Archive for મે 2016

એ યુગ   Leave a comment

એ  યુગ  .

૧. મે   ,૧૯૬૦ ,એ દિવસ બરાબર  યાદ   છે, મારી ઉમર એ વખતે લગભગ ૧૭ વર્ષ ની આસપાસ હતી, ગુજરાત નું અલગ રાજ્ય આપવા  માટે આંદોલન  ચાલતું હતું , પણ એ અંદોલન માં મુંબઈ કોને મળે એ મેઈન  પ્રશ્ન હતો.મહારાશ્ત્રીઓ વધુ જોર માં હતા, “મુંબઈ સહીત સંયુક્ત મહારાષ્ટ્ર  ઝાલા  ચ પાહિજે “એ એમનું મુખ્ય સૂત્ર હતું. એ વખત ના મુંબઈ રાજ્ય નાં મુખ્ય મંત્રી શ્રી મોરારજી દેસાઈ મુંબઈ રાજ્ય નું વિભાજન કરવા ના સખત વિરોધી  હતા.ઇન્દુલાલ યાગ્નિક ની આગીવાની નીચે મહાગુજરાત ની ચળવળ ચાલતી હતી, એદબાવવા  માટે સરકાર પણ મક્કમ હતી , અને ગોલી બાર પણ થયા હતા, એ વખત ના મુંબઈ રાજ્ય ના એક ગુજરાતી મંત્રી શ્રી ઠાકોરભાઈ દેસાઈનું એક વિધાન બહુજ ટીકા ને પાત્ર બન્યું હતું કે  “બંદુક ની ગોળી ઉપર કોઈ નું નામ નથી લખ્યું હોતું.”શહીદી વહોરનાર યુવાનો માટે વપરાયેલું આ વિધાન  બહુજ ક્રૂર  ગણાયું હતું.,હું એ વખતે આ બધું પોલીટીક્સ સમજતો ન હતો. મારી કોઈ  સ્પષ્ટ રાજકીય વિચારસરણી ન હતી, પણ આ બધુ સાક્ષીભાવે જોવા મા આવતું હતું.

૧, મે ૧૯૬૦   નાં એ દિવસે સવાર ના સમયે હું પ્રાંતિજ   થી જોરાવર નગર જઈ રહ્યો હતો. એ વખતે એસટી બસો નો બહુ વિકાસ ન હતો. , રોડ રસ્તા પણ ન હતા એટલે પ્રાંતિજ થી એપી રેલ્વે ની ટ્રેઈન પકડાવી પડતી, અમદાવાદ  ઉતરી ને વેરાવળ મહેસાણા ની બીજી ટ્રેન પકડાવી પડતી, તેમાં સુરેન્દ્રનગર સ્ટેશન આવતું, ત્યાં ઉતારી ને ચાલતા જોરાવરનગર  જવાનું રહેતું.

અમદાવાદ સ્ટેશન ઉપર પગ મુકતાજ છાપા નાં ફેરિયાઓ ની બુમો થી સ્ટેશન ગાજી ઉઠ્યું હતું. મોટા અક્ષરે  અલગ ગુજરાત ની  સ્થાપના ની જાહેરાત કરી ને  છાપા વેચાતા હતા, લોકોઉત્સુક પણે છાપા ખરીદતા હતા, એક છાપા ને બેબે ત્રણ ત્રણ જણ  વળગી ને તેનું પોસ્ટ મોર્ટામ  કરી રહ્યા હતા.ચારે તરફ ઉત્તેજના હતી. એ સમયે મોબાઈલ ફોન, કે ટ્રાન્ઝીસ્તર  રેડિયો પણ ન હતા, એટલે માહિતી નું પ્રસારણ છાપા થીજ થતું.ગુજરાત હવે એક અલગ રાજ્ય બનતું હતું. લોકો કહેતા કે ગુજરાત ની બધી સમૃદ્ધિ મહારાષ્ટ્ર મા ખેંચાઈ જતી હવે બંધ થશે.પણ એ બધું એ ઉમરે સમજવું મુશ્કેલ હતું.

આમ જોઈએ તો ગુજરાત જે હાલત માં અપન ને મળ્યું એ બહુજ કંગાળ હતું. રોડ  રસ્તાઓ ન હતા, સિંચાઈ, પાણી,નો અભાવ હતો. વરસાદ આધારિત ખેતી કરાતી હતી, અને દર બે વર્ષે ખરાબ વર્ષ આવીજ જતું. અલબત્ત, મોંઘવારી આટલી ન હતી, ચીન અને પાકિસ્તાન સાથે નાં યુધ્ધો હજી થવાના બાકી હતા એટલે લોકો ઓછીઆવક અને ઓછા ખર્ચ થી મોજ થી જીવતા હતા. બહુ ફરિયાદો ન હતી, ભૂપત બહારવટીયા ની વાતો સંભલાતી હતી, તેલ ના ડબ્બા ૪૦/૫૦ રૂપિયા મા મળતા, કેરોસીન ના ચાવી છાપ ડબ્બા છૂટ થી મળતા, સાત રૂપિયે મણ  બાજરો  મળતો,દુધ પાણી જેવું, પણ સસ્તું હતું. કેરી ની રસ્વાલી દેશી જાત એક રૂપિયા ની ચાર શેર  મળતી,શાક ચાર કે આઠ આના નું અર્ધોશેર મળતું, સ્કૂલો ની ફી મહીને  ત્રણ કે ચાર રૂપિયા હતી,શુદ્ધ ઘી મા ભેળસેળકરી ને ભરવાડણો વેચવા આવતી, તે રકજક કરી ને ખરીદવા મા આવતું .વનસ્પતિ ઘી        નું ચલન  શરુ થયું હતું, પણ એ ચોરીછૂપી થી લાવવા મા આવતું, કારણ “તમે ડાલડા   ખાવ  છો..?” એ પ્રશ્ન થી બધા બહુજ શરમ અનુભવતા,કોઈ પણ વનસ્પતિ ઘી ને “ડાલડા “ કહેવા માં આવતું.સસ્તું હતું એટલે લોકો કોઈ ન જાણે  એમ લઇ આવતા. અને શુદ્ધ કહેવાતા ઘી મા ભેળવી ને ખાતા હતા.

સોંઘવારી હતી, પણ સામે આવક પણ ઓછી હતી, ૧૦૦  રૂપિયા નો પગાર ઉત્તમ ગણાતો. એમાયે સરકારી કે મિલ ની નોકરી હોય તો તે ખુબ સુખી ગણાતા. શિક્ષકો ને ત્યારેપણ પંતુજી કહેતા, ટ્યુશન રાખનાર વિદ્યાર્થી  નું માન  રહેતું નહિ, એટલે કોચિંગ ક્લાસ નો તો પ્રશ્ન જ ન હતો.ગાઈડ નો પણ બહુ પ્રચાર ન હતો. રેડિયો પણ ઘરે ઘરે ન હતો.બિનાકા ગીતમાલા સંભાળવા  બજાર મા ચાલતી હોટલો ના બાંકડે બેસવું પડતું, અને જો હોટલ માલિક નો મૂડ  ન હોય તો બિનાકા અર્ધી મુકવી પડતી, ટીવી નો તો પ્રશ્ન જ ન હતો.મનોરંજન માટે બહુ વિકલ્પ ન હોવાથી કવચિત ફિલ્મો જવા જવાતું, સાડાચાર આના મા પીટક્લાસ મેં બેસતા. અને મો જ થી ફિલ્મ જોતા. રાત્રે નવ વાગ્યે તો ગામ મા સોપો પડી જતો ફિલ્મ જોઈ ને પાછા આવતી વખતે રસ્તા મા ભોગાવો નાગી આવતી, તેમાં ભૂત ની ઘણી વાતો સંભળાતી, , એ બધી વાતો યાદ આવતી અને પગ ઝડપ થી ઉપડતા.

અન્ય મનોરંજન માં લાયબ્રેરી નાં પુસ્તકો હતા, એ સિવાય ટેનીસ બોલ થી ક્રિકેટ રમાતું હતું. ગામ  મા કોંગ્રેસ સેવાદળ ચાલતું, તેની હરીફાઈ મા અર.એસ.એસ ની શાખા પણ ચાલતી, તેમાં કબડી , જેવી રમતો રમાતી હતી, બાકી તો રખડપટ્ટી, વાંચન, અને જાતજાત ની ગોસીપમા  સમય પસાર થઈ  જતો.

એસટી  બસો અને રોડ હજી સારી રીતે ચાલતા ન હતા, એટલે બહાર ગામ જવું હોય તો રેલ્વે  નો ઉપયોગ થતો.મીટરગેજ રેલ્વે જ ચાલતી હતી, જોરાવર નગર થી મોસાળ નાં ગામ વિંછીયા જવું હોય તો સવારે ભાવનગર મેલ પકડતા, બોટાદ ઉતારી ને બીજી ટ્રેન પકડતા , અને છેક સાંજે વિંછીયા પહોંચતા, પણ એ સમયે ટ્રેનો આજની જેમ ભરચક  ન હતી, રીઝર્વેશન માં તો કોઈ સમાજતુજ  નહિ,વિંછીયા સ્ટેશન ની બહાર લેવા આવેલ બળદ ગાડું પ્રતિક્ષા કરતુજ હોય, એમાં ગોદડા બિછાવેલા હોય , એમજ સામાન સાથે બેસવાનું અને માર્ગ નાં ખાડા ટેકરા નાં હસેલા ખાતા ઘરે પહોંચતા, પણ એનો એક આનદ હતો.

સરકાર ના માહિતી ખાતા તરફ થી નાની પુસ્તિકાઓ પ્રગટ કરવા મા આવતે, એ લાયબ્રેરી મા વાંચવા મળતી, ભવિષ્ય માં સરકાર કેવા લોકોપયોગી કામો કરવા ની છે તેની રૂપરેખાઓ જોવા મળતી, તેમાં  એક યોજના એવી પણ હતી, ભારત ના દરેક ગામ ની બાજુ મા એક વન ઉગાડવા મા આવશે,જેથી લૂકો ની બળતણ ની સમશ્યા હાલ કરી શકાશે. આ વાંચ્યા પછી મેં ઘણા વર્ષો સુધી રાહ જોઈ હતી જે અમારા ગામ નું વન ક્યારે બનશે..!અને ક્યારે એમાં રમવા જઈ શકાશે.!પણ આજે તો વ્રુક્ષો કપાઈ  રહ્યા છે,તો વન  જો થયુહોત તો તેની શી દશા થઈ  હોત..!પછી ખબર પડી કે આ તો બધા સપના  છે . એ કદી  સાચા પડવા નાં નથી.

આપણ ને જે ગુજરાત મળ્યું હતું એમાં થી આપણે એક સમૃદ્ધ ગુજરાત બનાવ્યું  છે એમાં કોઈ  શક નથી,રોડ, રસ્તા, પુલો. મકાનો, હાઈવે, ત્રન્સ્પોર્ત સેવાઓ, ગટર, પાણી જેવા ઘણા સારા કામો કર્યા છે, પણ હજી ઘણું કરવા નું બાકી છે, હજી નર્મદા યોજના અધુરી છે, તેની કેનાલો બની નથી, પાણી વેડફાઈ જાય છે, અને લોકો ને પાણી મળતું નથી. હવે ના લોકો માં નિષ્ઠા નથી રહી, કોઈ પણ પ્રોજેક્ટ શરુ થાય એમાં સૌ પ્રથમ કેટલા પૈસા ક્યા થી ખાવા મળશે એનો વિચાર પહેલા થાય  છે.નેતાઓ પણ પ્રામાણિક નથી રહ્યા, ક્યા એ જીવરાજ મહેતા, ઢેબરભાઈ, રસિકલાલ પરીખ,બલવંત મહેતા, મોરારજી દેસાઈ, અને ક્યા આજ નાં નેતાઓ   !એમને નેતાજ ન કહેવાય, માત્ર રાજકારણી જ કહેવાય ,

આજે ગુજરાત ડે નાં સૌ ને અભિનંદન .

Advertisements

Posted મે 1, 2016 by sureshmsheth67 in Uncategorized