Archive for માર્ચ 2011

જાપાન નો જળપ્રલય   Leave a comment

કવિતા-ગઝલ,પ્રેરણાદાયક વિચારો મોકલે અને એકબીજા ને ઉપયોગી થાય તેવી માહિતીની આપ લે કરે તો આંનદ થશે.વિશેષમાં કોઇ સલાહ-સુચન કે સુધારા કરવા જેવુ લાગે તો જરુર કહેજો. તમારો અભિપ્રાય અમારે માટે બહુ કિમતી છે.

જય જય ગરવી ગુજરાતી ભરત સુચક
All Blog PostsMy BlogEdit Blog PostsAddOptions▼This post is awaiting approval.
જાપાન નો જળપ્રલય
Posted by sureshchandra manilal sheth on March 13, 2011 at 12:47pm
View My Blog
જાપાનમાં આવેલા 8.9 રીક્ટરસ્કેલ નો અભુતપુર્વ ધરતિકંપ જોઈ ને ભલભલા કટણકાળજાના માણસો પણ થથરી ઉઠેઅને કુદરતની અસિમ તાકાતસામે મસ્તક નમાવી દીવુ બની શકે છે. ધરતીકંપ અને તેની સાથેજ આવેલ સુનામી એ જે તબાહી ફેલાવી છે એ જોતા માનવુ પડે કે ઇશ્વર અથવા કુદરત ના બળ સામે માનવી તણખલા બરાબર પણ નથી.સમુદ્રનુ પાણી તેંત્રીસફુટ ઉંચી દિવાલ બની ને જેટ વિમાન ની ઝડપેનગરો પર ફરી વળેપછી તબાહીમાં શું બાકી રહે..!મોટા શહેરો,માર્ગો, સ્ટીમરો, રેલ્વે, બિલ્ડીંગો,અણુરી એક્ટરો,વાહનો બધુજ પાણીના આ ધસારાની ઝપટમાં આવી ગયુ.સર્વત્ર વિનાશ વેરાઈ ગયો.ટીવી પર આ દ્રશ્યો જોતાભયનુ લખલખુ પસાર થઈ જાય એવુ હતુ.કુદરત કોપે ત્યારે શું થઈ શકે એ આમાંથી સમજાઈ જાય એમ છે.માનવી ગમે તેટલો આગળ વધે, ચમત્કારિક સંશોધનો કરે, ચન્દ્ર અને મંગળ પર જઈ શકેઅસાધ્ય રોગો ને કાબુમાં કરી શકે,જીવલેણ હથિયારો બનાવી શકે, કાળુ નાણુ વિદેશોમાં જમા કરી ને રાચે, પણ કુદરત નો એકજ સપાટો મનુશ્યને તેની મર્યાદાનુ ભાન કરાવી દે છે.
ઉંચા ઉંચા પર્વતો, અને અફાટ સમુદ્રનુ ઉછળતુ પાણી હમ્મેશા મને એમ માનવા પ્રેરે છે કે આ ભવ્યતા આગળ આપણે કેટલા પામર છીએ..!બેત્રણ મીનીટનો ધરતિકંપ મનુશ્યના વર્શોના પુરુસાર્થને પળવારમાં ભુમિમાં મિલાવી શકે છે, પછી આપણે કઈ શક્તિ કે કુશળતા પર અભિમાન લેતા ફરીયે છીએ..!જ્વાળામુખી, ધરતિકંપ, હિમપ્રપાત,અતિવ્રુસ્ટિ,નદીઓના પુર, સમુદ્રની સુનામી જેવા કુદરતના રૌદ્ર સ્વરુપો જોઈ ને એવો વિચાર જરુર આવે કે સ્વિસબેંકોમાં દાટેલુ કાળુ ધન આ ભયાનક તવો થી આપણને બચાવી શકશે..!ધર્મો અને જાતિઓ માટે લડી મરતા મનુશ્યોને કયો ધર્મ. કઈ જાતિ, અને કયુ મંદીર મસ્જિદ કે ધર્મ્સ્થાનક કુદરતના કોપ થી રક્ષણ આપી શએ તેમ છે..!પછી આ ક્ષુલ્લક ઝઘડાઓ શાના માટે કરી રહ્યા છીએ..!
