આત્મકથા.   Leave a comment

આત્મકથા.

આઝાદી ની લડત દરમ્યાન આત્મકથા લખવા નું ચલણ બહુ ચાલ્યું હતું. મોટા મોટા નેતાઓ પોતાની જીવનકથા લખવા માંડ્યા હતા, એ એવા વંદનીય લોકો હતા જેમના જીવન માંથી વાંચકો ને કોઈ ને કોઈ પ્રેરણા મળી શકાતી. તેમનું જીવન તે સમય નાં જાહેરજીવન સાથે સંકળાયેલું હતું, એ સમય નો ઈતિહાસ, સમાજ રચના અને રીતરીવાજો તેમની આત્મકથામાં જોવા મળતા, ગાંધીજી ની સત્ય નાપ્રયોગો નામ થી લખાયેલ આત્મ કથા ખુબજ રોચક છે, તેમના દ્વારા લખાયેલ દક્ષિણ આફ્રિકા નાં સત્યાંગ્રહ નો ઈતિહાસ પણ વાંચવા જેવું પુસ્તક છે, ગાંધીજી એ પ્રકાર નાં મહાપુરુષ હતા કે જેમની આત્મ કથા મા થી ઘણું ઘણું જાણવા મળી શકે તેમ છે, ઇન્દુલાલ મુનશી, ર.વ.દેસાઈ ,પનાલાલ જેવી જાણીતી અને લોકપ્રિય હસ્તીઓ ની આત્મ કથા મા થી પણ તેમના સમય ની સમાજ રચના, ઈતિહાસ, ભૌગોલિક સ્થિતિ વિગેરે જાણી શકાય છે,
પણ આ બધું વાંચી ને ઘણા એવા લોકો પણ બહાર પડવા નું સ્વપ્ન જોવા લાગ્યા કે આપણે પણ આત્મ કથા લખીએ..!
એક સામાન્ય માણસ . જેને તેમની શેરી ની બહાર પણ કોઈ ઓળખતું નથી, જેણે દેશ માટે, સમાજ માટે કે સંસ્કૃતિ માટે કશું કર્યું નથી એમની આત્મકથા માંથી વાંચકો ને શું મળે..?મોટા ભાગે આવા લોકો જે લખે તે આત્મકથા નહિ પણ આત્મ્શ્લાઘાજ થઇ પડે તેમ હોય છે, આત્મકથા એવા લોકો નિજ રસપ્રદ હોઈ શકે જેઓ એ ઈતિહાસ સર્જવા મા, ઈતિહાસ ની સાથે પગલા માંડવામાં કે સમાજજીવન મા ક્રાંતિ કરવા મા ભાગ ભજવ્યો હોય, તેમના સંઘર્ષ, તેમની લડત, તેમની પડકાર ઉપાડવા ની જીન્દાદીલી નું દર્શન થતું હોય તેવા લોકોજ આત્મકથા લખે તો એ એક સામાયિક દસ્તાવેજ બની શકે ,બાકી મારા તમારા જેવા આત્મકથા લખે એ માત્ર નવરા ની નીશાનીજ થઇ પડે, આપણ ને કોણ ઓળખાતું હોય કે આપણી આત્મકથા કોઈ વાંચે…!
આજકાલ ફિલ્મી અભિનેતાઓ પણ પોતાની આત્મ કથા લખાવતા હોય છે, લખતા નહિ પણ લખાવતા હોય છે, તેમની જીવન કથા અલબત્ત રસપ્રદ જરૂર હોય છે કારણ તેઓ એક લોકપ્રિય ફિગર છે, તેમના જીવન દરમ્યાન બનેલા પ્રસંગો તેમના ગમાઅણગમા, તેમના પૂર્વગ્રહો વિગેરે તેમાં જોવા મળે, તેમની આત્મ કથા મા કોઈ સંદેશ ન હોય, પણ તેમનું સ્થાન લોકો નાં હૃદય મા જામેલું હોઈ તેમની આત્મ કથા વાંચનારા ઘણા નીકળે. દેવ આનંદ ની ઋષિકપૂર ની આત્મકથા બહુ ચર્ચા મા છે.
એટલે આત્મ કથા લોકપ્રિય થવા માટે મુખ્ય બે વસ્તુ ની જરૂર પડે, લોકપ્રિયતા, અને લોકો માટે વિતાવવા મા આવેલું જીવન.
એ સિવાય મારા તમારા જેવા લોકો આત્મકથા લખે એ સમય, શક્તિ અને કાગળ ની બરબાદી જ નીવડે. આપણે આત્મકથા લખીએ તો શું લખીએ..?ક્યા જન્મ્યા, ક્યા ભણ્યા, કેવી રીતે રખડતા રઝળતા મોટા થયા, અને સામાન્ય નોકરી કે ધંધો કરી ને કેવી રીતે સ્થિર થયા ,એ બધું લખવા મા કોને શું મળે..? આવું તો બધાજ કરતા હોય, એમાં આપણે વિશેષ શું કર્યું જે આત્મકથા સ્વરૂપે મૂકી જવા જેવું હોય..?
