પક્ષાંતર નું રાજકારણ   Leave a comment

પક્ષાંતર નું રાજકારણ.

લોકશાહી રાજ્ય થવા થી અગાઉ નાં માલિકી પ્રધાન રાજ્યો હવે રહ્યા નથી. હવે રાજકીય પક્ષો તેમના સિદ્ધાંતો અને નીતિઓ નાં આધારે રાજ્યાધીકાર મેળવે છે, જે પક્ષ બહુમતી મતો અથવા જનાદેશ મેળવે તે રાજ્યાધીકાર પ્રાપ્ત કરે એવો નિયમ હવે પ્રવર્તી રહ્યો છે, જે રાજકીય પક્ષ ને જનતા એ બહુમતી આપી હોય એ રાજ્ય કરે એમાં કોઈ ને વાંધો હોઈ ન શકે, પણ એ પક્ષ મા જોડાયેલા બધાજ સભ્યો જે તે પક્ષ નાં સિદ્ધાંતો અને નીતિઓ સાથે સંપૂર્ણ સહમત હોવા જોઈએ, કોઈ પણ પક્ષ મા જોડાવા માટે તે સભ્યો પાસે પુરતા કારણો અને માન્યતા હોવા જોઈએ, દરેક સભ્ય પક્ષ ની નીતિઓ નો સંપૂર્ણ અભ્યાસ કરેલો હોવો જોઈએ, અને એ નીતિઓ મા તેનો દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ,
પણ આપણી લોકશાહી મા પક્ષાંતર નું એક દુષણ ફેલાયેલું છે, આજે આપણે જોઈએ છી એ કે રોજ રોજ કોંગ્રેસ નાં સભ્યો ભાજપ મા જોડાતા જાય છે, હવે જો કોંગ્રેસ મા રહેવા પાછળ તેમનો કોઈ સિધ્ધાંત હોય તો તેઓ ભાજપ મા કેવીરીતે જોડાઈ શકે..?બંને પક્ષો ની પરસ્પર વિરુદ્ધ નીતિઓ જોવા મળતી હોય તો અત્યાર સુધી કોંગ્રેસ મા રહેલા સભ્યો ભાજપ મા કેવી રીતે જોડાઈ શકે..?તેમના સિદ્ધાંતો ક્યા ગયા..? શું જોઈએ ને તેઓ કોંગ્રેસ સાથે હતા..? અને હવે શું જોઈને ભાજપ મા પ્રવેશી રહ્યા છે..?એકજ કારણ દેખાય છે, બધાજ સત્તા માટે, લાભ માટેજ કોઈ પણ રાજકીય પક્ષ સાથે જોડાયા હોય છે, અને તે ન મળતા સામા પક્ષે જવા તૈયાર થતા હોય છે, આમાં નૈતિકતા તો રહેતીજ નથી.
ભાજપ નું અભિયાન કોંગ્રેસ મુક્ત ભારત બનાવવા નું છે, પણ તેઓ કોંગ્રેસ મા થીજ પક્ષપલટો કરી ને આવતા ધારાસભ્યો ને ભાજપ મા લઇ ને કોંગ્રેસ ને નાબુદ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, જે સભ્યો કાલ સુધી વિરોધી હતા એમનેજ સ્વીકારી ને કોંગ્રેસ ને નાબુદ કરવા મા કોઈ તર્ક છે ખરો..?આ તો કોંગ્રેસ માંથી આવેલા સભ્યો થીજ ભાજપ પોતાની સંખ્યા વધારી રહ્યું છે, આમાં કોઈ સિધ્ધાંત ની લડાઈ નથી. જો સિધ્ધાંત મા માનતા હોય તો કોંગ્રેસી સભ્યો ભાજપ મા આવેજ નહિ, અને ભાજપ પણ તેમને સ્વીકારી શકે નહિ, પણ બધેજ સ્વાર્થ નું રાજકારણ ચાલી રહ્યું છે, સભ્યો ને ખરીદી ને, તેમને લાલચ આપી ને ભાજપ મા લઇ આવવા એ કોઈ રાજકીય મુત્સદીગીરી નથી, પણ સોદા બાજી જ છે,
આમ થવા થી કોંગ્રેસ લાંબાગાળે નાબુદ થશે, પણ કોંગ્રેસીઓ તો નામ બદલી ને જે હતા તેજ રહેવા નાં છે, આમ દેખીતી રીતે કોંગ્રેસ નાબુદ થશે ખરી પણ વૈચારિક રીતે તો એ પક્ષપલટો કરી ને આવનારા સભ્યો ના કારણેજ થવાનું છે. તેમને ચૂંટી ને મોકલનાર મતદારો ને કોઈ પુછવા રહેતું નથી , કોંગ્રેસી સભ્યો ને ચૂંટી ને મોકલનાર મતદારો પ્રત્યે આ એક જાત નો દગોજ કહેવાય.
જો તેમના વિચારો મા પરિવર્તન આવ્યું હોય અને તે બધાજ સાભ્યો કોંગ્રેસ ને છોડી ને ભાજપ મા આવતા હોય તો તેમણે પોતાની બેઠક ઉપર થી રાજીનામું આપવું જોઈએ અને ફરીથી ભાજપ નાં નામ ઉપર ચૂંટાઈ આવવું જોઈએ, તો એમનું વિચાર પરિવર્તન સાચું કહી શકાય, પણ આમાં તો પોતાની તૈયાર બેઠક ને જાળવી રાખી ને ભાજપ મા જોડાવા નું થઇ રહ્યું છે, જો તમે કોંગ્રેસ નાં સિદ્ધાંતો ને માનતા હો, અને એના નામ ઉપર ચૂંટાઈ આવ્યા હો તો પક્ષપલટો કરવા નો તમને કોઈજ નૈતિક અધિકાર નથી. આ તો તમારી ભેટ મળેલી ખુરશી સાથે લઇ ને પાડોશી નાં ઘરે બેસવા જવા જેવું થયું., પાડોશી ને ઘરે બેસવું હોય તો તેનીજ ખુરશી વાપરો, તમને ભેટ માં મળેલી ખુરશી નાં તમે માલિક નથી થઇ જતા, તમારે બીજા નાં પક્ષ મા ભળવું હોય તો પ્રથમ તમને મળેલી ખુરશી પાછી સોંપી દઈ નેજ તેમ કરી શકો.
પણ આવું કોઈ વિચારતું નથી. સભ્યો ટોળાબંધ રીતે કોંગ્રેસ છોડી ને ભાજપ મા જોડાઈ રહ્યા છે, આમ થવા થી ભાજપ નાં વિચારો પણ ભ્રષ્ટ જ થવાના, કારણ તેમનું સંખ્યાબળ ભલે વધતું હોય વૈચારિક સ્તર તો ભેળસેળ યુક્ત જ થવા નું. નવી બોટલ મા જુનો દારુ ભરવા જેવું જ થયું. એક વખત ભાજપ મા ન માનનારાઓ થી આજે ભાજપ છલકાઈ રહ્યું છે, પણ ભાજપે એ વિચાર પણ કરવો જોઈએ કે આ લોકો એ જેમ પોતાના મૂળ પક્ષ કોંગ્રેસ ને દગો આપ્યો તો ભવિષ્ય મા તક મળ્યે ભાજપ ને પણ છેહ આપી શકે છે, દગાબાજો થી સંખ્યા વધારવી એ મા કોઈ ભલીવાર નથી રહેવાનો સિધ્ધાંત નાં નામ ઉપર ચૂંટાયેલા પક્ષપલટો કરે ત્યારે તેમને તક્વાદીજ કહેવા જોઈએ અને તકવાદીઓ તક મળ્યે તમને પણ દગો આપી શકે છે, કોંગ્રેસ રહિત ભારત એ લોકશાહી વિરુદ્ધ ની નીતિ છે, જો સબળ વિરોધ પક્ષ જ નહિ રહે તો લોકો નાં હિતો નું રક્ષણ કોણ કરશે..?કોન્ગ્રેસ્મૂક્ત ભારત એટલે શું..?સરમુખત્યારી તરફ નું આ એક પગલું ગણાશે, મતદારો એ પણ આવા પક્ષ્પલ્તુઓ ને ઓળખી લેવા જોઈએ અને તેમને મત આપવા ન જોઈએ. કારણ જેમને કોંગ્રેસી તરીકે મત આપ્યા હોય એ ચૂંટાયા પછી ભાજપ તરફી થઇ જાય તો મતદારો તરફ મોટો દગો ગણી શકાય. અને આવા દગાખોરો ને મતદારો એ ઓળખી લેવા જોઈએ

Advertisements

Posted જુલાઇ 29, 2017 by sureshmsheth67 in Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: