Archive for જુલાઇ 2017

પક્ષાંતર નું રાજકારણ   Leave a comment

પક્ષાંતર નું રાજકારણ.

લોકશાહી રાજ્ય થવા થી અગાઉ નાં માલિકી પ્રધાન રાજ્યો હવે રહ્યા નથી. હવે રાજકીય પક્ષો તેમના સિદ્ધાંતો અને નીતિઓ નાં આધારે રાજ્યાધીકાર મેળવે છે, જે પક્ષ બહુમતી મતો અથવા જનાદેશ મેળવે તે રાજ્યાધીકાર પ્રાપ્ત કરે એવો નિયમ હવે પ્રવર્તી રહ્યો છે, જે રાજકીય પક્ષ ને જનતા એ બહુમતી આપી હોય એ રાજ્ય કરે એમાં કોઈ ને વાંધો હોઈ ન શકે, પણ એ પક્ષ મા જોડાયેલા બધાજ સભ્યો જે તે પક્ષ નાં સિદ્ધાંતો અને નીતિઓ સાથે સંપૂર્ણ સહમત હોવા જોઈએ, કોઈ પણ પક્ષ મા જોડાવા માટે તે સભ્યો પાસે પુરતા કારણો અને માન્યતા હોવા જોઈએ, દરેક સભ્ય પક્ષ ની નીતિઓ નો સંપૂર્ણ અભ્યાસ કરેલો હોવો જોઈએ, અને એ નીતિઓ મા તેનો દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ,
પણ આપણી લોકશાહી મા પક્ષાંતર નું એક દુષણ ફેલાયેલું છે, આજે આપણે જોઈએ છી એ કે રોજ રોજ કોંગ્રેસ નાં સભ્યો ભાજપ મા જોડાતા જાય છે, હવે જો કોંગ્રેસ મા રહેવા પાછળ તેમનો કોઈ સિધ્ધાંત હોય તો તેઓ ભાજપ મા કેવીરીતે જોડાઈ શકે..?બંને પક્ષો ની પરસ્પર વિરુદ્ધ નીતિઓ જોવા મળતી હોય તો અત્યાર સુધી કોંગ્રેસ મા રહેલા સભ્યો ભાજપ મા કેવી રીતે જોડાઈ શકે..?તેમના સિદ્ધાંતો ક્યા ગયા..? શું જોઈએ ને તેઓ કોંગ્રેસ સાથે હતા..? અને હવે શું જોઈને ભાજપ મા પ્રવેશી રહ્યા છે..?એકજ કારણ દેખાય છે, બધાજ સત્તા માટે, લાભ માટેજ કોઈ પણ રાજકીય પક્ષ સાથે જોડાયા હોય છે, અને તે ન મળતા સામા પક્ષે જવા તૈયાર થતા હોય છે, આમાં નૈતિકતા તો રહેતીજ નથી.
ભાજપ નું અભિયાન કોંગ્રેસ મુક્ત ભારત બનાવવા નું છે, પણ તેઓ કોંગ્રેસ મા થીજ પક્ષપલટો કરી ને આવતા ધારાસભ્યો ને ભાજપ મા લઇ ને કોંગ્રેસ ને નાબુદ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, જે સભ્યો કાલ સુધી વિરોધી હતા એમનેજ સ્વીકારી ને કોંગ્રેસ ને નાબુદ કરવા મા કોઈ તર્ક છે ખરો..?આ તો કોંગ્રેસ માંથી આવેલા સભ્યો થીજ ભાજપ પોતાની સંખ્યા વધારી રહ્યું છે, આમાં કોઈ સિધ્ધાંત ની લડાઈ નથી. જો સિધ્ધાંત મા માનતા હોય તો કોંગ્રેસી સભ્યો ભાજપ મા આવેજ નહિ, અને ભાજપ પણ તેમને સ્વીકારી શકે નહિ, પણ બધેજ સ્વાર્થ નું રાજકારણ ચાલી રહ્યું છે, સભ્યો ને ખરીદી ને, તેમને લાલચ આપી ને ભાજપ મા લઇ આવવા એ કોઈ રાજકીય મુત્સદીગીરી નથી, પણ સોદા બાજી જ છે,
આમ થવા થી કોંગ્રેસ લાંબાગાળે નાબુદ થશે, પણ કોંગ્રેસીઓ તો નામ બદલી ને જે હતા તેજ રહેવા નાં છે, આમ દેખીતી રીતે કોંગ્રેસ નાબુદ થશે ખરી પણ વૈચારિક રીતે તો એ પક્ષપલટો કરી ને આવનારા સભ્યો ના કારણેજ થવાનું છે. તેમને ચૂંટી ને મોકલનાર મતદારો ને કોઈ પુછવા રહેતું નથી , કોંગ્રેસી સભ્યો ને ચૂંટી ને મોકલનાર મતદારો પ્રત્યે આ એક જાત નો દગોજ કહેવાય.
જો તેમના વિચારો મા પરિવર્તન આવ્યું હોય અને તે બધાજ સાભ્યો કોંગ્રેસ ને છોડી ને ભાજપ મા આવતા હોય તો તેમણે પોતાની બેઠક ઉપર થી રાજીનામું આપવું જોઈએ અને ફરીથી ભાજપ નાં નામ ઉપર ચૂંટાઈ આવવું જોઈએ, તો એમનું વિચાર પરિવર્તન સાચું કહી શકાય, પણ આમાં તો પોતાની તૈયાર બેઠક ને જાળવી રાખી ને ભાજપ મા જોડાવા નું થઇ રહ્યું છે, જો તમે કોંગ્રેસ નાં સિદ્ધાંતો ને માનતા હો, અને એના નામ ઉપર ચૂંટાઈ આવ્યા હો તો પક્ષપલટો કરવા નો તમને કોઈજ નૈતિક અધિકાર નથી. આ તો તમારી ભેટ મળેલી ખુરશી સાથે લઇ ને પાડોશી નાં ઘરે બેસવા જવા જેવું થયું., પાડોશી ને ઘરે બેસવું હોય તો તેનીજ ખુરશી વાપરો, તમને ભેટ માં મળેલી ખુરશી નાં તમે માલિક નથી થઇ જતા, તમારે બીજા નાં પક્ષ મા ભળવું હોય તો પ્રથમ તમને મળેલી ખુરશી પાછી સોંપી દઈ નેજ તેમ કરી શકો.
પણ આવું કોઈ વિચારતું નથી. સભ્યો ટોળાબંધ રીતે કોંગ્રેસ છોડી ને ભાજપ મા જોડાઈ રહ્યા છે, આમ થવા થી ભાજપ નાં વિચારો પણ ભ્રષ્ટ જ થવાના, કારણ તેમનું સંખ્યાબળ ભલે વધતું હોય વૈચારિક સ્તર તો ભેળસેળ યુક્ત જ થવા નું. નવી બોટલ મા જુનો દારુ ભરવા જેવું જ થયું. એક વખત ભાજપ મા ન માનનારાઓ થી આજે ભાજપ છલકાઈ રહ્યું છે, પણ ભાજપે એ વિચાર પણ કરવો જોઈએ કે આ લોકો એ જેમ પોતાના મૂળ પક્ષ કોંગ્રેસ ને દગો આપ્યો તો ભવિષ્ય મા તક મળ્યે ભાજપ ને પણ છેહ આપી શકે છે, દગાબાજો થી સંખ્યા વધારવી એ મા કોઈ ભલીવાર નથી રહેવાનો સિધ્ધાંત નાં નામ ઉપર ચૂંટાયેલા પક્ષપલટો કરે ત્યારે તેમને તક્વાદીજ કહેવા જોઈએ અને તકવાદીઓ તક મળ્યે તમને પણ દગો આપી શકે છે, કોંગ્રેસ રહિત ભારત એ લોકશાહી વિરુદ્ધ ની નીતિ છે, જો સબળ વિરોધ પક્ષ જ નહિ રહે તો લોકો નાં હિતો નું રક્ષણ કોણ કરશે..?કોન્ગ્રેસ્મૂક્ત ભારત એટલે શું..?સરમુખત્યારી તરફ નું આ એક પગલું ગણાશે, મતદારો એ પણ આવા પક્ષ્પલ્તુઓ ને ઓળખી લેવા જોઈએ અને તેમને મત આપવા ન જોઈએ. કારણ જેમને કોંગ્રેસી તરીકે મત આપ્યા હોય એ ચૂંટાયા પછી ભાજપ તરફી થઇ જાય તો મતદારો તરફ મોટો દગો ગણી શકાય. અને આવા દગાખોરો ને મતદારો એ ઓળખી લેવા જોઈએ

Advertisements

Posted જુલાઇ 29, 2017 by sureshmsheth67 in Uncategorized

આત્મકથા.   Leave a comment

આત્મકથા.

આઝાદી ની લડત દરમ્યાન આત્મકથા લખવા નું ચલણ બહુ ચાલ્યું હતું. મોટા મોટા નેતાઓ પોતાની જીવનકથા લખવા માંડ્યા હતા, એ એવા વંદનીય લોકો હતા જેમના જીવન માંથી વાંચકો ને કોઈ ને કોઈ પ્રેરણા મળી શકાતી. તેમનું જીવન તે સમય નાં જાહેરજીવન સાથે સંકળાયેલું હતું, એ સમય નો ઈતિહાસ, સમાજ રચના અને રીતરીવાજો તેમની આત્મકથામાં જોવા મળતા, ગાંધીજી ની સત્ય નાપ્રયોગો નામ થી લખાયેલ આત્મ કથા ખુબજ રોચક છે, તેમના દ્વારા લખાયેલ દક્ષિણ આફ્રિકા નાં સત્યાંગ્રહ નો ઈતિહાસ પણ વાંચવા જેવું પુસ્તક છે, ગાંધીજી એ પ્રકાર નાં મહાપુરુષ હતા કે જેમની આત્મ કથા મા થી ઘણું ઘણું જાણવા મળી શકે તેમ છે, ઇન્દુલાલ મુનશી, ર.વ.દેસાઈ ,પનાલાલ જેવી જાણીતી અને લોકપ્રિય હસ્તીઓ ની આત્મ કથા મા થી પણ તેમના સમય ની સમાજ રચના, ઈતિહાસ, ભૌગોલિક સ્થિતિ વિગેરે જાણી શકાય છે,
પણ આ બધું વાંચી ને ઘણા એવા લોકો પણ બહાર પડવા નું સ્વપ્ન જોવા લાગ્યા કે આપણે પણ આત્મ કથા લખીએ..!
એક સામાન્ય માણસ . જેને તેમની શેરી ની બહાર પણ કોઈ ઓળખતું નથી, જેણે દેશ માટે, સમાજ માટે કે સંસ્કૃતિ માટે કશું કર્યું નથી એમની આત્મકથા માંથી વાંચકો ને શું મળે..?મોટા ભાગે આવા લોકો જે લખે તે આત્મકથા નહિ પણ આત્મ્શ્લાઘાજ થઇ પડે તેમ હોય છે, આત્મકથા એવા લોકો નિજ રસપ્રદ હોઈ શકે જેઓ એ ઈતિહાસ સર્જવા મા, ઈતિહાસ ની સાથે પગલા માંડવામાં કે સમાજજીવન મા ક્રાંતિ કરવા મા ભાગ ભજવ્યો હોય, તેમના સંઘર્ષ, તેમની લડત, તેમની પડકાર ઉપાડવા ની જીન્દાદીલી નું દર્શન થતું હોય તેવા લોકોજ આત્મકથા લખે તો એ એક સામાયિક દસ્તાવેજ બની શકે ,બાકી મારા તમારા જેવા આત્મકથા લખે એ માત્ર નવરા ની નીશાનીજ થઇ પડે, આપણ ને કોણ ઓળખાતું હોય કે આપણી આત્મકથા કોઈ વાંચે…!
આજકાલ ફિલ્મી અભિનેતાઓ પણ પોતાની આત્મ કથા લખાવતા હોય છે, લખતા નહિ પણ લખાવતા હોય છે, તેમની જીવન કથા અલબત્ત રસપ્રદ જરૂર હોય છે કારણ તેઓ એક લોકપ્રિય ફિગર છે, તેમના જીવન દરમ્યાન બનેલા પ્રસંગો તેમના ગમાઅણગમા, તેમના પૂર્વગ્રહો વિગેરે તેમાં જોવા મળે, તેમની આત્મ કથા મા કોઈ સંદેશ ન હોય, પણ તેમનું સ્થાન લોકો નાં હૃદય મા જામેલું હોઈ તેમની આત્મ કથા વાંચનારા ઘણા નીકળે. દેવ આનંદ ની ઋષિકપૂર ની આત્મકથા બહુ ચર્ચા મા છે.
એટલે આત્મ કથા લોકપ્રિય થવા માટે મુખ્ય બે વસ્તુ ની જરૂર પડે, લોકપ્રિયતા, અને લોકો માટે વિતાવવા મા આવેલું જીવન.
એ સિવાય મારા તમારા જેવા લોકો આત્મકથા લખે એ સમય, શક્તિ અને કાગળ ની બરબાદી જ નીવડે. આપણે આત્મકથા લખીએ તો શું લખીએ..?ક્યા જન્મ્યા, ક્યા ભણ્યા, કેવી રીતે રખડતા રઝળતા મોટા થયા, અને સામાન્ય નોકરી કે ધંધો કરી ને કેવી રીતે સ્થિર થયા ,એ બધું લખવા મા કોને શું મળે..? આવું તો બધાજ કરતા હોય, એમાં આપણે વિશેષ શું કર્યું જે આત્મકથા સ્વરૂપે મૂકી જવા જેવું હોય..?
કોલેજ મા મારી સાથે એક યુવાન ભણતો હતો, તે હંમેશા લેંઘો ઝભ્ભો અને ઉપર નહેરુ જેકેટ પહેરતો અને પોતા ને કોઈ વિશિષ્ઠ વ્યક્તિ સમજતો, કોલેજ નાં મેગેઝીન મા તેણે એક લેખ આપ્યો હતો તેનું શીર્ષક હતું ‘મારી આત્મકથા નું એક પ્રકરણ “!!અમારા ગુજરાતી નાં પ્રોફેસર જીતુભાઈ દવે મેગેઝીન નું સંપાદન કરતા હતા, તેમણે આ પ્રકરણ જોઈ ને તે વિદ્યાર્થી ને બોલાવ્યો અને કહ્યું કે કોલેજ મેગેઝીન મા તમારી આત્મકથા નું પ્રકરણ ન ચાલે, તમારી કોઈ સારી રચના હોય તો આપો. અમે બધા પાછળ થી તેની બહુજ મજાક ઉડાવતા હતા,
વિચાર કરો કે એક વિશ એકવીશ વર્ષ નો યુવાન પોતાની આત્મ કથા કયા પાયા ઉપર લખે..?હજી તો તેણે કશું જોયું નથી, અનુભવ્યું નથીકે કશું કરી બતાવ્યું નથી એ આત્મકથા લખે તો એમાં શું હોય..?અને આપણા જેવા સાહિત્યરસિકો આવી આત્મકથા શા માટે વાંચે..?
આત્મકથા નાં બદલે કોઈ સંસ્મરણો, લખે, ભૂતકાળ નાં અનુભવો લખે અને રસપ્રદ ભાષા કે શૈલી મા લખાયા હોય તો કોઈ ને પણ વાંચવા નું મન થાય, પણ એ જ પ્રસંગો આત્મકથા સ્વરૂપે લખાય તો કોઈ મુખપૃષ્ઠ જોઈ નેજ પુસ્તક પાછું મૂકી દે, અને મુખ્ય પ્રશ્ન તો એ કે આવી આત્મકથા કયો પ્રકાશક છાપવા તૈયાર થાય..?
આમ આત્મ કથા લખવા માટે પણ અધિકારીતા જોઈએ, અથવા રસાળ શૈલી હોવી જોઈએ, કાકાકાલેલકર નાં આવાજ લેખો કેટલા ચાવ થી વંચાય છે…! કારણ સામાન્ય વિષય ને પણ તેઓ સરળ ભાષામાં અને પ્રાસાદિક શૈલી મા રજુ કરતા હોય છે. આત્મકથા લખવા નાં ચાળે ચધ્યા વિના કોઈ સંસ્મરણો લખવા એ આપણા જેવા માટે વધુ યોગ્ય છે.આત્મશ્લાઘા વિના સરળતા થી લખાયેલા સંસ્મરણો ને લોકો વધુ પસંદ કરે છે, આત્મકથા લખવા માટે પ્રથમ આપણે દેશ સમાજ માટે કઈક કરી બતાવવું જરૂરી છે, લોકો વચ્ચે એક વિશિષ્ઠ ઈમેજ ઉભી કર્યા પછીજ આત્મકથા લખવા ની આપણી લાયકાત બને છે, એ સિવાય કોઈ આપણી આત્મકથા વાંચવા નવરું નથી હોતું, અને આપણ ને બીજાઓ ને ત્રાસ આપવા નો પણ કોઈ અધિકાર નથી બનતો.
આવી મૂર્ખાઈ મેં પણ કરેલી છે, પણ પછી વ્યવહારુ વિચાર આવ્યો કે આત્મકથા લખવા માટે ની આપણી લાયકાત શું ..? શા માટે આત્મ કથા લખવી..? એના થી સમાજ ને શું સંદેશ મળવા નો છે..?અને આત્મકથા લખી ને લોકો ને બોર કરવા નો આપણ ને અધિકાર શું છે…!એ પછી બંધ કર્યું હજી પણ ઘર નાં માળીયે એ થોડા પાના ક્યાંક રખડતા હશે..!જરા કાચુપાકુ લખતા આવડ્યું એટલે શું સીધી આત્મ્કથાજ લખવા બેસી જવું..?એ તો મૂર્ખતા જ કહેવાય. મારો ઉપરોક્ત સહાધ્યાયી નાની ઉમરે આવાજ બીનુત્પાદક રવાડે ચઢ્યો હતો.એના કરતા પ્રવાસ કથાઓ, નિબંધો સમાંજુપયોગી લખાણો વધુ રચનાત્મક કહેવાય.

Posted જુલાઇ 26, 2017 by sureshmsheth67 in Uncategorized

અભિજ્ઞાન   Leave a comment

અભિજ્ઞાન .

અહી આ પ્લેટફોર્મ ઉપર ઘણું ઘણું નવું, અને જેની આપણે કલ્પના પણ ન કરી હોય એવા જ્ઞાન ની પ્રાપ્તિ થાય છે, આપણ ને લાગે કે આપણે આખી જીંદગી જેને પરમ સત્ય માનતા હતા એ કેવો મોટો ભ્રમ હતો..!આવું અદભૂત જ્ઞાન અને માહિતી પીરસનારાઓ પોતાના કોઈ સ્વાર્થ વિના આપણ ને આવો નવયુગ નો સંદેશો પીરસ્યા કરતા હોય છે , એ બદલ તેઓ ને શત શત વંદન છે.
અહી ફેસબુક ઉપર થીજ મને જાણવા મળ્યું કે ગાંધીજી કેવડા મોટા ગદાર હતા, તેઓ અંગ્રેજો ના એજન્ટ હતા, મુસ્લિમો નાં ભેરુ હતા, તેમના માં કોઈજ પ્રતિભા ન હતી, આઝાદી તેમણે નથી આપાવી, બ્રિટન નાં સંજોગોએ આઝાદી મળી છે,ગાંધીજી ને રાષ્ટ્રપિતા કેવી રતે કહી શકાય..?તેઓ તો રાષ્ટ્ર વિરોધી હતા, મુસ્લિમો ના સમર્થક હતા, અને આ બધું કહેનાર હિન્દુઓજ છે, કોઈ મુસ્લિમ તેમના વિષે કશું કહેતા નથી કારણ ગાંધીજી તો તેમના જ માણસ હતા…!આ નવા જ્ઞાન દ્વારાજ જાણવા મળ્યું કે ગાંધીજી મોટા દેશદ્રોહી હતા, જલિયાન વાળા બાગ મા અનેક લોકો ને ભૂંજી નાખનાર અંગ્રેજો ગાંધીજી ને કેમ આંગળી પણ અડાડતા ન હતા ..?કારણ તેઓ અંગ્રેજો નાં પીઠ્ઠું હતા, એમના દ્વારા ચલાવા મા આવેલી સ્વદેશી ચળવળ, ખાદી ,સ્વાવલંબન ,ગરીબ દેશ ના પ્રતિનિધિ હોઈ ને માત્ર ટૂંકી પોતડી પહેરી ને બ્રિટન મા ગોળમેજી પરિષદ મા જઈ ને બસતા તેમને શરમ પણ નહોતી આવી,એ બધું એક દંભ હતો. તેમની આ હિલચાલ થી આપણા દેશ નું કેવું ખરાબ દેખાયું હશે..! તેમણે તો ખરેખર શૂટ બૂટ મા જવું જોઈતું હતું અને દિવસ માં ત્રણ વાર કપડા બદલવા જોઈતા હતા, તોજ એ દેશ નાં સાચા પ્રતિનિધિ તરીકે શોભ્યા હોત, તેમને સજા ફરમાવતી વખતે ખુદ અંગ્રેજ જજ તેમને પ્રણામ કરે એ તો બનવા નુજ હતું કારણ તેઓ અંગ્રેજો ના ખરીદી લીધેલા ગુલામ હતા,
તેમનો ટૂંકો પોશાક, પ્રાર્થના, સત્ય ના પ્રયોગો , અન્ત્યજો તરફ નો પ્રેમ એ બધું મોટો દંભ હતો,એ તો આવું જાણીએ ત્યારેજ ખબર પડે. જે ગાંધી એ એક વખત આખી દુનિયા નો પૂજ્યભાવ ઉભો કર્યો હતો , જેની પાછળ માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો એ તો બધું નાટક હતું, ખરું સત્ય તો આ આપણા નવા જ્ઞાનીઓ પાસેજ છે, ભલે તેમણે માનવમહેરામણ ને હિલોળે નથી ચઢાવ્યો, ઘર માં બેસી ને આજે તેઓ દેશ અને સમાજ માટે કશું કર્યા વિના ગાંધીજી નું અસત્ય, તેમનો દંભ ,તેમની ગદ્દારી, વિષે એક મહાસત્ય ઉચ્ચારી રહ્યા છે, અને આપણી આંખ ખોલવા નું મહાકાર્ય કરી રહ્યા છે, આપણા ઘરો મા જો ગાંધીજી નાં ફોટા લટકતા હોય તો તે વહેલી તકે ઉતારી ને ફેંકી દેવા જોઈએ અને આપણ ને ગાંધીજી વિષે સત્ય દર્શન કરાવનાર આ મહાજ્ઞાનીઓ નાં ફોટા માગી ને લટકાવવા જોઈએ, તોજ આપણે આ જ્ઞાનીઓ નું ઋણ ચૂકવી શકીશું.
વાહ, હજી તેમના મહાવાક્યો કાન મા ગુંજ્યા કરે છે..ગદ્દાર ગાંધી, મુસ્લિમ તરફી ગાંધી , અંગ્રેજો નો એજન્ટ ગાંધી..આહ…..!કેવા એ સત્ય્શોધકો….!ધન્ય છે,

Posted જુલાઇ 24, 2017 by sureshmsheth67 in Uncategorized

જ્યોતિષ .   Leave a comment

જ્યોતિષ .

જ્યોતિષ માં માનવું કે ન માનવું એ દરેક ની મુનસફી ઉપર આધારિત છે. હું જાતે માનું છું કે હું જ્યોતિષ માં માનું છું અથવા નથી માનતો એવું દ્રઢ સ્ટેટમેંટ ન કરવું, બધાજ વિકલ્પો ખુલ્લા રાખવા, એટલે કે આમ સાધારણ રીતે કહી શકાય કે જ્યોતિષ હમ્બગ છે, ભવિષ્ય માં શું થવા નું છે એ કોઈ કહી શકાતું નથી, તેમ છતાં કોઈ વાર જેનો કોઈ ખુલાશો ન હોય એવું બને ત્યારે જ્યોતિષ ને માનવા જેટલી ફ્લેક્ષિબીલીટી રાખવા મા કાઈ ખાટુંમોળું થવા નું નથી.
આ સંદર્ભ મા ઘણા વર્ષો પહેલા એક વાંચેલી વાર્તા યાદ આવે છે, એના લેખક કોણ છે એ તો યાદ નથી પણ એમણે જે સંજોગો નું સર્જન કર્યું છે તે કાબિલે દાદ છે, તેમની ક્ષમા સાથે એમની એ વાર્તા અહી રજુ કરું છું.
એક સુખી પરિવાર મા એક કન્યા નો જન્મ થયો. પરિવાર જ્યોતિષ માં દ્રઢ વિશ્વાસ ધરાવતું હતું,પરિવાર નાં એક મહા જ્ઞાની જ્યોતિષાચાર્ય ને નિમંત્રણ આપવા મા આવ્યું અને નવજાત કન્યા ની કુંડળી બનાવારાવવા મા આવી. કુંડળી નો અભ્યાસ કરતા એ પ્રખર જ્યોતિષી એ નિરાશા થી માથું ધુણાવ્યું.ફરી ફરી ને ગણતરી કરી જોઈ,પરિવાર આશંકા સાથે તેમની સામે જોઈ રહ્યો.
“શાસ્ત્રીજી , શું દેખાય છે..?કન્યા નું ભવિષ્ય કેવું છે,,..?”
શાસ્ત્રીજી એ ફરીથી માથું ધુણાવ્યું .
“કાઈ કહો તો ખરા…!”પરિવાર નાં અગ્રજને પૂછ્યું.
“કાઈ કહેવા જેવું નથી , મને ક્ષમા કરો…!મારા થી કહી નહિ શકાય..!”શાસ્ત્રીજી એ કહ્યું.
“નાં અમને તમારા જ્ઞાન ઉપર સંપૂર્ણ શ્રધ્ધા છે, જે હોય તે કહો.”
“કહેતા મારી જીભ નથી ઉપડતી …..”
“જે હોય તે કહો શાસ્ત્રીજી, કન્યા નું ભવિષ્ય સારું નથી..?”
શાસ્ત્રીજી થોડી વાર ખેદપૂર્વક કુંડળી જોઈ રહ્યા,પરિવાર ઉત્સુકપણે તેમના મુખારવિંદ સામે તાકી રહ્યા.
“સંકોચ ન કરો શાસ્ત્રીજી, જે હોય તે કહો.”
“મેં ઘણી રીતે ગણતરી કરી જોઈ, ગ્રહો ના સ્થાન ને પણ ખુબ વાર તપાસી જોયું,દરેક વખતે એકજ ભવિષ્ય દેખાય છે..”
“શું..? આપને શું દેખાય છે..?
“મને સ્પષ્ટ દેખાય છે કે આ નવજાત કન્યા વિશ વર્ષ ની યુવાન વયે મૃત્યુ પામશે.શાસ્ત્રીજીએ ધડાકો કરતા કહ્યું.પરિવારજનો સ્તબ્ધ થઇ ગયા. ચાર પુત્રો પછી સાંપડેલી આ કન્યા બધા ને પ્રિય હતી, તેના જન્મ ની ખુશાલી મનાવા નો મોટો કાર્યક્રમ યોજાઈ ગયો હતો, અને તેનું ભવિષ્ય શું ખરેખર આવું હશે..?
“શાસ્ત્રીજી, આવું શું bolo છો..? આ સૌ ની લાડલી કન્યા શું વિશ વર્ષે મૃત્ય પામશે..? કાઈ ભૂલ તો નથી ને..?”
મારી વિદ્યા કદી મિથ્યા ન હોય, મેં ચાર થી પાંચ વખત જોઈ જોયું છે, આ ભવિષ્ય અનિવાર્ય છે.”શાસ્ત્રીજી એ દ્રઢતા થી કહ્યું .
એનું આરોગ્ય સારું નહિ રહે..?અકસ્માત થશે..?હત્યા થશે..?શું થશે તેને..?”અધીરાઈ થી પરિવારે પૂછ્યું.
“તેનું આરોગ્ય ખુબજ સારું રહેશે, કોઈ માંદગી કે અકસ્માત તેને સ્પર્શી નહિ શકે,તેની કોઈ હત્યા પણ નહિ કરે .”
“તો શાકારણે તે વિશ વર્ષે મરણ પામશે..?”
“એ હું સમજી શકતો નથી,પણ મારી વિદ્યા કહે છે કે આ કન્યા અનિવાર્ય પણે વિશ વર્ષે મરણ પામશે. એમાં કોઈ મીનમેખ નથી.”શાસ્ત્રીજી એ કહ્યું. અને દક્ષિણા પણ સ્વીકાર્યા વિના ચાલ્યા ગયા.
આ જ્યોતિષાચાર્ય મહા જ્ઞાની હતા, આજ સુધી તેમણે કરેલી એક પણ આગાહી ખોટી પડી ન હતી, સંબંધિત પરિવાર પણ શાસ્ત્રીજી નો ભક્ત હતો. તેમણે ભાખેલા ભવિષ્ય ઉપર શંકા કરવાનું કોઈ કારણ ન હતું. પરિવાર ને આઘાત તો સખત લાગ્યો, પણ બધાએ સ્વીકાર્યું કે આ કન્યા નું આયુષ્ય વિશ વર્ષ નુજ છે ,
કન્યા લાડકોડ પૂર્વક મોટી થવા લાગી, તેનું સૌન્દર્ય ખીલતું જતું હતું, અભ્યાસ માં પણ તે ખુબજ હોશિયાર સાબિત થતી હતી, તેની વાણી મધુર હતી, વર્તન પણ સંસ્કારી હતું. અને પરિવાર નું નામ ઉજાળે એવી થતી જતી હતી,
તે જરા સમજણી થઇ ત્યારે પરિવાર જનો ની છાની છપની થતી વાતો ઉપર થી સમજી ગઈ હતી કે પોતાના વિશ વર્ષ ના આયુષ્ય બાબત બધા ચિંતિત હતા, કન્યા ને પણ જાણ થઇ ગઈ હતી કે પોતે વિશ વર્ષ થી વધુ જીવવા ની ન હતી.
પોતાના ટૂંકા આયુષ્ય ની જાણ થતા ની સાથેજ કન્યા નાં માં મા વિદ્રોહ જાગવા લાગ્યો. તેણે વિચાર્યું કે જો આટલું ટૂંકું આયુષ્ય હોય તો શા માટે જીવન નાં બધાજ શોખ પુરા ન કરવા…!કન્યા સંસાર નાં બધાજ સુખ ભોગવી લેવા ઉતાવળી થઇ. તે હવે બધું ભૂલી ને આનંદ કરવા નાજ વિચાર કરવા લાગી. આ કાર્ય મા તેને સહકાર આપવા વાળા પણ તેને મળવા લાગ્યા, લેટનાઈટ પાર્ટીઓ, પીકનીક, બોયફ્રેન્ડસ ,ખાણીપીણી,ફિલ્મો, બધુજ તે કરવા લાગી. તેના પરિવાર ને પ્રથમ તો આઘાત લાગ્યો પણ બધાયે એવું સ્વીકાર્યું હતું કે તે વિશ વર્ષ થી વધુ જીવવા ની નથી તો ભલે માણવું હોય તે માણી લેતી, તેની કોઈ રોકટોક કરતુ ન હતું, તેની ઉચ્છ્ર્નખલતા જોઈ ને તેના ઉપર રોષ કરવા નાં બદલે પરિવાર જનો તેની દયા ખાતા રહ્યા,
એમ કરતા કરતા કન્યા ને વિશ મુ વર્ષ બેઠું,તમામ સુખ માણી લેવા ની તેની ઉત્કટતા પણ વધી ગઈ,પરિવાર જનો પણ હતાશ પણે, તેને અનુકંપા થી જોવા લાગ્યા, કારણ બધાજ માનતા હતા કે આ વર્ષ તેમની પ્રિય કન્યા નું છેલ્લું વર્ષ હતું, તેના હરવા ફરવા ની , આનદ માણવા ની બધીજ સુવિધા તેને કરી આપવા મા આવી , અને બધા સચિંત પણે તેના અંતિમ દિવસ ની રાહ જોઈ ને દુખી થતા રહ્યા, કન્યા પણ હવે નીર્બાધ પણે ફરતી થઇ ગઈ, પરિવાર જનો તેને જરા પણ અવરોધ કરતા ન હતા, કારણ તે વિશ વર્ષ થી વધુ જીવવા ની નથી એ બધા માનતા હતા,
છેવટે તેનો એકવીશ મો જન્મદિવસ આવ્યો. આજે તો અનિવાર્યપણે તે આ દુનિયા માંથી વિદાય લેવા નિજ હતી. કન્યા પોતે પણ જાણતી હતી. પણ તેને સંસાર નું બધું સુખ માણી લીધું હોઈ તેને કોઈ અફશોશ ન હતો.
તેના જન્મ દિવસ ની ભવ્ય પાર્ટી યોજવા મા આવી, કન્યા પોતે પણ પરિવારજનો ને હિંમત રાખવા કહી રહી હતી, જે નસીબ માં લખ્યું છે તે થવાનુજ છે, માટે આફશોશ ન કરવા તે બધા ને સમજાવી રહી હતી,
કોણ જાણે કેમ પણ કન્યા ને મૃત્યુ નો ભય દેખાતો ન હતો, ઉલટું તે જાતેજ મૃત્યુ ને આવકારવા ઉત્સાહિત દેખાતી હતી, રડતા આપ્તજનો ને તે સમજાવતી હતી,
પાર્ટી પૂરી થઇ,આમંત્રિતો વિદાય થયા, પછી સચિંત પરિવાર કન્યા ને વીંટળાઈ ને બેસી ગયો..ઘડિયાળ મા સમય નાં કાંટા ધીમે ધીમે ફરતા હતા, અગિયાર સાડા અગિયાર ,પોણા બાર અગિયાર ને પચાસ, અગિયાર ને પંચાવન, અગિયાર ને ઓગણ સાઈઠ , પરિવાર જનો એ એક સાથે ઠુંઠવો મુક્યો,બધાજ કન્યા ને વળગી પડ્યા, એક સામટું કલ્પાંત થઇ રહ્યું. કન્યા ની આંખ મા આંસુ ન હતા, તેના મુખ ઉપર કોઈ અકળ ચિંતા છવાતી હતી.

રાત્રી ના બાર વાગ્યા, બાર નાં ડંકા ઘડિયાળ મા ગાજી ઉઠ્યા, તે સાથેજ બધાજ કન્યા ને જોઈ રહ્યા, પછી એકાએક બધાએ ઉછળી ને હર્ષ ના પોકાર કર્યા, રાત્રે બાર વાગ્યે કન્યા નું વિશ્મું વર્ષ પૂરું થતું હતું અને તે એકવીશ માં વર્ષ માં પ્રવેશી હતી, આનંદ ની છોળ વચ્ચે પરિવાર નાં વડીલે જાહેર કર્યું કે કન્યા ઉપર ની ઘાત પસાર થઇ ગઈ છે, શાસ્ત્રીજી ની જે ભવિષ્ય વાણી નાં ઓથાર હેઠળ બધા એ વિશ વર્ષ પસાર કર્યા હતા,તેનો બધોજ થાક ઓગળી ગયો હતો. અને સર્વત્ર ખુશી નો માહોલ છવાઈ ગયો હતો.
જે કન્યા વિશ વર્ષ થી વધુ જીવવા ની ન હતી તે એકવીશ માં વર્ષ માં પ્રવેશી ચુકી હતી. હવે તેનો વાળ વાંકો થવા નો ન હતો. બધાજ પરિવાર જનો ખુશી થી નાચવા લાગ્યા, કન્યા થાકેલી હોઈ તેના રૂમ મા સુવા ચાલી ગઈ. તેના મુખ ઉપર ચિંતા ની રેખાઓ બારીકી થી જોનાર ને દેખાઈ શકે તેમ હતું.
એજ વખતે બારણે ટકોરા પડ્યા,
પરિવાર જનો નાં આશ્ચર્ય વચ્ચે શાસ્ત્રીજી આવી ઉભા હતા, બધા એ આનંદ પૂર્વક ને આવકાર્યા, શાસ્ત્રીજી પરિવાર જનો ને આનંદ મંગલ મા જોઈ ને આશ્ચર્ય પામતા હતા,

“અરે હું તો તમને આશ્વાસન આપવા આવ્યો છું,તમે બધા આટલા ખુશ કેમ છો..?”તેમણે પૂછ્યું.
“અરે શાસ્ત્રીજી, તામારી ભવિષ્યવાણી ખોટી પડી છે, કન્યા એકવીશ માં વર્ષ મા પ્રવેશી ગઈ છે, તે વિશ વર્ષે મરવા ની હતી તે ખોટું પડ્યું છે.અમે તેનો આનંદ મનાવી રહ્યા છી એ.”
શાસ્ત્રીજી વીચાર મા પડ્યા, આજ સુધી તેમણે કરેલી કોઈ આગાહી ખોટી પડી ન હતી,આ કિસ્સા મા આમ કેમ..?
“કહો શાસ્ત્રીજી , તમારી આગાહી ખોટી પડી ને..?’

મને ખોટા પાડવા નો અફશોશ નથી, હું તો રાજી જ થયો છું, પણ હું સમજી શકતો નથી કે મારી આગાહી મા ક્યા ભૂલ હતી…!”શાસ્ત્રીજી અવઢવ અનુભવતા બોલ્યા.

“એ બધું ભૂલી જાવ શાસ્ત્રીજી અને તમે પણ આ ઉજવણી માં જોડાવ..”

મોડી રાત્રે બધા જંપ્યા, શાસ્ત્રીજી પણ અહીજ સુઈ રહ્યા,

સવારે કન્યા નાં રૂમ મા ચાં નાસ્તો લઇ જનારી નોકરાણી ની ચીસ થી બધા જાગી ઉઠ્યા

“શું થયુ..?”કહેતા બધા ફાળ ભર્યા કન્યા નાં રૂમ તરફ દોડ્યા, શાસ્ત્રીજી પણ તેમાં સામેલ હતા.

જોયું તો કન્યા પંખા મા દુપટ્ટો ભરાવી ને ફાંસો ખાઈ ને જુલતી હતી.

“શાસ્ત્રીજી આશુ થઇ ગયું..?તમારી આગાહી એક્વીશમાં વર્ષ માં કેમ સાચી પડી,,/.?”

“મને સમજાય છે, આપણે રાત્રી ના બાર ને દિવસ નો અંત ગણીએ છી એ, પણ ખરેખર તો સૂર્યોદય નેજ બીજો દિવસ ગણવો જોઈએ, એટલે કન્યા બરાબર વીશમાં વર્ષ ના સમય ગાળા માજ મૃત્ય પામી છે.”
“પણ એને શું દુખ હશે શાસ્ત્રીજી..?”ધ્રુસકા ભરતા પરિવાર જનો પુછતા રહ્યા,

પોલીસ ને બોલાવવા મા આવી, કન્યા નાં મૃતદેહ ને પોષ્ટ મોર્ટમ માટે લઇ જવાયો.

પોસ્ટમોર્ટમ ના રીપોર્ટ માં આવ્યું કે કન્યા ને ત્રણ માસ નો ગર્ભ હતો…!

બધા સમજ્યા કે કન્યા વિશ વર્ષે મરી જવાની છે એમ ધારી ને એને જે છુટછાટ આપવા મા આવી તેના કારણે કન્યા બોયફ્રેન્ડો સાથે છેલ્લી કક્ષા ની રમત રમવા લાગી હતી. તેને પણ પોતે વિશ વર્ષે મરી જવાની હતી તે અંગે ખાતરી હતી, એટલે તેને પણ પાછું વાળી ને જોયું નહિ, રાત્રે જયારે તે ન મરી ત્યારે તેની ચિંતા વધી ગઈ હતી, તે તો મરી ને છૂટવા માગતી હતી, પણ જો હવે જીવવા નુજ હોય તો તે દુનિયા ને શું મો બતાવશે…!એ ચિંતા મા તેણે ફાંસો ખાધો હતો

શાસ્ત્રીજી વિચિત્ર રીતે સાચા પડ્યા હતા.

આમાં જ્યોતિષ નો દોષ હતો..? કન્યા નાં પરિવાર જનો નો દોષ હતો..?કન્યા નો પોતાનો દોષ હતો..?જો શાસ્ત્રીજી એ ભવિષ્યવાણી ન કરી હોત તો કન્યા મોજ થી જીવતી હોત, ભવિષ્યવાણી નાં ઓથાર હેઠળ બધાજ ભાન ભૂલ્યા હતા. અને આકસ્મિક રીતે ભવિષ્યવાણી સાચી પડી હતી..

Posted જુલાઇ 20, 2017 by sureshmsheth67 in Uncategorized

ભ્રમ મા જીવતા લોકો . ભ્રમિત અવસ્થા . આજે કોઈ વિવાદાશ્પદ વિધાન નથી કરવું, માત્ર સ્મરણયાત્રા નું એક પાનુજ રજુ કરું છું. અમારા ગામ મા એક વખત શ્યામસુંદર નામના એક મિમિક્રી કલાકાર આવ્યા હતા, તેમના કહેવા મુજબ તેમણે કેટલીક ફિલ્મો મા પણ કામ કર્યું હતું. ગામ મા ખુલ્લી જગ્યા નો તૂટો ન હતો, તેથી તેમનો કાર્યક્રમ રસિકલાલ પરીખ નાં બંગલા ની બાજુ મા આવેલી મોટી ખુલ્લી જગ્યા મા રાખવા મા આવ્યો હતો, પ્રોગ્રામ તદ્દન મફત હતો, તેથી આખું ગામ તેમને સાંભળવા ઉમટ્યું હતું. અમારા જેવા કિશોરો પણ તેમાં હતાજ. નાનકડા સ્ટેજ ની સામે નીચે ચોખ્ખી ધુળ માજ બેસવા નું હતું. એ વખતે કોઈ ને ધૂળ માં બેસવા નો છોછ ન હતો. શ્યામસુંદર ની મિમિક્રી શરુ થઇ, તેમની ડોશીમા નો ડાયલોગ, નિશાળ નાં માસ્તર ની મિમિક્રી , સ્કુલ મા પુરાતી હાજરી ની મિમિક્રી ખુબજ ચગી હતી. પ્રોગ્રામ નાં આયોજકો કોણ હતા એ તો ખબર નથી, પણ લગભગ સવાર સુધી આ કાર્યક્રમ ચાલ્યો, પણ કોઈ જવા નું નામ લેતું ન હતું. બીજા દિવસ થી શ્યામસુંદર ની મિમિક્રી ગામ મા , સુરેન્દ્રનગર મા, શાળાઓ મા વિદ્યાર્થીઓ મા ચર્ચાવા લાગી. તદ્દન નિર્દોષ અને ડંખ વિના ની આ મિમિક્રી એક યાદગાર સંભારણું બની રહી,તેનીઅસર કેટલાક લોકો ઉપર ખુબ થઇ, શ્યામસુંદર ની નકલ કરનારાઓ ઠેર ઠેર નીકળી પડ્યા, શ્યામસુંદર તો જતા રહ્યા પણ તેમની યાદ બહુ સમય સુધી જીવંત રહી, મારી સ્કુલ મા મારા થી આગળ ભણતો લાભુ નામનો છોકરો ભણતો હતો. દરવર્ષે નાપાસ થવા થી તે છેવટે મારાજ ક્લાસ માં આવી ગયો હતો. લાભુ રાવળ શ્યામસુંદર નો પરમ પ્રશંશક હતો, તેની જાણીતી અને લોકપ્રિય મિમિક્રી તે બધાને દર્શાવતો રહેતો. લાભુ સરસ નકલ્કાર હતો. અમારા ક્લાસ મા , સ્કુલ મા તે તેની લોકપ્રિયતા વધારી રહ્યો હતો. ગામ મા પણ તે નીકળે ત્યારે તેને આગ્રહ્ પૂર્વક બોલાવનારા ઘણા હતા, લાભુ યોગ્ય લાગે તો પોતાની કળા તેમને દેખાડતો અને મૂડ ન હોય તો બધા ને ધુત્કારી ને ચાલ્યો જતો. આમ તે એક ધૂની કલાકાર નો દરજ્જો પામવા લાગ્યો હતો. જોકે તેનો મોટો ભાઈ પ્રહલાદ રાવલ શ્યામસુંદર ની મિમિક્રી નો વધુ સારો પ્રચારક હતો. પણ અમારી વયજૂથ માં તો લાભુ નુજ વર્ચસ્વ રહેતું. સ્કુલ નો અભ્યાસ પૂરો થયા પછી બધા જુદા જુદા માર્ગે વળી ગયા, કોલેજ ની લાઈફ મા લાભુ ભૂલાતો ગયો. પણ લાભુ નું મગજ હવે જુદી દિશામાં વળી ગયું. એક વખત સ્કુલ મા શાળાધીકારી નું ઇન્સ્પેકશન આવ્યું હતું. લાભુ એ જોયું કે શાળા ઇન્સ્પેક્ટર નું કેટલી આવભગત થતી હતી. સ્કુલ નાં પ્રિન્સીપાલ સુધ્ધા તેમનો કેટલો આદર કરતા હતા , એ જોઈ ને લાભુ ને શાળાધીકારી બનવા ની મહત્વાકાન્ક્ષા જાગી ઉઠી, સ્કુલ મા ઠોઠ વિદ્યાર્થી તરીકે સદા ઉપેક્ષિત લાભુ નાં મન મા શાળા ના ઇન્સ્પેક્ટર બની ને વટ મારવા નો ઉમંગ જાગી ઉઠ્યો હતો. તે થોડા વર્ષો તો બહુ દેખાયો નહિ, પછી સાંભળવા મા આવ્યું કે લાભુ નું મગજ ફરી ગયું છે, તે હવે પહેલા નો આનંદી લાભુ રહ્યો ન હતો, તેના મન માં ઘુસી ગયું હતું કે પોતે શાળા ઇન્સ્પેક્ટર છે, હવે લોકો તેને બોલાવતા તો મજાક ઉડાવવા માટેજ બોલાવતા, તે પણ પોતે ઇન્સ્પેક્ટર તરીકે કેવી જવાબદારી ઉઠાવી રહ્યો છે તેની કલ્પિત વાતો કરતો અને લોકો તેના ઉપર હસતા, તેના કોઈ હિતેચ્છુ તેને ખખડાવતા પણ ખરા કે આ ભ્રમણા માંથી બહાર આવીજા, લોકો તારી મજાક કરે છે તે સમજ, પણ લાભુ પોતાની મસ્તી માજ રહેતો. પછી તો તે ગામ મા આમ તેમ રખડ્યા કરતો. હવે તેને બહુ લોકો બોલાવતા નહિ. જૂની ઓળખાણ નાં લીધે અમે તેને કોઈ વાર બેસારી ને મિમિક્રી કરવા નું કહેતા, તો તે મો ઉપર ભાર રાખી ને કહેતો કે હવે તે ઇન્સ્પેક્ટર છે, આવી મિમિક્રી તેના થી ન કરાય, હોદા નું માન જાળવવું જોઈએ, કોઈ વાર રસ્તા મા મળી જાય અને પૂછીએ કે કેમ આબાજુ નીકળ્યો છે..?તો તે પુરેપુરી ગંભીરતા થી કહેતો કે અહી અમારા ઇન્સ્પેક્ટરો ની મીટીંગ હતી એટલે આવ્યો હતો. !! લાભુ ની આ ભ્રમણા એ તેનું જીવન બરબાદ કરી નાખ્યું, એ પછી તો લાભુ નું શું થયું એની કોઈ માહિતી નથી. લાભુ ની આ ભ્રમણા માટે શ્યામસુંદર ને જવાબદાર ગણવા કે શાળા નાં ઇન્સ્પેક્ટર ને તે નક્કી કરવું મુશ્કેલ છે, લાભુ જેવીજ પણ જરા જુદી રીત ની ભ્રમણા મા જીવનાર બીજો એક યુવાન પણ હતો. તેનું નામ વજાલાલ હતું. મારા મિત્ર મગનગર અતીત તેને શોધી લાવ્યો હતો. અમે નવરાશ મા શંકર નાં મંદિર નાં પરિસર મા આવેલી વિશાળ પરશાળ મા બેસી ટાઈમ પાસ કરતા, વજાલાલ પણ કોઈ વાર ત્યાં આવતો અને અમારી સાથે ફિલ્મો ની વાતો કરતો. તેના ચહેરો એ વખત નાં સ્ટાર ભારતભૂષણ ને ખુબજ મળતો આવતો. એટલે ઘણા તેને ભારતભૂષણ કહી ને તેને ચગાવતા, તે બૈજુબાવરા ફિલ્મ નાં ગીતો પોતાના બેસુરા અવાજે ગાતો અને એમ માનતો કે પોતે ખુબજ દર્દભર્યું ગઈ રહ્યો છે, અમે તેને પોરસ ચઢાવી ને ગાવા નું કહેતા અને તેની ગાયકી ની મજાક કરી ને મનોરંજન મેળવતા, અમારી મંડળી મા કોઈ બૈજુ બાવરા નું “ઓ દુનીયાકે રખવાલે”ગાતું તો વજાલાલ ખુબજ નારાજ થઇ જતા, અને કહેતા કે આમ ગવાતું હશે..! અમે પૂછીએ કે તો કેમ ગવાય..! તોએ કહેતા કે આ છોકરો સારું ગાય છે પણ એમાં દર્દ ક્યા છે…!અમે પૂછીએ કે દર્દ કેવીરીતે આવે..! તો એ કહે કે “હટ રીતે આવે “કહી એ પોતે એજ ગીત તેમના કહેવાતા દર્દ સાથે ગાતા અને અમે હસી હસી ને લોટપોટ થતા, પણ વજાલાલ એ સમજતા નહિ, અમારી મશ્કરી ને તે પોતાની કદર સમજતા અને ગર્વ ભેર કહેતા , “જોયું..? આમ દર્દ આવે.”તેમના મા રહેલો ભારતભૂષણ વધુ ને વધુ દ્રઢતા પૂર્વક છવાતો જતો હતો. અમારામાં નો એક મિત્ર કિશોરકુમાર નાં ગીતો ગાતો. કિશોરકુમાર એ વખતે આટલો લોકપ્રિય ન હતો. તેના રમુજી અભિનય ને લોકો “ભવાડા” કહેતા, પણ તેના રમુજી ગીતો ગમતા, વજાલાલ ની હાજરી મા એ મિત્રે ફિલ્મ બેવકૂફ નું ગીત “આજ નજાને પાગલ મનવા કાહે કો ગભરાય, હીચ હીચ હિચકી આયે તબિયત બીચકી બીચકી જાયે “ ગાયું . વજાલાલ તિરસ્કાર પૂર્વક તે સામ્ભળતા રહ્યા, ગીત પૂરું થયે તે બોલ્યા, “આમ ગાવાતું હશે..?કિશોરકુમાર તો કેવું નાચતા નાચતા ગાય છે, !એ રીતે ગાવું જોઈએ, “ આમે પૂછીએ કે તમે તો કરુણ ગીતોજ ગાવ છો તમને આમમાં શી સમજ પડે..?તો ઉશ્કેરાઈ ને ઉભા થઇ ગયા, “અરે હું તો કિશોર નાં નાચ સાથે આ ગીત ગઈ શકું છું, જુઓ, આમ ગવાય..!”કહી તે ફિલ્મ મા કિશોરકુમાર ડાન્સ સાથે ગાતો હતો તેનું કઢંગી નકલ કરતા નાચવા લાગ્યા અને ગીત પણ તેમના બેસુરા અવાજે ગાતા રહ્યા, ત્યાં ઉપસ્થિત બધાજ મિત્રો હસી હસી ને થાક્યા, ભારતભૂષણ તરીકે ઓળખાતા ધીર ગંભીર રહેતા વજાલાલ આમ નાચે એ ખુબજ હાસ્યાશ્પદ લાગતું હતું.પણ વજાલાલ પોતાની ધૂન માજ મસ્ત રહેતા. જોકે તેમનું જીવન લાભુ ની જેમ તદ્દન ખરાબે ન ચઢ્યું. કારણ તે કોઈ કારખાના મા કામ કરી ને રોજી રોટી કમાઈ લેતા હતા. આવી ભ્રમણા એ સમય નાં ઉગતા નવજવાનો મા બહુ વ્યાપક હતી, મારો મિત્ર મગન પોતાને દિલીપકુમાર જેવો સમજતો, હું પોતે પણ દેવઆનન્દ ની અદાઓ ની નકલ કર્યા કરતો. પણ જેમ જેમ મેચ્યોરીટી આવતી ગઈ તેમ અમે યોગ્ય્માર્ગે વળી ગયા, પણ લાભુ અને વજાલાલ જેવા યુવાનો ભ્રમણા માજ જીવતા રહ્યા. કોલેજ મા બીજો એક મિત્ર લલિત ગાંધી આમ તો નોર્મલ હતો, પણ તેને “સગપણ”કરાવવા જવા મા બહુ રસ હતો, તેની ગેરહાજરી નું કારણ પૂછીએ તો તે હંમેશા કહેતો “કે ફલાણા ભાઈ ની સાથે તેમની દીકરી નું સગપણ કરાવવા ગયો હતો. તેમના કહેવા મુજબ ઘણા લોકો તેને સગપણ માટે અનિવાર્ય માનતા. હકીકત મા આ તેમની એક મહેચ્છા હતી, સગપણ જેવા ગંભીર કામ મા તેમના જેવા છોકરડા યુવાન નું બહુ મહત્વ ન હોય એ અમે બધાજ સમજતા, પણ તેમની વાતો સાંભળવી ગમતી. લલિત લોકો ને હસાવવા મા એક્કો હતો, જોકે તેમને આની ખબર ન હતી, પણ તે અચાનક એવા શબ્દો બોલતો કે હસ્યા વિના રહેવાય્જ નહિ. એ પછીજ તેમને સમજાય કે મેં લોકો ને હસાવ્યા…! બીજો એક મિત્ર ફિલ્મ જાગૃતિ નાં આદર્શ શિક્ષક અભી ભટ્ટાચાર્ય ની અસર હેઠળ હતો, તેને કોઈ ખોટી ભ્રમણા ન હતી પણ તેને પણ શિક્ષકજ બનવું હતું, અમે બધા એ બી.એ. માં આર્થ્શાશ્ત્ર લીધું ત્યારે તેણે ગુજરાતી સાહિત્ય નો વિષય લીધો, તેને કોઈ ભ્રમણા ન હતી, પણ એક સ્વપ્ન હતું કે શિક્ષક બનવું, અને તે બન્યો પણ ખરો .શાકમાર્કેટ મા શાક ની દુકાન ધરાવતો, સતવારા જ્ઞાતિ નો આ યુવાન ઉજળીયાત છોકરાઓ ને પણ શરમાવે એવી રીતે રહેતો, તેના બાળલગ્ન થઇ ગયા હતા, તે કદી કોઈ ને ઘર બતાવતો ન હતો, અને પોતે પરિણીત છે એવું પણ જાહેર થવા દેતો ન હતો, માત્ર મનેજ તે એક વાર ઘરે લઇ ગયો હતો, પણ તેણે પોતાના માટે અલગ રાખેલ રૂમ માજ મને લઇ ગયો હતો, શાક ની દુકાન માંથી ઉજળીયાત નોકરી કરવા ની તેને મહત્વાકાન્ક્ષા હતી જે છેવટે તેણે સિદ્ધ કરી હતી. આમ જોઈએ તો ભ્રમ અને મહત્વાકાન્ક્ષા વચ્ચે બહુ પાતળી રેખા હોય છે, જો મહત્વાકાન્ક્ષા ને યોગ્ય માર્ગે વાળી શકાય તો સફળ થઇ શકાય છે, પણ જો મહત્વાકાન્ક્ષા ને એક કલ્પના ની પાંખે કલ્પિત રીતે ઉડાવવા મા આવે તો જીવન બરબાદ થઇ શકે છે. સ્વપ્ન સારું છે, પણ તેને વ્યવહારુ જગત સાથે જોડવું જોઈએ, સ્વપ્ન ને એક ધ્યેય સાથે રાખી ને પુરુષાર્થ કરવા થી સ્વપ્ન સિદ્ધ થઇ શકે છે, પણ જો ભ્રમ મા રાચવા મા આવે તો લોકો નાં હાસ્ય નું સાધન બની જવાય છે ,લાભુ અને વજાલાલ જેવા પાત્રો અજ્ઞાત રહી ને ઘણું શીખવી જાય છે.   Leave a comment

Posted જુલાઇ 12, 2017 by sureshmsheth67 in Uncategorized

ધુમ્રપાન નું વ્યસન   Leave a comment

ધુમ્રપાન નું વ્યસન .

ધુમ્રપાન વિષે આજે કોઈ ને સમજાવવું પડે તેમ નથી.આપણા દેશ માં તો ઘણા વર્ષો થી ધુમ્રપાન ચાલતું આવ્યું છે, આ વ્યસન કોણ લાવ્યું એનો કોઈ ઈતિહાસ હોય તો એની મને ખબર નથી, પણ રાજામહારાજાઓ પણ લાંબી નળી વાળા હુક્કા મારફત ધુમ્રપાન ની મજા માણતા હતા, જુના વખત મા આગંતુકો ને અત્તીથીઓ ને આવકારવા તેમને હુકા ની નળી અથવા ચલમ આપવા મા આવતી. હુક્કો સામાન્ય રીતે મોટા દરજ્જા વાળા લોકો રાખતા, દરબાર ભરાયો હોય ત્યારે, અથવા ચોરા ઉપર મંડળી જામી હોય ત્યારે બધા વચ્ચે એક હુક્કો ફરતો રહેતો, અને બધાજ વારાફરતી હુક્કા ની નળી માંથી ધુમાડો ખેંચતા, હુક્કા નાં સ્ટેન્ડ થી થોડે ઉપર એક નાળીયેર ની કાચલી ફીટ કરવા મા આવતી. અને તેમાં પાણી ભરવા મા આવતું. તેના ઉપર માટી નો હુક્કો રાખવા મા આવતો અને તેમાં તમાકુ ભરવા મા આવતી, આ તમાકુ ને ગોળ નાં રસા થી કેળવવા માં આવતી તેથી તેનો ધુમાડો એક વિશેષ સુગંધ ઉત્પન્ન કરતો, અને એક જાત નો સ્વાદ પણ તેમાં ઉમેરાતો,હુક્કા ની આ તમાકુ ને ગડાકુ કહેવા મા આવતી, ગદાકું થી હુક્કો ભરી ને તેના ઉપર અંગારો મુકવા મા આવતો,અને પછી નળી વડે દુમાડો ખેંચવા મા આવતો. આ ધુમાડો હુક્કા મા નીચે ભરેલ પાણી ઉપર થઇ ને આવતો તેથી શરૂઆત મા આ ધુમાડો થોડો ઠંડો લાગતો, તમાકુ નું નિકોટીન આ પાણી મા ઓગળતું હોઈ તમાકુ ની ખરાબ અસર ઓછી થતી. હુક્કા નું પાણી વખતો વખત બદલવા મા આવતું, હુક્કા નું તમાકુ મિશ્રિત પાણી દવા તરીકે પણ ક્યાંક વપરાતું. દરબારો, સરદારો, બાદશાહો, રાજાઓ, શ્રીમંતો,મોટા ખેડૂતો આવા હુક્કા પિતા, હુક્કો એક સામાજિક રીવાજ હતો, હુક્કા અથવા ચલમ વિના નું ઘર ભાગ્યેજ જોવા મળતું.
સામાન્ય લોકો હુકા નાં બદલે પોર્ટેબલ ચલમ રાખતા, માટી ણી ચલમ ને હોકલી પણ કહેતા, માટી ણી બીડી પણ કહેતા, ચલમ અને તેનું ગડાકું ખિસ્સા મા સમાઈ જતા, અને જયારે જ્યાં જરૂર પડે ત્યારે સહેલાઇ થી ઉપલબ્ધ રહેતા, જયારે દીવાસળી કે લાઈટર નો આવિષ્કાર થયો ન હતો ત્યારે મોટાભાગે આવી ચલમ તથા હુક્કા,ચૂલા નાં અંગારા થી સળગાવવા મા આવતા, દરેક પીનારા નાં ઘર મા છાણા નાં અંગારા એક ખૂણા મા રાખ ની અંદર ભારેલા રાખવા મા આવતા, આ ભારેલો અગ્નિ જ ઘરના ચૂલા તેમજ હુક્કા હોકલી સળગાવવા મા કામ લાગતા, ગડાકું ને ગોળ નાં રસા મા કમાવવા મા આવતી હોઈ તેના ધુમાડા મા એક પ્રકાર ની મીઠાશ માણવા મળતી, અને એક વિશેષ અને ગમતી સુગંધ પણ પ્રસરતી. હુક્કા મોટા ભાગે મોટા કહેવાતા માણસો રાખતા, કેટલાક શોખીનો તો ચાંદી નો હુક્કો બનાવડાવતા, અને ડાયરા માં બધા વચ્ચે ફેરવવા માં આવતો. બાકી બધાજ નાની હોકલી અથવા ચલમ રાખતા, બંને મા ગડાકું નોજ ઉપયોગ થતો. આજે જેમ આપણે એક બીજા ને ચાં કોફી ણી ઓફર કરીએ છીએ તેમ તે વખતે એક બીજા ને ચલમ ની બે ફૂંક મારવા ની ઓફર થતી. આવકાર નું એ એક સુલભ સાધન હતું.
એ પછી માટી ણી ચલમ નાં સ્થાને ટીમરુ ના પાન ની બીડી શરુ થઇ, પાન ને યોગ્ય રીતે કાપી ને તેમાં તમાકુ ભરવા મા આવતી, આ માટે નાં બીડી કામદારો નો એક વર્ગ પણ ઉભો થયો જેમને રોજી મળી જતી. બીડી ખુબજ લોકપ્રિય થઇ, પછી તો બીડી ના મોટા કારખાના પણ અસ્તિત્વ માં આવ્યા, જેમાં અનેક લોકો કામ કરવા જતા અને રોજીરોટી મેળવતા થયા.
કેટલાક પાનબીડી ની દુકાન વાલા પોતાનીજ દુકાન માજ બીડી બનાવનાર ને બેસારતા અને પોતાની સ્પેશ્યલ બીડી બનાવી ને વેચતા, બીડી ને દોરા થી બાંધવા મા આવતી,એ દોરા નાં રંગ ઉપર થી, દોરો બીડી ઉપર ક્યા બંધાયો છે એ પ્રમાણે ભાવ રહેતા, પિતાશ્રી “બીચબંધ” બીડી પિતા ,બીચ બંધ એટલે બીડી ને વચ માં દોરો હોય તેવી બીડી.
મોશાળ વિંછીયા મા નાનાજી હોકલી અને ગડાકું પિતા, ઘર ની ઓસરી ની થાંભલી પાસે તેમના ગડાકુ ની કાળી ડબી અને હોકલી પડ્યા રહેતા, તે મને હજી પણ યાદ છે, હોકલી માંથી નીકળતો વાદળી રંગ નો ધુમાડો અને તેની સુવાસ મને બહુ ગમતી.
બીડી જરા ગરમ લાગતી હોકલી કરતા તેની મોજ નું આયુષ્ય ટૂંકું રહેતું, હોકલી ને લાંબા સમય સુધી માણી શકાતી,હોકલી પીતી વખતે એવો સુખદ અનુભવ થતો કે જાણે આપણે દુનિયા નાં રાજા છીએ.!
આ વાંચી ને કદાચ આપ ને લાગ્યું હશે કે મેં આ બધી મજા લીધી જ હશે, તો આપ સાચા છો, બચપણ મા નાનાજી ને હોકલી પિતા જોયા હતા, પિતાશ્રી ને બીડી પિતા જોયા હતા, એટલે ઘણી વાર આવી લિજ્જત ઉઠાવવા નું મન તો થાતુજ.પણ ખુલ્લેઆમ તો એ શક્ય ન હતું. ઘરમાં પિતાશ્રી ણી બીડી નું બંડલ તેમના હિંચકા પાસે ણી બારી ણી પાળી ઉપર પડ્યું રહેતું. એ બંડલ મા થી કદીક એકાદ બીડી સેરવી ને બાકસ લઇ ને ઘર પાછળ આવેલા વંડા મા જતો અને માચીસ્બોક્સ થી બીડી જલાવી ને તેની મજા માણી શકાતી. પહેલી વાર આ રીતે બીડી સળગાવી ત્યારે જે રોમાંચ થયો હતો તે હજી ભૂલાતો નથી. આમેય જે કામ ચોરીછૂપી થી કરવા મા આવે તેનો એક અલગ જ રોમાંચ હોય છે, કોઈ કોઈ વાર આવી મજા લેવાતી હતી.
મારો મિત્ર કનૈયો પણ બીડી નાં રવાડે ચઢ્યો હતો.તેની પાસે થી પણ કોઈ વાર બીડી પીવા મળી જતી. નોકરી કરી ને કમાતા માણસો મોટા ભાગે સિગારેટ પિતા, તેમાં કેવેન્ડર વધુ પ્રચલિત હતી. પાન અને સિગારેટ ખુબજ પ્રચલિત હતા, સિગારેટ ની સુગંધ બીડી કરતા સારી રહેતી અને સિગારેટ પીનાર નું સ્ટેટસ બીડી પીનાર કરતા ઊંચુ ગણાતું. કેવેન્ડર ઉપરાંત એ સમયે સૌરાષ્ટ્રભર મા એક કાળા રંગ ણી સિગારેટ બહુ ચાલી હતી,તેનું નામ તાજ્છાપ સિગારેટ હતું. મિત્રો માં શરત લાગતી ત્યારે જે હારે તેણે બધા ને તાજ અથવા કેવેન્ડર પીવરાવવી પડતી.
ચર્ચિલ જેવી સિગાર પીવા નું મને ઘણું મન હતું, પણ નાના ગામ મા સિગાર મળે એવી શક્યતા ન હતી. સિગાર લાકડા નાં સરસ બોક્ષ મા પેક થઇ ને આવતી એ મને ખબર હતી, મારી પાસે એવું એકખાલી બોક્ષ પણ હતું. પણ સિગાર કદી જોવા કે હાથ માં લઈ શકાઈ ન હતી.
પિતાશ્રી ના અવસાન પછી , અને બેંક ની સર્વિસ મા જોડાયા પછી સ્વતન્ત્રતાનો અનુભવ થયો , એટલે ખુલ્લેઆમ હોકલી પીવા ણી હાલું કરી. સીન્હ્છાપ તમાકુ ખાસ હુક્કા અને હોકલી માટેજ બનતું, તેનું પાંચસો ગ્રામ નું બંડલ લાવવા માંડ્યું અને માટી ની હોકલી લાવી દીધી. સવારે બેંક માં જવા નીકળતા પહેલા હોકલી પી ને જવાનું રાખ્યું, શરૂઆત મા તો સોમવાર અને ગુરુવારે પીવાનો નિયમ રાખ્યો હતો, કારણ સોમ અને ગુરુ વાર સેવિંગ કરવા નાં દિવસો હતા, સેવ કરેલ મુખ માંથી નીકળતા હોકલી નાં ધુમાડા અરીસા મા જોવા ની મજા આવતી, અને આપણે જાને જગત ના સૌ થી સુખી માણસ હોઈએ એવી લાગણી થતી. પછી તો સોમ ગુરુ નું બંધન છૂટી ગયું. અને ગમે ત્યારે હોકલી પીવા નું ચાલુ થઇ ગયું. હવે બેંક ણી જોબ હતી, નિયમિત પગાર મળતો હતો એટલે સિગારેટ પીવા નું પણ શરૂઆત કરી, પણ હું જયારે સિગારેટ નું પાકીટ ખરીદતો ત્યારે દરવખતે સિગારેટ નાં ભાવ વધાતાજ જતા, એટલે એ વખત ના બજેટ માં સિગારેટ મોંઘી પડતી એટલે કોઈ વાર જ સિગારેટ પીવાતી. પણ તેમાં હોકલી જેવી સુદીર્ઘ લિજ્જત ન આવતી .એટલે સિગારેટ નું બંધ રાખ્યું. પગાર વધ્યા પછી એકાદ પાકીટ ખરીદીશું એમ મન મનાવું પડ્યું પણ જેમ પગાર વધે તેમ સિગારેટ નાં ભાવ પણ વધતા જાય, એટલે એ લત વળગાડી ન શકાઈ.
શોધ કરતા કરતા ધાતુ નો નાનો હુક્કો મળી આવ્યો. તેમાં એક ચોરસ ડબી માં પાણી ભરવા મા આવતું અને એ ડબી માંથી નીકળતી એક નળી માંથી ધીમા ગડગડાટ સાથે આ મીની હોકો પીવાની પણ મજા આવતી. તેમાં સીન્હ્છાપ તમાકુ જ ભરવા મા આવતું. અને નિરાંત નાસમયે એ મીની હુકા નું ધુમ્રપાન લિજ્જતદાર લાગતું. તેનો ધુમાડો પણ પાણી મા થઇ ને આવતો એટલે નૂકશાન ઓછું થશે એવું મન મનાવવા મા આવતું. પણ પછી એમાં ભરેલું પાણી બહુ જલ્દી ગરમ થઇ જતું,અને હુક્કા ણી લિજ્જત પણ થોડી ફિક્કી જણાવા લાગી એટલે પછી તો હોકલી જ પીવાનું ઘણા લાંબા સમય સુધી ચાલુ રાખ્યું.
બેંક માં મારી બાજુ મા બેસતો એક કર્મચારી તમાકુ (સૂકો) ને ચુના મા મસળી ને દાંત અને હોઠ વચ્ચે દબાવતો અને એ રીતે તે તમાકુ નું સેવન કરતો. એક વાર મેં તેની પાસે થી ચુનામાં ઘસેલી તમાકુ ણી એક ચપટી માગી, તેણે ઘણી નાં પાડી કે આ તારું કામ નથી,ચક્કર ખાઈ ને પડી જઈશ…!પણ મેં જીદ કરી ને ચપટી ભરી ને તેની જેમ હોઠ અને દાંત વચ્ચે ભરાવી.તે સાથેજ માથું ફરતું લાગ્યું, શરીર મા કરંટ આવ્યો હોય એવું લાગ્યું બધુજ ચક્કર ચક્કર ફરવા લાગ્યું, શરીરે પરસેવો થઇ આવ્યો.પણ એ કરંટ અજબ હતો. પ્રથમ વાર તમાકુ ચાવવા નો એ અનુભવ ગજબ ની થ્રિલ ઉત્પન્ન કરી ગયો.બીજા દિવસે એ જ થ્રિલ ફરી થી અનુભવવા માટે એ કર્મચારી પાસે થી ચપટી ભરી. એ પછી તો તમાકુ ચાવવા નું વ્યસન થઇ ગયું, રોજ રોજ તેની પાસે તમાકુ માગવા કરતા જાતેજ તમાકુ રાખવા માંડ્યું. દેશી નાં બદલે કલકત્તી તમાકુ ચાલુ થઇ ગયું. ચુના તમાકુ રાખવા ની પ્લાસ્ટિક ની ડબી પણ આવી ગઈ,
તમાકુ ચૂસવા ની ટેવ પાડવા થી ધુમ્રપાન નું વ્યસન છૂટી ગયું.
તમાકુ છોડવા નાં બે ત્રણ વાર પ્રયત્નો કર્યા, વધુ માં વધુ છ મહિના સુધી એ કરી શકાયું, પણ પછી કોઈ ના આગ્રહ થી તમાકુ લીધા પછી ફરી થી એ વ્યસન ચાલુ થઇ જતું. ચુના મિશ્રિત તમાકુ હંમેશા સતત મારા મા રહેવા લાગ્યું.
લગભગ ૨૦૦૦ ણી સાલ મા મેં ફરી થી તમાકુ છોડવા નો નિર્ણય કર્યો.ચુના તમાકુ ની ડબી ફેંકી દીધી,અને મક્કમ રહેવા નો જાગૃત પ્રયત્ન કર્યો. એક થી બે મહિના ખુબજ કશ્મકશ રહી, ચાલ ફરી થી ચાલુ થઇ જઈએ એવું પણ પ્રલોભન થઇ આવતું, પણ આ વખતે હું સખત મક્કમ રહ્યો , અને છેવટે તમાકુ નું વ્યષન છૂટી ગયુ, તે એટલે સુધી કે કોઈ વાર પાન મા તમાકુ ની એકાદ નાનીફોતરી ભૂલ થી આવી ગઈ હોય તોયે ચક્કર આવી જતા, નિકોટીન ધીમે ધીમે લોહી માંથી નીકળતું ગયું. આજે સત્તર વર્ષ થયા, તમાકુ નાં કોઈ પણ પ્રકાર નાં વ્યસન થી હું મુક્ત છું. અને હવે એતરફ જરાયે પ્રલોભન થતું નથી.
એ સમય નાં વડીલો બાળકો નાં દેખાતા બીડી તમાકુ નો ઉપયોગ કરતા એ ખોટી ટેવ હતી, તેમનું જોઈ નેજ બાળકો ધુમ્રપાન નાં રવાડે ચડતા, આજે આ વ્યસન દિવસે દિવસે મોંઘુ થતું જાય છે એ સારી વાત છે, તેના ખર્ચ સામે જોઈ ને પણ ઘણા લોકો આ વ્યસન થી દૂર રહ્યા છે, ધુમ્રપાન હાનીકારક છે એવી જાહેરાતો થી વ્યસન દૂર થતું નથી એના માટે દ્રઢ સંકલ્પ અને મનોબળ જરૂરી છે, ઘણા કહેતા હોય છે કે ધીમે ધીમે વ્યસન ઓછું કરીશું, એ માટે તેઓ પોતાના ખીસા મા તમાકુ ની ડબી રાખતા નથી, અને બીજા પાસે માગ્યા કરે છે, આપણે કહીએ કે તમારા થી ન છૂટતું હોય તો ડબી કેમ નથી રાખતા…! તો તેઓ કહે કે ખીસા મા રાખીએ તો વધારે લેવાય,એનો અર્થ એ કે એનો સ્ટોક આપણે રાખવાનો…! તમાકુ છોડવું તે અઘરું કામ છે, હજી બીડી સિગારેટ છૂટી શકે પણ તમાકુ તો લોહી મા એવું વણાઈ જાય છે કે કોઈ ભાગ્ય્શાલી જ તેને છોડી શકે, દ્રઢ સંકલ્પ સાથે તેને એકજ ધડાકે છોડવું જોઈએ, હપ્તે હપ્તે તમાકુ છૂટી ન શકે.
વર્ષો થી વળગેલું તમાકુ નું આ વ્યસન હું છોડી શક્યો એ માટે મને ગૌરવ છે.

Posted જુલાઇ 10, 2017 by sureshmsheth67 in Uncategorized