Archive for જુલાઇ 2016

એક કન્ફયુઝન   Leave a comment

એક કન્ફયુઝન ..!
ઘણા વિદ્વાનો ને પૂછ્યું , પણ કોઈ સ્પષ્ટ જવાબ નથી આપી શકતું. આપણ ને વર્ષો થી એવું શીખવવા મા આવે છે, કે ઈશ્વર સર્વ શક્તિ માન છે, તેની ઈચ્છા વિના પાંદડું પણ હલતું નથી, તે બધુજ કરવા સમર્થ છે, અને તેના નિયમો થી પર કશુજ નથી.ઓકે , કબુલ છે, આ દુનિયા મા જે કાઈ છે, એ બધું ઈશ્વર ને આધીન છે, એ પણ કબુલ , કે દરેક ને તેના કર્મ પ્રમાણે ફળ મળે છે, કોઈ સુખી છે તો એના સંચિત કર્મ નાં કારણે છે, કોઈ દુખી છે તો તે પણ તેના કર્મો અનુસાર જ છે, એવું પણ કહેવાય છે કે બધું અહી ને અહી જ ભોગવવા નું છે,
પરંતુ આપણે એવું પણ જોઈએ છીએ કે કોઈ લોક દ્રષ્ટિ એ દુષ્કર્મી જીવન ભાર સુખ મા મહાલતો હોય છે, તો બીજો સત્કર્મી હોવા છતાં દુખથી દબયેલોજ રહે છે, આનો જવાબ એવો આપવા મા આવે છે , માત્ર આજન્મ નાં કર્મોજ ભોગવવા પડે છી એવું નથી પાછલા ભાવ નાં કર્મો પણ ભોગવવા પડે છે,હવે આની સામે આપણે શું કરવા નું..?એક બાજુ કહો છો કે બધું અહી નું અહીજ ભોગવવા નું છે, તો પાછલા ભાવ નું બાકી કેમ રહી ગયુજે આ જન્મ મા ભોગવી રહ્યા છે..?ઈશ્વર નાં નિયમો મા પણ અપવાદ..?
બીજી વાત કરિયે , આપણ ને યુગો થી એવું ભણાવવા મા આવે છે કે નિર્બળ ઉપર દયા રાખવી, ગરીબો વંચિતો ને મદદ કરાવી,ગરીબો ને દાન કરવું , કોઈ ની સારવાર કરવી,કોઈનું દેવું ભરી આપવું, કોઈ જરૂરતમંદ ને નાણાકીય સહાય કરાવી, કોઈ ગરીબ વિદ્યાર્થી ને ભણાવવો, કોઈ ભૂખ્યા ને જમાડવો એ આપણી ફરજ છે, આ એક બીજું કન્ફયુઝન થયું…!જો ઈશ્વરજ સર્વ શક્તિમાન છે, તેમનું કર્યુજ થાય છે, તો આ ગરીબો, વંચિતો, જરૂરતમંદો પણ તેમનુજ સર્જન છે એમ માનવું પડે, કર્મ નાં નિયમ અનુસાર ઇશ્વરેજ તેમના કર્મ મુજબ તેમને શિક્ષા કે વરદાન આપ્યા છે, તો પછી તેમને મદદ કરી ને આપણે ઈશ્વર ણી વ્યવસ્થામાં ખલેલ શા માટે પહોંચાડવી..?કોઈ ગરીબ લાચાર આજાર છે તો એ તેના કર્મો નું ફળ ભોગવી રહ્યો છે, આપણે ભગવાન ની રચના મા વિઘ્ન શા માટે નાખવું જોઈએ..?ઈશ્વરે જેને શિક્ષા કરી હોય,એને મદદ કરી ને વ્યવસ્થા મા દાખલ શા માટે કરવી..? આપણી દુનિયા માજ કોઈ ને સરકારે ફાંસી ણી શિક્ષા કરી હોય,તો તેને બચાવવા જઈએ છી એ ખરા..?તો ભગવાન નાં કાર્યો મા પણ દાખલ કેમ કરાવી જોઈએ..?આપણે શું ઈશ્વર થી પણ વધુ સમર્થ છીએ..?કે એના કરેલા કામ મા દખલ કરીએ..?
અલબત્ત, સત્કાર્યો હંમેશા આવકાર્ય છે, કોઈ ને મદદ કરાવી એમાં કોઈ ધર્મ ના નથી કહેતો, એ કબુલ, પણ જો બધું ઈશ્વર જ કરતો હોય તો આપણે તેની વિરુદ્ધ સત્કર્મ પણ શા માટે કરવા..?તે સર્વ શક્તિમાન છે, તે કેમ ગરીબો , વંચિતો ને મદદ નથી કરતો..?તે જો તેમને એવાજ લાચાર રાખવા માગતો હોય, તો આપણે પામર મનુષ્યો એ તેમાં દાખલ શા માટે કરવી..?
આનો જવાબ પણ મળે છે, કે ઈશ્વર જાતે કોઈ ને મદદ કરવા નથી આવતો, એટલે તે આપણ ને પ્રેરણા કરી ને બીજા ને મદદ કરવા મોકલે છે, હવે, આ ત્રીજું કન્ફયુઝન થયું…!ઈશ્વર જો આપના દ્વારા કોઈ ને સહાય કરવા માગતો હોય, તે જાતેજ કેમ તેને ગરીબ લાચાર રહેવા દે છે, જો કોઈ ને સહાય કરાવી એ સત્કાર્ય ગણાતું હોય, તો એ સત્કાર્ય ઈશ્વર જાતેજ કેમ નથી કરતો..?જો એ કોઈ કામ આપણી મારફત કરાવવા માગતો હોય, તો આપણે કોઈ ની હત્યા કરીએ, કે ચોરી, લૂંટ કરીએ, સરકાર ને ટેક્ષ ન ભરીયે એ બધું પણ ઈશ્વરજ કરાવે છે..?ધર્માચાર્યો, ગુરુજનો, ઉપદેશકો ને આ કન્ફયુઝન દૂર કરવા મા સહાય કરવા વિનંતી છે, જો કર્મો નું ફળ ભોગવવું અનિવાર્ય હોય, તો તે ફળ ભોગવી રહેલા ને સહાય કરી ને ઈશ્વર ણી સામે બળવો કરવો યોગ્ય છે..?આપણે જોઈએ કે પોલીસ કોઈ છેડતી કરનાર ને ફટકારતી હોય તોઆપણે એનું દુખ દૂર કરવા જઈએ છીએ..?તેના કર્મ નું ફળ એ ભાગાવતો હોય એમાં આપણે દખલ કરીએ તો પોલીસ આપણ ને પણ પકડી જાય કે નહિ..?તો ભગવાન પણ કોઈ ને શિક્ષા આપતો હોય તો એમાં દાખલ કરાવી એ યોગ્ય છે..?
એક બાજુ સત્કર્મો સદા આવકાર્ય છે, તો બીજી તરફ ઈશ્વરે આપેલી શિક્ષા ની સામે બળવો પણ કહેવાય. એક બાજુએ સરકાર કોઈ ને મારી મારી ને ધોઈ નાખે , અને પછી આપણ ને કહે કે આને સહાય કરવા થી તમને પૂણ્ય મળશે, તો આપણા મન મા પ્રશ્ન ઉઠાવાનોજ છે કે તો પછી એને એટલો માર્યો શા માટે..?એવુજ ઈશ્વર ને પણ કહી શકીએ, કે આપ સર્વશક્તિમાન છો. આપેજ આ માણસ ને ગરીબ બનાવ્યો છે તો હવે એને મદદ કરવા નું અમને શા માટે કહો છો..?આપ જાતેજ મદદ કરી શકો છો, કારણ આપજ બધું કરવા સમર્થ છો…!
ઉપદેશો અને તત્વજ્ઞાન આ વિરોધાભાસ નો જવાબ નથી આપતા, કર્મફળ નો સિધ્ધાંત પણ ચાલુ છે, અને અસહાય ને સહાય કરવાનું સત્કાર્ય પણ ચાલુ છે, આજે આપણે જેમને મોટા પાપીઓ ગણીએ છીએ, તે બધાજ સુખ માં મહાલતા હોય છે, અને આપણે જેને સત્કાર્ય કહીએ છી એ તેના કરનારા જીવનભર દુખી જ રહેતા હોય છે, પૂર્વજન્મ ની વાતો તો એક ખોટો બચાવ જ છે, જે કોઈ જોઈ શકતું નથી. યાત્રાળુઓ , વૃધ્ધો, બાળકો, પૂર મા તણાઈ જાય, બસ આખી ખીણ મા પડી જાય, રોડ અકસ્માત મા લોકો મારી જાય, ટ્રેઈન દુર્ઘટના, આગ, હુલ્લડ મા અનેક લોકો મરતા હોય એને પૂર્વજન્મ ના કર્મો નું ફળ ગણવું હોય તો રાહતકાર્યો નો કોઈ અર્થ નથી, જો કર્મફળ જ મહત્વ નું હોય તો દયા, કરુણા અને સદભાવ નિરર્થક છે.
છતાં કોઈ એવું નહિ કહે કે દયા , સહાયતા, નિર્બળ નું રક્ષણ , રાહતકાર્યો ,દાન, ભુખ્યા ને અન્ન, જરૂરતમંદો ને વસ્ત્રદાન, ધાબળા ઓઢાડવા નું કાર્ય , સદાવ્રત, જેવા કામો ન કરવા, તેમ છતાં સર્વશક્તિમાન ઈશ્વર કેમ અનેક લોકો ને ભૂખ્યા રાખે છે, ઠંડી મા થર્થરતા રાખે છે.., તેમના માથા ઉપર છત કેમ નથી..?તેઓ ભીખ કેમ માંગે છે..?તેમને પહેરવા સારા વસ્ત્રો કેમ નથી..?તેમને હોટલો નો એઠવાડ કેમ ચુન્થવો પડે છે..? જો આ એમના સંચિત કર્મો નું ફળ છે, તો તેમને સહાય કરવા મા ઈશ્વર નાં ગુના મા નહિ આવીએ..?
તત્વજ્ઞાન જેટલું ઊંડું, ફિલોસોફી જેટલી ઉંચી એટલુજ કન્ફયુઝન વધુ રહે છે, જો ગરીબો ને ધિક્કારવા હોય તો ધનિકો ણી પૂજા કરવી જોઈએ, કારણ ગરીબો પૂર્વ જન્મ નાં પાપીઓ છે, જયારે ધનિકો પૂર્વજન્મ નાં ધર્માત્માઓ છે….!
આ પ્રશ્નો મારા મન મા ઘણા સમય થી ઘુમરાયા કરે છે, હું જાણું છું કે આનો કોઈ ગળે ઉતરે એવો ખુલાશો નથી, અને મારે કોઈ પાસે જવાબ જોઈતો પણ નથી. મેં તો મારા મનમાં આવતા વિચારો મિત્રો સમક્ષ રજુ કર્યા, આશા છે કે કોઈ વિદ્વાનો , ફેસબુક નાં ઋષિજનો ,મારા આ બાલીશ પ્રશ્નો ઉપર મુછ મા હસી લેશો ,અને આપના ક્રોધાગની ના પુણ્યપ્રકોપ થી મને પ્રજ્વલિત ન કરશો.
આ તો પ્રશ્નો છે, આવાજ પ્રશ્નો શ્રી કૃષ્ણે, બુદ્ધ મહાવીરે ઈસુએ, મોહમદે પણ ઉઠાવ્યા હશે, અને એમાથીજ નવી નવી ફીલોસોફીઓ નું પ્રાગટ્ય થયું હશે.અલબત, મારી તુલના હું એમની સાથે કરવા ની ધ્રુષ્ટતા નથી કરતો,કરી શકું પણ નહિ.
પણ એટલું જરૂર કહેવા ની રજા લઉં છું, કે કોઈ પણ ધર્મ કે ફિલોસોફી ઈશ્વરે બનાવ્યા નથી, જો ઇશ્વરેજ બનાવ્યા હોત તો એટલા ભેદભાવો ન હોત, એટલે સત્કર્મ, દુષ્કર્મ, પાપ, પૂણ્ય,બધુજ મનુષ્ય ની કલ્પના છે, એમ ગણો તો ખુદ ઈશ્વર પણ કલ્પના જ હશે તો..?

Advertisements

Posted જુલાઇ 31, 2016 by sureshmsheth67 in Uncategorized