Archive for ડિસેમ્બર 2011

મારા વિશે કંઈક…   Leave a comment

મારા વિશે કંઈક….

ગુજરાતિ સહિત્ય ના ક્ષેત્રમાં મને જેમના ઉપર ખુબ આદર છે તે છે. શ્રી કનૈયા લાલ મુનશિ, શ્રી ધુમકેતુ, શ્રી રમણલાલ દેસાઇ,શ્રી ચુનિલાલ મડિયા,શ્રી ગુણવંતરાય આચાર્ય,શ્રી પન્નાલલ પટેલ,શ્રી રઘુવિર ચૌધરી, શ્રી અશ્વિનિ ભટ્ટ,તથા શ્રી હરકિશન મહેતા છે.
લખવાનો શોખ મને આ મહાનુભાવો નુ સાહિત્ય વાંચ્વાથીજ થયો, મારા વતન ની હવામાંજ કાંઈક એવુ હતુ કે મને ચૌદપંદર વર્ષથીજ લખવા ની આદત પડી હતી, બીજી સવારે પરિક્ષા હોય અને હું મનના તરંગો કાગળ ઉપર ઉતારતો હૌઉં..! મારો ઝુકાવ ઐતિહાસિક વાર્તાઓ ઉપર વધુ છે, ઇતિહાસ ને ઉજ્વળ બનાવી ગયેલા એ મહાન નાયકો નુ મને બચપણથીજ આકર્ષણરહ્યુ છે,આજ સુધી મેં બે નવલ કથાઓ લખી છે, અલબત્ત, કોઈ પ્રકાશકે તે છાપવાની તૈયારી બતાવી નથી, પણ તેમનો દોષ નથી, નવા અને અજાણ્યા માણસ પાછળ કોણ નાણા બગાડે…! આખરે તેમને પણ ઘર ચલાવવાનુ હોય ને..!

વધુ ફરી ક્યારેક.

Advertisements

Posted ડિસેમ્બર 25, 2011 by sureshmsheth67 in Uncategorized

સદભાવના/દુર્ભાવના.   Leave a comment

                                            સદભાવના/દુર્ભાવના.

 

 

        

            ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રી એ સદભાવના ઉપવાસ નો નવો ચિલો પાડ્યો છે, આ ઉપવાસ પાછળ શો હેતુ રહેલો છે તે સ્પષ્ટ થતુ નથી, જો સમાજમાં સદભાવના પ્રેરવા માટે જો આ ઉપવાસ કરવામાં આવતા હોય તો  આ પ્રકારના ખર્ચાળ અને  અને ભારોભાર નાટકિય ઉપવાસ થી લોકોમાં સદભાવના ઉત્પન્ન થશે એમ માનવુ મુશ્કેલ છે., અને આ સદભાવના કોની વચ્ચે ઉભી કરવાનુ આયોજન છે  તે પણ સમજી શકાતુ નથી.મુખ્યમંત્રી જેવી વ્યક્તિએ રાજ્યમાં ઘણા કામો કરવાના હોય ત્યારે આ પ્રકારે ઉપવાસ નુ નાટક કરવાથી તેમના હોદ્દાની ગરિમા ને હાનિ પહોંચી રહી છે એ સત્ય તેઓ કેમ સમજતા નથી. અને આ ઉપવાસ પણ કેવા હાસ્યાષ્પદ છે…! સવારે નવથી દશ વાગ્યે ઉપવાસ પર બેસવા મંત્રીશ્રી આવતા હશે તે સમયે પુરેપુરા ત્રુપ્ત થઈ નેજ આવતા હશે, સાંજે પાંચ સાડાપાંચ વાગ્યે ઉપવાસ પુરા થઈ જતા હશે તે પછી ફરીથી ભોજન લઈ સંત્રુપ્ત થઈ જતા હશે એમ હું માનુ છું તો પછી ઉપવાસ નુ ખરુ કષ્ટ તો ભોગવવાનુ રહેજ નહી ને…!જો ઉપવાસ જ કરવા હોય તો જૈનો ના ઉપવાસ નુ અનુકરણ કરી ને ચોવીસ કલાક એકજ સ્થળે બેસી ને  માત્ર ઉકાળેલા પાણી સિવાય કાંઈ પણ લેવાનુ ન હોય, તે રીત ના ઉપવાસ કરતા હોય તો તે સાચા ઉપવાસ કહેવાય.

 

   સદભાવના ઉપવાસ પાછળ લાખો રુપિયા નો ખર્ચ થતો હોય છે, પોલીસ બન્દોબસ્ત, મંચ, સુશોભન, બેનરો અને વ્યવસ્થામાં રોકાયેલા લોકોના અસંખ્ય કામના કલાકો નો ભોગ પાછળ લોકોના નાણા નો કેટલો બગાડ થતો હોય છે. અને છેવટે આ ઉપવાસ થી કેટલાક કોંટ્રાક્ટરો સિવાય કોનુ ભલુ થતુ હશે તે પણ સમજવા જેવુ છે.

 

   તો સામી બાજુએ વિરોધિ દળ સદભાવના ઉપવાસ ના વિરોધમાં ઉપવાસ કરી ને શું સાબિત કરવા માગે છે..એ પણ સમજવુ કઠીન છે. તેમના ઉપવાસ પણ સદભાવના ઉપવાસ જેટલાજ બીન ઉપયોગી છે. ઉપવાસના વિરોધમાં ઉપવાસ..? જો ખરો વિરોધ કરવો હોય તો સદભાવના ઉપવાસના સ્થળ ની સામેજ વંચિત જનો માટે ભોજનસમારમ્ભ રાખવો જોઈએ. ….!

 

    તાજેતરમાં રાજકોટ મુકામે મુખ્યમંત્રીશ્રી ના ઉપવાસ કાર્યક્રમ ના સ્થળે શરમજનક ભવાડો થઈ ગયો. ભાજપ ના કાર્યકરો એ રીવાજ અનુસાર સ્થળે સ્થળે જે મોટા બેનરો બાન્ધ્યા હતા તેનાથી સ્વ. રાજિવગાન્ધી ના પુતળા ઢંકાઈ જતા હોવાથી કોંગ્રેસી કાર્યકરો એ તે બેનરો હટાવી લીધા, , તેનાથી ઉશ્કેરાઈ ને ભાજપના ભુતપુર્વ મેયરશ્રી એ  કોંગ્રેસી નેતા  ઉપર હુમલો કરી ને તેમને ગડદાપાટુ નો માર મારી રિવોલ્વર પણ દેખાડી અને અશ્લિલ ભાષામાં ગાળાગાળી પણ કરી. કોંગ્રેસી નેતાઓ એ પોલીસ કમિશ્નરની કચેરી માં ધરણા કરી માર મારનાર ભાજપી નેતા ની ધડપકડ કરવા સત્યાગ્રહ આદર્યો. આમાં કોની સદભાવના દેખાઈ, અને કોની પ્રતિષ્ઠા વધી..? આ પ્રકારનુ જંગલરાજ ચલાવવાનુ હોય તો આ બધુ નાટક વહેલી તકે બન્ધ થવુ જોઈએ. . આવા નિરર્થક ઉપવાસો અને પ્રતિ ઉપવાસો થી કોઈ નુ ભલુ થવાનુ નથી,ઉલ્ટુ તેનાથી વૈમનસ્ય વધતુ જાય છે, અને પબ્લિક મની નુ બેશરમ રીતે ધોવાણ થતુ જાય છે. આવા નિરર્થક ખર્ચા બન્ધ કરી ને લોકોને બે વખત ખાવા મળે તેનુ આયોજન થવુ જોઈએ. .

 

     આપણે ત્યાં વિવિધ પુતળાઓ પણ લોકમાનસ પર રાજ્ય કરી રહ્યા છે, આજે ગાન્ધીજી ના પુતળાને તો કાલે આંબેડકર ના પુતળાને તો કોઈવાર સરદાર નાપુતળાને તો કોઈવાર રાજિવ નાપુતળા ને જરા સરખી છેડછાડ થઈ કે હુલ્લડો ફાટી નીકળે છે. ખરેખર તો કોઈ પણ નેતા ના પુતળા શામાટે મુકાવા જોઈએ…? સમ્રાટ અશોક, અકબર કે ઔરંગઝેબ આખા સામ્રાજ્યના માલિકો હોવા છતા તેમણે તેમનુ એક પણ પુતળુ મુકાવ્યુ નથી, . નેતાઓ ની યાદગીરી રાખવી હોય તો  શહેરના રસ્તા કે મકાનો ના નામ તેમના જેવા રાખી શકાય, પણ પુતળા તો નિરર્થક વિવાદ ઉભા કરનાર ખર્ચાળ વસ્તુઓ છે. આ રીવાજ બન્ધજ થવો જોઈએ.એવુજ બેનરો નુ છે, મુખ્યમંત્રી ના બેનરો થી તેમની પ્રતિષ્ઠા વધતી નથીપણ એક પ્રકારે અપ પ્રચાર થતો હોય છે.

 

     રાજકોટમાં જે શરમજનક પ્રસંગ બન્યો તેનાથી બન્ને પક્ષ ને લાંછન લાગ્યુ છે, તેથી સદભાવના ના બદલે દુર્ભાવના પ્રસરતી જાય છે . આ ઉપવાસ ના નાટ્કો સત્વરે બન્ધ થવા જોઈએ અને લોકો ને તેના દ્વારા થતો માનસિક ત્રાસ દુર થવો જોઈએ.. રાજકોટ નો બનાવ પરસ્પર વધતી જતી દુર્ભાવના નો પુરાવો છે, જો મુખ્યમંત્રી સમજે તો આ બધુ વહેલી તકે બન્ધ કરે એવી લોકોની માન્યતા પ્રવર્તતી જાય છે

Posted ડિસેમ્બર 24, 2011 by sureshmsheth67 in Uncategorized

Tagged with , , ,

ભગવદ ગિતા ઉપર પ્રતિબન્ધ.   Leave a comment

                                           ભગવદ ગિતા ઉપર પ્રતિબન્ધ.

 

 

        રશિયાના સાઇબીરીયા પ્રાંતની અદાલતમાં હિન્દુધર્મના વિખ્યાત ધર્મપુસ્તક ભગવદ ગિતા ઉપર પ્રતિબન્ધ મુકવાની અરજી કરવામાં આવી છે. કારણ એ દર્શાવવામાં આવ્યુ છે કે તેમાં હિંસા નો ઉપદેશ આપવામાં આવ્યો છે અને યુધ્ધ નુ સમર્થન કરવામાં આવ્યુ છે. . ગિતા નો ઉપદેશ આજે પાંચ હજાર વર્ષથી લોકો સાંભળી રહ્યા છે, ગિતા નો ઉપદેશ એક ફિલોસોફી છે, ગિતા ના પઠન પછી ક્યાંયે યુધ્ધ ફાટી નીકળ્યા હોય એવુ બન્યુ નથી, હકિકતમાં તો તેમાં યુધ્ધ નો નહી પણ પોતાના આત્મસન્માન માટે લડત આપવાનો ઉપદેશ છે, જે કોઈ પણ પ્રજા માટે અપનાવવાજેવી વાત છે,  ખરેખર તો ગિતા એ કોઈ સ્વતંત્ર ઉપદેશ પુસ્તક નથી પણ મહાભારત મહાકાવ્ય નો એક હિસ્સો છે , જેમાં સગા સંબન્ધીઓ ને સામાપક્ષે લડવા તૈયાર થયેલા જોઈ ને વિષાદમાં ગરકાવ થઈ ગયેલા અર્જુન ને નિષ્કામ ભાવે યુધ્ધમાં જોડાવા નો ઉપદેશ શ્રી ક્રુષ્ણ દ્વારા કરવામાં આવ્યો છે,  

 

          ગિતા નો ઉપદેશ યુધ્ધખોરી ને ઉત્તેજ્ન આપવા માટે નહી પણ પોતાના અધિકાર માટે લડત આપવાનો છે, અધિકાર અને સ્વાભિમાન માટે લડવુ એ કોઈ પણ પ્રજાનો ધર્મ છે, ભગવદ ગિતા આપણા અનેક ધર્મપુસ્તકો પૈકી એકમાત્ર ધર્મપુસ્તક છે ,એ આપણને લડતા શિખવે છે, ત્યાગ, તપ, ક્ષમા ,બન્ધુત્વ,શરીર નુ દમન, સુખો નો ત્યાગ,જાણીબુઝી ને કષ્ટ ઉઠાવવાના મિથ્યા ઉપદેશ ના બદલે આ એકજ ધર્મપુસ્તક છે જે આપણ ને લડતા શિખવે છે,ન્યાય માટે સામે ગમેતેવા સગા હોય તો પણ તેમની સામે લડવુ જોઈએ એમ આ ઉપદેશ શીખવે છે. હારી ને બેસી રહેવુ અને ભાઇ ભત્રીજાઓ સામે મસ્તક ઝુકાવી દઈ અન્યાય સહન કરવો એ કોઈ ધર્મ નથી, ત્યાગ અને ક્ષમા કેટલા ભ્રામક છે તે આ ઉપદેશ થી સમજી શકાય છે.

 

     આજ કારણ સર, ગિતાનો સાર સમજ્યા વીના તેને હિંસા ને ઉત્તેજન આપનાર ગ્રંથ ગણનાર ના અજ્ઞાન ને શું કહેવુ..! અહિંસા ના ઉપદેશકો એવા જૈન અને બૌધ્ધ ધર્મે પણ ગિતા ઉપર પ્રતિબન્ધની વાત નથી કરી, કારણ ગિતા નુ હાર્દ સમજનાર બધા જાણે છે કે તે યુધ્ધ નો નહી પણ અધિકાર માટે સામનો કરવાનુ કહે છે, અકારણ કોઈ લાલસા ને વશ થઈ ને નહી.અગાઉ કહ્યુ તેમ ગિતા એ મહાભારત મહાકાવ્ય નો એક હિસ્સો છે, આવુજ મહાકાવ્ય ગ્રીકો નુ ઇલિયડ છે જે માં પ્રાચિન ગ્રીસ મા ખેલાઈ ગયેલા મહાયુધ્ધની કથા કહેવામાં આવી છે, હેલન જેવી એક પરિણિત સ્ત્રિ નુ અપહરણ કરનાર રાજકુમાર પેરીસ ને શિક્ષા કરવા માટે સમગ્ર ગ્રીસના રાજાઓ એકત્રીત થઈ ને એક ભિષણ યુધ્ધ લડે છે જેમાં દગા, પ્રપંચ હિંસા, જીતેલી સ્ત્રિઓ ને દાસી બનાવવાની વાત આવે છે, આ યુધ્ધ એક સ્ત્રિ માટે થયેલુ હતુ, તેની સામે મહાભારત નુ યુધ્ધ અધિકારની પ્રાપ્તિ માટે, ધર્મપુર્વક થયુ હતુ, જો ઇલિયડ સામે પ્રતિબન્ધ ન હોય તો ગિતા ઉપર કેવી રીતે મુકી શકાય..?

 

     ખરેખર તો જગત ભરમાં હિન્દુઓ અને હિન્દુ સંસ્ક્રુતિ ઉપર આ એક જાતનુ આક્રમણ છે, યુગો થી માર ખાતી આવેલી હિન્દુ પ્રજા આજે વિકાસના માર્ગે આગળ વધી રહી છે તે જોવા કોઈ તૈયાર નથી,કુસમ્પ ના કારને ખુદ હિન્દુઓજ હિન્દુઓ ના વિરોધિ થઈ બેઠા છે અને પાછા પોતાની જાત ને બિનપક્ષપાતિમાં ખપાવવા લાગ્યા છે. હિન્દુઓ તો કચડાયેલા, દબાયેલા જ હોવા જોઈએ, એવો અભિપ્રાય ખ્રીસ્તી અને મુસ્લિમ દેશો માં પ્રવર્તી રહ્યો છે તેનોજ આ એક પુરાવો છે. અને તેનો સજ્જડ વિરોધ થવો જોઈએ. ભારત ના ધર્મગ્રંથ ગિતા અને ચાણક્ય નુ અર્થશાશ્ત્ર એ બે એવા પુસ્તકો છે જે આજના યુગમાં પણ અપનાવવાજેવા છે. ધર્મ, અહિંસા, ત્યાગ, ક્ષમા, તપ, ઉદારતા,નિસ્પ્રુહતા, આત્મા, પરલોક , અકર્મ્ણ્યતા, સ્વર્ગ નર્ક, શરીરનુ દમનખાવાપીવા ઉપર પ્રતિબન્ધ જેવા ભ્રામક ઉપદેશો થીજ આપણી શુરવીર પ્રજા નિર્માલ્ય બની ગઈ છે અને મુંગે મોંયે સહન કરતી થઈ ગઈ છે, આ પ્રજા લડવાનુ ભુલી ગઈ છે તેથીજ બીજાઓ તેના પર શાશન કરી રહ્યા છે, આજે પણ અમેરિકા, ચિન, પાકીસ્તાન અને બાંગલાદેશ જેવા દેશો આપણને લપડાક મારી રહેલ હોવા છતા આપણે સમર્થ હોવા છતા નતમસ્તક થઈ રહ્યા છીએ તેની પાછળ ગિતા ના ઉપદેશ ને વિસરાવનાર સ્થાપિત હિતો જ રહેલા છે. , આખા વિશ્વમાં હિન્દુઓ લઘુમતિમાં છે, અને યુગો થી લુંટાતા રહ્યા છે, એ સમયે જો ગિતા ને હિંસા અને યુધ્ધનો ઉપદેશ કરનાર ગ્રંથ ગણી લેવામાં આવે તો એ હિન્દુઓ ના સ્વમાન ઉપર કુઠારાઘાત ગણાવો જોઈએ. આજે આપણામાં જ કેટલાક એવા પામરો છે જે આપણોજ દોષ જોતા થઈ ગયા છે , આપણુ બધુ ખોટુ અને વિદેશથી આવે તે બધુ સાચુ એવી અન્ધશ્રધ્ધા માં રચનારા આપણાજ બન્ધુઓ છે જેને હિન્દુ હોવાનુ અભિમાન નથી, આવા સ્યુડોસેકયુલારિસ્ટો પોતાને હિન્દુ કહેવરાવતા પણ શરમાય છે, આવા લોકો જ હિન્દુ સમાજ ના શત્રુઓ છે, આપણો આખો ઇતિહાસ દગાખોરી અને ગદ્દારીથી ભરપુર છે અને આજે પણ એ જ ગદ્દારી બિનસામ્પ્રદાયિકતા ના નામે અસ્તિત્વ ધરાવે છે,જેના થી સત્વરે મૂક્ત થવુ જોઈએ. અને ગિતા ના ઉપદેશ ને અપનાવી ગિતા પર દોષારોપણ કરનાર તત્વો ની સખત નસિયત થવીજોઈએ

Posted ડિસેમ્બર 21, 2011 by sureshmsheth67 in Uncategorized

“આરક્ષણ ‘   Leave a comment

                                         આરક્ષણ.

 

 

           ગઈ કાલે ટીવી ઉપર  આરક્ષણ નામની ફિલ્મ જોઈ. ફિલ્મની શરુઆત પછાતવર્ગ ને કરવામાં આવતા અન્યાય, તેમને તુચ્છ અને અછુત ગણવાની સવર્ણો ની રીતરસમ, અને ઉચ્ચશિક્ષણ માં પ્રવેશ માટે તેમને આપવામાં આવતી છુટછાટ અને આજ સુધી તેમનુ કરવામાં આવેલા શોષણ ઉપર આધારિત હતી.

 

  ફિલ્મની વાર્તામાં બન્ને પક્ષ ની દલિલો ને યોગ્યસંતુલન આપવામાં આવ્યુ છે. પછાતવર્ગ ને માટે અનામત ક્વોટા રાખવાથી બિનપછાત યુવાનો જરામાટે પ્રવેશથી વંચિત થઈ જાય તે સામે નો આક્રોશ દર્શાવવામાં આવ્યો છે. તેમની દલિલ એ છે કે મેરીટ લઈ ને આવો , મહેનત થી ન ડરો, સારા માર્ક લાવોતો તમારી સામે કોઈ ફરિયાદ ન હોઈ શકે, પણ અનામત ના નામે ઓછા માર્ક હોવા છતા અમારાથી આગળ થઈ જાઓ તે કેમ સહન થઈ શકે..! નોકરીમાં પણ પછાતવર્ગનો કર્મચારી તેના સિનિયર કરતા આગળ વધી જાય એ પણ માત્ર અનામતના ધોરણ ના આધારે તે સવર્ણો ઉપર અન્યાય જેવુ છે. વીગેરે.

 

    તો પછાત વર્ગ ની દલિલ એવી છે કે અમને પ્રથમ સમાન પ્લેટફોર્મ તો આપો, અમે કેટલી અગવડો વચ્ચે ભણી રહ્યા છીએ, યુગો થી સવર્ણોએ અમારુ શોષણ કર્યુ છે એમાંથી બહાર આવવાનો મોકો તો અમને આપો, પછી અમે બતાવી આપીયે કે અમારામાં પણ તમારા જેટલીજ શક્તિઓ છે કે નહી.અમે મેરીટ પણ લાવીશુ, પણ એક વાર તમે તમારા એરકંડીશન રુમોમાંથી બહાર આવી, અમારી જુંપડપટ્ટીમાં આવો, એક ઘડો પાણી ભરવા જાહેર નળ ની ભીડમાં આવી જુઓ મોટરગાડીઓ છોડી ને પગપાળા કોલેજ આવો પછી મેરીટ લાવી બતાવો,  સ્પર્ધા કરવી હોય તો એકસમાન વાતાવરણ પણ બધાને મળવુ જોઈએ.જે અમને યુગો થી મળ્યુ નથી એટલેજ અમને અનામત ની જરુર પડે છે.

 

         બન્ને ની દલિલોમાં તથ્ય છે, પછાત વર્ગના લોકો એ ઘણા વર્ષોથી અન્યાય, તિરસ્કાર, ગુલામી, અલગતા, અને આભદછેટનો સામનો કર્યો છે, સામનો તો નહી પણ સહનજ વધુ કર્યુ છે એમાં કોઈ શક નથી,આજે આપણામાંથી સાંઈઠકે પાંસઠ વર્ષ વટાવી ગયેલા લોકો એ નજરે જોયુ છે કે પછાત વર્ગના આ લોકો એ માથાઉપર મેલુ ઉપાડી ને , રસ્તા અને સંડાસ સાફ કરી ને, ગટરો માં ઉતરી ને સફાઈ કરી ને આપણી જે અમૂલ્ય સેવા કરી છે, તેનો જોટો જગતભરમાં જડે તેમ નથી, હજી આજે પણ શહેરો ની ઉંડી ગટરો ના જીવલેણ ગેસ નો ભય હોવા છતા આ લોકોજસાફસુફી કરી ને  આપણા આરોગ્ય  ટકાવી રાખે છે. જેનો ઉપકાર માનવાના બદલે આપણે તેમને અછુત, અને હલકા ગણીયે છીએ, પણ એ વિચારતા નથી કે આ ગંદી ગણાતી કામગીરી તેઓ ન કરતા હોત તો આપણી શી દશા હોત..! આ પણ એક મેરીટ છે, જો એંજીનિયર કે ડોક્ટર થવામાં ખાસ પ્રકારના મેરીટ ની જરુર હોય તો આ સફાઈ કામગીરી માં પણ બીજા પ્રકારના મેરીટ અને સ્કિલ ની જરુર પડે છે એ તો સ્વિકારવુજ રહ્યુ.જો આ કામગીરી ની સ્પર્ધા રાખવામાં આવે તો આપણે પણ અનામત માગતા થઈ જઈએ. . પછાત વર્ગના બાળકો તદ્દન ઓછી સુવિધા વચ્ચે , અનેક મુશ્કેલી વચ્ચે પણ ભણે છે, તો ઉચ્ચ અભ્યાસમાં તેમને થોડા ઓછા માર્ક આવે તો આપણે થોડી ઉદારતા બતાવીયે તે સહ્ય બનવુ જોઈએ,

 

         પણ્ આ રીત ની અનામત ક્યાં સુધી આપ્યા કરવુ એ પણ એક પ્રશ્ન છે, આઝાદી પછી પછાત વર્ગ અને મંડલકમીશન હેઠળકે બક્ષીપંચ નીચે છ દાયકાઓ થી આપણે આપણા પછાત ભાઇઓ માટે ભોગ આપતા રહ્યા છીએ,પચાશ કે સાંઇઠ ટકા માર્ક લાવનાર ને ઉચ્ચ અભ્યાસ માં પ્રવેશ આપતા રહ્યા છીએ, અને તે માટે સીત્તેર એંશી ટકા લાવનાર સવર્ણ ગણાતા વિધ્યાર્થિ ને પ્રવેશ મળતો નથી અને તેની આખી કારકીર્દી નો ભોગ લેવાઈ રહ્યો છે. અને આ પછાતવર્ગની અનામત નો લાભ મોટાભાગે તેમના સાધનસંપન્ન  અને આર્થિક રીતે સક્ષમ લોકો નેજ મલતો હોય છે, , તેઓ તેમના વર્ગ ના ઉત્કર્ષ માટે કશુ કરતા નથી, પણ તેમના માટે રાખેલ અનામત નો લાભ લઈ વધુ ને વધુ આગળ વધી જતા હોય છે, અને ખરી જરુરિયાત વાળા પછાત યુવાનો બાકાતજ રહી જતા હોય છે. આ આગળવધી ગયેલા આરક્ષિત લોકો પણ પોતાનાજ વર્ગના દલિત અને ગરીબ લોકો ને તિરસ્ક્રુતજ ગણતા હોય છે.

 

   મારી ઓફીસમાં પછાતવર્ગમાંથી ભણીને સારી જગ્યા ઉપર કામ કરતા કેટલાક લોકો હતા જેઓ તેમના વર્ગ ને થયેલ અન્યાય સામે સદા ગુસ્સામાં રહેતા, પણ તેઓ પણ ઓફીસના સફાઈ કામદારો સાથે અછુત જેવો વ્યવ્હાર કરતા મેં જોયા છે, તેમના માટે કેંટીનમાં અલગ ચાનો કપ  રખાતો પણ મેં જોયો છે, ભણી ને સારી જગ્યાએ પહોંચેલા આ પછાત વર્ગના અધિકારીઓ તેમનાજ વર્ગના પછાત રહી ગયેલા લોકો સાથે આભડછેટ રાખવામાં અન્યાય સમજતા નથી.

 

    એટલે વર્ગભેદ તો આપણા સંસ્કારમાં વણાઈ ગયો છે તેને દુર કરવામાં વખત તો જવાનોજ, આજે પછાત વર્ગના લોકો નો પહેલા જેવો તિરસ્કાર થતો નથી,  ઘરની ગટર સાફ કરવા માટે તેમનો માનભેર સંપર્ક કરવામાં આવે છે અને તેઓ માગે તેટલા પૈસા આપ્યા વીના છુતકો થતો નથી, કારણ આ કામ માં તેમની નિપુણતા છે અને તેનો લાભ ઉઠાવવા માં તેમને કોઈ રોકી શકે તેમ નથી.હવે એ જમાનો ગયો કે તેમને મારી ને , ત્રાસ વર્તાવી ને મફતમાં કામ કરાવી શકાય. . આમ સમાજમાં સુધારા થતાજ રહે છે, સવર્ણોએ પોતાના ઘણા દુરાગ્રહો છોડ્યા છે તો પછાત વર્ગ પણ તેમના આગ્રહો માં થોડી છુટ છાટો  મુકી, તેમના વર્ગના તેજસ્વિ વિધ્યાર્થિઓ ને વિશેષ સગવડ આપી આગળ લઈ જવા

 પ્રતય્નશિલ રહે તેમ થવુ જોઈએ, આજે છ દાયકા થી અનામત નો લાભ મળવા છતા  બહુ થોડા યુવાનો મેરીટ ઉપર  આગળ વધ્યા છે, અને જેઓ આગળ વધ્યા છે તેઓ એ પાછળ ફરી ને પોતાના દલિત શોષિત વર્ગના  પાછળ રહી ગયેલા  લોકો ને કશી મદદ કરતા નથી, . સરકારી આશ્રય મલતો રહે તે તેઓ છોડવા માગતા નથી, અને સમ્રુધ્ધ થવા છતા અનામત નો આગ્રહ રાખી ને નોકરી માં આગળ રહેવાનુ છોડતા નથી.

 

          હવે અનામત પ્રથા  ઉપર પુનર્વિચારણા કરવાનો સમય આવી ગયો છે, તેજસ્વિ વિધ્યાર્થિઓ તો કોઈપણ કોમના હોય, ઝળકવાનાજ છે, સવર્ણોમાં પણ ગરીબી, નિરક્ષરતા, શોશણ થતુ હોય તેવી કામગીરી , અને ઓછા માર્ક થી પાસ થનારા વિધ્યાર્થિઓ નુ પ્રમાણ ઘણુ મોટુ હોય છે, ઠોઠ  વિધ્યાર્થિઓ નુ માનસિક સ્તર પછાત કે બીનપછાત બન્ને વર્ગમાં સમાનજ હોય છે, એટલે પછાત કહેવાતા કોઈ યુવાન માત્ર દશ બાર માર્ક ના કારણે પ્રવેશથી વંચિત રહી જતો હોય તો તેને અનામત નો લાભ આપી શકાય પણ વધુ તફાવત ને મંજુર કરી ન શકાય. એવુ પણ બને છે કે પછાત વર્ગ નો વિધ્યાર્થિ સવર્ણના ભોગે પ્રવેશ મેળવી લે અને બીજા વર્ષે અભ્યાસ છોડી દે, તેથી પોતે ભણે નહી અને સવર્ણ ને ભણવા દે નહી. એવુ પણ બની શકે.

 

      આ વર્ગે ઘણુ વેઠ્યુ છે એમાં કોઈ શક નથી,પણ તે સામે તેમને આઝાદ ભારતમાં ઘણા લાભો પણ આપવામાં આવ્યા છે, તેમની સ્થિતિ માં પણ ઘણો સુધારો થયો છે, હવે તેમને કોઈ અછુત ગણતુ નથી,સારી લાઈફ સ્ટાઇલ  બનાવતા તેમને કોઈ હવે રોકતુ નથી, ગરીબી અને અન્ધશ્રધ્ધા તથા આર્થિક દુર્બળતા તો સવર્ણ કહેવાતા વર્ગમાં પણ જોવા મલેજ છે, હવે આ પછાત ગણાતા લોકો દેશના સામાન્ય વર્ગ થી જરાપણ જુદા દેખાતા નથી, પછી ક્યાં સુધી પછાત અને અનામત ગણાઈ ને લાભ લીધા કરવાનો..!તેમને પછાત કે હરિજન કહી ને આપણેજ આપણાથી અલગ ઓળખ આપી છે, આની તેમને શરમ  અવશ્ય છે , પણ તેનો સરકારી લાભ લેવામાં કોઈ હરકત નથી. તેમને હરિજન  કે પછાત કહેવરાવવાની શરમ આવે છે પણ પોતાની કોમ નુ ગૌરવ અનુભવવાનુ પસંદ નથી, અને મળતા લાભો છોડવા ગમતા નથી, જેમ એક બ્રાહ્મણ, વણિક, પટેલ કે રાજપુત ને પોતાની કોમ નો ગર્વ હોય છે તેવો ગર્વ આ પછાત કહેવાતા વર્ગ ને પણ હોવુ જોઈએ, જો તેઓ પોતેજ પોતાની કોમ થી શરમાતા હોય, પોતાને હિન વર્ગના ગણતા હોય તો બીજાઓ તેમને કેવી રીતે માન આપે…!

 

     સવર્ણો માં પણ અલગ અલગ કોમ માટે તિરસ્કાર સુચક શબ્દો જોવા મળતા જ હોય છે. ઉદાહરણ તરીકે બ્રાહ્મણ ને લોટ મગો, વાણિયા ને બીકણ અને વ્યાજખોર, પટેલ ને ગબલો, સુથાર ને છોડિયો, કુમ્ભાર ને ટપલો, દરજી ને ટેભો,રાજપુત ને અફીણી, જેવા શબ્દો થી નવાજવામાં આવે છે , તેમ છતા તે લોકો પોતાની કોમ ના ઉલ્લેખથી શરમ અનુભવતા નથી,તેજ રીતે પછાત વર્ગે પણ કોમ નુ ગૌરવ અનુભવવુ જોઈએ. . અનામત નો લાભ લેવા થી તેઓ જાતેજ પોતાની અલગ ઓળખ ઉભી કરે છે, અને જાતેજ સમાજથી દુર જઈ ને બેસે છે. બાકી ગટર સાફ કરવાની તેમની એક્ષ્પર્ટાઇઝ કોઈ એંજિનિયર થી ઓછી નથી હોતી. . તેનો તેમને ગર્વ હોવો જોઈએ.

 

         આરક્ષણ ફિલ્મ નો આ વિષય છે, પણ પછી થી તો એ સામાન્ય વિલન આધારિત થઈ જાય છે, તેમાં કોચીંગક્લાસીસ ના દુષણ ઉપર પણ યોગ્ય પ્રકાશ ફેંકવામાં આવે છે.

 

     અંતમાં ખાસ જણાવવાનુ આ વિષય ઘણો સંવેદનશિલ છે, આ પ્રકારે લખવાથી ઘણા ઉશ્કેરાઈ જતા હોય છે, અને ઘણા ની લાગણી દુભાતી હોય છે, આ વિષય પર લખતા ડર પણ લાગે છે, પણ વિચારો ની અભિવ્યક્તિ અહીંજ કરવાની તક મલતી હોઈ સંવેદનશિલ વાચકો ની ક્ષ્મા માગી ને સમાપન કરુ છું.

Posted ડિસેમ્બર 19, 2011 by sureshmsheth67 in Uncategorized

Tagged with , , , ,

ગણતંત્ર લોકશાહી.   Leave a comment

                                           ગણતંત્ર .લોકશાહી.

 

 

               ગણતંત્ર એટલે કે લોકશાહી શબ્દ આપણા દેશ  માટે નવો નથી, જગતભરમાં પ્રાચિન ગીસ  ના નગર રાજ્યો સિવાય ગણતંત્રો માત્ર ભારતમાંજ સ્થાન ધરાવતા હતા, ગૌતમ બુધ્ધ નુ શાક્ય ગણ તંત્ર, મહાવીરનુ વૈશાલિ ગણ તંત્ર, મલ્લ ગણ તંત્ર,જેવા નગરની હદમાં ચલતા ગણતંત્રોપ્રાચિન સમયથી ભારતમાં ચાલતા હતા… પણ એ ગણતંત્રો આજના આપણા ગણ તંત્ર જેવા ન હતા, મૂળભૂત રીતે એ ગણરાજ્યો અને આપણા વિશાળ ગણ તંત્રમાં તાત્વિક રીતે કોઈ ફરક નથી.બન્ને માં લોકો, પિપલ મહત્વના સ્થાને છે, શાશન વ્યવસ્થા લોકો ની,, લોકો  દ્વારા, અને લોકો માટે  હતી, એ મૂળભૂત સિધ્ધાંત બન્ને માં સરખોજ છે. નાના નગર ગણ તંત્રો માં ગણસભા મહત્વ ની હતી, જેમાં બધાજ નગરજનો હાજર રહી ને નિર્ણય માં પોતાનો પ્રત્યક્ષ મત આપતા, જ્યારે આજની લોકશાહી વ્યવસ્થામાં પ્રજાના પ્રતિનિધિઓ પોતાના વિસ્તારના લોકો વતી મત આપે છે, જેને સંસદ કહેવામાં આવે છે.. વિશાળ દેશની વસ્તી અને વિસ્તાર ખુબ મોટા હોવાથી પ્રત્યક્ષ મત આપવો શક્ય નથી હોતુ એટલે લોકશાહી દેશોમાં જનપ્રતિનિધિત્વ ની પ્રથા રાખવામાં આવી છે. સંસદમાં જુદા જુદા વિસ્તારો ના પ્રતિનિધિઓ ની ચુંટણી કરવામાં આવે છે, બહુમતિ થી ચુંટાયેલો પ્રતિનિધિ જે તે વિસ્તાર નો પ્રતિનિધિ બને છે અને પોતાના વિસ્તાર ના હિત નુ રક્ષણ કરે છે એવુ સિધ્ધાંત તરીકે નિયત થયુ છે.

 

        આપણી લોકશાહીમાં બધાજ નાગરિકો ને સમાન અધિકાર આપવામાં આવે છે અને નક્કી થયેલ બંધારણ ના નિયમો અનુસાર તંત્ર ચલાવવામાં આવે છે. તેમાં જ્ઞાતિ, ધર્મ, જાતિ કે લિંગભેદ ને ધ્યાનમાં લેવામાં આવતો નથી,ભણેલો કે અભણ, વિધ્વાન કે વિધ્યારહિત, ઉધ્યોગપતિ કે મજૂર, શેઠ કે નોકર, ધનવાન કે નિર્ધન, સ્ત્રિ કે પુરુષ,સૈનિક કે ખેડુત, રાય કે રંક,વચ્ચે કોઈજ ફરક માન્ય ગણવામાં આવતો નથી, સમાનતા અને એકતા એ આજની લોકશાહી નો પાયો છે,

 

     જ્યારે પ્રાચિન નગર સંસ્ક્રુતિમાં ગણ તંત્રો ની સરહદો મર્યાદિત હતી, કપિલવસ્તુ,વૈશાલિ, કુશિનારા, કે ગ્રીસના સ્પાર્ટા, એથેંસ, જેવા નગર રાજ્યો ની સરહદ એક નગર ની મર્યાદામાં જ હતી, આ નગરના મૂળ નિવાસીઓ એકજ જાતિના હતા, જેમકે શાક્યજાતિ, લિચ્છવિ જાતિ, , મલ્લજાતિ, યોધેય જાતિ વીગેરે. નગરના બધાજ નિવાસીઓ એકજ લોહી ના, એકજ જાતિના, અને એકજ વર્ગના હતા, નગરરાજ્યો કદાપિ અન્ય રાજ્યોપર આક્રમણ  કરી ને વિજય યાત્રા પસંદ કરતા નહી, કારણ ગણતંત્ર ના નિયમ અનુસાર બધાજ લોકો ને સમાન ગણવાના હોઈ જીતેલા પર રાજ્યના નાગરિકો ને પણ સમાન ગણવા પડે તેમની સાથે લગ્નવ્યવ્હાર નો પણ ઇંકાર કરીશકાય નહી જેને કારણે જાતિ ની શુધ્ધ્તા જળવાય નહી, પ્રજા વર્ણસંકર બને તેમના લોહીમાં અન્ય લોકો નુ લોહી મિશ્ર થાય,તેથી જીતેલા લોકો ને ગુલામ બનાવી શકાય પણ તેમને સમાન દરજ્જાના નાગરિક ગણી શકાય નહી. .

 

    જ્યારે આજની લોકશાહીમાં જાતિશુધ્ધતા ને સ્વિક્રુતિ આપવામાં આવી નથી, તમામ નાગરિકો ને બંધારણિય રુપે એક સમાન ગણવામાં આવે છે.બધાને સમાન મતાધિકાર, અને સમાન દરજ્જો આપવામાં આવે છે.કોઈ ને ઉચ્ચ કે નીચ ગણવાના નથી, બધાનેજ સમાન લગ્ન અધિકાર, કામ કરવાનો અધિકાર, ગમેત્યાં ફરવાનો કે મિલકત ધરાવવાનો અધિકાર માન્ય ગણવામાં આવ્યો છે,સમાજમાં ભલે વર્ગભેદ, જ્ઞાતિ ભેદ, આર્થિકભેદ, ઉચ્ચ કે નીચવર્ણનો ભેદ જોવા મળતો હોય પણ બંધારણિય રીતે આવા કોઈ ભેદ માન્ય ગણવામાં આવતો નથી. એકતા અને અખંડતા એ આધુનિક લોકશાહી ના મુખ્ય તત્વો છે. જોકે તેમ છતા આપણે  “લઘુમતિ અને બહુમતિ “ ના વર્ગભેદ તો સ્વિકાર્યાજ છે….!

 

              નગરરાજ્યો ની ગણસભા સંથાગાર કહેવાતી, સંથાગારમાં નગરના બધાજ નાગરિકોના મત લેવામાં આવતા તેથી તે લોકશાહી પ્રત્યક્ષ લોકશાહી હતી, જ્યારે આધુનિક લોકશાહીમાંલોકોના પ્રતિનિધિઓ લોકસભામાં મત આપે છે, તેઓ જે વિસ્તારના પ્રતિનિધિ તરીકે ચુંટાયા હોય છે તે વિસ્તારના બધાજ લોકો તેમના નિર્ણય સાથે સમ્મત છે કે નહી તે જોવામાં આવતુ નથી, તેથી આધુનિક લોકશાહી પરોક્ષ લોકશાહી અથવા પ્રતિનિધિશાશન કહી શકાય.

 

     આજની લોકશાહીમાંકુલમતમાથી જેને  હરીફ ઉમેદવાર થી વધુ મત મલે તેને તે વિસ્તારના લોકો નો પ્રતિનિધિ ગણી લેવામાં આવે છે, પણ હકિકતમાં જે તે વિસ્તારના અર્ધાથી વધુ મતો વિવિધ રાજકિય પક્ષો વચ્ચે વહેંચાયેલા હોય છે, તેથી બહુમતિથી ચુંટાયેલો પ્રતિનિધિ તે વિસ્તારના લોકો નો સાચો પ્રતિનિધિ ગણી શકાય નહી, ઉદાહરણ તરીકે એક વિસ્તાર માં કુલ એક લાખ મતદારો છે, તે પૈકી સાઠ હજાર લોકો મત આપવા જાય છે, તે વિસ્તારના વિવિધ રાજકિય પક્ષો ના ચાર ઉમેદવારો ચુંટણીમાં ઉભા રહ્યા છે, તે માંથી એક ઉમેદવાર નેદશહજાર, બીજાને વીશ હજાર, ત્રીજાને ચૌદ હજાર અને ચોથાનેસોળ હજાર મત મળે છે, ત્યારે વીશહજાર મત મેળવનાર તે વિસ્તાર નો પ્રતિનિધિ બની જાય છે, હકિકતમાં તેને એકલાખ ની વસ્તી ધરાવતા વિસ્તાર ના લોકો પૈકીમાત્ર વીશહજાર લોકોએજ પસંદ કર્યો છે, બાકીના  એંસી હજાર લોકોએ તેને પસંદ કર્યો નથી , તેમ છતા સાદી બહુમતિના જોરે તે ઉમેદવાર તે વિસ્તારના લોકો નો પ્રતિનિધિ કહેવાય છે, જે જરાપણ ન્યાયસંગત નથી.એવુ નથી લાગતુ..?

 

              આપણી લોકશાહીમાંરાજકિય પક્ષો પોતાના ઉમેદવારો ને ઉભા રાખે છે, તે પૈકી જે પક્ષના ઉમેદવારો  ચુંટાય છે તેમાંથી બહુમતિ પ્રતિનિધિઓ ધરાવતા પક્ષની સરકાર રચાય છે. સરકાર પોતાના પક્ષની નિતિ અનુસાર વહિવટ ચલાવે છે, અને સરકાર પક્ષના સભ્યો પક્ષની નિતિ અનુસારજ પોતાનો અભિપ્રાય દર્શાવે છે, તેમનો પોતાનો સ્વતંત્ર વિચાર આ સામુહિક નિર્ણયમાં હોતો નથી, જેતે પક્ષના ચુંટાયેલા સાંસદો પોતાના પક્ષ ની વિરુધ્ધ મત આપતા નથી, જો આપે તો તે પક્ષિય અનુશાશન નો ભંગ ગણાય.  તેના વિસ્તારના લોકો  જે ઇચ્છતા ન હોય તેવા નિર્ણય માં પણ તેણે પક્ષની નિતિ અનુસાર સમ્મત થવાનુ હોય છે. ઉપર જોયુ તેમ તે પોતાના વિસ્તાર ના માત્ર વીશ હજાર  લોકો નુજ પ્રતિનિધિત્વ  કરતો હોય છે, એમાં પણ તેના પોતાના અંગત વિચાર તે દર્શાવી શકતો નથી, તો પછી જે નિર્ણય લેવામાં આવે તે સાચો કઈ રીતે ગણી શકાય..?

 

            આપણી લોકશાહી લોકો માટે, લોકો દ્વારા  ચાલતી હોવા છતા આપણે ત્યાં વિશ્વની કોઈ પણ લોકશાહી કરતા વધુ આંદોલનો, વિરોધપ્રદર્શનો, અને સંસદ ની કામગીરી રુંધવાના બનાવો કેમ બને છે તે ઉપરોક્ત ઉદાહરણ થી સમજી શકાય છે, કારણ ચુંટાયેલો પ્રતિનિધિ સાચો પ્રતિનિધી છેજ નહી, તે માત્ર એક લાખ પૈકી માત્ર વીશ હજાર લોકો નોજ પ્રતિનિધિ છે, એટલે બાકીના એંશી હજાર તેના વિરોધમાંજ રહેવાના. આ પ્રતિનિધિઓ લોકોના નહી પોતાના રાજકિય પક્ષો ના પ્રતિનિધિ હોય છે, એટલે લોકો મોંઘવારી, ભ્રષ્ટાચાર, ખાયકી, તુમારશાહી, અને બીનકાર્યક્ષમતથી પરેશાન હોય તો પણ તેમના પેટનુ પાણી પણ હલતુ નથી, તે બધા  પોતા ના ભાડાભથ્થા વધારવામાં, સસ્તા દરની કેંટિનમાં જમવામાં, પોતાના વિસ્તાર માં ખર્ચ કરવા માટે મળતા કરોડો રુપિયા જમી જવામાં અને ભ્રષ્ટાચર દ્વારા મળેલ રુપિયા સ્વિસ બેંકોમાં જમા કરવામાંજ વ્યસ્ત રહે એમાં કોઈ આશ્ચર્ય નથી.આ સાંસદો ખરેખર લોકો નુ કોઈ કામ કરતા નથી, માત્ર પક્ષને ટેકો આપે છે, નાણા લઈ ને કામ કરે છે, લોકસભામાં પ્રશ્ન પુછવાના પણ પૈસા લે છે, અને કોઈ બે શબ્દો ઠપકા ના કહે તો તેમના વિશેષાધિકાર નો ભંગ થઈ જાય છે. કહેવાય છે કે સંસદ  કાયદો બનાવે છે અને તે સર્વોપરી છે, પણ હકિકતમાં કાયદો તો કાયદાપંચના બ્યુરોક્રેટ્સ બનાવતા હોય છે અને તે પણ બહુમતિ પક્ષની સરકાર નક્કી કરે તેજ કાયદો બનાવવામાં આવે છે.  તો આ ચુંટાયેલા સાંસદો પાછળ કરોડો રુપિયા ખર્ચવાનો અર્થ શું છે..?

 

            ચાણક્ય જેવા પ્રાચિન રાજનિતિજ્ઞો ગણતંત્ર ની વિરુધ્ધ એટલેજ હતા કે લોકશહીમાં નિર્ણય લેવામાં અસહ્ય વિલંબ થતો હોય છે, આપણે અજમલ કસાબ અને અફઝલ ગુરુ ની ફાંસી ને લગતા વિલંબનો દાખલો નજર સમક્ષ જ જોઈ શકીયે છીએ.. પર્ત્યક્ષ લોકશાહી ઉત્તમ વ્યવસ્થા છે, પરંતુ આટલા વિશાળ દેશમાં પ્રત્ય્ક્ષ લોકશાહી સ્થાપવી શક્ય નથી, મારુ અંગત માનવુ છે કે લોકશાહી નાના નગરરાજ્યોમાંજ સફળ થઈ શકે વિશાળ દેશમાં પરોક્ષ લોકશાહી સફળ થઈ શકે નહી, વિશાળ દેશમાં લોકશાહી ને સફળ બનાવવી હોય તો અમેરિકા જેવી પ્રમુખશાહી પધ્ધતિ દાખલ કરવી જોઈએ. અને રાષ્ટ્ર પ્રમુખ ને વિશાળ સતાઓ આપવી જોઈએ, જેથી તે આપણા વડાપ્રધાનો ની જેમ લાચાર ન થઈ જાય.

Posted ડિસેમ્બર 17, 2011 by sureshmsheth67 in Uncategorized

Tagged with , , ,

“ગરીબી ‘   1 comment

                                         “ ગરીબી “

 

 

           ગરીબી શબ્દ આપણા દેશમાં ઘણો પ્રાચિન છે. આપણી લોકકથાઓમાં ગરીબ બ્રાહ્મણની વાતો અનેકવાર જોવા મળે છે, ક્રુષ્ણનો મિત્ર સુદામા ગરીબ હતો, મહાગુરુ દ્રોણાચાર્ય પણ ગરીબ હતા, એટલે આપણે ગરીબી થી ટેવાયેલા છીએ, અને ગરીબી સાથે આપણો પરિચય યુગો પુરાણો છે.

  

      પણ ગરીબી શામાટે છે..? આપણે જોઈએ છીએ કે એક બાજુ ધનદોલત ની છોળો ઉડતી હોય છે, પૈસો પાણીની જેમ વહાવવામાં આવતો હોય છે, તો બીજી તરફ એકટંક ખાવાના પણ સાંસા હોય એવુ પણ જોવા મળે છે. મોટા મોટા મોલ માં, હોટલરેસ્ટોરંટમાં, બજારોમાં,  થીયેટરોમાં ,હિલસ્ટેશનોમાં, વિમાની મુસાફરીમાં જો નજર નાખીયે તો ગરીબી ક્યાંયે દેખાતી નથી, તો બીજી તરફ ઝુંપડપટ્ટીઓમાં ,ગન્દી ચાલીઓમાં, શહેરની ફુટપાથો ઉપર, લગ્નસમારંભોની બહાર ટોળે વળતા ભીખારીઓ, પરસેવો પાડી રહેલા મજુરોની વસ્તીઓમાં એકએક કોળીયા માટે કરવામાં આવતી મહેનત જોતા ગરીબી ના સહજ દર્શન થતા હોય છે, એક અબજની વસ્તીમાં ગરીબી ની બહુમતિ જોવા મળે છેધનવાનો અથવા ગરીબ ન ગણાય એવા લોકોની વસ્તી લઘુમતિમાં છે, તેમછતા સમાજ પર વર્ચસ્વ આ લઘુમતિ નુજ જોવા મળે છે..કારણ ધન ના પ્રભાવથી તેમની સત્તા, પ્રભુત્વ,, પહોંચ અનેવગ અનેકગણી હોય છે. તેથીજ પ્રત્યેક મનુષ્યનુ એક સ્વપ્ન હોયછે કે કોઈપણરીતે ગરીબીમાંથી બહાર આવી ને ધનવાન બનવુ. આ માટે સાધનશુધ્ધિ નો આગ્રહ રહેતો નથી, ધનવાનો ને બધુજ મળતુજોવામાં આવતુ હોય છે , તેમને કશાનો અભાવ હોય તેમ લાગતુ નથી તેથી ધન એકત્ર કરવુ એજ બધાનુ ધ્યેય હોય છે. પૈસા હશે તો ભગવાન ને પણ રીઝવી શકાશે, એવી માનસિકતા ચાલી રહી છે.

 

   તેમછતા બહુ થોડાના નસિબમાં પૈસાદાર થવાનુ લખાયુ હોય છે,વિકાસશિલ દેશોમાં સંસાધનો ની હમ્મેશા કમી હોય છે,અને જો તેની વહેંચણી યોગ્યરીતે ન થાય તો ગરીબો વધુ ગરીબ બનતા જાય છે અને ધનવાનો વધુ ધનવાન બનતા જાય છે.કરોડો લોકો ગરીબ હોય છે કારણ થોડા લાખ લોકો તેમના હિસ્સાના સંસાધનો બથાવી ને બેઠા હોય છે.. ધનવાનોપાસે આર્થિક સત્તા હોય છે, તેઓ આસાનીથી વધુ ને વધુ ધન કમાઈ શકે છે, અર્થતંત્ર ઉપર તેમનો  કાબુ હોય છે, રાજકિય સત્તા ઉપર પણ તેમનો પ્રભાવ હોય છે,ધનની વિપુલતા ના કારણે તેઓ બેફામ ખર્ચ કરી ને બજારો ઉપર પણ પ્રભુત્વ પ્રાપ્ત કરે છે, સમાજજીવન ઉપર ,  ધાર્મિક ક્રિયાકાંડો ઉપર,રાજકારણ ઉપર, ધારે તે  મુજબ અસર કરી શકે છે, અને બહુમતિ લોકો તેમના વૈભવ, ઠાઠ માઠ, ચમકદમક, થી અંજાઈ ને તેમના શોષણ ને હસતામુખે સાંખી લેતા હોય છે, તેમના વિપુલ ભન્ડારમાંથી એક ટુકડો મેળવીને આ બહુમતિ પ્રજા ખુશ થતી હોય છે.

 

        ગરીબોશાંતિથી ગરીબી ના દુખો સહેતા રહે તે માટે તેમના   માટે કેટલાક આધ્યાત્મિક ધારાધોરણો બનાવી કાઢવામાં આવ્યા હોય છે, જેમકે  “ભગવાન ગરીબી ની સાથે હોય છે..”  “ગરીબીમાં ગૌરવ હોય છે “ “ગરીબો સાચા અને પ્રામાણિક હોય છે “ “કર્મના ફળ સ્વરુપે  ગરીબી મળી હોય છે “ “ભગવાન ગરીબો નો બેલી હોય છે .”પુર્વજન્મમાં પાપ કર્યા હશે એટલે આ જન્મે ગરીબ થયા,” “ઇશ્વરે જે સ્થિતિ આપી તે ભોગવવામાંજ આપણો ધર્મ છે “ વીગેરે ધોરણો નો બહોળો પ્રચાર કરી ને ગરીબો ને દબાવી રાખવામાં આવે છે જેથી તેઓ પોતાની ગરીબી થી ત્રાસીને ક્રાંતિ ન કરે અને મુટ્ઠ્ઠીભર ધનવાનો ની ગુલામી મુંગેમોઢે કર્યા કરે.બાકી ગરીબો એટલા માટે ગરીબ છે કે તેમના હિસ્સાના સંસાધનો થોડા ધનવાનો કબ્જે કરીને બેઠા હોય છે. જો સાધનો ની ન્યાયી વહેંચણી ન થાય તો ગરીબી વધતીજ જવાની છે,

 

          કેટલાક ધનવાનો, અધિકારીઓ, રાજકારણીઓ , ગેરેરીતી દ્વારા પ્રાપ્ત કરેલ ધન દેશની બહારમોકલી આપતા હોય છે, તે વધુ ગંભીર બાબત છે, ગમેતે રીતે પ્રાપ્ત કરેલ ધન જો તેઓ દેશમાંજ વાપરતા હોય તો દેશમાં રોજીરોટી મલી શકે, દેશની અંદરજ તેઓ જે મોજશોખમાં નાણા વાપરે તો તેનાથી ઘણા લોકો ને આવક મળી શકે, પણ વિદેશી, સ્વિસબેંકોમાં મોકલવામાં આવતા નાણા તો કોઈને કામ આવતા નથી, આવા નાણા સાચવવા માટે તે બેંકો  વ્યાજ આપવાનુ તો દુર રહ્યુ, પણ ઉલ્ટુ સર્વીસચાર્જીસ વસુલતી હોય છે, કાળાનાણા ના ખાતેદારો   આ નાણા સુખેથી વાપરી શકતા નથી કે દેશવાસીઓ ને પણ તેનો લાભ મળતો નથી, લાભથાય છે તો જેતે બેંકો ને અને તેમના દેશના અર્થતંત્ર ને થાય છે.વિવિધ બદી અને ગેરેરીતીથી મેળવેલ ધન પણ જો દેશમાં જ વપરાતુ હોય તો એકનો ખર્ચ તે બીજાની આવક નાધોરણે દેશના અર્થતંત્ર ને સહાય કરી શકે અને ઘણા લોકો ને આવક મળી શકે. પણ સ્વિસ બેંકો માં જતુ નાણુ તોદેશ ને ખોખલો કરી જતુ હોય છે. અને પરિણામે ગરીબી વધતી જાય છે.

 

           ગરીબી હટાવવી હોય તો દેશવાસીઓ નુ ચારિત્ર્ય સુધારવુ જોઈશે, નૈતિકતા, પ્રામાણિકતા, દેશભક્તિ, વિકસાવવા પડશે, અને સામે ભ્રષ્ટાચાર, અપ્રામાણિકતા,અને શોષણ ને દૂર કરવા પડશે, જે બની શકતુ નથી એટલે યુગોથી આપણે ગરીબી દૂર કરી શકતા નથી, અને ગરીબો એ દબાયેલા, કચડાયેલા, શોષિત, અને ભુખ્યા રહેવુ પડે છે, અને પોતાના કર્મો નો વાંક કાઢવાની પઢાવેલી ફીલ્સુફી નો આશરો લઈ પોતાની ગરીબી  ને કર્માધિન સમજી કીડા મકોડાની જેમ જીવન વ્યતિત કરતા રહે છે.

 

      જો ધનવાનો પોતાના શોખ પોષવા અનેક પ્રકાર ની પાપલિલાઓ કરતા રહે છે તો ગરીબો પણ અભાવના કારણે અનેક જાતની ગુન્હાખોરી, ચોરી લુંટ, વ્યસનો, નો ભોગ બનતા રહે છે, આપણા સુદામાએ ધન માટે ક્રુષ્ણની અને દ્રોણાચાર્યે દુર્યોધનની કેટલી ખુશામત કરવી પડી હશે તે આપણે જાણીયે છીએ, ગરીબો એ અસ્તિત્વ ટકાવવા માટે પોતાનો આત્મા પણ વેચવો પડતો હોય છે, અમુક અંશે લોકશાહી રાજ્યવ્યવસ્થા પણ ધનિક અને ગરીબ વચ્ચે નુ અંતર વધારવામાં આડકતરી રીતે જવાબદાર છે, કારણ.  પૈસો કાયદાને પણ નબળો પાડવાની ક્ષમતા ધરાવે છે. લોકશાહી એ સત્તા પર રહેવા માટે ધનિકો ને સાચવવા પડે છે , જેનો લાભ લઈ ધનિકો રાજ્યતંત્ર ને પણ ખીસામાં રાખી શકે છે, પછી ગરીબો ના કલ્યાણની યોજનાઓ માં પણ ખાયકી જ થતી હોય છે અને ગરીબ ગરીબજ રહી જાય છે. અન્ય દેશો માં જેમ ગરીબો અને શોષિતો ક્રાંતિ કરે છે તેમ આપણા દેશમાં થઈ શકતુ નથી, કારણ ધર્મ નો નશો આપણને પીવડાવવામાં  આવ્યો છે. ધર્મ અને અભાવ ના કારણે નિર્માલ્ય બનેલી પ્રજા ક્રાંતિ કરવા પામતી નથી અને થોડા લોકો કરોડો લોકો ઉપર સુખેથી રાજ્ય કરતા હોય છે,અને લોકશાહી ની વાહવાહી કરતા હોય છે.

 

   ટુંક માં ગબીબી એટલા માટે છે કે અમીરી ને મહત્વ નુ સ્થાન મળ્યુ છે.

Posted ડિસેમ્બર 13, 2011 by sureshmsheth67 in Uncategorized

Tagged with , , ,

ભ્રષ્ટાચાર સામે આંદોલન “   Leave a comment

                                  ભ્રષ્ટાચાર સામે આંદોલન.

 

 

          અણ્ણા હજારે નુ સરકાર સામે લોકપાલ ની રચના કરવા માટેનુ આંદોલન શરુ થઈ ગયુ છે. અણ્ણા ના કહેવા મુજબ સરકારે વચનભંગ કરેલ છે, અને લોકપાલ બીલ પસાર કરવામાં વિલંબ કરવામાં આવી રહેલ છે,

 

       લોકપાલ ની સ્થાપના કરવાથી ભ્રષ્ટાચાર નાબુદ થઈ જશે એમ માનવુ બરાબર નથી, કારણ લોકપાલ ને કોઈને શિક્ષા કરવાનો અધિકાર હોતો નથી, શાંતિભુષણે કહ્યુ હતુ કે સુપ્રીમકોર્ટ ના આઠ ન્યાયમૂર્તિઓ પ્રામાણિક નથી, તો લોકપાલ પણ પ્રામાણિક હશે એમ કઈરીતે માની શકાય..?એ વાતમાં પણ તથ્ય છે કે કાયદો ઉપવાસ  આંદોલન થી કે રેલી સરઘસ કાઢવાથી બનાવી શકાતો નથી, તો બીજી તરફ એ પણ વિચારવુ જોઈએ કે વિશાળ લોકમતની અવગણના પણ લોકોએ ચુંટેલી સરકારે કરવી ન જોઈએ.જનમત હોય તો સરકારે ગમેતેવો કાયદો પસાર કરી દેવો જોઈએ, લોકમત સામે સરકારની હઠ ચાલે નહી, સરકારે લોકોનો મત જાણવાની વ્યવસ્થા કરવી જોઈએ, અને તે અનુસાર નિર્ણય લેવો જોઈએ.

 

        પણ ભ્રષ્ટાચાર કાયદો કરવાથી નાબુદ થઈ જશે..? ભ્રષ્ટાચાર યુગોથી આપણા લોહીમાં વણાઈ ગયો છે, આપણા નિતિશાશ્ત્રોમાં પણ કોઈ કામ કઢાવવા માટે સામ, દામ દંડ અને ભેદ નો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે, આ પૈકી સામ અને દામ  એ સ્પષ્ટરીતે લાલચ, પ્રલોભન એટલે કે આજે જેને ભ્રષ્ટાચાર સમજવામાં આવે છે તેનોજ પર્યાય છે. કામ કરાવવામાટે લાંચ આપવાનુ આપણે ગળથુથીમાંથીજ શીખ્યા છીએ, આજે અણ્ણાની સાથે બેસી ને ભ્રષ્ટાચાર નાબુદ કરવામાટેનુ આંદોલન આપણે ભલે ચલાવતા હોઈએ, પણ આપણામાંથી કોણ એવુ છે કે જેણે કદી લાંચ લીધી કે આપી ન હોય..?કદાચ લાંચ લેનારા ઓછા  હોઈ શકે કારણ બધાજ એવી ચાવીરુપ જગ્યાઉપર હોતા નથી કે  લાંચ લઈ શકે, પણ લાંચ આપવા ની બાબતમાં આવુ નથી, આપણે કોઈ ને કોઈ કામ કરાવવા માટે લાંચ આપવીજ પડતી હોય છે, આપણી સિસ્ટમ માંજ એવુ કાંઈક છે  તકલીફ ઉઠાવવી કોઈ ને ગમતુ નથી , એટલે ઝડપથી, લાઈનમાં ઉભારહ્યાવીના કામ નીકળતુ હોય તો થોડા પૈસા વેરી દેવામાં આપણે વાંધો લેતા નથી, ઉલ્ટુ તેને  કુશળતા, હોશિયારી અને કામલેવાની આવડત ગણવામાં આવે છે, લાયેઝન ની એક આખી પ્રવ્રુતિ આ કારણેજ ચાલી રહી છે.

 

       ભ્રષ્ટાચાર હટાવવા માટે કોઈ કાયદો કામ આવવાનો નથી, કારણ એ કામ કાયદાનુ નહી, પણ લોકોની માનસિકતા નુ છે,આપણે ઘણી ધાર્મિક અને ઇશ્વરથી ડરવાવાળી પ્રજા હોવા છતા પ્રમાણિકતા ને આપણો ધર્મ બનાવી શક્યા નથી, એટલે લાંચ આપવી કે લેવી, કટકી, હપ્તા, બક્ષિસ, ઉપહાર,અન્ય વિશેષ  સગવડો {જેની સ્પષ્ટતા સુરુચી યુક્ત નથી } આપવી કે સ્વિકારવી એને વ્ય્વહારુપણુ, અને કાર્યદક્ષતા ગણવામાં આવતા હોય છે, એમાં આપણને ધર્મ કે સંસ્કાર નિતિ કે સચ્ચાઈ આડે આવતા નથી,. આવી માન્યતા અને વાતાવરણમાં પેઢીઓથી આપણે ઉછર્યા હોઈએ છીએ, પછી અણ્ણા ના આંદોલનમાં સાથ આપવાની પાત્રતા આપણે કઈ રીતે ધરાવવાના છીએ..?માત્ર સરકારજ ભ્રષ્ટ હોય છે..?સરકારમાં આપણા જેવા વ્યક્તિઓજ હોય છે, સરકાર કોઈ વ્યક્તિવિશેષ નથી, તે આપણા થકીજ બને છે, એટલે જો આપણેજ ભ્રષ્ટ હોઈશુ તો સરકાર આપણુજ પ્રતિબિમ્બ પાડવાની છે, આપણને સુરેશકલમાડી, એ.રાજુ, કન્નીમોઝી, સુખરામ , કે શરદપવાર જેવી તક મળી નથી એટલે આપણે બુમાબુમ કરી રહ્યા છીએ, આ બુમાબુમ તેમના ભ્રષ્ટાચાર સામે નહી પણ છુપી રીતે આપણને આવી તક ન મળી તેનો આક્રોશ  સ્વરુપે નહી હોય એની ખાત્રી ખરી..?

 

     તેથી એ સ્પષ્ટ છે કે ભ્રષ્ટાચાર હટાવવા માટે આપણી માનસિકતા, આપણા સંસ્કાર ને બદલવા જોઈએ. અને આ કામ આપણા સાધુ સંતો, ઉપદેશકો, કથાકારો, મહારાજશ્રીઓ, મૌલવી ફકીરો, સ્વામિઓ, એજ ઉપાડી લેવુ જોઈએ, કારણ લોકો ની શ્રધ્ધા તેમના ઉપર ખુબજ હોય છે, જેમ મંદીરો કે આશ્રમો બનાવવા માટે  ભંડોળ એકત્ર કરવા તેમનો એક શબ્દ કાફી થઈ પડે છે તેમ જો તેઓ આદેશ આપે કે આજથી કોઈએ લાંચ આપવી કે લેવી નહી કે જાહેર કામગીરીમાંથી કટકી લેવી નહી તો ભક્તજનો તેમનો બોલ ઉવેખે તેમ મને લાગતુ નથી, પણ પછી તેમના આશ્રમો, જગ્યાઓ, મન્દીરો કઈ રીતે બને..! આપણે સામ અને દામનેજ નિતિ ગણતા હોઈએ તો ભ્રષ્ટાચાર આપણા લોહીમાંથી કઈ રીતે જવાનો છે..? કાયદો થવાથી કે લોકપાલની  નિમણુક થવાથી લોકો સુધરી જવાના નથી, લોકપાલ પોતેજ ભ્રષ્ટ નહી નિવડે તેની શી ખાત્રી..?એટલે આ આંદોલન ના મૂળિયા સામાન્ય જનતા માં ખુંપેલા નથી, તેમની પાછળ એકત્ર થયેલા લાખો લોકો અંત કરણ પુર્વક સાચા ભ્રષ્ટાચાર વિરોધિઓજ હશે એમ લાગતુ નથી, તક નથી મળી એટલેજ બધા પવિત્ર રહ્યા હશે…!

 

       અલબત્ત. અણ્ણા વિશે બેમત નથી, તેમની લાગણી સાચી છે, તેઓ સાચા છે, લેશમાત્ર પણ ભ્રષ્ટ નથી, પણ તેમની સાથે થયેલા લાખો લોકો શું તેમના જેવા જ હશે,..?

 

            ભ્રષ્ટાચાર સામે કોઈ ને અંતરપુર્વક નો વિરોધ નથી, બધાજ તે આચરતા હોય છે , આજે તેમની સાથે મંચ ઉપર બેઠેલા વિવિધ રાજકિય પક્ષો શું ભ્રષ્ટાચારથી જરાપણ ખરડાયેલા નથી..? તેમની સરકાર આવશે તો શું ભ્રષ્ટાચાર નાબુદ થઈ જવાની ખાત્રી છે..?ના. કોઈ અંતરથી ભ્રષ્ટાચારની નાબુદી ઇચ્છતુ નથી, વિરોધપક્ષો તો રાજકિય લાભ મેળવવાજ અણ્ણાની સાથે થયા છે, તેમનો હેતુ સર્યા પછી અણ્ણાને ખુણામાં હડસેલી દેવામાં કોઈ ને શરમ નડવાની નથી, જેમ આઝાદી મળ્યા પછી ગાંધીજી ને પણ હડસેલી દેવામાં આવ્યા હતા.

 

    ખરી જરુર મોંઘવારી વધારતા વહિવટ સામે લડત આપવાની છે, કારણ આ એક એવી વસ્તુ છે કે સમાજના દરેક વર્ગ ને એક સરખી રીતે અને ખુબજ નજિકથી સ્પર્ષે છે. રામદેવજી ને ભલે એક બાજુ ખસેડી દેવામાં આવ્યા, પણ કાળુ ધન પાછુ લાવવાની તેમની લડત ને ટેકો આપવાની ખરી જરુર છે, સામાન્ય લોકો ને ભ્રષ્ટાચાર નાબુદી કરતા આ પ્રશ્નો માં વધુ અને સાચો રસ છે. , એ માટે જો અણ્ણા જેવા નિર્લેપ લોકો નેત્રુત્વ પુરુ પાડે  તો અવશ્ય એ મોટી લોકસેવા ગણાશે.

 

          મેં એ જોયુ છે કે સામાન્ય માન્યતાથી જરા જુદા પડીયે તો ઘણા મિત્રો ઉત્તેજિત થઈ ને અભદ્ર ભાષામાં જવાબ વાળતા હોય છે, અહીં એક સ્પષ્ટતા કરવી ઉચિત સમજુ છું કે આ બધુ અણ્ણાની વિરુધ્ધ લખવામાં આવ્યુ નથી , તેમના હેતુની શુધ્ધિ માટે લેશમાત્ર પણ સંશય નથી,તેમના ઉપર સંપુર્ણ સન્માન છે , માત્ર એટલુજ કહેવાનુ છે કે આ લડત ના મૂળ જનતામાં નથી રહેલા. આ એક ઉભરો છે, ખરી જરુર મોંઘવારી સામે લડવાની છે.

Posted ડિસેમ્બર 12, 2011 by sureshmsheth67 in Uncategorized

Tagged with , ,