Archive for ઓક્ટોબર 2016

એ યુગ   Leave a comment

એ યુગ .
દિવાળી .
ભાવનગર નાં અનુભવો થોભાવી ને, દિવાળી નાં તહેવારો ચાલે છે, તો એ અંગે કશું લખીએ..
અમારી બાલ્યાવસ્થા તેમજ કિશોરાવસ્થા મા દિવાળી આવવા ની બહુજ ઉત્સુકતા રહેતી. એ વખતે તો દિવાળી જાણે વર્ષો પછી આવતી હોય એવું લાગતું. અમારી પૂર્વતૈયારી બહુજ સાદી હતી. અગાઉ થીજ સિગારેટ નાં ખાલી પાકીટો એકત્ર કરવા મા આવતા,પાકીટો મા એલ્યુમીનીયમ ની ,ચાંદી જેવી દેખાતી પેકિંગ ની પટ્ટી રાખવા મા આવતી અમે પણ તેને ચાંદીજ કહેતા, એ ચાંદીપાછળ નો ચીની કાગળ કાઢી નાખીએ એટલે ચાંદી નું સરસ વરખ જેવું પતરું થઇ જતું. તેને પકડી ને હલાવીયે તો ઝણ ઝણ અવાજ આવતો. એ પછી નું બીજું સ્ટેપ હતું બજાર મા થી બે આના નો પોટાશ નો પાવડર લાવાનું થતું. કનૈયા નાં પિતા બાજુના સરકારી દવાખાના મા કમ્પાઉનડર હતા, તે ખુશ હોય તો દવાખાના મા મલમ બનાવવા રાખવામાં આવતો પોટાશ માં થી અમને થોડો આપતા,
એ પછી હું. હસમુખ્ભાઈ અને કનૈયો બેસી જતા, સિગારેટ ની ચાંદી નાં નાના ચોરસ ટુકડા કરી ને તેમાં થોડો પોટાશ મુકતા, અને તેની ગોળી વાળતા. આ પોટાશ ની ગોળી ફોડવા માટે એક લોખંડ નું સાધન આવતું. ગામ નાં દરેક ઘર નાં છોકરાઓ પાસે એ સાધન હોવું અનિવાર્ય હતું એ સાધન ને “અડી” કહેતા, તેમાં એક લોખંડ નો ચોરસ કે ગોળ ટુકડો એક સળીયા નાં એક છેડે બાંધવા મા આવતો એ સળીયો વાળી ને તેને બીજે છેડે એક ખીલા જેવું બાંધવા મા આવતું એટલે ચીપિયા જેવો આકાર બનતો. પછી પેલા કાણા વાળા ટુકડા મા પોટાશ ની ગોળી ભરવા મા આવતી. અને બીજે છેડે બાંધેલો ખીલો તે ગોળી ભરેલા કાણા ઉપર મૂકી તેના ઉપર ખીલો ભરાવી દેવા મા આવતો. પછી એ ખીલા વાળો ભાગ પથ્થર ઉપર, ઇલેક્ટ્રિક થાંભલા ઉપર કે ઓટલા ઉપર પછાડવા મા આવતો તે સાથેજ પોટાશ નો ધડાકો થતો. જેમ વધુ ગોળી ભરીયે તેમ વધુ મોટો અવાજ થતો.
તો, આ હતું અમારું ફટાકડા નું શાસ્ત્ર, એ સિવાય એક પૂઠા ની પટ્ટી ઉપર સરખા અંતરે ચોપડવા માં આવેલ એક લાલરંગ નું સોલ્યુશન લગાડેલું નિર્દોષ ફટાકડા ની પટ્ટી પણ બે આના ની મળતી. તેનો એક ટુકડો તોડી ને ગમે ત્યાં ઘસીએ .તો તે સળગી ઉથતું.. અમે તેને તડતળિયું કહેતા.મોટા ટે ટા . ફૂલઝર, ચકરી, ફુવારો. લક્ષ્મીછાપ મોટા ટેટા ,એટમબોમ્બ કહેવાતા સુતળી બોમ્બ, હવાઈ , ટીલડી, જેવા ફટાકડા તો તુરતજ ખલાશ થઇ જતા, એટલે લાંબો સમય સાથ આપવા માટે અમારા અડી અને પોટાશ જ કામ લાગતા.
પિતાશ્રી કાયમ એકજ મજાક કરતા. કે “ફટાકડા માટે તે ખર્ચો કરવાનો હોય…! કોઈ ફોડે એટલે આપણે “ હેય “ કરવાનું મૂળ હેતુ તો ધડાકો સાંભળવા નોજ છે ને આપણે કરીએ કે બીજા કરે, પરિણામ તો સરખુજ આવવા નું છે. ને..!”જોકે તેમની આ ફિલસુફી કોઈ સ્વીકારતું નહિ/
ગામ મા બે તોફાની ભાઈઓ હતા, મોટાભાઈ નું નામ અમારી ભાષા મા શશીયો (શશીકાંત ) હતું અને નાં ભાઈ નું નામ નવલો ( નવલ ) હતું. એક વખત બધા અમારા ઘર સામે આવેલા ચોક મા ફટાકડા ફોડતા હતા, એક મોટા છોકરા એ લક્ષ્મીછાપ ટેટો સળગાવ્યો , બધા કાન ઉપર હાથ મૂકી ને દૂર નાસી ગયા, ટેટા માંથી તણખા ખરવા લાગ્યા, પણ તે ફૂટ્યો નહિ, બધા થોડી વાર તો સ્તબ્ધ થઇ ને જોઈ રહ્યા, પણ પછી તો તણખા પણ બંધ થઇ ગયા. શાશીયો અને નવલો આગળ વધ્યા.
“એલા શું કરો છો..હમણા ફૂટશે આવતા રહો..”એકત્ર લોકો બૂમો મારવા લાગ્યા.
પણ શાશીયો અને નવલો માન્યા નહિ. બંને એ ટેટો હાથ મા લીધો અને અંદર જોવા લાગ્યા.
“છે છે…અંદર સળગે છે…”શાશીયો ઉત્સાહ થી બૂમ પા ડી ઉઠ્યો.
