Archive for ઓક્ટોબર 2010

જે થવાનુ હોય તે જલ્દી થઈ જાય.   1 comment

જે થવાનુ હોય તે જલ્દી થઈ જાય……!
“ જે થવાનુ હોય તે જલ્દી થઈ જાય તો સારુ” આ ઉદ્ગારો કોઈ થાકેલા ,કંટાળેલા અને હારી ચુકેલા માણસ ના મુખે થી આપણને ઘણી વાર સાંભળવા મળે છે.પરિક્ષાનુ લંબાયેલુ પરિણામ, અદાલતનો વિલંબમાં પડેલો ચુકાદો, મકાન માલિક ને ભાડુ ચુકવી ન શકાય એમ હોય ત્યારે, રોગનુ નિદાન થવામાં વિલંબ થઈ રહ્યો હોય, કોઈ શિક્ષા થવાની હોય ત્યારે કોઈ એવુ ક્રુત્ય થઈ ગયુ હોય, જે માટે સખત ફાયરીંગ કે માર ખાવો પડે તેમ હોય,પ્રેમ નો એકરાર કર્યા પછી પ્રતિભાવ ની પ્રતિક્ષા હોય, આવા બધા સંજોગોમાં માણસ એવુ વિચારી શકતો હોય છે કે હવે જે થવાનુ હોય તે ભલે થઈ જાય,, ઈસ પાર કે ઉસપાર….!પણ અનિશ્ચિતતાનો અંત આવી જવો જોઈએ. જ્યારે ખુબજ ઇંતેજારી હોય ત્યારે પ્રતિક્ષા કરવી બહુજ કઠીન હોય છે.. અનિશ્ચિતતા ભયાનક હોય છે, તેમાં સારુ થવાની આશા સાથે ખરાબ થવાની દહેશત પણસામેલ હોય છે. આશા નિરાશાવચ્ચે ઝોલા ખાવાનુ વધુસમય ગમતુ નથી.આવા સમયે વ્યક્તિ સ્વસ્થ રહી શકતો નથી, તેનો રક્તચાપ વધી જાય છે, કોઈ કામમાં ચિત્ત ચોંટતુ નથી , કાંઈ ગમતુ નથી, કશામાં રસ પડતો નથી, આ સ્થિતિ વધુસમય લંબાય ત્યારે માણસ ને એમ લાગતુ હોય છે કે આનો અંત હવે જલ્દી આવી જાય તો સારુ, ભલે પછી એ અંત પોતાની વિરુધ્ધ્માં હોય, પણ આ અકળાવનારી અનિશ્ચિતતા નો તો અંત આવે…!

શાળામાં ભણતા હતા ત્યારની વાતો યાદ કરી જુઓ, કોઈ વખતકોઈ મારકણા શિક્ષક ના વાંક માં આવી ગયા હોઈયે છીએ, આપણે એકલાજ નહી, ,વર્ગના પચાસટકા વિદ્યાર્થિઓ ને શિક્ષા થવાની હોય. મારકણા શિક્ષકની બીક બહુજ લાગતી હોય,ત્યારે આપણી મનોદશા કેવી હોય? શિક્ષક એક પછી એક બધા ગુનેગારો ની હથેલી પર જોરથી ફુટપટ્ટી મારતા હોય, આપણો વારો હજી પાછળ હોય ત્યારે માર ખાઈ રહ્યા હોય બીજા અને ધડકનો આપણી વધી જતી હોય છે, એ વખતે એમ થાય આપણો વારો જલ્દી આવી જાય તો સારુ, એટલે આ ચિંતાથી તો મુક્ત થવાય…1 એ વખતે શિક્ષા કરતા તેની કલ્પના વધુ ભય પમાડતી હોય છે, માર તો ખાવાનોજ છે,એમાંથી મુક્ત થવાય તેમ નથી, તો પછી એ જલ્દીપુરુ થાય તો સારુ એવી ઇચ્છા કોને નહી થઈ હોય?જેમને શિક્ષા થઈ ચુકી હોય તેમના મુખ પર કેવી રાહત જોવા મળતી હોય છે,…!આપણને આવી રાહત ક્યાક્રે મળશે તેની ઉતાવળ હોય છે, એટલામાં રીશેષ પડે છે,બાકી રહેલાને રીશેષ પછી શિક્ષા કરવાનુ કહી શિક્ષક બહાર જાય છે, બાકી રહેલા આપણે તણાવ સાથે રીશેષમાં જઈએ છીએ, પણ રીશેષનો આનન્દ ભોગવી શકતા નથી, કારણ માથા પર ભયનો બોજો હોય છે,
આવોજ એક કિસ્સો “ ફ્રોર હુમ ધ બેલ ડોલ્સ” નામની એક નવલકથામાં વાંચવામાં આવ્યો હતો, વાત એમ હતી કે ક્રાંતિકરીઓ એ ક્રાંતિવિરોધિઓ ના એક મોટા દળને એક ટેકરી પર ના રુમમાં કેદ કર્યા હોય છે, રુમ ની એકજ બારણુ છે, રુમના બારણા થી થોડે દુર એક ઉંડી ખાઈ છે, રુમથી ખાઈ સુધીના મારગ પર બન્ને બાજુ હાથમાં લાકડીઓ લઈ ને ક્રંતિકારો ઉભારહી ગયા છે, , રુમમાં થી એક માણસ ને બહાર કાઢવામાં આવે છે અને તેને દોડવાનુ કહેવામાં આવે છે, બન્ને બાજુ ક્રંતિકારીઓ ની હાર વચ્ચે તે દોડે છે, બન્ને બાજુથી તેના પર લાકડીઓ વરસે છે, છેવટે તે ખાઈ માં ઉથલી પડે છે.બારણાની તીરાડમાંથી આ બધુ જોઈ રહેલા કેદીઓ ફફડી જાય છે, કોઈ બહાર નિકળવાની પહેલ કરતુ નથી, કારણ મોત નક્કીજ હતુ. બહારથી ક્રંતિકારીઓ બહાર આવવા લલકાર કર્યે જતા હતા. અંદર બધાજ ભયથી ધ્રુજી રહ્યા હતા. કોણ પહેલ કરે તેની પ્રતિક્ષા હતી. છેવટે એક માણસ આ અનિશ્ચિતતા થી ત્રાસી ગયો. તેણે વિચાર્યુ કે મોત તો આવવાનુજ છે, આ લોકો છોડવાના તો નથીજ પછી નાહક સમય ગાળી ને ટેંશનમાં જીવવાનો શો અર્થ?જે થવાનુ છે તે ઝલ્દી થઈ જાય તેજ સારુ…! આમ વિચારી તે બહાર જવા આગળ થયો, અને લાકડીઓ ના માર વચ્ચે દોડીને ખાઈમાં પડી જીવન નો અંત લાવી દીધો…!એ માણસખુબજ બહાદુર હતો, કે મોતથી ગભરાતો ન હતો એમ ન હતુ, ઉલ્ટુ તેતો સૌથી વધુ ડરપોક હતો, અને ડરમાંથી છુટકારો મેળવવાજ તે ણે પહેલ કરી હતી. મોતની કલ્પના મોતથી પણ ભયંકર હોય છે,એવી કલ્પનાથી ફફડતા રહેવા કરતા તેણે બહાર જઈ સામેથી મોત મેળવી લીધુ. એમાં બહાદુરી કરતા આ પરિસ્થિતિનો ઝટ અંત આવે એવી ઇચ્છા જ વધુ મહત્વની હતી. એક માનસશાશ્ત્રી નો એક લેખ વાંચવામાં આવ્યો હતો. , તેમાં તેમણે કહ્યુ હતુ કે યુધ્ધમોરચે દુશ્મનો સામે પહેલા ધસી જનારા શુરવિરો હકિકતમાં વધુ ડરપોક હોય છે, તેઓ બનતી ત્વરાએ ટેંશનમાંથી મુક્ત થવા માગતા હોય છે, મરવાનુ છે એ તેઓ જાણતા હોય છે , તો પછી ચિંતામાં જીવવા કરતા જલ્દી નિકાલ આવી જાય એ માટે તેઓ પહેલા ધસી જાય છે.તેમના મત અનુસાર આપણે જેમને શુરવિર સમજી ને માન આપતા હોઈયે છીએ, તે હકિકતમાં મોતના ભય થીજ મોત સમે ધસી જતા હોય છે.તેમણે રજપુતોના કેશરિયા પાછળ આજ મનોવ્રુતિ હોવાનુ માનેલ છે.મોત નક્કીજ હોય, બચવાના કોઈ ચાંસ ન હોય ત્યારેજ કેશરિયા કરવામાં આવતા હતા. દુશ્મનો ના હાથમાં પડીને નાલેશી તથા રીબામણી સહેવા કરતા તેઓ મોત ને પ્રથમ પસંદગી આપતા હોય છે. આવુજ આગળ જણાવ્યુ તેવા બધા સંજોગોમાં થતુ હોય છે, અનિશ્ચિતતા માં અટવાવુ તેના કરતા જે હોય તે સ્પષ્ટ થઈ જાય એમ બધાને લાગતુ હોય છે.ભલે પરિક્ષામાં નાપાસ થઈએ, ભલે પ્રેમિકા પ્રેમનો સ્વિકાર ન કરે.ભલે ગર્લફ્રેંડના ભાઈઓ કે પિતા મારી મારીને ધોઈ નાખે, પણ વિચારો કર્યા વીના પોતાની દેખી શકાય.ઝંપલાવી દેનારા, કુદી પડનારા, અને ધસી જનારા ખરેખરતો અનિશ્ચિતતાને સાંખી ન શકનારાજ હોય છે.તેમને તત્કાળ પરિણામ જોઈતુ હોય છે.ખોટા આશાવાદ કરતા મરણિયા થઈ ને આ પાર કે પેલે પાર જવાની તેમને ઉતાવળ હોય છેલાગણી જાહેર કરી ને દ્વિધામાં થી તો મુક્ત થવાય…!અનિશ્ચિત કાળ સુધી ચિંતા કરતા બેસી રહેવા કરતા એક વાત નો નિકાલ આવે તો બીજા કામ સુઝે…!અનંત પ્રતિક્ષા, બેમુદતી ઇંતેજારી,અનેઅકળાવનારી અનિશ્ચિતતા કરતા જે થવાનુ હોય તે થઈ જાય તેજ સારુ, જેથી એક વાતનો નિર્ણય થઈ શકે અને બીજા માર્ગો ખુલતા

