Archive for જાન્યુઆરી 2011

maanyataao   Leave a comment

માન્યતાઓ

પ્રસ્તાવના. : માન્યતાઓ જિવનનો એક ભાગ છે, આપણુ ઘણુખરુ વર્તન માન્યતાઓના આધારે ઘડાતુ હોય છે. આવી અગણિત માન્યતાઓ અભિપ્રાયો અને વિચારસરણીઓ આપણા જિવનમાં રુઢ થઈ ગઈ હોય છે,કોઈ તેને ચેલેંજ કરી શકતુ નથી અથવા કરવા માગતુ નથી,કે એ માન્યતાઓમાં સત્યનો અંશ કેટલો છે..!એવો વિચારપણ કોઈ કરતુ નથી,રુઢથયેલી માન્યતાઓ થીવિપરિતઘણીવાર બનતુ હોય છે,તેમછતા માન્યતામાં સુધારો કરવાની પહેલ કોઈ કરતુ નથી,જો માન્યતા પથ્થરની લકીર છે,તો તેનાથી વિરુધ્ધ કેમ બન્યુ, એવો વિચાર કોઈ કરતુ નથી,આપણા જેવા એકલદોકલ વાસ્તવવાદીઓ પુછે કે માન્યતાની વિરુધ્ધ કેમ બન્યુ..? તોસામે વાળા મુખ પર કંટાળો દર્શાવી કહે છે કે “હવે મુકો ને લપ..!જે થવાનુ હતુ તે થઈ ગયુ..,એની ચર્ચા શી કરવાની….!”એમને કહીયે કે ભાઈ તમારી માન્યતા ખોટી પડી તો સુધારતા કેમ નથી..?તો એમનો પ્રતિભાવ એવો હશે કે એ તો કોઈ વાર અપવાદ થઈ શકે, ( બાકી માન્યતા તો અફરજ છે.)આવુ કહી ને તેઓ સત્ય સામે આંખમિચામણા કરતા હોય છે,એક નાનો બાળક શંકરના લિંગ ઉપર ઉંદરને ફરતા જોઈ ને બધી જુની માન્યતાઓને વિસારી ને દયાનનંદ સરસ્વતિ બન્યો એ સ્પિરિટ બહુ ઓછામાં જોવા મળે છે,માન્યતા ને તર્કની કસોટીએ ચડાવી ચકાસી જોવાનુ બહુ થોડા લોકો સમજતા હોય છે.માન્યતા રુઢ થઈ જાય તે પછી તેને બદલવીલોકોને ગમતી નથી.. અહીં કેટલીક માન્યતાઓનુ વિવરણ આપ્યુ છે, જેની સત્યાસત્યતાની કોઈ ગેરંટી નથી હોતી તેમ છતા લોકો તેને બ્ર્હમવાક્યની જેમ વળગી રહેતા હોય છે. ટિટોડી ના ઇંડા. એવુ માનવામાં આવે છે કે ટિટોડી નામનુ પક્ષીજ્યાં તેના ઇંડા મુકે તે લેવલ સુધી વરસાદ નુ પાણી આવશે,જો ટિટોડીઉંચી જગ્યાએ ઇંડા મુકે તો વરસાદ વધુ પ્રમાણમાં આવશે,અને જો ઇંડા જમીન લેવલે મુક્યા હશે તો વરસાદ નહીવત પડશે અથવા દુષ્કાળ પડશે…!હકિકતમાં જ્યારે વરસાદની મોસમ શરુ થાય ત્યારે ટિટોડીએ ક્યાં ઇંડા મુક્યા હતા એ કોઈ યાદપણ કરતુ નથી.આ માન્યતા ઘણી વાર ખોટી પડી ચુકી હોય છે,તેમ છતા લોકો એ કબુલવા તૈયાર નથી હોતા,વર્તમાન પત્રોમાં પણટિટોડીના ઇંડાના સ્થળના ફોટા છ્પાય છેઅને સારા કે નબળા ચોમાસાની અટકળ બાંધવામાં આવે છે,પણ ખરી મોસમ વખતે ટિટોડી ને કોઈ યાદ પણ કરતુ નથી. ગરીબ અને અમિર. ગરીબો સારા, ભલાભોળા,ઉદાર અને પ્રામાણિક હોય છે જ્યારે અમિરો દુષ્ટ,લુચ્ચા, સ્વાર્થી ,કંજુસ અને અપ્રામાણિક હોય છે,એવુ આપણે માનતા હોઈયે છીએ,પણ એમાં કોઈ તથ્ય કે વૈશ્વિકસત્ય જોવા મળતુ નથી.વ્યવહારિક જગતમાં ગરીબો પણ લુચ્ચા, અપ્રામાણિક, જુઠાબોલા અને લાલચુ જોવા મળે છે,તો અમિરોમાં પણ ઘણા સદગુણી, પ્રભુપરાયણ, ઉદાર તેમજ પ્રામાણિકપણે વેપાર વ્યવસાય કરનારા જોવા મળતા હોય છે,જેમને ગરીબ વર્ગમાં મુકી શકાય તેવા મજુરો કામચોર હોઈ શકે છે,ઇલેક્ટ્રીશિયન કે ટેલીફોન નો લાઈન મેન વધુ પૈસા પડાવતો હોય છે,રેક્ષાચાલકો મોંમાગ્યા ભાડા વધાર્યા પછી પણ ખોટી રીતે વધુ પૈસા માગતા અચકાતા નથી,છુટ્ટા પૈસાતો પાછા આપતાજ નથી,બસકંડક્ટરો પણ પરચુરણ આપતા નથી અને બાકી રાખેલ પૈસા ભુલવાડી દેવાની કોષીષ માં રહેતા હોય છે.દુધવાળો ભૈયો દુધ ઓછુ ભરતો હોય છે ઘરનોકર કામમાં વેઠ ઉતારતો હોયછે,ગેરેજ નો મિકેનિકખોટા બિલો બનાવીવધુ પૈસા પડાવતો હોય છે,લોટ દળવાની ઘંટીવાળો મોટી ઘટ કાપી ને એકત્રિત કરેલ લોટ વેચી ને નાણા ઉભા કરતો હોય છે,દર્જી કાપડ ચોરે છે,શાકવાળા વધુ પૈસા અને ઓછાવજનનો ધંધો કરતા હોય છે,નાના વેપારીઓ, કારીગરોવેગેરે પણ ઓછુ કામ અને વધુ વળતરલેવામાં માનતા હોય છે.. તો બીજી તરફ ઘણા અમિરો દેશના વિકાસ માટે વેપાર ઉદ્યોગમાં વ્રુધ્ધિ કરીને રોજીરોટી પુરા પાડવાનુ કામ કરતા હોય છે, તેઓ કરવેરા ભરે છે,બેકારો ને રોજગારી આપે છે,, દાનદક્ષિણા આપી ને સમાજ પરત્વે નુ ઋણ ફેડવાનુ કામ પણ કરતા હોય છે, કેટલાયે ધનિકો હોસ્પિટાલો ,કોલેજો, શાળાઓ, ધર્મશાળાઓતથા ધર્મસ્થાનકોમાંપોતાનુ પ્રદાન આપી ને તથા કેટલાયે ધર્માદા ટ્રસ્ટોમાં સખાવત કરી ને સમાજ સેવા કરતા હોય છે,પછી તેમના માટે એવુ કહી ને તેમને ઉતારી પાડીયે કે તેઓ બેનંબરના નાણા વાપરે છે, કે લોકોને લુંટીને ધર્માદા કરે છે તો તેમાં આપણા પુર્વગ્રહ વધુ કારણ ભુત હોય છે.તેઓ સમાજપાસેથી મેળવેલ હોય તેમાંથી થોડુ સમાજ ને પાછુ આપે છે એ તો સ્વિકારવુજ જોઈએ., જ્યારે ગરીબો પોતાને ગરીબી ગાઈ ને સમાજ પાસેથી કાંઈ ને કાંઈ મેળવવાનો પોતાનો અધિકાર સમજતા હોય છે.અલ્બત્ત, તેમની ગરીબી માં તેમનો દોષ બહુ નથી હોતો, દોષ સિસ્ટમ નો છે., તેમછતા ગરીબો ને માત્ર ગરીબ હોવા બદલ બીરદાવવા માં કોઈ તાર્કિકતા નથી.અમિરોને ભાંડવા પાછળ એક પ્રકાર ની ઇર્ષ્યા, લઘુતાગ્રંથી, અને પુર્વગ્રહ રહેલા હોય છે,તેમને કંજુસ કહેનારાઓ પાસે કંજુસાઈ કરવા જેવુ પણ કાંઈ હોતુ નથી, જ્યારે કંજુસમાં ખપનાર અમિરો નાણાં નુ મુલ્ય સમજતા હોય છેતેથી જોઈ વિચારીને ખર્ચ કરતા હોય છે. ગરીબી નાબુદ ન કરી શકનાર રાજ્યસતાઓ ગરીબો ને “ દરિદ્ર નારાયણ “ કહી હુલાવે ફુલાવે છે,અને અમિરો પર દોષારોપણ કરી ને ગરીબો ને ચણાના ઝાડ ઉપર ચડાવી ને “ ગરીબીમાં ગૌરવ છે.” એવા શાબ્દિક નશામાં મસ્ત રાખતી હોય છે. બાકીઅમિર અને ગરીબ બધાજ માણસ છે, અને માણસજાતની તમામ નબળાઈઓ તથા શક્તિઓ તે બન્ને માં સહજ રીતે રહેલી હોય છે. કરચોરી-દાણચોરી. આપણા લોકશાહી દેશમાં રાજાશાહી કરતા પણ વધુ કરવેરા ભરવાનો બોજો નાગરિકો પર લાદવામાં આવે છે, અને નેતાઓ રાજાઓ કરતા પણ વધુ ઠાઠ માઠ થી અને વૈભવથી જિવતા હોય છે, એક રીતે જોઈ એ તો રાજાઓનુ વૈભવી જિવન ક્ષમ્ય ગણી શકાય કારણ તેઓ માલિક હતા, તેમના પુર્વજોએ લોહી રેડી ને રાજ્ય ઉભુ કર્યુ હોય છે, પણ નેતાઓ તો સેવા કરવા નેતા બન્યા હોય છે, અને તેઓ જે વૈભવ ભોગવે છે તે માટે તેમણે કાંઈ ખર્ચ કર્યો હોતો નથી.અને તેમનો ખર્ચ આપણે ભરેલા કરવેરામાં થીજ નીકળે છે.. કરવેરા ની સંખ્યા તથા પ્રકાર પ્રતિવર્ષ વધતાજ જાય છે,તેજ રીતે વિદેશ થી આયાત થતી ચિજો ઉપર ડ્યુટી લાદવામાં આવતી હોય છે, જેનો ભાર પણ છેવટે તો નાગરિકો ઉપરજ પડતો હોય છે.આવા કરવેરા અને ડ્યુટી ભરવાનુ ટાળનારાઓ ને કરચોરો અને દાણ ચોરો તરીકે ઓળખવામાં આવે છે,એટલે કે તેઓ દેશ પ્રત્યેની ફરજ ચુકતા હોવાથી તેમને કરચોરો અને દાણ ચોરો કહેવાતા હોય છે, તે માટે ની શિક્ષા પણ મોટી હોય છે.. કરવેરા ની આવક માંથીદેશના નાગરિકોના હિતમાં વિકાસના કામો તેમજ સુખસુવિધાની સગવડો ઉભી કરવામાં આવે એવો કોંસેપ્ટ હોય છે. તો ડ્યુટી લગાડવા પાછળ આયાતી ચિજો સામે દેશના ઉત્પાદનો ને રક્ષણ પુરુ પાડવા નો હેતુ રહેલો હોય છે. કરચોરો અને દાણ ચોરો દેશના આર્થિક ગુનેગારો છે,પણ…, સામે પક્ષે લોકોએ ભરેલ કરવેરા અને ડ્યુટી ના નાણા થોડા સત્તાધિસોના મોજશોખ ,પગારવધારા અને સગવડો વધારવા માં અને બીનજરુરીવિમાની પ્રવાસો માં અને અણ છાજતા પ્રસંગો ઉજવવામાં અને એ ઉજવણીના ખર્ચમાંથી પણ કટકી કાપી લેનારાઓને પોષવામાં જો વેડફવામાં આવતા હોય, તોકર લેનાર સત્તાને પણ ગુનેગાર ગણવા જોઈએ.. કરલેનાર સરકારમાં જો ભ્રષ્ટાચાર ચાલતો હોય,લાંચ, કટકી, કમીશન,લાગવગ અને કામગીરીમાં પ્રમાદ ચાલતા હોય, સરકારમાં કોઈ પોતની ફરજો યોગ્યરીતે બજાવતુ ન હોય,પોલીસ, આવકવેરા ખાતુ, વેચાણ વેરા તથા વેટ ખાતુ,ઓક્ટ્રોઇ, નાગરિક પુરવઠાખાતુ,પાણી અને ગટરવ્યવસ્થા ખાતા,જાહેરબાંધકામ ખાતુ,પોષ્ટખાતુ,, ઉદ્યોગ ખાતુ, ક્રુષી ખાતુ,જાહેર સ્વાસ્થ્યખાતુ,રોડ અને બિલ્ડીંગ ખાતુ,ડોકટરો. નર્સો, વોર્ડબોય,લશ્કરી અમલદારો ,( આદર્શ કૌભાંડ.)અને ન્યાયાધિશો પણ જો યોગ્ય રીતે કામ ન કરતા હોય તો તેમને લોકોના કરવેરાના નાણાં માંથી નિભાવવામાં કઈ તાર્કિકતા છે..?અને આવા અપરાધો ચલાવી લેનાર સરકાર ને કરવેરા ઉઘરાવવાનો શો અધિકાર છે..?જો ફરજો ન બજાવતી હોય તો એ સરકારજ હકિકતમાં કરચોર છે..!જો લોકોના કરવેરા ના નાણા થોડાલોકોના ખીસ્સાજ ભરાતા હોય, અને લોકો સુવિધાથી વંચિતજ રહેતા હોય તો સરકાર ને કરવેરા ઉઘરાવવાનો કોઈ હક નથી રહેતો.જો કર ન ભરનાર નાગરિક કરચોર અને અપરાધી છે તો કરવેરાનો લોકોના હિતમાં ઉપયોગ ન કરનાર સરકાર પણ કરચોરજ ગણાવી જોઈએ. , જો નાગરિકો ની ફરજ કર ભરવાની છે, તો સરકારની પણ ફરજ છે કે તે લાંચીયા, ભ્રષ્ટ, ખાઈ બદેલા, આળસુ અને નિરુપયોગી સફેદ હાથી જેવા સાંસદો, પ્રધાનો અમલદારો અને સેવકો પાસેથી પુરુ કામ લેવાની જવાબદારી નિભાવે..! જોનાગરિકોની સુવિધામાટેજ આ બધા કરવેરા તંત્રો ની રચના કરવામાં આવી હોય,તો કરભરવા છતા નાગરિકો હાલાકી કેમ ભોગવે છે..?કર ન આપનારા કરચોરો છે, દાણ ન ચુકવનારા દાણ ચોર છે,અને તેમના માટે આકરી સજા છે,તો કરવેરાની લેનારી સરકાર પોતાના તંત્રની નાગાઈ કેમ ચલાવી લે છે..?સ્વિસબેંકોમાં લાખોઅજબ રુપિયા કેવી રીતે જમા થાય છે.?કોણ જવાદે છે..?ગુન્હાખોરી કેમ અટકતી નથી?રસ્તાઓ કેમ ધોવાઈ જાય છે.?ગટરો કેમ ઉભરાય છે?પુલો કેમ તુટી પડે છે,દેશ ની જમીન પર વિદેશી દ્શોનો દાવો કેમ ચલાવી લેવાય છે..?લાલચોકમાં તીરંગો કેમ ફરકાવી શકાતો નથી..?ન્યાય મળવામાં વિલંબ કેમ થાય છે..?ખુલ્લેઆમ કત્લેઆમ ચલાવનારા ને ફાંસી કેમ અપાતી નથી?પૈસા આપ્યાવીના કોઈ કામ કેમ થતા નથી..?અનાજ કેમ સડવા દેવાય છે..?શિક્ષકો ટ્યુશનસિવાય ભણાવતા કેમ નથી.?ડોક્ટરો લુંટ કેમ ચલાવે છે..?ચાર્ટર્ડ એકાઉંટંટો હિસાબી ભુલો કેમ નજર અંદાજ કરે છે..?ઇજનેરો આંખાઅડાકાન કેમ કરે છે..?આ બધા શું કરચોરો કે દાણ ચોરો કરતા ઓછા ગુન્હેગારો છે..?તેમના માટે કોઈ આકરી સજા નથી..?નથી તો કેમ નથી..?લોકશાહીમાં માત્ર નાગરિકો જ ગુન્હેગાર, નાગરિકોના પૈસે તાગડધિન્ના કરનાર ને કોઈ સજાનહી, એ કેવી લોક શાહી..?કરભરવા ના બદલામાં સુવિધા ન મળતી હોય, અને નેતાઓ અમલદારો જ જો કરના નાણા થી જલ્સા કરતા હોય તો કરવેરા શામાટે ભરવા..?કર લેવા છતા સુવિધા ન આપનાર સરકારી તંત્રજ ખરેખર તો કરચોર ગણાય,કારણ લોકોના પરસેવાના પૈસા થોડા આગેવાનો ના મોજશોખમાટે જ વપરાતા હોય તો કહ્રા ચોર તો કરલેનાર સત્તાધિસોજ છે.કરભરવો એ કોઈ ધાર્મિક કે આધ્યાત્મિક ફરજ નથી, માત્ર નૈતિક ફરજ છે, અને નૈતિકતા તો કરલેનાર તંત્રને પણ સમાનપણે લાગુ પડે છે.. આ તો આપણે બંધાયેલા અને એ લોકો છુટ્ટા. એવી વાત થઈ…!
પાપનુ ફળ અહીંજ મળે છે. આ પણ એક આશ્વાસક માન્યતા છે,પાપ અને ગેરરીતી સામે માથુ ઉંચકી ન શકનારાઓ એ આ માંન્ય્તા ફેલાવી છે.પણ એમાં તથ્ય નથી જણાતુ. સમાજ જેને પાપમાં ગણતરી કરે છે,એવા ક્રુત્યો કરનારાપાપીઓ આરામથી પોતાનો જિવનકાળ સુખેથી પુરો કરીજરાપણ કષ્ટ ભોગવ્યા વીના સ્વર્ગે સિધાવે છે, તેમને જરા પણ દુ:ખ કે સંઘર્ષ ભોગવવા પડતા નથી,એવુ આપણે જોઈએ છીએ.આના ખુલાસામાં “ દેરહૈ, અંધેર નહી” નુ ચિલાચાલુ રટણ કરવામાં આવતુ હોય છે.અંધેર ન હોય તો આ કહેવાતા પાપીઓસુખેથી કેમ જિવી જાય છે.?ઉલ્ટુ પ્રામાણિકતા થી જિવનારજ વધુ દુખી અને ત્રસ્ત જોવા મળે છે., તો પછી આ પાપ અને પુણ્ય,ભ્રષ્ટાચાર અને સદાચાર ની વાતો લોકોને મુર્ખ બનાવવા માટેજ બનાવેલી છે..?ભગવાન ને મન આ પાપપુણ્ય ની કોઈ વિસાત નથી..?કે આપણે જેને પાપ માનીયે છીએ, તે હકિકતમાંપાપ છેજ નહી..?આનો જવાબ કોની પાસેથી મળે..?પછી એમ કહેવામાં આવે કે આ ભવમાં નહી તો આવતા જન્મે તેમને ફળ મળશે જ., તો એનો કોઈ અર્થ નથી.આવતો જન્મ કોણે જોયો છે..?દાઉદ ઇબ્રાહિમ, છોટા શકિલ,અજમલ કસાબ,કલમાડી, એ.રાજા વેગેરેને આવતા જન્મે ફળ મળે તો એ જોવા આપણે ક્યાં હાજર રહેવાના હતા..?આવતો જન્મ તો એક છટકબારી છે, જાતને છેતરવાની યુક્તિ છે.મહત્વનુ એ છે કે એ બધા આજન્મમાં તો સુખચેન થી જીવી રહ્યા છે..!પછી પાપનુ ફળ કે પુણ્યનુ ફળ ની નકામી વાતો કરવાનો અર્થ શું છે..? શુધ્ધ-અશુધ્ધ આહારવિહાર. આજે ખાદ્ય પદાર્થોમાંભેળસેળ વધી ગઈ છે.શુધ્ધ ઘી, દુધ, માખણ ,તેલ મશાલા, દેશી ખાતરમાં પાકેલુ અનાજ,વીગેરે મળવુ દુર્લભ છે,દવાઓ ઔષધોમાં પણ બનાવટ જોવા મળે છે,જુની પેઢીના લોકો ગર્વથી કહેતા હોય છે કે અમે તો અઢી રુપીયે મણ ચોખ્ખુ ઘી ખાધુ છે, એજ ઘી આજે ચોખ્ખુ ન હોવા છતા બસો થી ત્રણસો રુપીયે કિલો મળતુ થઈ ગયુ છે., તેમ છતા નવાઈ ની વાત તો એ છે કે એ શુધ્ધ હવાપાણી અને ખોરાક ના જમાનામાં આયુષ્ય ની દોરી ટુંકી હતી,60 વર્ષે તો માણસ “ડોસો” બની જતો,સ્થુળ વ્યક્તિ મજબુત અને સુખી ગણાતો,, પછી એ અચાનક ગુજરી જાય કે નબળો થઈ જાય ત્યારે કહેવાતુ કે “નખમાંયે રોગ ન હતો, કોઈએ કાંઈક કરી નાખ્યુ છે..”પણ હકિકતમાં એ સમયે કોઈ પેથોલોજી ટેસ્ટ કરાવતુ નહી, એટલે તંદુરસ્ત દેખાતો માણસ ડાયાબીટીશ, હાર્ટ એટેક, બ્લડપ્રેશર, કીડની ફેલ્યોર,લિવરના રોગો થી પિદાતો હોય તે કોઈ ને ખબર ન પડતી, અને “ સાજોસારો માણસ હાલ્યો ગયો..” એવી કોમેંટસ કરવામાં આવતી.. એટલે કહેવાનુ તાત્પર્ય એ છે કે શુધ્ધ આહારવિહાર, હવાપાણી થી વ્યક્તિ લાંબુ જિવન ભોગવતોન હતો.જ્યારે આપણેઅશુધ્ધ આહાર, અશુધ્ધ પાણી,પ્રદુષિત હવા, બનાવટી દવાઓ વચ્ચે જિવવા છતા આપણા સરેરાસ આયુષ્યમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે જે હદે ભેળ સેળ થઈ રહી છે,તે જોતા તો માણસ પિસ્તાલીશ કે પચાશ વર્ષે મરણ શરણ થઈ જવો જોઈએ. જ્યારે આજે હકિકતમાં વ્યક્તિ 70-થી 80 વર્ષે પણ સારી રીતે જિવી રહેલો જોવા મળે છે.એ જોતા એવુ લાગે છે કે કુદરતે મનુષ્યના શરીર માં કાંઈક એવી રચના કરી છે કે જેનાથી તે વિપરિત ખાનપાન અને આબોહવામાં પણ સારી રીતે જિવી શકે છે…!એટલે શુધ્ધ આહારવિહારજ માણસને લાંબુ જિવાડે છે એમ માનવુ યોગ્ય લાગતુ નથી.. જુનુ એટલુ સોનુ. ઘણા ખરા એવુ માનતા હોય છે કેજુનુ એટલુ સારુ,તેમને મન જુની પધ્ધતિઓ, જુના રીવાજો,જુની માન્યતાઓ જુનુ સાહિત્ય, જુની ફીલ્મો, જુના ગીતો વેગેરે ઉપર એક જાતનો અહોભાવ હોય છે.પણ એમાં એમના પુર્વગ્રહ કિવાય બીજુ કાંઈ નથી હોતુ.આજે ટેકનોલોજી નો વિકાસ થયો છે,જુના વખતમાં પાણી માથાપર ઉંચકી ને દુરથી લાવવુ પડતુ,માર્ગો કે પરિવહનના સાધનો ન હતા,માટીના કાચા મકાનો હતા,વિજળી ન હતા,દવાખાના દુરદુર હતા,રેડીયો કે ટેલીવિઝન ન હતા,ત્વરિત સારવાર મળતી ન હતી,ઝેરી જિવો નો ઉપદ્રવ હતો,પુર વરસાદ અને રોગચાળાથી મરણપ્રમાણ અને નુકશાની ઘણી મોટી હતી. સરખામણી માં પાણી આજે તમારી ઘરમાં આવે છે,માર્ગ અને પરિવહન નો વિકાસ થયો છે,દુરનો પ્રવાસ સુખદ બન્યો છે, પાકા મકાનો, વિજળી નો પ્રકાશ,રેડીયો, ટીવી, થી જગત નાનુ બની ગયુ છે,તારટેલીફોન, ફોન, મોબાઇલફોન, ઇંટરનેટ થી સંદેશવ્યવહાર ઝડપી બન્યો છે, તાત્કાલિક સારવાર મળે છે, રોગો સામે લડવાની ક્ષમતા વધી છે, હિન્દુસ્તાન ભર નો એકચક્રી બાદશાહ અકબર જેટલી સગવડ નહોતો ભોગવી શકતો એનાથી અનેકગણી સગવડો આજે એક સામાન્ય માણસ ભોગવતો થયો છે, એ ટેકનોલોજી નો પ્રતાપ છે.. જુની ફિલ્મો જુના ગીતો અલ્બત્ત સારા હતા પણ ટેકનિક ની દ્રષ્ટિએ આજની ફિલ્મો, ઉત્તમ બને છે,ગીતસંગીત પણ નવિનતા સભર હોય છે.પ્રુથ્વીરાજ કપૂર, સોહરાબમોદી કે બલરાજ સહાની ની સામે આજના અમિતાભ, સલમાન કે આમીર કોઈ રીતે ઉતરતા નથી.. કેટલાક લોકો ને પોતાના સમય કરતા જુનો સમય ભવ્ય લાગતો હોય છે. મારી યુવાવસ્થાની શરુઆતમાં કિશોરકુમાર ની ફિલ્મો ‘ ભવાડા” ગણાતી લોકો હસવામાં સમજતા ન હતા, આજે એજ કિશોરકુમાર ને કેટકેટલી અંજલી મળે છે .! એક મહાન ગાયક અભિનેતા તેને ગણવામાં આવે છે. જુના સમય કરતા આજના સમયમાં દલિતો અને સ્ત્રિઓ વધુ મુક્ત થયા છે,વિધ્યાશાખાઓમાં વૈવિધ્ય આવ્યુ છે,જોબ-નોકરીની તકો વધી છે,પહેલા મુંબઈ કમાવા જવુ એ મહન પ્રસંગ ગણાતો, આખુ ગામ વળાવવા આવતુ, આજે યુરોપ અમેરિકામાં અવરજવર સામાન્ય બની ગઈ છે.પહેલા લેમડાના છાંયે ઠડક શોધવી પડતી, આજે એરકંડીશન ની ઠંડક માણી શકાય છે.એટલે જુનુ એટલુ સોનુ અને નવુ એટલે નકામુ એ માન્યતા પણ સુધારો માગે છે. લોકમતનો વિરોધ મુશ્કેલ.. કેટલીક વાતો એવી હોય છે કે તેનો વિરોધ કરાતો નથી,કેટલાક વર્ષો પહેલા “ પાકીઝા” નામની એક ફીલ્મ આવી હતી,એની એવી હવા ફેલાઈ હતી કે એ ફિલ્મ ને મહાન ગણવામાં આવી હતી,કોઈ તેની વિરુધ્ધ કાંઈ બોલતુ નહી, પેલા રાજાની વાર્તા ની જેમ માત્ર બુધ્ધિશાળી નેજ રાજા ના વસ્ત્રો દેખાતા હતા એટલે બધાજ બુધ્ધિશાળી માં ખપવામાટે નિર્વવ્સ્ત્ર રાજાના વસ્ત્રોની પ્રશંશા કરતા હતા , તેજ રીતે પાકીઝા ના વખાણ નહી કરીયે તો આપણે નાસમજ ગણાઈશુ એવા કલ્પિત ભય થીબધાજ પાકીઝા ની વાત અહોભાવપુર્વક કરતા.. અ માહોલ વચ્ચે એક વખત મેં મારા વર્તુળમાં જાહેર કર્યુ કે પાકીઝા ફિલ્મ સારી છે, એમાં મુસ્લિમ નવાબી તહેજીબ વાળા પરિવાર ની કથા છે, પણ એમાં “મહાન “શું છે..?એ રીતે જોઈએ તો “ મેરે મહેબુબ” ક્યાં કમ હતી?આ પહેલ થયા પછી બધાની જીભ ખુલી અને પાકીઝા ના જાદુમાંથી બધા બહાર આવી ગયા.. એવુજ હમણાં ની ફિલ્મ “સ્લમડોગ મિલિયોનર”ની બાબતમાં થયુ છે.આજે તેને ઓસ્કાર એવોર્ડ મળ્યો છે, તેના ગીત “જય હો “ ને સર્વશ્રેષ્ઠ ગીત ગણવામાં આવ્યુ છે,પણ હું માનુ છું કે સ્લમડોગમાં ભારત્ની ગરીબી અને ગંદકી દર્શાવવા બદલ અને ભારતની ઇમેજ ખરડવા માટેજ તેને ઓસ્કાર થી નવાજવામાં આવી છે,બાકી એ ફીલ્મમાં ધ્યાન ખેંચે એવુ શું છે?વિશેષતા શું છે..?એ કરતા તો કે.એ.અબ્બાસ ની ફિલ્મ “ શહર ઔર સપના” કે મહેબુબ ની મધર ઇંડીયા, ઉત્તમ ક્લાસિક ફેલ્મો હતી.શ્રી 420, કે જાગતે રહો કે કાનૂન ની તોલે પણ સ્લમડોગ આવી ન શકે..!છતા એક એવી હવા ફેલાવવામાં આવી છે કે કોઈ તેની વિરુધ્ધ બોલવાની પહેલ કરતુ નથી.તેના ગીત “ જય હો.”માં પણ કોઈ નવિનતા નથી તેને ઓસ્કાર મળવા જેવુ શું છે એ હું સમજી શક્યો નથી.એના કરતા તો બર્મન, સલિલચૌધરી, જયદેવ,શંકરજયકીશન કે નૌશાદએ અનેક રીતે ઉત્તમ તર્જો આપી છે,પણ આપણે ચિલાની બહાર વિચારતા નથી, અને વ્યક્ત કરતા નથી.લોકમત ની વિરુધ્ધ બોલવા આપણે માગતાજ નથી,ધર્મવિષે,સ્ત્રિઓની સ્થિતિ વિષે,દલિતો ની હાલત વિષે,રીતરીવાજો વિષે, નરેન્દ્ર મોદી વિષે, સોનિયા ગાંધી વિષે,પ્રવર્તમાન લોકમતથી વિરુધ્ધ બોલવાનુ સાહસ આપણે વ્યક્ત નથી કરી શકતા.ખોટી માન્યતા પણ બહુમતિ ને માન્ય હોય, તેની સામે બોલાતુ નથી, બોલો તો તમે એકલા પડી જશો. કેટલીક રુઢ માન્યતાઓ. રુઢમાન્યતાઓ પૈકી કેટલીક જાણીતી નીચે મુજબ છે. (1) ધર્મનો જય, પાપનો ક્ષય..(2)કંદમુળ ખવાય નહી. જૈનો.)(3)સંત હમ્મેશા અકિંચનજ હોવો જોઈએ(4)”ઉપદેશકે લોકમત થી વિરુધ્ધ ઉપદેશ કરવો ન જોઈએ. ( રજનિશ)(5)પૈસો વેર કરાવે છે.(6)ભાઈ બહેન નો પ્રેમ નિસ્વાર્થ હોય છે.(7)માતા પિતા દેવતુલ્ય હોય છે.(8)સિંહ જંગલ નો રાજા છે(9)શિયાળ લુચ્ચુ હોયછે.(10)હંસ મોતી ચણે છે.(11) કબુતર શાંતિદુત છે.(12)ગધેડો મુર્ખ હોય છે(13)સાયગલ મહાન ગાયક હતા.(14) ઘોડો શક્તિ નુ પ્રતિક હોય છે.. આ બધી માન્યતાઓસાચીજ છે એવુ કોઈ પુરવાર કરી શકે તેમ નથી,પણ બધા માને છે એટલે આપણે પણ માનવાનુ..!આ જગત નો મોટાભાગ નો વ્યવહાર રુઢ માન્યતાઓ ના આધારેજ ચાલતો હોય છે,, જેમકે વાણીયો કંજુસ અને વ્યાજખોરજ હોય,બ્રાહ્મણલોટ્મગો, માગીખાનારોજ હોય,રજપુત બહાદુરજ હોય,શુદ્રો-દલિતો તાડન કે અધિકારીજ હોય,સ્ત્રિ ની બુધ્ધિ પગની પાનીએજ હોયશિક્ષક પંતુજી જ હોય,સિન્ધી લુચ્ચાજ હોય,, મારવાડીલોભીજ હોય વાળંદના પેટમાં વાત ટકે નહી., આબધી માન્યતાઓઆપણા મનમાં રુઢથયેલી હોય છે,એ બધીજ અક્ષરે અક્ષર સાચી નથી હોતી,પણ જ્યાં સુધી એ માનવામાં આપણને નુકશાન ન હોય ત્યાં સુધી એ માનવામાં હરકત નથી હોતી…! સમાપન માન્યતાનુ એક વિશ્વ હોય છે,ઘણી માન્યતાપુર્વે થયેલા કોઈ અનુભવના આધારે બંધાયેલી હોય છે,તો કેટલીક પુર્વગ્રહથી કોઈ આધાર વીના રચાઈ હોય છે,પણ આજે વિશ્વનાનકડુ થઈ ગયુ છે,વિવિધ માન્યતા જે તે નાનકડા સમુહમાંજ ચાલતી હોય છે. જૈનો બટાકા નથી ખાતા, તો વૈષ્ણ્વો અને હિન્દુઓ બટાકાજ ફરાળમાં ખાતા હોય છે, કોનો ધર્મ સાચો..? આપણી માન્યતા યુરોપ અમેરિકામાં નથી ચાલતી,તોતે લોકોની માન્યતા આપ્ણે નથી સ્વિકારતા,, છતા જગત બરાબર ચાલેજ છે,એટલે માન્યતામાં કોઈ વૈશ્વિક અફર સત્ય નથી હોતુ,આપણે વિવેકબુધ્ધિ વાપરી ને માન્યતા પર વિશ્વાસ મુકવો એજ કરવા જેવુ કામ છે.

Advertisements

Posted જાન્યુઆરી 27, 2011 by sureshmsheth67 in Uncategorized

મહિલાઓ વિષે   Leave a comment

મહિલાઓ વિષે.
પુર્વભુમિકા. ————– મહિલાઓ વિષેઆપણાં માંવિવિધ સંબોધનો અને માન્યતાઓ પ્રવર્તમાન છે, મહિલાઓને મહિલા, સ્ત્રિઓ, નારી, સન્નારી,દેવીજી, લલના, જેવા સંબોધનો કરવામાં આવે છે,તો ગ્રામ્ય-અસભ્ય ભાષામાં તેમને બૈરી, બૈરુ,વીસનખી, કે બાયડી જેવા અસંસ્કારી શબ્દોથી નવાજવામાં આવે છે., ( જેવા જેના સંસ્કાર…!).મહિલાઓ ઉપર આપણાં સમાજેપ્રથમથીજ વધુ રસપુર્વક ધ્યાન આપ્યુ છે,તેના જિવનનાં વિવિધ તબક્કાઓને ધ્યાનમાં રાખી ને તેમના બાલિકા, કિશોરી,તરુણી,યુવતી, મધ્યવયી,પ્રૌઢા,વ્રુધ્ધા જેવા પેટાપ્રકારો પાડવા માં આવ્યા છે,જો તે કુંવારી હોય તો કન્યા, પરણેલી હોય તો પરિણિતા,પતિ પરદેશમાં હોય તો પ્રોષિતભર્તુકા, વિધવા હોય તો ગંગાસ્વરુપ,, પતિ ઉપસ્થિત હોય તો સૌભાગ્યવંતી કહેવાય છે.લગ્ન એ મહિલાના જિવન નો ટર્નીંગ પોઈટ ગણાય છે,આજે તો નહી, પણ મહાભારતમાં દર્શાવેલ સમયમાં જ્યાં સુધી મહિલા ના લગ્ન ન થાય ત્યાં સુધી તેને કુંવારી-કન્યાજ ગણવામાં આવતી, પછી ભલે તેને સંતાનો થયેલા હોય,.લગ્નસંસકારદ્વારાજતે પરિણિતા કહેવાતી,
મહિલાઓના સંબંધમાં આપણાં માં વિવિધ વિચારો પ્રવર્તે છે,કોઈ તેને શક્તિસ્વરુપા કહે છે,તો કોઈ પુરુષ સમોવડી, કોઈ માને છે કે સ્ત્રિ ને દાબમાં રાખવીજ સારી,તો કોઈ બુધેનાર પાંસરી મા માનવા વાળા હોય છે,કોઈ તેમને પ્રેરણામુર્તિ કહેતા હોય છે તો કોઈ “સ્ત્રિયા ચરિત્રમ” થીસાવધ રહેવા સુચવતા હોય છે,કોઈ તેને લક્ષ્મી તોકોઈ દુર્ગા કહેતા હોય છે,કોઈ તેને સ્નેહ ની મુર્તિ ગણે છે તો કોઈ તેને દગાબાજ પણ માનતા હોય છે.કોઈ તેને “ તાડન કી અધિકારી” સમજે છે, તોકોઈતેની પુજા થતી હોય ત્યાંદેવતાઓને રમતા જુએ છે.તે અબળા પણ ગણાય છે અને સમય આવ્યે સબળા પણ બનતી દર્શાવાય છે.
મહિલાઓ નુ વર્ચસ્વ. ———————— મહિલાઓવિશે આટલી વિવિધ માન્યતાઓ, વિચારોઅને કહેવતો જોતા એમ લાગે છે કે સમાજજિવન ઉપર મહિલાઓ કેટલે અંશે છવાઈ ગયેલી છે..! મહિલાઓ વિશે ગમે તેવા વિચારો ધરાવી શકાય છે એ આપણે ઉપરના પેરામાં જોયુ, તેમછતા તેમના વિનાકોઈ ને ચાલતુ નથી. સ્ત્રિ વીનાનો પુરુષ ‘ વાંઢો” અને તિરસ્ક્રુત ગણાય છે, સમાજમાં તેનુ વજન જોઈએ એટલુ પડતુ નથી. તેને કોઈ મકાન ભાડે આપતુ નથી,તે વિશ્વસનિય નથી ગણાતો,પત્ની વીના ના પુરુષથી બધા અંતર રાખે છે,કુંવારા શિક્ષક, કુંવારા બોસ કે કુંવારા તબીબથી સ્ત્રિવર્ગ ચેતીને ચાલે છે,તે પરિણિત હોય તો તેને એક દરજ્જો મળે છે,પત્ની વાળા પુરુષ સમાજમાં આદર પામે છે,કુંવારા યુવાન ને કોઈ ઘરે આમંત્રિત કરતા નથી, પણ જો એ પરિણિત હોય તો તેને કહેવામાં આવશે કે “ ભાભીને લઈને ક્યારે આવો છો..?”પત્ની વીનાનો માણસ અલેલટપ્પુ ગણાય છે,એટલે આપણા સમાજ માં મહિલાઓનુ એક અનિવાર્ય સ્થાન છે.તેમના વીના ઘર ઘર કહેવાતુ નથી.,( ગ્રુહિણી ગ્રુહમ ઉચ્યતે..”) કોઈ પણ પરિવારનુ આંતરિક સંચાલન મહિલા વીના સુચારુ ઢબેચાલી શકતુ નથી, અભણ મહિલા પણપોતાના ઘર પરિવારનુ સંચાલનયોગ્યરીતે કરીને પુરુષ ની પ્રતિષ્ઠા વધારતી હોય છે,ગ્રુહ પરિવારનુ સંચાલન આપણે માનીયે છીએ એટલુ સહેલુ નથી હોતુ. ઘરમાં ઉપયોગી ચીજવસ્તુઓ અનાજ,કરિયાણુ,ઘી તેલ,દાળ, કઠોળ, મરી મસાલા,બળતણ,દુધ દહીં,ચાપત્તી, કોફી, સાબુ,જેવી વસ્તુઓ ક્યારે કેટલીલેવી,તેની સુઝ મહિલાઓમાં હોય છે, ઘરની સાફસુફી, સજાવટ, શોભા,તેમજ આખા પરિવાર ના વસ્ત્રો ની વ્યવસ્થા પાછળ એક મહિલાની સુઝ અને વહિવટીક્ષમતાજ્ કારણરુપ હોય છે,આની ખાત્રી કરવી હોય તો બે મહીના એકલા રહી જુઓ..!સવારે પાણી ભરવાથી માંડીને તૈયાર થએ ને કામધંધે જવા નીકળોત્યાં સુધી તમને શ્વાસ ખાવાની પણ નવરાશ નહી મળે…!ચાની પત્તી મળશે તો ખાંડ ખલાશ થઈ હશે,લાઈટર મળશે તો દુધ ફાટી ગયુ હશે,ભાત બળી ગયા હશે તો નહાવાનો સાબુ હાથ નહી આવે, ચાલુ કામે ગેસ ખલાશ થઈ ગયુ હશે કે ઇસ્ત્રી થઈ ને કપડા આવ્યા નહી હોય,દાઢી કરતા ઉતાવળમાં બ્લેડ વાગી જશે તો તેનો મલમ નહી મળે…! આવી નાની મોટી અગવડો સામાન્ય સંજોગોમા6 આપણ ને નડતી નથી કારણ ઘરમાં આ બધુ મેનેજ કરનાર મહિલાનો હાથ ફરી રહ્યો હોય છે,તેની સાદી,સરળ અને ઝડપી તથા કોઈ પ્રકારની ધામધુમ વીનાની વ્યવસ્થા શક્તિ કામ કરી રહી હોય છે…! મહિલા ની કદર તેની ગેરહાજરીથીજ થાય છે, ઘરમાં ક્યારે કઈ ચીજ ખલાશ થઈ છે,કઈ ખલાશ થવાની તૈયારીમાં છે, કઈ વસ્તુ ખરીદવાની છે,કઈ વસ્તુની તંગી હોઈ સ્ટોક કરી લેવાનો છે, ઇત્યાદી ઝીણી ઝીણી વહિવટી બાબતોનુ ધ્યાન મહિલાઓજ રાખતી હોય છે, આ બધુ આમ સામાન્ય લાગે છે પણએમાં ઘણી જાગ્રુતિ સાવધતા, ચપળતા અને નિર્ણાયકતા ની જરુર પડતી હોય છે., પુરુષોને તો જ્યારે જે જોઈએ તે મળા જતુ હોઈ તેમને આની પાછળ રહેલી મહિલાની કાર્યકુશળતા ની કદર થતી નથી. મહિલાઓ નુ સમાજમાં સ્થાન. ——————————- મહિલાઓ નુ મહત્વ આપણે ભુતકાળ તેમજ વર્તમાન બન્ને સંદર્ભમાં જોઈશુ. પ્રાચિન મહિલાઓ ———————–.
આપણો દેશ, આપણી સભ્યતા અને આપણી સંસ્ક્રુતિ કાંઈ યુરોપીઅન ઇતિહાસકારો કહે તેમ બે ત્રણ હજાર વર્ષ જ જુની નથી,પણ ઘણી પ્રાચિન છે, એ સમય ની મહિલાઓ કચડાયેલી, દબાયેલી ,અબળા કે પરાધિન ન હતી.એવુ પુરાનો અને પ્રાચિન ગ્રંથો નુ નિરિક્ષણ કરતા જાણી શકાય છે.. તે સમયે તેજસ્વી નારીઓ ને સતિ કહેવામાં આવતી, સતિત્વની એ સમય ની વ્યખ્યા આજે આપણે માનીયે છીએ તેનાથી ઘણી જુદી અને વધુ ઉદાર હતી,એ સમયે કુંતી અને માદ્રી, દ્રૌપદી કે સત્યવતી મત્સ્યગંધા પણ સતિ કહેવાતી તો બીજી તરફ સિતા, સાવિત્રી, મંદોદરી અને અહિલ્યા પણ સતી કહેવાતી.. સતિ એટલે એકજ પતિને વફાદાર, પતિભક્ત મહિલા.એવી માન્યતા એ સમયે ન હતી,પણ સતી એટલે પવિત્ર હેતુ ધરાવતી મક્કમ, અનેકર્તવ્યનિષ્ઠ તથી આત્મબળ ધરાવતી સ્ત્રિ..!પ્રાચિન મહિલાઓમાં એકજ પતિ સાથે સંબંધ ધરાવનાર જ સતિ ગણાતી એવુ ન હતુ,તે ઉપરાંત તેમનામા વિદ્વત્તા, શૌર્ય,તેમજ સમાજ ને માર્ગદર્શન આપવાની ક્ષમતા પણ રહેતી.ગાર્ગી, રેણુકા, કે અરુંધતી ( રોય નહી ભાઈ…!”) જેવી ઋષી મહિલાઓ, કૈકઈ, સત્યભામા,જેવી પતિને યુધ્ધ્માં પણ સહયોગ આપનારી મહિલાઓ,તેમજ પાંચ પતિઓને જાળવતી તેમછતા અગ્નિજેવી તેજસ્વી દ્રૌપદી જેવી મહિલાઓ સમાજમાં પોતાનુ સ્થાન સ્થાપિત કરી શકતી હતી.. તેમની બૌધ્ધિકતા,, પડકાર ઉઠાવ્વાની ક્ષમતા તેમજ પરિસ્થિતિ સામે લડવાનીશુરવિરતા તેમને મહાન સતિ તરીકે નુ સ્થાન અપાવતા હતા.. એ સમયે સ્ત્રિઓ નો એકવિશિષ્ઠ દરજ્જો હતો.
સ્ત્રિઓ શિક્ષાણ લેતી, યુધ્ધ્માં પણ જતી,સ્વયમ્વર કરતી,દ્રૌપદી જેવી તેજસ્વી નારી પતિ ને પ્રશ્ન કરી શકતી કે તમે જાતને હારી ગયા પછી, પત્નીને કઈ રીતે દાવ પર મુકી શકો..?”
પ્રાચિન સમયમાં નગરવધુ ની પ્રથા હતી.વૈશાલિ જેવાડેમોક્રેટિક નગર રાજ્યોમાંસૌથી વધુ સુંદર કન્યાને નગરવધુ બનાવવામાં આવતી હતી,જેથી કોઈ એના માટે અંદરો અંદર લડી ન મરે,આવી નગરવધુઓને સંપુર્ણ સન્માન સાથે રાજ્યના એક અધિકારી તરીકે રાખવામાં આવતી તેઓ સર્વ વિદ્યાથીવિભુષિત હતી ,યુવાન સ્ત્રિ પુરુષો તેમની પાસે ન્રુત્ય, સંગીત, શ્રુંગાર અને કામકળાનુ શિક્ષણ લેવા જતા,અને તેમને ગુરુ પદે સ્થાપી ને પુજ્યભાવથી વિદ્યા ગ્રહણ કરતા,ગણિકા નો વ્યવસાય આજના જેવો ઘ્રુણિત ન હતો, વૈશાલિની આમ્રપાલિ તેનુ જ્વલંત ઉદાહરણ છે.
દંતકથાઓમાંસ્ત્રિઓના શાશનવાળો એક કામરુદેશ હતો,જેમાં સ્ત્રિઓનુજ રાજ્ય હતુ, ત્યાંની રાણીએ ગુરુ મછન્દરનાથજેવા તપસ્વીને પણ વશ કર્યા હતા,અને તેને ચેતવવા ગોરખનાથે જવુ પડ્યુ હતુ, “ ચેત મછન્દર ગોરખ આયા” એ પંક્તિઓ એ સ્ત્રિયા રાજય ના અસ્તિત્વ ની એક કડી તરીકે આજે પણ લોક જીભે રમતી હોય છે.ઇતિહાસમાં પણ ચાંદબીબી, રઝિયા સુલ્તાના,લક્ષ્મીબાઈ, જેવી મહિલા શાશકોએ પોતાનીસબળતા દર્શાવી હતી,કર્ણાટક થી ગુજરાતના કર્ણદેવ ને વરવા આવીલી મીનળ દેવીએ પણ ગુજરાતના શાશન ની ધુરા સારી રીતે સંભાળી હતી અને ગુજરાતમાં જૈન ધર્મનુ વર્ચસ્વ સ્થાપ્યુ હતુ.. સમાજમાં મહિલાઓનુ પ્રદાન ઓછુ નથી,પતિ કે પુત્ર ને હસતા મુખે યુધ્ધમાં મોકલી જોહર કરનારી પત્નીઓ કે માતાઓ એ સમય નુ ગૌરવ હતી.. “ હિંદુઓ જેમને માતા તરીકે પુજે છે, એ દુર્ગા,કાલિ,ચામુંડા, અંબા જેવી દેવીઓ સ્ત્રિશક્તિના ઉદાહરણો છે,સભ્યતા ના શરુઆતના તબક્કામાં સમાજ માં માત્રુપ્રધાન પરિવારોની પ્રથા ચાલતી હતી,તેમાં એક શક્તિશાળી માતાજ પરિવાર ની ધુરા સંભાળતી અનેતેના સંતાનોજ એક પરિવાર-ગોત્ર-ટોળી-કુળજેવા વિવિધ નામોથી ઓળખાતા,આ પધ્ધતિમાં પિતાનુ સ્થાન ગૌણ હતુ,કોણ કોનો પિતા છે એ પણ નક્કી ન હતુ,પણ માતા કુદરતી રીતેજ ‘ નક્કી થતી હોઈ તેનુ સ્થાન અવિચળ અને સાર્વભૌમ હતુ.કાળ ક્રમે માત્રુપ્રધાન સમાજવ્યવસ્થા દુર થતી ગઈ અને આજે છે તે પિત્રુપ્રધાન કુટુંબવ્યવસ્થાઅસ્તિત્વમાં આવી.. મધ્યયુગમાં બાહ્ય આક્રમણો સામે હારી ને સ્ત્રિઓને ઘુંઘટમાંછુપાવવી પડી.ત્યારથી સ્ત્રિઓ પછાત પર્દાનશિન અભણ,અને અબળા થતી ગઈછે.જે સ્થિતિ પણ આજે અંત તરફ જવા લાગી છે,પણ સંપુર્ણ અંત આવતા સમય જાય તેમ છે.. આજે આપણે ત્યાંજુના નવા સમાજની સરહદ પર ઉભા છીએ,અત્યારે આપણે ત્યાં અભણ અને ભણેલા,પછાત અને આગળ વધેલા.ગરીબ અને તવંગર, બૌધ્ધિકો અનેઅંશ્રધ્ધાળુઓ,ઉદારમતવાદીઓ, અને ઋઢીચુસ્તો એક સાથે જિવી રહ્યા છે,આજે મહિલાઓના ઉત્કર્ષમાં માનનારાઓ,પણ છે, અને મહિલાઓનુ શોષણ કરનારા પણ છે,એટલે આજની મહિલાઓ પણ બે અંતિમો વચ્ચે જિવી રહી છે,અભણ જુનવાણી મહિલાઓનુ શોષણ ચાલુ છે,જ્યારે બુધ્ધિશાળા અને સાહસિક મહિલાઓ આધુનિક સમાજમાં ઘણાં ક્ષેત્રોમાં આગળ વધી છે.. અર્વાચિન મહિલાઓ. ——————————– આગળ કહ્યુ તેમ,આજનો યુગ બે સમાંતર પાટા ઉપરદોડી રહ્યો છે,આજે મહિલાઓના પુરસ્કર્તાઓ પણ છે અને વિરોધીઓ પણ છે,એક વર્ગ આજે પણ એવો છે જે મહિલાઓ ને કોઈ અધિકાર આપવા માગતો નથી”,મહિલા ની બુધ્ધિ પગની પાનીએ,” “ઢોર ગંવાર પશુ ઓરનારી, એ સબ તાડન કે અધિકારી” “ બૈરાની બુધ્ધિ કેટલી..” ઇત્યાદી કહેવતો અને ઉક્તિઓ માં શ્રધ્ધા ધરાવે છે,, તો બીજો વર્ગ નારિ શક્તિ,, નારિ મુક્તિના આંદોલનો ચલાવે છે.મહિલાઓનો ઉજળો વર્ગ આજે ડોક્ટર, એંજીનીઅર,ચાર્ટર્ડ એકાઉંટંટ, કંપની સેક્રેટરી,, એક્ઝીક્યુટિવ,, સરકારે અધિકારી, પોલીસ વડા, આર્ટિટેક્ટ,ઇંતીરીઅર ડેકોરેટર,પ્રોફેસર,એડવોકેટ, અને સમાજ સેવા જેવા ક્ષેત્રોમાંસફળતા પુર્વક આગળ વધી રહી છે,સંગીત, નાટક, અભિનય, દિગ્દર્શન,અને સાહિત્યસર્જન ક્ષેત્રે પણ મહિલાઓ પાછળ રહી નથી, કલ્પના ચાવલા જેવી યુવતિઓ સ્પેસ ક્ષેત્રે પણ નામ કમાઈ ચુકી છે., તો રાજકારણ માં તો આજે માયાવતિ, સોનિયા ગાંધી, ,સુષ્મા સ્વરાજ,રાબડી દેવી,મમતા બેનર્જી, જયલલિતા,અને બીજી મહિલાઓ નાની મોટી જાહેર જગ્યાઓ શોભાવી રહી છે. તો. બીજી તરફ આને સમાંતરે હજી જુનવાણી સમાજની પછાત નારીઓ પણ છે,જે પતિભક્તિમાં ,પતિને પરમેશ્વર માનવામાંઅને પુરુષને આધિન થઈ રહેવામાંજ પરમ કર્તવ્ય સમજતી હોય છે,ધાર્મિક, સામાજિક,પરંપરાનુ દાસત્વભોગવતીઆ મહિલાઓમાં ભણેલી ગણેલી બહેનો પણ સામેલ હોય છે,એ નવાઈ ની વાત છે.!આવી મહિલાઓ પતિનો પડ્યો બોલ ઝીલી લેતી હોય છે,પતિથી અલગ પોતાનુસ્વતંત્ર અસ્તિત્વ તેઓ કલ્પી શકતી નથી,પતિ વીના તે પાંગળી બની જાય છે,પતિ નો માર ખાય છે પણ તેને પુજવાનુ છોડતી નથી..!કેટલીક એવી પણ મહિલાઓ હોય છે, જે પતિનો માર ખાધા પછી પતિ તરફ અહોભાવ અનુભવતી હોય છે,તેઓ અભિમાન પુર્વક સખીઓ અને સમોવડી સ્ત્રિઓ ને કહેતી હોય છે કે “ અમારા એ તો બહુ કડક..! જરા પણ ભુલ ચલાવી ન લે, બે તમાચા ઠોકી દે…!તમારા પતિ ની જેમ પંપાળે નહી…હા….!” મારનારો પતિ તેમને બહાદુર લાગતો હોય છે,” પતિ હોય તે મારે પણ ખરો..” “ ધણી નો કોઈ ધણી છે..?”એ તેમના સામાન્ય પ્રતિભાવ હોય છે,અને તે તેવા પતિની વધુ પુજા કરતી હોય છે.. પતિથી અલગ વિચારસરણી તેમની હોતી નથી,પતિની ગેરહાજરીમાંતેઓ કોઈ નિર્ણય લઈ શકતી નથી,ત્યાં સુધી કે પસ્તીવાળા કે ભંગારવાળાને પણ કહી દેતી હોય છે કે “ ઇ આવે ત્યારે આવજો..!”આત્મવિશ્વાસ નો અભાવ અને પરાધિન માનસ તેમને આજે પણ ગુલામ રાખે છે, તેઓ મતદાન પણ પતિને પુછી ને કરે છે, ..! આમ આજની મહિલાઓ બે અલગ અલગ પ્રવાહોમાં વહેંચાયેલ છે.એમાં મધ્યકાલિન અને અર્વાચિનવિચારસરણી એક સાથે જોવા મળે છે, તો એવુ પણ જોવ મળે છે કે આ જ પતિપુજક મહિલાઓ કેટલીક બાબતોમાં પતિ ઉપર આધિપત્ય પણ ભોગવતી હોય છે, પણ આ આધિપત્ય તેમણે ભક્તિથીજ કમાયેલુ હોય છે….!કહેવાય છે ન કે “ પતિના હ્રદય સુધી જવાનો રસ્તો પતિનુ પેટ છે…!”પતિને પ્રેમ થી, નખરાથી, સૌંદર્યથી,મનોહર અદાથી, સ્વાદિષટ ભોજન જમાડી ને “ શયનેષુ રંભા” બની ને પતિ ઉપર આધિપત્ય ભોગવી શ કાય છે, અને એમાં આધુનિકાઓ કે જુનવાણી ઓ બન્ને સરખીજ સફળ થતી હોય છે,..! મહિલાઓ ની સમશ્યાઓ. ————————– આજની મહિલાઓ ની કેટલીક મહત્વની સમશ્યાઓ નીચે પ્રમાણે છે. અસ્વિકાર. મહિલા ગમે તેટલી પાવરફુલ હોય,બુધ્ધિશાળી હોય કે કર્તવ્યનિષ્ઠ હોય,, પણ પુરુષ પ્રધાન સમાજમાં તેમની શક્તિઓ નો સ્વિકાર થતો નથી,બધેજ પુરુષોની બહુમતિ હોઈ,તેમનાથી વધુસક્ષમતા ધરાવનાર મહિલાની ઉપેક્ષા કરવામાં આવતી હોય છે,તેમની શક્તિઓ નો સ્વિકાર કરવામાં પુરુષ સાથીઓનો અહમ ઘવાતો હોય છે.
અન્યાય. ઘણી વખતતે મહિલા હોવાના કરણે જ તેને યોગ્ય જગ્યા પર નિમણુક નથી મળતી,સુ.શ્રી. કિરણ બેદી જેવી સમર્થ મહિલા પણ આ વ્રુતિ નો ભોગ બની ચુક્યા છે., તો સામાન્ય મહિલાનુ શું ગજુ..?” ભારણ. ભણેલી, સારી નોકરી કરતી અને પોતાની ઓફીસમાંસર્વેસર્વા તરીકે કામ કરતી મહિલા પણ ઘરમાં કોઈ મહત્વ નથી મેળવી શકતી,પતિ પોતાના નોકરી કે વ્યવસાયમં નિમ્ન શ્રેણીમાહોય તોયે પોતાના કરતા ઉચ્ચ દરજ્જો ધરવતી પત્ની ને અપમાની શકે છે, તે હુકમો છોડે છે અને પેલીએ તે ઉઠાવવા પડે છે,આવી મહિલા ઉપર ઓફીસ ઉપરાંત ઘરકામ નુ ભારણ પણ વધુ રહે છે,તે ઘરમાં પતિ કરતાયે વધુ મોટા આંકડાનો પગાર લાવતી હોવા છતા સાસુ, નણંદો, દેરાણી, જેઠાણીઓ ને તેને જરા પણ વિશ્રામ મળે તે કબુલતી નથી. બહાર મોટી ઓફીસર હોવા છતા ઘરમાં તેની હાલત દાસી જેવી હોય છે. આમાં આધુનિક કે જુનવાણી બન્ને પ્રકારની મહિલાઓ ની હાલત સરખીજ હોય છે.આ સિસ્ટમ નો વાંક છે.. શોષણ. કામ કરતી મહિલાઓ ઘણી વખતશોષણ નો ભોગ પણ બનતી હોય છે,કેટલીક વખત જરુરિયાતોના કારણે, કેટલીક વખત મજબુરીના કારણે , તો કેટલીક વખત પૈસાની ચમકદમક, લાલચ ના કારણે મહિલાઓએ શોષણ નો ભોગ બનવુ પડે છે.ઓછા પગારે વધુ જવાબદારી લદાવી,સહકર્મીઓ તથા બોસની જોહુકમી તેમજ બુરી દાનત નો શિકારથવુ અથવા સામનો કરવો એ બે વિકલ્પ માંથી એક પસંદ કરવો પડે છે. મજબુરી શું નથી કરાવતી…! શારિરિક મર્યાદાઓ. મહિલાઓ કુદરતી રીતેજ્નાજુક બાંધાની,કોમળ અને પુરુષ કરતા ઓછુ શરીરબળ ધરાવતી હોય છે,તેથી જાહેર સ્થળોએ.બસ, ટ્રેન, વેગેરે જગ્યાઓએ છેડતી, અશ્લિલ હરકતો, સહન કરવી પડતી હોય છે, શારીરે ની રચના એવી હોય છે કે તે ધારે તોયે આવા અસામાજિક તત્વો સાથે મારપીટ કે કુસ્તી કરી શકતી નથી, કારણ એમાં તો પેલા હરામીઓ ને વધુ મજા પડી જાય..!મવાલીઓ, લુખ્ખાઓ,ગુંડાઓતેમજ નબીરાઓના ચેન ચાળા તો તેમને હાલતા ચાલતા સહન કરવા પડે છેપોલીસો પણ તેમને રક્ષણ આપવાના બદલે બીજીજ રીતે વરતતા હોય છે, કેટલીક વાર તેઓ પણ મજબુર મહિલાઓ ની સ્થિતિ જોઈ ગમ્મત અનુભવતા હોય છે, પછી ફરિયાદ પણ ક્યાં કરવી…! સામાજિક અસલામતિ. આધુનિક મહિલાઓ અનેક પ્રકાર ની હેરાનગતિઓ વચ્ચે ઉંચા જિવે જિવી રહી છે,રસ્તે જતા ગમે તેવી કોમેંટ સાંભળવી પડે છે,, ભીડમા6 તેમની પર્સ કે સ્સ્ભુષણો લુંતાય છે, કેટલીક વાર બળાત્કાર નો ભોગ બનવાની પણ સ6ભાવના હોય છે,રાત્રે મોડુ થાય તો એકલા નીકળવાનુ સાહસ ભારે પડી જાય છે,કાયદો અને વ્યવસ્થાનુ તંત્રકાંઈ વધુ ઉપયોગી થતુ નથી, કામકાજી મહિલાઓ ઓફીસમાં બોસથી અને ઘરમાં પતિપરિવાર ના દબાણ વચ્ચે જિવતી હોય છે.
આજે મહિલાઓ ની સ્વતંત્રતા તથા શોષણ ની સ્થિતિમાં સામજિક સ્તરે સુધારો થયો છે, પણ ઘરની બહાર કામે નીકળતી મહિલાઓ માટે કાયદાકિય રીતે કે રક્ષણ, સલામતિના સ્તરે કોઈ સુધારો થયો નથી, હા, તેમને ટેકનોલોજી નો લાભ મળે છે, પણ તેવો લાભ તો અસામાજિક તત્વો ને
પણ મળ્તો હોય છે.

, એકંદરે મહિલા સ્વતંત્ર છે, પણ તે માટે ઘણી શરતો લાગુ પડતી હોય છે..! આ રીતે આધુનિક સુધરેલા સમાજમાં પણ મહિલાઓએ એક કે બીજી રીતે સહન કરવુ પડતુ હોય છે. ઉપસંહાર. સમાજમાં મહિલાઓની સ્થિતિ એ એક જટિલ સામાજિક પરિસ્થિતિ છે,તેમં સુધારો ખુબજ ધીમી ગતિએ થતો હોય છે,કેટલાક દુષણો એટલા વ્યાપકછે કે મહિલાઓ પણતેને સ્વિકારતી થઈ ગઈ છે.કારણ ફરિયદ કરવાનો કોઈ અર્થ ન હોય, તો સ્વિકારવુજ પડે…! આપણી સિસ્ટમમાં ફરિયાદી ની એટલી હેરાન ગતિ કરવામાં આવે છે , એટલી ઉલટ તપાસ કરવામાં આવે છે, કે લોકો ફરિયાદ કરવાથી દુર રહેતા થઈ ગયા છે., ચોરી ની ફરિયાદ કરવા જાઓ તો કહેવામાં આવે છે કે તમે ધ્યાન કેમ ન રાખ્યુ..?લુંટની ફરિયાદ કરો તો આટલી મત્તા લઈ ને નીકળો છો શુંકામ એમ પુછવામાં આવે છે.છેડતી ની ફરિયાદ કરો તો ફેશનેબલ થઈ ને કેમ નીકળો છો, એમ કહેવામાં આવે છે,બળાત્કારની ફરિયાદી મહિલાની કોર્ટવચ્ચે એવી ગંદી ઉલટ તપાસ કરવામાં આવે છે કે ભોગ બનેલ મહિલા ને વારંવાર બલાત્કાર થતો હોય એવો અનુભવ થાય છે.
આ બધુ સમાજના ઘડવૈયાઓએ, સમાજના ખેરખાંઓ એ સમજવુ અને સુધારવુ જોઈએ,જો એમ ન થાય તો નારીમુક્તિ, નારી અનામત, મહિલા કલ્યાણ અને” સુધરેલ “ સમાજ માત્ર બાહ્ય ટાપટીપમાં સુધર્યો લગે છે, અંદરથી હજી મહિલાઓ ઉપર થતા ત્રાસ માં કોઈ સુધારો થયો નથી એમ માનવુ પડે. ટુંકમાં કહીયે તો,પ્રાચિન કરતા અર્વાચિન મહિલાઓને પ્રશ્નો ઝાઝા છે,તે વધુ સ્વતંત્ર દેખાય છે, પણ તે માત્ર બાહ્ય આવરણજ છે.

Posted જાન્યુઆરી 15, 2011 by sureshmsheth67 in Uncategorized