જર ને ટ્રેનીંગ દરમ્યાન જે કડકાઈ પૂર્વક શીખવવા મા આવે છે તે ખુબજ કઠોર દેખાય છે, પણ તેમનો હેતુ સામાન્ય યુવાન ને તાલીમબદ્ધ સૈનિક બનાવવા નો હોવાથી તેમની કઠોરત ને ક્ષમ્ય ગણી શકાય. ,પણ એની પાછળ શીખવવા ની શુદ્ધ ભાવના હોય ત્તોજ એ કઠોરતા યોગ્ય ગણાય, માત્ર રોફ છાંટવા ,વેર વાળવા કે શીખનાર ને ઉતારી પાડવા નો કે તેને અપમાનિત કરવા નો હેતુ હોય તો એ બહુ સારો વર્તાવ ન કહી શકાય ,
શીખવવું અને આવડવું એ બંને મા ફરક છે, જે પ્રયત્ન પૂર્વક શીખવા માં આવે એને શીખ્યા કહેવાઈએ, જયારે આવડવું એ ઘણા કિસ્સા મા કુદરતી હોય છે, મેં એક એવી પ્રજાતિ વિષે સાંભળ્યું છે કે તેમનામાં બાળક નાં જન્મ થીજ તેને પાણી મા નાખવા મા આવે છે, અને બાળક હાથપગ હલાવી ને તરતા શીખી જાય છે, તેને ચાલતા પછી આવડે છે પણ તરતા જન્મ થી જ આવડી જાય છે, ઘણા બાળકો જન્મ થીજ કેટલાક વિષય નાં નિષ્ણાત હોય છે, કેટલાક ગણિત મા કેટલાક ભાષા મા તો કેટલાક શરીર બળ મા ચઢીયાતા હોય છે, તેમને આ વિષયો મા બહુ શીખવવું નથી પડતું. એટલે કે શીખવું એ એક પ્રક્રિયા છે, પણ આવડવું એ કુદરતી બક્ષીસ છે. પણ આવડતું હોય એને બીજા ને શીખવતા પણ શીખવું જોઈએ, ઘણા એવા અસંખ્ય તેજસ્વી વિદ્યાર્થીઓ અંધકાર મા ખોવાઈ ગયા છે જેમના શિક્ષકોએ તેમને શીખવવા નાં બદલે દુત્કારી નાખ્યા હોય,કોઈ પણ વસ્તું આવડવી એ ચોક્કસ ગુણ છે પણ જે આવડે છે તે બીજા ને શીખવવું એ વધુ મોટો ગુણ છે, જુના વખતમાં વિદ્યા કોઈ ને સોંપી નેજ મરવા ની આજ્ઞા આપવા મા આવી છે, તમને જે આવડતું હોય એનું અભિમાન ધરી ને બેસી રહેવ્વા મા કોઈ વડાઈ નથી પણ તમે જે શીખ્યા છો તે બીજા અનેક ને શીખવો એ મહત્વ નું છે,
ગૌતમ બુદ્ધ કે મહાવીર સ્વામી એ જ્ઞાન મેળવવા માટે એટલે કે કશુક શીખવા માટે અથાક પ્રયત્નો કર્યા, અને જયારે તેમને જ્ઞાન લાધ્યું ત્યારે તેમણે બીજાઓ ને તુચ્છ ગણાવા નાં બદલે એ જ્ઞાન નો ફેલાવો કર્યોએ આપણે જાણીયેજ છીએ, એટલે જ્ઞાન, આવડવું, એ માત્ર અભિમાન નોજ વિષય નથી તે એક જવાબદારી પણ છે, તમે એકલાજ બધું શીખી ને બધીજ આવડત ધરાવતા થઇ જશો, પણ એનો વારસો આગળ કોણ વધારશે..?તમે કોઈ ને શીખવશો એ લોકોજ તમને અમર બનાવશે.

Posted મે 20, 2018 by sureshmsheth67 in Uncategorized

આયુષ્ય અને રોગો .   Leave a comment

રોગો અને આયુષ્ય..

અત્યારે રાત્રી નાં ૦૧-વાગી ને પાંચ મિનીટ થઇ છે, ઊંઘ ઉડી ગઈ છે, એટલે થયું કે પથારી મા પડ્યા રહેવા કરતા કઈક ચિંતન કરીએ, આજે થોડો તાવ અને ઠંડી લાગતા હતા, એકાએક ખ્યાલ આવ્યો કે આજે સવાર થી યુરીન બંધ થઇ ગયું હતું, સાંજે થોડી અશક્તિ પણ લાગતી હતી, બંને સુપુત્રી ઓ મળવા પણ આવી ગઈ, ખાવા ની ઈચ્છા નહોતી થતી, બનાવેલું બધું પડી રહ્યું હતું, અશક્તિઅને નબળાઈ લાગવા લાગી એટલે રોજીંદી દવાઓ ઉપરાંત લેસિક્ષ નો ડોઝ પણ લીધો, અને વહેલા સુઈ જવા નું મન થતું હતું.
પણ લગભગ ૧૨ વાગ્યે જાગી જવાયું,પછી ખાવા નું મન થવા લાગ્યું, એક વાગ્યા ના સુમારે સાંજે જે નહોતું ખવાયું તે ખાવા મારે મન લલચાયું. પછી ઊંઘ ન આવવા નાં કારણે એમ થયું કે ચાલો થોડી ફીલ્સુફી હાંકીએ…!
કુદરતે આપણ ને જીવવા માટે શરીર આપ્યું છે, કહો કે રમકડું ચલાવવા માટે એક પકાર ની ચાવી આપી ને આપણ ને દુનિયા નાં પટ ઉપર મૂકી દીધા છે, આ ચાવી, એટલે કે આયુષ્ય મર્યાદા, આમ તો બધામાં સરખીજ હોય એમ લાગે છે, પણ કોઈ વાર અકસ્માતથી, તંદુરસ્તી પરત્વે દયાન નાં આપવા નાં કારણે, તેમજ કેટલીક વાર નિરાશા ને વશ થઈને કરવા મા આવતા આત્મઘાત નાં કારણે આયુષ્ય રેખા નાની થઇ જાય છે,કહેવાય છે કે મનુષ્ય ની આયુમર્યાદા ૧૦૦ વર્ષ ની મુકવા મા આવી હોય છે,પણ કુદરત નાં કારણે, હવામાન નાં કારણે , રોગો થવાથી ,અકસ્માત નાં કારણે ,વેરભાવના નાં કારણે ,આરોગ્ય તરફ ઉપેક્ષા કરવા નાં કારણે આ આયુષ્યરેખા તેની ૧૦૦ વર્ષ ની આપેલી આયુમર્યાદા પૂરી ભોગવી શકાતી નથી.
માનવજીવન નાં પથ્થર યુગ મા મનુષ્ય નું આયુષ્ય બહુ ન રહેતું, કારણ એ સમયે ઘણીજ સ્ટ્રગલ કરવી પડતી,શિકાર કરવો પડતો, શિકાર પાછળ દોડવું પડતું, અને શિકાર સાથે નાં યુદ્ધ મા પરાસ્ત પણ થઇ જવાતું હતું. પણ ઉત્ક્રાન્તી પછી મનુંષ્ય ની સ્ટ્રગલ ઓછી થતી ગઈ. એટલે ૧૦૦ વર્ષ જીવવાનું શક્ય બન્યું, પણ ધીમે ધીમે બૌદ્ધિક વિકાસ થવા ની સાથે આયુષ્યરેખા નાં ભોગે મનુષ્ય વિવિધ પ્રકાર નાં ભોગવિલાસ મા પડતો ગયો, રોગો પણ વધ્યા, ઔષધો પણ વધ્યા, તેની આડ અસર પણ થવા લાગી, અને કુદરતી જીવન લગભગ નષ્ટ થતું ગયું. પરિણામે આજે ભાગ્યેજ કોઈ ૧૦૦ વર્ષ પુરા સુધી જીવી શકે છે, આપણી જીવન પદ્ધતિ મા ઘણો સુધારો આવ્યો, પણ એ સાથે શરીર ની જાળવણી પરત્વે બેદરકારી વધતી ગઈ, જુવાની નાં દિવસો મા જયારે શરીર શક્તિઓ થી ઉભરાતું હોય, એ વખતે મનુષ્ય ને આરોગ્ય નાં નિયમો ની કોઈ પરવા નથી હોતી, તે માનતો હોય છે કે “આપણ ને તો પથરા પણ પચી જાય , માટે ભાવતી વસ્તુઓ નો મોહ વધતો જાય, વ્યસનો અને દોડધામ ભરી જીંદગી પણ આયુષ્ય રેખા ને કાપે છે,સીગેરેટ , દારુ, અખાદ્ય પદાર્થો નુ સેવન કસરત નો અભાવ, અથવા વધુ પડતી કસરત આ બધું જીવલેણ નીવડે છે, પણ પચાસ કે સાઠ વર્ષ ની ઉમર સુધી આ બધા ઉપર ધ્યાન જતું નથી.પણ શરીર ઉપર તો તેની અસર ધીમી ગતીએ થયાજ કરતી હોય છે.છેવટે શરીર ઉપર બોજો વધતો જાય છે, અને તેનો ઘસારો થવો શરુ થઇ જાય છે,
મૃત્યુ માટે નાં કારણો માં મુખ્યત્વે રોગો ની ભૂમિકા ગણનાપાત્ર હોય છે, શરીર નાં મહત્વ નાં અંગો ધીમી ગતિ એ નબળા પડતા જાય છે, અને તેની અસર ધીમે ધીમે દેખાવી શરુ થઇ જાય છે,
ટ્રેસ તણાવ, સ્પર્ધા, બીજા કરતા આગળ નીકળી જવા ની સ્પર્ધાત્મક પ્રવૃત્તિ નાં કારણે શરીર ઉપર વધારા નો બોજો પડતો જાય છે, કેટલીક વાર વારસાગત રોગો નાં કારણે પણ મૃત્યુ ની નિકટ જવાનું બને છે, ડાયાબીટીશ .બ્લડ પ્રેશર, વિવિધ પ્રકાર નાં કેન્સરો, હૃદય રોગ, શ્વસન તંત્ર નાં રોગો, દમ અસ્થમા ,સાંધા નાં દુખાવા, (આર્થરાઈટીસ ),પેટ ના અને આંતરડા નાં રોગો, દવાઓ ની આડ અસરો, ઈત્યાદી શારીરિક શત્રુઓ આયુષ્ય રેખા ને ટૂંકાવે છે.
બચપણ મા અમારા રંભા માસી એક વાર્તા કહેતા, જે મુજબ, એક વાર ભગવાન ની માતા (!)
એ તેનેપૂછ્યું કે તું દુનિયા ઉપર થી અસંખ્ય લોકો નો જીવ પ્રતિદિન લે છે તો તને કેટલું પાપ લાગતું હશે.!ભગવાન હસી ને બોલ્યા, તું પૃથ્વી ઉપર જઈ ને બધા ને પૂછી આવ, કે તેમને કોણે માર્યા..? ભગવાની માતા તો પૃથ્વી ઉપર ચાલી નીકળી, જ્યાં જ્યાં મરણ થયેલું જોયુ ત્યાં તેને પૂછ્યું કે શા કારણે આ ભાઈ કે બહેન મૃત્યુ પામ્યા..?જવાબ મા કોઈએ રોગોના કારણે, કોઈ પાણી મા ડૂબી ને ઘણા આગમાં બળી જવાથી,કેટલાક શિકાર દરમ્યાન, કેટલાક તાવ થી. કેટલાક ડાયાબીટીશ થી તો કેટલાક હૃદય રોગ અને કીડની ની બીમારી નાં કારણે મરણ પામ્યા છે, ભગવાન ની માતા એ પૂછ્યું કે આમાં ભગવા નો હાથ ખરો કે નહિ..?’જવાબ મળ્યો કે ભગવાન શું કરે રોગ અને અકસ્માત મૃત્યુ થયું એમાં ભગવાન શું કરે…!ભગવાન ની માતા પાછા ગયા.
“બોલ મા , શું જાણી આવી..?મારું નામ કોઈ મરણ મા આવે છે..?
માતા એ કાન પકડ્યો.
“નાં કોઈ એમ નથી કેતુ કે મને ભગવાને મારી નાખ્યો.”
“તો પછી મને એનો દોષ લાગે ખરો..?’ભગવાને પૂછ્યું.
“નાં, લોકો નાં મરવા નાં કારણો જુદાજુદા હોય છે, “
“તો પછી સમજી લો કે હું જાતે કોઈ નો જીવ લેતો નથી, એમની બેદરકારીજ તેમનો જીવ લેતી હોય છે. “એનો અર્થ એ કે ભગવાન કોઈ દિવસ અપજશ લેતો નથી. લોકોએ મરવા નાં કારણો તેમના અંગત હોય છે,
ખુબજ સાચવી ને જીવનારો, નિયમાનુસાર જ જીવન વ્યતીત કરનારો પણ કોઈ ને કોઈ જીવલેણ બીમારી મા સપડાઈ જતો હોય છે, હૃદયરોગ, કીડની નો રોગ આવા પ્રકાર નાં રોગો ની યાદી મા મુખ્ય છે,
રોગો ની સારવાર સાયન્ટીફીક રીતે કરવા મા આવે છે, લેબોરેટરીમાં તમામ ટેસ્ટ કરવા મા આવે છે, તેમ છતાં આવા રોગો મટતા નથી. હૃદયરોગ ગમે ત્યારે ત્રાટકી શકે છે, કીડની ગમે ત્યારે કામ કરતી બંધ થઇ જાય છે, અસ્થમા ગમે ત્યારે શ્વાસ થંભાવી દે છે, એનું કારણ છે કે દરેક જીવન ધારણ કરનારે મરણ ને સ્વીકારવુંજ પડે છે, અમરપદ એ માત્ર કોરી કલ્પના છે,
કીડની નાં એક જાણીતા ડોકટરે હમણા જ સમજાવ્યું કે બીજા બધા રોગો મા છેવટે કોઈ ઉપાય નથી હોતો, પણ કીડની એક એવો રોગ છે કે જેમાં ફરીથી જીવવા ની તક મળે છે, કારણ જે રીતે કીડની નાં ટ્રાન્સપ્લાન્ટ ની અને ડાયાલીસીસ શોધ થઇ છે એમાં દર્દી ને થો ડું વધુ જીવન મળવા ની સમભાવના હોય છે, એ સિવાય નાં કોઈ પણ જીવલેણ રોગો મા મરવા સિવાય બીજો વિકલ્પ જ નથી હોતો.
જોકે કીડની ની બીમારી ખુબજ ત્રાસ દાયક હોય છે, તેમાં ખાવા પીવા ઉપર સખત કંટ્રોલ મુકવો પડે છે, ઈચ્છા મુજબ પાણી પી શકાતું નથી,ફળ અને શાક્ભાજી મા પણ ઘણું ત્યાગવું પડે છે, દવાઓ લેવી પડે છે, મોંઘા ઇન્જેકશનો લેવા પડે છે, શરીર અશક્ત થઇ જાય છે, ભૂખ લાગતી નથી, હિમોગ્લોબીન નું સ્તર ઘટી જાય છે, સ્નાયુઓ કામ કરી સકતાનથી.બીજાઓ ને જીવન માણતા જોઈ ને સ્વજાત ઉપર ધિક્કાર જન્મે છે, ડાયાલીસીસ વારંવાર કરાવવું પડે છે, થોડું લાંબુ જીવવા માટે ઘણી આકરી કીમત ચૂકવવી પડે છે, એક તબક્કે એવો પણ વિચાર આવી શકે છે કે જો બધુજ છોડવાનું હોય, જીવન નો આનન્દ મેળવવા નો ન હોય તો એવા જીવન જીવી ને શું કરવા નું..?એના કરતા વિજ્ઞાને એવી શોધ કરાવી જોઈએ કે નિયત થયેલી વયમર્યાદા પછી મનુષ્યને કોઈ જાત ની પીડા વગર કે રીબામણી વગર સરળ મોત મળે.
આ દિશા મા હમણાજ એક કાયદો પસાર કરવા મા આવ્યો છે કે પીડાતા, રીબાતા, અને આર્થિક રીતે તૂટી ગયેલા દર્દીઓ ને ઈચ્છામૃત્યુ આપી શકાય, આ દિશા મા હવે શરૂઆત થઇ છે પણ હજી ઘણું કરી શકાય છે ,જીવન નીરસ થઇ ગયું હોય, સારા થવાની કોઈ આશા ન રહી હોય તેવા દર્દી ને સ્વેચ્છા એ મૃયું આપવું જોઈએ, મોટા ભાગે લોકો મૃત્યુ થી એ માટે ડરતા હોય છે કે મૃત્યુ દરમ્યાન કેવી પીડા થશે, એ સહી શકાશે કે નહિ, કર્મો નું ફળ કેવું મળશે વિગેરે બાબતો નાં ડર નાકારણે લોકો મૃત્યુ ને સ્સ્વકારતા નથી. જો તેમને પીડા રહિત રીબામણી રહિત મૃત્યુ મળવા ની શક્યતા હોય તો તેમને સારી રીતે મરવા ની તક મળે. અને મૃત્યુ નો બહુ ડર ન લાગે.
વર્ષો પહેલા મેં એક ઈંગ્લીશ ફિલ્મ જોઈ હતી, એમાં એવું દર્શાવવા મા આવયુ હતું કે દરેક યુવાન પુરુષો માટે જીવવા ની એક મર્યાદા કાયદા થી બંધાવા મા આવી હતી. એ ઉમરે પહોંચે એટલે તેમને એક સ્થળે લઇ જવા મા આવે, કોઈ યાંત્રિક વ્યવસ્થા નાકારને તેઓ હવા મા તરતા તરતા ઉપર ઉડતા જાય છે અને સીલીંગ ને સ્પર્શાતાજ તેમનો ખાત્મો થઇ જાય છે,
એ મનુષ્ય જાતી મા કોઈએ વૃદ્ધ માણસ ને જોયો ન હતો, કારણ કોઈએ વૃદ્ધ થવાની છુટ જ ન હતી એવા મા એક યુવાન કપલ આ વ્યવસ્થા ની વિરુદ્ધ મા એ પ્રદેશ મા થી છટકી જાય છે, તેમણે જુના અમેરિકા નાં ખંડેરો જોવા મળે છે, અને એક વૃદ્ધ માણસ પણ જોવા મળે છે. તેમને જીવન મા પહેલીજ વાર વૃદ્ધ નાં દર્શન કર્યા, આગળ ની વાર્તા તો મને યાદ નથી રહી. પણ કહેવા નો ભાવાર્થ એ છે કે વૃધ્ધ્વાસ્થા નાં ત્રાસ ભોગવી ને લામ્બુ જીવવું એના કરતા કાયદા થી યુવાન વયેજ મરવું શું ખોટું છે..?’
પણ જીવન એક એવી માયાજાળ છે કે કોઈ ને મરવું ગમતું નથી,પણ મર્યા વિના કોઈ નો આરો પણ નથી.અને વિવિધ રોગો આ કાર્ય મા કુદરત ને સહાયરૂપ થઇ પડે છે.

Posted મે 14, 2018 by sureshmsheth67 in Uncategorized

ધરોહરો ણી જાળવણી ,   Leave a comment

ધરોહરો ની જાળવણી ,

તાજેતર મા સમાચાર હતા કે દિલ્હી નાં લાલકિલ્લા ની જાળવણી નું કામ ખાનગી કંપની ને આપવા મા આવશે. આ વિષય ઉપર ઘણી ચર્ચાઓ ચાલે છે, આ નિર્ણય ની તરફેણ મા તેમજ વિરુદ્ધ મા વિચારો પ્રદર્શિત થયા છે.
સામાન્ય રીતે કોઈ પણ મિલકત ધરાવનાર તેની જાળવણી ન કરી શકતો હોય તો તે એવી મિલકત ને રસ ધરાવતા અન્ય વ્યક્તિ ને પોતાની અસ્ક્યામત ભાડે આપે છે, સામાન્ય માણસ પણ પોતાની વધારા ની મિલકત ભાડે આપે છે, તેના થી એક લાભ તો એ થાય છે કે તે વ્યક્તિ ની મિલકત સચવાય છે,તેમજ ભાડા રૂપે આવક પણ મેળવે છે, ભાડે લેનાર એ મિલકત ને સાફસુફ રાખે છે, તેને લગતા વીજળી બીલો ભરે છે મિલકત ઉપર વેરો ભરે છે, તેમજ વખતો વખત રંગરોગાન રીપેરીંગ કરાવતો રહે છે, અને તે સાથે મિલકત નો આર્થિક ઉપાર્જન માટે સ્વેચ્છા એ ઉપયોગ કરે છે,
આમ થવાથી મીલ્કત નાં માલિક ને જાળવણી નાં ખર્ચ માંથી મુક્તિ મલે છે, મિલકત સાફ રહે છે, અને સાથે ભાડા ની આવક પણ થાય છે. તો બીજી બાજુ મિલકત ભાડે લેનાર તેમાં પોતાનો વ્યવસાય વધારી શકે છે, અથવા પોતાની રહેણી કરણી મા સુધારો લાવી શકે છે, આ એક અરસપરસ સમજુતી ની વાત છે. જે નાનાપાયા ઉપર ચાલતી હોય છે,
અગાઉ પણ રજવાડા નાં સમય મા આવી વ્યવસ્થા ચાલતી હતી, એ સમયે પગાર આપવા લેવા નો રીવાજ બહુ ઓછો હતો. જમીન મહેસુલ, લશ્કર નો નિભાવ, કાયદો અને વ્યવસ્થા ની રખાવટ ,કરવેરા અને રાજ્યભાગ ઉઘરાવવા ની કામગીરી માટે ભાડુતી માણસો રાખવા મા આવતા, તેમણે ઉઘરાવેલ આવક નાં નિયત ટકા તેમને રાજ્ય ને –માલિક ને આપવા નાં થતા એ સિવાય બધીજ આવક, ઉઘરાણી ,કરવેરા, વિવિધ ચાર્જીસ વિગેરે બધું એ પોતાનો અધિકાર સમજતો અને રાજ્ય અથવા માલિક તે કબુલ પણ રાખતો ,આમ થવાથી રાજ્ય અથવા મિલકત નાં માલિક ને મહેનત કરવી ન પડતી, તેણે ઠરાવેલા અધિકારીઓ આ બધું કામ પોતાની જવાબદારી થી કરતા, અને ફાવે તેટલા પૈસા પ્રજા પાસે થી ઉઘરાવી શકતા, રાજ્ય ને તો નિયત રકમ મળી જાય એમાજ રસ રહેતો. એ સિવાય ની બધી જ ચિંતા આવો અધિકાર જેન મળ્યો હોય તે વ્યક્તિ એ કરવા ની રહેતી.આવા રાજ્યે ભાડે રાખેલા અમલદારો પ્રજાનું શોષણ કરતા, અને કોઈ પણ રીતે તેઓ વસુલાત કરતા રહેતા, પૈસા માટે તેઓ પ્રજા ઉપર જુલમ પણ કરતા .જેની ફરિયાદ કોઈ ને કરવા ની રસમ ન હતી ,
એક રીતે જોઈએ તો જે રાજ્ય પોતાની અસ્કયામતો ની જાળવણી ન કરી શકતું હોય એ તેના માટે શોભાશ્પદ ન કહેવાય. નબળા અને શોષણ ખોર રાજાઓ આ પધ્ધતિ અપનાવતા હતા,
અંગેજો નાં શાશનકાળ વખતે બનતા સુધી લોર્ડ વેલેસ્લી એ આ જ ધોરણ ઉપર સહાયકારી યોજના અમલ મા મૂકી હતી, તેમાં રાજાએ પોતાના રાજ્ય ની બધી વ્યવસ્થા અંગ્રેજો ને સોંપી દેવાની રહેતી અને તેના બદલા મા અંગ્રેજો જે તે રાજાઓ નાં ખર્ચે તેમને લશ્કર, પોલીસ, વિવિધ ઉઘરાણી કરી આપવા ની મદદ કરતા. રાજા એ આરામ સિવાય કશું કરવા નું રહેતું નહિ. આ પદ્ધતિ મા રાજા નાજ ખર્ચે બધો વહીવટ કરવા મા આવતો, રાજા ને નિશ્ચિત રકમ મળી જતી, પ્રજા નું શું થાય છે એ રાજાએ જોવાનું ન હતું.
હવે, લાલકિલ્લો કોઈ ખાનગી કંપની ને જાળવણી માટે સોંપવા મા આવે એ પણ એક જાત નો એકતરફી સત્તા વિનિમય નો પ્રયોગ જ છે, અલબત્ત, સરકાર પાસે આવી ધરોહર ની જાળવણી નો સમય તેમજ બજેટ ન હોય, ત્યારે સરકાર વતી આ બધો ખર્ચ આ નિયત થયેલી કંપની ઉપાડી લે છે, દેખીતું છે કે ખાનગી કંપની આ બધું સેવાભાવે કે દેશભક્તિ નાં નામે ન જ કરે, તેનો બદલો પોતાની રીતે મેળવી લેવા ની આમાં સરકાર ની મૂક સંમતિ હોવાનીજ. આ પદ્ધતિ મા રાજા અને કોન્ટ્રાકટર વચ્ચેજ સંબંધ રહે છે, પ્રજા નું હિત જોવું કે ન જોવું એ આવી કંપની ઉપર અવલંબિત છે, સારી અને પ્રામાણિક કંપની સારો વહીવટ કરે તો પ્રજાને લાભ થાય, પણ જો શોષણ ખોર કંપની આવી ગઈ તો પ્રજાનું કોઈ સાંભળે નહિ એ હકીકત છે.
સામાન્ય પ્રજાજનો પણ પોતાના ઉપયોગ થી વધૂ હોય એવી મિલકત ભાડે આપે છે, મકાન, રિક્ષા, ટેક્ષી, સિક્યોરીટી સર્વિસ, બેંકો નાં રીકવરી અધિકારીઓ, કંપની નાં બોર્ડ of ડીરેકટરો વતી આવો વહીવટ તેના મેનેજીંગ ડીરેક્ટર, કે મેનેજર કરતા હોય છે.પોતાના થી ન થાય એ કામ અન્ય ને સોંપી દેવું એ માનવસ્વભાવ છે, અને એ ધોરણે સંસાર નો વહીવટ ચાલતો હોય છે.
તેમ છતાં લાલકિલ્લા જેવી રાષ્ટ્રીય ધરોહર ખાનગી કંપની ને જાળવણી માટે આપી દેવી એ સારા વહીવટ ની નિશાની ન જ કહેવાય, અંગ્રેજો ને માટે તો દેશ ની આવી સંપત્તિ એક પરાયા દેશ ની હતી. એટલે તેની સાથે કોઈ સેન્ટીમેન્ટલ બંધન ન હતું, જયારે આપણા જેવા પ્રાચીન દેશ ની મિલકતો નું ઐતિહાસિક તેમજ સેન્ટી મેન્ટલ ગઠબંધન હોય છે, જો સારો વહીવટ, સુચારુવ્યવાસ્થા, રાષ્ટ્રભાવના અને પ્રામાણીકતા હોય તો આવી રાષ્ટ્રીય અશ્ક્યામતો ને આમ બીજા ને સોંપવા નો વખત ન આવે.આપણું ઘર બીજા ચલાવી આપે એ સંજોગો જરા પણ આવકાર્ય લાગતા નથી. સમર્થકો ખોટું ન લગાડે, પણ આપણી મિલકત બીજા ને સોંપી ને ઘર ચલાવવા જેવું થયું, આકામ કોન્ટ્રાકટ આપી ને, ભાડા પટે થી કે અન્ય રીતે જાળવણી માટે આપવા મા આવે, તો એ તેના માટે લાંબા ગાળાનો કરાર કરવો પડે, અને એ કરાર ચાલુ હોય ત્યાં સુધી ભલે માલિકી આપણી રહે, પણ એ સિવાય એના ઉપર આપણો કોઈ અધિકાર રહે નહિ, જેમ કે આપણું મકાન આપણે કોઈ ને ભાડે આપીએ તો તે મકાન મા આપણે ભાડૂઆત ની મંજૂરી વિના પ્રવેશ કે ઉપયોગ કરી શકતા નથી એજ રીતે આવી જાળવણીનું કામ કરાવવા માટે ખાનગી કંપની નોજ અધિકાર એ સંપત્તિ ઉપર આપણે સ્વીકારવો જોઈએ,
અલબત્ત, સરકારી મશીનરી નાં કરતા ખાનગી એજન્સીઓ વધુ સારી રીતે મિલકત ની જાળવણી કરે એ ખરું, પણ તો સરકાર પોતાનું સાર્વભૌમત્વ છોડી ને જવાબદારી માંથી મુક્તિ મેળવે એ પણ શોભતું નથી. અગાઉ લોકો પ્રસંગ પાર પાડવા પોતાની મિલકત, કે દરદાગીના ગીરવે મૂકી ને પ્રસંગ પાર પાડતા, અને છેવટે એ મિલકત પણ ગુમાવતા એના જેવો ઘાટ થઇ શકે.
પ્રમાદ આપણ ને ગુલામ બનાવી શકે છે, આ પણ એક જાત ની સહાયકારી યોજના નુજ બીજું રૂપ છે. એવું માનું છું.

Posted મે 5, 2018 by sureshmsheth67 in Uncategorized

ગરીબો, પ્રભુ ના પ્યારા .   Leave a comment

ગરીબો ,પ્રભુ નાં પ્યારા .

આપણા દેશ મા સૌથી જુના મા જુનું કોઈ તત્વ હોય તો તે ગરીબી અને ગરીબો છે. ગરીબ થવું કોઈ ને ગમતું નથી, પણ ગરીબી નું ગૌરવ કરવું એ આપણે ત્યાં એક ઉપાસના ગણાય છે, ગરીબો પરત્વે દયા, પ્રેમ, અને સહાનુભુતિ દર્શાવવી એ આપણા મા એક ઉચ્ચ સંસ્કાર ગણાય છે, ગરીબો ને મદદ કરવી. અને તેનો પ્રચાર કરવો એ એક ફેશન બની ગયેલ છે. ગરીબો ને પ્રભુ નાં પ્યારા સમજવા મા આવે છે, જો કે આ કહેવત ની પ્રભુ ને પોતાને જાણ છે કે નહિ એ એક રહસ્યમય પ્રશ્ન છે,
આપણે માનીએ છીએ કે ગરીબો ની સાથે હંમેશા પ્રભુ હોય છે, જો આમજ હોય તો પ્રભુનો સાથ મેળવવા માટે પણ કોઈ જાતે ગરીબી સ્વીકારતું નથી.ગરીબો હંમેશા મહેનતું, પ્રામાણિક, અને ઈશ્વર સાથે જોડાયેલા હોય છે એવું આપણે માનીએ છીએ અને ગરીબી ને ગૌરવ પણ ગણવા મા આવે છે, પણ એ બધું બીજાઓ માટે છે, આપણે વ્યક્તિગત રીતે ગરીબી કે ગરીબો ને પસંદ કરતા નથી.કે ગરીબ થવા પણ કોઈ રાજી નથી હોતા.
કેટલીક સંસ્થાઓ, એનજીઓ ગરીબો નાં કલ્યાણ માટેજ કામ કરતી દેખાય છે, ગરીબો ને શહેર ની ફૂટપાથ ઉપર સુવું પડતું હોય, પણ તેમના કલ્યાણ કરનારી સંસ્થાઓ નાં પાકા બિલ્ડીંગો ખડા હોય છે, ગરીબો ને પહેરવા કપડા નથી પણ તેમના ધ્વજ્ધારીઓ અપટુડેટ કપડા માં સજ્જ હોય છે, કેટલાયે ગરીબો નાં નામે કામ કરનારા મોટા માણસો સમાજ મા દયાવાન, અને કરુણા થી ભરેલા ગણાતા હોય છે,
ગરીબ કલ્યાણ માટે આટલા કામો થતા હોવા છતાં સમાજ મા ગરીબો દૂર થતા નથી એ પણ એક આશ્ચર્ય છે, જો ખરેખર ગરીબો પ્રત્યે મમતા હોય તો ઉતરોત્તર ગરીબો ની સંખ્યા ઘટી જવી જોઈએ , પણ આમ થતું નથી, આનું કારણ ગરીબો નાં નામે ઘણું ઘણું થતું હોય છે,ઘણી વાર ગરીબ ગણાતા લોકો પોતેજ ગરીબ મા ગણાવા તૈયાર હોય છે, આ એક એવું અમોઘ શસ્ત્ર છે કે તેના આધારે જાહેરજીવન નો સમુદ્ર તરી જવાતો હોય છે, તો બીજી તરફ કેટલાક ગરીબો પણ ખરેખર ગરીબ નથી હોતા,પણ કલ્યાણ યોજના નો લાભ લેવા ગરીબ દેખાતા હોય છે, ગરીબ અને દયાળુ બંને ઘણી વાર લાભ મેળવવા માટેજ કામ કરતા હોય છે,
આપણે ઘણી વાર કહેતા હોઈએ છીએ કે ભગવાન હંમેશા ગરીબો ની સાથેજ હોય છે, પણ ભગવાન નો આવો સરળ પણે મળતો સાથ છોડી ને કોઈ સ્વેચ્છા એ ગરીબ થવા તૈયાર થતા નથી.બધા ને ગરીબ નાં બેલી થવા મા રસ હોય છે પણ ખુદ ગરીબ થવા કોઈ આગળ આવતું નથી. ગરીબો નાં નામે રાજકીય પક્ષાપક્ષી થાય છે, મત ઉઘરાવાય છે,ગરીબો માટે ફાળવવા મા આવતું ભંડોળ તેમના સુધી પહોંચે તે પહેલા ગરીબી નાં ધ્વજ્ધારીઓ નાં ખિસ્સા મા જતું રહેતું હોય છે. કહેવાતા દયાળુઓ પોતાના ઉત્કર્ષ માટેજ ગરીબકલ્યાણ નાં ગાણા ગાતા હોય છે,જો ગરીબો પ્રત્યે ખરેખરી કરુણા નીતરતી હોય તો કોઈ કેમ ચાલ્યા જતા ગરીબ ને પોતાની ભવ્ય ગાડી મા લીફ્ટ નથી આપતા..? ગરીબ ભિખારી તરફ દૂર થી પાઈપૈસો કેમ ફેંકે છે..?વધેલું અને છાન્ડેલું ખાવાનું ગરીબ ને આપવા કરતા નવું ભોજન બનાવી ને કેમ તેમને જમાડતા નથી..?
ગરીબી નાં લાભાર્થે ધનિક અને મધ્યમ વર્ગ ઘણું વિચારે છે, કેટલાક ગરીબો પરત્વે ખરેખર કરુણા ધરાવતા હોય છે, પણ એ સામે ગરીબો નો પણ અભ્યાસ થવો જોઈએ, આપણે એવા દાખલા પણ જોયા છે કે ગરીબ ભિખારી પાસે થી લાખો રૂપિયા સંઘરાયેલા મળી આવે છે, કેટલાક ભીખારીઓ, અપંગો અને વિકલાંગો પણ બનાવટી હોય છે, કેટલાક ખોટા પાટાપીંડી કરી ને ભિક્ષા માગતા હોય છે , તો કેટલાક પગ કપાયેલો દેખાડવા પગ ને ઘૂંટણ માંથી વાળી ને તેના ઉપર પેન્ટ પહેરી ને પગ કપાયેલો દર્શાવવા ની ચાલાકી કરતા હોય છે, તો બીજા કેટલાક રક્તપિત્ત વાલા ભીખારીઓ રોગ નો ઉપયોગ શસ્ત્ર તરીકે કરી ને આપણ ને અડકી જવા નો ભય બતાવી ને પૈસા પડાવે છે,
આપણે જેમને ગરીબ અને શોષિત ગણી ને દયા ભાવ રાખીએ છીએ, તેઓ તેમના ધંધા મા જરા પણ પ્રામાણીકતા દર્શાવતા નથી હોતા, કડીયા, મજૂર, ઘરકામ કરવા વાળા ,રિક્ષા ચલાવવા વાળા પણ ઓછી મહેનતે વધુ વળતર લેવા ની વૃતિ ધરાવતા હોય છે, શાકભાજી વેચનારા વજન મા છેતરે છે, અથવા એકબે આઈટેમો સડેલી કે નકામી ઘૂસેડી દેતા હોય છે, તેમના માગ્યા મુજબ પૈસા આપવા મા આવે તે છતાં તેઓ આવું શામાટે કરતા હોય છે એ બહુ અઘરો પ્રશ્ન છે, સુથારો. રંગ કરનારાઓ,સફાઈ કામદારો પણ તેમનું કામ પ્રામાણીકતા થી કરતા નથી હોતા, ઓછા કલાકો, કામ કરી ને વધુ રકમ મેળવવા નું બહુજ સામાન્ય બની ગયું છે, કન્ડક્ટરો છુટા પૈસા આપવા મા ગલ્લાતલ્લા કરતા હોય છે, અને છેવટે આપણે એ નાની રકમો જતી કરવી પડે છે, રિક્ષા ડ્રાઈવરો પોતાને જે દિશા મા જવું હોય તેજ દિશા મા જવા માટે સંમત થતા હોય છે, તેઓ જનતા માટે બનેલા રોડ નો ઉપયોગ કરે છે, પણ જનતા ની ઈચ્છા અનુસાર નહિ પણ પોતાની સગવડ મુજબ જવા તૈયાર થાય છે, એ વાત સાચી કે એ લોકો ભાર તડકા મા ફરે છે, પણ એમાં આપણો કોઈ દોષ નથી, તેમને તેમના વ્યવસાય મુજબ તકલીફ ઉઠાવવાનીજ હોય, તેઓ એનું વળતર મેળવવા હકદાર છે, પણ મનસ્વી રીતે નાણા પડાવવા, કોઈ લાચાર વૃદ્ધ નો લાભ ઉઠાવાવો, તેને ખન્ખેરવો ,મીટર ની પરવા કર્યા વિના નાણા પડાવવા, આ બધું આપણે એટલા માટે સહન કરવા નું કે તેઓ બિચારા ગરીબ છે, ..!રિક્ષાભાડા મા વારંવાર વધારો કરી આપવા મા આવ્યો હોવા છતાં ડ્રાઈવરો ભાડા માટે તકરાર કરતાજ રહે છે, ગરીબો ની સાથે ભગવાન શું આ માટે રહે છે..? કડીયા મજૂરો ફાવે તેમ ઘર ચણતા હોય છે, સુથારો કે લુહારો માગ્યા પ્રમાણે કામ કરતા નથી, મોચીઓ એવું કામ કરે છે કે થોડાજ સમય મા તમારા બૂટ ચપ્પલ રસ્તા માજ તૂટી જાય છે, સફાઈ કામદારો સફાઈ યોગ્ય રીતે કરતા નથી, બાંધેલા પગાર વાળા કામદારો મહિના મા ઘણી રજાઓ પાડતા હોય છે, આપણે ભ્રષ્ટાચાર ચાર નો વિરોધ કરવા મા શૂરા હોઈએ છીએ, પણ આપણે જે સ્થળે કામ કરતા હોઈએ છીએ તેને વફાદાર રહેતા નથી, ઓફીસ નાં સમય મા અન્ય ખાનગી કામો મા વ્યસ્ત રહેતા હોય છે, તો બીજી તરફ માલિકો પણ પ્રામાણિક અને વફાદાર કર્મ ચારીઓ ની કદર કરતા નથી. આ રીતે અપ્રામાણીકતા, કામચોરી , લુચ્ચાઈ , છેતરપીંડી ,ઓછી મહેનતે વધુ વળતર, કોઈ ની લાચારી નો ફાયદો ઉઠાવવો, જેવા દુષણો નાં વિષચક્ર મા આપણે બધાજ અટવાયેલા હોય છે, એટલે ગરીબો નું ગૌરવ કરવું એ એક માત્ર દેખાડો છે, ગરીબો સર્વગુણ સંપન્ન હોય છે કે ગરીબો પ્રભુ નાં પ્યારા હોય છે, અથવા ગરીબો પ્રામાણિક હોય છે એ વાત માત્ર ગરીબો નાં સંતોષ માટે જ કરવા માં આવતી હોય છે. હકીકત મા ગરીબ પણ આપણી વચ્ચે થી જ આવ્યો હોય છે, ગરીબ કોઈ સ્વર્ગ મા થી ઉતરી આવ્યો નથી હોતો, સામાન્ય લોકોનાં જેવાજ ગુણ અવગુણ તેનામાં પણ હોય છે, ઓછાશ્રમે વધુ વળતર મેળવવા ની વૃતિ થી ગરીબ કહેવાતા લોકો પણ બાકી નથી હોતા,
વિશાળ પણે જોઈએ તો એક ની કમાણી બીજા નું શોષણ હોય છે, આપણે રિક્ષા વાળા નો દોષ કાઢીએ, પણ આપણી નોકરી કે ધંધા મા પ્રામાણિક નથી હોતા, આપણે બેંક કર્મચારી ની કામચોરી ની ફરિયાદ કરતા હોઈએ, પણ આપણે સરકારી ઓફીસ મા કામ કરતા ક્લાર્ક હોઈએ,તો આપણે કોઈ નું કામ કરી આપવા વળતર ની આશા રાખતા હોઈએ છીએ ,ગરીબ એ કોઈ કોમ કે જાતી નથી . આપણે મધ્યમ વર્ગ નાં લોકો નો પણ ગરીબ મા સમાવેશ થઇ શકે છે, જેમ આપણ ને બીજા કહેવાતા ગરીબો સામે ફરિયાદો હોય છે, તેમ આપણી સામે બીજાઓ ની ફરિયાદ પણ હોય છે. આપણા થી વધુ આવક ધરાવાનારો ને મન આપણે પણ ગરીબ હોઈએ છીએ, ગરીબ કોઈ જ્ઞાતિ નથી એક ભિખારી જો ગરીબ છે તો લાંચ માગનાર આપણે પણ ગરીબ્જ છીએ, કારણ કોઈ પૈસા થી ધરાતું નથી,રિક્ષાવાળો વધુ પૈસા માગતો હોય તો એક સમૃદ્ધ ડોક્ટર , વકીલ, કે એન્જીનીયર અથવા સરકારી ઉચ્ચ અધિકારી પણ બને તેટલા વધુ નાણા મેળવવા પ્રયત્નશીલ હોય છે. એટલે ગરીબો ની દયા ખાધા કરતા આપણા મા રહેલા ગરીબ નેજ પ્રથમ સંભાળવો જોઈએ, વગર મહેનતે વધુ નાણા માગવા એ માનસિક ગરીબીજ છે, એટલે ગરીબી નું ગૌરવગાન કરવા મા દંભ સિવાય કશું નથી.
જો શાકવાળો કે દૂધવાળો ઓછું શાક કે દૂધ આપે એ સામે આપણ ને વાધો હોય તો આપણે જે વ્યવસાય કરીએ છીએ તેમાં સંનીષ્ઠાતા રાખવા ની પણ આપણી ફરજ છે, કારીગરો ની કામચોરી ની ફરિયાદ હોય તો આપણે પણ પહેલા આપણા સ્તરે કામચોરી ન બતાવવી જોઈએ,
એટલે સાચો ગરીબ એ છે કે જેને પ્રામાણીકતા પૂર્વક કામ કરવા છતાં જીવન નિર્વાહ પુરતું મળતું નથી..આવો ગરીબ આપણા સમાજ મા કોને કહીશું..?ડોક્ટર ને, વકીલ ને, નોકરીયાત ને, શાકવાળા ને રિક્ષા વાલાને, કે રોજ ઉપર કામ કરતા કારીગર ને..?
ભગવાન ગરીબો ની સાથે જ હોય છે એમ માનીએ તો પણ એ કયા પ્રકાર નાં ગરીબ સાથે હશે..?અને બીજી વાત એ કે જો ભગવાન જેવા ભગવાન જેમની સાથે રહેતા હોય તો એ વ્યક્તિઓ ગરીબ કેમ રહે છે..?સાચું કારણ એજ છે કે ભગવાન ને પણ સાથે રહેવા જેવો ગરીબ મળતો નહિ હોય…!

Posted એપ્રિલ 27, 2018 by sureshmsheth67 in Uncategorized

આતંક નું અવતરણ ,   Leave a comment

આતંક નું અવતરણ .

બધેજ ભય નું આવરણ છે, કોમી વિવાદો નો આતંક, ધાર્મિક વિચારો નું ઘર્ષણ, ભૂખમરો અને ગરીબી નો ભય, ભ્રષ્ટા ચાર અને કાયદો અને વ્યવસ્થા ની નિષ્ફળતા,ધર્મો દ્વારા થતું શોષણ, નિરર્થક ઉપદેશો મા રાચતી પ્રજા, વિગેરે.
આ તો થઇ દેશ ઈ આંતરિક સામાજિક સમશ્યા, આર્થિક્ક્ષેત્રે ચલણી નોટો ની અનુપસ્થિતિ, પોતાના જ પૈસા ઉપાડવા મા ભોગવવી પડતી હાલાકી, પરને ઠોકી બેસાડેલું કેશલેસ વ્યવહાર, કરવેરા માટે નવા નવા હેડ શોધવા સિવાય અન્ય કોઈ પ્રજાલક્ષી કામો તરફ ઉપેક્ષા, મહિલાઓ ની અસલામતી, નાગરીકો નાં ઘરો મા ચોરી ,લુંટ, છેતરપીંડી વિગેરે પણ એટલીજ અસલામતી ઉભી કરે છે,
બેંકો મા રહેલા જનતા નાં નાણા પણ ક્યારે છીનવાઈ જશે એવો ડર .
તો બીજી તરફ સીમાઓ ઉપર છેડાતો જંગ, સેંકડો સૈનિકો નાં વગર યુધ્ધે થતા મોત, સૈનિકો તરફ અક્રુતજ્ઞતા, લોક પ્રતિ નિધિઓ નાં પ્રજાના પૈસે થતા તાગડધીન્ના,
પ્રવાસો અને સમારંભો મા થતા અઢળક નાણા નો વ્યય ,વધતા જતા ભાવ વધારા, વધતું જતું કર ભારણ, મૂળ ભૂત જરૂરીયાત પૂરી પાડવા નાં બદલે મોટા મોટા ખર્ચાળ પ્રોજેક્ટો. ખવાઈ જતા બજેટો, અપ્રામાણીકતા, ઇન્કમ ટેક્ષ ની વ્યાપક જાળ,સામાન્ય નાગરીકો ને ગુન્હેગાર ગણવા ની સત્તાધારીઓ નું વલણ, અને લોકો નાં પૈસા લઇ ને નાસી જાનારા ઉદ્યોગપતિઓ, વ્યાપારીઓ. તેમના અબજો રૂપિયાના દેવા ને માંડી વાળવા ણી ચલ, અને એ પૈસા નું ભારણ સામાન્ય નાગરીઓ નાં માથે ઠોકવૂ,
આ દેષ નાં વડાઓ વારંવાર વિદેશ મા કેમ જાય છે..?કોઈ રાજકીય સમર્થન મેળવવા જતા હોય તો વિવિધ દેશો નાં નેતાઓ સાથે તેમની મુલાકાત તો માત્ર અર્ધા પોણા કલાક મા સમાપ્ત થઇ જતી આપણે જોઈએ છીએ, તો આવી વાત માટે સમય નો ભોગ, નાણા નો ભોગ આપીએ ને આપના સતાધીશો કયું કામ કરી લાવે છે..? સમર્થન અને સહકાર નાં કરારો થાય એ પછી તેનો કેવો અમલ થતો હોય છે એ કોઈ જોતું નથી. આર્થિક કરારો, લશકરી સમજૂતીઓ , આતંવાદ મા સાથે રહેવાના સંકલ્પો જેવા હેડીંગો નીચે આપણા પ્રતિનિધિઓ બસ ઉડયા જ કરે છે. એક અર્ધા કલાક ની મીટીંગ માટે વારંવાર વિદેશ પ્રવાસે જવું એ શું સારું લક્ષણ છે..?અને એ પ્રવાસો દરમ્યાન કરેલ ઠરાવો થી શું હાંસલ થાય છે એતો સમજાતુજ નથી. દેશે હથીયારો ણી ખરીદી કરાવી હોય તો તેની કીમત ઉપરાંત આપણી મોંઘી પ્રોડક્ટ સસ્તા મા આપવી પડે છે. અને આમ ને આમ દેશ કોઈ અન્ય દેશ ણી શેહ મા જ દબાયેલો રહે છે, નિયમો માત્ર સામાન્ય નાગરીકો માટેજ છે,
એક ત્રીજી બાજુ પણ ડરાવી રહી છે, ઓક્સીઝાન ખૂટતો જાય છે, પૃથ્વી ફરતુંઓઝોન વાયુ નું પદ પાતળું થ તું જાય છે, કોઈ કહે છે કે ધ્રુવ પ્રદેશ નો બરફ ઓગાળી રહ્યો છે જેણે પરિણામે મોટા મોટા શહેરો ડૂબી જવાના છે, હવામાન કાબુ મા નથી.આગાહી ઓ મા દમ નથી હોતો, ચોમાસા દરમ્યાન રોગચાળો ફેલાય છે, પુર આવે છે, અનાવૃષ્ટિ થાય છે તેમાં છતાં નર્મદા મા પાણી ખૂટી જાય છે, સર્દાર્સરોવર ડેમ ખાલી થવા લાગ્યો છે, ખેતી મા કસ નથી રહ્યો.
કોઈ એવું પણ કહે છે કે ભવિષ્યનું યુદ્ધ પાણી માટે થવાનું છે, પ્રદુષણ થી હવામાન જેરી થતું જાય છે,
સ્ટીફન હોકિંગ જેવા ભૌતિક શાશ્ત્રીઓ એ ચોખ્ખી ચેતવણી આપી છે, કે સો વર્ષ મા પૃથ્વી સિવાય નો બીજો ગ્રહ શોધી રાખવો પડશે, કારણ પૃથ્વી હવે રહેવા લાયક નથી રહેવાની.
કોઈ પ્રલય ની આગાહી કરે છે, તો કોઈ ભયંકર ધરતીકંપ ની આગાહી કરે છે, કોઈ પીગળતા બરફની વાતો કરે છે, તો કોઈ સુનામી,નો ભય બતાવે છે, બીજી તરફ ભયાનક દુષ્કાળ ની પણ આગાહી થાય છે. સમજાતું નથી કે લાખો વર્ષો થી પૃથ્વી નામનો ગ્રહ તેની જીવસૃષ્ટિ સહીત અડીખમ ચાલી રહ્યો છે, તો હવે અવિશ્વાસ અને ભય શામાટે ફેલાવવા મા આવે છે..?આપણો વિનાશ નો શોખ આપણ ને સારી કલ્પનાં નાં બદલે સર્વનાશ નાં સપના જ શા માટે બતાવે છે..?આવો સંભવિત વિનાશ ને રોકવા નાં ઉપાયો શોધવા નાં બદલે આવી વાતો ને વધુ ચગાવી ને લોકો ને ભય હેઠળ રાખવા પાછળ કયું ગણિત હશે..?
માણસજાત માટે ભગવાને અથવા કુદરતે ઘણા સારી વ્યવસ્થા કરી છે, સર્વપ્રથમ તો તેને આપણી જગ્યા કરવા માટે ડાયનાસોર જેવા મહાકાય પ્રાણીઓ ને ઉઠાવી લીધા, શુદ્ધ ઓક્સીઝાન, ણી વ્યવસ્થા કરી, વનસ્પતિ, જીવ જંતુઓ, તેમજ સમગ્ર ઇકોલોજી માનવ જાત ને ધ્યાન મા રાખી નેજ બનાવવા મા આવી હોય એવું લાગે છે, પૃથ્વી ઉપર બધુજ છે અને વિપુલ્પાને છે, પરંતુ આપણી શાશન વ્યવસ્થા માજ ખામી છે જે યોગ્ય વિતરણ થવા દેતી નથી, દરેક જીવ પોતાને ભવિષ્ય મા મુશ્કેલી ન પડે એ માટે સંગ્રહ કરવા લાગ્યા છે, એટલેજ કુદરત ણી વિતરણ વ્યવસ્થા ખોરવાતી જાય છે, એક મોટો ભાગ અછત મા જીવે છે એનું કારણ કેટલાક થોડા લોકો બધુજ દબાવી ને બેઠા છે એટલુજ છે,
તેમ છતાં ઉપર દર્શાવ્ય એ પ્રકાર નાં આતંક વચે, અસલામતી વચ્ચે આપણે જીવી રહ્યા છીએ અને આ બધું વિનાશ પામશે એવી ભયપ્રદ આગાહીઓ થતીજ રહે છે, કોઈ ને જળપ્રલય ણી સંભાવના નો ડર છે, તો કોઈ ને આકાશ મા ફરતા લઘુ ગ્રહ અથડાવા નો ભય છે, કોઈ પ્રદુષણ નો ભય બતાવે છે, તો કોઈ ભયાનક જળપ્રલય નાં ભય હેઠળ જીવી રહ્યા છે. આવા સંભવી અને કલ્પિત ભય વારંવાર દર્શાવવા નાં બદલે યુધ્ધો માંથી નિવૃત થવાની જરૂર છે અને આ આવનારી આપત્તિઓ ન આવે એનાં સંશોધન પાછળ લાગવાની જરૂર છે