“લાવ જોઈએ..”નવલો બોલ્યો અને ટેટો પોતાના હાથ મા લીધો અને એક તિખારો દેખાતો હતો તેના ઉપર ફૂંક મારવા લાગ્યો. શશીયો પણ અંદર જ જોઈ રહ્યો હતો. અમે બધા ધડકતા હૃદયે જોઈ રહ્યા હતા, એટલા મા મોટા ચમકારા સાથે ધડાકો થયો ,એ સાથેજ શશીયા નવલા ની ચીસો થી વાતાવરણ દહોલાઈ ગયું..શશીયો તો મો દબાવી ને જમીન પર આળોટવા લાગ્યો. બંને ભાઈઓ નાં આખા મો ની ચામડી લાલચોળ થઇ ગઈ હતી, આંખો બંધ થઇ જવા નાં કારણે બચી ગયા . બધા તેને ઘેરી વળ્યા. શાશીયો બહુજ ચીસો પડી રહ્યો હતો. કોઈ કાઈ કરે તે પહેલા તો નવલો સ્વસ્થ થઇ ગયો અને શશીયા ને ટેકો આપ્પી ને ઉભો કર્યો અને ઘર તરફ લઇ ચાલ્યો અમે બધા નવલા ની આ બહાદૂરી ઉપર દંગ થઇ ગયા, પછી તો ટોળા માંથી બધા આગળ આવ્યા અને બંને ને ઘરે પહોંચાડ્યા. બંને બહાદૂર છોકરાઓ ની વાતો ગામ મા ઘણા સમય સુધી ચાલી.
અમારી બાજુ માજ સરકારી દવાખાનું હતું. ત્યાં આવા દાઝવાના. મારામારી નાં, છુરાબાજી નાં કેસો આવતા રહેતા, પણ આ કિસ્સો તો ખરેખરી બહાદૂરી અને હિંમત નાં પ્રદર્શનનો હતો.
ફટાકડા, પતંગ પાણી નાં પૂર જેવા પ્રસંગો અવારનવાર બનતા રહેતા, દવાખાના મા ડ્રેસિંગ કમ પટાવાળા નું કામ કાતો સુરસિંહ અમારો મિત્ર થઇ ગયો હતો. કનૈયા નાં પિતા તો કમ્પાઉન્ડર હતાજ ડોક્ટર નટુભાઈ પાણી અમારે ઘરેથી મંગાવતા, એટલે તેમની સાથે પણ ઘરવટ જેવું હતું, તેથી અમે જયારે સમય મળે ત્યારે દવાખાના મા ચક્કર માર્યા કરતા, ઘણા તો એવુજ સમજતા કે આ ડોક્ટર નોજ પરિવાર છે, અને અમે પણ વટ માર્યા કરતા,
જે છોકરાઓ પા સે “અડી” ન હોય એ વજન જોખવા નાં નાના કાટલાં લઇ આવતા, તેની પાછળ કાણું રહેતું. એ કાણા મા પોટાશ ભરી ને એ કાણા નાં માપનો સળીયો લેતા અને વજન કાટલાં નાં કાણા મા ભરેલા પોટાશ ઉપર સળીયો મૂકી જોશભેર જમીન ઉપર વજન કાટલું પટકાતા, તેના થી અડી જેવોજ અવાજ આવતો. એક દિવસ એક છોકરાએ આવો પ્રયોગ કર્યો તો ગમેતે ભૂલ થઇ સળીયા નો બીજો છેડો તે છોકરા ની હથેળી મા ઘુસી ગયો. તેનું ડ્રેસિંગ જોવા અમે પણ દવાખાના મા ગયા હતા, લોહીથી લથબથ હથેળી સુરસિંહ જે કાળજી થી સાફા કરતો હતો તે જોતાજ કંપારી છૂટતી હતી, તેને પાટો બાંધતા સુરસિંહે તેને પૂછ્યું
“હજી ફોડવો છે પોટાશ..?”
“નાબાપા નાં, હવે તો જીંદગી મા હાથ ન અડાડું..”એ છોકરો હાથ જોડતા બોલ્યો.
એ સમયે તો ચાઇનીઝ ફટાકડા કે ચાઇનીઝ દોરી ન હતા, પણ અકસ્માતો તો થયાજ કરતા જોકે એઅકસ્માતો આજ નાં જેટલા જીવલેણ ન હતા, ફટાકડા થી કોઈ બળી ન મરતું કે પતંગ ની દોરી થી કોઈ ના ગળા કપાતા ન હતા.
અમારી સામે એક બંગલો હતો , એ ઘર નો એક નો એક પુત્ર લગભગ અમારા જેવડો કે થોડો મોટો હતો. પણ એ લોકો કોઈ સાથે બહુ ભળતા ન હતા, એ લોકો જથ્થાબંધ , પેટીઓ ભરી ને ફટાકડા લાવતા, પણ ફોડવા માટે ભાડૂતી માણસો બોલાવતા, એ માણસો તેમને ફટાકડા ફોડી આપતા, બિલકુલ અમારા પિતા મશ્કરી મા કહેતા એન જ્વુજ થયું ને..? ફટાકડા બીજા ફોડે, અને ઘરનો રાજકુમાર “હેય…” પોકારી ને આણંદ લેતો હતો ,સાથે અમને પણ એ આનદ મળતો રહેતો. પતંગ આપણે જાતે ચગાવીએ તો આનંદ આવે, પણ ફટાકડા તો બીજા ફોડે તો પણ સરખોજ આનંદ મળે ,કારણ એમાં ધડાકા નું મહત્વ છે, ધડાકો કોણે કર્યો એ મહત્વ નું નથી..!
દિવાળી મા ઘર માં નવા કેલેન્ડર નાં ડટા આવતા, અમે બધાજ એ જોવા બેસી જતા, અને બીજા વર્ષ ની દિવાળી ક્યારે આવે એની પ્રતિક્ષા મા લાગી જતા, બાબલો.., કિશોર નો કઝીન મહેન્દ્ર કહેતો “ આ બધા તારીખીયા ફાડી નાખીએ તો દિવાળી કેવી તુરતજ આવી જાય…! બધા હસતા, કારણ બાબલાએ બધા ને હસાવવા માટેજ કહ્યું હોય.
બેસતા વર્ષે અમે બધા છોકરાઓ નીકળી પડતા, રસ્તા મા જે કોઈ જાણીતા અજાણ્યા મળે એ બધાને “સાલમુબારક” કહેતા જવાનું. એક બીજા નાં ઘરે પણ વડીલો ને પગે લાગવા જતા, કોઈ આનો બેઆના આપે, તો કોઈ ખુબ કામ મા હોય એમ ઉભા થઇ ને દૂર ચાલ્યા જાય. મીઠાઈ તો બધાજ ખવરાવે, અને આમ આવીજ નિર્દોષ , સાદી, સરલતા ભરી રીતે અમારા તહેવારો પુરા થતા, બીજા દિવસ થી તારીખ નાં પાના ફાડવા ની પહેલ આપણેજ કરતા, જે થોડો સમય ચાલતું પછી બધું નોર્મલ થવા લાગતું.

Advertisements

Posted ઓક્ટોબર 28, 2016 by sureshmsheth67 in Uncategorized

એ યુગ .   Leave a comment

એ યુગ .

ભાવનગર કોલેજ મા અભ્યાસ ચાલુ થઇ ગયો. પુસ્તકો ખરીદાઈ ગયા, વિષયો નવા હતા, એટલે પ્રથમ તો પુસ્તકો જોવામાં સમય વ્યતીત કર્યો બી.એ, મા જે ભણી ગયા હતા, એ વિષયો અમારે ભણવા નાં ન હતા, એકાઉન્ટીગ અને ઓડીટીંગ તદ્દન નવા વિષયો હતા, બીઝનેસ ઓર્ગેનાઈઝેશન જેવોજ વીષય બી.એ. માં ભણી ગયા હતા, ઈંગ્લીશ અને ગુજરાતી અમારે શીખવા નું ન હતું. એટલે આમ જુઓ તો ઘણા વિષયો ઓબ્ષન મા હતા, બી.ઓ તો વાંચવા નું શરુ કરી દીધું. એકાઉન્ટ્સ મને જરા અઘરું લાગતું. એક બારભાયા નામનો છોકરો એકાઉન્ટ્સ મા પાવરફુલ હતો. બોર્ડીંગ નો એક ભાલાણી નામ નો છોકરો તેનો મિત્ર હતો. તેના દ્વારા બારભાયા ની ઓળખાણ થઇ.
(પાછળ થી આ બારભાયા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયો હતો અને તેનો નાનો ભાઈ મારી સાથે બેંક મા જોડાયો હતો.)
બારભાયા પાસે થી હું બહુ શીખી ન શક્યો. છતાં જાતે વાંચી ને શીખવા નો પ્રયત્ન ચાલુજ હતો.કામદાર નું ગ્રાસ્પિંગ સારું હતું, તેને તેના જેવા મિત્રો ગુણવંત, અને પી.ટી વોરા મળી ગયા હતા, એટલે તે તેના ગ્રુપ સાથે વાંચતો હતો.એક વાત યાદ આવી. પ્રથમ દિવસે અમે રાત્રે વાંચવા બેઠા, ત્યારે કામદાર મોટેથી હોઠ ફફડાવી ને વાંચવા લાગ્યો. મેં થોડી વાર તો સહન કર્યું પણ રૂમ મા કોઈ મોટે થી વાચે તો હું કેવી રીતે વાંચવા મા ધ્યાન આપી શકું..?એટલે મેં તેને કહ્યું કે તું મન માં વાંચે તો સારું. તેણે કહ્યું કે મને આ રીતેજ વાંચવાની ટેવ છે, હું આ રીતે વાંચી નેજ બી.એ.થયો છું.મેં કહ્યું કે તું તારા ઘરમાં એકલો હોય ત્યારે જે રીતે વાંચતો હોય એ અહી ન ચાલે, મને ડીસ્ટર્બ થાય કે નહિ..?તેને આ ગમ્યું નહિ. જોકે મારી મારફત જ આવ્યો હોવા થી વધુ બોલ્યો નહિ, પણ તેના નવા મિત્રો ગુણવંત અને વોરા નાં કાન ભરવા લાગ્યો. એ બધા સાથે વાંચવા લાગ્યા.
મને વાંચવા ની ટેવ પ્રથંમ થીજ હોવાથી હું પહેલા તો બધી ટેક્ષ્ટ બૂકો નોવેલ ની જેમ વાંચી ગયો.કોલેજ મા પણ લેકચરો ધ્યાન થી સાંભળી ને નોટ કરતો ગયો.અમે બધાજ દશાશ્રીમાળી ભોજનાલય મા સાથેજ જમવા જતા, ભલાણી મારો સારો મિત્ર થયો. તે મને એકાઉન્ટ્સ મા સમજ પાડતો, અને કડકાઈ પૂર્વક મને બહાર નું ખાવા ન દેતો.
એજ અરસા મા એક અરવિંદ શાહ સાથે દોસ્તી થઇ. તેના મોટા ભાઈ સ્ટેટ બેંક of સૌરાષ્ટ્ર ની દરબારગઢ ઓફીસ મા ઓફિસર હતા, અને તખ્તેશ્વર રોડ ઉપર આવેલા સ્ટેટ બેંક નાં ઓફિસર્સ નાં ફ્લેટ મા રહેવા જવા પ્રયત્ન કરતા હતા, , બનતા સુધી તેમનું નામ રમેશભાઈ હતું. અરવિંદ ની સાથે ઘણી વખત તેમના ઘરે જવા નું થતું. બને ને કદાચ બાળક ન હતું. તેમના પત્ની શિક્ષિકા હતા. તેમના ઘરે બનતી રસોઈ ની સુગંધ માણતી વખતે ઘર યાદ આવી જતું.
જોરાવરનગર મા હું જે ઘર મા રહેતો તે સ્વતંત્ર બંગલા ટાઈપ હતું, ચારે તરફ કંપાઉંડ વોલ ચારે તરફ વિશાલ ફળિયું અને અન્ય કોઈ ની ખલેલ ન હી. સ્વતંત્ર રૂમ મા રહેવાનું હતું એટલે મને વાંચતી વખતે અને સુતી વખતે ઘર ની યાદ આવી જતી. આ વર્ષ ક્યારે પૂરું થશે એવી લાગણી પણ થઇ આવતી. રૂમ નાં ટી ટેબલ ઉપર પડેલા જુના ચાં નાં ડાઘ, બારીઓ નાં સળીયાઓ ઉપર દાતણ નાં થુકાયેલા. કુચા, વિગેરે જોઈ એમ વિચાર આવતા કે આ લોકો એ પણ વર્ષ પસાર કર્યુજ ને…! એમ આપનું પણ પસાર થઇ જશે..
હું પ્રથમ વખતજ ઘર ની બહાર રહેવા નીકળ્યો હતો. જોરાવર નગર નાં મિત્રો યાદ આવતા, તેમની સાથે કરેલી મસ્તી મજા યાદ આવતી. ઘર નું વિશાલ વાતાવરણ યાદ આવતું. અને અહી નાં અજાણ્યા, સુષ્ક મિત્રો સાથે સરખામણી થઇ જતી.
અરવિંદ નાં રમેશ ભાઈ ને હજી સ્ટેટ બેંક નો ફ્લેટ એલોટ થયો ન હતો ત્યાર ની આ વાત છે. રમેશભાઈ અમારી કોલેજ નાં રોડ ઉપર જ આવેલા એક મોટા મકાન નાં બે રૂમ મા ભાડે રહેતા હતા, ભાડું રૂપિયા વિશ હતું. રમેશ ભાઈ ને ઓફિસર્સ ફ્લેટ એલોટ થઇ ગયો, પણ તેમને આ ભાડાનું સસ્તું ઘર છોડવું ન હતું. તેમને મને અને અરવિંદ ને એક ઓફર કરી કે તમારું વર્ષ પૂરું થાય ત્યાં સુધી તમે આ ઘર મા રહો.
મને તો ગમ્યું, બોર્ડીંગ નાં બોરિંગ વાતાવરણ થી સ્વતંત્ર રહી શકાતું હતું, મેં તો સ્વીકાર કરી લીધો. પણ અરવિંદ તોડબાજ અને પાકો વાણીયો હતો તેને શરત મૂકી
“ જો, હું તો મારા ભાઈ નાં ઘર માજ રહેવાનો છું, એટલે ભાડું નહિ આપું, તને વિશ રૂપિયા પોષાશે..?”
“હું વિચાર મા પડ્યો વિશ રૂપિયા ભાડું હું ભરું, ખાવાપીવાનું મારા ખર્ચેજ કરવાનું, અને આ અરવીન્દીયો મફત રહે..?”
રમેશ ભાઈ એ કહ્યું કે જો અરવિંદ ને સાથે રાખીશ તો મકાનમાલિક બહુ વાંધો નહિ લે , માટે કોઈ ભાગીદાર શોધી લે, અને તમે ત્રણે સાથે રહો તો બધા ને સારું છે.”
આ વાત ચાલતી હતી એવા મા ભાલાણી એક નાજુક સરખા નમ્ર છોકરા ને લઇ આવ્યો. તે બોટાદ નો હતો અને ભાવનગર ભણવા આવ્યો હતો. પૈસાદાર કુટુંબ નો હતો. તેને અર્ધું ભાડું આપવા નું સ્વીકાર્યું.અને અમે રમેશ ભાઈ નું ઘર રાખી લીધું.
એ અરસા મા રજાઓ સાથે આવતી હોઈ હું એક આંટો જોરાવરનગર મારી આવવા ગયો. થોડા દાળ ચોખા, તેલ મશાલા પ્રાયમસ એક પથારી અને થોડા વાસનો મારે લાવવા હતા, કારણ બહાર જમવા નું હવે પોષાય તેમ ન હતું. હું ગયો એ દરમ્યાન અરવિંદ અને પેલો છોકરો રહેવા આવી ગયા હતા, હું પાછો આવ્યો અને તેમના બંગલા નાં દરવાજા પાસે ઘોડાગાડી ઉભી રખાવી. એજ અરસા મા બંગલા નાં માલિક ને ત્યાં તેમના નવા નવા નક્કી થયેલા જમાઈ આવવાના હતા, મને સામાન ઉતારતા જોઈ ને ઘર મા ચલ પહલ મચી ગઈ..એક બે નાની યુવાન છોકરી ઓ દોડી આવી, દૂર બંગલા ની ઉંચી પરશાળ નાં થાંભલા પાછળ કોઈ યુવાન છોકરી સંતાઈ ને જોઈ રહી હતી.
હું સમજી તો ગયો કે કઈક આંધળે બહેરું કુટાઈ રહ્યું છે, પેલી દોડી આવેલ છોકરીઓ મને નજીક થી જોઈ ને છોભીલી પડી ને પાછી વળી ગઈ
“કોનું કામ છે તમારે..?કોને ત્યાં આવ્યા છો..?”ઘર ની વડીલ સ્ત્રી બહાર આવી ને કડક સ્વરે પુછવા લાગી.
“મેં ગલ્લાતાલા કરતા કહ્યું કે હું રમેશભાઈ નાં ઘરે આવ્યો છું..”
“પણ રમેશભાઈ તો ખાલી કરી ને ગયા..!”
“ મને સાત આઠ મહિના રહેવા નું કહી ને ગયા છે, “ કહી મેં બંગલા ની પાછળ જવા માંડ્યું “
“ઉભા રહો,રમેશભાઈ ની રૂમ સામે એક બાઈ માણસ એકલી રહે છે, અમે તમ ને ઘર આપી ન શકીએ, “
આપણે તો જવાબ આપ્યા વિના ચાલવાજ માંડ્યું અને મારી પાસે ની એક ચાવી વડે ઘર ખોલવા માંડ્યું.એ લોકો ને પણ રમેશભાઈ સાથે વાત થઇ હોય કે ગમે તેમ પણ બહુ વાંધો ન લીધો. રૂમ નું તાળું ખુલતાજ સામે ની રૂમ નું બારણું ખુલ્યું, અને એક બહેન બહાર આવ્યા. મેં તેમને નમસ્કાર કર્યા, તે બહેન બોલ્યા વગર બારણું બંધ કરી ને ચાલ્યા ગયા. મેં મારો સામાન સરખી રીતે ગોઠવી દીધો. ત્યાંજ અરવિંદ અને પેલો નવો મિત્ર આવી ગયા, મેં બનેલી બધી વાત કરી. અરવિંદ કહે કશો વાંધો નહિ, મોટાભાઈ ને સારો સંબંધ છે, તને જોયો નહોતો એટલે જરા બોલતા હશે, હવે નહિ બોલે.
હવે ઘર માં તો પીવાનું પાણી પણ ન હતું. એટલે અમે સહજીવન ની પ્રથમ ખરીદી કરવા નીકળ્યા, થોડે દૂર એક માટલાં વાળી બેથી હતી. અમે ચાર આના નું એક મોટું માટલું ખરીદ્યું. એ ૧૯૬૩ નું વર્ષ હતું, એ વખતે ચાર અના નું માટલું પણ મોંઘુ લાગતું હતું.
થોડી વારે એ બંને જમવા ગયા.
“ચાલ તું નથી આવતો..?”અરવિંદે પૂછ્યું
મેં જરા સંકોચ થી કહ્યું “નાં, હું ઘરેથી લઇ ને આવ્યો છું, તમે લોકો જઈ આવો.”
એ બંને નાં ગયા પછી મેં પ્રાયમસ પેટાવ્યો, તેલ મશાલા કાઢ્યા, થોડું શાક પણ સાથે લાવ્યો હતો તે સમાર્યું અને બધું ભેગું કરી ને વઘારેલી ખીચડી બનાવી નાખી, આ મારા નવા જીવન ની શરૂઆત હતી. સદભાગ્યે મને ઠીકઠીક પ્રમાણ મા રાંધતા આવડતું હતું એટલે પેટ નું ભાડું ચૂકવાઈ ગયું. જમ્યા પછી ખર્ચ નું બજેટ બનાવ્યું. થોડા પૈસા ખૂટતા હતા, એટલે બધું વૃતાંત , મુંબઈ મા હમણાજ કામે લાગેલા હસમુખભાઈ ને કાગળ લખવા બેઠો મહીને દશેક રૂપિયા તે મોકલે તો મારું કામ થઇ જાય તેમ હતું.
એ સમય ની સોંઘવારી છતાં આટલા નાના બજેટ માટે પણ કેટલું વિચારવું પડતું એ જોઈએ તો લાગે કે સામાન્ય માણસે તો કોઈ પણ સમય મા સ્ટ્રગલ જ કરવી પડે છે.
સહજીવન નાં અનુભવો હવે પછી.

Posted ઓક્ટોબર 23, 2016 by sureshmsheth67 in Uncategorized

એ યુગ .   Leave a comment

એ યુગ .

આગળ કહ્યું તે મુજબ એ વખતે કોલેજ મા એડમીશન નું ફોર્મ ભરી ને મોકલી આપીએ એટલે એડમીશન માળીજ ગૌ એમ સમજવા મા આવતું. અને મને પણ ભાવનગર ણી એમ.જે.કોલેજ of કોમર્સ માં એડમીશન મળી ગયું. એ વખતે મોટા ભાગે વિદ્યાર્થીઓ અમદાવાદ ણી કોલેજો વધુ પસંદ કરતા, પણ મેં ભાવનગર પસંદ કર્યું એની પાછળ કોઈ મારી અગમ્બુધ્ધી ન હતી, પણ એવું ખરું કે બીજા કરતા કઈક જુદું કરવું. મારું જોઈને એક કામદાર અટક ધરાવતો છોકરો પણ ભાવનગર આવવા માટે તૈયાર થયો.આ પહેલા અમે બહુ પરિચય મા ન હતા. તે મને રખડેલ માનતો અને મારા થી દૂર જ રહ્યો હતો, પણ ભાવનગર મા અજાણ્યા લોકો વચ્ચે જવાનું થયું એટલે તે મારી સાથે મિક્ષ થવા આવતો થયો.
કામદાર ણી કંપની જરા પણ ગમે તેવી ન હતી. તેની પાસે ભણવા સિવાય બીજી કોઈ સામાન્ય વાતચીત ન હતી. તેની બોલવા ણી લઢણ પણ ખુબજ વિચિત્ર, ધીમી, એટલે કે રોબો જેવી હતી. પણ તેને હુજ લઇ જતો હતો એટલે જાળવવો તો પડેજ.રાતના એક વાગ્યે સુરેન્દ્રનગર થી એક મેળ ઉપાડતો , તેમાં જોરાવરનગર સ્ટેશન ઉપર થી બેસવા નું હતું.એ સમય મા મિત્રો સ્ટેશન ઉપર મુકવા આવે એવી પ્રથા ન હતી, કમસે કામ મારા મિત્રો વચ્ચે તો એ પ્રથા ન જ હતી. એટલે મારા તરફ થી મારા બા, કદાચ કનૈયો અને કામદાર નાં ઘરે થી તેની બા અને બાપૂજો સ્ટેશને આવ્યા હતા. ટ્રેન મા ઘણી સીટો ખાલી હતી. કામદારે એક બારી પાસે ણી સીટ ઉપર પોતાનો વાળેલો બિસ્તરો મૂકી , બારી તરફ મો કરી ને અદબ પનોથી વળી ને બેસી ગયો.મેં કહ્યું “હવે સુઈ જાવ, ભાવનગર છેક સવારે આવશે.”
તેને કહ્યું.”નાં, હું સીન સીનેરી જોઉં છું..”એમ કહી ને બાળક નાં કુતુહલ થી બારી સામે જોતો બેસી રહ્યો. કોઈ સારી રસ્પડે એવી વાત નહિ કે કલ્પના પણ નહિ. મને તે ક્ષન થીજ તેના પરત્વે અસૂયા થઇ આવી.
ભાવ નગર મા મારા પિતાને કાકાઓ નાં એક મિત્ર નંદલાલ કાકા રહેતા હતા, નંદલાલ કાકા એક વખત અમારા ગામ જોરાવરનગર મા સ્ટેશન માસ્ટર રહી ચુક્યા હતા,અને અમે બધા ઘણી વાર સાંજ નાં વખતે તેમના સ્ટેશન ઉપર આવેલ ક્વાર્ટર ઉપર બેસવા જતા,
હવે તો તે નિવૃત હતા, તેઓ મારાપિતા તેમજ કાકાઓ નાં મોટાભાઈ જેવા ગણાતા હતા. ભાવનગર મા તેઓ વડવા મા રહેતા હતા, ઘોડાગાડી વાળાએ અમને વડવા પહોંચાડ્યા. તેમનું નામ પુછાતા પુછાતા અમે તેમના ઘરે પહોંચ્યા. મારું મંતવ્ય કહું તો તેમના અને તેમના પરિવાર નાં મુખ ઉપર ખાસ આવકાર દેખાયો નહિ. તેમના પત્ની નવા હતા, કદાચ જોરાવરનગર મા અમારા ઘરે થી તેમને જે આદરમાન મળતું તે તેમને નહિ જોયું હોય, તેમને બે યુવાન પુત્રો હતા, બંને આ વર્ષેજ એસ.એસ.સી. મા પાસ થયા હતા, નંદલાલ કાકા એ પહેલો પ્રશ્ન અમને કેટલા માર્ક મળ્યા એ જ પ્છ્યો.મેં તો મને મળેલ ૪૨ ટકા જણાવ્યા.
નંદલાલ કાકા નાં મુખ ઉપર તિરસ્કાર ફરી વળ્યો
“બસ..?૪૨ ટકા એટલે તો નાપાસ જ કહેવાય,,,તેઓ તિરસ્કાર થી બોલ્યા, અને કામદાર તરફ ફર્યા
“અને છોકરા તારે..?”
કામદારે પોતાની વીનય્શિલ પરંતુ પીધેલા માણસ જેવી બોલી મા પોતાને મળે ટકા કહ્યા, નાન્દ્લાલ્કાકા ને તેના તરફ સંતોષ થયો. પછી પોતાના બે કુવારો એ મેળવેલા ૯૦ ૯૫ ટકા ણી વાત ગૌરવભેર કહી અમે સવારેજ પહોંચ્યા હતા, એટલે ચાં નાસ્તો કરી ને કોલેજ મા જવા નીકળ્યા. કોલેજ થોડી દૂર એક સરસ વિસ્તાર મા આવેલી હતી. આસપાસ વિશાલ ગ્રાઉન્ડ હતું. દૂર હોસ્ટેલ નું મકાન પણ ખાદ્ધાજ પણ ત્રણ માળ નું હતું. નન્દ્કુવારો એ તે અમને દૂર થી બતાવ્યું અને કહ્યું કે આમાં તમારે એડમીશન લેવાનું થશે.
કેટલો ખર્ચ આવે..?”મેં પૂછ્યું.
ખર્ચ તો આવે જ ને ખાવું, પીવું, રહેવું બધુજ એમાં આવી જાય, અને ભણવા મા પણ મજા આવે.”નન્દ્પુત્રે કહ્યું.
કોલેજ ણી ઓફીસ મા ગયા, લેટર બતાવ્યો અને એડમીશન બાબત પૂછપરછ કરી.
બાજુ નાં રૂમ મા પરીખ બેઠો છે, એને મળો”અમને કહેવા મા આવ્યું.
અમે બાજુ નાં રૂમ મા ગયા.
“પરીખ્ભાઈ સાહેબ ક્યા બેસે છે..કામદારે પોતાની વિનાય્શીલાતા થી છવાઈ જવા ણી ભાવના નું પ્રદર્શન કરતા પૂછ્યું.?
ત્યાં બેઠેલા બે જણ આ સાંભળી ને હસી પડ્યા.
“આ સામે બેઠા તમારા પરીખ્ભાઈ સાહેબ…!એક જ ણે એક ખૂણા મા બેઠેલા એક ૧૮-૧૯ વર્ષનો લાગતો છોકરો પણ હસતો હતો.તે બતાવતા કહ્યું.
કામદાર જરા ભોંઠો પડ્યો.અમે ફી ભરી અને રશીદ લીધી.
“તમારે હોસ્ટેલ મા દાખલ થવાનું છે..?એક સાહેબે પૂછ્યું.
“નાજી, અમારું રહેવાનું બોર્ડીંગ મા નક્કી થયું છે.”અમે કહ્યું.
ભાવનગર મા એક દશાશ્રીમાળી બોર્ડીંગ હતી. નાન્દ્લાલ્કાકા નું તેમાં સારું વજન હતું. બીજા દિવસે અમને તે બોર્ડીંગ મા મોકલવા મા આવ્યા. બોર્ડીંગ નાં ગૃહપતિ ને બધા “સર ભાઈ “ કહેતા, માણસ લગભગ ૩૫થિ ચાલીશ વર્ષ નો હતો. નવા છોકરૂ ઉપર રૂઆબ ઝાડવા ણી આદત હોય એમ અમારી સામે તિરસ્કાર થી જોયું
“તમારી જ્ઞાતિ કઈ છે..?”
જૈન વણિક “ મેં કહ્યું
અરે એમ નહિ…! તમે દશાશ્રીમાળી છો..?”
મને ખબર હતી એટલે મેં હા પાડી.
“અને તું..?”કામદાર ને પૂછ્યું.
કામદાર જરા અચકાયો”
બોલ બોલ , ચિંતા ન કરતો નંદલાલ ભાઈ ણી ભલામણ છે એટલે વાન્ધોજ નથી, “
“જી હું વિશા શ્રીમાળી છું.”કામદારે કહ્યું.
સર ભા ઈ એ અમારા બંને નાં નામ લખ્યા .ફી લીધી અને રૂમ ણી ફાળવણી કરી.
“બંને ને સાથે ફાવશે ને..?”
“જી જી કેમ ન ફાવે સર ભાઈ…!”કામદારે ચાપલુસી કરતા કહ્યું.
બીજા દિવસે અમારો સામાન લઇ ને અમે બોર્ડીંગ મા આવ્યા. અને અમારો રૂમ જોઈ લીધો.
સાંજે નંદલાલ કાકા નાં ત્યાં ગયા, નંદલાલ કાકાએ ભવિષ્ય ભાખ્યું કે તું કાઈ ઉકાળી શકે તેવું લાગતું નથી પણ શાંતિ થી રહેજે, આ તો હું હતો એટલે એડમીશન મળ્યું એમ સમાજ ને..!”
મેં જી જી કરી ને સ્વીકાર કરતા કહ્યું.
“તારો બાપો શું કરે છે..?’
જી,,એમને તો વિસ્મૃતિ થઇ ગઈ છે, “
“એવુજ થાય ને મેં ઘણું સમજાવ્યો હતો કે આ ગાંધી મા પડવા નું આપનું કામ નહિ,આવડી મોટી સરકાર સામે પડવા નું આપનું ગજું છે..?ગાંધી ને તો બીજો ધંધોજ નથી, પણ આપણે તો ઘર પરિવાર લઇ ને બેઠા છીએ ને..?”
તારી બેન નું સુ થયું પછી..?”તેમને પૂછ્યું.
“બધા મજામ છે .”મેં કહ્યું.
“અરે એમ નહિ એ તો કોઈ ટપાલી સાથે ભાગી ગઈ હતી ને…!”
હું મન મા સમસમી ગયો.
મારી વચેટ મોટી બહેને પ્રેમલગ્ન કર્યા હતા, સામેનું પાત્ર બ્રાહ્મણ હતું અને સેલ્સ ઇન્સ્પેક્ટર તરીકે જોબ કરતું હતું. મેં તેમને બધું સમજાવ્યું.
ઠીક ઠીક ,અહી તો આવી વાત ઉડી હતી. આજ કાલ નાં છોકરાઓ માબાપ નું નામ બોળતા જરાયે વાર લગાડતા નથી. નહીતર તારા બાપ પાછળ તો આખું મુંબઈ પાગલ હતું. “
કામદાર નીચું જોઈને મારી પરિક્ષા લેવાતી જોઈ ને ગમ્મત અનુભવતો હતો.
બીજા દિવસ થી અમે બોર્ડીંગ પહોંચી ગયા,
જમવા માટે અમારી વ્યવસ્થા નન્દ લાલ કાકા એ રૂપમ સિનેમા ણી સામે આવેલ દશાશ્રીમાળી ભોજનાલય માં કરી હતી. એમાં પખવાડિયે ૧૦ રૂપિયા મા બંને વખત ભરપેટ ભોજન કરવા મળતું. મહીને વિશ રૂપિયા. ખાવાનું કાઈ બહુ સારું ન અતુ. અમે અને બીજા ઘણા જમનારા પીરસનીયાઓ ને ચાર આના આપતા, અને સવાર નું કઈક સારું બનેલું શાક પડ્યુ હોય તો આપવા કહેતા,અને એમ ગાડું ગબડાવતા.
જામી ને સીધા કોલેજ જતા, કોલેજ નું વાતાવરણ અમારી એમ.પી.શાહ કોલેજ જેવુજ હતું. એકબે મોટી ઉમરના નોકરીયાતો પણ ભણવા દાખલ થયા હતા, એક તો ગેઝેટેડ ઓફિસર પણ ભણતો હતો એને અમને કહ્યું હતું કે કોઈ true કોપી કરાવી હોય તો મારી સહી લઇ જજો..”
હોસ્ટેલ જીવન નાં અનુભવો હવે પછી.

Posted ઓક્ટોબર 22, 2016 by sureshmsheth67 in Uncategorized

એ યુગ .   Leave a comment

એ યુગ .

અભ્યાસકાળ દરમ્યાન નો એક પ્રસંગ પણ આલેખવા જેવો લાગે છે, એ સમયે સિક્ષ્થ ઈંગ્લીશ , એટલે કે ગુજરાતી દશમું ધોરણ ચાલતું હતું. સિક્ષ્થ પછી સેવનથ એટલે એ વખતે મેટ્રીક્યુલેશન એટલે કે મેટ્રિક કહેવાતું. મેટ્રિક પહેલા નું ધોરણ દશમું બહુજ મહત્વ નું ગણાતું, એ મેટ્રિક નો પાયો કહેવાતું. એ ધોરણ થીજ શિક્ષકો તેમના વિદ્યાર્થીઓ ને ચેતવણી આપી દેતા, અને તૈયારી મા લાગી જવા નું કહવા લાગતા. ઘણા એ સમયે માસિક ધોરણે નીકળતા “મેટ્રિક મેગેઝીન” નું લવાજમ ભરી દેતા, અને તૈયારી મા વ્યસ્ત થઇ જતા, અભરામ જેવા અતિ બ્રીલીય્ન્ત વિદ્યાર્થીઓ તો ઇતરવાંચન પણ ઘણું કરવા લાગતા, આમ તો અમે બધા આર્ટસ નાં વિદ્યાર્થીઓ હતા, એટલે અમારા ભવિષ્ય વિષે બહુ આશાશ્પદ ન હતા, તેમ છતાં મિત્ર કનૈયો p .w .d .મા સરકારી નોકરી મા સ્વપ્રયત્ને લાગી ગયો હતો, એટલે મારા જેવા ને આશા હતી કે આપણો ક્યાંક પટો બાજી જશે.
મારા ભાઈ નો એક મિત્ર નટુ હતો, બંને એ મુંબઈ સરકાર મા સેલ્સ્તેક્ષ વિભાગ મા આરજી કરી હતી. બંને નાં ઈન્ટરવ્યું પણ નીકળ્યા હતા, અને બંને સાથે વાંચતા હતા, હસમુખ ભણવા મા હોશિયાર હતો. નટુ તેની મદદ લેતો અને ઘણું શીખતો હતો. હસમુખ ભાઈ ને એવો આઈડીયા ન હતો કે તે હરીફ ને મદદ કરી રહ્યા છે, રીઝલ્ટ એવુજ આવ્યું, નટુ પસંદ થઇ ગયો, અને એને શીખવનાર હસમુખ ફેઈલ થયો. આવા પ્રસંગો નાં કારણે મને આશા હતી કે ભલે આપણે ભણવા મા ખાસ ઝળક્યા ન હતા, તેમ છતાં આવી નાની સરખી જોબ તો મળીજ જશે..!
દશમાં ધોરણ નું રીઝલ્ટ આવ્યું. આખું વર્ષ મેં અગાઉ જણાવ્યું છે તેમ રખડું મિત્રો સાથે રખડી ખાધું હતું એટલે સ્વાભાવિક રીતેજ હું દશમાં મા ફેઈલ જાહેર થયો.ઘર માં સોપો પડી ગયો. મને પણ શરમ થી મરવા જેવું લાગ્યું. મારા માતુશ્રી ની હાલત તો ખુબ જ ખરાબ હતી. એક તરફ નાપાસ થયેલા છોકરા છોકરીઓ ને કશું કહી શકાતું નહિ, કારણ આપઘાત કરવા નો ચલ એ વખતે પણ ચાલુજ હતો. મને કોઈ ઠપકો આપતું ન હતું, પણ તેમના મુખ ઉપર એક હતાશા નો ભાવ હું પણ જોઈ શકતો હતો, અને મને એ જરા પણ સારું લાગતું ન હતું. હું પણ આખોદિવસ ઉદાસ ફર્યા કરતો,
એ જ અરસા મા અમારા મગન ગ્રુપ નાં એક મિત્રે આબુ ફરવા જવા નો કાર્યક્રમ બનાવ્યો, મિત્ર નું નામ બાલુ હતું (બાલકૃષ્ણ ). બધા એ ૨૦ રૂપિયા કાઢવા નાં અને બાલુ ને આપી દેવાના, બાલુ આખા પ્રવાસ નું સંચાલન કરવા નો હતો. અમે બીજા મિત્રો એ ૨૦ રૂપિયા બાલુ ને આપ્યા, ૨૦ રૂપિયા એ વખતે નાની રકમ ન હતી. મારા માતુશ્રી ને પણ એ ૨૦ રૂપિયા કાઢવા મુશ્કેલ હતા, પણ તેમને ધાયું કે છોકરો ઉદાસ ઉદાસ ફર્યા કરે છે એની કરતા ભલે ફરી આવતો…!અને એમ મને આબુ જવા ની તક મળી ગઈ.
હવે બાલુ કયો દિવસ નક્કી કરે છે એજ પ્રતિક્ષા હતી. એવા મા મગન મને મળ્યો. તે પણ મારી સાથેજ ફેઈલ થયો હતો.
“મને એક વાત ખટકે છે..” તેણે કહ્યું.
“કઈ વાત..?” મેં પૂછ્યું.
“યાર , તું વિચાર કર, એક તો આપણે નાપાસ થયા છીએ, એ બદલ શરમાવા નાં બદલે આમ આબુ ફરવા જઈએ એ શું સારું લાગશે..?
હું તેના મો સામે જોઈ રહ્યો.
“ તું વિચાર કર, આપણે આપના ઘરવાળા નાં પૈસા બગાડ્યા, ભણવા નું એક વર્ષ બગડ્યું , અને ઉપર થી ૨૦ રૂપિયા ખર્ચી ને આબુ ફરવા જવાનું..?આવું આપણ ને કેમ શોભે..?”
મગન ની વાત મને સ્પર્શી ગઈ, તે સાચુજ કહેતો હતો, એક તો નાપાસ થયા, ઘરપરિવાર ને શરમ મા મુક્યા, અને હજી વધુ નૂકશાન કરવા પાછા આબુ ફરવા જવું..?સાચી વાત છે, આમ આબુ જવા નો આપણ ને કોઈ અધિકાર નથી. “મન માં આ વાત બેસી ગઈ.
અમે બંને તુરતજ બાલુ નાં ઘરે ગયા. અને અમારો નિર્ણય જણાવી દીધો. અને પૈસા પાછા માગ્યા. બાલુ પણ વિચાર મા પડી ગયો.
એમ તત્કાલ તો પૈસા ન નીકળે, જરા રાહ જોવી પડે “તેણે કહ્યું.
બીજા દિવસે બાલુ એજ કહ્યું કે બીજા પણ બેત્રણ છોકરાઓ આવવા નથી માગતા,એટલે બધા ને પૈસા પાછાજ આપવા નાં થશે. બાલુ એ જયારે ૨૦ રૂપિયા પાછા આપ્યા ત્યારે અમને ૨૦ રૂપિયા કમાયા હોઈએ, એવો આનંદ થયો.
ઘરે વાત કરી ત્યારે મારા માતુશ્રી ને નવાઈ તો લાગી એમને કહ્યું પણ ખરું કે ઘર ની ચિંતા ન કરીશ, જવા તૈયાર થયો છે તો જઈ જ આવો..”
પછી મેં મગન નાં પ્રસ્તાવ ની વાત કરી.. મગન ની સમજદારી ઉપર બધા ને માન થયું.અને અમે ધીમે ધીમે ફરીથી પૂર્વવત થવા લાગ્યા.
પણ મારો હવે પાકો નિર્ણય હતો કે હવે ભણવા મા ધ્યાન જ આપવું છે,
અને મેં ખુબજ સિન્સીયરલી વાંચવા માંડ્યું. એ વર્ષે મને ૭૦૦ મા થી ૪૨૦ માર્ક્સ મળ્યા અને મારો પ્રવેશ એસ.એસ.સી મા થયો. મારા કઝીન્સ નો આગ્રહ હતો કે મારે સાયંસ લાઈન લેવી અને ડોક્ટર થવા પ્રયત્ન કરવો પરંતુ આર્થિક કારણ સર એ શક્ય ન બન્યું. એસ.એસ.સી મા મને જોકે ૪૨ ટકાજ આવ્યા, એટલે સ્થાનિક એમ.પી.શાહ કોલેજ મા આર્ટસ ફેકલ્ટી મા પ્રવેશ લીધો.
એ વખત મા એડમીશન માટે આટલી પડાપડી ન હતી. કોલેજો છાપામ એડમીશન લેવા માટે જાહેરખબરો આપતી અને બાય પોસ્ટ પ્રવેશ ફોર્મ મોકલતી. અને ફોર્મ ગયું એટલે એડમીશન માળીજ ગયું એમ સમજવા માં આવતું.
ઈબ્રાહીમ, દલવાડી જેવા વિદ્યાર્થીઓ પાસે ભવિષ્ય નો પ્લાન હતો. અમારા અન્ય ગ્રુપ પૈકી નાં ભટ્ટ, નવિન ગાંધી થોડા સિન્સિયર હતા. જયારે અમારા જેવા પાસે કોઈ માર્ગદર્શન, કે પ્લાન ન હતા, અમે વર્ષો વર્ષ પાસ થતા રહ્યા, અને બી.એ.થઇ ગયા. .ઈબ્રાહીમ ને સ્તેત્બેંક મા . એક બીપીન નામના છોકરા ને બેંક of બરોડા મા અને દલવાડી ને શિક્ષક તરીકે ની કેરિયર મળી ગઈ, લલિત ને સુરેન્દ્રનગર પીપલ્સ બેંક મા સર્વિસ મળી ગઈ. જયારે મેં બી.com કરવા ભાવનગર જવાનું નક્કી કર્યું. એ વખતે બી.એ. પછી એક વર્ષ મા બી.com થઇ શકાતું એકજ વર્ષ મા ઇનટર બી.com પણ પસાર કરવું પડતું. જે મેં કરી નાખ્યું.
ભાવનગર કોલેજ નાં અનુભવો હવે પછી ક્યારેક.

Posted ઓક્ટોબર 19, 2016 by sureshmsheth67 in Uncategorized