Archive for માર્ચ 2017

વાતો .   Leave a comment

વાતો .

વાતો એ બે વ્યક્તિઓ વચ્ચે નો વ્યવહાર છે, વિચારો ની અભિવ્યક્તિ ભાષણો ,લખાણો, વ્યાખ્યાનો, જેવા માધ્યમો થી આપણે કરતા આવ્યા છીએ ,જયારે ભાષા ન હતી ત્યારે ઇશારા થી વાતો થતી, (આજે પણ અમૂક સંજોગો મા , અમૂક વ્યક્તિઓ વચ્ચે ઇશારા નાં વ્યવહારો ચાલતાજ હોય છે)કેટલાક ની વાતો કદી ખુટતીજ નથી, પ્રાથમીક્શાળા મા હું અને ભુપેન્દ્ર,તો મિડલ સ્કૂલ મા હું અને શિવકુમાર ચાલુ કલાસે સતત વાતો કર્યા કરતા, મિડલ સ્કૂલ નાં અમારા ક્લાસ ટીચર શાહ સાહેબ અમને સતત ધમકી આપતા કે “શેઠ,એસ,એમ અને જાદવ એન.ડી !હવે જો વાતો કરશો તો બહાર કાઢી મુકીશ…!”જાદવ એન,ડી “એટલે અમારા થી દૂર બેસતો સિન્સિયર છોકરો…!શાહ સાહેબ દવે એસ.કે.ને જાદવ.એન.ડી. સમજતા, અને સાહેબ ની ગેરસમજ નો શિકાર બનતો હતો પેલો બિચારો શાંત જાદવ.એને મારી સાથે ક્લાસ ની બહાર આવવું પડતું..!અને દવેડો બચી જતો. !છેવટે જાદવે એક વાર બળવો પોકાર્યો અને સાહેબ ને સ્પષ્ટ કહ્યું કે” મારું નામ જાદવ.એન.ડી . છે, દવે. એસ.કે. તો પેલો ખી ખી કરતો બેઠો છે એનું નામ છે.” આવું એક બે વાર થયા પછી શાહસાહેબ અમારા ત્રણ ના નામો પાકા કરી શક્યા…!
તો એવા પણ કિસ્સા આપણે જોતા હોઈએ છી એ, કે વાતો તુરત જ ખૂટી પડતી હોય, બે એવી વ્યક્તિઓ મળી જતી હોય કે પરસ્પર સાન્નિધ્ય ગમતું હોય, પણ વાતનો કોઈ રસપ્રદ વિષય જ ન હોય, એટલે બંને સામસામે ઉભા રહે, હાથ ની અદબ, કે વારાફરતી એક પગ કમર માં થી વાળવા ની પોઝીશન બદલવા સિવાય તેમની વચ્ચે કોઈજ કોમ્યુનીકેશન થતું ન હોય, બંને વાત કરવા નો વિષય શોધતા હોય, પણ કશું સુઝતું ન હોય, છતાં છુટા પડવા ની ઓફર બે માંથી કોઈ કરી ન શકતા હોય, !
કોલેજ માં અમારા બે મિત્રો હતા, ભટ્ટ અને ગાંધી..!ભટ્ટ ઘરેથી મોડો કોલેજ આવતો હોય, અને ગાંધી ને પીરીયડ ન હોઈ વહેલો ઘરે જતો હોય..!બંને કોલેજ નાં ગેટ વચ્ચેજ મળે. એકબીજા ને જોઈ ને સસ્મિત ઉભા રહે, બંને માંથી કોઈ પોતાના માર્ગે જવા તૈયાર ન હોય, એ વખતે તેમની વચ્ચે જે વાહિયાત વાતો થઇ હોય, એ દૂર થી જોઈ નેજ અમે બાકી ના મિત્રો ને મજા આવતી. આપણે ભટ્ટ અને ગાંધી ની વાતો નો એક નમૂનો જોઈએ..!
કેમછો..?”
“મજામાં ,તમે કેમ છો..?”
“મજા મા “
વાંચવાનું કેવું ચાલે છે..?”
“નથી વંચાતું, “
“કેમ.?’
“દિવસે ટાઈમ ન મળે, અને રાત્રે ઊંઘ વહેલી આવે.”
“મારે પણ એવુજ છે, “
“બીજા શા ખબર છે.?”
“બસ, તમે આપો તે હીહીહી..!”
“કેમ આજે વહેલા..?(અથવા) મોડા .?
“જરા કામ હતું.”
“એમ.?”
“હા, તમે કેમ મોડા (અથવા) વહેલા..?”
“આજે પ્રો. દવે સાહેબ નથી આવ્યા, મહેતા સાહેબ ના પીરીયડ માં મજા નથી આવતી.”
“એવું તે હોય…? તમે તો તેમના ફેવરીટ વિદ્યાર્થી છો”
“હવે મશ્કરી ન કરો ને..!”
“બીજું કહો..!”
“બસ, શાંતિ છે,”તમારે તો બધું વનચાઈ ગયું હશે, નહિ..?”
“નારે નાં..!ક્યા વન્ચાય જ છે,”
“હવે રહેવા દો ને…! “
“તમારા સમ , એક અઠવાડિયા થી બૂક ઉઘાડી નથી, તમે નહિ માનો”
“હું બધું જાણું છું હો..!”
“તે ભલે ને…!રીઝલ્ટ આવે એ તો માનશો ને..?”
“હા, એ ખરું.”
“ચલતીકા નામ ગાડી” જોયું..?”
“જોયું , કિશોરકુમાર ના ભવાડા છે, મારું તો માથું પાકી ગયું.”
“મને પણ એવુજ લાગ્યું ..”
“બીજા શું નવીન છે..?”
કાઈ નહિ. તમે કઈક આપો.”
“બસ રૂટીન ચાલે છે.”
બંને પક્ષે થોડું મૌન, કારણ વગર સ્મિત ની આપલે થાય છે, પછી….
“બીજું કહો..!”
“કાઈ છે નહિ, “
“એમ તે હોય..?”
“કેમ ન હોય ..?તમે તો ફરતા માણસ ,”
“તમને લાગે , હું તો કોલેજ થી ઘર અને ઘર થી કોલેજ..!”
“રાખો રાખો હવે..”
“બીજું કહો..!”
“બસ. બીજું કશું છે નહિ.,તમે કહો”
“બસ ચાલ્યા કરે છે.બીજું કહો..!
“નાં, કશું નહિ, બીજા શા ખબર છે..?”
“કાઈ છે નહિ..,તમે કહો…!”
“બાકી મજામાં..?”
“ચાલ્યા કરે, તમે કેમ છો..?”
“એવુજ. વાચવા નો એટલો કંટાળો આવે છે ને…!”બગાસું.
“ખરી વાત છે,”મોટું બગાસું..!
“બીજા શા ખબર છે..?મજામાં નથી લાગતા…!”
“કેમ ધાર્યું..?”
“આ બગાસાં ખાવ છો એના ઉપર થી ..!”
“નારેના, રાત્રે ગરમી નાં કારણે ઊંઘ ન આવે ને..!”
“એ ખરું.અમારે તો પવન સારો આવે…!”
“એમ તો અમારેય પવન ની દિશા ખરી. હો..!
બીજા શું ખબર છે..?”
“ બસ તમે આપો તે..!”
ઉપરોક્ત વાર્તાલાપ તો એક નમૂનો છે, કોઈ પણ વિષય વગર સમય પસાર કરવો એ અમારા ભટ્ટ અને ગાંધી પાસે થી શીખવું જોઈએ, નવાઈ ની વાત તો એ કે બંને મા થી એક પણ એવું ન કહે કે ચાલો ત્યારે પછી મળીયે..”કહે અને છુટા પડે.દરેક વાતચીત નો ટુકડો “બીજા શું ખબર છે..?”પાસે આવી ને અટકી જાય, પણ બંને જુદા ન પડે. !
બીજા કેટલાક પોતાને મહાબુધ્ધીશાળી સમજનારા ની પણ હાલત તો એવીજ હોય છે.
“આ કેજરીવાલ નું શું લાગે છે..?”
“સારો માણસ છે.”
“ચાલશે ખરો..?”
“દરેક ને તક મળવી જોઈએ, પંજાબ જીતી પણ જાય…!”
“નારે નાં, પંજાબ જેવું રાજ્ય ચલાવવા નું તેનું ગજું નહિ.”
“કાઈ કહેવાય નહિ. “
“બીજા શું નવીન છે..?”
“તમે આપો તે..!”
“અમે શું આપીએ…!તમારે છેક ગાંધીનગર સુધી સંપર્કો ખરા ને..!”
“સૌ સ્વાર્થ ના સગા છે.બીજું કહોકેમ ચાલે છે..?”
“ચાલ્યા કરે, તમારા જેવું નહિ..!”
“હવે જાવ જાવ…!અમસ્થા ગાડી ફેરવો છો…! “
“અરે પેટ્રોલ પણ મોંઘુ પડે છે, તમાચો મારી ને ગાલ રાતો રાખવો પડે છે…કહો, બીજા શું ખબર છે..?”
બસ કાઈ છે નહિ , કાઈ કામ હોય તો ફરમાવો..!”
“અરે કામ તો ઘણા છે ….
“એક મિનીટ…..! “મોબાઈલ કાને ધરી ને સરકી જવું.
આ પ્રકાર ની વાહિયાત વાતો પાછળ આપણે કેટલો સમય વ્યર્થ ગુમાવીએ છીએ..?

Advertisements

Posted માર્ચ 3, 2017 by sureshmsheth67 in Uncategorized