Archive for જૂન 2017

કિશોરાવસ્થા નું વાહન .   Leave a comment

કિશોરાવસ્થા નું વાહન.

આજે એક તદ્દન નિર્દોષને બિન વિવાદાશ્પદ સ્મરણ રજુ કરું છું.
અમારી (એટલે કે મારી) કિશોરાવસ્થા ને આજે ૬૦ થી ૬૫ વર્ષ થઇ ગયા, જાણે એક યુગ જ વીતી ગયો, પણ તેના સ્મરણો હજી પીછો છોડતા નથી. આજે નાના કિશોરો પણ ટુ વ્હીલરને કોઈવાર ફોરવ્હીલર ચલાવતા થઇ ગયા છે પણ તેમના દાદા કે પરદાદા તેમની ઉમરે સાયકલ પણ વસાવી શકતા નહોતા, અને મોટા ભાગે પગપાળા જતા આવતા.
એ વખતે અમેં કિશોરો એક સુંદર પસંદગી નું વાહન ધરાવતા હતા , એનું નામ “પૈડું આંકડ “.પૈડું અને આંકડ આજ નાં યુવાનો એ પણ જોયું નહિ હોય એમ માનું છું. એને વાહન કહેવાય ખરું..?એ વાહન શરીરશક્તિ નો ઉપયોગ કરતુ હતું, તેમાં પેટ્રોલ, ડીઝલ,ઓઈલ ની શક્તિ નહિ પણ અમારા હાથપગ ની શક્તિ નો ઉપયોગ થતો હતો. એને વાહન એટલા માટે કહ્યું કે જે વહન કરે તે વાહન. !એ વાહન અમારીજ એનર્જી ના ઉપયોગ થી અમને વહેતા , દોડતા રાખતું હતું.
પૈડું આંકડ બે સાધનો થી બનતું હતું. તેમાં એક લોખંડ ની પટ્ટી ને ગોળાકાર પઈડા ના રૂપ માં ફેરવવા મા આવતી, અન્ય કોઈ મીકેનીઝમ તેમાં ન હતું. પઈડા નો વ્યાસ (કે ધરી..?) આશરે એકથી દોઢ ફૂટનો રહેતો. આ વાહન નું એન્જીન એટલે આંકડ.આંકડ મા એક લોખંડ નો છ આની કે આઠ આની સળીયો લેવા માં આવતો. સળિયા ની લંબાઈ આપણી ઉંચાઈ અને પૈડા સુધી પહોંચી શકે તેટલી લંબાઈ નો રહેતો આ સળીયા નાં નીચે ના છેડે જમણી તરફ બહાર પડે તે રીતે એક અંગ્રેજી c આકાર નો એક હૂક બનાવવામાં આવતો.આ હૂક એવીરીતે બનાવવામાં આવતો કે જેથી તે પૈડા ની બહાર ની બાજુ ઉપર પકડ જમાવી પૈડા ને સ્થિર રાખવા નું કામ કરી શકે.
આ વાહન , એટલે કે “પૈડું આંકડ “કિશોરો ની મિલકત ગણાતી. તે બની ગયા પછી તેના નિભાવ માટે , ચાલતું રાખવા માટે એક પૈસા નો પણ ખર્ચ ન થતો. પૈડું આંકડ હોય તો છોકરાઓ ગમે તેટલા ધક્કા ખાવા તૈયાર રહેતા, અને ઘરના કોઈ કામ માટે નાં ન કહેતા, પૈડા ને આંકડ સાથે સેટ કરી ને તેઓ દોડતા, તેમની દોડવા ની સ્પીડ એજ તેની એવરેજ ગણો કે એક્ષિલ્લેટર હતા, અમારી પાસે પૈડુ આન્કડ ન હતા, પણ અમે બે ભાઈઓ અમારા મિત્ર કિશોર દોશી નું પૈડું આંકડ મોટા ભાગે વાપરતા, કિશોર ને કે અન્ય મિત્રો ને અમારા ઘરે ક્રિકેટ રમવા આવવું હોય, તે માટે અમને પૈડું આંકડ વાપરવા આપતા, પૈડું આંકડ હોય તો અમે દોડી ને બજાર ના આંટા ખાતા, શાક્લાવવા, બરફ લાવવા કે અન્ય ચીજો વહન કરી ને લઇ જવા માં અમને થાક ન લાગતો.
અમારો બીજો મિત્ર તે કિશોર નો કઝીન બાબલો એટલે કે મહેન્દ્ર .મહેન્દ્ર નો જમણો હાથ કોણી પાસે થી કાપી નાખવા મા આવેલો તેથી તેનું આંકડ જમણેરી નહિ પણ ડાબેરી રહેતું. ડાબા હાથેપૈડા નું વહન કરવું ફાવતું નહિ, તેથી મહેન્દ્ર નું પૈડું આંકડ લગભગ અસ્પ્રશ્ય રહેતું. કિશોર મોટા ભાગે અમારા ઘરેજ પૈડું આંકડ ભૂલી જતો , તેથી તેનું પૈડુ આન્કડ અમારા વપરાશ માં આવતું. કિશોર શોખીન હતો ,તેણે તેના આંકડ નાં બીજે છેડે લાકડા નો હાથો પણ બેસારાવ્યો હતો. તેથી તેના ઉપર હાથ ની પકડ સારી રહેતી.
આ એપ્રકાર નું વાહન હતું જે કદી બગડતું નહિ, તેનો મેઇટેન્ન્સ નો કોઈ ખર્ચ ન આવતો, કોઈ ને વાપરવા આપતા પણ ખચકાટ ન થતો, પૈંડું આંકડ લઇ ને દોડતા કિશોરો એ એ સમય નું આકર્ષક દ્રશ્ય હતું. પૈડા નાં આંકડ સાથે ના ઘર્ષણ થી આવતો અવાજ પણ મિત્રો ઓળખી જતા અને દૂર થીજ , જોયા વિના કહી શકતા કે કયો મિત્ર આવી રહ્યો છે,
કોઈ છોકરાઓ પૈડું આંકડ ના બદલે તેમના પિતાશ્રી ની સાયકલ નું નકામું થઇ ગયેલ વ્હીલ વાપરતા, આમાં આંકડ ની જરૂર રહેતી નહિ, માત્ર હાથ ના ધક્કા થી તે ચાલતું , અમારા ઘર ની પાછળ એક બચુ નામનો નાનો છોકરો રહેતો હતો, તેણે મને આવું એક સાયકલ નું પૈડું આપ્યું હતું. પૈડું સારી હાલત માં હતું. એક સાયકલ ની દુકાન વાળાએ એ પીડા ના બદલ માં મને એક અન્ય પૈડું આપવા ની ઓફર કરી હતી, પણ મેં તે આપ્યું ન હતું. મારી ઈચ્છા હતી કે સાયકલ નું ટાયર ને ચીરી ને તેમાં રહેલા ગોળાકાર તાર કાઢી ને તેને બે ત્રણ પઈડા માં ફેરવી નાખીશું. એ માટે મેં ઘણો પુરુષાર્થ પણ કર્યો અને આખું ટાયર ચીરી નાખ્યું, પણ એમાં થી નીકળેલ તારતો વળી જતા હતા, એટલે મેં ટાયર પણ ગુમાવ્યું અને તેની સામે ઓફર થયેલ બીજું પૈડું પણ ગુમાવ્યુ. મારો ભાઈ હસમુખ મારા ઉપર ખુબ ગુસ્સે થયો, પણ મેં કરેલી મૂર્ખાઈ ને ઠીક કરવા નો કોઈ ઉપાય ન હતો.
પૈડું આંકડ અમારા વાહનવ્યવહાર નું, યાતાયાત નું એક મહત્વ નું સાધન હતું. એ સમયે બજાર માં આવેલી એક બે દુકાનો ભાડે થી સાયકલ આપતા હતા, એક કલાક નો એક આનો લેવા માં આવતો. ઘણાખરા પાસે સાયકલ ન હોવાથી ભાડે થી સાયકલ લઇ ને કામ પતાવી આવતા, અમારી ઉમર ના છોકરાઓ સાયકલ શીખવા માટે બે પૈસે અર્ધા કલાક ના ભાડા ની સાયકલ લાવતા, એ અર્ધા કલાક માં બેત્રણ છોકરાઓ સાયકલ શીખતા, કારણ બધા પૈસા ખર્ચી શકે એવી સ્થિતિ ધરાવતા ન હોય. એ સોંઘવારી નો જમાનો હતો. પણ તે સાથે કરકસર તેમજ નાણાભીડ નો પણ સમય હતો. પચાસ સાઈઠ રૂપિયા મા આખો મહિનો નીકળી જતો ,લોકો ભવિષ્ય માટે બચત કરતા, એટલે બે પૈસા જેવી રકમ આમ કારણ વગર વેડફી નાખવા નું પસંદ કરતા ન હતા. એટલે કોઈ વાર એક છોકરો ભાડા ની સાયકલ લાવે તે સાથેજ ચારપાંચ મિત્રો ઘેરી વળતા, અને “આંટો” માગવા તેની પાછળ દોડતા, ક્યા આજ નાં જમાના નાં સ્કૂટર અને ગાડી ચલાવતા છોકરાઓ ,અને છોકરીઓ અને ક્યા અમારા જમાના નાં સાયકલ માટે પણ તરસતા છોકરાઓ…!યુગ કેવી સ્થિર ગતિ થી સરકતો રહ્યો છે, અને તેનું પરિવર્તન પણ એજ ગતિ એ થતું રહ્યું છે,
આજના બાળકો, કિશોરો હજી સાયકલ સાથે થોડા જોડાયેલા રહ્યા છે, પણ પૈડું આંકડ તો તેમની કલ્પના મા પણ નહિ હોય એવું માનું છું. પૈડું આંકડ ચલાવતી વખતે કેટલાક મિત્રો મોટરકાર જેવો અવાજ મોયે થી કરતા અને જાણે મોટરકાર ચલાવતા હોય એવો આનંદ માણતા,
એ સમયે લોકો ની જરૂરિયાતો ઓછી હતી, પ્રચાર નાં સાધનો પણ બહુ પાંખા હતા, રેડિયો જેવી વસ્તુ પણ ઘેર ઘેર ન હતી, તેવા સમયે બાળકો કિશોરો ના મનોરંજન માટે એક તદ્દન બીન ખર્ચાળ અને લગભગ સૌ ને પોષાય તેવું રમકડું તે આ પૈડું આંકડ હતું.બાળકો કિશોરો ને પ્રવૃતીમાં મગ્ન રાખવા હોય, તેમને થોડી કસરત કરાવવા માગતા હો તો આ સાધન ખુબજ ઉપયોગી થઇ પડે તેમ છે . પણ હવે વીતેલી વાતો ની યાદ પણ મન મા આનંદ પ્રગટાવી જાય છે, આજના યુગ મા પૈડું આંકડ કયો બાળક પસંદ કરે…!

Advertisements

Posted જૂન 23, 2017 by sureshmsheth67 in Uncategorized

વીમો _ઇન્શ્યોરન્સ   Leave a comment

વીમો —-ઇન્શ્યોરન્સ .

કોઈ પણ સ્થાપિત અને સર્વમાન્ય પધ્ધતિ વિષે કાઈ પણ લખવું કે બોલવું એ માટે ગહન અભ્યાસ હોવો જરૂરી છે, આપણે ત્યાં પ્રચલિત વીમા વિષે લખતા પહેલા તેનો અભ્યાસ હોવો જરૂરી છે, હું એવો દાવો ન કરી શકું કે મને વીમા પધ્ધતિ વિષે સંપૂર્ણ અભ્યાસ અને જાણકારી છે, છતાં એના વિષે જે કાઈ વિચારો ઉદ્ભવે તે અત્રે રજુ કરવા ની ,તજજ્ઞો ની રાજા માગી ને આગળ વધુ છું.
આજે નમ્રતા ની કોઈ જ કીમત નથી રહી, આપણે નમ્રપણે કહીએ કે હું આ વિષય માં બહુ જાણતો નથી, તો સામે તુરતજ એવું સાંભળવું પડે છે કે “ન જાણતો હોય તો રહેવા દેને…! જે જાણતા હોય એમને એમનું કામ કરવા દે ને..”
હું આવું અનુભવી ચુક્યો છું, કારણ આપણા તજજ્ઞો તેમના ક્ષેત્ર માં કોઈ પણ ચંચુપાત કરે તે સહી શકતા નથી, વીમા ઉદ્યોગ વિષે તો આપણે ત્યાં ઢગલાબંધ જાણકારો નીકળી આવશે, તે બધા ને વિનંતી કે મારી ગેરસમજ હોય તો તે શાલીનતા પૂર્વક દૂર કરશો ,મારા ઉપર ઉકળી ન ઉઠશો.
વીમા ની શરૂઆત એ ગણતરી ઉપર થઇ હોવી જોઈએ કે બધા જ પ્રીમીયમ ભરનારા એક સાથેજ મુશ્કેલી મા મુકાવા નાં નથી ૧૦૦ વ્યક્તિઓ પ્રીમીયમ ભરે તેમાં થી માંડ ૧૦ વ્યક્તિઓ વીમા નો કલેઈમ કરે , બાકી નાં ૯૦ લોકો એ ભરેલ પ્રીમીયમ વીમા કંપની પાસે જ રહેવાનું છે, એટલે ૧૦ વ્યક્તિઓ ને તેમનો કલેઈમ ચુકવવા છાતા વીમા કંપનીઓ પાસે સારું એવું ભંડોળ વધે છે, આ ભંડોળ નું નફાકારક રોકાણ કરી ને વીમા કંપનીઓ સમૃદ્ધ થતી જાય છે, તેમની ભવ્ય ઓફિસો, બિલ્ડીંગો. ઉંચાં પગારધોરણો,એજન્ટો નું કમીશન,જાહેરાત નો ખર્ચ વિગેરે વીમા કંપનીઓ ને પોષાય છે એટલુજ નહિ તે પ્રતિવર્ષ નફો કરતીજ રહે છે,
શરૂઆત ના વર્ષો મા તો આ સરળપણે ચાલતું, કારણ કલેઈમ કરનારા ઓછા હતા, અને પ્રીમીયમ ભરનારા વધુ હતા, એટલે વીમા કંપનીઓ ને વધુ તકલીફ ભોગવવા ની રહેતી ન હતી, પણ જેમ સમય જતો ગયો તેમ લોકો જાગૃત થતા ગયા, હવે કલેઈમ કરનારા વધવા લાગ્યા, અને વીમા કંપનીએ ઘણા લોકો ને નાણા ચુકવવા નું આવતું ગયું. વીમા ની રચના લોકો ના હિત માટે ,લોકો ને થતું નૂકશાન ભરપાઈ થઇ શકે તે માટે કરવા મા આવી હતી, પણ ધીમે ધીમે તે એક વ્યાપાર બનતો ગયો. હવે પ્રીમીયમ ના દરો વધવા લાગ્યા, અને કલેઈમ ચુકવવા મા આનાકાની થવા લાગી, તે માટે શરતો મુકાવા લાગી , જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ એ માન્દગી , ઓપરેશનો વિગેરે ના કલેઈમ ચુકવવા માટે એક સીલીંગ બાંધવા માંડી. જેમકે આંખ ના ઓપરેશન માટે કલેઈમના અમુક ટકા, હોસ્પિટલ માં સારવાર લેવા નાં ખર્ચ મા પણ કયો રૂમ પસંદ કરવા મા આવે છે તે અનુસાર કલેઈમ ચુકવવા મા આવવા લાગ્યો.
લોકો માનતા હતા કે આપણી પાસે લાખ રૂપિયા નો વીમો છે એટલે લાખ રૂપિયા તો મળીજ જશે, પણ એવું થતું નથી,વર્ષો વર્ષ ઊંચા દર ના પ્રીમીયમ ભરવા છતાં લાખ રૂપિયા નાં વીમા સામે લાખ રૂપિયા મળતા નથી. જો તમારા ઓપરેશન નો ખર્ચ રૂપિયા એક લાખ થયો હોય તો પુરા લાખ મળતા નથી, વીમા કંપનીઓ તમારા જ ભરેલા પ્રીમીયમ માંથી તમારો કલેઈમ ચુકવતી હોવા છતાં તમારા ઉપર મહેરબાની કરતી હોય એ રીતે ખર્ચ નો એક ટુકડો તમને આપે છે, આ પધ્ધતિ ન્યાયસંગત નથી. વ્યક્તિ જો વીમો લે છે તો તેની પાછળ એ ભાવના હોય છે, કે દશબાર વર્ષ નિયમિત પ્રીમીયમ ભરવા થી તેને જયારે ખરી જરૂર હોય ત્યારે પોલીસી અનુસાર ની રકમ મળી જશે, પરંતુ તેને જે રકમ વીમા કંપનીઓ ચૂકવે છે તે તેણે ભરેલ કુલ પ્રીમીયમ થી ક્યાય ઓછી હોય છે,
પરિણામે વીમા કંપનીઓ લોકો ના હિત માટે નહિ પણ પણ નફો કમાવા માટે કામ કરે છે એવું પ્રતિપાદિત થાય છે, આપણે ભવિષ્ય મા આવનારી આપત્તિ સામે સાધન ઉભું કરવા માટે વીમો લઈએ છીએ , પ્રીમીયમ ના દર વધાતાજ રહે છે, પણ તે સાથે કલેઈમ વખતે થતી હેરાનગતિ પણ વધતી જાય છે, તો શા માટે પ્રીમીયમ ભરવું..?જેટલું પ્રીમીયમ આપણે ભરીયે તેટલી રકમ અન્ય રોકાણ મા કરો તો પણ તમારી પાસે સારું એવું ફંડ એકત્રિત થઇ શકે જેના દ્વારા તમે આવનાર આપત્તિ સામે ઉભા રહી શકો. ઊંચા દરનું પ્રીમીયમ ભરવા છતાં જો પૂરો ખર્ચ ન મળે તો એ વીમો શા કામ નો..?
હમણાજ હું અમદાવાદ ની એક હોસ્પિટલ મા દાખલ થયો, ત્યારે ત્રણ દિવસ મને ત્યાં રાખવા મા આવ્યો અને બીલ ૭૧૦૦૦ જેટલું આવ્યું, મારી પાસે રૂપિયા બે લાખ નો વીમો હતો, પણ કલેઈમ કર્યા પછી મને માત્ર ૧૮૦૦૦ ની રકમજ ચુકવવા મા આવી. મને કોઈ જાણકાર મારફત કહેવા મા આવ્યું કે તમારો વીમો વધુ રકમ નો હોવો જોઈએ, તોજ પૂરો કલેઈમ મળે. એનો અર્થ એ કે લાખ બેલાખ નો વીમો કશા કામનો નથી તમે વધુ મોટી રકમ નો વીમો ઉતરાવો, વધુ મોટી રકમ નું પ્રીમીયમ ભરો તો તમને ખર્ચ ની નજીક ની રકમ મળે,
આ અન્યાય સામે કોઈ અવાજ ઉઠાવતું નથી, કારણ વીમા ની આ પધ્ધતિ સર્વ માન્ય થઇ ગઈ છે, વીમો લેવો એ ભવિષ્ય ની સલામતી છે એવું કહેવા મા આવે છે, આપણે ૨૦ વર્ષ સુધી પ્રીમીયમ ભરીયે તે રકમ વિશ વર્ષ પછી આવનારી માંદગી પાછળ થયેલ ખર્ચ કરતા ઘણી મોટી હોય છે, પણ એ રકમ પૂરી આપવા મા આવતી નથી.પછી સલામતી શાની..?વીમા કંપનીઓ હવે નફાખોર બનતી ગઈ છે, તમે મોટી રકમ નો વીમો લો, તોજ તમારા નાની રકમ નો ખર્ચ પુરેપુરો મળે, બે લાખ ના વીમા સામે તમને બે લખ મળશે એવું ધારી ન શકાય.તો પછી , જો વીમા ની પૂરી રકમ નો કલેઈમ ન મળે તો શા માટે વીમો લેવો અને વર્ષોવર્ષ પ્રીમીયમ ભરવું..?
આ મારી એક માન્યતા છે, મેં આગળ કહ્યું તેમ મને વીમા વિષે વિશેષ જાણકારી કે અભ્યાસ નથી માત્ર જે અનુભવ થયો એના આધારેજ મારી આ માન્યતા બંધાઈ છે, તેમ છતાં આજે લાખો માણસો વીમો લે છે, વીમો લેવોજ જોઈએ એમ પણ બધાજ માનતા હોય છે, તે બધા ખોટા કે અજાણ તો નહિજ હોય, એટલે મારી આમાન્યતા મા કોઈ ભૂલ હોય તો તે મને સમજાવશો એવી વિનંતી છે, બીજી પણ વિનંતી છે કે મારા ઉપર તૂટી ન પડશો, પણ શાલીનતા પૂર્વક સમજાવશો વિચાર ની અભિવ્યક્તિ એ મારો અધિકાર છે એ તો આપ સર્વે સ્વીકારશોજ.
મેં જીવન વીમા પોલીસી લીધી નથી, પણ જનરલ વીમા ની પોલીસી નો મારો અનુભવ મેં વ્યક્ત કર્યો છે, હું તો માનું છું કે આપણા પસીના નાં પૈસા થી વીમા કંપનીઓ ને તગડી બનાવવાનો કોઈ અર્થ નથી.
પહેલા એ ગણતરી હતી કે ૧૦૦ વ્યક્તિ પ્રીમીયમ ભારે તેમાં થી માંડ ૧૦ વ્યક્તિઓ ને ચુકવવા નું થતું હતું, પણ હવે કલેઈમ વધવા લાગ્યા છે, તેથી વીમા કંપનીઓ ને ચુકવણી ભારે લાગે છે, તેમને પ્રીમીયમ લેવું ગમે છે, પણ કલેઈમ ચુકવવા નું ગમતું નથી,એટલેજ જાતજાત નાં અવરોધક નિયમો બનતા ગયા છે, વ્યક્તિ એકજ હોય પણ તેણે કેટલી જગ્યા એ ચૂકવવું પડે છે, સરકારી કરવેરા, ઇન્કમ ટેક્ષ ,ટોલ ટે ક્ષ મ્યુનીસીપલ ટેક્ષ,ઓક્ટ્રોઈ, એમ અનેક જાત નાં ટે ક્ષ નાગરીકો એ ભરવા નાં હોય છે, વીમો એ પણ આવુજ ભરણું છે, તમારે જીવવું હોય તો વીમો લો, અને તે છતાયે તમે જીવાશોજ એવી કોઈ ગેરંટી નથી, પંદર વર્ષ સુધી નિયમિત પ્રીમીયમ ભર્યા પછી જો અચાનક મરવા નું આવે તો કલેઈમ મેળવવા માટે અનેક જાત નાં પુરાવા આપવા પડે, ત્યારે તમને થોડી રકમ મળે. જીવન વીમા કંપની અકસ્માત વીમા માટે કદાચ પૂરી રકમ ચુકવતી હશે, પણ એ છેવટે તો આપણી જ રકમ આપણ ને અનેક તપાસ કર્યા પછી આપે છે,
આ વિષય નાં જાણકારો વીમો લેવા ની અનિવાર્યતા સમજાવશે તો આભારી રહીશ.

Posted જૂન 22, 2017 by sureshmsheth67 in Uncategorized