Archive for નવેમ્બર 2010

  Leave a comment

ભ્રષ્ટાચાર એ એક જાતનો આચાર છે,જોકે આચારસંહિતા તેને લાગુ થતી નથી.!આ એક આધુનિક આચાર છે,આજકાલ તેની ચર્ચા ખુબ્જ જોવા મળે છે.આજના યુગ નો એ મહત્વનો સંસ્કાર ગણાય છે. જો તમારી પાસે સત્તા હોય,બુધ્ધિ હોય, તક હોય અનેઅને તમારા પર વિશ્વાસ રાખનારાઓ ની કમી ન હોય, તો ભ્રષ્ટાચારનુ આચરણ તમારા માટે અનિવાર્ય છે, જો બધાજ સંજોગો અનુકુળ હોય તે છતા તમે ભ્રષ્ટાચાર ન કરો તો જગતમાં તમારી કિંમત કોડીની રહી જાય છે. ધન ના ઢગલા પર બેસી ને જો તમે પ્રામાણિકતાનુ આચરણ કરતા હો, થોડુ પણ ઘરભેગુ ન કરતા હો તો તમારો અવતાર એળે ગયો સમજવો., સમાજ ને તમારા ઉપર માન રહેતુ નથી, તમે બોચીયા, પંતુજી,વેદીયાઅને ડરપોકના બીરુદો થી ઓળખાશો..!પ્રામાણિકતા, વફાદારી, સિધ્ધાંતો, કામગીરી પરત્વે સમર્પણ,વિગેરે તો કાયર, બીકણ લોકો માટે અનામત છે, સ્માર્ટ લોકો આવા બધાનખરા કરતા નથી, સામે ધન વૈભવનો સમુદ્ર ઘુઘવતો હોય ત્યારેતેમાંથી બને તેટ્લુ ઘરભેગુ ન કરીયે તો આપણા વંશવારસો આપણને શાપ આપે…!અને દુનિયા ના શાણા લોકો આપણ ને અપાતી શ્રધ્ધાંજલિ માં એવુ અવશ્ય કહે કે”જ્યારે પૈસા બનાવવાનો મોકો હતો ત્યારે આ માણસપ્રામાણિકતા નુ પુછડુ પકડી ને બેઠો હતો., આવા મુર્ખજનો સમાજ ના માથે ભાર રુપ હોય છે” ભ્રષ્ટાચાર,, લાંચરુશ્વત,કટકી,ભાઈભત્રીજાવાદ,લાગવગશાહી,એ આધુનિક યુગ નુ ગિતાગ્નાન છે, “ તું તારુ કામ કર્યેજા, ફળ તારા હાથમાં જ છે, તારી પાસે સત્તા છે, તો તેનો ઉપયોગ તારા અને તારાઓ માટે કર, તારા હાથમાં મોટીધનરાશિ ( બજેટ) છે, તો તેનો ઉપયોગ તારુ પોતાનુ બજેટસુધારવા માટે કર, ગરીબો, લાચારો, શોષિતો ને ભુલી જા,તેમને તો ભગવાન પણ ભુલી ગયો છે, તું તારુ સુધાર, બીજાઓ ની ચિંતા છોડી દે,એ જ આજનુ ગિતા ગ્નાન છે, જેમ ભગવાને અર્જુન ને કહેલુ કે આ બધાતો મરેલાજ છે, તું તો માત્ર નિમિત્ત છે, એજ રીતે ભ્ર્ષ્ટાચાર ની ગિતા કહે છે કે આ ગરીબી, ભુખમરો, મોંઘવારી, ને ભુલી જા, એ બધુ નાણાવીનાના નેજ ડશે છે, તું એમાંથી મુક્ત થઈજા, તક નો ઉપયોગ કર અને બને તેટલુ ઘરભેગુ કર,તારુ અંને તારા વંશવારસોની ચિંતા કર, નિતિ, ધર્મ,પ્રામાણિકતા, ફરજપાલન,નિષ્ઠા,સેવાધર્મ,કામ પરત્વે સમર્પણ વિગેરે શબ્દો ની માયા જાળ ડરપોક, કાયરો માટે છે,ઉત્તમપુરુષો લાંચરુશ્વત, લાગવગશાહી,ને સદા આવકારે છે, ધન ના ઢગલા ઉપર બેસી ને પોતાના ખીસ્સા ન ભરી શકો તો તો તમારુ પતન નિશ્ચિતજ છે, તમે પ્રામાણિક રહ્યા હશો તો પણ જગત તે માનવાનુ નથી, તો પછી પ્રામાણિકતાનો ધખારો છોડી ને વ્યવ્હારુ બની ને જીવો ને…!
ભ્રષ્ટાચાર આપણા દેશમાં તો સર્વસ્વિકાર્ય છે, તમે બોફોર્સ થી માંડી ને 2-જી સ્પેક્ટ્રમ્ સુધીના ઉત્તરોત્તર વધતી જતી કિંમતના ભ્ર્ષ્ટાચારો ની આપણે ત્યાં પરમ્પરા રહી છે. ,આપણે પ્રગતિશિલ છીએ,પહેલા થઈ ગયેલ ભ્ર્ષ્ટાચાર થી વધુ મોટો ભ્રષ્ટાચાર ન કરીયે તો આપણી જનેતા લાજે…! આગળ વધ્વાની આપણી ફરજ છે,. આજ સુધી કોઈ ભ્રષ્ટાચારી મોટી શિક્ષા પામ્યો નથી,બહુ બહુ તો આપણે જે જગ્યાએ રહી ને ભ્રષ્ટાચાર કરતા હોઈએ તે જગ્યા ઉપર થી રાજીનામુ આપવુ પડે, પણ એ પહેલા તો આપણે આપણી સાત પેઢી સુધીનુ ભેગુ કરી લીધુ હોય. …1 કોઈ એ નાણા પાછા માગવાનુ નથી, કારણ માગે તો તેમને પણ ઘણુ પાછુ આપવુ પડે. એટલે રાજીનામુ આપ્યુ એટલે બધુ પતી (પચી) ગયુ સમજવુ, …!
પહેલા પણ ભ્રષ્ટાચાર થતોજ હતો, પણ એ સમયે લોકો જરા શરમાળ હતા, એટલેજરા ખચકાતા અને શરમાતા થોડો ભ્રષ્ટાચાર કરી લેતા,વધુ હિમ્મત ન હતી, સંસકારો, ઇશ્વરનો ડર,નિતિમત્તા ની આદતો થી તેઓ બંધાયેલા હતા.પણ હવે જમાનો બૌધ્ધિકોનો આવી ગયો છે,ઇશ્વર ને મંદીરોમાં પુરી દેવાયો છે,નિતિ, ધર્મ, સંસ્કાર,વિગેરે પુસ્તકો માંજ જોવા મળે છે, એટલે સર્વત્ર ભ્રષ્ટાચાર ને આદર મળતો થયો છે. એક મિનિસ્ટર કરોડો નુ કૌભાંડ કરે તો નાનો ક્લર્ક સો બસો નો ભ્રષ્ટાચાર કરશે, , ન કરે તો તેની શોભા ન રહે. ભ્રષ્ટાચાર વિરુધ્ધ કાયદા તો થયા છે, પણ સાબિતિ પુરાવા વીના એ કાયદા માત્ર પોથીમાં ન રીંગણાજ રહેવાના છે.. ભ્રષ્ટાચારનો ભોગ તો નાના અને નબળા લોકો જ થતા હોય છે,પણ એવા નિરાધાર લોકોની પરવા કોણ કરે છે….! તેમને માત્ર પાંચ વર્ષે એક વાર મતપેટીમાં એક પતાકડુ નાખવાનોજ અધિકાર હોય છે, તે પણ ઘણીવાર તો મારી ઝુડી ને કરાવવામાં આવે છે, તો “મતદાન પવિત્ર ફરજ છે” નો નશો પણ બીજા નશાની જેમજ છુટથી વહેંચવા માં આવતો હોય છે., એટલે એવા નિર્માલ્ય લોકોની ફીકર કરવાની કે તેમનાથી ડરવાની જરુર રહેતી નથી. . એટ્લેજ હવે તો આપણુ લશ્કર પણ જાગી ગયુ છે, લશ્કરના અધિકારીઓ, સરસેનાપતિઓ પણ હવે આ લોકસંસ્ક્રુતિના હિસ્સે દાર થવા લાગ્યા છે.. એટ્લે સુધી કે સુપ્રીમકોર્ટના ન્યાયમુર્તિઓ પણ ભ્રષ્ટહોવા નુ શ્રી શાંતિભુષણ જેવા પ્રતિસ્ઠિત કાયદા શાશ્ત્રી એ જાહેર કર્યુ છે…..!
હવે એ દિવસો આવી ગયા છે કે ભ્રષ્ટાચાર ને સર્વમાન્યાઅચાર ગણવામાં આવી રહ્યો છે, તેનો વિરોધ માત્ર એવાજ લોકો કરી રહ્યા છે જેમને ભ્રષ્ટાચાર કરવાનો મોકો કે પ્રસંગ નથે મળ્યો. તક મળેતો તેઓ પણ પ્રવાહમાં સામેલ થવા તૈયારજ હોય છે, પણ તેમને તક ન મળવાથીજ પ્રામાણિક રહ્યા હોય છે અને બળાપા કાઢ્તા હોય છે, કોઈ વાર આવા બખાળા કાઢવા થી તેમને ચુપ રહેવાનો બદલો મળી રહે તો ચુપ રહેવામાં તેમને વાંધો પણ નથી હોતો…..! અંતમાં એટલુજ કહેવાનુ કે ભ્રસ્ટાચાર ને એક સ્વિક્રુતપ્રણાલિકા ગણી ને તેનો આદર કરવો જોઈએ, અને થઈ શકે તો તેના રીતેસરના ભાવોની યાદી જ બહાર પાડી દેવી જોઈએ, જેથીજેને જરુર પડે તે ભાવપત્રક જોઈ ને કામ ની કિંમત ચુકવી દે અને સરળ પણે પોતાનુ કામ કરાવી લે….!મોટામોટા નેતાઓ, જ્યારે આ કામ માં પડ્યા છે ત્યારે તેને કાયદેસરની માન્યતા મળે એ દિવસો દુર નથી….!ભ્રષ્ટાચાર નો અર્થ તો સડેવ્લો, ખરાબ, વિક્રુત આચાર એવો થાય, પણ જ્યારે આખો સમાજ તેને માન્યતા આપતો હોય ત્યારે કાંઈ ભ્રષ્ટ રહેતુ નથી..

Advertisements

Posted નવેમ્બર 23, 2010 by sureshmsheth67 in Uncategorized

  Leave a comment

કેટલાકો અંદર રહી ને આતંકવાદીઓ ને સહાય કરવા લાગ્યા છે, અરુન્ધતિ રોય જેવા દેશ વિરોધિઓ કાશ્મીર સોંપી દેવાની વાતો બેધડક કરે છે,ચિન આપણા મુલક પર દાવો કરે છે, ગમેત્યારે બોમ્બવિષ્ફોટ થાય છે, તેમ છતા આપણી સરકારનિર્માલ્ય ની જેમ જોયા કરે છે, ઘરાઅંગણે ભુખમરો છે ત્યારે પાકિસ્તાન ને સહાય કરવા જઈ રહ્યા છે,કસાબ અને ગુરુ જેવા અપરાધિઓ જેલમાં જલ્સા કરે છે, અને આતંકવાદીઓ ને મારનારા પોલીસ અધિકારીઓ ઝેલમાં સડી રહ્યા છે. કોઈ સંકલન નથી. કાયદાની બીક રહી નથી, મતબેંક ખાતર ગમેતે કરવા ની તૈયારી છે,નિર્માલ્ય નેતાગીરી પોતાના નાગરિકો પર કડક થાય છે, પણ વિદેશીગુન્હેગારો ને કાંઈ કરતા ડરે છે.

હવે અમેરિકાના પ્રમુખ ઓબામા આવી રહ્યા છે, તેમને કુર્નિશ બજાવવા બધા તૈયાર થઈ રહ્યા છે, પણ કોઈ તેમને પુછવાનુ નથી કે તમે પાકિસ્તાન તરફી છો કે ભારત તરફી..અમેરિકા ના ખંડિયા રાજ્ય તરીકે સલામી આપનારી નેતાગીરી દેશ ને ક્યાં લઈ જશે?દેશવાસીઓને પુરુ ખાવા નથી મળતુ જ્યારે ઓબામા અને મુશરર્ફ જેવા અતિથિઓ ને રહેવા જમાડવાનાલાખો ખર્ચવામાં આવશે

આ આપણો દેશ……!

Posted નવેમ્બર 2, 2010 by sureshmsheth67 in Uncategorized