કેટલીક ટીવી ચેનલો એ ઇસ્વિસન પુર્વે અથવા ઇસ્વીસન સાતસો વર્શો પહેલા વિનાશ પામેલી માયા સંસ્ક્રુતિના એક કેલેંડર નો હવાલો આપી ને એવી આતંકી વાત પણ ફેલાવી રહી છે, કે માયા સંસ્ક્રુતિના એ કેલેંડરમાં 21 ડિસેંબર 2012 ની તારીખે કેલેંડર પુરુ થતુ દેખાડવામાં આવતુ હોઈ, એ દિવસ પ્રુથ્વિની સજિવસ્રુશ્ટિનો આખરી દિવસ છે…!એ દિવસે શુક્રવાર છે, અને જાપાનમાં થયેલ ભુકંપ પણ શુક્રવારેજ થયો છે, એટલે સને 2011 ની સુનમી, એ 2012 ના મહાપ્રલયનુ રિહર્શલ છે,!આ જ વિસય પર એક અંગ્રેજિ ફિલ્મ પણ ઉતરી ચુકી છે,જેમાં 21 ડિસેમ્બર 2012 ના દિવસે પ્ર્થ્વિ પર પ્રલય થતો હોવાનુ દર્શાવેલ છે.
પ્રલયની વાત ઘણા દેશોની માયથોલોજીમાં જોવા મળે છે, ભારતમાં પણ મત્સ્યાવતાર ધારણ કરી ને ભગવાન વિશ્ણુ મનુશ્યજાતિ ને જળપ્રલયમાંથી ઉગારે છે એવી વાત છે,આનો અર્થ એ કે માનવજાતે આવા પ્રલય પહેલા પણ જોયા છે,અને તેનીજ સ્મ્રુતિ આવી દંતકથાઓમાં સચવાયેલી છે.એ સમયે માધ્યમો ન હતા,ટીવી ન હતા, અને સંદેસવ્યવ્હાર પણ નહીવત હાતા, એટલે વિશ્વના કોઈ એક ભાગમાં આવેલ કુદરતી આપત્તિ આખી દુનિયા પર આવી હશે એમ માનવામાં આવતુ, અને એક ભાગમાં થયેલ વિનાશ આખી પ્રુથ્વિ નો વિનાશ ગણવામાં આવતો.એટલે જુદી જુદી માનવજાતે અનેકવાર આવા પ્રલયો જોયા હશે,પણ આખુ વિશ્વ કદાપિ નાશ પામ્યુ નથી..!
માયા લોકોનુ એ કેલેન્દર ભલે એકવીશ દિસેમ્બરે અટકી જતુ હોય,કદાચ આગળ ની તારીખો લખતા લખતા તેનો બનાવનાર કોઈ બીજા કામમાં પડી ગયો હોય, અને ડિસેમ્બર વિગેરે મહીનાઓ તો આપણે આપણી સગવડ મુજબ બનાવ્યા છે, કુદરત કાંઈ એ માનવા બંધાયેલી નથી,એટલે એકવીશમી ડિસેમ્બર 2012 એ આખરી દિવસ છે એમ માનવુ યોગ્ય નથી.ઘણા માને છે કે ધરતિ પર પાપ વધી ગયા હોઈ, કુદરત એક વખત બધુ નશ્ટ કરી નાખશે.પણ પાપ એટલે શું.!હિંસા, દ્વેશ, યુધ્ધો,લુંટ, ચોરી,અશ્લિલતા,છેતરપીંડી, બળાત્કાર,અસત્યવચન, બીજાનુ આંચકી લેવુ,માંસાહાર કરવુ,દારુ પીવો,નિર્બળ પર જોર કરવુ,ઇત્યાદિ ને આપણે પાપ માનવા ટેવાયેલા છીએ, પણ આવા પાપ કુદરતની દ્રશ્ટિએ પાપ ન પણ હોય, કારણ આવા કર્મો કરનાર ને આપણે સુખેથી જિવતા જોઈ એ છીએ,આપણુ આખુ મહાભારત કે ગ્ર્કો નુ આખુ ઇલિયડ આવા કહેવાતા પાપકર્મો થી ભરેલુ છે, છતા કુદરતે પ્રલય કર્યો નથી.કોઈ સ્થાનિક ,મર્યાદિત પ્રદેશમાં પ્રાસંગિક વિનાશ થયો હોય, એ કાંઈ આખી દુનિયાનો વિનાશ ન કહી શકાય.છતા ઘણા એવુ માનવા લાગ્યા છે કે પ્રલય નજિક છે..1 તેમ છતા તેમની કરણીમા કોઈ સુધારો થતો નથી એ જુદી વાત છે.!
આપણી બીજી રીતે વિચારીયે, તો સમગ્ર બ્રહ્માડ માં પ્રુથ્વિ સિવાય ક્યાંયે જિવસ્રુશ્ટિ મળી આવી નથી.કુદરતે અથવા શ્રધ્ધાળુઓ ના ઇશ્વર અલ્લા ગોડે પ્રુથ્વિ ની રચના આયોજનપુર્વક કરી હોય તેવુ દેખાઈ આવે છે, બધુજ એવી રીતે ગોઠવેલુ જણાય છે જેનાથી જિવસ્રુશ્ટિ વિકસે, અને વ્રુધ્ધિ પામે,પ્રુથ્વિની સુર્યપ્રદક્ષિણા,દિવસાને રાત્રી થવાના નિયમો, સમધારણ ઉશ્ણતામાન ની જાણવણી,ગુરુત્વાકર્શણ ની રચના, હવામાં ઓક્સીઝન નુ પ્રમાણ, ઓઝોન ના આવરણ થી પ્રુથ્વિનુ રક્ષણ,પ્રકાશ અને અંધકારનુ ચક્ર,
વરસાદ, ગરમી, અને ઠડીનુ ચક્ર, ધરતિમાં બીજારોપણ કરવાથી અનેકગણુ પાછુ મળવુ,અનેકપ્રકારની સજિવ સ્રુશ્ટિ **ઇકોલોજી*ની રચના, શિકારી જિવો ની સંખ્યા પર નિયંત્રણ, અને શિકાર બનતા જિવો જેવાકે માછલી, હરણ, રોઝ જેવા જિવો ની વિપુલતા,વિવિધ વનસ્પતિ સ્રુશ્ટિ, ફળ, ફુલ, પાન, સુગંધ,પીવાનુ પાણી,અને વર્શો અગાઉ આપણા માટે પ્ર્થ્વિના પેટાળમાં ખનિઝદ્રવ્યો, કોલસો, ઓઇલ, પેટ્રોલ,સુનુ, ત્રામ્બુ, હિરાવેગેરે તૈયાર કરવામાં આવ્યા છે, આ બધુ શું આકસ્મિક બની ગયુ છે..!આપ કહેશો કે અબધુ ભૌતિકશાશ્ત્રના નિયમો અનુસાર થયુ છે,તો એ નિયમો કોણે બનાવ્યા..!ઝાડ પરથી ફળ નીચેજ કેમ પડે છે..! આપણી પાચન ક્રિયા, શ્વસન ક્રિયા, હ્રદય, ફેફસા, કિડની, ચામડી,એક નિયત સમયમાં એક નવો જિવ પેદા થવાની પ્રક્રિયા, આ બધુ શું અકસ્માત થાય છે..!તેના નિયમો કોઈ એ તો બનાવ્યા હશે ને..!માણસ ની કુખે માણસજ કેમ જન્મે છે..?હાથી કે વાઘ કેમ નહી..!માછલી પાણીમાંજ કેમ જિવે છે..!આપણે પાણીમાં કેમ જિવતા નથી..!હાથી માંસાહારી કેમ નથી..! અજગર પેટે ઘસાઈ ને કેમ ચાલે છે..!પક્ષીઓ આકાશમાં કઈ રીતે ઉડી શકે છે…! આપણે કેમ ઉડી શકતા નથી..!આ બધુ એટલા માટે છે કે એની પાછળ સર્જનહાર નો અથવા કહો કે કુદરત નો કોઈ નિયમ હોય છે.વિચાર કરો, કે પ્ર્થ્વિ પર માનવજાતના આગમન પહેલા સર્જનહારે વિશાળ કાય ડાયનોસોર ને સાફ કરી નાખ્યા,નહીતર આપણને કોણ જિવવા દેતે..!એક પ્રચલિત રમુજમાં કહેવાતી વાત પણ એકરીતે સાચી છે કે આપણ ને ચશ્મા પહેરવા કાન ની રચના યુગો પહેલા કરી દેવામાં આવી છે….!
જો ઇશ્વરે અથવા કુદરતેઆપણને જિવાડવા આટ્લો પરિશ્રમ લીધો હોય, આપણા માટે આવી સુંદર દુનિયા બનાવી હોય એ શું એકાએક વિનાશ કરવા માટે હોઈ શ્કે..!એ માની શકાતુ નથી, આવી સુંદર સ્રુશ્ટિ નો આમજ વિનાશ કરવાનો હોય તો આટ્લી મહેનત કોઈ શામાટે કરે..!અલ્બત્ત, અવારનવાર થોડી સાફસુફી અવશ્ય થતી હશે, અને તેમાં મરનાર ની સંખ્યા દુનિયા ની કુલ વસ્તિ નો તો એક ખુબજ નાનો ભાગ હોય છે, કુદરતિ આપત્તિમાં મરનાર કરતા બચી જનાર ની સંખ્યા જરુર વધુજ હોવાની.અને મરનારા બધા આપણી માન્યતા મુજબના પાપીજ હતા એવુ નથી હોતુ તેમજ બચી જનારા બધા પુણ્યાત્માઓ હતા એમ પણ નથી હોતુ.
એટલે એકવિશ ડિસેમ્બર 2012 ના રોજ આ પ્રુથ્વિ નો નાશ થઈ જશે એમ માનવુ એ ઇશ્વર ના અસ્તિત્વ ના ઇંકાર જેવુ ક્રુત્ય ગણાય. ઇશ્વર પોતાની આટલી સુંદર રચનાને આમજ થોડુ નાશ પામવા દેશે..!
ઇશ્વરમાં ન માનનારાઓ પણ પ્રુથ્વિની નિયમિતતા, સુર્યોદય, સુર્યાસ્ત, ભરતી ઓટ, ઋતુચક્ર,શરિર શાશ્ત્ર,જન્મ, મ્રુત્યુ,પ્રુથ્વિથી ચન્દ્ર નુ સતત જળવાતુ અંતર,ઉલ્કા વરસાદથી પ્રુથ્વિ નો બચાવ આ બધુ કોણે કર્યુ.. એનો જવાબ આપી નહી શકે.અને એ નિરુત્તરતામાંજ ઇશ્વર છુપાયેલો છે, જે કદાપિ પ્રુથ્વિ નો સર્વનાશ નહીજ થવા દે, એવી મારી શ્રધ્ધા છે.
બાકી જાપાન નો આ જળ પ્રલય ,સુનામી પ્રલય અને પછી પરમાણુ પ્રલય એ ઇશ્વરિયસાફસુફી અને સંતુલનનો એક પ્રયોગ માત્ર છે, જોકે તેના વિરાટ રૌદ્ર સ્વરુપને જોતા ભયભિત થઈ જવાયએમાં કોઈ આશ્ચર્ય નથી.આ ઇશ્વરિય બળ ને પ્રણામ કરવાજ પડે.
Favorite 0 members favorited this
Tags: dharatikamp, ishvara, raudra, rutuchakr, sanulan., sarvanash, tsunami

Advertisements

Posted માર્ચ 13, 2011 by sureshmsheth67 in Uncategorized

dhaarmika kattarataa   Leave a comment

All Blog PostsMy BlogEdit Blog PostsAddOptions▼This post is awaiting approval.
ધાર્મિક કટ્ટરતા.
Posted by sureshchandra manilal sheth on March 1, 2011 at 5:29pm
View My Blog
ધર્મ એ કોઈ કુદરતિ તત્વ નથી,એ માત્ર આપણી માન્યતાઓ, આપણી શ્રધ્ધા કે અંધશ્રધ્ધા નો આવિષ્કાર છે.ધર્મ વીના પણ મનુષ્ય જીવી શકે છે, ધર્મ બદલવાથી મનુષ્યનુ મુળભુત બંધારણ બદલાતુ નથી, આસ્તિક કે નાસ્તિક બન્ને પર કુદરતિસંજોગોની અસર જુદી થતી નથી, ધાર્મિક કે અધાર્મિક મનુષ્ય પાણીમાં ડુબી જાય છે, અગ્નિમાંદાઝી કે બળી જાયછે,ઓક્સીઝન વીના બન્ને મરી જાયછે, ભુખ તરસ , કે અન્ય આવેગો બન્ને ને સરખાજ અસરકરતા હોય છે.પ્રેમ. ક્રોધ, મમત્વ, વાત્સલ્ય,ધિક્કાર,મૈત્રી, શત્રુતા,ભય,લુચ્ચાઈ,ભોળપણ,વીગેરે વ્રુતિઓથી મુક્તિ કોઈ ધર્મ અપાવી શકતો નથી.ધર્મ તો એક આધાર છે, જે અસહાયતાના વખતે માનસિક સાંત્વન આપે છે, એ કિવાય ધર્મ નો કોઈ મતલબ નથી.ધર્મનુ સર્જન આપણે કર્યુ છે,પ્રુથ્વિ ઉપર હવા, પાણી, સુર્યપ્રકાશ, વરસાદ, ગરમી ઠંડી, ઋતુઓ, કુદરતી છે એવી રીતે ધર્મ કુદરતે આપણને આપ્યો નથી, આપણેજ આપણી સગવડ મુજબ ધર્મ ને બનાવ્યો છે. એટલેજ ધર્મ જુદા જુદા હોય છે,” બધા ધર્મો એકજ છે,” કે”ઇશ્વર એકજ છે” જેવા સમાધાનો આપણા સુખચેન જાળવી રાખવામાટેના સમાધાનો છે. બાકી તો સૌ સૌની મરજી અનુસાર ધર્મ બનાવી કાઢવામાં આવે છે.

ઉદાહરણ તરીકે પ્રાચિન આર્યો ઉત્તર ધ્રુવ પ્રદેશમાં વસતા હતા ત્યારે તેમને સુર્યનુ મહત્વ હતુ, અસહ્યઠડીના કારણે તેઓ સુર્યપુજકો અને અગ્નિપુજકો બન્યા.ઉન અથવા ગરમ વસ્ત્રો એ સમયે અનિવાર્ય હતા એટલે તેપવિત્ર ગણાયા, આજે પણ આપણે ગરમવસ્ત્રો ને પવિત્ર માનીયે છીએ,ઇસ્લામ નો ઉદય રણ પ્રદેશમાં થયો હતો, ત્યાં અસહ્ય ગરમી પડતી હતી, એટલે ત્યાં રાત્રીનુ મહત્વ થયુ. રણની ગરમી માં દિવસે બહુ કામ થઈ શકતુ નહી, પ્રવાસ વિગેરે રાત્રેજ કરી શકાતા,ઉપવાસ (રોજા) રાત્રેજ છોડવામાં આવતા,રણની ગરમીમાં સુર્ય કરતા ચન્દ્ર વધારે વહાલો લાગે તે સમજી શકાય તેવી વાત છે, એટલેજ પુર્વ દિશા કરતા પશ્ચિમ દિશાનુ તેમને વધુ મહત્વ હોય છે.જો ધર્મ ઇશ્વરદત્ત હોય તો તેના નિયમો સરખાજ હોવા જોઈએ,તેમાં મતમતાંતરોજોવા મળે છે એનો અર્થજ એ કે તે માનવસર્જિત છે, કારણ મનુષ્યોના વિચારો સ્થળ સંજોગો, માન્ય્તાઓ, શ્રધ્ધાઆબોહવાઅનુસાર અલગ અલગ હોય છે.,
એટલેજ ધર્મ માટે લડવુ, યુધ્ધ કરવા કે હુલ્લડો કરવા, એકબીજાનો તિરસ્કાર કરવો એ બધુ નિરર્થક છે. આપણોજ ધર્મ શ્રેષ્ઠ, બીજાનો ધર્મ અર્થહિન, એવી માન્યતાઓ કે દુરાગ્રહ જરા પણ તર્ક સંગત નથી.ખ્રિસ્તિઓ અને મુસલમાનો એકજ ઇશ્વરમાં માને છે, હિન્દુઓકાળક્રમે અનેક ઇશ્વરોમાં માનતા થઈ ગયા છે, જૈનો અને બૌધ્ધો ઇશ્વરમાં માનતા નથી, કેટલાક ધર્મો પુનર્જન્મ ને માને છે, કેટલાક નથી માનતા,કેટલાક મ્રુત્યુ પછીના જિવન ને માને છે, તો બીજાઓ તેમ નથી માનતા,કેટલાક સ્વર્ગ નર્ક ને માને છે, તો કેટલાક કયામતના દિવસ ને માને છે. આ બધામાં સત્ય કેટલુ..?એ કોઈ જાણતુ નથી,કોઈએ સ્વર્ગ, નર્ક કે ઇશ્વર ને જોયા નથી, પછી ધર્મના નામે લડવુ એ કેટલુ વ્યાજબી ગણાય..!

તેમ છતા ધર્મ થી આપણે એટલા ટેવાઈ ગયા હોઈયે છીએ કે તેના અવલંબન વીના આપણ ને ચાલતુ નથી, ગમે તેવો દુરાચારી કે કપટી વ્યક્તિ પણ તેની જાણ બહાર “હે ભગવાન ,ઓહ ગોડ, કે યા અલ્લા” જેવા ઉદ્ગારો કાઢતો હોય છે. કારણ એને ધર્મ કે ઇશ્વર વીના ચાલતુ નથી, પછી ભલે તેના કાર્યો સમાજ વિરોધિ કે પાપાચાર થી ભરપુર હોય.

ઇસ્લામ કે ખ્રિસ્તિ ધર્મ એકેશ્વરવાદી છે, જ્યારે હિન્દુ કહેવાતો ધર્મ અનેક ફાંટા, વિભાજનોતથા પરસ્પર વિરોધિઆચરણો થી ભરપુર છે, હકિકતમાં “હિન્દુ” એ કોઈ ધર્મ નથી, “હિન્દુ” એક સંસ્ક્રુતિ છે, અને તેનો પ્રવાહ છેક કુદરત પુજક આર્યો ની માન્યતાઓ થી ચાલ્યો આવે છે, સંસ્ક્રુતિ કદી શ્થિર રહેતી નથી એ એક નદીના પ્રવાહ જેવી છે, તેમાં અનેકધારાઓ મળતી જાય છે,એજ રીતે હિંદુ સંસ્ક્રુતિમાં પણ સમય જાય તેમ અનેક ધારાઓ ભળી, અલગ અલગ ફાંટા, સંપ્રદાયો, ફિરકાઓ ઉદ્ભવ થતા ગયા, રામભક્તો, ક્રુષ્ણ ભક્તો,ગુરુ પુજકો, તિર્થંકરપુજકો, બુધ્ધ પુજકો દેવીપુજકો, શિવભક્તો,ગણેશ, હનુમાનપુજકો હિંદુ કહેવાતા ધર્મમાં ભળતા ગયા, એ બધાની શ્રધ્ધા અલગ અલગ ફેલાયેલી હતી, પણ મુળ એકજ સંસ્ક્રુતિ સાથે જોદાયેલુ રહ્યુ હોવાથી એ બધાનો સમાવેશ “હિન્દુ ધર્મ ” તરિકે કરવામાં આવ્યો. બાકી એ “હિન્દુ કહેવાતા ધર્મમાં પણ અનેક વિવાદો અને મતભેદો જોવા મળે છે, આપંણે તાલિબાનો ને કટ્ટર કહેયે છીએ,, પણ આપના આ વિવિધમુખી “હિન્દુ”ધર્મોમાં પણ કટ્ટરતા ઓછી નથી.શિવભક્તો વૈષ્ણવો ને તુચ્છા ગણે છે તો રામભક્તો ક્રુષ્ણ પર વધુ આદર દર્શાવતા નથી, બૌધ્ધ ધર્મ તો હવે ભારતમાં નષ્ટપ્રાય થઈ ગયો છે, પણ જૈન ધર્મને તો આ “હિન્દુઓ”અલગજ ગણે છે, હિંદુઓ જેજે જૈનો જૈનેતરો ગણે છે તેઓ જૈન ધર્મને એક અજાણ્યો ધર્મજ ગંણતા હોય તેમ લાગે છે,બહુ કટ્ટર ન હોય તેવા જૈનો કદિક જૈનેતરોના મંદેરો , એટલે શિવમંદીર, દેવી મંદીર, વિષ્ણુમંદીરમાં દરશન કરતા જોવા મળે છે, પણ જૈનોના દેરાસરોમાં આવા જૈનેતર હિંદુઓ લગભગ જતા નથી, એક સંસ્ક્રુત કહેવત પણ બહુ જાણીતી છે કે સામે થી ગાંડો આખલો આવતો હોય, બીજી તરફ ઉંડી ખાઈ હોય તો પણ જૈનમંદીરમાં જવુ નહી…!આ કટ્ટરતા નથી તો શું છે..? જૈનોમાં એવુ શું છે કે તેમને લગભગ વિધર્મિ જેવા લેખવામાં આવે છે..? તો બીજી તરફ જૈનો ની પ્રતિક્રિયા પણ એવીજ કટ્ટરતા દર્શાવે છે, તેઓમાં પણ કેટલાક એવા આગ્રહી વ્યક્તિઓ હોય છે, જેઓ અન્ય જૈનેતર લોકોના ધર્મને “મિથ્યાત્વિ” એટ્લે કે મિથ્યા તત્વ ને પુજનારા ગણે છે.કેટલાક પોતાને જૈન ગણાવે છે એટેલે કે તેઓ હિંદુ નથી, પણ જૈન છે..!અને જૈનો ને એક સારી લઘુમતિ કોમ માં ખપાવે છે.
હિંદુ સંસ્ક્રુતિના બધાજ ધર્મના અનુયાયીઓ પોતાના ધર્મને શ્રેષ્ઠ કહેતા હોય છે, તેમની સામાન્ય વાતચિતમાં પણ કોઈ વ્યક્તિ નો પરિચય આપવો હોય તો તેઓ ગર્વથી કહેતા હોય છે કે ” આપણા જૈનછે ” અથવા ” એ તો આપણા વૈષણવ છે ” કે આપણા બ્રાહ્મણ છે ” એમનો ધર્મ પાળતા હોય એ એમના, બીજા સાથે ભેદભાવભર્યુ વરતન…!પણ એ બધાજ આપણા હિંદુ છે, કે ભારતિય છે એવુ હજી કોઈ વિચારતુ નથી.
આ ધાર્મિક કટ્ટરતા ના કારણે ગ્નાતિવાદ, ઉંચનીચ, પવિત્ર અને અશ્પ્રુષ્યજેવા ભેદભાવો આપણા સમાજ માં ઉભા થયા છે, મુસ્લિમો કે ખ્રિસ્તિઓમાં આવો ગ્નાતિવાદ જોવા નથી મળતો કારણ તે બધાનો ધર્મ એકજ હોય છે,કોઈ બ્રાહ્મણ ખ્રિસ્તિ કે વણિક મુસલમાનજોવા નહી મળે , તેમનો ધર્મ તેમને એકસરખો દરજ્જો આપે છે, અલબત્ત, આર્થિક પરિસ્થિતિ તેમને થોડા જુદા પાડે છે, પણ ધર્મની દ્રષ્ટિએ બધા સરખાજ હોય છે.એક મુસલમાન બીજા મુસલમાન થી ઉંચો કે નીચો નથી હોતો.
જૈનો ની કટ્ટરતા અને જૈનેતરોનો તમના પરત્વે જુદાઈ ના ભાવ પાછળ લાંબો ઇતિહાસ રહેલો છે,આપણે જાણીયે છીએ કે આપણા સમાજમાં બ્રાહ્મણો- પુરોહિતો નુ મહત્વ રથમથીજ રહેલુ છે, બ્રાહ્મણો અન્ય તમામ કોમ પર વર્ચસ્વ ભોગવતા, યગ્નો કરતા, પશુ બલિ ચઢાવતા, લોકોને સ્વર્ગ નર્ક ની કથાઓદ્વારા સદા ભયભિત રાખતા, અને બ્રાહ્મણોની પુજા, સત્કાર કરવા અનિવાર્ય લેખાતુ, ઇવન રાજાઓ પણ તેમની પુરોહિતો થી દબાઈ ને ચાલતા,બ્રાહ્મણો નો આ દબદબો જૈન અનેબૌધ્ધ ધર્મના ઉદય પછી ઘટવા લાગ્યો, બૌધ્ધો ને તો શંકરાચાર્ય દ્વારા વાદવિવાદમાં પરાજય થતા ભારત છોડી જવુ પડ્યુ પણ બ્રાહ્મણઓ સામે જૈનો હજી અડીખમ ઉભા હતા, તેઓ બ્રાહ્મણોના કર્મકાંડ, હિંસક યગ્નો અનેભ્રામક ઉપદેશોના વિરોધિ રહ્યા.જૈનો સામાન્ય રીતે આર્થિક રીતે સમ્રુધ્ધ હતા, તેમને કોઈના આશ્રય ની જરુર ન હતી, કેટલાક માહન રાજવીઓ ના મંત્રીઓ જૈન હતા, કેટ્લાક આપત્તિકાળમાં રાજ્ય ને પણ આર્થિક મદદ કરતા,તેમના મંદીરોમાં યગ્ન કે હવનો થતા નહી, તેમની પુજા વિધીમાં પણ બ્રાહ્મણો ની જરુર રહેતી નહી.અલ્બત્ત. તેમના લગ્નો બ્રાહ્મણો કરાવતા પણ જૈનો તે વિધિને કદી ગંભિરતા થી લેતા નહી, અને વિધિ કરાવનાર બ્રાહ્મણ નો દરજ્જો માત્ર એક જાણકાર કર્મચારી જેવોજ રહેતો, પૈસા, દક્ષિણા આપી ને વિધિકાર બ્રાહ્મણ મેળવી શકાતો. એટ્લે બ્રાહ્મણો નુ જે મહત્વ જૈનેતર લોકોમાં હતુ તે જૈનોમાં ન હતુ. એટ્લે બ્રાહ્મણો જૈનો તરફ તિરસ્કાર દરશાવતા, અને બીજી કોમ તો તેમના અભિપ્રાય ને બ્રહ્મવાક્ય ગણતી હોઈ, સમગ્ર “હિંદુ” સમાજ જૈનો ને અલગ ગણતા થયા, જૈનો સમ્રુધ્ધ હતા, તેમને રાજકિય પીઠબળ પણ હતુ, એટલે તેમનુ વધુ તો બગાડી શકાય તેમ ન હતુ,પણ તેમને અલગ ગણવાનુ તેમના તરફ છુપો ધિકાર સેવવાનુ સામાન્ય થઈ પડ્યુ.જૈનો મોટાભાગે વણિકો હોય છે , એટેલે ” વાણિયો લુચ્ચો હોય છે.” કે વાણિયો વ્યાજખોર હોય છે.” કે ” વાણિયો ભિંતે ચિત્ર્યો પણ નહી સારો” જેવી ઉક્તિઓ થી જૈનો પર વેર વાળવામાં આવવા લાગ્યુ, પણ એ થી વ્ધુ જૈનો નુ કાંઈ બગાડી શકાય તેમ ન હ્તુ,ઉપરાંત જૈન શ્રેષ્ઠીઓ પાસે ધન હતુ, સતા પણ હતી એટલે તેમની જરુર તો બધાનેજ પડતી, એટલે જૈનો ને ધિક્કાર્યા છતા તમના વીના પણ કોઈ ને , ઇવન બ્રાહ્મણોને પણ ચાલતુ નહી.
તો બીજી તરફ જૈનો પણ આ ભેદભાવ ભર્યા વર્તાવ થી જૈનેતર લોકોથી દુર થતા ગયા, કોઈ ને ધિક્કારવામાંજ કટ્ટરતા, સંગઠન મજબુત બનતી હોય છે, પ્રતિક્રિયા તરિકે જૈનો જૈનેતરો ને મિથ્યાત્વિ કહેવા લાગ્યા,તેમના દેરાસરોમાં ગરીબ બ્રાહ્મણો ને પુજારી તરીકે નોકરીએ રાખવા લાગ્યા અને બ્રાહ્મણો પુજકિય છે એ વાત ની સદંતર ઉપેક્ષા કરવા લાગ્યા. આમ એકબીજા ના વિરોધમાંથીજ કટ્ટરતા નો ઉદભવ થવા લાગ્યો.આપણેજ શ્રેષ્ઠ, અને બીજા ઉતરતા, એ ભાવના એક પ્રતિક્રિયા તરીકે પેદા થઈ અને ધીમે ધીમે દ્રઢથવા લાગી. શ્રેષ્થતા ના ગર્વમાંજ ખ્રિસ્તિ મિશનરીઓ પોતાના થી ઉઅતરતા ગણાતા લોકો, પોતાના થી પછાત ગણાતા લોકોમાં આજ શ્રેષ્થતાની ભાવના થી સેવા કાર્ય કરવા નિકળ્યા હોય છે, અને વટાળ પ્રવ્રુતિ પણ કરતા રહેતા હોય છે. મુસ્લિમ કટ્ટરવાદીઓ પણ પોતાને પોતાના ધર્મને અને પોતાની રહેણીકરણી નેજ શ્રેષ્ઠ ગણતા હોય છે, અને બીજા સૌએ એ રીતેજ જિવવુ જોઈયે એવો દુરાગ્રહ સેવતા હોય છે, કટ્તરતા બધામાં હોય છે ખ્રિસ્તિઓ સેવાકાર્યથી પોતાની શ્રેષ્ઠતા વ્યક્ત કરતા તો તાલિબાનોજોરજુલમ અને મારકાપ દ્વારા પોતા ની શ્રેષ્ઠતા વ્યક્ત કરી રહ્યા છે.
ધર્મો જુદી જુદી માન્યતાઓદ્વારા ઉત્પન્ન થયા હોય છે, જો ધર્મ3ખરેખરે ઇશ્વરિય પ્રેરણા થી ઉત્પન્ન થતા હોય તો બુધ્ધ, મહાવિર, ઇશુખ્રિસ્ત, મોહમ્મદ પયગંબરગુરુ નાનક, સહજાનનંદ સ્વામિઇત્યાદિ બધાએ અલગ અલગ મંતવ્યો અને એકબીજાથી જુદા પડતા ઉપદેશો કેમ આપવા પડે છે..?અને તેમને કદાચ એવો વિચાર પણ નથી હોતો કે તેમના અનુયાયીઓ તેમના ઉપદેશોનુ પાલન કરવવા માટે મારકાપ કરી નાખશે..!હકિકતમાં તો આ બધાજ ઉપદેશકોએ કોઈ ધર્મની સ્થાપના કરી હોતી નથી, તેઓ તો માત્ર પોતાના સમયના સમાજ મં પેસી ગયેલ સડો દુર કરવા અને સમાજ નુ કલ્યાણ કર્વાજ ઉપદેશ આપતા હોય છે, પણ અનુયાયીઓ તેને ધર્મ તરીકે સ્થાપી દેતા હોય છે, અને પછી તેમાં કટ્ટરતા પ્રએશી જાય છે તે કોઈ ને ખબર પણ નથી રહેતી.ગાંધીજી એ કોઈ સંપ્રદાય નથી સ્થાપ્યો પણ તેમના અનુયાયીઓ એ “ગાંધીવાદ” ઉભો કરી નાખ્યો.કટ્ટર ગાંધિવાદીઓ હવે રહ્યા નથી, બાકી તેમની કટ્ટરતા પણ કોઈ ધર્મ થી ઓછી ન હોત..!આજે પણ એક દંભી ગાંધિવાદ પ્રસરેલો આપણે જોઈએ છીએ. જેમાં ગાંધીના મુળ વિચારો નો પડછાયો સુધ્ધં દેખાતો નથી.ઉપદેશકો નિ:શંક મહાન હોય છે, પણ તેના અનુયાયીઓ, અર્થઘટન કરનારાઓ કટ્ટરતા ઉભી કરતા હોય છે,આપણે ખરેખર જો ધર્મનિરપેક્ષ બનવુ હોય તો ધાર્મિક વડાઓ અને તેમની પાસે રહેલી સંપતિલોક કલ્યાણમાં વાપરવા જપ્ત કરવી જોઈએ,અને અવાસ્ત્વિક ઉપદેશો પર પ્રતિબંધ મુકી દેવો જોઈએ.કારણ હવે ધર્મ ની નહી પણ સદ્ભાવ, વિકાસ અને કેળવણી ની જરુર છે.

Posted માર્ચ 1, 2011 by sureshmsheth67 in Uncategorized