Archive for ફેબ્રુવારી 2017

હોસ્પિટલ્સ   Leave a comment

હોસ્પિટલ્સ
આમ તો હોસ્પિટલ્સ એટલે કે “ઈસ્પિતાલ” એ આરોગ્ય ધામ ગણાય, અહી લોકો આરોગ્ય મેળવવા , ગુમાવેલું આરોગ્ય પાછું મેળવવા ,આવતા હોય છે, કેટલાક સાજા થઇ ને બહાર આવતા હોય છે, કેટલાક વધુ માંદા થઇ ને તો કેટલાક શું થયું તેની અસમંજસ અનુભવતા બહાર આવે છે ,તો બીજા બદનસીબો ના પરલોક્ગમન નો ધોરી માર્ગ હોસ્પિટલ્સ બની રહે છે,
અમદાવાદ જેવા શહેર મા વિવિધ કક્ષા ની અનેક નાનીમોટી હોસ્પિટલ્સ આવેલી છે, એક નિરિક્ષણ મુજબ અમદાવાદ મા જેટલી ખાવાપીવાની હોટલ્સ, રેસ્ટોરેન્ટસ ,ધાબા,લારીઓ ,શેરડીના રસ, બરફગોળા ,ભાજીપાવ,દાળવડા નાં એકમો છે, તેનાજ સમપ્રમાણ માં હોસ્પિટલ્સ જોવા મળે છે, આના ઉપર થી કોઈ એવું ન માની લે કે અહી વેચતા ખાદ્ય વ્યંજનો અનેહોસ્પીતાલો વચ્ચે કોઈ મૈત્રીસંબંધ છે, કહેવા નો ભાવાર્થ એ છે કે અહી ની હોસ્પિટલો આગવું વૈવિધ્ય ધરાવતી હોય છે,કેટલીક એટલી સ્વચ્છ, વિશાળ ,ભવ્ય હોય છે કે તેમાં પ્રવેશતા જ એક પ્રકાર નાં સુખ નો અનુભવ થાય, કેટલીકવાર તો દર્દીઓ ને મળતી સેવાઓ જોઈ ને એમાં દાખલ –એડમીટ –થવાનું મન થઇ આવે, તો કેટલીક એટલી ખરાબ હાલત ધરાવતી હોય છે કે એમાં દાખલ થયેલ દર્દી શંકાશીલ રહે છે કે એમાં થી જીવતા બહાર નીકળાશે કે નહિ…!આવી હોસ્પિટલો ને આરોગ્યધામ કહેવી કે આરોગ્ય્ઘાતક કહેવી તે દર્દીઓ ની મુનસફી ઉપર છોડવું પડે છે,
હોસ્પિટલો ની ભલામણ કરનારા આપણા પૈકીનાજ અનુભવીઓ હોય છે, તેમને કોઈ બીજાજ રોગ ની સારવાર જે હોસ્પિટલ મા લીધી હોય, તે હોસ્પિટલ તેમના માટે એક અને અનન્ય થઇ પડે છે, એના થી ઉત્તમ હોસ્પિટલ દુનિયાભર માં હોઈ શકે એવું માનવા તેઓ તૈયાર નથી હોતા, અને આપણ ને તેમાં જ દાખલ થવા નો તેમનો આગ્રહ હોય છે, પછી ભલે તેમને થયેલ અને આપણ ને થયેલ રોગ તદ્દન વિપરીત હોય !…
બીજા કેટલાક રોગ ધારકો અને તેમના અભીભાવકો હોસ્પિટલો ને ધિક્કારતા હોય છે,
“બધેજ ધંધો થઇ રહ્યો છે, કોઈ ને દર્દી ની પડી નથી હોતી, પહેલા પૈસા મુકો અને પછી નિદાન હાથ ધરે, એમની સેવા ની વૃતિ ખરેવખતે ક્યા જતી રહે છે..? પેશન્ટ ને ચીરવા નોજ ધંધો લઇ ને બધા બેઠા છે, “વિગેરે વાક્યો તેમના શ્રીમુખે થી સરકતાજ રહેતા હોય છે, તો બીજા કેટલાક પોતાને થયેલ અનુભવો ને વધુ વાચાળ રીતે વ્યક્ત કરતા હોય છે “
“તમને શી વાત કરું….! મને જરા શરદી નાં કારણે છાતી મા દુખતું હતું તો મને હોસ્પિટલ માં દાખલ કરી દીધો, અને કશું કર્યા વિના બે દિવસ રાખી ને જાત જાત નાં રીપોર્ટ કઢાવી ને અંતે સીત્તેર હજાર નું બીલ પકડાવી દીધું.કરો વાત !
તો બીજા ભાઈ વળી તેમની માતા ,અથવા પિતા અથવા અન્ય કોઈ ની માન્દગી વખતે હોસ્પીટલે પડાવેલા સાડાત્રણ લાખ રૂપિયા નું ગાણું ગાતા દેખાશે.
રોગ અને સારવાર એ આપણો વિષય નથી, દર્દી લગભગ ખુવાર થઇ જાય એ હદે સારવારખર્ચ નાં બીલો બનવા પાછળ કેટલાક હોસ્પિટલો ની લાગણીશૂન્યતા નો દોષ દર્શાવે છે તો કેટલાક વિખ્યાત ડોક્ટર ની માનવતા રહિત વ્યાવસાયિકતા નો દોષ જુએ છે, જો શુદ્ધ તાર્કિક રીતે જોઈએ તો પારિશ્રમિક ઉઠાવેલ પરિશ્રમ ના જેટલું હોવું જોઈએ, જો એના થી ખુબજ વધુ પારિશ્રમિક માગવા મા આવે તો અન્યાય છે, એક ડોક્ટર જે રોજના દશ બાયપાસ ઓપરેશન કરતો હોય, કે રોજ એટલીજ સંખ્યા મા લીવર કે કીડની ટ્રાન્સ પ્લાન્ટ કરતો હોય, તેના માટે આવા એક ઓપરેશન માટે બહુ વધુ પરિશ્રમ ઉઠાવવો પડતો નથી, તેવુજ આંખ, કાન,અસ્થિભંગ કે અન્ય કોઈ પણ પ્રકાર ના ઓપરેશનો માટે તેના નિષ્ણાત ડોક્ટર ને શારીરિક રીતે કોઈ વિશેષ પરિશ્રમ ઉઠાવવો પડતો નથી. હકીકત મા તે જે ઓપરેશન થીયેટર મા, , જે ઓપરેશન ટેબલ ઉપર કામ કરે છે તે બનાવનાર કારીગરો અને મજૂરો એ વધુ પરિશ્રમ લીધો હોય છે, પણ અહી ,પરિશ્રમ નહિ પણ કૌશલ્ય નું મૂલ્ય આંકવા મા આવે છે, એક મજૂર વિના હોસ્પિટલ નું ભવ્ય મકાન બનવું અસંભવ છે, પરંતુ એ મકાન નું બાંધકામ કરનાર કામદાર ગમે તેવો મજબૂત અને બળવાન હોવા છતાં તે કોઈ દર્દી ના ભાંગેલા હાડકા ને સાંધી શકતો નથી કે કોઈ ની આંખ નો મોતિયો દૂર કરી શકતો નથી.
ખરેખર જોવા જાઓ તો કોઈ પણ વ્યવસાય એકબીજાના સહકાર વિના શક્ય નથી.ડોક્ટર ગમે તેવો કુશળ હોય પણ તે હોસ્પિટલ નું મકાન બનાવી શકતો નથી, તે માટે તેને અસંખ્ય કારીગરો, મજૂરો, એન્જીનીયરો, ઇંટો પકવનારાઓ, સીમેન્ત્પથ્થર ના વેપારીઓ, ફાઈનાન્સીયરો ,જેવા અનેક શ્રમિકો ની જરૂર પડે છે, આ બધા મા થી કોઈ નાં પણ શ્રમ નું મહત્વ ઓછું નથી, તેમ છતાં હાર્ટ સર્જન નું મહેનતાણું વધારે હોય છે, આનું કારણ શું..?પ્રથમ તો ઉપર દર્શાવેલ બધાજ શ્રમિકો મળી ને કોઈના હાર્ટ નું બાયપાસ કરીશકવા સમર્થ નથી. એનું કૌશલ્ય –એક્ષ્પર્ટઈઝ –માત્ર એક સર્જન પાસેજ હોય છે, તો બીજી તરફ ગમે તેવો એક્ષ્પર્ટ સર્જન પોતાનું ઓપરેશન થીયેટર બનાવી શકતો નથી કારણ તેની પાસે એવું કૌશલ્ય નથી. તો એક સર્જન અને એક કારીગર નું મહેનતાણું સરખું કેમ નહિ..?
અહી “ડીમાંડ અને સપ્લાય” નો સિધ્ધાંત કામ કરે છે, હોસ્પિટલ નું મકાન બનાવનાર કારીગરો , મજૂરો, કડિયા, સુથાર, લુહાર, પ્લમ્બર,વાયરમેનો ,એન્જીનીયરો ,રંગાતીઓ વિગેરે વિપુલ સંખ્યામાં મળી રહે છે, જયારે હાર્ટ ની ઓપન સર્જરી કરનાર કે બાયપાસ કરનાર ડોક્ટર પ્રમાણ મા બહુ ઓછા હોય છે, તેથી આવા સર્જન ને જે મળે છે તે તેમના કૌશલ્ય નો તથા ઓછી સંખ્યા નો બદલો છે.
ડોકટરો ના પક્ષ મા વિચાર્યા પછી અન્ય શ્રમજીવીઓ ને પણ ન્યાય આપવો જોઈએ, આ એવા લોકો છે જેમનાં શ્રમ દાન માં સમય જતા કશો ફરક પડતો નથી, ડોક્ટર એક વખત પોતાનું કૌશલ્ય પ્રાપ્ત કરીલે એ પછી તેણે વધુ શ્રમ કરવો પડતો નથી, તે પોતાનું કામ યંત્રવત કર્યે જાય છે, જયારે અન્ય શ્રમ્દાતાઓ નો શ્રમ ઓછો થતો નથી એક મજૂર કે એક કડીયો વર્ષો સુધી કામ કરે તેમાં અનુભવ કે કૌશલ્ય માં વૃદ્ધિ થવા સાથે શ્રમ નું પ્રમાણ એક સરખુજ રહે છે, તે પોતાનું કામ યંત્રવત કરી શકતો નથી, તેની મહેનત તો એક સરખીજ રહે છે, પરિણામે એક સર્જન ડોક્ટર કરતા તેમનું જીવન વધુ કઠીન હોય છે, માટે જો ડોક્ટર પોતાનું મહેનતાનું થોડું ઘટાડે તો દર્દી ની સારવાર નો ખર્ચ થોડો નીચો લાવી શકાય.
આ તો અરસપરસ સમજવા ની વાત છે, બાકી ડોકટરો ની અનિવાર્યતા જોતા તેમને તેમની ફી ઘટાડવા નું કહેવું તે વ્યવહારિક તો નથી જણાતું.
ડોક્ટર એ હોસ્પિટલો નો શહેનશાહ છે, ઘણી હોસ્પિટલો તો કોઈ એક ડોક્ટર ના નામ થીજ ચાલતી હોય છે, અમૂક એક્સપર્ટ ડોક્ટર અમૂક હોસ્પિટલ માં આવે છે એના થી એ હોસ્પિટલ ની પ્રેસ્ટીજ વધતી હોય છે, ડોક્ટર ના આગમન સાથેજ આખી હોસ્પિટલ જીવંત થઇ જાય છે, નર્સો.હાઉસ્મેનો , જુનિયરો ,અને ચોથાવર્ગ ના કર્મચારીઓ બધાજ એલર્ટ થઇ જાય છે, ડોક્ટર દરેક પેશન્ટ્સ નાં બેડ પાસે જાય છે, જુનિયરો ડોકટરના પ્રશ્નો ના જવાબ માટે તૈયાર રહે છે , પેશન્ટો જાને તેમનો તારણહાર આવ્યો હોય એવી આશાભરી મિટ માંડી ને ડોક્ટર ને જોઈ રહે છે, પેશન્ટો ના સગાઓ ઉભા થઇ જાય છે, અને ઓશિયાળા મો સાથે પ્રશ્નો કરે છે તેના ડોક્ટર ઉડાઉ જવાબ આપે છે અને બીજા પેશન્ટ તરફ આગળ વધી જાય છે, ડોક્ટર ની આસપાસ એવું વાતાવરણ ઉભું કરી દેવામાં આવે છે કે જાણે કોઈ વીર યોદ્ધો આશ્રીતો ની છાવણી ની મુલાકાતે નીકળ્યો હોય…!ડોક્ટર પોતાની આ વિજયપતાકા ફરકાવતો અન્ય વોર્ડ માં ચાલ્યો જાય છે,
મોટાભાગ નાં એક્સપર્ટ ડોકટરો ગંભીર મુખ્મુદ્રાવાલા હોય છે, તેમના મુખ ઉપર તેમના કૌશલ્ય નો ભાર હોય છે, ઘણે ભાગે તે કોઈ પ્રશ્નો ના જવાબો આપતા નથી, આપેછે તો ઇન્ગલઇશ ને વધુ પસંદ કરે છે, ઓછું ભણેલા કે ઈંગ્લીશ ન બોલી શકતા પેશન્ટ ના સગાઓ ને તેઓ બહુ સહન કરી શકતા નથી,
ઘણે ભાગે જૂની હોસ્પિટલો મા પેશન્ટ નાં સગાઓ તરફ બહુ આદર વ્યક્ત કરવા મા આવતો નથી તેમને આખો દિવસ રહેવાનું હોવા છતાં તેમના માટે એક માત્ર સ્ટૂલ બેસવા માટે રાખવા મા આવે છે, જેના ઉપર બેસી ને પેશન્ટ નો સગો કમરના દુખાવા થી પીડિત થઇ જતો હોય છે, બે ખબર કાઢ નારા ભેગા થઇ જાય તો હોસ્પિટલ નો સ્ટાફ તેમનું અપમાન કરી ને બહાર કાઢે છે, કેટલીક હોસ્પિટલો મા બૂટ ચપ્પલ બહાર કાઢવાના હોય છે, ટોયલેટ બાથરૂમ સ્વચ્છ નથી હોતા, કચરાની ટોપલીઓ ડોક્ટર આવવાના હોય ત્યારેજ ખાલી થતી હોય છે,
અલબત્ત, ફાઈવસ્ટાર કહી શકાય એવી કોર્પોરેટ હોસ્પિટલો હવે ઘણી થવા લાગી છે, શેલ્બી, ઝાઈડસ ,ક્રિસના ,સાલ, એપોલો જેવી હોસ્પિટલો દાખલારૂપ છે,
એકજ વસ્તુ મહત્વ ની છે, કે જે સ્થળે થી માણસે આરોગ્ય પાછું મેળવવવા નું છે, અથવા પરલોક જવાનું છે, તે સ્થળ એટલીસ્ટ મન ને ગમે તેવું તો હોવુજ જોઈએ, મેં તો મારા આપ્તજનો ને આ વાત કહીજ રાખી છે,

Advertisements

Posted ફેબ્રુવારી 21, 2017 by sureshmsheth67 in Uncategorized