Archive for નવેમ્બર 2011

છુટક વેપારમાં એફ.ડી.આઇ.   Leave a comment

                                         છુટક વેપારમાં એફ.ડી.આઇ. 

 

 

       કેન્દ્રસરકારે છુટક વેપાર માટે વિદેશી સીધા રોકાણ ને મંજુરી આપવાનુ ઠરાવ્યુ છે, જેને કારણે વિદેશી કંપનીઓ ભારતના અમુક નિશ્ચિત થયેલા શહેરોમાં પોતાના સ્ટોર અથવા મોલ ખોલી ને છુટક ગ્રાહક ઉપયોગી વસ્તુઓ નુ રીટૈલ વેચાણ કરી શકશે. તેઓ ભારતના વિશાળ માંગ ધરાવતા બજાર નો લાભ લેવા ભારતમાં ઉતરી આવશે. એવુ માનવામાં આવે છે કે તેનાથી રોજગારી વધશે અને લોકો ને ખરીદી નો વિકલ્પ મળી રહેશે.

 

          સરકારના આ નિર્ણય સામે વિરોધનો વંટોળ ઉઠ્યો છે, જેમાં વિરોધપક્ષ તો સામેલ હોય એ સ્વાભાવિક છે પણ ખુદ શાશકપક્ષ અને તેને ટેકો આપતા સાથી પક્ષો પણ સામેલ છે. એવુ માનવામાં આવે છે કે વિદેશી કંપનીઓ ભારતમાં ઉતરી આવશે તો તેમની પાસે રહેલા વિપુલ સંસાધનો ના જોરે તેઓ ભારતના રીટેલ બજાર ઉપર હાવિ થઈ જશે અને નાના વેપારીઓ અને દુકાન દારો બેકાર થઈ જશે, આવીજ દલિલ ગેટકરાર વખતે અને મોલ  ઉભા કરતી વખતે પણ થઈ હતી,  પણ એવુ કાંઈ થયુ ન હતુ, ગેટકરાર પછી ભારતિય ઉત્પાદકો ને પોતાના માલ ની ગુણવત્તા સુધારવા ની જરુરિયાત થઈ હતી, પરંતુ તેમ કર્યા વીના પણ તેમનુ કામ ચાલુજ રહ્યુ છે, ભારત નુ બજાર એટલુ મોટુ છે કે તેમાં સૌનો સમાવેશ થઈ જાય છે, બધાનેજ પોતાના જોગુ મળીજ રહે છે. એટલે વીદેશી રોકાણ થવાથી ભારતના નાના દુકાનદારો ને માઠી અસર થશે એમ માની લેવુ તે યોગ્ય નથી, , હા, એટલુ ખરુ કે તેમણે સ્પર્ધાત્મક બનવુ પડશે, માલ ની ગુણવતા, વેપાર ની નૈતિકતા  , અને ગ્રાહક ના સંતોષ ને ધ્યાનમાં રાખવા પડશે.  

 

     આપણો એ રોજિન્દો અનુભવ છે કે આપણા નાના દુકાન દારોજોઈ તેટલા વિશ્વસ્નિય નથી. આપણા વેપારીઓ, દુકાનદારો ખુબ ધાર્મિક હોય છે, દુકાનમાં પ્રવેશતા પહેલા દુકાનના ઉંબરા ને પ્રણામ કરે છે, દુકાનમાં ઇષ્ટ્દેવતા ના ફોટા રાખી તેને અગરબત્તી અને દીવા કરે છે,કપાળમાં ટિલા કરે છે, પણ વેપારના વ્યવ્હારમાં પ્રામાણિક નથી હોતા,. તેઓ વજનમાં ,ભાવમાં   ,માલની ગુણવત્તામાં   ગ્રાહક ને છેતરવાની વ્રુતિ રાખતા જોવા મલે છે, કોઈ વિસ્તારમાં એકલદોકલ દુકાનદાર હોય તો તેની તુમાખી તો ઓર હોય છે, તે ગ્રાહકો સાથે તોછડાઈ પુર્વક વર્તે છે અને વસ્તુની કિમતમાં મનફાવે તેવો ફાયદો ઉઠાવતા હોય છે, હું નાના માણસો નો વિરોધિ નથી, હું પોતે પણ નાનો માણસ જ છું,પણ આપણે માનતા હોઈએ છીએ કે નાના ગરીબો બહુ પ્રામાણિક હોય છે તો એ માન્યતા ભુલ ભરેલી હોય છે, નાના વેપારીઓ, નાના કર્મચારીઓ, રીક્ષાવાળાઓ  કે ફેરીયાઓ  તેમના વ્યવ્હારમાં ચોખ્ખા નથી હોતા, બધાજ ઠરાવ્યા કરતા વધુ પડાવવાની વ્રુતિ ધરાવતા હોય છે, રીક્ષા વાળા ભાઇઓ છાસવારે ભાડા વધારો માગતા હોય છે, તેમ છતા ગ્રાહક પાસે થી  મીટર કરતા બે રુપિયા વધુજ પડાવતા હોય છે, પરચુરણ હોવા છતા આ નાના માણસો છુટા નથી આપતા, કોઈ વળી ચોકલેટ પધરાવતા હોય છે, વજન તો ઓછુજ તોળવામાં આવતુ હોય છે, ગ્રાહકો પાસે કોઈ વિકલ્પ નથી હોતો એટલે તેમણે ન છુટકે આ બધુ સહન કરવુ પડે છે,

 

        એટલે આપણા નાના વેપારીઓ એ વ્યવસાયની પ્રામાણિકતા શિખવાને તો તાતી જરુર છે, અને એ માટે તેમને હરિફાઈ નો અનુભવ કરાવવાની પણ જરુર છે. જો વેદેશી વેપારીઓ છુટક વેપારમાં આવશે તો ગ્રાહકો ને વિકલ્પ મળી રહેશે, હરિફાઈ થવાથી આપણા દુકાનદારોએ તેમનુ વર્તન પણ સુધારવુ પડશે, પેકીંગ ઉપર દર્શાવ્યા મુજબ નોજ માલ અને વજન, ગુણવત્તા પુરા પાડ્યા વીના તેમને પછી ચાલવાનુ નથી. આપણે તેમની દયા ખાઈ એ છીએ કે તેઓ નાદાર થઈ જશે, પણ તેમણે ગ્રાહકો ની કદી દયા ખાધી છે ખરી..? ગ્રાહકો ને લુંટવામાં તેમણે પાછુ વાળી ને જોયુ છે ખરુ..?છેતરપીંડી, માલમાં  આરોગ્ય સાથે ચેડા થાય તેવી ભેળસેળ, ઓછુ વજન કે માપ, કિમતમાં ફાવે તેવો વધારો, વીગેરે જેવા દુષણો તેમનામાં વર્ષોથી જોવા મળે છે, આ બધા પર કાબુ રાખવો હોય તો તેમની સામે પ્રબળ સ્પર્ધા ઉભી થવી જોઈએ, જે વીદેશી કંપનીઓ આપી શકે તેમ છે. .

 

       વીદેશી કંપનીઓ ઇસ્ટ ઇડિયા કંપની ની જેમ   ભારત ને ફરીથી ગુલામ બનાવશે એવો હાઉ  નિરર્થક છે, હા, એટલુ ખરુ કે તેમના નફા સ્વરુપે કરોડો રુપિયા વીદેશો માં ખેંચાઈ જશે,  પણ તે તો આપણા મહાનુભાવો પણ કાળા ધન ના સ્વરુપે સ્વિસબેંકો માં આપણુ ધન ક્યાં નથી મોકલ્યા કરતા….!વીદેશી કંપનીઓ  નફો પોતાના દેશમાં અવશ્ય લઈ જશે પણ તે સામે લોકો ને ઉત્તમ સેવા, ઉત્તમ માલ   અને પ્રામાણિક વ્યવ્હાર નો લાભ મળશે , આપણા લોકો પણ આપણા વેપારીઓ નો સારો વ્યવ્હાર જોશે તો જાણી બુઝી ને  વીદેશી કંપનીઓ પાસે  નહીજ જાય, એટલી દેશભક્તિ તો આપણા સામાન્ય ગ્રાહકવર્ગમાં છેજ, ઉપરાંત આ એફ.ડી.આઇ.સમગ્ર ભારતમાં થવાનુ નથી, અમુક શહેરોમાં જ આવશે, પણ તેનાથી આપણા નાના દુકાનદારો સચેત થઈ જશેઅને ગ્રાહકો પરત્વે નો તેમનો વ્યવ્હાર જરુર સુધારશે એવી આશા અસ્થાને નથી

Advertisements

Posted નવેમ્બર 30, 2011 by sureshmsheth67 in Uncategorized