Archive for ડિસેમ્બર 2010

યુવાનો અનેજીવનમુલ્યો   Leave a comment

યુવાનો અને જીવન મુલ્યો.
ડો.કિશોરભાઈ. એમ.પટેલ સાહેબનુ એક સુચન થયુ, કે જીવનના મુલ્યો અને યુવાનોને પથદર્શન થાયએવા વિષય પર લખવુ.આવુ સુચન કરી ને તેમણે તો મારુ માન વધાર્યુ છે,પણ મારા વિષેજે ઓવરએસ્ટિમેટ કરેલ છે તેમાં ખરા ઉતરવા મારે કેટલી કવાયત કરવી પડશે એ તોહુંજ જાણું ને…! “ આજ ના યુવાનો “ એ વિષય યુવાની વિતાવી ચુકેલાસજ્જનો અને સન્નારીઓ નો પ્રિય વિષય છે,થોડાજ વર્ષો પહેલા તેઓ પોતે પણ યુવાન હતા.પોતાની યુવાનીદર્મ્યાનતેમણે કયા વાવટા ફરકાવ્યા એ તો બધા જ અને તેઓ પોતે પણ જાણતાજ હોય છે,પણ માથાના વાળમાં જરા સફેદી આવી કે વાળ ખરવા લાગ્યા એટલે તેઓ યુવાનો નો હવાલોસંભાળી લેતા હોય છે…! “ આજના યુવાનો દિશાહિન છે “ “ યુવાનો સમક્ષ ધ્યેયે નથી” “યુવાનો એ ચરિત્ર વિશુધ્ધ રાખવુ જોઈએ” “ નૈતિકતા કે ધર્મ પરાયણતા યુવાનોમાં રહી નથી” “ યુવાનો ઉધ્ધત અને વિવેક હિન થતા જાય છે “ વિગેરે તેમનાપ્રિય વાક્યો છે., અને આ વાક્યો પણ તેમના પોતાના મૌલિક વાક્યો નથી..પણ થોદા વર્ષો પહેલાતેમના મોટેરાઓએ તેમને આ વાક્યો ની ભેટ ધરાવી હોય છે, તેજ સંચિત વારસોતેઓ તેમની નવી પેઢી ને આપી રહ્યા હોય છે.
યુવાનો તેમને ગાંઠતા નથી,કારણ, તેઓતેમની શિખામણોની પોકળતા જાણતા હોય છે.. પેલી બહુ જાણીતીએક જોક માં પિતાપોતાના પુત્રની માર્કશિટજોઈ ઠપકોઆપેછે ત્યારે પુત્ર તેનુ ધ્યાન દોરતા કહે છે કે આ માર્કશિટ તેમનુ પોતાનુજ છે, ત્યારે પિતાની જે હાલત થતી હોય છે,એવીજ હાલતાઅજનાયુવાનો તેમના વડિલો ની કરે છે., એમાં યુવાનો ની ધ્રુષ્ઠતા નહીપણ વડિલો ની પોકળતા વધુ કારણ રુપ હોય છે.
ખેર..! આપણે આપેલા વિષય પર આગળ વધીયે…! યૌવન – યાને યુવાની એક એવી અવસ્થા છે,જેમાં જોશ,ઉત્સાહ, તમન્ના અનેશક્તિની ભરતી ચઢતી હોય છે., નવા હોરમોન સ હ્રદયમાં નવા ઉન્મેશજગાવતા હોય છે,બાળપણ અને કિશોરાવસ્થા દર્મ્યાન મુકાયેલી નિયંત્રણો તોડી નાખવાની અને અને સ્વતંત્રપણેજીવવાની, વર્તવાની અનેહરવા ફરવા સાથે , જે આજ સુધી નથી કર્યુ તેકરી નાખવાનીવ્રુતિયુવાની ના આગમન સાથેજ પ્રવેશે છે.વિજાતિય આકર્ષણ એ યૌવનનુ પ્રથમ લક્ષણ છે., બોયફ્રેંડ કે ગર્લફ્રેંડ ને ઇમ્પ્રેસકરવાનુ લક્ષ્ય, દરેક ગતિ વિધીમાં પ્રથમ સ્થાને હોય છે.આજે યુવાનો ને વખોડ્નારા વડિલો એક ગુલામીના યુગમાં થી પસાર થઈ ને આવ્યા હોય છે., તેમના પર કેટલાયે સામાજિક,આર્થિક,રાજકિય ગ્નાતિજન્ય નિયંત્રણો લાદવામાં આવ્યા હતા.તેમને યુવાનીમાં ઘણુ ઘણુકરવાની, ઘણુ ઘણુ તોડ્વા ફોડવા નીઇચ્છઓ થતી હતી,પણ તેમના સમય ની ઋઢીઓ,ધાર્મિક માન્યતાઓ,જડ રીવાજો ,ચવાઈ ને કુચ્ચા થઈ ગયેલ ઉપદેશ વચનો નુ જોર એટલુ બધુ હતુ કેકે તેઓ માથુઉંચકી ન શક્યા.અને પછી એનેજ સત્ય માનતા થઈ ગયા.. તેમના પછી નો આ યુગ સ્વતંત્રતાની નવી હવા લઈ ને આવ્યો.ગ્નાન, શિક્ષણ,તર્ક,વિદેશીસંપર્ક,માહિતિઓ નો ધોધ ટેકનોલોજી નો વિકાસ અને સમાજ ની વિક્સેલી ક્ષિતિજો ના કારણેઆજના યુવાનો ની અંદર એકનવીજ્પ્રતિભાનો ઉદય થયો છે. હવે તેમને શિખામણો કે ઉપદેશો નહી પણસ્વાનુભવથી જગત ને સમજવાની જરુરિયાત વધુલાગવા માંડી છે.આ નવજાગ્રુતપરિબળતેમને એવા અજાણ્યા અંધારા ખુણામાંડોકિયુકરવા મજબુર કરવા લાગે છે,, આજ સુધી પ્રતિબંધિત હતુ તે બધુજ્કરી નાખવાનુ કુતુહલ આ ઉમરમાંજ થવા લાગે છે.. તેમાંથીજ સીગારેટ,તમાકુ, દારુ, ડ્રગ્સ, વિજાતિય સાહસોઅને ક્યાંક બલાત્કાર, યુવતીઓ ની નાફરમાની જેવા દુષણો આકાર લેવા માડે છે.આ બધો ઉમરનો તકાજો છે.. ઉછળતા મોજાઓ ને રોકી શકાતા નથી,બળ થી રોકવા જઈશુ તો વધુ પ્રબળ વેગે સામે આવશે,. યુવાની પણ એવીજ્પ્રબળ શક્તિ છે.તેના જોશ ને રોકી શકાતુ નથી, રોકવા જશો તોવિક્રુતિ તરીકે બહાર આવશે.. આ નવશક્તિ ને માર્ગ તો આપવોજ જોઈએ,, અલ્બત્ત,,તેમના સાહસો સમાજની મર્યાદારેખાનુ ઉલ્લંઘન ન કરે એ ધ્યાન તો રાખવુ જોઈ.એ.પણ મર્યાદા રેખાનુ વર્તુળ મોટુ કરવાના કે એ રેખાને વિસ્ત્રુત કરવા ના પ્રયાસો જો તેઓ કરવા માગે તો તેમને તે માટે પ્રયાસ કરવા દેવા જોઈએ.
હવે આપણે જીવન મુલ્યો વિષે થોડુ વિચારીયે. મુલ્યો એ એક પ્રકારની આદર્શ આચાર સંહિતા છે,જેના હાર્દ સુધી પહોંચવાનોબધાનો પ્રયાસ હોય છે,વ્યવ્હારમાંઆવો આદર્શ સંપુર્ણ સિધ્ધ થઈ શકતો નથી,એટલે તેની પાછળ દુખી થયા વીના તેના સુધી પહોંચવાનો પ્રામાણિક પ્રયાસ કરતાજ રહેવુ જોઈએ. આપણા માન્ય જીવન મુલ્યો નીચે મુજબ ના છે એમ હું માનુ છું. (1) સત્યવાદિતા:-આ એક અઘરો આદર્શ છે,સત્યવાદીઓની ઘણી કથાઓ, પ્રચલિત છે, હરિશ્ચન્દ્રથીમાંડીને સત્યના પ્રયોગો સુધી આ દિશામાં ખેડાણ થયુ છે.સત્ય બોલવુ એ એક ઉત્તમ વ્યવ્હાર છે.એવુ આપણ નેશિખવવામાં આવે છે.અને એમાં કાંઈ ખોટુ પણ નથી., છતા યુવાનો એ એટલુ કહેવાનુ કે આ ગુણને જડતાથી વળગી ન રહેવાય, એક હદ થી વધુ સત્ય બોલવુ જરુરી નથી. , કેટરીના કૈફનુ ન્રુત્ય જોઈ ને એકાંતમાં તમારા મનમાં જે વિચારો ઉદ્ભવતા હોય એ વિષે સત્ય ન બોલો તો ચાલે…! જગતના વ્યવ્હારોમાંઘણા નાના, નિર્દોષાને કોઈ ને નુકશાન ન થતુ હોય,એવા અસત્યો ચલાવી લેવાય..!અલ્બત્ત, કેટલાક નુકશાન કારક અસત્યોત્યજવા જોઈએ., લાંચ આપવી,ભેળસેળ કરવી,વિશ્વાસનો ભંગ કરવો, કરચોરી કરવી,છેતરપીંડી કરવી,લાયક વ્યક્તિના ભોગે આગળ વધી જવુ વેગેરે એવા અસત્યો છે જેને ચલાવી ન લેવાય,બાકી દરેક વાતમાં નિર્ભેળ સત્ય જરુરી નથી હોતુ, કેટલીક વાર “નરો વા કુંજરોવા. “ કરી શકાય.એક બંધ ઓરડામાંભેગા થયેલાવ્યક્તિઓ પૈકી કોણે હવા બગાડી એ પ્રશ્ન નોસત્ય જવાબ નહીજ મળે, એ સ્વિકારવુજ રહ્યુ, આપણ ને ખબર હોય તો પણ એ સત્ય પ્રગટ કરવામાં કોઈ ની શોભા નથી, અને એવી જરુર પણ નથી…
(2)-પ્રામાણિકતા:-જગતનો વ્યવહાર સુચારુ ઢબેઆ સદગુણ વડેજ નભે છે.. વાણી, વર્તન,અને આચરણમાં પ્રામાણિકતાહોયતો વિશ્વાસ જન્મે છે.,કામગીરીમા પ્રામાણિકતા જરુરી છે,તેમાં કામ પ્રત્યે નિષ્ઠા, સચ્ચાઈ,, વ્યાપારમાં ગ્રાહકો તરફ, ઉદ્યોગોમાંકામદારો તરફ,નોકરીમાં માલિક કે સંસ્થા તરફ, શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થિઓ તરફ,તબીબી ક્ષેત્રે દર્દીઓ તરફ, વકિલોએ અસિલો તરફ, ન્યાયાધિશોએ ન્યાય તરફ વિદ્યાર્થિઓ એઅભ્યાસ તરફ,પ્રેમી જનો અથવા પરિણિત યુગલોએ એક બીજા તરફપ્રામાણિક રહેવુ જોઈએ.. પ્રામાણિકતા એક ઉત્તમ ગુણ છે,પણ પ્રામાણિક્તા ના નામે એક્ મિત્રની ખાનગી વાત બીજા ને કરવી એ પ્રામાણિકતા નહી પણ ચુગલખોરી કહેવાય., અને દગાખોરી પણ કહેવાય.. પતિપત્નીએ લગ્ન પહેલાના સાહસો ની વાત એકબીજા ને કહેવા જેટલી પ્રામાણિકતા ન રાખે તો ચાલે.. (3)—અહિંસા.— અહિંસા પરમો ધર્મ એ સુત્ર આપણે ગોખી રાખેલ છે.પણ, રણભુમિ પર લડતી વખતે આ સુત્ર ભુલી જવુ પડે.ત્યાં અહિંસા યોગ્ય નથી.અજમલ આમિર કસાબ જેવાખુની નેઅહિંસાના નામ ઉપરફાંસી ન આપવી એ કોઈ પ્રશશ્નિય નિર્ણય ન કહેવાય.આપણે કારણ વગરકોઈ પશુપક્ષીને મારીયે નહી,,ભાર ખેંચતા પશુને ચાબુકથી કે દંડાથીપીટીયે નહી., માંસાહાર ત્યાગીયે, એ બધુ સારુ છે, પણ રોગો ફેલાવતા જીવ જંતુઓ, માખી, મચ્છર,વંદા, માંકડ, હડકાયા શ્વાન ઇત્યાદી ને મારવામાં અહિંસાનેવચ્ચે ન લાવીયે તો આભ તુટી પડવાનુ નથી..!
(4)—બ્રહ્મચર્ય.: આ એક બહુ ચગાવાયેલો, બહુલડાવેલો સદગુણ્ છે.,તેનો ઉદ્ભવ મનુષ્યનીપડકાર ઉઠાવવાની સાહસવ્રુતિ માંથીથયો હશે.કારણ,આ એવો આદર્શ છે,જેનુ પાલન અસંભવ છે.અને આ અસંભવવસ્તુ ને સિધ્ધ કરવાની મહેચ્છા મનુષ્ય ની સહજ વ્રુતિ છે., પણ બીજી મહત્વની સહજ્વ્રુતિ કામેચ્છા છે, કામ ને કોઈ જીતી શક્યુ નથી,કહેવાતા મોટાબ્રહ્મચારીઓ ખાનગીમાં કે મનોમનહસ્તમૈથુન કે વૈચારિક કામ ત્રુપ્તિ નહી કરતા હોય એની કોઈ ગેરંટી નથી, , એટલે આ સંદર્ભમાં યુવાનો ને એટલીજ ભલામણ કે કામ ત્રુપ્તિ, યોગ્યરીતે, સર્વમાન્ય તરીકા થી, માન્ય મર્યાદા જાળવી ને કરજો,એમાં બળજોરી,, પ્રલોભન, છેડતી,બળાત્કાર, બાળરતિ,કે અન્ય અવૈદ્ય કે પ્રતિબંધિત કામ સંબંધોમાં ન જ પડવુ,એક પડકાર તરીકે બ્રહ્મચર્ય જરુર અજમાવો,,પણ જો તેમા6 નિષફળ જાઓ તો તેને કુદરતી સમજી ને જાત ને ગિલ્ટિ ન સમજતા,. બાકી બ્ર્હમ્ચર્ય થીતેજ વધે છે, ( અંધારામાં ચમકાય છે?), શરીર સુદ્રઢ થાય છે,આધ્યત્મિક શક્તિ વધે છે એ બધી વાતોમાં બહુ દમ નથી, એનુ ભારણ ન રાખવુ. (5).- શરીર સૌષ્ઠવ – જીવન ના મુલ્યોમાં આ બહુજ જરુરી આદર્શ છે., યુવાનો નુ શરીર સુદ્રઢ હોવુ જોઈ,ચરબી ના થર કે હાડકા નુ માળખુ એ બન્ને અંતિમો વર્જ્ય છે.. આજે જેમ જીમ માં જવાનો ક્રેઝ છે, એમ પહેલા યુવાનો અખાડા માં જતા, કુસ્તી શિખતા,લાઠી કે મગદળ ફેરવતા,માઇલો સુધી તો આ છે મારી દ્રષ્ટિએ યુવાનો માટેના જીવન મુલ્યો.ચાલતા કે દોડતા,. એ તો ખરુજ્છે કે શરીરમાં બળ-શક્તિનો સંચાર હશે તો પ્રમાદ નહી આવે,, પડકારો ઉઠાવવાની હિમ્મત આવશે,આજે ભલે શારીરીક યુધ્ધો નો જમાનો નથી રહ્યો,તેમ છતા શરીરસૌષ્ઠવ હશે તો ગમેત્યાં જાઓ, તમારો પ્રભાવ પડશે,કોઈ તમને સતાવતા વિચાર કરશે,રોગો અને નબળાઈ દુર થશે, અને યુવાનો દેશની ઉર્જા અને સંસાધનો બચાવી ને દેશ ની અડકતરી સેવા કરી શકશે.સ્વસ્થ યુવાન દેશની મિલ્કત ગણાય. સલમાન ખાન કે જોન અબ્રાહમ જેવુ બોદી માત્ર ફેશન ખાતર નહી પણ આત્મવિશ્વાસ જગાવવા માટે પણ જરુરી છે. (6)- લશ્કરી તાલિમ… આપણે ત્યાં લશ્કરી તાલિમ ફરજિયાત નથી,ઘણા દેશોમાં એ ફરજિયાત છે,તેના લાભો પણ તેમને મળ્યા છે.,આપણા યુવાનો જો લશ્કરી તાલિમ લેતા થાય તો,તેમનામાં અનુશાશન, નિયમિતતા,, બહાદુરી, હિમ્મત અને કઠોર પરિશ્રમ કરવાની ઇચ્છ જેવા ગુનો ઉદભવશે.લશ્કરમાં યુધ્ધકળા સિવાય પણ ઘણુ શિખવવામાં આવે છે,, પ્રાથમિક સારવાર,પુર, ભુકંપ,હોનારતવેગેરેમાં બચાવની કામગીરી,, યુધ્ધના ધોરણે રસ્તા, પુલ,ઇમારત કેવી રીતે ઉભા કરવા, આતંકવાદ સામેકઈ રીતે મુકાબલો કરવો,ઇત્યાદી બધીજ વિદ્યાયુવાનો શીખે તો તે દેશના ભવિષ્ય માટે સારુ છે.લશ્કરી તાલિમ ના અભાવેજ આપણા યુવાનો માયકાંગલા,સ્થુળ,પ્રમાદી,વ્યસનખોર તથા નામર્દ થતા જાય છે. (7) વિનયશિલતા. આ પણ યુવાનો એઅપનાવવા જેવો આદર્શ છે,વિનયશિલતા એટલે હાજી હા કરનાર નહી., પણ દ્રઢ પણે પોતનુ મંતવ્યપુરા વિનય સાથે રજુ કરનાર.વડિલો હમ્મેશા સાચાજ હોય છે એવુ નથી હોતુ,કે માતા પિતા દેવતુલ્ય હોય છે એવુ પણ નથી, પડોશી હમ્મેશા “ પહેલો સગો” જ નથી હોતો,આ બધા સાથે ઘની વખત સંઘર્ષ થતોહોય છે, તેમ છતા યુવાનોએ વ્રુધ્ધજનો સાથેઆદરથી,સહિષ્ણુતાથી,અને તેમનુ સન્માન જળવાય તે રીતે આપણી વાત સમજાવવી જોઈએ.એમ કરવાથી યુવાની શોભે છે,ઉધ્ધત, ઉતાવળો એંગ્રીયંગમેન ભલે થોડો સમય આકર્ષક લાગે, અંતે તો એ બધાનો આદર ગુમાવ્તોજ હોય છે.વ્રુધ્ધો વડિલો ભલે યુવાનો ની ટિકા કરતા હોય,તેમ છતા તેમને તમારી હુંફ અને નિકટતા ગમતીજ હોય છે.તેમની ટિકા પાછળ છુપો, મીઠો ઇર્ષાભાવ પણ હોય છે કેહું આવો કેમ નથી…!માટે તેમના પરત્વે નો વિનય કદી ન ચુકો. (8)અન્યને સહાય. યુવાન એ શક્તિનુ પ્રતિક છે,આપણી આજુબાજુ એવા અસંખ્ય લોકો છે, જેમનુ ધ્યાન રાખનાર કોઈ હોતુ નથી,વ્રુધ્ધો,અપંગોશારિરિક ખોડખાંપણ વાલાલોકો,નિરાધાર વિધવાઓ,ગરીબ બાળકો, અશક્ત મજુરો,ઇત્યાદી ને સર્વદા મદદની જરુર હોય છે., મેં એવા ઘણા યુવાનો ને જોયા છે જ એ કોઈ અંધ, અપંગ ને રસ્તો ક્રોસ કરાવતા હોય છે,એકલી જતી બાળાની છેડતી થતી અટકાવતા હોય છે,કોઈ ગરીબ વિદ્યાર્થિ ને ભણાવતા હોય છે,અશક્ત વ્રુધ્ધના બેંક, વિમા, પેંશન કે કરવેરા ના ભરણા ના કામો કરી આપતા હોય છે.કેટલાક યુવાનો ભણતા ભણતા પાર્ટ ટાઈમ કામ કરીને કે ફાજલ સમયમાંવધારાનુ કમ કરી ને પરિવાર ને મદદરુપ થતા હોય છે, તો બીજી બાજુ, પાન મસાલા સીગરેટના ગલ્લે ઉભા ઉભા ઠઠા મશ્કરી કરતા,બાપના પૈસેબાઇકો પર રખડતા,જતી આવતી બાળાઓ પર વ્હિસલો મારતા, ઘરમાં ચોરી કરતા અને વ્યસનોમાં બરબાદ થતા યુવાનો પણ જોયા છે. આ બન્ને પૈકી કયુ યૌવન પસંદગી પામે? (9) સમાજ સુધારણા.- યુવાનો સમાજ નો સ્થંભ છે,તે જેટલો મજબુત અને પ્રગતિવાદી હશે,એટલોજ સમાજ ઉત્ક્રુષ્ઠ બનશે.જો સમાજ ને વ્રુધ્ધોના અનુભવ ની જરુર છે, તો યુવાનો ના જોશ ,સાહસ અને કાર્યશિલતા ની પણ એટ્લીજ જરુર છે.. સમાજમાં પ્રવર્તમાન સ્ત્રિભ્રુણ હત્યા, સ્ત્રિઓ નુ શોષણ,ખોતા રીતરીવાજો,છોકરા છોકરી પ્રત્યે ભેદભાવ,દહેજ પ્રથા,ગ્નાતિ ભેદ,વહુઓ કે વ્રુધ્ધો પર અત્યાચાર,જેવા દુષણો ને યુવાનો જ પડકારી શકે.
( 10) દેશ ભક્તિ- રાષ્ટ્ર પ્રેમ. આ અદર્શ નો કોઈ વિકલ્પ નથી.દેશ પર ન્યોચ્છાવર થવાની ભાવના પ્રત્યેક યુવાનમાં હોવીજ જોઈએ, રાષ્ટ્રપ્રેમ, ભુમિ તરફ લગાવ,હોવો બહુ જરુરી છે,આપણા દેશની અનેક ખામીઓછે, અનેક નબલાઈઓ છે, તે સામે ફરિયાદો ભલે કરીયે,પણ છેવટે આ મારો પોતાનો દેશ છે,અહીંજ મારોદેહ ઘડાયોછે, અહીંજ્ મારો આત્મા ઉન્નત થયો છે, બીજા દેશો ભલે આપણા થીખુબ આગળ હોય,ખુબ ધનવાન હોય,સ્વચ્છ હોય, પણ એ દેશ આપણો નથીએ કદી ભુલવુ નજોઈએ..આપણા માટે તો આપણો દેશજ જેવો છે તેવો સારો છે,એ ભાવના યુવાનો માં જાગવી જરુરી છે. દેશ માટે સરહદ પર લડવા જવુ એજ દેશભક્તિ નથી,પણ દેશ ની અંદર ચાલી રહેલભ્રષ્ટાચાર,, ભેળસેળ,સંઘરા ખોરી,, કરચોરી,રુશ્વતખોરી,લોહી નો વેપાર,બાળ મજુરી,દાણચોરી, આતંક વાદ,અંદર રહેલા છુપા દેશદ્રોહીઓ,, ગુંડાગર્દી, બુટલેગરી,જેવા દુષણો ધ્યાનમાં આવે તો તેમને ખુલ્લા પાડવામાં ભાગ ભજવી નેપણ દેશ ની સેવા થઈ શકે છે.આ માટે અલ્બત્ત, થોડુ જોખમ ખેડવુ પડે.પણ જોખમ લેવા આગળ રહે તેનેજ યુવાન કહેવાય ને..! (11) રાજકારણ. આપણુ રાજકારણ વ્રુધ્ધ થઈ ગયુ છે,તેમાં અનેક સડો તથા બદીઓ પણ પેસી ગઈ છે.યુવાનો પોતાના માબાપ ને વ્રુધ્ધાશ્રમમાં ધકેલી રહ્યા છે, પણ્વ્રુધ્ધ,, અપંગ, ભ્રષ્ટ,અને કાયર નેતાઓ ને આવા વ્રુધ્ધશ્રમમાં મોકલવા આગળ આવતા નથી,આપણા યુવાનોએ પ્રમાદ ખંખેરી નેરાજકારણમાં ઝંપલાવવુ જોઈએ,જો રાજકારણમા તરવરતાયુવાનો આવશે તો દેશને પ્રગતિ જરુરઝડપથી થશે,ઝડપી નિર્ણયશક્તિ, દ્રઢનિશ્ચયબળાને લોકંડી તાકાત થી યુવાનોએ દેશ ની બાગડોર સંભાળી લેવી જોઈએ,ચિન, પાકિસ્તાન,અમેરિકા જેવા દગલબાજો ની ભાટાઈ કરવા ના બદલેખુમારી પુર્વકદેશનુ ગૌરવ વધે તેવા નિર્ણયો યુવાનોજ લઈ શકશે.
તો આછે મારી દ્રષ્ટિએ યુવાનો માટેના જીવનમુલ્યો.

Advertisements

Posted ડિસેમ્બર 18, 2010 by sureshmsheth67 in Uncategorized

deshabhakti   Leave a comment

દેશ ભક્તિ.

મારા રાજકિય વિચારો બહુ સ્પષ્ટ અને પરિપકવ નથી,કોઈ વિશેષ રાજકિય પક્ષ પરત્વે મને ચોક્કસ પ્રકાર નો લગાવ નથી, સારા અને રચનાત્મક વિચારો મને આકર્ષે છે,મિથ્યા અને માત્ર પ્રચારાત્મક ભાષણોથી મને ખુશી થતી નથી.સત્તા – પાવર-નો દુરુપયોગ થતો જોઈ મને ત્રાસ થાય છે,જ્યારે સત્તા – પાવર હોવા છતા જરુરી પગલા લેવામા શિથિલતા થતી જોઈ મને ધિક્કાર છુટે છે.વિકાસ ની વાતો આજકાલ ખુબ ચાલે છે,વિકાસ સારી વસ્તુ છે, પણ તેના લાભ જો બધાજ વર્ગ સુધી પહોંચતા જોવામાં ન આવે ત્યાં સુધી તેનો આનન્દ અનુભવી શકાતો નથી. .વિકાસ થયો હોય, પણ કાયદો અને વ્યવસ્થા ખામી યુક્ત હોય, રોજ મહિલાઓના આભુષ્ણો છડે ચોક લુંટાતા હોય,, આંગડીયાઓ ને લુંટી લેવાતા હોય, ઘરફોડ ચોરી, લુંટ,ધાડ,સામાન્ય થઈ ગયા હોય,પાખંડી ધર્મગુરુઓ ની પાપલીલાઓ,તંત્રીકવિદ્યાના દુષણો બેકાબુપણે ફાલતા હોય,પોલીસતંત્ર નિષ્ક્રિય અને પ્રમાદી થઈ ગયુ હોય,વેપારીઓ જીવલેણ ભેળસેળ કરતા થઈ ગયા હોય, મોટા મોટા અપરાધિઓસમાજમાં આગેવાનો થઈ ને ફરતા હોય ,નજિવો ગુનો કરનારનિર્દયતાપુર્વક પિટાતો હોય ,ગરીબો વધુ ગરીબ થતા જતા હોય, ધનિકોનુ ધન અને માનપાન વધતુ જતુ હોય, મહિલાઓની સલામતિ ન હોય, બાળકોની કેળવણીના ધન્ધામાં પણ શોષણ થતુ હોય, ત્યાં કેવળ વિકાસ ના ભાષણો થી સંતોષ થતો નથી. દેશમાં આટ-આટ્લી ગેરરીતીઓ ચાલી રહી હોય,છતા આપણે ત્યાં જેટલા દેશભક્તિના ગુણગાન જેટલા ગવાતા હોય છે, એટલા કદાચ અન્ય કોઈ દેશમાં નહી ગવાતા હોય..દેશ ભક્તિના ગીતો, કવિતાઓ, સંભાષણો, વાર્તાલાપો,ઉપદેશો, દેશની મહાનતા, શ્રેષ્ઠતા, સ્વર્ગિયતા,ના પ્રચાર, આપણા દેશમાંજ વધુ જોવા મળે છે, અમેરિકા, બ્રિટન, ઇઝરાઇલ, ફ્રાંસ, જર્મની, જપાન ના લોકોને પોતાના દેશ પર ગર્વ હોય છે, તેમછતા આપણા જેવા ભક્તિગીતો ત્યાં ગવાતા હોય તેમ સાંભળ્યુ નથી.. તેમના માટે દેશ ભક્તિ સામાન્ય અને સ્વાભાવિક છે, તેમને દેશભક્તિ નો પ્રચાર કરવા ની જરુર નથી પડતી, જ્યારે આપણે દેશભક્તિ નો પ્રચાર કરવો પડે છે, દેશભક્તિ શિખવવી પડે છે,જેનો અભાવ હોય, તેજ શિખવવુ પડે છે, જે ન હોય તે જ હોવાનો દેખાડો કરી ને દુનિયા ને તેમજ આપણી જાત ને છેતરવી પડે છે. આપણો દેશ મહાન હોવાનુ તો બધાને મોઢે કરાવી દેવામાં આવ્યુ છે,પછી ભલે તે ભ્રષ્ટાચાર થી ખદબદતો હોય, એક એકથી ચઢિયાતા કૌભાંડો થતા હોય,પ્રથમહરોળના કહેવાતા નેતાઓ, રાજપુરુષો, અધિકારીઓ, ઉદ્યોગપતિઓ,વેપારીઓ, તેમનાથી થાય તેટલી ગેરરીતીઓ આચરતા હોય , લાંચ રુશ્વત, કટકી,કમીશન, લાગવગશાહી,એક સ્વાભાવિક વ્યવ્હાર ગણવામાં આવતા હોય, તે દેશમાં જ દેશભક્તિ ના ગીતો રચવાની જરુર પડે એ સમજી શકાય તેવી વાત છે,જે નથી તેજ દેખાડવુ પડે ને…! આપણા દેશભક્ત નેતાઓએ અમેરિકા સાથે ગેટ કરાર કર્યા, અણુપ્રસાર સંધીના કરાર કર્યા, અર્થતંત્ર ને મુક્ત કર્યુ,કોમોડીટી, પેટ્રોલ-ડીઝલ, દવા ઔષધો,ને અંકુશમુક્ત કર્યા,અમેરિકા ની રાજી કરવા ઇરાન નો ગેસ જતો કર્યો, આ બધાનો લાભ તો એક નાના વર્ગ નેજ મળ્યો અથવા મળશે એંશી ટકા નાગરિકો તો પિસાતાજ રહ્યા છે. અણુપ્રસાર સંધી થી આપણે અણુ આધારિત વિદ્યુત મથકો સ્થાપી શકીશુ અને વિજળી સસ્તી થશે એવુ સાંભળતા હતા, પણ વેજળી તો મોંઘીજ થતી જાય છે, ગેસ ના ભાવો પણ ચાસવારે વધતા જાય છે, પછી અમેરિકા સાથે કરાર કર્યા તેનો લાભ કોને અને ક્યારે મળશે…!કે પછી જેને મળવાનો હતો તેને મળી ગયો છે?લોકો ભલે મહાન અર્થશાશ્ત્રિ વડાપ્રધાન ની હોશિયારી ના ગિતો ગાતા પિસાતા રહે…!અમેરિકા સાથે કરાર કરી ને દેશ તો વધુ મહાન બની ગયો…!લોકોનુ તો જે નિર્માણ હોય તે ભોગવવુજ પડે ને….1એ માટે આપણા ધર્મપુરુષો કર્મ ની થીયરી આપીજ ગયા છે ને…! કર્મમાં લખ્યુ હોય એટલે દેશના લોકો દુખી છે, બાકી દેશ અને દેશનેતાઓ તો મહાન જ છે….!
આપણા રાજપુરુષો ને મહાન તા જુઓ…!ચિને આપણા વિસ્તારમાં લાલરંગથી પોતાનો દાવો લખાવ્યો,આપણા બીજા વિસ્તારો પર પોતાનો દાવો નકશામાં દર્શાવ્યો,62 ના યુધ્ધ્માં આપણી કેટલીયે જમીન ચિને પચાવી પાડી છે,વધારામાં પાકિસ્તાને આપણી પચાવેલી જમીન ચિનને ભેટ ધરી તે પણ આપણે જોયા કર્યુ. , ચિન સામે એક ફુંફાડો પણ આપણે મારી શકતા નથી. આપણી હદમાં વાડ બાંધતા હતા એ પણ્ ચિન ને ન ગમ્યુ એટલે આપણે તે કામગીરી અટકાવી દીધી…..!આપણી આ કાયરતા પણ મહાન જ કહેવાય ને…!
હજારો લોકોની નજર સામે આડેધડ ગોળીબાર કરી ને બસો લોકોને મારી નાખનાર અજ્મલ કસાબ ને આપણે કેટલી સગવડો આપીયે છીએ?તેનુ રક્ષણ, તેનુ ખાવાપીવાનુ,તેના વકિલ ની ફી,તેની ફરમાઈસો ની પુર્તિ કરી ને આપણે કેટલી મહાનતા ના દર્શન કરાવેયે છીએ…!એના સોમાં ભાગ ની સગવડો આપણા આઅમાન્ય કેદીઓ ને આપણે આપતા નથી, કારણ આપણે કસાબ ને એક મહેમાન ગણાયે છીએ, અને મહેમાન તો જાન થી પ્યારો હોવાનુ આપણે ગાતા હોઈએ છીએ,…!અપણે આપણા કટ્ટર દુશ્મન જેવા અફઝલગુરુ અને કસાબ ને સજા કરી શકતા નથી અને પાકિસ્તાન મુંબઈહુમલાના આરોપીઓ ને સજા કરે તેવો નપુંશક આગ્રહ કરી રહ્યા છીએ..! આવી મહાન તા દુનિયામાં ક્યાંયે જોઈ છે?
મહાનતા ની બીજી મિસાલ જોવી હોય તો આપણા મહાન ગ્રુહમંત્રી પી. ચિદમ્બર ને જોઈ લ્યો, તેમણે આતંકવાદ માં પણ કોમવાદ ઉભો કરી આપ્યો.” ભગવો આતંક વાદ “વધુ ચિંતાજનક છે એ એમણે આપણ ને સમજાવ્યુ, એ ભગવો આતંકવદ નથી પણ ભગવો પ્રતિકાર છે,આપણે ચુપચાપ માર ખાતા રહેવ્વુ અને આતંકવાદીઓ આપણને રહેંસ્યા કરે તેની સામે ચુ6કારો પણ ન કરવો, જો કરીયે તો આપણને શિક્ષા કરવા આ લોકો તત્પર છે, પણ ઝેલ મા6 જલ્સા કરી રહેલા ખરા આત6કવાદીઓ ને આંગળી પણ અડાડવાની નહી, આ છે આપણી મહાનતા….1 નબળો ધણી પોતાની બૈરી પર શુરો એવી કહેવત આપણા મહાન નેતાઓ જીવી બતાવે છે, બહાર તો પુછડી દબાવી ને ફરવુ પડે છે, પણ્ ઘરના નાગરિકો પર રોફ જમાવવામાં કશુ જોખમ નથી.
આ મહાન પુરુષો કાંઈ પણ ન બનવાનુ બને ત્યારે રોફ થી જાહેર કરી દે છે, કે અપરાધિઓ ને , મોટા ચમરબંધીઓ ને પણ છોડવામાં નહી આવે….!પણ ભાઈઓ, પહેલા પકડો તો ખરા….1 પછી છોડવાની વાત કરજો…! કેટલાયે છુટ્ટા ફરેજ છે ને…1 કલમાડી, અશોકચવાણ,એ.રાજા,શરદ પવાર,લાલુ યાદવ, જેવા મહાન ગુન્હેગારો નો વાળ પણ વાંકો કરી શકાતો નથી, ખરેખર તો કરવો નથી નહીતર એલોકો ક્યાં દેશ છોડી ને ભાગી ગયા છે?
અને આ ભ્રષ્ટાચારીઓ ભલે અબજ્જો રુપિયા ખાઈ ગયા હોય, એ પૈશા દેશમાં વાપરતા હોય, તો દેહના ધંધારોજગાર વધે, અનેકો ને રોજી રોટી મળે, એ નાણુ આપણા બઝારમાં ફરે તો આપણો વિકાસ થાય, પણ આ લોકો તો એ બધુ નાણુ સ્વીસબેંકોમાં જમા કરાવે છે, એને સાચવવાનો ચાર્જ આપવો પડે છે, દેશનુ નાણુ નથી તો દેશ ને કામ આવતુ, કે નથી તો એ ભ્રષ્ટાચારીઓ ને સહેલાઈ થી વાપરવા મળતુ, તેમએ એ નાણા વાપરવા વિદેશ પ્રવાસે જવુ પડે છે…1 તો પછી એ નાણા દેશમાં રહેવા દઈ ને અહી6જ વાપરોને ભાઈ…1 તો દેશના લોકોને એ નાણા ની સાયકલ નો લાભ મળે….!પણ એમ કરે તો પકડાઈ જવાનો ડર રહે, એટલે દેશનુ ધન વિદેશ માં જમા કરાવતા રહે છે, અંગ્રેજોએ આપણ એ લુંટ્યા, પણ પોતાના અંગત ખીસ્સા નહોતા ભર્યા, પોતાના દેશ ને સ્મ્રુધ્ધ કરવામાએનાણા વાપરતા હતા, અને એલોકો તો લુંટવાજ આવ્યા હતા એટ્લે લુંટે, એ કાંઈ આપણી સેવા કરવાનો દંભ નહોતા કરતા, જ્યારેઆપણા મહાપુરુષો તો પોતાના દેશનેજ લુંટી રહ્યા છે અને સ્વિઝરલેંડને સમ્રુધ્ધ કરી રહ્યા છે.આવો પરોપકાર વિરલજ ગણાય ને….!
ઘર આંગણે પણ લુંટ ચાલી રહી છે, જનતા મોંઘવારીમાં પીસાઈ રહી છે, સીનીયર સીટીઝનો ના વ્યાજ કપાઈ રહ્યા છે, તેક્ષ ભારણ અને સર્વીસતેક્ષનો બોજો વધતો જાય છે, જીવનજરુરિયાત ની ચીજો ના ભાવો બેફામપણે વધી રહ્યા છે, કરોડો લોકોને ભુખ્યા સુવુ પડે છે, ચોરી, લુંટફાટ, બલાત્કાર,સામે પોલીસ રક્ષણ મળતુ નથી, પોલીસ મોટા માફીયાઓ ને નહી પકડે, પણ મારાતમારા જેવા સામાન્ય માણસો ને હેલ્મેટ ન પહેરવા જેવા અપરાધમાટે પકડી ને દંડે છે…!અમલદારો લાંચિયા થઈ ગયા છે, નહીતર દારુબન્ધી વાળા રાજ્ય માં આટલો બધો દારુ કેવી રીતે પ્રાપ્ત થાય? વડાપ્રધાન ને નબળા કહીયે તો માઠુ લાગે, અદાલતો ની ટિકા કરીયે તો આપણા પર કેસ થાય, પણ નજર સામે થતા ગુનાઓ ને શિક્ષા ન થતી હોય તોયે કાંઈ બોલવુ નહી? આ કેવી લોકશાહી? મુંગામુંગા સહન કર્યા કરવુ,વિદ્વાન વડાપ્રધાનો ની પ્રશંશા કર્યા કરવી, બોમ્બબ્લાસટ્માં મરી ખુટવુ આપણે મહાસત્તા છીએ એવુ માન્યા કરવુ, અને પડોશી દેશો ને આપણી ઉદારતા ના દર્શન કરાવતા રહેવુ, એજ આપનુ ભાગ્ય છે.
આપણા મહાન દેશ નો પડોશીપ્રેમ તો જુઓ….1 હમણા પાકિસ્તાન ના ભુતપુર્વ પ્રમુખ મુસર્રફ ને વેઝા ન આપવાના કારનોમા નુ એક મહત્વ કારણ એ છે કે પાકિસ્તાન ના હાલ નાશાશકો નારાજ થાય એ માટે તેમના મુસર્રફ જેવા વિરોધિઓ ને દેશમાં આવકારવા ન જોઈએ….!મુસર્રફ પોતે ભારત વિરોધી છે, તેને આવકારવો ન જોઈએ, પણ તેનુ કારણ પાકિસ્તાન ના હાલના શાશકો ને
રાજી કરવાનુ તો ન જ હોવુ જોઈએ….!પણ આપણા મહાન દેશમાં આવુ બધુ જ ચાલે.

આપણા લશ્કર ને પણ ભ્રષ્ટાચાર નો ચેપ લાગતો જાય છે, આદર્શ સોસાયટીમાં કેટલા લશ્કરી અધિકારીઓ સંડોવાયેલા છે….! હમણાં જ એક બ્લોગમાં એક ભાઈ એ ચોંકાવનારી વાત લખી છે, તેમન કહેવા મુજબલશ્કરના ભ્રષ્ટ અધિકારીઓજ દેશના શશ્ત્રસરંજામ માંથી લેટેસ્ટ હથિયારો ઉઠાવી આતંકવાદીઓ ને વેચી મારે છે,…..! જો આમજ હોય, તો હવે દેશ નેજ વેચી મારવાનુ બાકી રહ્યુ છે….!જેમ વિભિષણે ઘરમાં રહી નેજ રાવણ ને દગો દીધો તેમજ આજે અંદર રહી ને શત્રુઓ ને મદદ કરનારા વધી ગયા છે,
ચર્ચિલે સાચુજ કહ્યુ હતુ, કે હિન્દુસ્તાન ને આઝાદી આપવાનો અર્થ આ ગરીબ ભોળા લોકોને દશપાંચહરામીઓના હાથમાં સોંપવા જેવુ થશે…!આજે એ યુગ આવ્યો છે કે સ્વતંત્રતા ના વેશમાં ગુલામી છવાઈજાય છે., આજે ચોખ્ખી ગુલામી નથી રહી, પણ આડકતરી રીતે આપણે અમેરિકા ની ગુલામી ભોગવીજ રહ્યા છીએ.અમેરિકા કહે એટલે આપણે પાકિસ્તાન સાથે વાટાઘાટો કરવાની, અમેરિકા કહે એટલે આપણે ઇરાન નો ગેસ નહી લેવાનો,અમિરિકા કહે એટલે આપણે પાકિસ્તાન પ્રેરીત આતંકવાદ સહી લેવાનો….! ખમીર ધરાવનાર માણસ જ સાચી આઝાદી ભોગવી શકે છે, આશ્રિતો સદા ગુલામજ હોય છે, ભલે પછી તે વિશ્વની બીજા નંબરની લોકશાહી ગણાય….!

Posted ડિસેમ્બર 2, 2010 by sureshmsheth67 in Uncategorized