Archive for સપ્ટેમ્બર 2016

એ યુગ .   Leave a comment

એ યુગ .

બલરાજ સહાની.

એ દિવસે પણ શિક્ષક દિન જ હતો એવું યાદ આવે છે,, આજ ની પેઢી કદાચ આ મહાન હસતી ને ન ઓળખે, પણ એ તો સામાન્ય છે, દરેક મહાન હસ્તીનો એક સમય હોય છે, બલરાજ જી તો એક સરળ વ્યક્તિ હતા, પણ લોકો નો એ ક્રમ છે કે વ્યક્તિ નો સમય પૂરો થાય એટલે તેને બાજુ મા હડસેલી ને નવા વ્યક્તિત્વ ને માટે જગ્યા કરવી. આજે કૃષ્ણ, બુદ્ધ, મહાવીર, અશોક અકબર જેવા નો સમય પૂરો થયો તો તે બધા ઈતિહાસ નાં પાના સિવાય ક્યા ય દેખાતા બંધ થઇ ગયા, અરે ખુદ ગાંધીજી, જયપ્રકાશ,જીના, પણ હવે અપ્રસ્તુત થવા લાગ્યા છે, અન્ના હજારેપણ એજ પ્રવાસ ના પ્રવાસી કહી શકાય,
બલરાજ સહાની માત્ર એક સારા એક્ટર જ ન હતા, એક ચિંતક, સામ્યવાદ ના રંગે રંગાયેલા, શાંતિનિકેતન મા શિક્ષક રહી ચુકેલાપ્રોફેષર, બી.બી.સી . રેડિયો મા અધિકારી રહી ચુકેલા, લેખક, સમાજસેવક જેવી બહુમુખી પ્રતિભાના માલિક હતા. તેમને લોકજીવન પરત્વે નાં ખેંચાણ ને વશ થઇ ને અમારા કોલેજ નાં આખરી વર્ષ દરમ્યાન સુરેન્દ્રનગર જિલા મા વર્ષો થી ભરાતા તરણેતર નાં મેળા ની મુલાકત લેવા તેઓ આવ્યા હતા, શહેરના એક સ્થાનિક સામ્યવાદી કાર્યકરતા શ્રી શાંતિલાલ શાહ નાં નિમંત્રણ થી બલરાજ આવ્યા હતા, પ્રખ્યાત તરણેતર (ત્રીનેત્રેશ્વર )નાં મેળા મા તેઓ એ જરા અભિમાન દર્શાવ્યા વગર સામાન્ય માણસ ની જેમ ખુબ મહાલ્યા, અમારી કોલેજ મા થી પણ તેમને શિક્ષક્દિન પ્રસંગે નિમંત્રણ આપવા મા આવ્યું હતું. એ દિવસે કોલેજ નો થીયેટર હોલ અને તેના બધાજ બારના ઓ અને લોબીઓ ખીચોખીચ હતા , એક ફિલ્મસ્ટાર ને જોવા એ નાના શહેર નાં લોકો માટે એક અજાયબ જેવો બનાવ હતો. મંચ ઉપર તેમની સાથે શાયર કૈફી આઝમી તેમજ સંગીતકાર મદનમોહન પણ ઉપસ્થિત હતા, બલરાજ સહાની તેમના કરુનાન્ત ફિલ્મો જેવી કે ભાભી . છોટી બહેન વિગેરે માં ગરીબ અને ફાટેલા કપડા પહેરતા પાત્ર ભજવતા, એ જોનારા લોકો એ તેમના મા નવુજ પ્રતિભાશાળી વ્યક્તિત્વ જોયું, મુલતાની પથાન જેવી મજબૂત કયા, ઉજવળ અને તંદુરસ્ત ત્વચા નો યુરોપિયન જેવો રંગ, અને એક ટી શર્ટ અને પેન્ટ નાં પોશાક મા પણ કોઈ દેવતા જેવા ચમકતા બલરાજ જી એ શિક્ષક દિન નિમિત્તે જ તેમનું વક્તવ્ય આપવા માંડ્યું. લોકો મંત્રમુગ્ધ બની ને એક કલાક નું ભાષણ એક જ બેઠકે સાંભળી રહ્યા, તેમના કહ્યા મુજબ પૈસો, પ્રસિદ્ધિ કે દેખાવ કરનારા લોકો ને જોઈ ને મને થાય છે કે આ બદનસીબે ઈંગ્લીશ સાહિત્ય મા એમ એ નથી કર્યું. આ જોઈ ને તેમને લાગતું કે જો શિક્ષણ નથી લીધું તો એ કમ્નાસીબ જ ગણાય, તેનો પૈસો શા કામ નો…!એમ એ.વિથ ઈંગ્લીશ લિટરેચર એ તેમની પોતાની ડીગ્રી હતી. તેમના વક્તવ્ય મા થી તેમનું વિશાલ વાંચન પ્રગટતું હતું. આજન છીછરા અને નાચકૂદ કરવા વાલા સ્ટાર કરતા તેમનું વ્યક્તિત્વ નિરાળું હતું.એ પછી પ્રશ્નોત્તરી વખતે તેમણે ફિલ્મી દુનિયા ને લગતા પ્રશ્નો નાં પણ સરસ જવાબો આપ્યા, તેમના પછી કૈફીઆઝામી એ પણ વક્તવ્ય આપ્યું મદનમોહને એક કટાક્ષ ગીત ગાયું. પ્રસંગ પૂરો થયા પછી અમારા વિદ્વાન પ્રિન્સીપાલ શ્રી એમ એમ પારેખ સાહેબે પણ તેમની છટાદાર અંગેજી મા જે સંભાષણ આપ્યું તે પણ તેમનું એક નવું સ્વરૂપ દર્શાવતું હતું.
પાંચ ફૂટ ઊંચા મંચ ઉપર થી બલરાજ જી એ કોઈ ટેકા વગર નીચે કુદકો માર્યો એ પણ અદભૂત લાગતું હતું. ક્યા ફિલ્મો મા દેખાતો ગરીબ, રડતો રહેતો દુખીયારો નાયક અને ક્યા ખરેખરા બલરાજ….!જમનાદાસ અને હસમુખ ભાઈ સંચાલિત આરાધના માટે ઈન્ટરવ્યું આપવા નું પણ તેમને સરળ પણે સ્વીકાર્યું. ફિલ્મી જગત મા સ્વાભાવિક અને નેચરલ અભિનય આપનારા અશોક કુમાર, મોતીલાલ ,ની સાથે બલરાજ સહાની નું નામ પણ અચૂક યાદ રહેવાનું છે, ફિલ્મી રંગ વગરના, તદ્દન બિન વિવાદશ્પદ અને એક સજ્જન , વિદ્વાન વ્યક્તિત્વ તરીકે તેમનું નામ હતું આજની યુવા જનરેશને એ આ અદભૂત વ્યક્તિ ને જોઈ પણ નહિ હોય, પણ અમારા યુગ ની એક પ્રખર પ્રતિભા ને અમે તો ગૌરવ થી યાદ મા સંઘરીલીધા છે.
એવાજ બીજા મહાનુભાવ દેવ આનદ પણ અમારા શહેર ના મહેમાન બન્યા હતા, જોકે તેઓ એ સમય નાં અત્ય્નત લોકપ્રિય સ્ટાર હતા, એટલે લોકો સાથે ભળતા ન હતા, એ સ્ટાર હતા,ફિલ્મ ગાઈડ નાં નિર્માતા, નિર્દેશક અને અભિનેતા દેવ આનદ. એમનો ઉતારો વઢવાણ ઠાકોર સાહેબ નાં મહાલય મા હતો. ફિલ્મ ગાઈડ નાં પરાકાષ્ઠા નાં દ્રશ્યો લીંબડી ગામ પાસે થી પસાર થતી સુકી, રેતાળ અને ગરમી થી ધગધગતી ભોગાવો નદી મા ચાલતું હતું, નદી નાં સામે કાંઠે ,પ્લાસ્ટર of પેરીસ નું મંદિર બનાવવા મા આવ્યું હતું, અને બીજા પણ સેટ લાગ્યા હતા, લીંબડી અમારા ગામ થી બહુ દૂર ન હતું, પણ રેલ્વે સ્ટેશન થી સાઈટ ઘણી દૂર હતી, સખત તાપ પણ હતો અને અમારી પાસે કોઈ વાહન પણ નહિ એટલે શૂટિંગ જોવા નો પ્રસંગ તો ન મળ્યો, પણ જે લોકો જોઈ ને આવતા હતા તેમની વાતો અદાભ્હૂત લાગતી. દેવઆનંદ નો ઠસ્સાદાર દેખાવ, વહીદારહેમાન નું આંજીદેતું સૌન્દર્ય, વિગેરે વાતો સાંબળી ને પણ અમે ધન્યતા અનુભવતા. પણ દેવાનંદ એક સ્ટાર હતા, બલરાજ જેવે તેમની સોશ્યલ પ્રવૃતિઓ ન હતી, એટલે બલરાજ જેવી સ્વાભાવિકતા તેમના વરતન મા ન દેખાય એ સ્વાભાવિક હતું. સેટ ઉપર નદીની સામેપાર બનાવવામાં આવેલું પ્લાસ્ટર of પેરીસ નું મંદિર બહુ સમય સુધી જળવાઈ રહ્યું હતું.
આ મહાનુભાવો ની વાત નીકળી છે તો અમારા પ્રિન્સીપાલ શ્રી એમ એમ પારેખ સાહેબ વિષે પણ બે શબ્દો કહેવાનું કેમ વિસરાય…!
શ્રી પારેખ સાહેબ સાયંસ વિષય મા ડોકટરેટ ધરાવતા હતા, તેમના વિષે કહેવાતું કે જો તેમને દોક્તરેટ મેળવ્યા પછી પણ વિવિધ વિષય મા તેમનું સંશોધન ચાલાતુજ રહેતું. એવું પણ કહેવાય છે કે તેમને લખેલી ઘણી થીસીસ તેમણે કોઈ ને આપી દીધી હતી. તેઓ બહુજ્જ કડક સ્વભાવ નાં હતા, તેમની ખાસિયત એ હતી કે જ્યારે તે કોઈને ગુસ્સા થી ઠપકો આપતા ત્યારે તેમનું મો હસતું લાગતું અને ગુસ્સો ન હોય ત્યારે સામાન્ય મુખમુદ્રા રહેતી, શરૂઆત મા તેમના ગુસ્સા નો ભોગ બનેલા વિદ્યાર્થીઓ તેમનું હસતું મો જોઈ ને છેતરાઈ જતા, અને વધારે અવિનય કરી બેસતા,અને પારેખ સાહેબ વધારે હસતું મુખ રાખી ને એ વિદ્યાર્થી ની ખબર લઇ નાખતા, પારેખ સાહેબ મૂળ ભાવનગર નાં વતની હતા, અમે એક બે જણ બી.એ. થઈએ બી.com. થવા ભાવનગર ગયા ત્યારે તેઓ રેશમી ઝભ્ભા ધોતી મા મળી જતા, ત્યારે ખુબ પ્રેમ થી મળતા અને અમારી ખબર અંતર પુછતા.
અમાર પ્રોફેસરો ની વાત કરીએ તો આર્ટસ ફેકલ્ટી મા સૌ થી લોકપ્રિય ગુજરાતી ના હેડોફ the દીપાર્ત્મેન્ત શ્રી જે.એ.દવેમુખ્ય હતા, તેમના લેકચરો એટલા રસપ્રદ રહેતા કે તેમને સાંભળ્યાજ કરીએ, તેમનો પીરીયડ ચાલતો હોય ત્યારે બીજા ઊંચા વર્ગ નાં સીનીયર વિદ્યાર્થીઓ તેમની રજા લઇ ને તેમના વર્ગ મા બેસતા. પર્યુષણ વ્યાખ્યાન માલા વખતે એ સમયે નવો નવો થયેલ ટાઉનહોલ મા તેમને ખાસ નિમંત્રણ થી બોલાવવા મા આવતા,કમનસીબે કોલેજ નાં એક વાર્ષિક ઉત્સવ વખતે એક નાટક નાં પાત્ર ભજવવા નાં વિષય મા તેમને મારી સાથે મતભેદ થતા તેમને મને એ નાટક માંથી દૂર કર્યો.એજ વાર્ષિક ઉત્સવ મા એન.સી.સી તરફ થી પણ શ્રીમતી રંભાબેન ગાંધી નાં નાટક ભજવવા મા આવતું હતું. એ મા એક ઘરડા દાદાનું મુખ્ય પાત્ર મને મળી ગયું, અને મેં એ એવું સરસ ભજવ્યું કે મારું નામ દાદા છપાઈ ગયું. મને એ સમયે રૂ. ૧૦ નું ઇનામ જાહેર થયું અને મુખ્ય મહેમાન અમદાવાદ ની કોલેજ નાં સુવિખ્યાત પ્રીન્સીપાલ શ્રી દેસાઈ સાહેબ નાં હાથે એ આપવા નું જાહેર થયું.
પ્રો .દવે એ પણ આ જાણ્યું અને બધી કડવાશ ભૂલી ને મને અભિનંદન આપ્યા, અને કહ્યું પણ ખરું કે અમૂક અમૂક ભાઈઓ એ તમારી સામે મને ઉશ્કેરણી કરી હતી એટલે હું આ ભૂલ કરી બેઠો.આજે આવા પ્રોફેસરો ક્યા છે…?
આવોજ બીજો પણ એક પ્રસંગ હિન્દી નાં પ્રોફેસર શ્રી સુખ્વાલ સાહેબ સાથે પણ બનવા પામ્યો હતો.અમારા વાર્ષિક મેગેઝીન મા તેઓ હિન્દી વિભાગ નું સંપાદન કરતા હતા, મેં મારી એક વાર્તા આપી હતી, જેમાં વાર્તા નાં અંતે વાર્તાના મુખ્ય્નાયાકે કરેલ દગાખોરી ન જાણ થતા તેમની પત્ની એ તેના ગાલ ઉપર એક તમાચો મારે છે, આ પ્રસંગ સુખવાલ સાહેબે મને પૂછ્યા વગર બદલી નાખ્યો,અને પત્ની એ પતિ ને તમાચો મારવા નાં બદલે વીંટી નું જેર ચૂસી લીધું. મેં વિરોધ કર્યો કે આવો ફેરફાર કરવા નો તમને કોઈ અધિકાર નથી, તેમની દલીલ એવી હતી કે ભારતીય સમાજ મા પત્ની પતિ ને તમાચો મારે એ સ્વીકારાય નહિ. મેં કહ્યું કે હીરો ચૂસવા થી કોઈ મરી જાય એ વાત તો હવે વાહિયાત સાબિત થઇ ચુકી છે, હું મારી વાર્તા આવા ચીલાચાલુ જુઠાણા સાથે છાપવા ન દઈ શકું.પણ તેમને મને દાદ ન આપી અને એ વાતા એમજ રાખી ને મેગેઝીન મા છાપી. મને કોલેજ મા રહ્યો ત્યાં સુધી સુખવાળ સાહેબ તરફ તિરસ્કાર રહ્યો.એ જમાના માં પણ આવા ડફોળ પ્રોફેસરો આવી જતા હતા, જેમાનાં કેટલાક પરપ્રાંત નાં અને બીનગુજરાતી હતા, જે હજી સુધી જુનવાણી ઘરેડ માજ જીવતા, ગુજરાત જેવા બોલ્ડ વિચારો થી તેઓ ઘણા અજાણ હતા.
વધુ સ્મરણો મા હવે અમારા ગામ નું રત્ન શ્રી જમનાદાસ કોટેચા ને લઇ શકાય તેમ છે

Advertisements

Posted સપ્ટેમ્બર 5, 2016 by sureshmsheth67 in Uncategorized

એ યુગ .   Leave a comment

એ યુગ.

ચાલુ .

હાઈસ્કૂલ મા એક કુમાર નામનો છોકરો હતો. તે લતામન્ગેશ્કાર નાં ગીતો નો શોખીન હતો. લતા નાં ગીતો તે ગાવા નો પણ શોખીન હતો ગાતી વખતે તે સ્ત્રી જેવા અવાજે ગાતો. લતા વિરુદ્ધ તે કોઈ નું સાંભળી શકતો નહોતો. સ્કૂલ નાં કાર્યક્રમો મા કુમાર નું એકાદ ગીત તો રાખવા મા આવતું. કુમાર ને કોઈ સરસ ગીત માત્ર બેજ અંતરામાં પૂરું થઇ જાય તે ગમતું નહિ. એટલે તે અર્થ વિહીન શબ્દો નાં એક કે બે અંતરા ઉમેરતો એ અંતરાઓ નો કોઈ અર્થ નીકળતો ન હતો. પણ શ્રોતાઓ કોઈ એમાં ઊંડા ઉતરતા નહિ. મારા જેવો કોઈ તેનું ધ્યાન દોરતા તો પહેલા તો એ અસ્વીકાર કરતો કે ફિલ્મ મા આ બે અંતરા છે, પછી હસી પડતો.
કુમાર એટલી નાની વયે પણ સ્ત્રીઓ , છોકરીઓ ,અને એવીજ અશોભનીય વાતો ની કલ્પનાઓ કરવા નો શોખીન હતો.તે એટલે સુધી કે તેની પોતાની સગી બહેન નાં લગ્ન થવા નાં હતા તે અંગે પણ અશ્લીલ ફેન્ટેસી મારી સાથે શેર કરતો. તેને ભોળો ગણવો કે મુર્ખ એ સમજવું મુશ્કેલ હતું, કારણ શાળાની બહાર નાં તેના કેટલાક વિકૃત મિત્રો તેની બહેનના લગ્ન પછી ની વિકૃત વાતો કરી ને તેને ચગાવતા એ વખતે પણ તેને ખરાબ લાગવા નાં બદલે તે વધુ ને વધુ જીજ્ઞાસા દર્શાવતો. અને તેના એ મિત્રો તેને ઉડાવતા રહેતા,
એક વખત હું તેની સાથે સ્કૂલ નાં પાછળ નાં કમ્પાઉન્ડ મા , વ્યાયામ કરવા ની બે લાકડા ની ઘોડીઓ ઉપર બેઠો હતો. એ વખતે કોણ જાણે ક્યા થી મારા મા કોઈ પયગંબર નો જાણે પ્રવેશ થયો…!મારી ઉમર તેના થી નાની હતી, પણ મને એમજ ઉપદેશક બનવા ની પ્રેરણા થઇ. મેં તેને તેના સ્વભાવ ની વૃત્તિઓ વિષે સંભાષણ આપવા માંડ્યું. તારી આ ખોટી છાપ કેવી ગાઢ થઇ જાય છે , એના થી ભવિષ્ય મા લોકો તેનાથી દૂર રહેશે,, કોઈ તારું મિત્ર નહિ રહે, કોઈ ના ઘર મા તને કોઈ આવવા નહિ દે , અને ગંભીર બાબત તો એ છે કે તને સ્ત્રીઓમાં આટલો રસ છે, એના કારણે તારી છાપ તારા સમાજ મા એવી ખરાબ થઇ ગઈ હશે કે કોઈ તને છોકરી નહિ આપે, માટે તારે આ બધું છોડી દેવું જોઈએ, અને ભણવા મા ધ્યાન આપવું જોઈએ, વિગેરે…!મેં તો ખરેખર મારી હોશિયારી દર્શાવવા તેને આ ભાષણ આપ્યું હતું. મને ખાતરી હતી કે કુમાર જેવા વિકૃત છોકરા ઉપર આની કશી અસર થવાની નથી. પણ કોણ જાણે એ કેવી ક્ષણ હતી કે કુમાર એ પછી તદ્દન સુધરી ગયો , એ પછી મેં તેને કદી આવી વિકૃત વાતો કરતો કે સાંભળતો જોયો નથી. હું બહૂઅસરકારક વક્તા, કે જ્ઞાની ઉપદેશક ન હતો. એક સામાન્ય છોકરો જ હતો, પણ એ વખતે કુમાર ને સુધારવા માટે મારી જીભે જાણે સરસ્વતી આવી ને બેઠા હોય કે ગમેતેમ થયું પણ કુમાર એ પછી બહુજ સરળ અને સિન્સિયર વિદ્યાર્થી બની ગયો. હાઈસ્કુલ નું ભણતર પૂરું થયા પછી કુમાર નું શું થયું એ જાણ થવા પામી નથી કોલેજ મા તો એ નહોતોજ આવ્યો. બહારગામ ભણવા ગયો હોય કે ફરીથી રસ્તો ભૂલ્યો હોય એ બંને શક્યતા છે.આપણે ધર્મગ્રન્થો મા જોયું છે કે મહાપાપી વ્યક્તિજ મહાન ઋષિ બની જાય છે, ઉદાહરણ તરીકે વાલ્મીકી, અંગુલી માલ વિગેરે ,કદાચ કુમાર પણ એક સજજન થઇ ગયો હોય. !જો એવું થયું હશે તો આપણા પલ્લા મા એક સત્કાર્ય વગર પ્રયત્ને પડ્યું કહેવાય…!
એ અરસા મા એક ભયંકર રેલ્વે અકસ્માત નો પ્રસંગ પણ ભૂલાય તેવો નથી સુરેન્દ્ર નગર થી રાજકોટ જતી એક ટ્રેન ને પહેલા જ ફ્લેગ સ્ટેશન ચમારજ પાસે આ અકસ્માત થયો હતો અને સેંકડો માણસો તેમાં બહુજ બુરા હાલ મા મૃત્યુ ને ભેટ્યા હતા, એ વખતે લાલબહાદૂર શાસ્ત્રીજી રેલ્વે મીનીસ્ટર હતા, આ અકસ્માત એટલો ગોજારો હતો કે શાસ્ત્રીજી એ તેને માટે પોતાને જવાબદાર સમજી ને તત્કાલ રાજીનામું આપ્યું હતું. આજે આવી કલ્પના પણ કરી શકાય નહિ.ચમારજ નજીક જ હતું. પણ એ જોવા જવા નો પ્રતિબંધ મુકાયો હતો. મરેલા પેસેન્જરો ની ઓળખ અને અન્ય વિધિ માટે મૃતદેહો ને ભોગાવા નદી નાં પટ મા રેલ્વે ની માલિકી ની કહેવાય એવી પુલ નીચે ની નદી મા રાખવા મા આવ્યા હતા. આખું વાતાવરણ કરુણ તેમજ ભયપ્રદ બની ગયું હતું. દિવસો સુધી રાત્રે ત્યાંથી પસાર થવું મુશ્કેલ બની ગયું હતું, છેલ્લા શો મા ફિલ્મ જોઈ ને આવવું તે એક ભયાનક સાહસ કહેવાતું હતું. એકજ માણસ આવી જગ્યા એ ભોગાવા પુલ પાસે ની સુકી નદી મા ડીઝલ પંપ મા થી પાણી ખેંચવા પડી રહેતો. એ પંપ કોને મુક્યો તે ખબર નથી પણ એ રસુલ નામનો યુવાન એક બકરી જેવા બળદ ગાડા માં પાણી નું પીપ ભરી ને ગામની હોટલો મા પાણી પૂરું પાડતો, પંપ ની જાળવણી માટે તે નદી માજ રહેતો. રસુલ પણ અમારો મિત્ર હતો. તેની પાસે રાત્રે નદીમાં દેખાતા ભૂતો, અને રાસડા લેતી ચુડેલો ની વાતો બહુ સાંભળવા મળતી.અમારે મન રસુલ એક હીરો હતો. નદી માંથી આમ પાણી ખેંચવું એ કાયદેસર હતું કે નહિ એવી કોઈ જાણકારી નથી. કદાચ કોઈએ સુધરાઈ ની મંજૂરી થી પણ આ કામ કરતુ હોઈ શકે, અને ચોરી પણ હોઈશકે.
એ સમયે પીવાનું પાણી નદી મા વીરડા ખોદી ને લેવા મા આવતું. એક બેડું પાણી જોઈતું હોય તો કામ કરનારાઓ એક આને બેડું નાં ભાવ થી લઈ આપતા, મહાદ અંશે તો ઘર ની સ્ત્રીઓ જ માથા ઉપર બેડું મૂકી ને પાણી ભરી લાવતી. નદી સુકી હતી પણ રેતી મા થોડું ખોદીએ એટલે પાણી બહાર આવતું. ઘણા વીરડા ગાળવા નાં એક્ષ્પર્તો નદી માં વીરડા ગાળી રાખતા, મોટા ભાગે આવા વીરડા ગાળનાર રામ મંદિર નાં બાવાજી હતા, લોકો તેમને લોટ ની ભિક્ષા આપતા, વીરડા મા ઉતરી ને એક છાલિયા વડે બેડું ભરવા મા આવતું,અને માથે ઊંચકી ને ઘરે લાવવા મા આવતું . કુવા પણ હતા, પણ તેનું પાણી થોડું ખારું રહેતું એટલે તે વાપરવા નાં પાણી તરીકે વપરાતું. આજની પ્રજાને વીરડા, તેના પાણી ની શુધ્ધતા, તે ભરવા ની પદ્ધતિ એવું કશું જાણ મા નહી હોય, પણ એ વખતે નદી, તેની સોન્નેરી રેતી, વીરડા, વિગેરે ની એક અલગ જ સંસ્કૃતિ એ સમયે રચાતી. નદી ની રેતી સાંજે ફરવા જવા ની એક ઉત્તમ જગ્યા હતી. આજે ડેમ થઇ ગયા પછી ભોગાવો તેનું અસલ વ્યક્તિત્વ ખોઈ બેઠો છે, હવે વીરડા પણ નથી. રેતી પણ નથી કે કોઈ ફરવા પણ જતું નથી. માત્ર મારા જેવા કોઈ કલ્પનાશીલ વ્યક્તિ ની યાદો મા આબધુ સંઘરાયેલું છે,” તે હી નાં દિવસા ગતા:”એ સમયે ભોગાવા નાં કિનારે વસેલા ઝાલાવાડ નાં શહેરો મા પીવાના પાણી ની તંગી કદી પડતી નહિ. હા, ઉનાળામાં પાણી થોડું ઊંડું જાય એ ખરું, પણ જરા શ્રમ લેતા કાળે ઉનાળે પણ પાણી મળી રહેતું. જયારે હવે ડેમ સુકાઈ જાય તો પાણી વિના ટળવળવું પડે છે,
અન્ય યાદો હવે પછી …….જો આપ સર્વ ને રસ પડતો હોય તો….!

Posted સપ્ટેમ્બર 4, 2016 by sureshmsheth67 in Uncategorized