કોલેજ મા મારી સાથે એક યુવાન ભણતો હતો, તે હંમેશા લેંઘો ઝભ્ભો અને ઉપર નહેરુ જેકેટ પહેરતો અને પોતા ને કોઈ વિશિષ્ઠ વ્યક્તિ સમજતો, કોલેજ નાં મેગેઝીન મા તેણે એક લેખ આપ્યો હતો તેનું શીર્ષક હતું ‘મારી આત્મકથા નું એક પ્રકરણ “!!અમારા ગુજરાતી નાં પ્રોફેસર જીતુભાઈ દવે મેગેઝીન નું સંપાદન કરતા હતા, તેમણે આ પ્રકરણ જોઈ ને તે વિદ્યાર્થી ને બોલાવ્યો અને કહ્યું કે કોલેજ મેગેઝીન મા તમારી આત્મકથા નું પ્રકરણ ન ચાલે, તમારી કોઈ સારી રચના હોય તો આપો. અમે બધા પાછળ થી તેની બહુજ મજાક ઉડાવતા હતા,
વિચાર કરો કે એક વિશ એકવીશ વર્ષ નો યુવાન પોતાની આત્મ કથા કયા પાયા ઉપર લખે..?હજી તો તેણે કશું જોયું નથી, અનુભવ્યું નથીકે કશું કરી બતાવ્યું નથી એ આત્મકથા લખે તો એમાં શું હોય..?અને આપણા જેવા સાહિત્યરસિકો આવી આત્મકથા શા માટે વાંચે..?
આત્મકથા નાં બદલે કોઈ સંસ્મરણો, લખે, ભૂતકાળ નાં અનુભવો લખે અને રસપ્રદ ભાષા કે શૈલી મા લખાયા હોય તો કોઈ ને પણ વાંચવા નું મન થાય, પણ એ જ પ્રસંગો આત્મકથા સ્વરૂપે લખાય તો કોઈ મુખપૃષ્ઠ જોઈ નેજ પુસ્તક પાછું મૂકી દે, અને મુખ્ય પ્રશ્ન તો એ કે આવી આત્મકથા કયો પ્રકાશક છાપવા તૈયાર થાય..?
આમ આત્મ કથા લખવા માટે પણ અધિકારીતા જોઈએ, અથવા રસાળ શૈલી હોવી જોઈએ, કાકાકાલેલકર નાં આવાજ લેખો કેટલા ચાવ થી વંચાય છે…! કારણ સામાન્ય વિષય ને પણ તેઓ સરળ ભાષામાં અને પ્રાસાદિક શૈલી મા રજુ કરતા હોય છે. આત્મકથા લખવા નાં ચાળે ચધ્યા વિના કોઈ સંસ્મરણો લખવા એ આપણા જેવા માટે વધુ યોગ્ય છે.આત્મશ્લાઘા વિના સરળતા થી લખાયેલા સંસ્મરણો ને લોકો વધુ પસંદ કરે છે, આત્મકથા લખવા માટે પ્રથમ આપણે દેશ સમાજ માટે કઈક કરી બતાવવું જરૂરી છે, લોકો વચ્ચે એક વિશિષ્ઠ ઈમેજ ઉભી કર્યા પછીજ આત્મકથા લખવા ની આપણી લાયકાત બને છે, એ સિવાય કોઈ આપણી આત્મકથા વાંચવા નવરું નથી હોતું, અને આપણ ને બીજાઓ ને ત્રાસ આપવા નો પણ કોઈ અધિકાર નથી બનતો.
આવી મૂર્ખાઈ મેં પણ કરેલી છે, પણ પછી વ્યવહારુ વિચાર આવ્યો કે આત્મકથા લખવા માટે ની આપણી લાયકાત શું ..? શા માટે આત્મ કથા લખવી..? એના થી સમાજ ને શું સંદેશ મળવા નો છે..?અને આત્મકથા લખી ને લોકો ને બોર કરવા નો આપણ ને અધિકાર શું છે…!એ પછી બંધ કર્યું હજી પણ ઘર નાં માળીયે એ થોડા પાના ક્યાંક રખડતા હશે..!જરા કાચુપાકુ લખતા આવડ્યું એટલે શું સીધી આત્મ્કથાજ લખવા બેસી જવું..?એ તો મૂર્ખતા જ કહેવાય. મારો ઉપરોક્ત સહાધ્યાયી નાની ઉમરે આવાજ બીનુત્પાદક રવાડે ચઢ્યો હતો.એના કરતા પ્રવાસ કથાઓ, નિબંધો સમાંજુપયોગી લખાણો વધુ રચનાત્મક કહેવાય.

Advertisements

Posted જુલાઇ 26, 2017 by sureshmsheth67 in Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: