મુક્તિ….!   Leave a comment

મુક્તિ શબ્દ આપણે ઘણી વાર, ઘણા સંદર્ભમાં સાંભળીયે છીએ, મુક્તિશાનાથી? શામાટે?આપણે શું બંધનગ્રસ્ત છીએ?આપણા બંધનો આપણને પીડે છે?જો નથી પીડતા તો તેનાથી મુક્ત શામાટે થવુ છે?અને જો પીડતા હોય, તો તેને છોડીદેતા કોણ આપણને રોકે છે?
આ બધા છેતરામણા શબ્દો છે, અપણા સંતો. મહાત્માઓ,ઉપદેશકો, કથાકારો,તત્વગ્નાનીઓએ આશબ્દ ઉપજાવ્યો છે, મુક્તિકેવી હશે? મુક્ત થયા પછી આપણને શું લાભ થશે?આપણે શાનાથી મુક્ત થઈશુ?મોહ, માયા મમતા, ધિક્કાર,પક્ષપાત,આબધાથી મુક્ત થવાની વાત છેપણ એવી મુક્તિ થી તદ્દન લાગણી હિન, તટસ્થ,શુન્યમય બનવાથી કયો લાભ મળવાનો છે? તેમના કહેવા મુજબ બધાથી મુક્ત થયા પછી આપણુ અલગ અસ્તિત્વ નહી રહે , આપણે બ્રહ્મ માં વિલિન થઈ જઈશુ, પરમ શાંતિ હશે, ન પ્રકાશ, ન અંધકાર, ન પીડા ન હર્ષ, ન દુ:ખ ન સુખ, ન માયા ન મોહ, જીવ અને ઇશ્વર એક થઈ જશે….! જો આને મુક્તિ કહેવાતી હોય, તો એવી મુક્તિ ની શી મજા?જેમાં જીવંતતા નથી,પ્રેમ,આશા, અપેક્ષા, આવકાર ધિક્કાર નથી એવા મ્રુતપાય: અસ્તિત્વને જો મુક્તિ કહેવાતી હોય તો એમાં શા માટે પડવુ જોઈએ? અને આવી મુક્તિ મેળવવા જગતના તમામ સુખ સગવડો, ભૌતિક આનન્દો,ને છોડવાના છે, મુક્તિ, એટલે કે મોક્ષ કોઈએ જોયેલ નથી,એવી એક અજાણી પ્રાપ્તિ , કલ્પિત પ્રાપ્તિ માટે સામે દેખાતા તમામ સુખો છોડવાના છે, , અને એ છોડ્યા પછી મળેલ મુક્તિ થી તમારુ સ્વતત્ર અ સ્તિત્વ તો રહેવાનુ નથી, તમે પરમેશ્વર માં ભળી જવાના છો,પછી મુક્તિ નો આનન્દ કોણ ભોગવશે?
આવુ કોઈ વિચારતુ નથી, બધાઆ ઉપદેશો ને માનીને સાદાઇ, બ્રહ્મચર્ય, દાન, દર્શન,તપ, વ્રત,ઉપવાસ, ત્યાગ જેવા ભ્રામકશબ્દો ની જાળ માં ફસાયેલા રહે છે, અને આ લોક ના ભોગે પરલોક સુધારવા મથતા રહે છે, પરલોક તો કોઈએ જોયો નથી પણ તેની લાલસામાં આ લોક્ને પણ બગાડે છે.
જીવન જીવવુ હોય તો ક્રુષ્ણ જેવુ જીવવુ જોઈએ, ” સઘળા કામો કર્યા છતા એ રહ્યા હમેશા નિર્લેપી”તેમનો આદેશ છે કે યોગસ્થ બની ને કર્મ કર, અકર્મ્ણ્યતા કરતા કોઈ પણ કર્મ કરવુ સારુ છે,નિર્લેપ રહી ને કોઈ પણ કર્મ કરતા રહો, એજ ખરી મુક્તિ છે, એટલેજ જગતના કોઈ પણ ત્યાગી તપસ્વી કરતા ક્રુષ્ણને લોકો વધુ પુજે છે, કારણ તેમણે જીવન જીવી બતાવ્યુ છે, જીવન થી પલાયન કદી થયા નથીજે મળ્યુ તે નિર્લેપ ભાવે ભોગવ્યુ છે,છતા કશામાં લપટાયા નથી,
એ મહાન શ્રી ક્રુષ્ણનો જન્મ દિન આપણને સૌ ને મુબારક.

Advertisements

Posted સપ્ટેમ્બર 2, 2010 by sureshmsheth67

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: