Archive for ઓગસ્ટ 2016

એ યુગ   Leave a comment

એ યુગ !

શાળા જીવન.

અજ થી પાસઠ થી વધારે નાં મિત્રો ને એ એમના સમય ની શિક્ષણ શાળા જીવન નાં કડવા મીઠા પ્રસંગો ને યાદ કરવાની રજા માગું છું. . પદ્ધતિ અને શાળા જીવન દરમ્યાન અનુવાતા પ્રસંગો જરૂર યાદ હશે.મોટા ભાગે લોકો એમ માનતા હોય છે કે બીજાના અજાણ્યા વ્યક્તિ નું જ્જીવન જાણવા ની આપણે શું જરૂર છે..!પરંતુ પાછલી યાદો વર્તમાન સમય ની ઘણી સ્મૃતિઓ ને જગાડે છે.
મારા શાળા જીવન ની શરૂઆત એ સમય નાં સામાન્ય નાગરિક નાં સંતાન હોવા નાકારણે ચોપાટી, વિલ્સન કોલેજ બાજુ ની ગલી મા આવેલ “ધી મરીના મોડર્ન સ્કુલ મા થઇ જે લગભગ જુન નાં શરૂઆત ના દીવસો મા , નામ ભલે મોડર્ન લાગે પણ સ્કૂલ સામાનય ગુજરાતી અભ્યાસ ક્રમ ધરાવતી હતી.
અમારા પ્રીન્સીપાલ શ્રી મણીલાલ શાહ સૌરાષ્ટ્ર નાં હતા, એ કારણે આસપાસ નાં ગુજરાતી કાઠીયાવાડી નાં વતની હોવા થી ઘણા ગુજરાતી કાઠીયાવાડી વિદ્યાર્થીઓ ને પ્રવેશ મળી જતો.તેમ છતાં અમારી સાથે એક શીખ છોકરો દર્શન સિંહ, તેની બહેન મંજીત કૌર તેમજ છોટુ નામે ઓળખાતો એક બીજો શીખ છોકરો પણ હતો.એટલે કોસ્મોપોલીટીકલ સ્કૂલ હતી એમ કહી સકાય.પ્રિન્સીપાલ અને તેમનો પુત્ર ધનેશ બંને મળી ને સ્કૂલ બે પાળી મા ચલાવતા.
મને સ્કૂલ મા મુકવા મા આવ્યો ત્યારે પિતાએ પેંડા વહેંચવા માટે લિધા હતા. તેની ટોપલી મારી પસે થી કોઈ લઇ ગયું. અને તમામ શિક્ષકો, પ્રિન્સીપાલ સાહેબ તેમના પુત્ર નાં આખા સમુદાયે પેંડાની જયાફત ઉડાવી
, પરંતુ મને એક પણ પેંડો ન આપી ને મને સખત આઘાત પહોંચાડવા મા આવ્યો.. હું બહુ બહાદૂર ન હતો નવા નવા શીક્ષકો નવા છોકરા છોકરીઓ નાં દેખતા કોઈ સાહસ ન કર્યું.રિશેષ મા એક બે છોરાઓ મને ઘુન્સા મારતા મશ્કરી મા કહેવા લાગ્યા “યાર બીજા પેંડા લઇ આવ ને..બહુ મજા આવી છે.
બધાજ મારી ટીકા કરતા હસવા લાગ્યા, ત્યારે મારી આંખો માંથી પાણી વહેવા લાગ્યા.આ જોઈ ને એક શિક્ષિકા બહેન મોઢું મચકોડી ને પોતાની સહ્શિક્ષિકા ને કહેવા લાગી “આ તો સાવ બોઘો અને નિષ્ક્રિય છે,”
એ સમયે શિક્ષણ ણી એરેન્જ મેંટ મા પ્રથમ બાલમંદિર, પછી એકડિયુ , એ પછી એક થી સાત ધોરણો ચાલતા પિતાશ્રી કોંગ્રેસ ના બહુજ આગળ પડતા કાર્યકરતા હોઈ પ્રીસીપાલ તેમને સારીરીતે ઓળખાતા હતા,તેથી મારી સામાન્ય ટેસ્ટ લઇ ને મને સીધો એકડિયા મા મુક્યો
મને ગણિત સિવાય ઘણું બધું આવડતું હતું.સવારે પહેલો ઘંટ વાગે એટલે બધાજ વિદ્યાર્થીઓ એ એસેમ્બલી હોલ માં આવી જવાનું. દફતર પાતી એક જગ્યા એ મૂકી ને બધાએ પ્રાર્થના મા જોડાવા નું. સ્વતંત્રટા નાં ગીતો ગવાતા, વિશ્વયુદ્ધ સમાપ્ત થઇ ગયું હતું અંગેજો જશે એમ હવા મા વાતો ચલતી..એસેમ્બલી નો સમય પૂરો થતાજ પ્રિન્સીપાલ એક પછી એક ધોરણો ને ક્લાસ મા જવા કહે, એટલે બધા તેમને સલામ કરી ને પોત પોતાન વર્ગ મા જતા રહે.આ વ્યવસ્થાનું કારણ વ્યવસ્થા સ્થપાઈ રહે તે હતું
પેલો મણીલાલ નામનો કચ્છી વિદ્યાર્થી ને મારા ઉપર અકારણ રોષ રહેતો અને મને નીચો પાડવા પ્રયત્ન શીલ રહેતો.તે ગણિત નો ખાન હતો જયારે હું ગુજરાતી, ઈતિહાસ ભૂગોળ ડ્રોઈંગ જેવા વિષયો મા જલકાતો , છતાં તેને એક જાત નો અણગમો મારા ઉપર પહેલા દિવસ થી થઇ ગયો હતો.
મારા ક્લાસ ટીચેર કુસુમ બેન મારી અગાઉ થી વાંચી ને આવવાની ટેવ બહુ ગમતી તેથી તેઓ અન્યો ને મારો દાખલો આપતા, આને કારણે ઘણા ખરા વિદ્યાર્તીઓ મા મારા તરફ ઈર્ષ્યા થવા લાગી નરેશ ચોકસી, દેવિકા સંઘવી ,જેવા ગૃપ લીડરો મારી વિરુધ્ધા જુંબેશ ચલાવવા લાગ્યા, મારી જાન બહાર એક ત્રીજી ટોળી બની હતી. તેમનો લીડર એક નિરંજન મીસ્તી નામનો દુબળો પણ બહુજ શક્તિશાળી વિદ્યાર્થી હતો,તેને સાથ મા તેના મિત્રો કિશોર સંઘવી મૃદુલા, અને બીજા કેટલાક ભારાડી વિદ્યાર્થીઓ પણ હતા. તેમની ધાકે મારી ગાડી ચાલવા લાગી.
કેટલાક સમય પછી એસેમ્બલી મા એક નાની સરખી ઉજવણી કરવા ની હતી. તેમાં વનરાજ ચાવડા અને ચામ્પા વાણીયા નું નાટક ભજવા નું હતું.કુસમ બેન ની ભલામણ થી મને ચામ્પા નું પાત્ર આપવા મા આવ્યું મને બધાજ સંવાદો મોઢે હતા, એટલે મેં એ પાત્ર ને ખુબ ન્યાય આપ્યો. કુસુમ બેન ને મને બહુજ ધન્યવાદ આપ્યા,મારી લોક પ્રિયતા વધતી ગઈ.એક માત્ર ગણિત મા હું બહુ ઉકાળી ન શક્યો.અને તેમાં મણીલાલ અને હેમરાજ આગળ રહ્યા.
સ્કૂલ મા મારો પ્રથમ મિત્ર બન્યો લલિત શાહ. તે વાલકેશ્વર મા સર ચુનીલાલ ભાય ચંદ નાં મકાન નાં ચોગાન આવેલ એક બંગલા મ અર્ધા ભાગ મારહેતા હતા,બાકી નાં અર્ધા ભાગ મા મનમોહન દેસાઈ નાં પિતાશ્રી પરિવાર સાથે રહેતા હતા. લલિત બહુજ ભોળો હતો જે કહીએ તે માની લે તેવો હતો.તે આમરે ત્યાં રમવા ઉપર આવતો અમે બંને ભાઈઓ . ખાસ કરી ને મારો ભાઈ હસમુખ તેને પૈસા વ્યાજે આપતો વ્યાજ નું અમારું નોલેજ કેટલું..?એક આનો આપ્યો હોય તો રોજ નો એક આનો વ્યાજ ચઢાવવા નું…!આમ રકમ ઘણી મોટી થઇ જાય એટલે વયાજ જતું કરીને કે જેટલું આપે તે લઇ ને તેને છૂટો કરતા. જોકે હું આમાં બહુ સમજતો નહિ, આ બધી કરામત હસમુખ ની જ હતી.હું આમાં બહુ સમજતો નહિ.આવો અનુભવ મને પણ થયો હતો એક વખત નરેશ, નિરંજન અને મણીલાલ એક બેંચ ઉપર બેસી ને આગામી ચિત્ર સ્પર્ધા ણી તૈયારી કરી રહ્યા હતા,અચનાક્રંગ નાં ચો નો ડાબો બેંચ ઉપર થી પડી ગાય અને મારા પગ ઉપર જ પડ્યો.બધા જોઈ રહ્યા, મેં મારૂ પગ હટાવ્યો કે તુરતજ બંને જણા મારા ઉપર તૂટી પડ્યા ,કે તારાથીજ ડાબી નીચે પડી છે માટે તારે છ આના આપવા પડશે.મેં ઘણી દલીલો કરી પણ એ બંને ન માન્યા.
તે દિવસ થી મે છ આના ની શોધ કરવા માડી ,ઘરે કોઈ મહેમાન આવે અને જતા જતા મારા હાથ મા બે રૂપિયા મુકે તો હું કહેતો કે બે રૂપિયા નહિ પણ છ આના જ આપો.મારી આવી માગણી થી બધાને નવાઈ લાગતી. અને એક દિવસ છ આના આપે એવો એક મહેમાન આવી ગયા, અને મારું ઋણ ચૂકવી ગયું.
નિરંજન આવો વિચિત્ર હતો ,તે દુબળો પાતળો હોવા છતાં મોટી ઉમર નાં છોકરાઓ સાથે બેફામ લડી શકતો.આખી સ્કૂલ માં નિરંજન મિસ્ત્રી પ્રખ્યાત હતો . તે સ્કૂલ મા કોમિક્સ ણી સચિત્ર બૂકો લાવતો તેમાં સુપરમેન, અને ટાર્જન ણી વાર્તાઓ સચિત્ર રહેતી,, નિરંજન કે અમે કોઈ ઈંગ્લીશ હજી ભણ્યા ન હતા,એટલે કોઈ વાંચી શકાતું નહિ., પણ નિરંજન આ સ્થિતિ ને લાંબો સમય વેઠવા તૈયાર ન હતો.તેને ચિત્ર કથાઓ નો અભ્યાસ કરી ને જાતેજ વાર્તા બનાવી નાખી.દર વખતે નવી બુક્સ આવે અને નિરંજન ને કામ મળી રહે..!
નરેશ ચોકસી બહુજ ઢીલો અને રોતલ હતો,ચોપાટી એરિયા માજ એ એક બંગલા મા રહેતો નબીરો હતો,એક વખત તે ચાલુ કલાસે જોર થી રડવા લાગ્યો ,શિક્ષિકા ભગવતી બેને તેને કારણ પૂછ્યું, પણ તે મો માંથી બોલે તો ને…! પછી બહુ સમજાવી ને પૂછ્યું ત્યારે તેને રહસ્ય ખોલ્યું કે તેને ટોઇલેટ જવું છે,
“તો એમાં શું રડવા નું જા જઈ આવ !
“પણ પણ ધોઈ કોણ આપશે….? કહી તે ફરીથી પોક મુકવા લાગ્યો.છેવટે ભગવતી બેને એક પટાવાળા ને સમજાવી ને મોકલ્યો ત્યારે નરેશ નો છુટકારો થયો.પૈસાવાળા નાં લાડક વાયાઓ આવી પ્રાથમીક્ક જરીરીયાતો માટે પણ જાતે કસું કરી ન શકે એ અમને બધા ને નવાઈ લાગી,આવા પાંગળા થવું તેના કરતા નિરંજન જેવું તોફાની થવું નહિ સારૂ..?
નરેશ ણી બે બહેનો મ્રમોદીની અને ઉમા પણ અમારી સ્કૂલ મા હતી. પ્રમોદીની અતડી જાડી અને ભદ્દી હતી, ઉમા મળતાવડી હતી.
શાળા નાં વર્ષી ઉત્સવ મા મને પણ એક પીપુડી વાલા નું પાત્ર આપ્યું.મેં તેના માટે ચોરણી શીવડાવી લીધી અને બંદી ખરીદી લીધી .પણ ચોરણી એટલી ચુસ્ત હતી કે માંડ માંડ પહેરી.
અમને નૃત્યનીમુદ્રાઓ શીખવવા માટે એક ધૂની જેવો લગતો એક બંગાળી નૃત્યકાર રાખવા મા આવ્યો હતો , તેને ગુજરતી આવડતું ન હતું, એટલે એક શિક્ષ ક દુભાષિયા તરીકે કામ કરે એમ ઠરાવવા માં આવ્યું.પણ એકલકર બહુ ટક્યા નહિ.પણ પ્રોગ્રામ તો સારોજ ગયો.
ત્રીજા ધોરણ સુધી મા તો શિક્ષિકા બહેનો મા મારો સારો ભાવ મેળવી શકાયો .
એ પછી ની વાર્તા હવે પછી નાં પ્રસંગ મા આવશે. એ પછી અમો ને દેશ માં રહેવા ધકેલી

Advertisements

Posted ઓગસ્ટ 20, 2016 by sureshmsheth67 in Uncategorized

આપણી લોકશાહી .   Leave a comment

આપણી લોક શાહી.

લોકશાહી એક એવો ભારેખમ અને રાજકારણ નાં ધુરંધરો નાં મો માજ શોભે એવો શબ્દ છે.લોકશાહી વિષે મૌલિક વિચારો લખવા એ બહુજ તૈયારી માગી લે એવો વિષય છે, અને ખાસ કરી ને આ મંચ ઉપર લોકશાહી વિષે લખવું એ બહુજ અઘરુ અને કઠીન કામ છે ,આપણા આ મંચ ઉપર તો એટલા તજજ્ઞો અને વિવિધ વિષયો નાં માસ્ટરો સ્થાન પામ્યા છે, કોઈ વક્તા છે, કોઈ અભ્યાસી છે, કોઈ ચિંતક છે, તો કોઈવીદ્વાન ગુણવાન છે, કોઈ વર્તમાનપત્રો નાં કોલમ રાઈટર છે, તો કોઈ વિવેચકો છે, કોઈ વાર્તાકાર છે તો કોઈ કવિજન છે, આમાંની સામે લોકશાહી જેવા ગંભીર વિષય ઉપર કઈક કહેવું એ જરા ક્ષોભ પમાડે એવું છે, તમે કહેશો કે તો પછી કોણ ડાહ્યા થવાનું કહે છે..! ચુપચાપ મરી રહો ને…! કોણ આમંત્રણ આપવા આવ્યું છે…!
પણ આ મંચ સાર્વજનિક છે, કોઈ ધ્યાન આપે કે ન આપે, આપણા વિચારો વ્યક્ત કરવા મા શું જાય છે..!આ તો જાહેર શેરી ની વચ્ચે લટકાવેલું બ્લેકબોર્ડ છે, જેણે જે લીટા કરવા હોય તે કરી શકે છે, સુજ્ઞ જનો તો આવા બકવાસ સામે જોવાના પણ નથી એટલે આપણે આપણા મન મા આવે એવું આ બોર્ડ ઉપર લીટા તાણી શકીએ છીએ, અને ભૂલે ચૂકે કોઈ મહાનુભાવ નાં વાંચવા મા આ લખાણ આવે, તો તેમના પુણ્યપ્રકોપ મા થી પણ કઈક શીખવા તો મળશે..!એટલે આપણે આપણી રીતે હાલવા દઈએ…ભૂલચૂક હશે તો મોટા મન વાળા આ પ્રલાપ ને ક્ષમા આપી દેશે.
એક બીજી સ્પષ્ટતા પણ કરી લેવી ઉચિત સમજુ છું.અહી મેં જે આલેખ્યું છે, એમાં મારું અંગત કોઈ ચિંતન નથી , કે કોઈ મહાન વિચારધારા નથી,મેં તો છુટું છવાયું વાંચ્યું, સાંભળ્યું કે જોયું હોય એમાં થી તારવેલું અહી મુક્યું છે,
લોકશાહી કોઈ આજકાલ નો શબ્દ નથી, સત્તા અને શાશન ઉપર કબજો મેળવવા નાં અગાઉ જે અનેક પ્રયત્નો થયા છે, તેનોજ નીચોડ આ લોકશાહી શાશન વ્યવસ્થા મા રહેલો છે, અને અન્ય અનેક પ્રકારો કરતા વધુ માનવીય છે, શાશન વ્યવસ્થા માં બધાજ ને કાઈ પણ કહેવા નો એક સમાન અધિકાર હોય એ જરૂર ઈચ્છવા જોગ વ્યવસ્થા છે, રાજા શાહી, સરમુખત્યાર શાહી, લશ્કરી શાશન,બળ અને સત્તા નાં ઉપયોગ થી , કેટલીક વાર જોરજુલમ થી શાશન ચલાવતા હોય છે, એમાં લોકો નો કોઈ અવાજ નથી હોતો, લોકો એ તો જે કાઈ હુકમ થાય એનો અમલ ચુપચાપ કરવા નો હોય છે, અને વિરોધ કરવા વાળાને સખત નશ્યત સહન કરવા ની હોય છે, અલબત. જો શાશક પાવરફુલ હોય, પ્રજાવત્સલ હોય તો આ પ્રથા મા વહીવટ બહુજ સરળતા થી ચાલે છે, રાજા, કે સરમુખત્યાર ને કોઈ ના મત લેવા નાં નથી હોતા,, તેથી તે કોઈની શેહશરમ રાખ્યા વિના વહીવટ કરી શકે છે, સારો રાજા, કે સારો સરમુખત્યાર જો પ્રજાના હિત મા વિચાર કરી ને વહીવટ ચલાવે તો સામાન્ય પ્રજા ને માટે તો સારુજ હોય છે, પણ જો તેનું મન બગડે કે તેના સ્થાને કોઈ બીજો આવે તો તે કેમ વર્તશે તે સમજી શકાતું નથી. અકબર અને ઔરંગજેબ વચ્ચે નો તફાવત આપણે સમજી શકીએ છીએ, રાજા કે સરમુખત્યાર ગમે તેટલો સારો હોય, પણ તેમના શાશન મા સામાન્ય પ્રજા નો આત્મા દબાયેલો જ રહે છે, ગમે તેટલા સુખ શાંતિ હોવા છતાં પ્રજાના મન મા ઊંડે ઊંડે એવો ખટકો તો રહે જ છે કે આ જે સુખ મળી રહ્યું છે એ રાજા કે સરમુખત્યાર નું આપેલું છે, એના ઉપર આપણો સાર્વભોમ અધિકાર નથી, એક ભલો રાજા કે સરમુખત્યાર આ બધું એની દયાદ્રષ્ટિ થી આપે છે, એ દ્રષ્ટિ ગમે ત્યારે બદલાઈ પણ શકે છે,
જયારે લોકશાહી વ્યવસ્થા મા પ્રજા નો અવાજ સંમતિ અને વિરોધ કરવા નો અધિકાર લોકો ને મળે છે, લોકશાહી પ્રકાર ણી શાશન વ્યવસ્થા બહુજ પ્રાચીન છે, પણ એ યુગ માં આ વ્યવસ્થા એક નગર પુરતી મર્યાદિત હતી,પ્રાચીન ગ્રીક નગર રાજ્યો માં કે બુદ્ધ યુગ માં ભારત માં ઘણે સ્થળે નગર રાજ્યો હતા, ગ્રીસ ના એથેન્સ, સ્પારટા જેવા નગર રાજ્યો કે પ્રાચીન ભારત નાં વૈશાલી, કુશીનારા નું મલ્લ ગણતંત્ર, કપિલવસ્તુ નું શાકય ગણતંત્ર, જેવા નગર રાજ્યો મશહૂર હતા, એ પધ્ધતિ મા સીધું જ મતદાન કરવા મા આવતું, પ્રતિનિધિ સરકાર ન હતી. દરેક પ્રજાજન પોતાના પ્રશ્નો ની રજૂઆત, સીધાજ સભાવચ્ચે જઈ ને કરતા, એ માટે તેમનું મુખ્ય હથિયાર તેમની વક્તૃત્વ કળા હતી. શેક્સપીઅર નું નાટક જુલિયસ સીઝર માં “એન્ટોની ની સ્પીચ “ જેણે વાંચી હશે તે જાણતા હશે કે વકતૃત્વ શક્તિ કેવી અદભૂત રીતે આખા લોકજુવાળ ની દિશા બદલી શકે છે, સીધું મતદાન એ નગરરાજ્યો ની ખાસિયત હતી.
આજ ની આપણી લોકશાહી ઇન્ડાયરેક્ટ પધ્ધતિ ની છે, કારણ આટલા મોટા દેશ ની અગણિત સંખ્યા એક સ્થળે એકત્ર થઇ શકે નહિ, આ માટે પક્ષીય રાજનીતિ અને ઇનડાયરેકટ મતદાન ની પધ્ધતિ અપનાવવી પડે છે, લોકસભા મા દેશ નાં વિસ્તાર મુજબ બેઠકો નક્કી કરવા મા આવે છે, એ બધીજ બેઠકો ઉપર એક થી વધુ રાજકીયપક્ષો ના પ્રતિનિધિઓ ઉમેદવારી કરતા હોય છે, દેશના વિવિધ વિસ્તારો મા રહેતી પ્રજા પોતાના વિસ્તાર માટે પ્રતિનિધિ ને ચુન્ટે છે, મત જુદા જુદા પ્રતિનિધિઓ વચ્ચે વહેંચાતા હોય છે, એટલે એ વિસ્તાર ના ધારો કે પાંચ ઉમેદવારો ને મળેલા મત માંથી જેણે વધુ મત મળ્યા હોય એ એ વિસ્તાર ને ફાળવવા મા આવેલ બેઠક નો પ્રતિનિધિ ગણાશે, પરંતુ આ જીત તેની અંગત નહિ પણ તેના રાજકીય પક્ષ ની ગણાશે, આ જ રીતે જે રાજકીય પક્ષ નાં ઉમેદવારો વધુ સંખ્યા મા જીત્યા હોય, તે પક્ષની સરકાર બને.
આ પદ્ધતિ ને આપણે ત્યાં લોકશાહી ગણવા મા આવે છે, આ પ્રતિનિધિ સરકાર ગણાય, અને જીતનાર પક્ષ ને કુલ મતો નાં ૧૦૦ ટકા મત મળતા નથી, સાદી બહુમતી નેજ જીતવા માટે નું ધોરણ સમજવાનું હોય છે, એક વિસ્તાર માં ૧૦૦ મત હોય તે પૈકી એ વિસ્તાર માં ઉભા રહેલ પાંચ ઉમેદવારો વચ્ચે તેમના મત વહેંચાય છે અને એ પાંચ પૈકી કોઈ એક ને સૌથી વધુ મત મળે એ વિજેતા બન્યો કહેવાય માત્ર એક મત વધુ હોય તો પણ એ ચુનટે લો ગણવો પડે
એટલે આ પદ્ધતિ મા જે જનાધાર મળે એ છેતરામણો હોય છે,તેથી આખી સરકાર ખરેખર તો લઘુમતી સરકાર જ બને છે, અને સાચું લોક્પ્રતીનીધીત્વ તેમાં હોતું નથી. મત વહેંચાઇ જતા હોવા થી જે સરકાર ચૂંટાય છે તેને ૧૦૦ માંથી ૧૦૦ મત મળતા નથી,કોઈ ને ૨૫, કોઈ ને ૩૫ કોઈ ને ૨૦,તો કોઈ ને ૨૦ મત વહેંચાઇ જતા હોય છે, એટલે કુલ ૩૫ મત મેળવનાર જ સરકાર રચે છે,
સાચું કહીએ તો આ સાચો લોકમત ન કહેવાય, કારણ સરકાર ને બહુ માટી મળી ન કહેવાય તેમની તરફેણ માં ૩૫ મત હોય પણ સામે વિરોધીઓ ના કુલ મત ૬૫ હોય છે, તેઓ અસંગઠિત હોવાથીજ ૩૫ મત મેળવનાર સરકાર બની શકે છે, એટલે કે ૩૫ સામે ૬૫ વિરોધી હોવા છતાં સરકાર ૩૫ મત ઉપર બને છે, જે લઘુમતીજ કહેવાય.
જો એવો વિચાર કોઈ ને આવે, કે આટલા મોટા દેશ નો લોકશાહી વહીવટ ડાયરેક્ટ પધ્ડતી થી કરવો અશક્ય છે ,અને એને બદલે જે ચાલે છે તેને લોકશાહી કહેવી એ જાત ને છેતરવા જેવું છે,
પક્ષીય પ્રતિનિધિ ની સરકાર લોકો ને વફાદાર નથી હોતી પણ પક્ષ ની નીતિ ને વફાદાર હોય છે, પટેલ આંદોલન , કે દલિત આંદોલન વિષે કોઈ પ્રતિનિધિ અંગત રીતે ભલે ગમે તે માનતો હોય,પણ પક્ષ ની નીતિ થી વિરુદ્ધ મા તે કશું બોલી શકતો નથી, આને જો લોકશાહી કહેવાતી હોય તો ભલે કહીએ..!પણ એમાં લોકો ના કામ થતા નથી, કરી શકતા નથી, પક્ષ જે નક્કી કરે તેજ થઇ શકે છે, તેથી કોઈ સરકાર વચનો પાળી શકતી નથી.
આજ ની આપણી લોક્શાહી મા મતદાન કરાવવા માટે આગ્રહ કરવો પડે છે, કારણ લોકો ને રસ્પડે એવા કાર્યો બહું ઓછા થતા હોય છે, જયારે નગર રાજ્યો ની લોકશાહી મા નાગરીકો ને જે કહેવું હોય છે તે સીધું કહી શકાતું નથી મતદાન પણ સભામાં જ થઇ જાય છે, અને લોકો ને લાગે ચછે કે આપણો અભિપ્રાય રાજ્ય શાશન મા ગણતરી મા લેવાય છે, આપણી હાલ ની લોકશાહી મા લોકો ને એટલા માટેજ રસ નથી પડતો કે લોકો નું ધાર્યું કશું થતું નથી, અને સરકાર જે કામગીરી કરે છે તેના વિરોધીઓ ૧૦૦ માંથી ૬૫ લોકો હોય છે.
આપણી લોકશાહી મા એક જાત નો માનસિક સંતોષ રહેતો હશે કે આપણે સ્વતંત્ર થયા. હવે આપણા દેશ માં આપનું શાશન છે, પણ હકીકત મા શાશન કોઈ એક સાદીબહુમતી ધરાવતા પક્ષ નુજ હોય છે, આને ખરેખર તો સાચી લોકશાહી નહિ પણ લોકશાહી ની પેરોડી કહી શકાય, કારણ આ પદ્ધતિ માં જે શાશન ચાલે છે તેમાં સરકાર પક્ષા નજ વિચારો નું પાલન થતું હોય છે, લોકો ને પુછવા મા નથી આવતું. અને લોક હિત અને પક્ષા નું હિત જો ટકરાય, તો પક્ષ ના હિત નેજ મહત્વ નું ગણવા મા આવે છે, કારણ ૧૦૦ માંથી ૬૫ માણસો નું સમર્થન પક્ષ નીતિ ને નથી હોતું.
એટલે એમ કહી શકાય કે નાના રાજ્યો કે નાના દેશો મા ડાયરેક્ટ લોકશાહી ચાલતી હતી એજ ખરી લોકશાહી કહી શકાય, જે આજના મોટા જાયન્ટ રાજ્યો મા ચાલી ન શકે, એટલે આજે જે ચાલે છે તેજ ચાલવા દેવું જોઈએ, એ વિના બીજો માર્ગ નથી. પછી ભલે તેમાં છાશવારે અંદોલનો, માગણીઓ, અનામતો,અને ભાંગફોડ ચાલતી રહે, જો લોકશાહી જ હોય, અને લોકો ને પૂછવામાં આવતું હોય તો ચૂંટાયેલી સરકાર સામે આટલું આક્રોશ શા માટે ઉભો થાય છે..?જ્યાં તરફેણ કરતા વિરોધી મતો નું પ્રમાણ વધુ રહેતું હોય ત્યાં શાંતિ અને એખલાસ આશા કેવી રીતે રાખી શકાય..?
તેમ છાતા એટલું આશ્વાસન લઇ શકાય કે આપના ઉપર કોઈ વિદેશી સરકાર સીધીરીતે શાશન ચલાવતી નથી. બાકી તો આંતર રાષ્ટ્રીય રાજકારણ મા આપના ઉપર અદ્રશ્ય શાશન કોનું હશે એ જાણવું શક્ય નથી

Posted ઓગસ્ટ 6, 2016 by sureshmsheth67 in Uncategorized