Archive for સપ્ટેમ્બર 2010

હિંસા/અહિંસા.   Leave a comment

હિંસા અને અહિંસા આપણા દેશમાં ખુબજ જાણિતા અને બહુ વપરાતા શબ્દો છે.તેના અંગ્રેજી પર્યાય વાયોલેંસ અને નોન વાયોલેંસ છે.પ્રથમ આપણે હિંસા ઉપર વિચાર કરીયે.
હિંસા એટ્લે કોઈને મારવુ, કોઈનો જીવ લેવો,કોઈને શારિરિક નુકશાન પહોંચાડવુ, ઇજા કરવી વિગેરે.માનવ જીવનની પ્રાથમિક અવસ્થામાં જીવો જીવસ્યભોજનમ/કારણમ નો નિયમ ચાલતો હતો એ સમયે ક્રુષિની શોધ થઈ ન હતી, જીવન ટકાવવા માટે માણસે બીજાનો જીવ લેવો પડતો હતો.અન્ય પ્રાણીઓ ની માફક મનુષ્ય પણ શિકારી હતો, અને અન્ય જીવ ને મારી ને તેના ઉપરજ ગુજારો કરતો હતો. એ સમયે કોઈ ધર્મ ન હતો, કે કોઈ ચાંપલા ઉપદેશકો ન હતા,હા, માણસ બીજા પ્રાણીઓ કરતા જુદો હતો, તેનામાં સંવેદના હતી, તે કારણ વીના કોઈને મારતો ન હતો, પણભુખ સંતોષવા દયાહિન બની ને બીજા ને મારી શકતો હતો..અલ્બત્ત, તે અન્ય વન્યપ્રાનીઓ જેવો બળવાન નહતો, તેના શિકારો તેના કરતા દોડવામાં ભાગવામાં કે સામનો કરવામાં તેના કરતા ચઢિયાતા હતા, જો માણસમાં કુદરતે આપેલી બુધ્ધિ ન હોત તો તે ક્યારનો નાશ પામ્યો હોત, પણ તેણ બુધ્ધિનો ઉપયોગ કરી હથિયારો બનાવ્યા, ફાંસલા બનાવ્યા,નજીક થી મારી શકાય તેવા, દુરથી ફેંકી શકાય તેવા શશ્ત્રો અને અસ્ત્રો તેણે બનાવ્યા, અને પોતાનાથી અનેકગણા બળવાન પ્રાણીઓ પર શાશન કરવા લાગ્યો.તેની શિકાર કળા પરાકાષ્ઠાએ પહોંચી.ભુખ સંતોષવા તે હવે સહેલાઈથી હિંસા કરવા લાગ્યો.આવુ ઘણા વર્ષો સુધી ચાલ્યુ, તે પછી તેના ખોરાકમાં વૈવિધ્ય આવવા લાગ્યુ.તે વ્રુક્ષોના ફળ, પાન,અને મુળ પણ ખાતો થયો,તે પછી અનાયાસે અગ્ની ની શોધ થઈ, અગ્નીમાં શેકાયેલુ માંસ તેને વધુ સ્વાદિષ્ઠ લાગ્યુ, તે કુદરતી અગ્ની ના બદલે જાતે અગ્ની પ્રગટાવતા શિખ્યો.તેમાંથી રાંધણ કળા નો જન્મ થયો, કાળક્રમે ક્રુષિ ની શોધ પણ થઈ, , મનુષ્ય ભટકતો બંધ થઈ એકજ સ્થળે રહેતો થયો,ક્રુષે અને બાગાયત ના કારણે તેના ખોરાક માં વધુ વિવિધતા આવી, માંસાહાર ચાલુ તો રહ્યો, પણ તે સાથે શાકાહાર પણ ચલુ થયો. હવે તેની પાસે, નવા હથિયારો હતા, પાળલા પશુઓ હતા, પશુઓ થી દોરાતી ગાડીઓ હતી,દુધ, માખણ મધ જેવા નવા ખાદ્યો હતા,તે સાથેજ તેની પાસે ફુરસદ પણ મળવા લાગી હતી.
આ ફુરસદ નો ઉપયોગ માણસે વિવિધ તત્વગ્નાન વિકસાવવામાં કર્યો. હવે તેને હિંસા નો ખ્યાલ આવ્યો. બીજાનો જીવ લેવાથી તેનો આત્મા ચચરવા લાગ્યો.વિચારશિલ માણસો માંસાહાર ઓછો કરવા લાગ્યા, છતા તે ચાલુ તો રહ્યોજ, હવે ઉપદેશકો મેદાનમાં આવ્યા,જીવ હિંસા, જીવો અને જીવવા દોની ફિલોસોફી, સ્થુળ હિંસા, સુક્ષ્મહિંસા ના ખયાલો અમલમાં આવ્યા,રામાયણ અને મહાભારતમાં દર્શાવેલા સમય સુધી હિંસાની કોઈને શરમ ન હતી. કાંઈક મેળવવા, કોઈના પર વિજય પ્રાપ્ત કરવા, કોઈને વશ કરવા હિંસા અને યુધ્ધ્કળા વિકસતી રહી.હવે ના શશ્ત્રો વધુ મારક અને ભયપ્રદ બન્યા.છતા આ બધા સાથે ધીમે ધીમે માણસ ના મનમાં પ્રેમ, મૈત્રીઅને સજ્જનતા ની લાગણીઓ સ્થાપિત થવા લાગી.
તે પછી આવ્યો બુધ્ધ અને મહાવિર નો યુગ,તેમણે પ્રાણીમાત્ર ઉપર કરુણા રાખવાનો સંદેશ આપવા માંડ્યો. બુધ્ધ તો ક્વચિત, અનાયાસે મલી જાય તો માંસાહાર કરી લેતા, પણ મહાવિરે તેની સખત મનાઈ ફરમાવી, પશુવધ, પશુયગ્નો, શિકાર અને પોતાના સુખ માટે બીજા જીવો નો જીવ ન લેવાની વ્રુતિ ફેલાવા લાગી.તેમ છતા માંસાહાર અને જીવહિંસા સાવ બંધ તો નજ થયા.
તે પછી જૈન ફિલોસોફી વધુ વિકાસ પામી, તેમણે શોધી કાઢ્યુ કે પાણીમાં, હવામાં, જમીનમાં વનસ્પતિમાં પણ જીવાત્માઓ હોય છે, તેમની પણ હિંસા ન થાય તેની કાળજી લેવાવા લાગી. વર્ષો પછી વિગ્નાને પણ સમર્થન આપ્યુ કે પાણી, આકાશ, જમીન અને વનસ્પતિમાં પણ જીવાણુઓ રહેલા હોય છે, વનસ્પતિમાં પણ સજીવતા છે એવુ પણ આ અહિંસા વાદીઓએ શોધી કાઢ્યુ.તે પછી તો કોઈ ને કટુવચનો કહેવા, શાપ આપવામાં પણ હિંસા થતી હોવાનુ પ્રતિપાદિત થવા લાગ્યુ.કોઈને મારવાનો વિચાર કરવામાં પણ સુક્ષ્મ હિંસા થતી હોવા નુ શિખવવામાં આવ્યુ. પશુબલી ન ચઢાવવો, યુધ્ધો ન કરવા માર ખાવો પણ કોઈ ને મારવુ નહી, શિકાર ન કરવો જાતે પોતાના માટે રાંધીને ખાવુ નહી,અનાયાસે જે મળે તે ખાવુ, પહેરવુ, ન મળેતો ભુખ્યા રહેવુ કે નિર્વસ્ત્ર રહેવુ એવી ફિલ્સુફી આવવા લાગી.
પરિણામ શું આવ્યુ? માણસ ની લદાયકતા ઓછી થવા લાગી, સ્વરક્ષણ માટે પણ તેને તાલિમ ની જરુર્ર પડવા લાગી, તેના રક્ષણ માટે રક્ષક દળો કરવા પડ્યા. બુધ્ધ અને મહાવિર ના યુગમાં હિંસાના વિરોધ એટ્લે અહિંસા નો પ્રચાર એટેલી હદે થયો કે માણસ્ને સ્વરક્ષણ માટે પણકોઈની હિંસા ન કરવા નુ શિખવવામાં આવ્યુ.આખુ બિહાર બૌધ્ધવિહારો અને જૈન આરાધના ભવનો થી છવાઈ ગયુ. તે ત્યાં સુધી કે બુધ્ધના વતન કપિલવસ્તુ ઉપર પ્રસેનજિતના દાસીપુત્ર વિડ્ડુભએ ચઢાઈ કરી ત્યારે તેની સામે યુધ્ધ કરનાર પણ કોઈ ન હતુ, વિડ્ડુભ સહેલાઈ થી કપિલવસ્તુ નો વિનાશ કરી ને ચાલ્યો ગયો.
અશિંસા ના આવા પ્રચારથી આપણા દેશના લોકો યુધ્ધ્ના કાયર બનતા ગયા, સુખેથી રહેવા મળતુ હોય તો આક્રમણખોરોને બધુ સોંપી દેવા ની વ્રુતિ જોરે કરવા લાગી, તેમાંથીજ દેશદ્રોહ,દેશને વેચી દેવાની કુભાવના, લડવાના બદલે સમજાવટ, સમાધાનકાંઈક આપી ને છુટીજવાની વ્રુતિ પેદા થવા લાગી.. દેશના લોકોમાં ક્ષમા, અવૈર,અહિંસા,શત્રુ ને પણ ઉદાર સારવાર જેવા ગુણો(!) ઉત્પન થવા લાગ્યા, આ બધુ જોઈ ને ભારતને લુંટનારાઓ ની દાઢ સળકવા લાગી , હુનો આવ્યા, શકો આવ્યા,તુર્કો આવ્યા,મોંગોલો આવ્યા ગજની અને ઘોરી આવ્યા, અને બધાએ આ એક સોફ્ટ ટારગેટ લાગવા માંડ્યુ. છેવટે આ સદગુણી દેશ ગુલામ બન્યો, આજે આજાદી મળ્યા પછી પણ પડોશિમુલ્કો સામે , તેમની દંડાઈ સામે આપણે શાંત અને નમ્ર રહી શકિયે છીએ તે પ્રતાપ આ અશિંસા ધરમો નો છે. પત્ની ને ઉઠાવી જનાર સામે લડનાર રામ ,કે અસ્તિત્વ માટે જરાસંધ જેવા સમ્રાટ સામે બાથ ભિડનાર ક્રુષ્ણ માત્ર ભગવાન બની ને મંદીરોમાં પુરાઈ ગયા, અને તેમના નામે તેમના પુજારીઓ જલસા કરતા થયા, કોઈ એક ગાલે તમાચો મારે તો બીજો ગાલ ધરવાનુ નિર્માલ્ય તત્વગ્નાન ગોખી ને દેશવાસીઓ રાચવા લાગ્યા,
અહિંસા સારી વાત છે, પણ તેનો અર્થ એ નથી કે કોઈ આપણી સ્ત્રિને ઉપાડી જાય, કે કોઈ આપણી મિલ્કત પચાવી પાડેમ છતા ચુપચાપ બીસી રહેવુ.મુળેય આપણા લોકો આળસુતો હતાજ એમાં ધર્મનુ આવુ પીઠબળ મળવા લાગ્યુ એટ્લે રહીસહી લડાયકતા પણ ગુમાવી ધર્મના ઓથે નિર્માલ્ય બની રહ્યા.અશિંસા ના નામે આપણે આપણી કાયરતા ને છાવરવા લાગ્યા,પાકિસ્તાન, ચિન કે બાંગ્લાદેશની લપડાકો ખાવા છતા આપણને પાણી ચઢતુ નથી તેની પાછળ આ અશિંસાવાદી ધર્મોપદેશો છે.હદ તો ત્યાં થાય છે કે કાંદા, લસણ અને કંદમુળ ને અખાદ્ય ગણી તેનો નિષેધ થવા લાગ્યો, કારણ? કારણ એ કે તેના થી આપણાં માં તામસી વ્રુતિ જન્મ લે છે….! આજના યુગમાં જ્યારે તમારો પડોશી પણ તમારુ છીનવી લેવા તૈયાર બેઠો હોય છે ત્યારે તામસીવ્રુતિ તો એક જરુરી વસ્તુ બની જાય છે, તેના બદલે આવા લુચ્ચા પડોશી તરફ પ્રેમ બતાવવા જાઓ તો તમારુ શું થાય?લડીને મરવાનુ હોય,સામનો કરવાનો હોય ત્યાં અહિંસાધર્મની ઓથ લઈ બેસી જવાનુ અને કાળાબજાર, ભ્રષ્ટાચાર, લાંચ, રુશ્વત,નબળા પર બળજોરી, અરક્ષિત છોકરી પર બળાત્કાર જેવા ક્રુત્યોમાં ધર્મભિરુતા નડતી નથી.આપણે ઘણી ઉચ્ચ આદ્યાત્મિક ફિલોસોફી નુ સર્જન કર્યુ છે,ખગોળ, જ્યોતિષ, ગ્નાનવિગ્નાન,માં અભુતપુર્વ પ્રગતિ સાધી છે, આપણા વેદો, આપણ્નુ આયુર્વેદ, આપણી ચિકિત્સા,અને આપણુ શૌર્ય અદભિત છે પણ આ એક નબળાએ આપણી ધર્મપરાયણતાનો દંભ આપણને આગળ વધવા દેતી નથી. સિંસા અસિંસા ના અમાનવિય વિચારો ત્યાગી ને શત્રુઓ ને પાઠ નહી ભનાવીયે ત્યાં સુધી તેઓ આપનને પાયમાલ કરી ને હસતાજ રહેવાના છે.

Advertisements

Posted સપ્ટેમ્બર 29, 2010 by sureshmsheth67 in Uncategorized

  Leave a comment

પ્રસ્તાવના. ———- ફાયનાંસીયલ એક્ષ્પ્રેસ ના પત્રકાર શ્રી સુહેલ શેઠનો આ આર્તિકલ મને મારા મિત્ર તરફથી ઇ-મેલ દ્વારા મળેલ છે , જે નો અનુવાદ અત્રે મુક્યો છે. શબ્દો લેખકનાજ છે.
લેખક: સુહેલ શેઠ. “ આપણે કેટલાક તથ્યો થી શરુઆત કરીયે. મેં કદાચ મોદી ની વિરુધ્ધમાંઘણા લેખો લખ્યા હશે, તથા ગોધરા પછીની પરિસ્થિતિના તેમણે કરેલા સંચાલનની પણ ટિકા કરી હશે,અને બીજાઓ કરતાઘણુ વધારે લખ્યુ હશે,. મેં તેમને આધુનિકયુગના હિટલર કહ્યા છે,અને હમ્મેશા એમ કહ્યુ છેકે ગોધરાકાંડથી માત્ર તેઓ એકલાજ નહીપણ ભારતિય રાજકારણ ઉપર પણ એક અમિટ ડાઘ બની રહેશે. હું આજેપણ માનુ છું કે ગોધરા રમખાણોદર્મ્યાન ગુજરાતમાં જે બન્યુ તેના માટે એક રાષ્ટ્ર તરીકે આપણે ઘણી ભારે કિંમત ચુકવવી પડશે.. પણ હકિકત એ છે કે હવે સમય બદલાયો છે,,નરેન્દ્રમોદી પણ બદલાયા છે,અને તેથી ગુજરાતના મુસ્લિમો, કે જે દેશના અન્યભાગના મુસ્લિમોની સરખામણીમાં વધુ આવક ધરાવતા થયા છે., તે ભુલવુ ન જોઈએ. ભારતમાંમાત્ર નરેન્દ્રમોદી એકલાજ નથી જેના ઉપરકોમવાદીનુ લેબલ લાગ્યુ હોય,વિચિત્રવાત તો એ છે કે આખો દેશ કોંગ્રેસ પક્ષ નેસેક્યુલર તરીકે પુજે છે,પણ આ એજ પક્ષ હતો જેના કાર્યકાળમાં, 1984ના હુલ્લડોમાં3500થી વધુ શિખોની કતલ થઈ હતી,જે ગુજરાતમા મરેલા માણસો ની સંખ્યા કરતા ત્રણગણા હતા. સત્ય હકિકત એ છે કે ભારતનારાજકિય માળખામાંનરેન્દ્રમોદીથી વધુ સારો પર્ફોર્મરબીજો કોઈ નથી.ત્રણ સપ્તાહ પહેલા હું વાય.પી.ઓ.ને સંબોધવા અમદાવાદ ગયો હતો.અને મેં ધાર્યુ હતુ કેનરેન્દ્રમોદીને સપડાવવાની આ સારીતક મળી જશે.મેં સાંજ પહેલા તેમનો સંપર્ક કર્યો,અને મને અમદાવાદ જાઊં તેજ દિવસની એપોઈંટમેંટ આપવામાં આવી.. આ કોઈ સત્તાવાર મુલાકાત ન હતી,પણ મારે તેમના ઘરેજ તેમને મળવાનુ હતુ.મોદી એટ્લા સાદા અને મિતવક્તા હતા કેગાંધીઓ અને માયાવતિઓએ તેમની પાસેથી કાંઈક શિખવાનુ મળે.. ત્યાં કોઈ ખુશામદખોર સ્ટાફમેમ્બર ન હતા, કેકોઈ આજુબાજુ દોડી રહેલા સેક્રેટરીઓ પણ ન હતા.કે બીજા કોઈ ઝળુંબી રહેલા ન હતા.માત્ર અમે બે અને એક નોકર, જે અમારામાટે ચા બનાવતો હતો.. ખુબ અસરકારક તો મોદીએ બતાવેલ જુસ્સો અને ઝંખના હતા, વિકાસમાટેની ઝંખના,સબળ સ્વસ્થ ગુજરાત માટેની ઝંખના,રાજ્ય ના લોકોનુ જીવનધોરણ ઉંચુ લાવવાની ઝંખનાતથા સાદા છતા યાદગાર મુદ્દાઓ રજુ કરતી વખતનો તેમનો આનન્દ યાદગાર હતા. દાખલા તરીકે સિંગાપુરમાં વપરાતુ બધુ દુધ ગુજરાત પુરુ પાડે છે,અથવા અફઘાનિસ્તાનમાંખવાતા ટામેટાકે કેનેડામાં વપરાતા બટાકા ગુજરાતમાં પાકે છે…1 ક્રુષિની સાથેઉદ્યોગોપણ તેના હ્રદય ની ઘણી નજીક છે.

Posted સપ્ટેમ્બર 27, 2010 by sureshmsheth67 in Uncategorized

‘કાકા….!”   Leave a comment

હમણાંકોઈ કામ ની પ્રુછ્છા કરવા પોષ્ટ ઓફીસે ગયો,મારે જે બારી પર પુછવાનુ હતુ, ત્યાં લાંબી લાઈન હતી,,મારે તો માત્ર પુછવાનુજ હતુ એટલે હુંસીધો બારી પાસે જવા લાગ્યો, ત્યાંજ એક કર્કશ અવાજ આવ્યો:
“એ કાકા…!લાઈન આ બાજુએ છે”મેં એ અવાજ તરફ નજર કરી, તો એકવ્રુધ્ધ અને ખખડી ગયેલાસજ્જન એ બુમ મારી રહ્યા હતા,મેં કહ્યુ:
“હા બેટા, મને ખબર છે, મારે જરા પુછવાનુજ છે,બેટા, તને વાંધો ન હોય તોપુછી લઊં”
બેટા ના સંબોધનથીએ જરા છોભિલા પડ્યા,તેમની પાછળજ ઉભેલા બીજા ભાઈ એ મને કહ્યુ:
“આટ્લા સીનીયર વડિલને તમેબેટા કહી ને તુંકારો કરો છો?”
” ભાઈ, એ મને કાકા કહેતા હોય તો મારે તેમને બેટાતુલ્યજ ગણવા જોઈએને?” મેં જવાબ આપ્યો.
કેટલાક હસ્યા, તો કેટલાક નારાજ પણ થયા.
” કાકા’ એ તો એક સાહજિક સંબોધન છે,એમાં તમારે શામાટે નારાજ થવુ જોઈએ?” બીજા એક ભાઈએ કહ્યુ.
” હું નારાજ નથી થતો,પણ એમણે જે કહ્યુતેનો ઉત્તરજ આપી રહ્યો છું,તેઓ મારા થી મોટા છે,છતા મને “કાકા” કહેતા હોય,તો મારે તેમને કઈ રીતે સંબોધન કરવુ એ મને કહેશો?”મેં કહ્યુ.
લાઈન માં ઉભેલા બધા જરા હળવા થયાઅને એ વાત ત્યાં પુરી થઈ.
“કાકા” એટલે આપણા પિતાશ્રીના ભાઈએ બધા જાણે છે,આ એક કૌટિમ્બિક સંબોધન છે,તેમાં પિતાના ભાઈ પ્રત્યે આદરભાવ અને સ્નેહભાવરહેલો છે,ભત્રીજાઓ આપણને કાકા કહે તે સ્વાભાવિક છે,તેમાં આત્મિયતા રહેલી હોય છે,પણ અજાણ્યા, અને ખાસ કરીનેઆપણા જેવડા કે આપણાથી મોટાલાગતા વ્યક્તિઓ આપણને “કાકા” કહે ત્યારે મગજ જરા હટી જાય તો શું આપ મારો વાંક કાઢશો?
“કાકા” શબ્દ આપણી ભાષાનોએક અવાંછનિય શબ્દ બની ગયો છે,કારણ એને એટલો સસ્તો બનાવી દેવામાં આવ્યો છે કે તે સાંભળવો ગમતો
નથી.એ શબ્દમાં અવિનય,તુછ્છકાર,અને અવગ્નાનો ભાવ આવી ગયો છે. રસ્તે જતા કોઈ અજાણ્યામાણસને”કાકા” કહેવાથી,તેના પ્રત્યેઆદર વ્યક્ત થતો નથી,પણ તેની કોઈ વિસાત નથી એવો ભાવ ઉભો થતોહોય છે.”કાકા” કહી ને આપણે તેને આપણા પિતાના ભાઈ નો દરજ્જો આપતા નથી,પણ એક તુછ્છ વ્યક્તિ તરીકે તેને મુલવતા હોઈએ છીએ,
પ્રથમ વખત આપણે આપણા માટે “કાકા” શબ્દ સાંભળીયેત્યારે એક આઘાત સાથે એવુ લાગી આવે છે કેહવે આપણે ઘરડા થઈ ગયા…! આપણી જુવાનીના દિવસો ગયા?હવે આપણી ઉમર દેખાવા લાગે કે શુંવિગેરે.” કાકા” શબ્દમાં આવી રહેલી વ્રુધ્ધાવસ્થાનો સંકેત, તથા વિદાય લેતા યૌવન નો ચિત્કાર ગુંજતો હોય છે.વ્રુધ્ધ થવુ કોને ગમે?વ્રુધ્ધ હોય તેને તો ન જ ગમે…!લોકો વ્રુધ્ધ ન દેખાવા માટે વાળ ને કાળા રંગે છે,મહિલાઓ, ( ખાસ કરી ને ગમતી મહિલાઓ”)ની ઉપસ્થિતિમાં પેટને અંદર ખેંચી રાખતા હોય છે,તેમજ પોતે કેવા સ્ફુર્તિલા છે એ દેખાડવાત્રણ ફુટની દિવાલ કુદી જવાના કે બસપાછળ દોડવાના ક્રિયાકલાપો કરતા હોય છે.વ્રુધ્ધ્માં ખપવુ કોઈ ને ગમતુ નથી,અને સદા યુવાન રહેવાનાસ્વપ્નો બધા જોતા હોય છે.આજકાલ તોયુવાન દેખાવા માટેપુરુષો અને મહિલાઓ ફીટનેસ સેંટરો માં જવા લાગ્યા છે, જીમ માં જઈ ને કસરતો કરવા લાગ્યા છે,ફેસિયલ, મસાજ અને બ્યુટીટ્રીટમેંટનો આશ્રય લેવા લાગ્યા છે,પુરુષોને સલમાનખાન જેવુ બોડી બનાવવુ હોય છે, તો મહિલાઓને સ્લિમ, જીરો ફીગર બનાવવુ હોય છે.આ બધા ધખારા જતે જુવાનીને પકડી રાખવાના નુસ્ખા છે.વય વધે એટ્લે ચહેરા પર તે દેખાયા વીના રહેવાની નથી,, તમે બધુજ છુપાવી શકશો પણ તમારુ વય છુપાવી શકવાના નથે, ગમે તેટલી ટાપટીપ કરો, પણ શરીર ચાડી ખાધાવીના રહેવાનુ નથી.. આપણને ગમે કે ન ગમે, કુદરત તેનુ કામ અવિરત કર્યેજ જાય છે.જેમ ગયેલુ બાલપણ પાછુ આવતુ નથી તેમજ, વીતેલી જુવાની પણ પાછી આવવાની નથી.એટ્લે સ્સ્યુષ્યના દરેક તબક્કાને સ્વિકારવાજ રહ્યા.
હવે આપણે “કાકા” શબ્દ પર પાછા ફરીયે.!આપણી ભાષામાં આ શબ્દનેખુબજતિરસ્કરનિય બનાવી દેવામાં આવ્યો છે.”કાકા” ના સંબોધન થી ગૌરવ અનુભવાતુ નથી પણ વિખુટા પડી ગયા હોવા ની લાગણી થતી હોય છે.આજે ગમે તે માણસ ગમેતેને “કાકા” કહી ને ઉતારી પાડી શકે છે.
“કાકા” શબ્દ સાંભળતાજ આપણી સમક્ષ એક ધોતી ઝભ્ભાધારી, કાળી ટોપી પહેરલા ,વધેલા પેટ વાળા આધેડ વ્યક્તિનુ ચિત્ર ઉભુ થાય છે.આવુ ચિત્ર પોતાના માટે સ્વિકારવાનુ કોને ગમે?કેવીરીતે ગમે?એ “કાકા” શબ્દમાં કોઈ ગૌરવ નથી, આદર નથી,માત્ર એક અવગ્નાયુક્ત સંબોધનજ છે.
આપણા થી નાના હોય તે આપણને “કાકા” કહે તે ચલાવી શકાય,પણ આપણીજ વયજુથના કે આપણાથી મોટા દેખાતા માણસોઆપણને કાકા કહે તે કેવી રીતે ચલાવી લેવાય?એમાંયે મોટીઉમરની મહિલાઓપણ આપણને ‘કાકા” ખી બોલાવે ત્યારે તો અવિવેક ની હદ આવી ગઈ કહેવાય ને?આપણે જેમના છાના પ્રશંશકો હોઈએ એ મહિલાઓ આપણને “કાકા” કહે તો આપણી રસિકતા ના ગળે ટુંપોજ આવી જાય ને..! ડુબી મરવા જેવુ લાગે કે નહી?

Posted સપ્ટેમ્બર 27, 2010 by sureshmsheth67 in Uncategorized

ગયા જુન માસની ચોથી તારીખે શહેરના એક જાનિતા પરિવારેપોતાના 25 વર્ષના યુવાન પુત્રને ઘરમાં લાગેલી આગમાં ગુમાવ્યો. યુવાન નુ નામ અરુણ ગોપાલ રત્નમ હતુ. અરુણ યુનિવર્સિટીઓફ વિસ્કોંસીનમેડીસન માંથીબે સપ્તાહ પહેલાજેમ.બી.અ. ની ડિગ્રી લઈ નેપડ્યો હતો અનેઘરે માતાપિતાને મળવા આવ્યો હતો. તેણે પિતા સાથે લંચ લીધુ,અને પછી પોતાનો રુમ સાફ કરવાપાછા સ્કુલમાં જવાનો નિર્ણય કર્યો.તેના પિતાએ કહ્યુ કે પાચા જતા પહેલા તેની માતાને મળી ને જાય તો સારુ.તેની માતા પોતાના કામ ઉપરથી પાછી ફરે, ત્યાં સુધી એક ઉંઘ ખેંચી નાખવાના વિચીરેથી તે પોતાના રુમ માં ગ   Leave a comment

ગયા જુન માસની ચોથી તારીખે શહેરના એક જાનિતા પરિવારેપોતાના 25 વર્ષના યુવાન પુત્રને ઘરમાં લાગેલી આગમાં ગુમાવ્યો. યુવાન નુ નામ અરુણ ગોપાલ રત્નમ હતુ. અરુણ યુનિવર્સિટીઓફ વિસ્કોંસીનમેડીસન માંથીબે સપ્તાહ પહેલાજેમ.બી.અ. ની ડિગ્રી લઈ નેપડ્યો હતો અનેઘરે માતાપિતાને મળવા આવ્યો હતો. તેણે પિતા સાથે લંચ લીધુ,અને પછી પોતાનો રુમ સાફ કરવાપાછા સ્કુલમાં જવાનો નિર્ણય કર્યો.તેના પિતાએ કહ્યુ કે પાચા જતા પહેલા તેની માતાને મળી ને જાય તો સારુ.તેની માતા પોતાના કામ ઉપરથી પાછી ફરે, ત્યાં સુધી એક ઉંઘ ખેંચી નાખવાના વિચીરેથી તે પોતાના રુમ માં ગયો
થોડા સમય પશ્હી પડોશીઓ એ ઘરમાંથી ધુમાડા નિકળતા જોયા તેથી 911 ને ફોન કરવામાં આવ્યો.( 911 શું છે તે ખબર નથી, કદાચ આપણી 108 જેવી સેવા હશે.)બધી જોયુ પરિવારનો યુવાન પુત્ર માત્ર ત્રણ વર્ષજુના ઘરમા6 લાગેલી આગ માં મ્રુત્યુ પામ્યો હતો.
આગ લાગવાનુ કારણ શોધવામાં થોડા દિવસો પસાર થયા, છેવટે તારણ એ નિકળ્યુ કે આગ લાગવાનુ કારણ તે રુમમા પથારીમાં પડેલુ લેપટોપ હતુ.
જ્યારે લેપટોપ ચાલુ હાલતમાં પથારીમાં પડ્યુ હશે ત્યારે કોમ્પ્યુટરને થંડુ રાખનાર પંખાને હવા મળી ન હતી, તેથી લેપટોપ ગરમ થઈ ને સળગી ઉથ્યુ હતુ.અને તે કારણે આગ લાગી હતી.અરુણ ને ઉંઘમાંથી જાગી બહાર ભગવાની પણ તક મળી ન હતી.આગ ના કારણે સળગી ઉથેલ પથારી, બ્લંકેટ તથા તકિયા ને લીધે રુમમાં કાર્બનમોનોક્સાઈડફેલાઈ ગયો હતો અને અરુણ તેમા ફસાઈને મ્રુત્યુ પામ્યો હતો. આપણા માંથી જે લોકો પથારીમાંલેપટોપ નો ઉપયોગ કરતા હોય તેમના માટે આ એક ચેતવણી છે.આપણે નિર્ણય કરીયે કે કદાપિઆ રીતે અપનાવવી નહી.આમાં ખરુ જોખમ છે.માટે એવો નિયમ બનાવીયે કે કદી પથારીમાં લેપટોપ નહી વાપરીયે,અથવા પથારીમાં બ્લંકેટ, ચાદરો, તથા તકિયો વચ્ચે લેપટોપ ને નહી મુકીયે.

Posted સપ્ટેમ્બર 21, 2010 by sureshmsheth67 in Uncategorized

સુપ્રિમ કોર્ટ નો આદેશ.   1 comment

સને 2002 ના સપ્ટેમ્બર માસ માં ગાંધીનગરના અક્ષરધામ મંદીર ના સંકુલમાં ઘુસી ને સેંકડો લોકોને બાનમાં રાખી પાંત્રીસ લોકોને મોતને ઘાટ ઉતારનારા પૈકી જીવતા પકડાયેલા બે ફીદાઇનીને પોટાકોર્ટે ફાંસીની સજા કરી હતી,અને તેને ગુજરાત હાઈકોર્ટે મંજુરી આપી હતી, તાજે તરમાં એ બે અપરાધિઓ એ સુપ્રિમકોર્ટમાંઅપિલ કરી હતી કે તે સમયે પોલિસ ના વડા શ્રી ડીજી વણજારા હતા અને તેમણે જેમ સોહરાબુદ્દીન ને બનાવટી એંકાઉંટરમાં મારે નાખ્યો, તેમજ અમને પણ ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યા છે.સજા પામેલા અપરાધિઓની આ અપિલ ના કારણે સુપ્રિમ કોર્ટે તેમને થયેલ સજા નો અમલ મોકુફ રાખવાનો આદેશ કરી દીધો છે.
હવે જો આ કેસમાં વણજારા પોલિસવડા હોવાના કારણેજ આ બન્ને ખુની હત્યારાઓની સજા મોકુફ રાખવામાં આવી હોય ,તો વણજારાએ તેમની સર્વિસ દરમ્યાન જેટ્લા કેસો નો નિકાલ કર્યો હોય, તે બધાજ કેસો ને ફરી ઓપન કરવામાં આવશે?અક્ષરધામ ના આ અપરાધિઓની જેમ હાલ વણજારા ના કારણે સજા ભોગવતા બધાજ ગુન્હેગારો પણ એમ કહી શકે ને કે અમને પણ વણજારાએ ખોટી રીતે ફસાવ્યા છે, અને જો એમ થાય તો એવા કેટલા કેસો ફરી તપાસ હેઠળ લાવવામાં આવશે?ગુજરાત ની હાઈકોર્ટે જે સજા બહાલ રાખી છે, તેના પરસુપ્રિમ કોર્ટને વિશ્વાસ નથી , એવો અર્થ કરવો?ગુજરાત માં બધુ ખોટુજ થઈ રહ્યુ છે એમ અન્યોની જેમ સુપ્રિમકોર્ટને પણ લાગવા માંડ્યુ છે?અથવા જે કેસ ભુતકાળમાં વણજારાએ હાથ ધર્યા હતા, માત્ર એજ કારણ સરતેના પર પુન: વિચારણા કરવી અને સરેઆમ કતલ કરનારા અપરાધિઓ ને એ વિચારણા નો લાભ આપવો એ કેટલે અંશે ઉચિત ગણાશે?
જેમણે સરાજાહેર, અનેકોના દેખતા કત્લેઆમ ચલાવી છે, , રંગે હાથ પકડાયા છે,, સજા પણ જાહેર થઈ ગઈ છે, તેમને આવો લાભ આપી ને આપણે શું સાબિત કરવા માગીએ છીએ?આપણે કેટલા ન્યાયપ્રિય, કે
ટલા ઉદારા ને પક્ષપાત રહિત છી તેવુ જગત ને દેખાડી ને આપણે શું મેળવવા માગીયે છીએ? આવી ઉદારતા બહાર્ના દેશોમાં હાંસી ને પાત્ર ઠરે છે,આતંક વાદીઓ, તેમને મોકલનારાઓ સારીરીતે જાણે છે કે ભારતમાં પકડાઈ જઈશુ તોયે ગભરાવાની જરુર નથી, અહીં બધુ હજારોની નજર સામે બન્યુ હોવા છતા સાક્ષી પુરાવાઓ ને તપાસવામાં વર્ષો નીકલી જવાના છે, બહારથી ઘુસેલા આતંક વાદીઓ ને આપણેજ બચાવ માટે વકિલ આપવાના છે, તેને છેક સુધી અપિલ કરવામાં આપણાજ વકિલો ની સહાય મળવાની છે,અને કોઈવાર સજા થાય તોયે તેનો અમલ કરવામાં બીજા વર્ષો નીકળી જવાના છે.પછી આવા આતંકવાદી હુમલાઓ ભારત માં ન થાય તોજ નવાઈ કહેવાય, અમેરિકામાં ફરી આવો હુમલો થયો? ચિનમાં થાયછે?અરે નાનકડો બાંગલાદેશ પણ આતંકી ઓ ને બરાબર પાહ ભણાવે છે, શ્રી લંકાએ તેમના ઉગ્રવાદીઓનો સફાયો બોલાવી દીધો, તો તેમને કોણે રોક્યા? માત્ર ભારતજ એવો દેશ છે, વિલંબ, વિચારણા, અને શિથિલતા થી કામ કરે છે, એટલે ઘુસણખોરો માટે ભારત સ્વર્ગ બની રહ્યુ છે,
આ દેશમાં વડાપ્રધાન ને નબળા કહી શકાય છે,પણ જઘન્ય અપરાધિઓ ને શિક્ષા કરતા સતાધિશો નાહાથ ધ્રુજે છે, આનુ કારણ શું?સુપ્રિમ કોર્ટનો અનાદર તો ન થઈ શકે, કારણ તેની સજા તુરતજ આપી દેવામાં આવે, પણ આવી રહેલી બિહાર વિધાન સભાની ચુંટણી માં મત મેળવવા તો આમ નથી થયુ?
જો આમજ ચાલશે, અપરાધિઓ પરત્વે કુણુ વલણ જ રાખવામાં આવશે તો, અપરાધ નાબુદ કેમ થશે?માત્ર વણજારા ના કારણે જોબધાજ અપરાધિઓ ને આવી છુટ મળે તો અપરાધિઓ ઉપર ધાક કઈ રીતે રાખી શકાશે?
આપણી આ વિલંબીનિતિ અને ઉદાર પરમ્પરા થી દેશ ને કેય્લુ નુકશાન થઈ રહ્યુ છી કોઈ વિચારતુ નથી, માનવ અધિકારવાદીઓ, દેશના નિર્દોષ નાગરિકો ની કતલ ને નજરંદાજ કરે છે, પણ ખુલ્લે આમ હત્યા કરનારાઓ ના અધિકાર માટે લડવા નિકળી પડેછે.શું નાગરિકો નો કોઈ અધિકારજ નથી? તેમને કોઈ ગમેત્યારે મારીજાય, ગમે ત્યારે બોમ્બ ધડાકા કરી વિનાશમાં રગદોળી જાય, તે કોઈ જોવાનુ છે કે નહી? આપણે આ માટે ટેક્ષ ભરીયે છીએ?કહેવાતા નેતાઓ, સેલિબ્રિટીઓ, અધિકારીઓ, કમાન્દોના રક્ષણ નીચે ફરે છે, તેમને કાંઈ થવાનુ નથી, માત્ર નાગરિકોજ મરવા માટે ખુલ્લા ફરતા હોય છે, અને તેમાંઆવા નિર્ણયો લેવાતા હોય, પછી આપણુ કોણ બેલી?પાચા આવા નપાવટ, ન્ફકરાઓને મતદાન ફરજિયાત કરવાનુ…!ન કરીયે તો આપણો અપરાધ ગણાય, અને એમાંકોઈ કોર્ટ આપણને રક્ષણ નહીજ આપે,આવુ બધુ કેમ ચાલે?
આપણી આ ઢીલી નિતિ થી જગત આપણા ઉપર હસે છે, આવી ઉદારતા થી આપણે જગત સામે શું દર્શાવવા માગીયે છીએ?આપણને કોઈ ચાન્દ આપી દેવાનુ છે?આપણને કોઈ શાંતિનુ નોબેલપ્રાઇઝ આપી દેવાનુ છે? અને તે આપે તોય આપણા દેશબાંધવોના ભોગે આપણે એ મેળવવાનુ છે?રાજ્ય કર્તાનુ પ્રથમ કર્તવ્ય એ છે કે અપરાધિઓ ને યોગ્ય અને સમયસર દંડ આપવો, જો આપણી ફરજ મત આપવાની છે તો તેમની ફરજ આપણુ રક્ષણ કરવાની નથી?આવા ઉદાર નિર્ણયો થીશું ગુન્હાખોરી વધશે નહી?
આતતાયીઓ તરફ ઉદારતા આપણોજ વિનાશ કરે છે, ઇતિહાસમાંથી આપણે કાંઈ શિખ્યા નથી,પ્રુથ્વિરાજ ચૌહાણે સાત વખત ઘોરી ને પકડી ને છોડી મુક્યો,પણ આઠમી વ્ખત તે પોતેજ પકડાઈ ગયો ત્યારે ઘોરીએ કહ્યુ કે હું તારીજેમ દુસ્મનને છોડીમુકવા ની મુર્ખાઈ નહી કરુ,અને તેણે પ્રુથ્વી રાજ નો વધ નિ:સંકોચ કરી નાખ્યો.
આપણો ઇતિહાસ આવા ઉદાર વિરત્વ થી ભરેલો પડ્યો છે, અને તેથીજ આપણે સદીઓ થી માર ખાતા આવ્યા છીએ, આજે પણ એ ઉદાર નિતિ આપણે ચાલુ રાખી છે, પણ એ ઉદારતા દુસ્મનો માટેજ છે, હું કે તમે એક ટ્રાફિક સિગ્નલ ભુલથી તોડીશુ તો કોઈ ઉદારતા નહી બતાવવામાં આવે, નાગરિકો મરે તેની કોને ચિંતા છે? અમસ્તાયે તેઓ મોંઘવારી, ભુખ અને ભેળસેળથી મરવાનાજ છે, માત્ર વિદેશી અપરાધિઓ તરફ ઉદાર રહેવુ જરુરી છે, કારણ તેથી આપણી છાપ બહારના દેશોમાં સરસ પડવાની છે, ……!
અજે દેશભરમાં આવુજ ચાલી રહ્યુ છે, નાના ચોરો ને મારીમારીને ધોઈ નાખ્વમાં આવશે, પણ અબજોનુ કૌભાંડ કરનાર નો વાળ વાંકો નથી થતો, આતંક વાદ આ ઢિલી નિતિ ના કારણેજ વકર્યો છે, જે શાશક ને અપરાધિઓ તરફ લાલ આંખ કરતા નથી આવડતુ, તેનુ પતન તેની ઉદારતાના કારણેજ થાય છે.

Posted સપ્ટેમ્બર 7, 2010 by sureshmsheth67 in Uncategorized

માણસ ની મહાનતા.   Leave a comment

શ્રી “ધુમકેતુ” ની એક ઐતિહાસિક નવલ કથાનુ એક પાત્ર, એક પ્રસંગે કહે છે ” માણસ ત્યાં સુધીજ મહાન છે, જ્યાં સુધી બીજાઓ તેને મહાન માને છે”આ એક સુવાક્ય, કે સુભાષિત જેવુ લાગતુ વાક્ય ઘણી ગહન વિચારણા માગી લે છે,માણસપોતાના કર્મો થી મહાન બનતો હોય છે, પણ તેના કર્મો જનતાની સ્વિક્રુતિ મેળવતા હોવા જરુરી હોય છે,જો સામાન્ય લોકો તેને મહાન માને તોજ તે મહાન બની રહે છે, ઉદાહરણ તરીકે હિટલર ને લઈએ, હિટ્લરે પ્રથમ વિશ્વયુધ્ધ દર્મ્યાન તુટી ગયેલ જર્મની ને પગભર કર્યુ, જર્મની નો આત્મવિશ્વાસ પુન: જાગ્રુત કર્યો, અને બીજુ વિશ્વયુધ્ધ જગાવી વિશવિજેતા બનવા બહાર પડ્યો, આ માટે તેનો દ્રઢાઅત્મવિશ્વાસ અને અતુલ્ય દોરવણી કારણ ભુત હતા, તે સમયે તો જર્મની માટે તે મહાન હતો, પણ તેના આર્યત્વના આગ્રહ ને વશ થઈ ને તેણે ચલાવેલી યહુદીઓ ની કતલ થી તેની છબી ખરદાઈ, અને આ મહાન સેનાપતિનો પરાજય થતાજ લોકો તેને ધિક્કારવા લાગ્યા, તેની મહાનતાને જનતાની માન્યતા ન મળી, તેની જેમજ મુસોલિની, તથા સ્ટાલિન પણ દેશ માટે કરેલ કામગીરી બદલ મહાનતા ને વર્યા હતા, સ્ટાલિને રશિયા ને ઉન્નત કર્યુ, સામ્યવાદ ના વિજય નો તેણે ધ્વજ ફરકાવ્યો,તે એટ્લે સુધીકે હિટલર સામે લડી રહેલા મિત્રરાજ્યોને પણ તેની જરુર પડી, અને હિટલર નુ પતન પણ છેવટે તેના રશિયામાં થયુ, સ્ટાલિન ખુબ કડક શાશક હતો, સામ્યવાદ ના વિકાસમાં તેનો ફાળો ઘણો મોટો હતો,પણ તેના અમુક પગલા તરફ લોકોની સહાનુભુતિ ન હતી, આ સંદર્ભમાં એક વાર્તા ખુબ પ્રચલિત છે, સ્ટાલિન ની વિદાય પછી રશિયાના વડાપ્રધાન બનેલા નિકિતા ખ્રુષ્ચેવ એક જાહેર સમારંભમાં બોલી રહ્યા હતા, તેમણે સ્ટાલિને કરેલ ભુલો અને ખોટાકામો વિષે બોલવા માંડ્યુ, એજ સમયે સભામાંથી કોઈ એ કોમેંટ કરી .કે ” એ સમયે તમે સ્ટાલિન ની સાથેજ હતા, તો એ વખતે કેમ કાંઈ બોલ્યા નહી?”
આ સાંભળતાજ ખ્રુષ્ચેવ ની મુખમુદ્રા ફરી ગઈ, રમુજી અને હળવા હોવાની છાપ ધરાવતા ખ્રુષ્ચેવ ના મુખપર ક્રુરતા અને ગુસ્સાને રેખાઓ આવી ગઈ, સભામાં સોપો પડી ગયો, આવનારી ક્ષણમાં શું થશે તેનો દર બધાના મુખ પર છવાઈ ગયો,
” એ કોણ બોલ્યુ? જે બોલ્યુ હોય તે ઉભા થાય..!” ખ્રુષ્ચેવે ભયંકર મુદ્રા સાથે કહ્યુ, સભામાં સન્નાટો છવાઈ ગયો, કોઈ ઉભુ ન થયુ,
બીજીજ પળેખ્રુષ્ચેવ ની મુખમુદ્રા પુર્વવત થઈ ગઈ, તે હસી પડ્યા,
” મિત્રો..1 આશા છે કે હવે તમને તમારા પ્રશ્ન નો જવાબ મળી ગયો હશે…!”એટલે કે જેમ અત્યારે તમે ભય થી બોલવા ઉભા ન થયા તેજ રીતે હું પણ ત્યારે સ્ટાલિન ના ભય થી કાંઈ બોલ્યો ન હતો…!રશિયા ન લોકો લોખંડી સ્ટાલિન ને મહાન કાર્યો કરવા છતા ભુલી ગયા, એટલે કે લોકોની માન્યતા વીના કોઈ મહાન બની રહી શકતુ નથી.લોકો એનેજ સદા મહાન માને છે , જેમણેસમાજના હિતમાં કામ કર્યુ હોય, ક્રુષ્ણ, ચાણક્ય, બુધ્ધ, મહાવિર,સોક્રેટીસ,કંફુશિયસ ,જીસસ,ને લોકો આજે પણ મહાન સમજે છે, કારણ તેમની મહાનતા ભય, આતંક, જુલ્મો અને અત્યાચારથીમેળવેલી હતી, ક્ષણભર માટે તેઓ મહાન બની શક્યા, પણ તેવી મહાનતા ઝાઝુ ટકી ન શકી, આજે મહાન વિજેતા સિકન્દરને કોઈ પુજશે નહી, પણ તેની સામે જુવાળ ઉભો કરનાર ચાણક્ય ને બધા આદરભેર યાદ કરે છે.
કહેવાનુ તાત્પર્ય એ છે કે લોકો જેને મહાન સમજે તેજ મહાન થઈ શકે છે,આપણે જોઈએ છીએ કે ગાંધીજી ની છબી ખરડવા ઘણા પ્રયત્નો થવા છતા લોકમાનસમાં તે મહાનજ રહ્યા છે,જ્યારે એક વખત મહાન ગણાયેલા વિનોબા ભાવે ભુલાઈ રહ્યા છે, તેમની ભુદાન પ્રવ્રુતિ ના અવશેષ પણ આજે જોવા મળતા નથી, તેમણે ભુદાનમાં મેળવેલી લાખો એકર જમીન નુ શું થયુ એ પણ કોઈ જાનતુ નથી, કારણ તેમની પ્રવ્રુતિ થી કોઈને દેખિતો લાભ થતો જોવામાં ન આવ્યો, અદુરામાં પુરુ, તેમણે ઇન્દીરા ગાન્ધીએ લાદેલ કટોકટીને ” અનુશાશન પર્વ” કહી ને બીરદાવી એત્લે એક ” સરકારી સંત” નુ નામાભિધાન પામી ને તેઓ લોક નજરમાં થી ઉતરી ગયા, આવી મહાન તા નુ આયુષ્ય ક્ષણજિવી હોય છે, કારણ તેની પાછળ લોકોની માન્યતાનુ બળ નથી હોતુ.
તેથી શ્રી “ધુમકેતુ” નુ આ વાક્ય એક અફર સત્ય છે એમાં કોઈ શંકા ને સ્થાન નથી,લોકોજ મહાન બનાવે છે અને લોકોજ સ્થાન ભ્રષ્ટ્ટ કરી શકે છે.

Posted સપ્ટેમ્બર 5, 2010 by sureshmsheth67 in Uncategorized