Advertisements

Posted ઓક્ટોબર 28, 2010 by sureshmsheth67 in Uncategorized

કહેણી અને કરણી.   Leave a comment

કહેણી અને કરણી.
આપણે જોઈએ છીએ તેમજ અનુભવીએ છીએ કે માણસ જે બોલતો હોય છે તે કરવાનો વખત આવે ત્યારે કેટલીક વાર પાછો પડે છે.કહેણી અને કરણીનો આ તફાવતવ્યવ્હાર અને સિધ્ધાંતના આચરણ વચ્ચે ના તફાવત ના કારણે થતો હોય છે.માણસ બોલે છે ત્યારે તે સામાન્ય અને સર્વસ્વિક્રુત નૈતિકતા ને ધ્યાનમાં રાખી ને બોલતો હોય છે, પરંતુ જ્યારે કોઈ આચરણ કરવાનુ હોય ત્યારે પોતાનુ હિત, સ્વાર્થ, સગવડ,વ્યવ્હારકુશળતા,દુનિયાદારી,લાભ હાનિ જેવા અનેક પાસાઓ ને ધ્યાનમાં રાખતો હોય છે. નૈતિકતા અને માનવિય અભિગમ ને અનુલક્ષી જે વાત થતી હોય તેનો અમલ કરતી વખતે તેના વિચારો જુદા હોય છે. ઉદાહરણ તરીકે એક સિધ્ધાંત તરિકે બધા એવુ સ્વિકારતા હોય કે યુવાનોએ લશ્કરી તાલિમ લેવી જોઈએ, પણ જ્યારે પોતાના સંતાન ને લશ્કરમાં મોકલવાનો હોય, અથવા પોતાને ખુદને લશ્કરમાં જોડાવાનુ કોઈ કહે ત્યારે તબિયત, ઘરની જવાબદારી, ઘરડા માતાપિતાની સંભાળ જેવા અનેક બહાના કાઢી છટકવાની કોશિષ કરતા હોય છે. યુવાનો એ અનુશાશનમાં રહેવુ જોઈએ, ખોટી ફેશન અને નાચગાન, તથા રખડપટ્ટી બોયફ્રેંડ, ગર્લફ્રેંડ ના લફરા થી દુર રહેવુ જોઈએ, એમ જાહેરમાં કહેનારા પોતાના સંતાનો ની બાબતમાં જુદા ધારાધોરણો અપનાવતા હોય છે, ‘ અત્યારે મસ્તી નહી કરે તો ક્યારે કરશે?યુવાનો તોફાન મસ્તિ નહી કરે તો શું આપણે કરવાના છીએ? તેમનો સમય છે, નવી પેઢી ને સમજવી જોઈએ’ વેગેરે ડહાપણ ની ગંગા વહેવા લાગે છે. બીજાના સંતાનો નાપાસ ઇથાય તો તિરસ્કાર ભેરે અકહી દેવાનુ કે આખુ વર્ષ રખડી કાધુ છે, પછી ક્યાંથી પાસ થાય…! અને પોતાનુ સંતાન નાપાસ થાય તો તેની માંદગી, શિક્ષકોની કિન્નાખોરી, જેવા કારણો આપવામાં આવતા હોય છે. એટલે, સામાન્યજનો માટે દોરાયેલ રેખાની મર્યાદા ખુદને લાગુ કરવામાં વ્યક્તિ ને તકલિફ પડતી હોય છે. કહેણી અને કરણી ના તફાવત અંગે અમદાવાદમાં ચાલી રહેલા કોરિયન થેરેપી ના કેન્દ્રના કોરિયન સંચાલક શ્રી જોંગ એ પોતાનાજ પરિવારમાં બનેલી એક સરસ વાત કરી.
શ્રી જોંગ નુ પરિવાર દક્ષિણ કોરિયામાં રહે છે, મોટુ સંયુક્ત કુટુંબ છે, તેમના દાદા અને દાદાના નાના ભાએ મરણ પામ્યા છે, પણ બન્ને ની પત્નીઓ હજી જીવે છે. બન્ને વ્રુધ્ધાઓ-એટલે કે દેરાણી જેઠાણી વચ્ચે સારી મૈત્રિ છે.પરંતુ મોટા દાદી એટલે જેઠાણી ને જુઠુ બોલવાની મોટી આદત હતી, તે કદી સાચુ બોલતાજ નહી, તે કશુજ કામ કરતા ન હોવા છતા થાકી જવાની, આરામજ કરતા હોવા છતા કંટાળી જ્વાની ફરિયાદો કર્યાજ કરતા,છેલ્લા કેટલાક સમય થી તે મરવાની વાતો કરવા લાગ્યા હતા,હવે જીવન માં કોઈ રસ નથી, જીવન અકારુ લાગે છે,મોત આવે તો સારુ, ભગવાન મને બોલાવી કેમ નથી લેતો,આ પરિવાર ઢસરડા કરવા કરતા તો મરી જવુ સારુ….ઇત્યાદી વાતો તે પોતાની સમવયસ્ક દેરાણે ને કર્યા કરતી. દેરાણી બધુ સમજતી હતી, એકની એક વાતો થી કંટાળતી પણ ખરી છતા ધિરજ ગુમાવતી નહી અને જેઠાણી ને ધિરજ બંધાવ્યા કરતી. પણ જેમ જેમ તે આશ્વાસન આપતી તેમતેમ જેઠાણી ને વધુ શુર ચઢતુ.
કેટલાક સમય પછી જેઠાણીજીએ ખાનગી માં દેરાણી ને જેર લાવી આપવા વિનંતિ કરી, કારણ હવે તે મરવાજ માગતી હતી.એવો દ્રઢ કિર્ધાર કર્યો હોવાનુ ભારપુર્વક કહ્યુ.દેરાણી રોજ તેને આવુ ન કરવા સમજાવતી, ધિરજ રાખવા કહે તી, મનમાં તો તે સમજતી હતી કે જેઠાણી કાંઈ મરવાના નથી, એ માત્ર સહાનુભુતિ ઉઘરાવવાજ અને પોતના તરફ ધ્યાન દોરવા માટેજ આવી વાતો કર્યા કરતી હતી., મરવાનો નિર્ધાર કરવા વાળા આમ વાતો માં સમય ન ગાળે,મરવુજ હોય તો કોઈની મદદની જરુર નથી હોતી, એ વાત દેરાણી સારી રીતે જાણતી હતી, પણ તે સજદાર હતી, તે પોતાની જેઠાણીને સાચવી લેતી અને આવા વિચારો દુર કરવા કહેતી રહે તી,પણ જેમ તેને સમજાવવામાં આવતી તેમ તેને વધારે જોર ચઢતુ, અને આગ્રહ પુર્વક દેરાણી ને ઝેરી દવા લાવી આપવા કહેવા લાગી.. છેવટે દેરાણી ની ધિરજ નો અંત આવ્યો, એક દિવસ તેણે જેઠાણી ને પોતાના ઓરદામાં બોલાવી અને બારણુ બંધ કરી ધીમા અવાજે કહ્યુ, “ આ લ્યો, તમારા માટે મરવાની દવા લાવી છું, કોઈ ને કહેતા નહી, ચુપચાપ તમારા રુમમા6 જાઓ, રાત્રે હું તમને દવા કેવી રીતે લેવી તે સમજાવવા આવીશ.”કહેતા તેણે જેઠાણી ના હાથમાં એક નાનુ પડીકુ મુકી દીધુ. જેઠાણી જરા ફિક્કિ પડી પણ હજી તે પોતાની બડાશ છોડવા માગતી ન હતી તેણે પડીકુ લીધુ અને ઢીલા પગલે પોતાની રુમ મા આવી.
રાતપડી, દેરાણી તેના રુમમાં ગઈ, તેણે એક કટોરામાં દવા કાઢી, અને સાથે પાણીનુ પવાલુ મુક્યુ.” જુઓ, રાત્રે બધા સુઈ જાય ત્યારે આ દવા પી લેજો, અને ઉપર પાણી પી ને પથારી માં સુઈ જજો, એટ્લે કોઈ પીડા વીના તમે મરણ પામશો”દેરાણીએ કહ્યુ અને બારણુ ખાલી બંધ કરી ને તે પોતાના સ્થાને ગઈ.
સવાર થઈ, તેણે જેઠાણી ના રુમ તરફ જોયુ, રોજ વહેલી ઉઠી જતી જેઠાણી નુ બારણુ હજી બંધ હતુ,તેણે બારણા ને ધક્કો માર્યો, પણ તે અંદરથી બંધ હતુ, દેરાણી ને હવે ચિંતા થઈ, શું સાચેસાચ જેઠાણી ગયા કે શું?થોડી વાર તેણે રાહ જોઈ, પછી બારણુ ઠોકીને જેઠાણી ને બુમ પાડવા લાગી, પણ અંદર કોઈ હિલચાલ સંભળાઈ નહી, હવે દેરાણી ને ફાળ પડી, તેણે ઘરના બધાને એકત્રિત કર્યા અને મોટાદાદી જાગતા નથીએ હકિકત થી સૌ ને માહિતગાર કર્યા. બધાએ મળી ને બુમો પાડી, પણ દાદીમાં નો કોઈ જવાબ ન મળ્યો. છેવટે બારણુ તોડી નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો અને બારણુ તોડવામાં આવ્યુ. અંદર જતાજ સૌએ જોયુ કે દાદીમાં પોતાની પથારી ના એક ખુણાં માં ટુંટિયુ વાળી ને બેઠા હતા,બધાએ તેમની ખબર પુછી, અને બધુ બરાબર હોઈ બધા પોતાના કામે વળ્યા. . એકલા પડતાજ દેરાણી થી ન રહેવાયુ, તેણે પુછ્યુ, “ આ દવાતો એમને એમજ પડી છે, તમે દવા નથી લીધી?તમારે તો મરવુ હતુ ને….! તમે કેમ મર્યા નહી?” જેઠાણી ભભુકી ઉઠ્યા,’ તારે શું મને મારી નાખવી હતી?મને ખબર છે, તું મારુ મોતજ ઇચ્છતી હતી,હું મરુ તો તારુ ઘરમાં ચાલેને…! પણ હું એમ કાંઈ મરવાની નથીહોં….!’ દેરાણી હસી પડી, ‘ હું પણ જાણતી હતી કે તમે કાંઈ મરો એમાંના નથી, એટલેજ હું દવાના નામ આ વિટામેન ની ગોળીઓજ લાવી હતી, પણ હવે ખબરદાર જો મરવાની વાતો કરી ને મને બોર કરી છે તો…” શ્રી જોંગે કહ્યુ કે વાતો કરવી અને આચરણ કરવુ એમા આસમાન જમીન નો ફરક હોય છે, એ દાદીમાં પછીતો ઘણુ જીવ્યા, છેલ્લે છેલ્લે તો તેમને લકવા થઈ ગયો, ટોઈલેટ બાથરુમ બધુ પથારીમાં હતુ, બધા તેમનાથી કંટાળ્યા, પણ તેમ છતા તે હવે મરવા ની વાત કરતા નથી.

અંતમાં આ વાત નો સાર એજ કે કહેવુ સહેલુ છે, પણ એ મુજબ કરી બતાવવુ અઘરુ છે, છતા આપણે આપણો દંભ છોડતા નથી

Posted ઓક્ટોબર 26, 2010 by sureshmsheth67 in Uncategorized

બક્ષીસ લાખની   Leave a comment

બક્ષીસ લાખની…!!

“બક્ષીસ લાખની અને હિસાબ કોડીનો” આ કહેવત ઘણી વખત સાંભળવામાં આવે છે, ખાસ કરીને પોતાની જાતને ખુબ દાહ્યા, ચતુર અને વ્યવ્હારકુશળ માનતા લોકો આ કહેવત અવારનવાર કહેતા હોય છે.તેમનો કહેવાનો ભાવાર્થ એ હોય છે કે હિસાબમાં એક કોડીની પણ છુટ આપી ન શકાય,. આ કોડી શું છે?અગાઉ કોડીઓ પણ ચલણમાં વપરાતી હતી, કોડી એ સૌથી નાનુ ચલણનુ એકમ હતુ, પાઈ થી પણનાનુ,કુશળ હિસાબનવિશો તેમણે કરેલા હિસાબ માં એક કોડીની પણ ભુલ ચલાવી લેતા ન હતા,તેઓ એમ કહેતા કે બક્ષીસ તરીકે ભલે લાખો રુપિયા આપો, પણ હિસાબ તો ચોખ્ખોજ હોવો જોઈએ, તમે આપેલી બક્ષીસ પણ હિસાબમાં આવી જવી જોઈએ. હિસાબ એટલે કે એકાઉંટ્સ ની મર્યાદા ની બહાર કોઈજ નાણાકિય વ્યવ્હાર થવો ન જોઈએ, આજે જેને આપણે “ બે નમ્બર” નુ નાણુ કહીયે છીએ, તેની પાછળ આજ ભાવના રહેલી છે, હિસાબ માં એક પૈસો પણ ભુલી ન શકાય કે માંડીવાળી ન શકાય
આ થઈ વાત એકાઉટંટોની, હિસાબી નિષ્ણાતો ની,તેમની દ્રષ્ટિએ તેઓ નો વિચાર બરાબર છે,પણ પછી આ કહેવત નો ઉપયોગ શાહુકારો, જક્કી લેણદારો, અને પઠાણી ઉઘરાણીકારો કરવા લાગ્યા.એક સિધ્ધાંત તરીકે વાત સાચી છે, પણ તેને માટે માનવતા વિસરી ,ક્રુરપણે વસુલાત કરવી એ જરાપણ યોગ્ય ન કહેવાય.હકિકત માં તો ખુબજ ચોક્કસ લેખાતા, ખુબજ હોશિયાર ગણાતા,તથા ખુબજ ચાલાક અને સાવધ ગણાતા સજ્જનો આકહેવત નો ખુબ ઉપયોગ કરે છે, અને પોતાની કંજુસાઈ, ચમડી છુટે પણ દમડી ન છુટે ની વિચારસરણી ને વ્યાજબી ઠરાવવા આ કહેવત વપરાતી હોય છે.બાકી એમાં માણસની સ્વાર્થાન્ધતા, અને ક્રુરતા સિવાય બીજુ કાંઈ નથી.
બેંકમાં એક પૈસાનો ડે-બુક તફાવત આવે તો તે શોધી કાઢવો અનિવાર્ય હોય છે,તેના માટે હજાર રુપિયા ઓવેર ટાઈમ નો ખર્ચ કરવો જરુરી ગણાય છે, કારણ બેંક ના નાણા જાહેર નાણા છે, તેમાં એક પૈસાની ભુલ પણ હિસાબમાં રહેવી ન જોઈએ, નહીતર બેંકની વિશ્વસ્નિયતા પર જોખમ આવી શકે છે, પણ શરાફો, લેણદારો, પઠાણો, વ્યાજખોરો જો એક પૈસો જતો કરે તો કાંઈ આભ તુટી પડવાનુ નથી, આવા લોકો તો મુડી કરતા વ્યાજ વધારે ખાઈ ગયા હોય છે,તેમછતા તેઓ આ કહેવત નો ઉપયોગ કરી ને ગરીબ લાચાર દેવાદારને રડાવી ને પણ વસુલાત કરતા હોય છે,તેઓ કહેવત નો પહેલો ભાગજ કહેતા હોય છે, “હિસાબ કોડીનો” પણ “બક્ષીસ લાખની” નુ શું?એ માત્ર શોભાના શબ્દો બની રહે છે, વિચાર કરો, કે જે માણસ લાખરુપિયાની બક્ષીસ આપતો હોય એવો ઉદારદિલનો માણસ એક કોડીના હિસાબમાં પડે ખરો? અને જે માણસ કોડીનો હિસાબ કરતો હોય એ કદી લાખરુપિયાની બક્ષીસ આપી શકે ખરો?કહેવત ભલે એક હોય પણ તેમાં દર્શાવેલ ક્રુત્ય કરનારા વ્યક્તિઓ જુદાજ હોય છે, એક કોડી પણ જતી ન કરનાર એક પૈસાની પણ બક્ષીસ આપી ન શકે, તેથી આ કહેવત લુચ્ચા, વ્યાજખોર, શોષણખોર અને લોભી લોકોના મગજની પેદાશ છે, કોઈ દયાહિન, શેક્ષ્પિઅરના “ શાયલોક” જેવા નિર્દય માણસજ એક કોડી ની છુટ મુકવા તૈયાર ન થાય, અને એવા લોકો પાસે બક્ષીસ ની આશા પણ રાખવી વ્યર્થ છે.આ કહેવતમાં ડહાપણ નહી પણ લોલુપતાજ દેખાય છે

Posted ઓક્ટોબર 20, 2010 by sureshmsheth67 in Uncategorized

  Leave a comment

નગરસેવકોની ચુંટણી નુ પરિણામ.

ગુજરાતની છ નગરપાલિકાઓની ચુંટણી નુ પરિણામ આવી ગયુ, બધેજ ભારતિય જનતા પર્ટી નો વિજય થયો. ચોખ્ખી બહુમતિ થી ભાજપના હાથમાં વહીવટ આવી ગયો.હવે વિકાસ ના કામો કરવા આડે તે પક્ષને કોઈ અવરોધ રહ્યો નહી, કોંગ્રેસે ઘણી મહેનત કરી, પણ નરેન્દ્રમોદી ના સ્તરનુ નેત્રુત્વ ગુજરાત કોંગ્રેસમાં હજી પ્રસ્થાપિત થઈ શક્યુ નથી, એક સબળ વિરોધપક્ષ તરીકે અસરકારક કામગીરી કરી શકે તેટલી બેઠકો પણ તેને મળી નહી. . આ સારુ થયુ? કે ખોટુ? એક પક્ષે વિચારીયે તો ચોખ્ખી બહુમતિ સરળ કામગીરી માટે સારી વસ્તુ છે, જો નિષ્ઠાવાન સભાસદો હોય તો ચોખ્ખી બહુમતિ સારી કામગીરી બજાવી શકે છે,બહુમતિ હોવાથી તેમને કોઈ અટકાવી શકતુ નથી, અને લોકોના કામો વધુ સારી રીતે થાય એવી આશા બંધાય છે.અવરોધક પરિબળો, સારાકામમાં રોડા નાખનારાઓ,અને નકારાત્મક વલણ ધરાવનારાઓ બહુમતિ ના કારણે ફાવી શકતા નથી.અને ઉત્તમ કામગીરી કરવાનો મોકો મળે છે. પણ બીજી બાજુ વિચારીયે, તો ચોખ્ખી બહુમતિ થી એક જાતનો ગર્વ ઉભો થાય છે, “ આપણને કોણ પુછનાર છે!”એવો સ્ભિગમ વિકસી શકે છે, અને જો સભાસદો નિષ્ઠાવાન ન હોય, તો જાહેરજીવન ની શુધ્ધતા ને હાનિ થઈ શકે છે.કોઈ પણ લોકતાંત્રિક દેશ કે સંસ્થામાં મજબુત વિરોધપક્ષ હોય એ ઇચ્છવા જેવુ છે તેનાથી લોકશાહીનુ જતન થાય છે, મજબુત વિરોધપક્ષ હશે તો સત્તાધારી પક્ષ મનફાવે તેવા બેફામ નિર્ણયો નહી લઈ શકે, પણ આપણે જેની વાત કરી રહ્યા છીએ, તે ચુંટણીમાં તો બધુ એકપક્ષીજ થઈ ગયુ છે, વિરોધપક્ષ સંખ્યાની દ્રષ્ટિએ કે લોકપ્રિયતાની દ્રષ્તિએ તદ્દન નબળો દેખાઈ રહ્યો છે, આ વસ્તુ આમ સારી લાગે છે, પણ તેના ભયસ્થાનો પણ નજરાંદાજ ન થવા જોઈએ,આમાંથી આપખુદ શાહી,આપવડાઈ નો ઉદ્ભવ ન થાય તો સારુ.
લોકોએ પોતાનો ચુકાદો આપી દીધો છે, નવા, અજાણ્યા કે ઓછાજાણીતા સભ્યો ને લોકોએ માત્ર એક નરેન્દ્રમોદીના નામ ઉપર ચુંટ્યા છે, આ વિજયમાં મોદીનુ નેત્રુત્વ મહત્વનો ભાગ ભજવી ગયેલ છે,તેમનો કરિષ્મા, તેમનો પ્રભાવ અને તેમનુ અદ્ભુત વક્ત્રુત્વ આ વિજય માટે ઘણે અંશે યશભાગી છે. પણ હવે જે કામગીરી કરવાની છે, પ્રામાણિકપણે લોકોના હિતના કામો કરવાના છે,ભ્રષ્ટાચાર રહિત, નિષ્ઠાપુર્વકના પ્રયત્નો થી લોકસેવા કરવાની જવાબદારી હવે જીતેલા નગરસેવકોની છે.સ્વચ્છ અને પારદર્શક વહિવટ, લોકહિત ની ધગશ,નિષ્કલંક ચરિત્ર અને લોકોને સમર્પિત પ્રતિનિધિઓ હોય એ હવે મતદારોની અપેક્ષા રહેશે. હવે ક્યાંય પાણી ન મળવાની, ગટર ઉભરાવાની, કેમીકલયુક્ત પાણી ભરાવાની, એકજ વરસાદમાં રસ્તાઓ ધોવાઈ જવાની, ઠેરઠેર ભુવાઓ પડવાની,જાહેરમાર્ગો ઉપર ગેરકાયદે દબાણો થવાની ફરિયાદો ન કરવી પડે એટલી આશા મતદારો રાખે તો તેમણે આપેલા મતો ની સરખામણીમાં વધુ પડતુ નથી. આપણે ઇચ્છીયે કે મળેલ બહુમતિ નો સદુપયોગ થશે અને જાહેર સુખાકારી ઉત્તમ બની રહેશે. વિજેતાઓ ને અભિનન્દન..

Posted ઓક્ટોબર 13, 2010 by sureshmsheth67 in Uncategorized

ઇલેક્શન.   Leave a comment

આજે ગુજરાતની છનગરપાલિકાઓનુ ઇલેક્શન છે, મતદાન ફરજિયાત કરવાનુ બીલ તો ઉડી ગયુ છે, કારણ એમાં નાગરિકોના સ્વાતંત્ર્ય ઉપર તરાપ થતી હોય એવુ લાગે છે, તેમછતા સામાન્યરીતે નાગરિકો મતદાન કરવા સ્વેચ્છાએ જાયજ છે.સવારના ભિડ ઓછીહોય તે વખતે મતદાન કરી આવવાના ખયાલ સાથે મતદાનમથક પર ગયો. યાદીમાં મારુ નામ જોવડાવ્યુ, બધુ બરાબર હતુ, તે પછી ઇલેક્શન કાર્ડ માગવામાં આવ્યુ, ઉતાવળમાં કાર્ડ કે ડ્રાયવિંગ લાયસંસ લેવાનુ રહી ગયુ હતુ.ફરજ ઉપરના અધિકારી કહ્યુ કે ઇલેક્શન કાર્ડ વીના નહીજ ચાલે.ફરી પાછા ઘરે આવીને કાર્ડ લીધુ, અને મત આપવા ગયો.. ઈવીએમ મશીન પર ત્રણ ની પેનલ ને મત આપવાના હતા. ભાજપ અને કોંગ્રેસ બન્ને એ કોઈ જાણીતા માણસોને ઉમેદવાર તરીકે પસંદ કર્યા નથી,તેથી ગમેતેને મત આપીયે તોયે કાંઈ ફરક પડે તેમ નહોતો. પક્ષને જોઈનેજ મત આપવાનો હતો, મોદી સાહેબને કે કોંગ્રેસના નેતાઓને ધ્યાનમાં રાખીનેજ મત આપવાનો હતો., આપી દીધો. તે પછી વિચાર આવ્યો કે આપણે તો આપણી ફરજ સમજી ને મત આપ્યો, પણ ઉમેદવારો પોતાની ફરજ સમજતા હશે ખરા? તેમને ખ્યાલ હશે કે આ ઈલેક્શન જીત્યા પછી તેમણે વટ પાડવાનો નથી, પણ નગરસેવાની જવાબદારી ઉપાડવાની છે,?આજેજ વર્તમાનપત્રોમાં વાંચ્યુ કે બન્ને પાર્ટીઓના ઉમેદવારો પૈકી ઘણા દશધોરણ સુધી પણ ભણ્યા નથી, એ ખરુ કે જાહેરજીવનમાં ભણતરનુ બહુ મહત્વ નથી,પણ અનુભવ અને સેવાકાર્યોનો રેકોર્ડજ કામ લાગે છે, તેમ છતા એવો વિચારતો આવેજ કે આ નહીવત ભણેલા નગરસેવકો આપણા કામો કરશે કે તેમને ટીકીટ આપનાર પક્ષના નેતાઓનુ ચિન્ધ્યુ કામ કરશે?જોકે ભણેલાઓ પણ તેમની ડીગ્રી ના પ્રમાણમાં ગ્નાન ધરાવતા હતા એ જમાનો હવે રહ્યો નથી, તેમ છતા કોઈ પણફેકલ્ટીમાં સ્નાતક થયેલ ઉમેદવાર હોય તો આપણને માનસિક નિરાંત રહે કે ઉમેદવાર કાઈક જાણતો હશે અને ભણેલો છે તો પોતાની જવાબદારી સમજી ને કામ કરશે., પછી તો જે થાય તે ખરુ…..! હવે એ યુગ નથી રહ્યો કે ઉમેદવાર પોતાના કાર્યો થી ચુંટાતો હતો, આજે તો પક્ષની લોકપ્રિયતા થી ઉમેદવાર ચુંટાતો હોય છે,એટ્લે એ વધ્રી શક્ય છે કે તે પક્ષનેજ વધુ મહત્વ આપે, અને મતદારો ની ઉપેક્ષા કરે. આજે સેવા કરવાની ભાવના થી કોઈ જહેરજીવનમાં આવતુ નથી, પણ સમાજમાં, સરકારી ખાતાઓમાં,રાજકિયપક્ષમાં,પોલિસખાતામાં, ધાર્મિક કે શૈક્ષણિક સંસ્થાઓમાં પોતાની વગ વધે, અને પોતાના ધાર્યા કામો નગરસેવકની હેસીયતથી કરાવી શકે. નગરસેવક ના પદની એક ગરિમા હોય છે, તેને બધેજ માન મળતુ હોય છે.બધાજ તેને આવકારે છે, તે પોતે પણ પોતાના પદ ની ધાક જમાવતો હોય છે, અને પરિણામે તે સેવક ના બદલે માલિક હોય તેમ વર્તવા લાગે છે.તેનામાં એક ગર્વની લાગણી ઉભી થાય છે.તેને સલામ કરનારાઓઆં સ્વાર્થી ધન્ધાદારીઓ, લાભ ખાટનારાઓ,અને બીનકાર્યક્ષમ કોંટ્રાક્ટરો વેગેરે નો સમાવેશ થાય છે, કોઈને પોતાનુ કામ કરાવવુ હોય છે, કોઈને કંટ્રાક્ટ જોઈતો હોય છે, કોઈને પોતાનુ બીલ પાસકરાવવુ હોય છે,કોઈને સારી સ્કુલમાં એડમિશન જોઈતુ હોય છે,કોઈને પોતાના વ્યવસાય ના હિતમાં કોઈ કામ કરાવવુ હોય છે, આ બ્ધુ જોઈને નવોસવો નગરસેવક બનેલો અધકચરો અને બીન અનુભવી વ્યક્તિ સમજી બેસે છે કે પોતે સર્વશક્તિમાન છે, ધીમેધીમે તેનુ આ અભિમાન વધતુ જાય છે, પછી તે કામ કરવાના બદલામાં લાંચ લેતો થાય છે, અને લાંચલીધા પછી તે લાંચ આપનારના હાથની કઠપુતળી બની રહે છે. પછી બિલ્ડીંગો તુટી પડે, રસ્તાઓ એકજ વરસાદમાં ધોવાઈ જાય, કે સામાન્ય વરસાદમાં ભુવા પડે તો તે આવા નબળા કામ કરનાર ને કાંઈ કરી શકતો નથી,ઉલ્ટુ તેમનો ખોટો બચાવ કરતા થઈ જાય છે, આપણા જાહેરજીવન માં આવેલી આ નબળાઈઓ આમજ ફુલેફાલે છે, પોતાને પૈસા મળતા હોય તો આ નગરસેવકો ગમેતેવુ નબળુ કામ ચલાવી લે છે, અને ભ્રષ્ટાચારને ઉત્તેજન આપે છે. પચી એજ શિષ્ટાચાર થઈ પડેછે.બધાની માનસિકતાજ એવી થઈ જાય છે કે એ તો આમજ ચાલે…!આ એક સર્વસ્વિક્રુત નિતિ થઈ જાય છે, આજ નિતિ આપણને બધાક્ષેત્રમાં અનિતિવાન બનાવે છે, પછે તે કોઈ નાનો પુલ બનાવવાનો હોય, ક્રિકેટમેચ રમવાની હોય, કે કોમનવેલ્થગેમ્સનુ આયોજન કરવાનુ હોય..સમગ્ર જાહેરજીવન માં આ સ દો ફેલાતો જાય છે, તે ત્યાં સુધી કે કોઈ પ્રામાણિક રીતે કામ કરતો હોય તો તેને મુર્ખ કે વેદીયો સમજવામાં આવે છે.અને તે બીજાઓમાટે નડતર ગણાતો હોય છે.
આશા રાખીયે કે નવા ચુંટાયેલા નગરસેવકો નગરસેવાનેજ પોતાનુ કર્તવ્ય સમજે. જેમ આપણને ઇલેક્શનકાર્ડવીના મત નથી આપવા દેવાતા, તેમજ તેઓ પણ યોગ્યતાજોઈનેજ , સછાઈ તપાસીનેજ કોંટરાક્ટરો ને નાણા મંજુર કરશે.

Posted ઓક્ટોબર 10, 2010 by sureshmsheth67 in Uncategorized