Posted એપ્રિલ 21, 2018 by sureshmsheth67 in Uncategorized

  Leave a comment

Sureshchandra
Home
Friend requests
Messages
Notifications
Account Settings
Shortcuts
Explore
See more…
Create
Ad · Page · Group · Event
Stories

12 hours ago

2 hours ago

22 hours ago

22 hours ago

3 hours ago

17 hours ago

21 hours ago

12 hours ago

20 hours ago

14 hours ago

3 hours ago

22 hours ago

about an hour ago

4 hours ago

20 hours ago

11 hours ago

3 hours ago

about an hour ago

17 hours ago

2 hours ago

about an hour ago

6 hours ago
See more
Your Page (1)
1 event invitation
Trending

Mecca Masjid Bombing
Verdict likely today in 2007 Mecca Masjid blast in Hyderabad ‑ hindustantimes.com

Barbara Bush
Former First Lady Barbara Bush In Failing Health, Not Seeking Further… ‑ npr.org

Manchester City FC
Manchester City wins Premier League title after rivals Manchester… ‑ edition.cnn.com
See more?
Games

Instant Games

Suggested Groups
See All
Basant Sethia’s photo.

WE SUPPORT NARENDRA MODI
152 friends · 2,655,512 members
Join
SURAT Networking’s photo.

SURAT NETWORKING
9 friends · 48,406 members
Join
आचार्य सुरेश वैदिक प्रवक्ता’s photo.

📚वेद प्रचार डायरी 📚
1 friend · 250 members
Join
English (UK) · English (US) · ગુજરાતી · हिन्दी · मराठी
Privacy · Terms · Advertising · AdChoices · Cookies ·
More
Facebook © 2018

Compose PostPhoto/Video AlbumChoose a file to uploadLive Video

Write something here…
અહીં કંઈક લખો…

Photo/Video

Feeling/Activity

Sureshchandra Sheth
Just now ·
અહી સુચના મુકવા માં આવી છે, કે “અહી કઈક લખો…!” શું લખવું..?બધુજ લખાઈ ગયું છે, અને એ પણ અનેક વાર, અને અનેક વિદ્વાન વિચારકો દ્વારા, હવે જે લખીશું એ નકલ જ ગણાશે, આજે ચારે તરફ અરાજકતા વ્યાપેલી છે, બેંક રોબરી, બેંકો સાથે છેતરપીંડી, વધતું જતું એનપીએ, નાગરિકો ની અસલામતી, લુંન્ટ ફાટ , કરચોરી, છેડતી બળાત્કાર, આચાર ની અશુદ્ધિ, ધર્મ નો દંભ, ધર્મ ના નામે દંગા, ગુંડા ગીરી, ચોરી, લાંચ રુશ્વત, કામ ન કરવા નું કલ્ચર, વ્યસનો ની ગુલામી,શોષણ, ભીખ માંગતા નાગરીકો, અન્ન પાણી નો વ્યય,ઓછી મહેનતે વધુ મેળવી લેવા ની હીન વૃતિ, ભાંગ ફોડ, દેશ ની સંપત્તિ નો વિનાશ, રાજકીય પક્ષો ની લડાઈ જાણે કે બે દુશ્મન દેશો વચ્ચે ની લડાઈ ,શાશકો ની સરમુખત્યારી. લોકો ભૂખે મરતા હોય તે દેશ મા ૩૦૦ થી ૧૦૦૦ સુધી ની ટીકીટ વાળી બુલેટ ટ્રેન ચલાવવા ની જીદ, કેટ કેટલું લખવું..?આવડા મોટા દેશ ને શિસ્ત મા રાખવો, માટે કોઈ સમર્પિત રાષ્ટ્ર નેતા નો અભાવ, આવા બધા કારણો સર આજે દેશ ણી આ અવદશા થયેલી છે, આ બધું દૂર કરવા માટે દ્રષ્ટિ, સમર્પણ, અને સ્વયં શિસ્ત, જરૂરી છે, ધર્મગુરુઓ એ લોક પરલોક ની ભ્રામક વાતો કર્યા વિના પોતાના અનુયાયીઓ ને નાગરિક અનુશાશન, રાષ્ટ્ર ભક્તિ, પ્રામાણીકતા નાં પાઠ ભણાવવા જોઈએ, અ બધું એકાએક થવાનું નથી, પણ પ્રજા તેમજ શાશકો ની શુદ્ધ દાનત હોવી જોઈએ, એ સિવાય આ બધા દુષણો દૂર થવા મુશ્કેલ છે. જેના હાથ મા પાવર છે, તેઓ પોતાનુજ હિત કરતા હોય છે, રાજકારણીઓ પોતાના ટેકેદારો ઉભા કરવા મા લાગ્યા છે, સાધુ સંતો ભક્તો બનાવવા મા વ્યસ્ત છે, ધનવાનો મોટા મોટા મહેલો બનાવે છે, રાજકીય પક્ષો દેશ માટે નહિ પણ પોતાના માટે સત્તા માગે છે, કોઈએ સામાન્ય જનતા નું હિત આ સિત્તેર વર્ષો મા જોયું નથી. સ્વયં શિસ્ત , કડક કાયદા, કાયદા નાં રક્ષકો ની પ્રામાણીકતા, વિના બધુજ માત્ર કાગળ ઉપર ની યોજનાજ રહે છે, ગુન્હેગારી , અરાજકતા, ભ્રષ્ટતા, એજ જાણે આપણી સંસ્કૃતિ હોય એવું દ્રશ્ય ઉભું થયું છે .આપણી ધર્મ ભાવના, ધાર્મિકતા, આપણ ને પરલોક સુધારવા નું શીખવે છે, પણ આ લોક સુધારવા નું કોઈ ઉપદેશ મા આવતું નથી. હાથ મા માળા ,અને પીઠ પાછળ છુરો રાખતા બધા થઇ ગયા છે. આ બધા આચારો ને સુધારવા એ એક જટિલ કામગીરી છે, એને સુધારવા માટે કોઈ એક પ્રતિભાશાળી રાષ્ટ્ર નેતા ને વિશ થી પચીશ વર્ષનું મુદત આપવી જોઈએ, તો ઈલેક્શન નો ડર ન રહે અને બધા ને રાજીરાખવા ની કવાયત કરવી ન પડે, અને જરૂરી શાશન વ્યવસ્થા ગોઠવાઈ શકે.

Posted એપ્રિલ 16, 2018 by sureshmsheth67 in Uncategorized