અભિજ્ઞાન   Leave a comment

અભિજ્ઞાન .

અહી આ પ્લેટફોર્મ ઉપર ઘણું ઘણું નવું, અને જેની આપણે કલ્પના પણ ન કરી હોય એવા જ્ઞાન ની પ્રાપ્તિ થાય છે, આપણ ને લાગે કે આપણે આખી જીંદગી જેને પરમ સત્ય માનતા હતા એ કેવો મોટો ભ્રમ હતો..!આવું અદભૂત જ્ઞાન અને માહિતી પીરસનારાઓ પોતાના કોઈ સ્વાર્થ વિના આપણ ને આવો નવયુગ નો સંદેશો પીરસ્યા કરતા હોય છે , એ બદલ તેઓ ને શત શત વંદન છે.
અહી ફેસબુક ઉપર થીજ મને જાણવા મળ્યું કે ગાંધીજી કેવડા મોટા ગદાર હતા, તેઓ અંગ્રેજો ના એજન્ટ હતા, મુસ્લિમો નાં ભેરુ હતા, તેમના માં કોઈજ પ્રતિભા ન હતી, આઝાદી તેમણે નથી આપાવી, બ્રિટન નાં સંજોગોએ આઝાદી મળી છે,ગાંધીજી ને રાષ્ટ્રપિતા કેવી રતે કહી શકાય..?તેઓ તો રાષ્ટ્ર વિરોધી હતા, મુસ્લિમો ના સમર્થક હતા, અને આ બધું કહેનાર હિન્દુઓજ છે, કોઈ મુસ્લિમ તેમના વિષે કશું કહેતા નથી કારણ ગાંધીજી તો તેમના જ માણસ હતા…!આ નવા જ્ઞાન દ્વારાજ જાણવા મળ્યું કે ગાંધીજી મોટા દેશદ્રોહી હતા, જલિયાન વાળા બાગ મા અનેક લોકો ને ભૂંજી નાખનાર અંગ્રેજો ગાંધીજી ને કેમ આંગળી પણ અડાડતા ન હતા ..?કારણ તેઓ અંગ્રેજો નાં પીઠ્ઠું હતા, એમના દ્વારા ચલાવા મા આવેલી સ્વદેશી ચળવળ, ખાદી ,સ્વાવલંબન ,ગરીબ દેશ ના પ્રતિનિધિ હોઈ ને માત્ર ટૂંકી પોતડી પહેરી ને બ્રિટન મા ગોળમેજી પરિષદ મા જઈ ને બસતા તેમને શરમ પણ નહોતી આવી,એ બધું એક દંભ હતો. તેમની આ હિલચાલ થી આપણા દેશ નું કેવું ખરાબ દેખાયું હશે..! તેમણે તો ખરેખર શૂટ બૂટ મા જવું જોઈતું હતું અને દિવસ માં ત્રણ વાર કપડા બદલવા જોઈતા હતા, તોજ એ દેશ નાં સાચા પ્રતિનિધિ તરીકે શોભ્યા હોત, તેમને સજા ફરમાવતી વખતે ખુદ અંગ્રેજ જજ તેમને પ્રણામ કરે એ તો બનવા નુજ હતું કારણ તેઓ અંગ્રેજો ના ખરીદી લીધેલા ગુલામ હતા,
તેમનો ટૂંકો પોશાક, પ્રાર્થના, સત્ય ના પ્રયોગો , અન્ત્યજો તરફ નો પ્રેમ એ બધું મોટો દંભ હતો,એ તો આવું જાણીએ ત્યારેજ ખબર પડે. જે ગાંધી એ એક વખત આખી દુનિયા નો પૂજ્યભાવ ઉભો કર્યો હતો , જેની પાછળ માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો એ તો બધું નાટક હતું, ખરું સત્ય તો આ આપણા નવા જ્ઞાનીઓ પાસેજ છે, ભલે તેમણે માનવમહેરામણ ને હિલોળે નથી ચઢાવ્યો, ઘર માં બેસી ને આજે તેઓ દેશ અને સમાજ માટે કશું કર્યા વિના ગાંધીજી નું અસત્ય, તેમનો દંભ ,તેમની ગદ્દારી, વિષે એક મહાસત્ય ઉચ્ચારી રહ્યા છે, અને આપણી આંખ ખોલવા નું મહાકાર્ય કરી રહ્યા છે, આપણા ઘરો મા જો ગાંધીજી નાં ફોટા લટકતા હોય તો તે વહેલી તકે ઉતારી ને ફેંકી દેવા જોઈએ અને આપણ ને ગાંધીજી વિષે સત્ય દર્શન કરાવનાર આ મહાજ્ઞાનીઓ નાં ફોટા માગી ને લટકાવવા જોઈએ, તોજ આપણે આ જ્ઞાનીઓ નું ઋણ ચૂકવી શકીશું.
વાહ, હજી તેમના મહાવાક્યો કાન મા ગુંજ્યા કરે છે..ગદ્દાર ગાંધી, મુસ્લિમ તરફી ગાંધી , અંગ્રેજો નો એજન્ટ ગાંધી..આહ…..!કેવા એ સત્ય્શોધકો….!ધન્ય છે,

Advertisements

Posted જુલાઇ 24, 2017 by sureshmsheth67 in Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: