ભ્રમ મા જીવતા લોકો . ભ્રમિત અવસ્થા . આજે કોઈ વિવાદાશ્પદ વિધાન નથી કરવું, માત્ર સ્મરણયાત્રા નું એક પાનુજ રજુ કરું છું. અમારા ગામ મા એક વખત શ્યામસુંદર નામના એક મિમિક્રી કલાકાર આવ્યા હતા, તેમના કહેવા મુજબ તેમણે કેટલીક ફિલ્મો મા પણ કામ કર્યું હતું. ગામ મા ખુલ્લી જગ્યા નો તૂટો ન હતો, તેથી તેમનો કાર્યક્રમ રસિકલાલ પરીખ નાં બંગલા ની બાજુ મા આવેલી મોટી ખુલ્લી જગ્યા મા રાખવા મા આવ્યો હતો, પ્રોગ્રામ તદ્દન મફત હતો, તેથી આખું ગામ તેમને સાંભળવા ઉમટ્યું હતું. અમારા જેવા કિશોરો પણ તેમાં હતાજ. નાનકડા સ્ટેજ ની સામે નીચે ચોખ્ખી ધુળ માજ બેસવા નું હતું. એ વખતે કોઈ ને ધૂળ માં બેસવા નો છોછ ન હતો. શ્યામસુંદર ની મિમિક્રી શરુ થઇ, તેમની ડોશીમા નો ડાયલોગ, નિશાળ નાં માસ્તર ની મિમિક્રી , સ્કુલ મા પુરાતી હાજરી ની મિમિક્રી ખુબજ ચગી હતી. પ્રોગ્રામ નાં આયોજકો કોણ હતા એ તો ખબર નથી, પણ લગભગ સવાર સુધી આ કાર્યક્રમ ચાલ્યો, પણ કોઈ જવા નું નામ લેતું ન હતું. બીજા દિવસ થી શ્યામસુંદર ની મિમિક્રી ગામ મા , સુરેન્દ્રનગર મા, શાળાઓ મા વિદ્યાર્થીઓ મા ચર્ચાવા લાગી. તદ્દન નિર્દોષ અને ડંખ વિના ની આ મિમિક્રી એક યાદગાર સંભારણું બની રહી,તેનીઅસર કેટલાક લોકો ઉપર ખુબ થઇ, શ્યામસુંદર ની નકલ કરનારાઓ ઠેર ઠેર નીકળી પડ્યા, શ્યામસુંદર તો જતા રહ્યા પણ તેમની યાદ બહુ સમય સુધી જીવંત રહી, મારી સ્કુલ મા મારા થી આગળ ભણતો લાભુ નામનો છોકરો ભણતો હતો. દરવર્ષે નાપાસ થવા થી તે છેવટે મારાજ ક્લાસ માં આવી ગયો હતો. લાભુ રાવળ શ્યામસુંદર નો પરમ પ્રશંશક હતો, તેની જાણીતી અને લોકપ્રિય મિમિક્રી તે બધાને દર્શાવતો રહેતો. લાભુ સરસ નકલ્કાર હતો. અમારા ક્લાસ મા , સ્કુલ મા તે તેની લોકપ્રિયતા વધારી રહ્યો હતો. ગામ મા પણ તે નીકળે ત્યારે તેને આગ્રહ્ પૂર્વક બોલાવનારા ઘણા હતા, લાભુ યોગ્ય લાગે તો પોતાની કળા તેમને દેખાડતો અને મૂડ ન હોય તો બધા ને ધુત્કારી ને ચાલ્યો જતો. આમ તે એક ધૂની કલાકાર નો દરજ્જો પામવા લાગ્યો હતો. જોકે તેનો મોટો ભાઈ પ્રહલાદ રાવલ શ્યામસુંદર ની મિમિક્રી નો વધુ સારો પ્રચારક હતો. પણ અમારી વયજૂથ માં તો લાભુ નુજ વર્ચસ્વ રહેતું. સ્કુલ નો અભ્યાસ પૂરો થયા પછી બધા જુદા જુદા માર્ગે વળી ગયા, કોલેજ ની લાઈફ મા લાભુ ભૂલાતો ગયો. પણ લાભુ નું મગજ હવે જુદી દિશામાં વળી ગયું. એક વખત સ્કુલ મા શાળાધીકારી નું ઇન્સ્પેકશન આવ્યું હતું. લાભુ એ જોયું કે શાળા ઇન્સ્પેક્ટર નું કેટલી આવભગત થતી હતી. સ્કુલ નાં પ્રિન્સીપાલ સુધ્ધા તેમનો કેટલો આદર કરતા હતા , એ જોઈ ને લાભુ ને શાળાધીકારી બનવા ની મહત્વાકાન્ક્ષા જાગી ઉઠી, સ્કુલ મા ઠોઠ વિદ્યાર્થી તરીકે સદા ઉપેક્ષિત લાભુ નાં મન મા શાળા ના ઇન્સ્પેક્ટર બની ને વટ મારવા નો ઉમંગ જાગી ઉઠ્યો હતો. તે થોડા વર્ષો તો બહુ દેખાયો નહિ, પછી સાંભળવા મા આવ્યું કે લાભુ નું મગજ ફરી ગયું છે, તે હવે પહેલા નો આનંદી લાભુ રહ્યો ન હતો, તેના મન માં ઘુસી ગયું હતું કે પોતે શાળા ઇન્સ્પેક્ટર છે, હવે લોકો તેને બોલાવતા તો મજાક ઉડાવવા માટેજ બોલાવતા, તે પણ પોતે ઇન્સ્પેક્ટર તરીકે કેવી જવાબદારી ઉઠાવી રહ્યો છે તેની કલ્પિત વાતો કરતો અને લોકો તેના ઉપર હસતા, તેના કોઈ હિતેચ્છુ તેને ખખડાવતા પણ ખરા કે આ ભ્રમણા માંથી બહાર આવીજા, લોકો તારી મજાક કરે છે તે સમજ, પણ લાભુ પોતાની મસ્તી માજ રહેતો. પછી તો તે ગામ મા આમ તેમ રખડ્યા કરતો. હવે તેને બહુ લોકો બોલાવતા નહિ. જૂની ઓળખાણ નાં લીધે અમે તેને કોઈ વાર બેસારી ને મિમિક્રી કરવા નું કહેતા, તો તે મો ઉપર ભાર રાખી ને કહેતો કે હવે તે ઇન્સ્પેક્ટર છે, આવી મિમિક્રી તેના થી ન કરાય, હોદા નું માન જાળવવું જોઈએ, કોઈ વાર રસ્તા મા મળી જાય અને પૂછીએ કે કેમ આબાજુ નીકળ્યો છે..?તો તે પુરેપુરી ગંભીરતા થી કહેતો કે અહી અમારા ઇન્સ્પેક્ટરો ની મીટીંગ હતી એટલે આવ્યો હતો. !! લાભુ ની આ ભ્રમણા એ તેનું જીવન બરબાદ કરી નાખ્યું, એ પછી તો લાભુ નું શું થયું એની કોઈ માહિતી નથી. લાભુ ની આ ભ્રમણા માટે શ્યામસુંદર ને જવાબદાર ગણવા કે શાળા નાં ઇન્સ્પેક્ટર ને તે નક્કી કરવું મુશ્કેલ છે, લાભુ જેવીજ પણ જરા જુદી રીત ની ભ્રમણા મા જીવનાર બીજો એક યુવાન પણ હતો. તેનું નામ વજાલાલ હતું. મારા મિત્ર મગનગર અતીત તેને શોધી લાવ્યો હતો. અમે નવરાશ મા શંકર નાં મંદિર નાં પરિસર મા આવેલી વિશાળ પરશાળ મા બેસી ટાઈમ પાસ કરતા, વજાલાલ પણ કોઈ વાર ત્યાં આવતો અને અમારી સાથે ફિલ્મો ની વાતો કરતો. તેના ચહેરો એ વખત નાં સ્ટાર ભારતભૂષણ ને ખુબજ મળતો આવતો. એટલે ઘણા તેને ભારતભૂષણ કહી ને તેને ચગાવતા, તે બૈજુબાવરા ફિલ્મ નાં ગીતો પોતાના બેસુરા અવાજે ગાતો અને એમ માનતો કે પોતે ખુબજ દર્દભર્યું ગઈ રહ્યો છે, અમે તેને પોરસ ચઢાવી ને ગાવા નું કહેતા અને તેની ગાયકી ની મજાક કરી ને મનોરંજન મેળવતા, અમારી મંડળી મા કોઈ બૈજુ બાવરા નું “ઓ દુનીયાકે રખવાલે”ગાતું તો વજાલાલ ખુબજ નારાજ થઇ જતા, અને કહેતા કે આમ ગવાતું હશે..! અમે પૂછીએ કે તો કેમ ગવાય..! તોએ કહેતા કે આ છોકરો સારું ગાય છે પણ એમાં દર્દ ક્યા છે…!અમે પૂછીએ કે દર્દ કેવીરીતે આવે..! તો એ કહે કે “હટ રીતે આવે “કહી એ પોતે એજ ગીત તેમના કહેવાતા દર્દ સાથે ગાતા અને અમે હસી હસી ને લોટપોટ થતા, પણ વજાલાલ એ સમજતા નહિ, અમારી મશ્કરી ને તે પોતાની કદર સમજતા અને ગર્વ ભેર કહેતા , “જોયું..? આમ દર્દ આવે.”તેમના મા રહેલો ભારતભૂષણ વધુ ને વધુ દ્રઢતા પૂર્વક છવાતો જતો હતો. અમારામાં નો એક મિત્ર કિશોરકુમાર નાં ગીતો ગાતો. કિશોરકુમાર એ વખતે આટલો લોકપ્રિય ન હતો. તેના રમુજી અભિનય ને લોકો “ભવાડા” કહેતા, પણ તેના રમુજી ગીતો ગમતા, વજાલાલ ની હાજરી મા એ મિત્રે ફિલ્મ બેવકૂફ નું ગીત “આજ નજાને પાગલ મનવા કાહે કો ગભરાય, હીચ હીચ હિચકી આયે તબિયત બીચકી બીચકી જાયે “ ગાયું . વજાલાલ તિરસ્કાર પૂર્વક તે સામ્ભળતા રહ્યા, ગીત પૂરું થયે તે બોલ્યા, “આમ ગાવાતું હશે..?કિશોરકુમાર તો કેવું નાચતા નાચતા ગાય છે, !એ રીતે ગાવું જોઈએ, “ આમે પૂછીએ કે તમે તો કરુણ ગીતોજ ગાવ છો તમને આમમાં શી સમજ પડે..?તો ઉશ્કેરાઈ ને ઉભા થઇ ગયા, “અરે હું તો કિશોર નાં નાચ સાથે આ ગીત ગઈ શકું છું, જુઓ, આમ ગવાય..!”કહી તે ફિલ્મ મા કિશોરકુમાર ડાન્સ સાથે ગાતો હતો તેનું કઢંગી નકલ કરતા નાચવા લાગ્યા અને ગીત પણ તેમના બેસુરા અવાજે ગાતા રહ્યા, ત્યાં ઉપસ્થિત બધાજ મિત્રો હસી હસી ને થાક્યા, ભારતભૂષણ તરીકે ઓળખાતા ધીર ગંભીર રહેતા વજાલાલ આમ નાચે એ ખુબજ હાસ્યાશ્પદ લાગતું હતું.પણ વજાલાલ પોતાની ધૂન માજ મસ્ત રહેતા. જોકે તેમનું જીવન લાભુ ની જેમ તદ્દન ખરાબે ન ચઢ્યું. કારણ તે કોઈ કારખાના મા કામ કરી ને રોજી રોટી કમાઈ લેતા હતા. આવી ભ્રમણા એ સમય નાં ઉગતા નવજવાનો મા બહુ વ્યાપક હતી, મારો મિત્ર મગન પોતાને દિલીપકુમાર જેવો સમજતો, હું પોતે પણ દેવઆનન્દ ની અદાઓ ની નકલ કર્યા કરતો. પણ જેમ જેમ મેચ્યોરીટી આવતી ગઈ તેમ અમે યોગ્ય્માર્ગે વળી ગયા, પણ લાભુ અને વજાલાલ જેવા યુવાનો ભ્રમણા માજ જીવતા રહ્યા. કોલેજ મા બીજો એક મિત્ર લલિત ગાંધી આમ તો નોર્મલ હતો, પણ તેને “સગપણ”કરાવવા જવા મા બહુ રસ હતો, તેની ગેરહાજરી નું કારણ પૂછીએ તો તે હંમેશા કહેતો “કે ફલાણા ભાઈ ની સાથે તેમની દીકરી નું સગપણ કરાવવા ગયો હતો. તેમના કહેવા મુજબ ઘણા લોકો તેને સગપણ માટે અનિવાર્ય માનતા. હકીકત મા આ તેમની એક મહેચ્છા હતી, સગપણ જેવા ગંભીર કામ મા તેમના જેવા છોકરડા યુવાન નું બહુ મહત્વ ન હોય એ અમે બધાજ સમજતા, પણ તેમની વાતો સાંભળવી ગમતી. લલિત લોકો ને હસાવવા મા એક્કો હતો, જોકે તેમને આની ખબર ન હતી, પણ તે અચાનક એવા શબ્દો બોલતો કે હસ્યા વિના રહેવાય્જ નહિ. એ પછીજ તેમને સમજાય કે મેં લોકો ને હસાવ્યા…! બીજો એક મિત્ર ફિલ્મ જાગૃતિ નાં આદર્શ શિક્ષક અભી ભટ્ટાચાર્ય ની અસર હેઠળ હતો, તેને કોઈ ખોટી ભ્રમણા ન હતી પણ તેને પણ શિક્ષકજ બનવું હતું, અમે બધા એ બી.એ. માં આર્થ્શાશ્ત્ર લીધું ત્યારે તેણે ગુજરાતી સાહિત્ય નો વિષય લીધો, તેને કોઈ ભ્રમણા ન હતી, પણ એક સ્વપ્ન હતું કે શિક્ષક બનવું, અને તે બન્યો પણ ખરો .શાકમાર્કેટ મા શાક ની દુકાન ધરાવતો, સતવારા જ્ઞાતિ નો આ યુવાન ઉજળીયાત છોકરાઓ ને પણ શરમાવે એવી રીતે રહેતો, તેના બાળલગ્ન થઇ ગયા હતા, તે કદી કોઈ ને ઘર બતાવતો ન હતો, અને પોતે પરિણીત છે એવું પણ જાહેર થવા દેતો ન હતો, માત્ર મનેજ તે એક વાર ઘરે લઇ ગયો હતો, પણ તેણે પોતાના માટે અલગ રાખેલ રૂમ માજ મને લઇ ગયો હતો, શાક ની દુકાન માંથી ઉજળીયાત નોકરી કરવા ની તેને મહત્વાકાન્ક્ષા હતી જે છેવટે તેણે સિદ્ધ કરી હતી. આમ જોઈએ તો ભ્રમ અને મહત્વાકાન્ક્ષા વચ્ચે બહુ પાતળી રેખા હોય છે, જો મહત્વાકાન્ક્ષા ને યોગ્ય માર્ગે વાળી શકાય તો સફળ થઇ શકાય છે, પણ જો મહત્વાકાન્ક્ષા ને એક કલ્પના ની પાંખે કલ્પિત રીતે ઉડાવવા મા આવે તો જીવન બરબાદ થઇ શકે છે. સ્વપ્ન સારું છે, પણ તેને વ્યવહારુ જગત સાથે જોડવું જોઈએ, સ્વપ્ન ને એક ધ્યેય સાથે રાખી ને પુરુષાર્થ કરવા થી સ્વપ્ન સિદ્ધ થઇ શકે છે, પણ જો ભ્રમ મા રાચવા મા આવે તો લોકો નાં હાસ્ય નું સાધન બની જવાય છે ,લાભુ અને વજાલાલ જેવા પાત્રો અજ્ઞાત રહી ને ઘણું શીખવી જાય છે.   Leave a comment

Advertisements

Posted જુલાઇ 12, 2017 by sureshmsheth67 in Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: