જ્યોતિષ .   Leave a comment

જ્યોતિષ .

જ્યોતિષ માં માનવું કે ન માનવું એ દરેક ની મુનસફી ઉપર આધારિત છે. હું જાતે માનું છું કે હું જ્યોતિષ માં માનું છું અથવા નથી માનતો એવું દ્રઢ સ્ટેટમેંટ ન કરવું, બધાજ વિકલ્પો ખુલ્લા રાખવા, એટલે કે આમ સાધારણ રીતે કહી શકાય કે જ્યોતિષ હમ્બગ છે, ભવિષ્ય માં શું થવા નું છે એ કોઈ કહી શકાતું નથી, તેમ છતાં કોઈ વાર જેનો કોઈ ખુલાશો ન હોય એવું બને ત્યારે જ્યોતિષ ને માનવા જેટલી ફ્લેક્ષિબીલીટી રાખવા મા કાઈ ખાટુંમોળું થવા નું નથી.
આ સંદર્ભ મા ઘણા વર્ષો પહેલા એક વાંચેલી વાર્તા યાદ આવે છે, એના લેખક કોણ છે એ તો યાદ નથી પણ એમણે જે સંજોગો નું સર્જન કર્યું છે તે કાબિલે દાદ છે, તેમની ક્ષમા સાથે એમની એ વાર્તા અહી રજુ કરું છું.
એક સુખી પરિવાર મા એક કન્યા નો જન્મ થયો. પરિવાર જ્યોતિષ માં દ્રઢ વિશ્વાસ ધરાવતું હતું,પરિવાર નાં એક મહા જ્ઞાની જ્યોતિષાચાર્ય ને નિમંત્રણ આપવા મા આવ્યું અને નવજાત કન્યા ની કુંડળી બનાવારાવવા મા આવી. કુંડળી નો અભ્યાસ કરતા એ પ્રખર જ્યોતિષી એ નિરાશા થી માથું ધુણાવ્યું.ફરી ફરી ને ગણતરી કરી જોઈ,પરિવાર આશંકા સાથે તેમની સામે જોઈ રહ્યો.
“શાસ્ત્રીજી , શું દેખાય છે..?કન્યા નું ભવિષ્ય કેવું છે,,..?”
શાસ્ત્રીજી એ ફરીથી માથું ધુણાવ્યું .
“કાઈ કહો તો ખરા…!”પરિવાર નાં અગ્રજને પૂછ્યું.
“કાઈ કહેવા જેવું નથી , મને ક્ષમા કરો…!મારા થી કહી નહિ શકાય..!”શાસ્ત્રીજી એ કહ્યું.
“નાં અમને તમારા જ્ઞાન ઉપર સંપૂર્ણ શ્રધ્ધા છે, જે હોય તે કહો.”
“કહેતા મારી જીભ નથી ઉપડતી …..”
“જે હોય તે કહો શાસ્ત્રીજી, કન્યા નું ભવિષ્ય સારું નથી..?”
શાસ્ત્રીજી થોડી વાર ખેદપૂર્વક કુંડળી જોઈ રહ્યા,પરિવાર ઉત્સુકપણે તેમના મુખારવિંદ સામે તાકી રહ્યા.
“સંકોચ ન કરો શાસ્ત્રીજી, જે હોય તે કહો.”
“મેં ઘણી રીતે ગણતરી કરી જોઈ, ગ્રહો ના સ્થાન ને પણ ખુબ વાર તપાસી જોયું,દરેક વખતે એકજ ભવિષ્ય દેખાય છે..”
“શું..? આપને શું દેખાય છે..?
“મને સ્પષ્ટ દેખાય છે કે આ નવજાત કન્યા વિશ વર્ષ ની યુવાન વયે મૃત્યુ પામશે.શાસ્ત્રીજીએ ધડાકો કરતા કહ્યું.પરિવારજનો સ્તબ્ધ થઇ ગયા. ચાર પુત્રો પછી સાંપડેલી આ કન્યા બધા ને પ્રિય હતી, તેના જન્મ ની ખુશાલી મનાવા નો મોટો કાર્યક્રમ યોજાઈ ગયો હતો, અને તેનું ભવિષ્ય શું ખરેખર આવું હશે..?
“શાસ્ત્રીજી, આવું શું bolo છો..? આ સૌ ની લાડલી કન્યા શું વિશ વર્ષે મૃત્ય પામશે..? કાઈ ભૂલ તો નથી ને..?”
મારી વિદ્યા કદી મિથ્યા ન હોય, મેં ચાર થી પાંચ વખત જોઈ જોયું છે, આ ભવિષ્ય અનિવાર્ય છે.”શાસ્ત્રીજી એ દ્રઢતા થી કહ્યું .
એનું આરોગ્ય સારું નહિ રહે..?અકસ્માત થશે..?હત્યા થશે..?શું થશે તેને..?”અધીરાઈ થી પરિવારે પૂછ્યું.
“તેનું આરોગ્ય ખુબજ સારું રહેશે, કોઈ માંદગી કે અકસ્માત તેને સ્પર્શી નહિ શકે,તેની કોઈ હત્યા પણ નહિ કરે .”
“તો શાકારણે તે વિશ વર્ષે મરણ પામશે..?”
“એ હું સમજી શકતો નથી,પણ મારી વિદ્યા કહે છે કે આ કન્યા અનિવાર્ય પણે વિશ વર્ષે મરણ પામશે. એમાં કોઈ મીનમેખ નથી.”શાસ્ત્રીજી એ કહ્યું. અને દક્ષિણા પણ સ્વીકાર્યા વિના ચાલ્યા ગયા.
આ જ્યોતિષાચાર્ય મહા જ્ઞાની હતા, આજ સુધી તેમણે કરેલી એક પણ આગાહી ખોટી પડી ન હતી, સંબંધિત પરિવાર પણ શાસ્ત્રીજી નો ભક્ત હતો. તેમણે ભાખેલા ભવિષ્ય ઉપર શંકા કરવાનું કોઈ કારણ ન હતું. પરિવાર ને આઘાત તો સખત લાગ્યો, પણ બધાએ સ્વીકાર્યું કે આ કન્યા નું આયુષ્ય વિશ વર્ષ નુજ છે ,
કન્યા લાડકોડ પૂર્વક મોટી થવા લાગી, તેનું સૌન્દર્ય ખીલતું જતું હતું, અભ્યાસ માં પણ તે ખુબજ હોશિયાર સાબિત થતી હતી, તેની વાણી મધુર હતી, વર્તન પણ સંસ્કારી હતું. અને પરિવાર નું નામ ઉજાળે એવી થતી જતી હતી,
તે જરા સમજણી થઇ ત્યારે પરિવાર જનો ની છાની છપની થતી વાતો ઉપર થી સમજી ગઈ હતી કે પોતાના વિશ વર્ષ ના આયુષ્ય બાબત બધા ચિંતિત હતા, કન્યા ને પણ જાણ થઇ ગઈ હતી કે પોતે વિશ વર્ષ થી વધુ જીવવા ની ન હતી.
પોતાના ટૂંકા આયુષ્ય ની જાણ થતા ની સાથેજ કન્યા નાં માં મા વિદ્રોહ જાગવા લાગ્યો. તેણે વિચાર્યું કે જો આટલું ટૂંકું આયુષ્ય હોય તો શા માટે જીવન નાં બધાજ શોખ પુરા ન કરવા…!કન્યા સંસાર નાં બધાજ સુખ ભોગવી લેવા ઉતાવળી થઇ. તે હવે બધું ભૂલી ને આનંદ કરવા નાજ વિચાર કરવા લાગી. આ કાર્ય મા તેને સહકાર આપવા વાળા પણ તેને મળવા લાગ્યા, લેટનાઈટ પાર્ટીઓ, પીકનીક, બોયફ્રેન્ડસ ,ખાણીપીણી,ફિલ્મો, બધુજ તે કરવા લાગી. તેના પરિવાર ને પ્રથમ તો આઘાત લાગ્યો પણ બધાયે એવું સ્વીકાર્યું હતું કે તે વિશ વર્ષ થી વધુ જીવવા ની નથી તો ભલે માણવું હોય તે માણી લેતી, તેની કોઈ રોકટોક કરતુ ન હતું, તેની ઉચ્છ્ર્નખલતા જોઈ ને તેના ઉપર રોષ કરવા નાં બદલે પરિવાર જનો તેની દયા ખાતા રહ્યા,
એમ કરતા કરતા કન્યા ને વિશ મુ વર્ષ બેઠું,તમામ સુખ માણી લેવા ની તેની ઉત્કટતા પણ વધી ગઈ,પરિવાર જનો પણ હતાશ પણે, તેને અનુકંપા થી જોવા લાગ્યા, કારણ બધાજ માનતા હતા કે આ વર્ષ તેમની પ્રિય કન્યા નું છેલ્લું વર્ષ હતું, તેના હરવા ફરવા ની , આનદ માણવા ની બધીજ સુવિધા તેને કરી આપવા મા આવી , અને બધા સચિંત પણે તેના અંતિમ દિવસ ની રાહ જોઈ ને દુખી થતા રહ્યા, કન્યા પણ હવે નીર્બાધ પણે ફરતી થઇ ગઈ, પરિવાર જનો તેને જરા પણ અવરોધ કરતા ન હતા, કારણ તે વિશ વર્ષ થી વધુ જીવવા ની નથી એ બધા માનતા હતા,
છેવટે તેનો એકવીશ મો જન્મદિવસ આવ્યો. આજે તો અનિવાર્યપણે તે આ દુનિયા માંથી વિદાય લેવા નિજ હતી. કન્યા પોતે પણ જાણતી હતી. પણ તેને સંસાર નું બધું સુખ માણી લીધું હોઈ તેને કોઈ અફશોશ ન હતો.
તેના જન્મ દિવસ ની ભવ્ય પાર્ટી યોજવા મા આવી, કન્યા પોતે પણ પરિવારજનો ને હિંમત રાખવા કહી રહી હતી, જે નસીબ માં લખ્યું છે તે થવાનુજ છે, માટે આફશોશ ન કરવા તે બધા ને સમજાવી રહી હતી,
કોણ જાણે કેમ પણ કન્યા ને મૃત્યુ નો ભય દેખાતો ન હતો, ઉલટું તે જાતેજ મૃત્યુ ને આવકારવા ઉત્સાહિત દેખાતી હતી, રડતા આપ્તજનો ને તે સમજાવતી હતી,
પાર્ટી પૂરી થઇ,આમંત્રિતો વિદાય થયા, પછી સચિંત પરિવાર કન્યા ને વીંટળાઈ ને બેસી ગયો..ઘડિયાળ મા સમય નાં કાંટા ધીમે ધીમે ફરતા હતા, અગિયાર સાડા અગિયાર ,પોણા બાર અગિયાર ને પચાસ, અગિયાર ને પંચાવન, અગિયાર ને ઓગણ સાઈઠ , પરિવાર જનો એ એક સાથે ઠુંઠવો મુક્યો,બધાજ કન્યા ને વળગી પડ્યા, એક સામટું કલ્પાંત થઇ રહ્યું. કન્યા ની આંખ મા આંસુ ન હતા, તેના મુખ ઉપર કોઈ અકળ ચિંતા છવાતી હતી.

રાત્રી ના બાર વાગ્યા, બાર નાં ડંકા ઘડિયાળ મા ગાજી ઉઠ્યા, તે સાથેજ બધાજ કન્યા ને જોઈ રહ્યા, પછી એકાએક બધાએ ઉછળી ને હર્ષ ના પોકાર કર્યા, રાત્રે બાર વાગ્યે કન્યા નું વિશ્મું વર્ષ પૂરું થતું હતું અને તે એકવીશ માં વર્ષ માં પ્રવેશી હતી, આનંદ ની છોળ વચ્ચે પરિવાર નાં વડીલે જાહેર કર્યું કે કન્યા ઉપર ની ઘાત પસાર થઇ ગઈ છે, શાસ્ત્રીજી ની જે ભવિષ્ય વાણી નાં ઓથાર હેઠળ બધા એ વિશ વર્ષ પસાર કર્યા હતા,તેનો બધોજ થાક ઓગળી ગયો હતો. અને સર્વત્ર ખુશી નો માહોલ છવાઈ ગયો હતો.
જે કન્યા વિશ વર્ષ થી વધુ જીવવા ની ન હતી તે એકવીશ માં વર્ષ માં પ્રવેશી ચુકી હતી. હવે તેનો વાળ વાંકો થવા નો ન હતો. બધાજ પરિવાર જનો ખુશી થી નાચવા લાગ્યા, કન્યા થાકેલી હોઈ તેના રૂમ મા સુવા ચાલી ગઈ. તેના મુખ ઉપર ચિંતા ની રેખાઓ બારીકી થી જોનાર ને દેખાઈ શકે તેમ હતું.
એજ વખતે બારણે ટકોરા પડ્યા,
પરિવાર જનો નાં આશ્ચર્ય વચ્ચે શાસ્ત્રીજી આવી ઉભા હતા, બધા એ આનંદ પૂર્વક ને આવકાર્યા, શાસ્ત્રીજી પરિવાર જનો ને આનંદ મંગલ મા જોઈ ને આશ્ચર્ય પામતા હતા,

“અરે હું તો તમને આશ્વાસન આપવા આવ્યો છું,તમે બધા આટલા ખુશ કેમ છો..?”તેમણે પૂછ્યું.
“અરે શાસ્ત્રીજી, તામારી ભવિષ્યવાણી ખોટી પડી છે, કન્યા એકવીશ માં વર્ષ મા પ્રવેશી ગઈ છે, તે વિશ વર્ષે મરવા ની હતી તે ખોટું પડ્યું છે.અમે તેનો આનંદ મનાવી રહ્યા છી એ.”
શાસ્ત્રીજી વીચાર મા પડ્યા, આજ સુધી તેમણે કરેલી કોઈ આગાહી ખોટી પડી ન હતી,આ કિસ્સા મા આમ કેમ..?
“કહો શાસ્ત્રીજી , તમારી આગાહી ખોટી પડી ને..?’

મને ખોટા પાડવા નો અફશોશ નથી, હું તો રાજી જ થયો છું, પણ હું સમજી શકતો નથી કે મારી આગાહી મા ક્યા ભૂલ હતી…!”શાસ્ત્રીજી અવઢવ અનુભવતા બોલ્યા.

“એ બધું ભૂલી જાવ શાસ્ત્રીજી અને તમે પણ આ ઉજવણી માં જોડાવ..”

મોડી રાત્રે બધા જંપ્યા, શાસ્ત્રીજી પણ અહીજ સુઈ રહ્યા,

સવારે કન્યા નાં રૂમ મા ચાં નાસ્તો લઇ જનારી નોકરાણી ની ચીસ થી બધા જાગી ઉઠ્યા

“શું થયુ..?”કહેતા બધા ફાળ ભર્યા કન્યા નાં રૂમ તરફ દોડ્યા, શાસ્ત્રીજી પણ તેમાં સામેલ હતા.

જોયું તો કન્યા પંખા મા દુપટ્ટો ભરાવી ને ફાંસો ખાઈ ને જુલતી હતી.

“શાસ્ત્રીજી આશુ થઇ ગયું..?તમારી આગાહી એક્વીશમાં વર્ષ માં કેમ સાચી પડી,,/.?”

“મને સમજાય છે, આપણે રાત્રી ના બાર ને દિવસ નો અંત ગણીએ છી એ, પણ ખરેખર તો સૂર્યોદય નેજ બીજો દિવસ ગણવો જોઈએ, એટલે કન્યા બરાબર વીશમાં વર્ષ ના સમય ગાળા માજ મૃત્ય પામી છે.”
“પણ એને શું દુખ હશે શાસ્ત્રીજી..?”ધ્રુસકા ભરતા પરિવાર જનો પુછતા રહ્યા,

પોલીસ ને બોલાવવા મા આવી, કન્યા નાં મૃતદેહ ને પોષ્ટ મોર્ટમ માટે લઇ જવાયો.

પોસ્ટમોર્ટમ ના રીપોર્ટ માં આવ્યું કે કન્યા ને ત્રણ માસ નો ગર્ભ હતો…!

બધા સમજ્યા કે કન્યા વિશ વર્ષે મરી જવાની છે એમ ધારી ને એને જે છુટછાટ આપવા મા આવી તેના કારણે કન્યા બોયફ્રેન્ડો સાથે છેલ્લી કક્ષા ની રમત રમવા લાગી હતી. તેને પણ પોતે વિશ વર્ષે મરી જવાની હતી તે અંગે ખાતરી હતી, એટલે તેને પણ પાછું વાળી ને જોયું નહિ, રાત્રે જયારે તે ન મરી ત્યારે તેની ચિંતા વધી ગઈ હતી, તે તો મરી ને છૂટવા માગતી હતી, પણ જો હવે જીવવા નુજ હોય તો તે દુનિયા ને શું મો બતાવશે…!એ ચિંતા મા તેણે ફાંસો ખાધો હતો

શાસ્ત્રીજી વિચિત્ર રીતે સાચા પડ્યા હતા.

આમાં જ્યોતિષ નો દોષ હતો..? કન્યા નાં પરિવાર જનો નો દોષ હતો..?કન્યા નો પોતાનો દોષ હતો..?જો શાસ્ત્રીજી એ ભવિષ્યવાણી ન કરી હોત તો કન્યા મોજ થી જીવતી હોત, ભવિષ્યવાણી નાં ઓથાર હેઠળ બધાજ ભાન ભૂલ્યા હતા. અને આકસ્મિક રીતે ભવિષ્યવાણી સાચી પડી હતી..

Advertisements

Posted જુલાઇ 20, 2017 by sureshmsheth67 in Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: