‘કોમવાદ ‘ કોમવાદ “   Leave a comment

કોમવાદ.

આપણુ રાષ્ટ્ર બિન સામ્પ્રદાયિક, એટલે કે કોઈ પણ ધર્મ કે સમ્પ્ર્દાય ને મહત્વ ન આપનાર કે ન માનનાર રાષ્ટ્ર તરીકે જાહેર થયુ છે.એટલે આપણાથી હિન્દુ, મુસ્લિમ, ખ્રીસ્તિ, પારસી,શિખ, જૈન કે અન્ય કોઈ પણ ધર્મ આધારિતજુથ નુ નામ લઈ ન શકીયે. બીન સામ્પ્રદાયિક એટલે રાજ્ય તરફથી કોઈ પણ ધર્મ કે સમ્પ્રદાય ને સમર્થન, ઉત્તેજન કે ઉપેક્ષા આપવામાં નહી આવે. દરેક ને પોતાનો ધર્મ પાળવાનો અધિકાર છે, રાજ્યને માટે બધા સરખા છે.રાજ્ય કોઈ પણ ધર્મ કે સમ્પ્રદાય ને વિશેષ મહત્વ નહી આપે,બિન સામ્પ્રદાયિક રાજ્યમાં ખરેખર તો કોઈ હિન્દુ, મુસ્લિમ, શિખ કે ઇસાઈ જેવા સમ્પ્રદાયો હોવા ન જોઈએ. , જો રાજ્ય ધર્મ આધારિત ન હોય તો બધાજ નાગરિકો એક સમાન અને માત્ર “ભારતિય ‘ ની ઓળખજ ધરાવતા હોવા જોઈએ. જો આપણે ધર્મ ને મહત્વ નથી આપતા તો ધર્મ ઉપર આધારિત “બહુમતિ “ કે “લઘુમતિ “શબ્દો આપની ભાષામાં આવ્યા કેવી રીતે..?બહુમતિ અને લઘુમતિ જેવા શબ્દોના ઉપયોગ દ્વારા આપણે સામ્પ્રદાયિકતા નેજ ઉત્તેજન આપી રહ્યા છીએ. જો બધા સમાન છે તો બહુમતિ કે લઘુમતિ કઈ રીતે હોઈ શકે..?આ શબ્દોમાંથીજ “કોમવાદ” નો ઉદ્ભવ થયો છે. .
એક સ્વાભાવિકમાન્યતા એવી થઈ શકે કે જો આપણે બહુમતિ અને લઘુમતિ નો સ્વિકાર કરતા હોઈએ તો બહુમતિ ના મંતવ્યો ને વધુ સ્વિકારવામાં આવતા હશે. , પણ આપણે એટલા બધા પ્રામાણિક હોવા નો દેખાવ કરી રહ્યા છીએ કે બહુમતિની ઉપેક્ષા કરીને લઘુમતિ ને વધુ અધિકારો આપી રહ્યા છીએ, અને એ લઘુમતિ પણ કેવી..? જો ધર્મ ના આધારે બહુમતિ કે લઘુમતિ ગણવાની હોય તો શિખો, જૈનો , બૌધ્ધો, ને લઘુમતિની આળપંપાળ કેમ આપવામાં આવતી નથી..?જો તમે બિનસામ્પ્રદાયિક છો તો બહુમતિ કે લઘુમતિ શબ્દોજ બંધારણમાં થી કે રોજીન્દા વ્યવ્હારો માંથી ઉડાવી દેવા જોઈએ, લઘુમતિ ને વિશેષ સગવડો, ખાસ પ્રકારની ટ્રિટમેંટ આપી ને આપણેજ બિનસામ્પ્રદાયિકતા નો ભંગ કરી રહ્યા છીએ, અને કોમવાદ ઉભો કરી રહ્યા છીએ. તેમને માટે આરક્ષણ, તેમને બહુપત્નીત્વ નો અધિકાર, તેમને આપવામાં આવતી ધર્માધારિત છુટછાટો, અલગ તલાક અને નિકાહ પ્રથા, તેમને ધાર્મિક યાત્રા માટે સહાયવીગેરે જેવી વિશેષ સવલતો ધર્મના આધારે કેમ આપી શકાય..? અમાંથીજ કોમવાદ ને મહત્વ મળે છે.બિનસામ્પ્રદાયિક રાજ્યમાં બહુમતિના ભોગે લઘુમતિ ની આળપંપાળ કેમ કરવામાં આવે છે..?

આટલુ ઓછુ હોય તેમ આપણે તો અનેક નવા વર્ગો ઉભા કર્યા છે, દલિત, બક્ષિપંચ, આદિવાસી, મહિલા, પછાત, જેવા નવા વર્ગો થી પણ વહિવટ ચલાવવો મુશ્કેલ થઈ પડે છે. બન્ધારણમાં બધાજ સમાન હોવા છતા વિવિધ કારણો સર અલગ અલગ વર્ગ ના લોકો ને અલગ વ્યવસ્થા કરવામાં આવે છે, એક વર્ગના લોકો માટે મેડિકલ માં એડમિશન લેવા માટે ખુબ ઉંચા માર્ક્સ ની અપેક્ષા, તો એજ પ્રકારના શિક્ષણ માટે ખાસ વર્ગને ઓછા ગુણ મળવા છતા પ્રવેશ આપવામાં આવે, નોકરી અને બઢતીમાં પણ આ ખાસ વર્ગ માટે ખુબ નીચી ગુણવતા સ્વિકાર્ય ગણાય છે,આપણે એક તરફ બધાને સમાન કહીયે છીએ, તો બીજી તરફ આપણેજ ભેદભાવ ઉભા કરી ને આપણને અલગ પાડી રહ્યા છીએ, ભાગલા પાડો અને રાજ્ય કરો ની અંગેરોજો ની નિતિ આપણે પણ છોડી નથી. જો એકતા અને અખંડિતતા જાળવવી હશે તો ધર્મ અને જ્ઞાતિ આધારિત વિશેષાધિકારો બન્ધ કરવા જ જોઈશે.આપણેજ લોકો ને અલગ અલગ સમ્પ્રદાયમાં વિભાજિત કરીયે છીએ, અને બીજી તરફ બધાને એક થવાની પોકળ હાકલ કરી રહ્યા છીએ.

બધા ધર્મો એ રાષ્ટ્રધર્મ ને પ્રથમ મહત્વ આપવાનુ શિખવવુ જોઈએ, બધાજ નાગરિકો ને એકસમાન અધિકારો મળવા જોઈએ, રાજ્ય નુ રક્ષણ મેળવનાર વર્ગ પ્રમાદી બની જાય છે, અને તેમના કામ ની ગુણવત્તા પણ નીચી હોય છે, માટે કોઈ ને રાજ્યનુ વિશેષ રક્ષણ કે આરક્ષણ આપવુ ન જોઈએ, આજે તો પરિસ્થિતિ એવી છે કે હિન્દુ હોવુ એ શરમજનક ગણાવા લાગ્યુ છે, તેને કોમવાદી ગણવામાં આવે છે, મુસ્લિમ મતો માટે અને મુસ્લિમ તુષ્ટિકરણ માટે હિન્દુ કહેવાતા રાજકારણીઓ પણ હિન્દુઓ ને અન્યાય કરી રહ્યા છે, આમાંથીજ કોમવાદ વકરે છે. આપણે બિનસામ્પ્રદાયિક હોઈએ એનો મતલબ એ નથી કે બહુમતિ ની ઉપેક્ષા કરી ને તેને ધિક્કાર્યા કરવી. જો બધાજ સરખા છે તો બધા સાથે સમાન ભાવે વર્તવુ જોઈએ, સૌને માટે એકસમાન કાયદો , એકસમાન ધારાધોરણ. સાંઈઠ વર્ષના શાશન પછી કોઈ પછાત રહી જાય, કોઈ ગરીબ રહી જાય , કોઈ અશિક્ષિત રહી જાય અને તેમને રક્ષણ, આરક્ષણ આપવુ પડે એ શાશન માટે શરમ જનક છે, આવી શરમ અનુભવવાના બદલે ભેદભાવભરી નિતિઓ અપનાવી ને આપણે લોકોને વિભાજિત કરી રહ્યા છીએ. આ રીતેની લોકશાહી તદ્દન અવાસ્તવિક છેઆમાં નિષ્ઠાવાન લોકો વિમુખ થતા જાય છે અને તકવાદીઓ લીલા લહેર કરવા લાગ્યા છે, તેઓ કોમ વચ્ચે, વર્ગવચ્ચે, ધર્મવચ્ચે, જાણી જોઈ ને વિભાજન કરાવતા રહે છે, અને ભલુ માત્ર પોતાનુ જ કરે છે..

આપણો દેશ ગુંચવાઈ ગયો છે કે તેને ગુંચવવામાં આવી રહ્યો છે, આ વિશાળદેશ ની એક અબજ ની વસ્તી ને અનેક પ્રકારના રાજકિય, સામાજિક, ધાર્મિક તેમજ ભ્રષ્ટાચારી વિચારો અને આચારો દ્વારા એકથવા દેવામાં આવતી નથી, અને થોડા લોકો આ અબજ માણસો પર શાશન કરી રહ્યા છે. દેશમાં ગરીબી એ, મોંઘવારીએ, ભ્રષ્ટાચારે, કામચોરીએ, અને રુશ્વતખોરીએ માઝા મુકી છે, ત્યારે વિવિધ પ્રકારની રથ યાત્રાઓ કાઢી ને , કે સદભાવના ઉપવાસો કરી ને કે તેની સામે પ્રતિઉપવાસો ના નાટકો કરવાથી કોને કયો લાભ થવાનો છે..?આ બધા નાટકો પાછળ કરોડો નો ખર્ચ થતો હોય છે તે સામે કરોડો લોકો ને બેટંક ખાવાના પણ સાંસા છે.આવી અરાજકતા કેમ ચાલે છે..?બ્રિટન, અમેરિકા, રશિયા કે ચિન જેવા દેશો ના રાજકારણીઓ એ આવી રથયાત્રા કે ઉપવાસ ના ખર્ચાળ નાટકો કર્યા છે..? બધા ચુપચાપ દેશનુ કામ કરી રહ્યા છે, આપણે આવુ કેમ કરી નથી શકતા..?યુગો થી રાજાઓ , બાદશાહો, સમ્રાટો ના શાશન થી ટેવાયેલી આપણી પ્રજા ને લોકશાહી ફાવતી નથી કે શું?

Advertisements

Posted નવેમ્બર 7, 2011 by sureshmsheth67

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: